________________
અધ્યાત્મસાર
૧૪૬
ચરમભવમાં ભોગએકનાશ્ય કર્મોનો નાશ થવાથી શુદ્ધિ થાય છે. IFપ-૨૩
विषयाणां ततो बंध-जनने नियमोऽस्ति न ।
अज्ञानिनां ततो बन्धो, ज्ञानिनां तु न कर्हिचित् ।।२४।। અન્વયાર્થ:
તત: તે કારણથી શ્લોક-૨૨-૨૩ માં કહ્યું કે યોગાનુભવશાળીઓને વિષયોની અનિવૃત્તિ પણ દુષ્ટ નથી તે કારણથી, વિષયાં વિષયોનો વન્દનનને બન્ધ ઉત્પન્ન કરવામાં નિયમ: જે રિત નિયમ નથી. તતઃ તેનાથી=વિષયોના સેવનથી ઉજ્ઞાનિનાં વન્ધઃ અજ્ઞાનીઓને બંધ છે, તુ જ્ઞાતિનાં ર્કિંચિત્ જ પરંતુ જ્ઞાનીઓને ક્યારેય નથી. પ-૨૪ શ્લોકાર્ધ :
શ્લોક-૨૨-૨૩ માં કહ્યું કે યોગાનુભવશાળીઓને વિષયોની અનિવૃત્તિ પણ દુષ્ટ નથી તે કારણથી, વિષયોનો બંધ ઉત્પન્ન કરવામાં નિયમ નથી. વિષયોના સેવનથી અજ્ઞાનીઓને બંધ છે, પરંતુ જ્ઞાનીઓને ક્યારેય નથી. પ-૨૪ ભાવાર્થ :
નિશ્ચયનયની અપેક્ષાએ વિષયો એ કર્મબંધનું કારણ નથી, જ્યારે વ્યવહારનયની અપેક્ષાએ વિષયસેવનથી કર્મબંધ થાય છે; પરંતુ તે પણ પરિણામ દ્વારા જ બંધનું કારણ બને છે. જોકે મોટા ભાગે વિષયસેવનથી જ એવો પરિણામ થાય છે કે જે કર્મબંધ કરાવે છે, તેથી જ વ્યવહારનય કર્મબંધ માટે વિષયોને જ કારણ માને છે; જ્યારે નિશ્ચયનય એમ કહે છે કે વિષયસેવન કે અસેવનથી કર્મબંધ નથી, પરંતુ પરિણામથી જ કર્મબંધ છે.
અજ્ઞાની જીવોને વિષયોના સેવનકાળમાં રાગાદિના પરિણામ વિશેષ હોવાને કારણે અતિશય કર્મબંધ થાય છે, તથા અસેવનકાળમાં પણ રાગાદિના જ પરિણામ ઊઠતા હોવાથી ત્યારે પણ કર્મબંધ થાય છે.
જ્ઞાની પુરુષો જ્યારે વિષયસેવનની પ્રવૃત્તિ ઉચિત જણાય ત્યારે જ કરે છે, અને તે સેવનકાળમાં પણ નિર્લેપ ચિત્ત હોવાથી તેઓને કર્મબંધ થતો નથી. અને જ્યારે તેવું કોઈ પ્રયોજન ન હોય ત્યારે તેઓ એવી કોઈ પ્રવૃત્તિ કરતા પણ નથી, તેથી અસેવનકાળમાં પણ તેમને કર્મબંધ થતો નથી. પ-૨૪