________________
અધ્યાત્મસાર
૧પ૦
(૩) શ્લોક-૨૭ માંના “શ્રાન્ત” શબ્દથી એકધારી એવી પ્રવૃત્તિ ગ્રહણ કરવાની છે. અને તેનો ભાવ એ છે કે ક્યારેક પ્રવૃત્તિ વિષયો તરફ ઢળે અને ક્યારેક પ્રવૃત્તિ વિષયોથી વિમુખ થાય એવી નહીં, પરંતુ હંમેશાં વિષયોથી વિમુખ થયેલી પ્રવૃત્તિ જ પ્રશાંત થયેલ જીવોની હોય છે.
(૪) શ્લોક-૨૮ માં ‘પરી’ શબ્દ સ્ત્રીલિંગ છે. તેથી “મત’નું સ્ત્રીલિંગ “મતા' રૂપ ભૂતકૃદંતનો પ્રયોગ કરેલ છે. શ્લોકાર્થ :
વિષયોથી એકધારી વિમુખ કરાયેલી એવી ઈન્દ્રિયો હોવા વડે પ્રશાંત થયેલા જીવોને સુંદર વૈરાગ્ય છે. ખરેખર આ રાજમાર્ગ છે. અનુદીર્ણ, અનિયંત્રિત, તૃપ્ત અને સ્વયં નિવર્તમાન એવી ઈન્દ્રિયો વડે વિષયોમાં પ્રવૃત્તિ હોવા છતાં જ્ઞાનવાળાઓને વૈરાગ્ય થાય છે. આ ઉત્પથ(લૂંટારોમાર્ગ) મનાયેલ છે. આપ-૨૭/૨૮ ભાવાર્થ :
સામાન્ય રીતે વિષયોથી ઈન્દ્રિયોને વિમુખ કરીને ચિત્તમાં તત્ત્વનું ભાવન કરવામાં આવે, ત્યારે કોઈપણ જીવનું ચિત્ત પ્રશાંતભાવવાળું બને છે; અને તેથી વિષયો પ્રત્યે કોઈ ઈચ્છા ન રહેવાથી વૈરાગ્ય પેદા થાય છે. જગતમાં મોટા ભાગના જીવો આ માર્ગે ચાલીને જ વૈરાગ્ય પ્રાપ્ત કરે છે. કેમ કે આ જીવોમાં વિષયસેવનના સંસ્કારો અતિશયિત થયેલા હોવાથી શાસ્ત્ર દ્વારા કે ઉપદેશ દ્વારા પણ જો તત્ત્વનો બોધ થાય, તો પણ વિષયોના સંપર્કકાળમાં તત્ત્વના સ્વરૂપને હૈયામાં સ્થિર કરવા સમર્થ ન હોવાથી, વિષયોના સમાગમ સમયે તેમનું ચિત્ત વિષયોની અસરથી પ્રાયઃ મુક્ત રહી શક્યું નથી; અને તેથી જ પ્રથમ ભૂમિકામાં તત્ત્વને જાણ્યા પછી વિષયોથી દૂર રહીને તપ-સંયમમાં ઉદ્યમપૂર્વક તત્ત્વનું ભાવન કરવાથી જ ચિત્ત પ્રશાન્ત બને છે. આ રીતે વૈરાગ્યને પ્રાપ્ત કરવો એ રાજપથ છે. આમ છતાં ક્વચિત્ જ્ઞાનવાળાને વિષયના ત્યાગ વિના પણ વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, જે વાત શ્લોક-૨૮ માં બતાવેલ છે.
જ્ઞાનવત” પદથી છઠ્ઠી દૃષ્ટિમાં રહેલા અને આક્ષેપકજ્ઞાન પ્રાપ્ત થયું હોય તેવા જીવને ગ્રહણ કરવાના છે. આવા જીવનાં કરણો ઉદીરણાને પામ્યાં નથી, અર્થાત્ ઈન્દ્રિયો પદાર્થને ગ્રહણ કરવા ઉત્સુક બની નથી, અને વળી વિષયોથી દૂર રાખવા માટે આ ઈન્દ્રિયો ઉપર કોઈ નિયંત્રણ પણ કરાયું નથી; તેમ છતાં, તે