________________
૧૩૭
શ્લોકાર્થ :
વૈરાગ્યસંભવાધિકાર
માયારૂપ જળને તત્ત્વથી જોતો, માયારૂપી પાણીથી અનુદ્વિગ્ન, શીઘ્ર તેની મધ્યમાંથી વ્યાઘાતથી રહિત જે પ્રકારે જાય જ છે; તે પ્રકારે માયાઉદકની ઉપમાવાળા ભોગોને સ્વરૂપથી જોતો એવો અને ભોગવતો એવો પણ, અસંગ છતો પરમપદ તરફ જાય જ છે. II૫-૧૬/૧૭ll
ભાવાર્થ:
કોઈનું ઘર એવું હોય કે જેની ભૂમિ સ્ફટિકની હોય અને તેને કારણે “આ પાણી છે” એવો ભાસ થતો હોય ત્યારે, તેમાંથી સામે જવાની ઈચ્છાવાળો પણ જીવ જવા માટે ક્ષોભ પામે છે. અને જે જીવ જાણે છે કે સ્ફટિકને કારણે પાણીનો ભાસ થાય છે, પરંતુ વાસ્તવિક રીતે આ દેખાતું જળ જળ નથી પણ સ્ફટિક છે, તેવા બોધવાળો જીવ પાણીને જોઈને ઉદ્વેગ પામતો નથી, તેમજ કોઈપણ જાતના વ્યાઘાત વગર તે માયારૂપી પાણીમાંથી શીઘ્ર પસાર થઈ જાય છે.
તેવી ૨ીતે સંસા૨વર્તી બધા ભાવોને જે જીવ માયારૂપી જળ જેવા જોઈ શકે છે, તે જીવ ભોગ્ય પદાર્થોના સ્પષ્ટ સ્વરૂપને પણ જાણી શકે છે. તેથી જ તે ભોગો ભોગવતો હોવા છતાં પણ ભોગની સાથે સંગ વગરનો રહે છે, અને છેક પરમપદ ત૨ફ જાય જ છે.
અહીં ભોગોને તત્ત્વથી જોનારના બોધનું સ્વરૂપ સમવું આવશ્યક છે, તે આ પ્રમાણે
-
‘તત્ત્વથી જોવું’ એનો ભાવ એ છે કે સૂક્ષ્મ દૃષ્ટિથી તત્ત્વનું અવલોકન કરવું. સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈએ તો કોઈપણ પદાર્થનો ભાવ તે તે પદાર્થમાં જ રહે છે બીજાને પ્રાપ્ત થતો નથી, અને તેથી કોઈપણ ભોગ્ય પદાર્થમાંથી જીવને કોઈ ભાવ પ્રાપ્ત થતો નથી; પરંતુ જીવ જ ભોગ્ય પદાર્થોને નિમિત્ત કરીને તે તે ભાવોને પોતાનામાંથી જ પામે છે. તે આ પ્રમાણે -
દરેક પદાર્થો હંમેશાં પોતપોતાના ભાવોમાં જ પરિણમન પામતા હોય છે. જેમ કે અગ્નિનો સ્વભાવ ઉષ્ણભાવરૂપે પરિણમન પામવાનો છે, અને અગ્નિના સંપર્કના નિમિત્તને પામવાથી શરીર સ્વતઃ જ બળેલી અવસ્થાને પામવાના સ્વભાવવાળું છે, અને શરીર સાથે સબંધ ધરાવતો જીવ પોતાના સ્વભાવને કા૨ણે જ શરીરના આવા પરિણામને પામીને પોતે સ્વતઃ અશાતાના પરિણામને પામે છે. અહીં અગ્નિનાં પુદ્ગલો કે શરીરનાં પુદ્ગલો જીવને કાંઈ કરતા નથી, પરંતુ જીવ તે