________________
૯૮
અધ્યાત્મસાર, સ્થાન ભવ છે, તેથી ભવને અહીં જીવનું ધામ કહેલ છે; પરંતુ જીવમાં વર્તતો ઉદ્દામ કામ તેનો શત્રુ છે. આ કામરૂપી શત્રુ આત્માની ગુણોરૂપી ભૂમિને હંમેશાં ખોદ્યા કરે છે. પારમાર્થિક દૃષ્ટિએ આત્મા પોતે ગુણોનો ભંડાર છે અને તે ગુણો જ આત્માને રહેવાનું પારમાર્થિક ધામ છે. વળી, ભૂમિને ખોદવાથી ઘર જેમ નાશ પામે છે, તેમ કામને કારણે આત્માના ગુણો પણ નાશ પામે છે. તેથી આત્મા પોતાના પારમાર્થિક ગુણરૂપ ઘરમાં રહી શકતો નથી.
વળી, સામાન્ય રીતે દરેક જીવ સંસારની કોઈને કોઈ વિચારણાની પ્રવૃત્તિ કરે છે, તે કપરિણામરૂપ છે. જેમ પડોશી ઘરની બાજુમાં જ રહે છે, તેમ જ શરીરમાં જીવ રહે છે તે જ શરીરને કારણે જીવને કુપરિણામ વર્તે છે; તેથી આ કપરિણામને જીવનો પડોશી જણાવેલ છે. અને જેમ કોઈ પડોશી કજિયાળો મળી ગયો હોય છે, તેમ આ કુપરિણામો તત્ત્વની દૃષ્ટિએ જીવને ક્લેશ કરાવનાર જ છે.
વળી, જીવમાં “હું જ સુખી છું, હું જ મોટો છું” એવા અનેક પ્રકારના મદ વર્તતાં હોય છે. આવા મદરૂપી ફણાધારી સર્પોનાં બિલો સંસારમાં ઘર કરીને બેઠાં છે. બિલમાંથી સર્પ ગમે ત્યારે નીકળીને ડંખ મારે છે, તેમ જીવને થતા મદથી દુર્ગતિ કે નીચ ગોત્ર જે મળે છે.
પામર માણસને ગુણોનો નાશ કરનાર શત્રુ એ શત્રુ નથી દેખાતો, તેમ કુપરિણામને કારણે થતો કલહ એ કલહરૂપે નથી દેખાતો, અને મદ સર્પ જેવા હોવા છતાં સર્પ જેવા નથી દેખાતા, તેથી તેને આ પ્રગટ રીતે દેખાતું એવું ભવરૂપી ધામ સુખરૂપ જ ભાસે છે. પરંતુ તત્ત્વના જોનારને આવા ભવરૂપી ધામની સ્થિતિ ક્યાંય સુખરૂપ દેખાતી નથી, પરંતુ આત્માના ગુણરૂપી ધામમાં જ આત્માએ વસવા જેવું લાગે છે. II૪-૧દા.
ઉપમા ઃ ૧૦ - સંસાર = આકરો ઉનાળો
तृषार्ताः खिद्यन्ते विषयविवशा यत्र भविनः । करालक्रोधार्काच्छमसरसि शोषं गतवति ।। स्मरस्वेदक्लेदग्लपितगुणमेदस्यनुदिनं । भवग्रीष्मे भीष्मे किमिह शरणं तापहरणम् ।।१३।।