________________
૧૧૩
ભવસ્વરૂપચિંતાઅધિકાર શ્લોકાર્ચ -
પ્રભાત થયે છતે ઊંઘમાં આવેલ સ્વપ્ન મિથ્યા થાય છે અથવા તિમિરરોગનો વિરહ થયે છતે નિર્મળ દૃષ્ટિવાળાઓને દ્વિચંદ્રનું જ્ઞાન મિથ્યા થાય છે, તે જ પ્રકારે તત્ત્વનો વિષય વિદિત થયે છતે વિકલ્પો શાંત થવાથી જેની બુદ્ધિ સ્થિર થઈ છે તેવા સાધુઓને, આ ભવ મિથ્થારૂપ સ્કુરાયમાન થાય છે. I૪-રરા ભાવાર્થ :
ઊંધમાં આવતા સ્વપ્નમાં જે અનુભવો થાય છે, તે પ્રભાત થયે છતે જાગી જવાથી સ્વપ્નમાં જોયેલ પદાર્થો વાસ્તવિક નથી તેમ અનુભવાય છે.
વળી, તિમિરના રોગને કારણે વ્યક્તિને બે ચંદ્ર દેખાતા હોય છે. પરંતુ રોગ નાબૂદ થવાથી તેની દૃષ્ટિ નિર્મળ બને છે, તેથી ચંદ્ર એક જ દેખાય છે. પરિણામે દ્વિચંદ્રનું જ્ઞાન ખોટું છે એમ નિર્ણય થાય છે.
તે જ રીતે પૂર્વમાં તત્ત્વનું જ્ઞાન ન હતું ત્યારે સંસારના ભોગાદિ પદાર્થો સારભૂત દેખાતા હતા, પરંતુ જ્યારે જીવને તત્ત્વવિષયક જ્ઞાન થાય છે ત્યારે તેને થાય છે કે, શરીર આદિ સર્વ પદાર્થોથી મારો આત્મા પૃથક છે. તથા શરીર અને અન્ય સર્વ પુદ્ગલો તથા અન્ય જીવો પણ મારાથી પૃથક છે. તે સર્વ પદાર્થનું જ્ઞાન થવું એ જ મારો સ્વભાવ છે, અને તે પદાર્થોના જ્ઞાનકાળમાં પણ વિકારો ન સ્પર્શ તેવો મારો ઉપયોગ જ સુખના અનુભવ સ્વરૂપ છે. આવું તત્ત્વજ્ઞાન જ્યારે તેને પ્રગટે છે ત્યારે, બાહ્ય સર્વ પદાર્થોમાં આ સુખનાં સાધન છે કે દુઃખનાં સાધન છે તે રૂપ તેના મિથ્યા વિકલ્પો શાંત થાય છે, અને તેનું ચિત્ત મુનિભાવમાં સ્થિર થાય છે. આવા મુનિને આ આખો ભવ સ્વપ્નના જેવો મિથ્યા ભાસે છે. I૪-૨શા
દર તત્વના બોધ પૂર્વેની તથા પચ્ચાસ્ત્રી મતિનું સ્વરૂપ
प्रियावाणीवीणाशयनतनुसम्बाधनसुखैभवोऽयं पीयूषैर्घटित इति पूर्वं मतिरभूत् । अकस्मादस्माकं परिकलिततत्त्वोपनिषदामिदानीमेतस्मिन्न रतिरपि तु स्वात्मनि रतिः ।।२३।।