________________
૧૨૩
વૈરાગ્યસંભવાધિકાર
પરંતુ આ મતનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે,
જગતમાં ઈચ્છાના વિષયભૂત તમામ પદાર્થોની પ્રાપ્તિ જ શક્ય નહીં હોવાથી વિષયોની સિદ્ધિથી વૈરાગ્યની સંભાવના જ રહેતી નથી. II૫-૨૨
અવતરણિકા :
ગ્રંથકારે પૂર્વના શ્લોકમાં કહ્યું કે વર્તમાન ભવમાં જગતના તમામ અર્થોની પ્રાપ્તિ શક્ય નથી. હવે આગળ કહે છે કે અનંતકાળમાં સર્વ અર્થોની પ્રાપ્તિ થઈ હોવા છતાં પણ જીવમાં અપ્રાપ્તત્વનો ભ્રમ રહેલો હોવાથી વિષયસુખની સિદ્ધિથી વૈરાગ્ય સંભવી શકે નહીં. તે બતાવે છે
अप्राप्तत्वभ्रमादुच्चैरवाप्तेष्वप्यनन्तशः ।
कामभोगेषु मूढानां समीहा नोपशाम्यति || ३ ॥
અન્વયાર્ય :
પુત્ત્ત: અત્યંત પ્રાપ્તત્વપ્રમામ્ અપ્રાપ્તત્વના ભ્રમને કારણે અનન્તશ અનંતીવાર સવાત્તેપુ ષ ામમોોવુ પ્રાપ્ત થયેલા પણ કામભોગોમાં મૂઢાનાં મૂઢ જીવોની સમી। ઈચ્છા નોપશામ્યતિ ઉપશમતી નથી. II૫-૩
શ્લોકાર્થ :
અત્યંત અપ્રાપ્તત્વના ભ્રમને કારણે અનંતીવાર પ્રાપ્ત થયેલા પણ કામભોગોમાં મૂઢ જીવોની ઈચ્છા ઉપશમતી નથી. II૫-૩
ભાવાર્થ =
જીવ અનાદિકાળથી છે અને સંસાર પણ અનાદિકાળથી છે, તેમજ ભોગ્ય વિષયો પણ અસંખ્ય છે. તેથી અનંતા ભવભ્રમણમાં દરેક પ્રકારના ભવોની પ્રાપ્તિ જીવને થઈ ચૂકી છે, તથા તે દરેક ભવમાં વિપુલ પ્રમાણવાળા ઘણા પ્રકારના ભોગોનો પોતે અનુભવ પણ કર્યો છે. અનુત્તર વિમાનનાં સુખોને છોડીને જગતનાં સર્વસુખોનો જીવે પ્રાયઃ ક૨ીને અનંતીવા૨ અનુભવ કર્યો છે, છતાં પણ અત્યંત અપ્રાપ્તત્વનો ભ્રમ જીવમાં રહેલો હોવાથી, વિષયોમાં ગાઢ આસક્તિને કા૨ણે મૂઢમતિવાળા જીવોને કામભોગના વિષયની ઈચ્છા ઉપશાંત થતી નથી. માટે જ ગ્રંથકાર કહે છે કે વિષયસુખની સિદ્ધિથી વૈરાગ્ય સંભવે જ નહીં. પ-૩॥