________________
૧૩૩
વૈરાગ્યસંભવાધિકાર શ્લોકાર્ચ -
હે નાથ ! જ્યારે દેવેન્દ્રો અને નરેન્દ્રોની લક્ષ્મી તમારા વડે ભોગવાય છે, ત્યારે પણ તમને જ્યાં રતિ છે ત્યાં વિરક્તભાવ છે. પ-૧૩ ભાવાર્થ :
પૂર્વ શ્લોકમાં કહ્યું કે ચોથા ગુણસ્થાનકમાં પણ સર્વથા વૈરાગ્ય ન હોય એમ નહીં, તે જ વાત અહીં ભગવાનની સ્તુતિરૂપે બતાવે છે. તીર્થકરના જીવો છેલ્લા દેવભવમાં અને મનુષ્યભવની ગૃહસ્થાવસ્થામાં અવિરતિના ઉદયવાળા હોય છે ત્યારે પણ, યોગની છઠ્ઠી દૃષ્ટિરૂપ દશાવિશેષમાં જ હોય છે. તેમની આ અવસ્થાને સામે રાખીને ભગવાનની સ્તુતિ કરતાં પૂ. હેમચંદ્રાચાર્ય મ. સા. એ વીતરાગસ્તોત્રમાં કહ્યું કે “હે નાથ ! જ્યારે દેવેન્દ્રો અને નરેન્દ્રોની લક્ષ્મી તમારા વડે ભોગવાય છે, ત્યારે તે ભોગકત જે રતિ છે તેમાં પણ તમને વિરક્તપણાનો જ ભાવ છે.” અહીં ભોગકાળમાં ભોગને અનુકૂળ શાતાનું વદન તેઓને અવશ્ય હોય છે, અને તે રૂપ રતિનો પણ તેમને અનુભવ હોય છે. પરંતુ ચિત્તમાં શાતા કે અશાતા પ્રત્યે અથવા તેના હેતુભૂત કોઈ પદાર્થ પ્રત્યે તેમને રાગ હોતો નથી, પરંતુ સર્વત્ર ઉદાસીન ચિત્ત હોય છે, તેથી ત્યાં વિરક્તપણું હોય છે.
જેમ માન-અપમાન કે સુખ-દુઃખમાં સમવૃત્તિવાળા ઉત્તમ મુનિનું ચિત્ત સર્વત્ર ઉદાસીન હોય છે, તેમ દશાવિશેષમાં વર્તતા જીવોનું ચિત્ત પણ સર્વત્ર ઉદાસીન હોય છે. આવું ચિત્ત સાતિચાર ભૂમિકાવાળા મુનિને પણ દુર્લભ છે. સાતિચાર કે નિરતિચારવાળા ઉત્તમ મુનિને સાવઘનું ફુરણ હોતું નથી, તેથી તેઓની પ્રવૃત્તિ નિરવદ્ય હોય છે. દશાવિશેષમાં વર્તતા જીવો જ્યારે અવિરતિના ઉદયવાળા હોય છે ત્યારે, સાવઘનું સ્કુરણ વર્તવાથી તેઓ સાવદ્ય એવી રાજ્યાદિની પ્રવૃત્તિ કરે છે, તો પણ પોતાના આત્મા ઉપર અતિશય પ્રભુત્વ હોવાના કારણે તથાવિધ ભાવોથી પરામુખ રહીને પ્રવૃત્તિ કરી શકે છે.
વળી, પાંચમી દૃષ્ટિવાળા સમ્યગ્દષ્ટિ જીવોને ભવની નિર્ગુણતાનું જ્ઞાન હોય છે, જ્યારે છઠ્ઠી દૃષ્ટિવાળા સમ્યગ્દષ્ટિ જીવો ભવનર્ગુણ્યના જ્ઞાન ઉપરાંત આક્ષેપકજ્ઞાન હોવાને કારણે તત્ત્વ પ્રત્યે તીવ્ર આક્ષેપવાળા હોય છે, તેથી જ તેઓ ભોગકાળમાં પણ સર્વ પુદ્ગલના ભાવોથી પરાભુખ રહીને સર્વ પ્રવૃત્તિ કરી શકે છે. પ-૧all
G-૧૧