________________
અધ્યાત્મસાર
૧૨૨ સાધના આવશ્યક છે, અને તેથી તેની સાધના માટે દેહ ઉપયોગી થાય તે રીતે મુનિઓ દેહનું પાલન કરે છે; પરંતુ ભવની ઈચ્છાથી જે રીતે સંસારી જીવો દેહનું પાલન કરે છે, તે રીતે મહાત્માઓ દેહનું પાલન કરતા નથી. પ-૧ાા અવતરણિકા :
પૂર્વમાં સ્થાપન કર્યું કે ભવની નિર્ગુણતાના દર્શનથી વૈરાગ્ય પેદા થાય છે. ત્યાં અન્ય કોઈ મત કહે છે કે વિષયોના ભોગવટાથી વિષયોની ઈચ્છા શમે છે, અને તેનાથી વૈરાગ્ય પેદા થાય છે. તે મતનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે –
सिद्ध्या विषयसौख्यस्य, वैराग्यं वर्णयन्ति ये ।
मतं न युज्यते तेषां, यावदाप्रसिद्धितः ।।२।। અન્વયાર્થ:
વિષયૌદ્યરચ સિદ્ધયા વિષયસુખની સિદ્ધિ વડે રે વૈરાચં વન્તિ જેઓ વૈરાગ્યનું વર્ણન કરે છે, તેવામ્ મત ન ચુક્યતે તેઓનો મત યુક્ત નથી, વિર્યાપ્રસિદ્ધિત: કેમ કે જગતના તમામ અર્થોની પ્રાપ્તિનો અસંભવ છે. આપ-શા શ્લોકાર્ચ -
વિષયસુખની સિદ્ધિ વડે જેઓ વૈરાગ્યનું વર્ણન કરે છે તેઓનો મત યુક્ત નથી, કેમ કે જગતના તમામ અર્થોની પ્રાપ્તિનો અસંભવ છે. આપણા ભાવાર્થ -
વૈરાગ્ય માટે અન્ય કોઈકના મત મુજબ, જીવે વિષયસુખ ભોગવેલું નહીં હોવાથી તેનામાં સુક્ય રહે છે, પરંતુ સંસારનાં સર્વ ભોગસુખો ભોગવી લેવાથી હવે પછી કોઈ સુખની ઈચ્છા જ રહેતી નથી, તેથી તેનામાં વૈરાગ્ય પેદા થાય છે.
અહીં પ્રશ્ન એ થાય કે વિષયસુખની પ્રાપ્તિ થાય પછી પણ વારંવાર ભોગવવાની ઈચ્છા તો થાય જ છે, તેથી વિષયસુખની સિદ્ધિથી વૈરાગ્ય થાય છે તે વાત અન્ય મતે કઈ રીતે ઘટે ? તેના સમાધાનરૂપે તે મતવાળાઓ કહે છે કે,
જીવને પ્રાપ્ત થયેલા વિષયસુખની આકાંક્ષા શમે તેટલા પ્રમાણમાં ઉપભોગ કર્યા પછી તેની ઈચ્છા શમી જાય છે. તેને જે ઈષ્ટ પદાર્થોના વિષયમાં ઈચ્છા વર્તતી હોય તે બધાને પ્રાપ્ત કરીને, ઈચ્છા પ્રમાણે તેનો ભોગ કરી લે ત્યારે તેની ઈચ્છાનો ઉચ્છેદ થાય છે. તેનાથી વિષયસુખની સિદ્ધિ થાય છે અને અંતે વૈરાગ્ય પેદા થાય છે.