________________
અધ્યાત્મસાર
૭૨
તો પણ દંભરહિત શુદ્ધાર્થભાષી થવું જોઈએ, તે શ્લોક-૧૨-૧૩-૧૪માં બતાવ્યું. હવે જેઓ લિંગ પણ છોડતા નથી અને શુદ્ધાર્થભાષી પણ બનતા નથી તેઓ કેવા છે ? તે બતાવે છે
-
व्रतभारासहत्वं ये, विदन्तोऽप्यात्मनः स्फुटम् । दम्भाद्यतित्वमाख्यान्ति तेषां नामापि पाप्मने ।। १५ ।।
અન્વયાર્થ :
आत्मनः व्रतभारासहत्वं स्फुटम् विदन्तोऽपि પોતાના વ્રતભારના અસહત્વને= વહન કરવાના અસમર્થપણાને, સ્પષ્ટ જાણતા એવા પણ ચે તમ્માત્ તિત્વમા—ાન્તિ જેઓ દંભથી (પોતાનામાં) યતિપણાને કહે છે, તેાં નામાવિ પાપ્નને તેઓનું નામ પણ પાપ માટે છે. ૧૩–૧૫ણા
શ્લોકાર્થ:
પોતાના વ્રતભારના વહન કરવાના અસમર્થપણાને સ્પષ્ટ જાણતા એવા પણ જેઓ દંભથી પોતાનામાં યતિપણાને કહે છે, તેઓનું નામ પણ પાપ માટે છે.
||૩-૧૫॥
ભાવાર્થ :
જે મુનિઓ પોતાના સંયમને સારી રીતે વહન નથી કરી શકતા, અને પોતે પોતાના વ્રતભારના વહન ક૨વાના અસમર્થપણાને જાણતા હોવા છતાં પણ, લોકમાં ખ્યાતિ મેળવવા માટે અને પોતે હીન ન દેખાય તે માટે, દંભથી પોતે સાધુ છે તેમ કહે છે, તેવા વેષમાત્રથી સંયમી એવા દંભી સાધુનું નામ લેવું પણ પાપ છે. II૩–૧૫]ા
અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે જે લોકો સંયમના ભારને વહન કરી શકતા નથી તેઓ દંભથી પોતાને યતિ કહે તો તેઓ મહાપાપી છે, તેથી પ્રશ્ન થાય કે વર્તમાનના વિષમકાળમાં કેવા સાધુઓમાં સંયમનો પરિણામ છે, જેથી તેઓ પોતાને યતિ માને તો દોષ નથી ? તે વાત વ્યતિરેકથી કહે છે –