________________
૭૭
દંભત્યાગાધિકાર
છતાં, ઉત્સર્ગથી કે અપવાદથી તે અભિમત=સંમત, હોવા છતાં, સ્વમતિથી જે ઉત્સર્ગ કે અપવાદનું સેવન કરે તે આજ્ઞાથી નિરપેક્ષ છે. પરંતુ દંભરહિતપણે દ્રવ્યક્ષેત્રનું સમ્યક્ પર્યાલોચન કરીને ઉત્સર્ગના સ્થાનમાં ઉત્સર્ગનું સેવન અને અપવાદના સ્થાનમાં અપવાદનું સેવન કરે, તો તેની પ્રવૃત્તિ આજ્ઞાનુસારી છે. અને જે જીવ અગીતાર્થ હોવા છતાં સરળ હોય તે ગુરુપારતંત્ર્ય જ સ્વીકારે, કેમ કે દ્રવ્યક્ષેત્રનું સમ્યક્ સમાલોચન ક૨વા માટે તે અસમર્થ છે. તો પણ દ્રવ્યક્ષેત્રને અનુરૂપ ઉચિત આચરણા તે ત્યારે જ કરી શકે કે જ્યારે સરળતાપૂર્વક ગીતાર્થને પરતંત્ર રહેતો હોય. અને જેઓ વક્રતા વગર ભગવાનની આજ્ઞાને યથાસ્થાને જોડીને ઉત્સર્ગ કે અપવાદમાં યત્ન કરે છે, તેઓને તે આચરણાથી શુદ્ધિ થાય છે. II૩-૨૦મા
અવતરણિકા :
દંભત્યાગ અધિકારનો ઉપસંહાર કરતાં કહે છે
अध्यात्मरतचित्तानां, दम्भः स्वल्पोऽपि नोचितः । छिद्रलेशोऽपि पोतस्य, सिन्धुं लङ्घयतामिव ।। २१ ।।
અન્વયાર્થ :
સિન્ધુ લઘયતામ્ પોતસ્ય નેશઃ પિ છિદ્ર વ્ જેમ સમુદ્રને ઉલ્લંઘન કરતાં નાવનું લેશ પણ છિદ્ર (ઉચિત નથી) તેમ અધ્યાત્મરતચિત્તાનાં સ્વત્વઃ પિ ન્મઃ નોષિતઃ અધ્યાત્મરત ચિત્તવાળાઓને સ્વલ્પ પણ દંભ ઉચિત નથી.II૩-૨૧||
શ્લોકાર્થ ઃ
સમુદ્રને ઉલ્લંઘન કરતાં નાવનું લેશ પણ છિદ્ર જેમ ઉચિત નથી, તેમ અધ્યાત્મરત ચિત્તવાળાઓને સ્વલ્પ પણ દંભ ઉચિત નથી. II૩-૨૧||
ભાવાર્થ :
અધ્યાત્મમાં રત થયેલા અને સંસારથી વિરક્ત થયેલા એવા મુનિઓ પણ સાધના કરતા હોય ત્યારે, ઉત્સર્ગ-અપવાદનાં સ્થાનોમાં ક્યારેક પ્રમાદને કારણે દંભ કરી લે છે. જેમ ભગવાને ઉત્સર્ગથી નિર્દોષ ભિક્ષાદિની વિધિ કરી છે, તેમ વિષમ દ્રવ્ય-ક્ષેત્રમાં અપવાદથી દોષિત ભિક્ષા લાવવાની પણ અનુજ્ઞા આપી છે. પરંતુ તે અપવાદ સંયમવૃદ્ધિનું કારણ હોય ત્યારે જ ઈષ્ટ બને છે. આમ છતાં અનાદિ અભ્યસ્ત પ્રમાદને કારણે જીવ શાતા અર્થે દંભ કરીને અપવાદનું સેવન કરે છે, અને મનમાં વિચારે કે ભગવાનની આજ્ઞા ઉત્સર્ગ-અપવાદમય છે. આ રીતે સંયમજીવનમાં