________________
અધ્યાત્મસાર
ભાવાર્થ :
૮૨
કોઈ માણસ વિશાળ સમુદ્રમાં નાવમાં બેસીને જઈ રહ્યો હોય અને અચાનક સમુદ્રમાં તોફાન ઉત્પન્ન થાય ત્યારે, ચારે બાજુ જોતાં સમુદ્રનું ભયાનક સ્વરૂપ દેખાય છે. સમુદ્રમાં એક બાજુ વડવાનલ ઊઠેલો હોય, તો બીજી ત૨ફ કિનારા પાસેના પર્વતના મોટા શિખરો પરથી પત્થરો છૂટા પડીને સમુદ્રમાં પડતા હોય, તો ત્રીજી ત૨ફ નદીના સંગમના સ્થળે મોટા આવર્તો ઉત્પન્ન થતા હોય. આવી સ્થિતિમાં વડવાનલ પાસે જવાથી બળીને ભસ્મ થવાની સંભાવના છે, તો કિનારા તરફ જવાથી પત્થર તળે દબાઈ જવાની સંભાવના છે, તો સંગમસ્થળે જવાથી આવર્તોમાં ફસાઈ જવાથી સીધા ઊંડા સમુદ્રમાં જ ગરકાવ થઈ જવાની સંભાવના છે. આ રીતે સમુદ્રનું આવું ભયાવહ સ્વરૂપ બુદ્ધિમાન જીવ બુદ્ધિમાં ઉપસ્થિત કરે તો તેને અત્યંત ભય લાગે છે. આવી ભયાનક સ્થિતિમાં ફસાયેલો જીવ તેમાંથી નીકળવાના કઠિન પણ ઉપાયને સેવવા તૈયાર થઈ જાય છે.
જેમ સમુદ્રનું સ્વરૂપ ભયાનક છે, તેમ સંસારનું પણ આવું ભયાનક જ સ્વરૂપ છે. પરંતુ સંસારી જીવો બાળક જેવી અવિચા૨ક અવસ્થામાં રહેલા હોવાથી સંસારને ભયાવહરૂપે સમજી ન શકવાને કા૨ણે એનાથી ભય પામતા નથી. આથી જ્યારે જીવને પોતાના ઉપશાંતભાવવાળા વાસ્તવિક સ્વરૂપનો ખ્યાલ આવી જાય, અને પછી સમુદ્રની ઉપમાથી સંસારને જુએ, ત્યારે જીવને કામ એ વડવાનલ જેવો ભાસે છે, વિષયો એ પર્વત પરથી છૂટા પડતા પત્થરો જેવા ભાસે છે, તથા ક્રોધાદિ કષાયો એ પોતાના સ્વરૂપની વિકૃતિરૂપ નદીના સંગમને કરનારા આવર્તો સમાન ભાસે છે. કેમ કે કામની ઈચ્છાને કારણે મનમાં આગ પેદા થાય છે અને તે આગ ચિત્તને બાળે છે. વળી, જગતમાં રહેલા વિષયો ચિત્તમાં ખળભળાટ મચાવી દે છે, અને ક્રોધાદિ કષાયો ચિત્તને વિકારી બનાવે છે. અહીં ‘ક્રોધઆવર્ત' શબ્દના ઉપલક્ષણથી માન વગેરે કષાયો પણ ગ્રહણ કરવાના છે.
સામાન્ય રીતે અનુકૂળ એવા વિષયોના સંપર્કથી જીવને સતત વિકારોરૂપ કદર્થના થતી હોય છે અને પ્રતિકૂળ એવા પદાર્થો પ્રત્યે અરુચિ થતી હોય છે, તેથી જ જીવ તાત્ત્વિક સુખનું વેદન કરી શકતો નથી. જોકે ઉપશાન્ત ચિત્તવૃત્તિરૂપ તાત્ત્વિક સુખનો વિચા૨ક જીવ, કદર્થના કરતા એવા અનુકૂળ વિષયો, અરુચિના ભાવરૂપ ક્રોધના આવર્તો, તથા કામરૂપી અગ્નિને, આત્માના અનર્થના કારણરૂપ જોઈને તેનાથી બચવા સતત યત્ન કરે છે; અને આવો જીવ જ આ સર્વથી બચી શકે છે. અને આ