________________
૮૫
ભવસ્વરૂપચિંતાઅધિકાર શ્લોકાર્ચ -
સંસારમાં વિષમ એવા વિષયોરૂપી ઘાત કરનારા સુભટો વડે, પુત્ર-સ્ત્રીના સ્નેહથી બનાવેલા પાશને ગળામાં નાખીને, પ્રકૃતિથી કૃપણ અને અત્યંત દુઃખાર્ત એવા જીવરૂપી પશુઓને પીડા કરાય છે; અરેરે ! તે કારણથી સંસાર મહાભયંકર કસાઈખાનારૂપ છે. ૪-જા ભાવાર્થ :
જેમ ઘાતક ભટો, પશુને ગળે પાશ નાખીને કસાઈખાને લઈ જઈ તેનો વધ કરે છે, તેથી પશુ મહાપીડાને પામે છે; તેમ આ ભવ પણ કસાઈખાના સમાન જ છે. કેમ કે સંસારી જીવો પશુ જેવા અવિચારક-કપણ અને અત્યંત દુઃખાર્ત છે, સંસારવર્તી વિષમ એવા વિષયો ઘાતક ભટો સમાન છે; તથા સ્ત્રી-પુત્ર આદિ પ્રત્યેનો સ્નેહ એ પશુના ગળામાં નાખવામાં આવતા પાશ જેવો છે. આથી કસાઈખાનું જેમ પશુના વધનું સ્થાન છે, તેમ આ સંસાર પણ જીવને દુર્ગતિરૂપ વધસ્થાનમાં લઈ જનાર છે.
સંસારી જીવો તત્ત્વના અવિચારક હોય છે, તેથી તેઓને પશુ સમાન કહ્યા છે. વળી, સંસારી જીવો પોતાના જ સ્વાર્થને હંમેશાં પોષતા હોય છે, પરંતુ અન્ય માટે ઘસાવાની વૃત્તિ સહેજ પણ ધરાવતા હોતા નથી, તેથી તેઓની પ્રકૃતિ કૃપણ હોય છે. વળી, તેમને જ્યાં સુધી બાહ્ય પદાર્થોના સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી તુચ્છ પદાર્થોને જ ભેગા કરવાની વૃત્તિ ધરાવતા હોય છે, જે મેળવવા માટેની દરેક પ્રવૃત્તિઓથી શારીરિક દુઃખને તથા ઈચ્છાઓની અપૂર્ણતાથી માનસિક દુઃખને જ આમંત્રે છે. તેથી તેઓ દુઃખાર્ત હોય છે. આ રીતે સંસારી જીવો પશુ જેવા તેમજ કૃપણ અને દુઃખાર્ત છે.
વળી ઈન્દ્રિયોના વિષયો અતિવિષમ છે, કેમ કે વિષયો જીવની અંદર ઉત્સુકતા પેદા કરીને પુત્રાદિ પ્રત્યે સ્નેહનાં બંધનો બાંધે છે, અને જીવને દુર્ગતિની પરંપરામાં નાખે છે. આથી વિષમ એવા વિષયોને ઘાત કરનારા ભટોની= કસાઈઓની ઉપમા આપેલ છે, અને તે ઘાતક ભટ જેવા વિષયો, જીવરૂપી પશુના ગળામાં સ્નેહથી બનાવેલા પાશાને નાખીને દુર્ગતિરૂપી વધસ્થાનકમાં લઈ જાય છે. તેથી આ સંસાર ખરેખર કસાઈખાના જેવો છે. I૪-કા