________________
અધ્યાત્મસાર
શ્લોકાર્થ ઃ
૮૦
પૂર્વે કહ્યું કે દંભ એ અધ્યાત્મના માર્ગમાં અનર્થની વૃદ્ધિ કરે છે, તે કારણથી નિર્દભ આચરણમાં હોશિયાર એવા જીવ વડે સુંદર બુદ્ધિ દ્વારા ક્ષણવાર પણ ચિત્તમાં સમાધાન કરીને ભવસ્વરૂપને આગળ કહેવાશે એ રીતે વિચારવું જોઈએ. આગળના શ્લોકમાં બતાવાશે, એ પ્રકારની ભવસ્વરૂપની ચિંતા કેવા પ્રકારના સુખનું કારણ છે, તે ઉપમાથી બતાવે છે. વૈરાગ્યની આસ્થારૂપી પ્રિય પવનથી પુષ્ટ થયેલી, અધ્યાત્મના વિસ્તારરૂપી સરોવરના જળની લહરી સદેશ આ ભવસ્વરૂપની ચિંતા સજ્જનોના સુખને માટે થાય છે. ||૪-૧||
ભાવાર્થ :
આત્માના જ ગુણોની વૃદ્ધિ થાય તે રીતે સમ્યગ્ આચારોનું સેવન કરતો જીવ સર્વદંભરહિત બને છે, અને એ રીતે નિર્દંભ આચારમાં પટુ બને છે.
જે જીવને સંસારની સર્વ ઈચ્છાઓ ઉપદ્રવ સમાન લાગે છે, અને પુણ્યના ઉદયથી જે ઈચ્છાઓ પૂર્ણ થાય છે તે પણ આત્માનું અતાત્ત્વિક સ્વરૂપ છે, એવું જેને ભાસે છે; વળી, જે આત્મામાં કોઈપણ પ્રકારની ઈચ્છાઓ જ ઊઠતી નથી, એવા શુદ્ધ આત્માને જ જે તત્ત્વસ્વરૂપ માને છે, તે જીવ સુંદર બુદ્ધિવાળો છે. આવી સુંદર બુદ્ધિની ઉપસ્થિતિમાં પણ જીવને અનાદિ કાળથી સંસારના જ સંસ્કાર દૃઢ થયા હોવાને કારણે, ચિત્ત વારંવાર વિષયો તરફ આકર્ષાય છે, તેથી વિષયો છોડવાની ઈચ્છા હોવા છતાં તે વિષયોને છોડી શકતો નથી. તેથી કહે છે કે ક્ષણવાર પણ “વિષયોથી સર્યું” એ મુજબ વિચારી ભવના ભયાવહ સ્વરૂપનું ચિંતવન કરવું જોઈએ. આમ ક૨વાથી ચિત્ત સંસાર-ભાવમાંથી નિવૃત્ત બને છે અને અનિચ્છારૂપ આત્મભાવમાં જવા માટે તત્પર બને છે.
હવે આ ભવસ્વરૂપની ચિંતા કેવી છે તે બતાવે છે. જીવ જ્યારે જ્ઞાનપૂર્વક ક્રિયા કરે છે ત્યારે ક્રિયા કરતાં કરતાં અધ્યાત્મની વૃદ્ધિ થાય છે, અર્થાત્ અધ્યાત્મ પ્રસાર પામે છે. અધ્યાત્મના આ પ્રસારને અહીં સરોવર સમાન કહેલ છે.
જેમ કોઈ એક સરોવરને કિનારે કોઈ કુદરતપ્રેમી માણસ બેઠો હોય, તે સમયે મંદ મંદ પવન લહેરાતો હોય ત્યારે પેલા સરોવરના નીરમાં લહેરીઓ ઊઠતી હોય, તે દશ્ય પેલા માણસને ખૂબ જ રમ્ય લાગે છે.
તેમ જેના હૈયામાં અધ્યાત્મ સ્થિર થયેલ છે તે જીવના ચિત્તમાં “મારે વૈરાગ્યને