________________
૪છે
અધ્યાત્મસ્વરૂપાધિકાર વ્રતપાલનમાં ધીર હોય તેને દીક્ષા અપાય. તે જે વાતને દૃઢ કરતાં ગ્રંથકાર કહે છે કે, જો-તેમ ન માનો. અને જે જીવને ભાવથી ગુણસ્થાનકનો પરિણામ થયેલો છે તેને જ દીક્ષા અપાય તેમ માનો તો, દીક્ષા લેવા માટે તૈયાર થયેલા જીવમાં ગુણસ્થાનકનો ભાવ થયેલ છે કે નહિ, તેનું પરિજ્ઞાન છબસ્થ એવા ગુરુને નહીં હોવાથી, ભવ્ય જીવોને પણ ગુરુ દીક્ષા આપી નહિ શકે. પરિણામે સંયમના વેશવાળા સાધુની પ્રાપ્તિરૂપ માર્ગનો ઉચ્છેદ પ્રાપ્ત થશે.
અહીં પૂર્વપક્ષી કહે કે શ્રુતજ્ઞાનથી જીવમાં ગુણસ્થાનકનો પરિણામ થયો છે તેવો નિર્ણય થાય, ત્યારે તેને દીક્ષા આપવાથી દીક્ષાના માર્ગનો ઉચ્છેદ થશે નહિ. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, જીવમાં ભાવથી સંયમનો પરિણામ થયો છે તો ભાવની સિદ્ધિ હોવાને કારણે દીક્ષા આપવારૂપ દીક્ષાના દાનની પરાહતી છે, અર્થાત્ દીક્ષા આપવાની જરૂર નથી. કારણ કે ભાવથી જ નિર્જરારૂપે ફળની પ્રાપ્તિ તેને થઈ જશે, તેથી દીક્ષા આપવી નિરર્થક છે તેમ સિદ્ધ થશે. અને જીવમાં જો ભાવથી સંયમનો પરિણામ થયો નથી, તો ભાવની અસિદ્ધિ હોવાથી પૂર્વપક્ષીના મત પ્રમાણે દીક્ષા આપવાની પરાહતી છે, અર્થાત્ દીક્ષા આપવાની જરૂર નથી. તેથી દીક્ષા આપવારૂપ માર્ગનો ઉચ્છેદ પ્રાપ્ત થશે.
આમ, પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષના પ્રત્યુત્તરથી એ ફલિત થયું કે, જીવમાં ગુણસ્થાનકની સિદ્ધિ થયા પછી જ દીક્ષા આપવી ઉચિત છે તેમ મનાય નહિ. પરંતુ જેને ભવના નૈર્ગુણ્યનું જ્ઞાન છે અને જે જીવ વ્રતપાલનમાં ધીર છે તેને દિક્ષા આપવાથી માર્ગ ટકી શકે, અને દીક્ષા લેનારને પણ ભાવથી સંયમનો પરિણામ ન થયો હોય તો સંયમની ક્રિયાના સેવનથી પણ સંયમનો પરિણામ થઈ શકે છે. 'Jર-૧લા અવતરણિકા :
1. શ્લોક-૧૮ માં કહ્યું કે ભવનેગૃથ્યને જાણીને વ્રતપાલનમાં ધીર હોય તેને દીક્ષા આપી શકાય, પરંતુ ભાવથી ગુણસ્થાનક પરિણામ પામ્યું હોય તેને જ અપાય બીજાને નહિ તેવો નિયમ નથી. વળી તેની જ પુષ્ટિ શ્લોક-૧૯થી કરી. ત્યાં પ્રશ્ન થાય કે જેને ભાવથી ગુણસ્થાનક પરિણમન પામ્યું નથી તે જીવ બાહ્યવ્રતો પાળશે તે અશુદ્ધ હશે, અને તેવા અશુદ્ધ વ્રતો આત્મકલ્યાણનું કારણ કેવી રીતે બને? તેનું સમાધાન કરતાં કહે છે -