________________
અધ્યાત્મસાર
પ૮ શ્લોકાર્ચ :
શ્લોક-૨૬-૨૭માં બતાવ્યું એ રીતે, અધ્યાત્મના અભ્યાસકાળમાં પણ કાંઈક ક્રિયા છે જ અને જ્ઞાન પણ શુભ ઓઘસંજ્ઞાથી યુક્ત કંઈક છે. અધ્યાત્મના અભ્યાસકાળમાં કંઈક જ્ઞાન અને કાંઈક ક્રિયા છે, આથી કરીને જ્ઞાન-ક્રિયારૂપ અધ્યાત્મ નક્કી થાય છે, અને નિર્દભ આચારવાળાને અધ્યાત્મ પ્રવર્તુમાન થાય છે. [૨-૨૮/રલા ભાવાર્થ :
શ્લોક-૨૭માં બતાવ્યું તે રીતે અપુનબંધક જીવ દ્રવ્યદીક્ષા ગ્રહણ કરીને પણ ક્રમસર મોક્ષને પામે છે. તેથી એ પ્રાપ્ત થાય કે અનબંધકને દ્રવ્યદીક્ષા વખતે અધ્યાત્મનો અભ્યાસકાળ હોય છે. તેના સંયમજીવનમાં તે વખતે શાસ્ત્રાનુસારી ક્રિયાઓ નહિ હોવા છતાં ભાવનું કારણ બને તેવી કંઈક દ્રવ્યક્રિયા હોય છે, અને “મારે સંસારથી તરવું છે માટે સંયમ પાળવું જોઈએ” તે પ્રકારની શુભ ઓઘસંજ્ઞાથી યુક્ત એવું જ્ઞાન પણ તેને છે, જે સમ્યગ્દષ્ટિના જ્ઞાન જેવા સમ્યજ્ઞાનનું કારણ બને તેવું છે. જોકે તે વખતે અપુનબંધકની મિથ્યાત્વ અવસ્થા છે, તેથી જ્ઞાન મિથ્યા હોય છે; તો પણ સમ્યક્ત્વને અભિમુખ છે, તે અપેક્ષાએ તે સમ્યજ્ઞાન છે. તેથી પાંચમા આદિ ગુણસ્થાનકમાં જેમ જ્ઞાન-ક્રિયારૂપ અધ્યાત્મ છે, તેમ અપુનબંધકને અધ્યાત્મના અભ્યાસકાળમાં પણ કંઈક ક્રિયા અને કંઈક જ્ઞાન છે, તેથી તેને આંશિક જ્ઞાનક્રિયારૂપ અધ્યાત્મ સિદ્ધ થાય છે. અર્થાત્ પાંચમા આદિ ગુણસ્થાનકમાં સમ્યજ્ઞાન અને સમ્યગુક્રિયારૂપ અધ્યાત્મ છે, જ્યારે અપુનબંધકમાં સમ્યજ્ઞાન અને સમ્યગુક્રિયાના કારણભૂત એવું દ્રવ્યજ્ઞાન અને એવી દ્રવ્યક્રિયા છે, તેથી તે રૂપ અધ્યાત્મ છે.
અધ્યાત્મ પ્રગટ્યા પછી પણ કોઈને પ્રમાદવશ ક્રિયામાં દંભ આવે તો અધ્યાત્મ પ્રવર્લ્ડમાન થાય નહિ, પરંતુ દંભરહિત પોતાની ક્ષતિને ક્ષતિરૂપે સ્વીકારીને સરળભાવથી અધ્યાત્મની ક્રિયા સેવનાર એવા અપુનબંધક જીવ વગેરે સર્વનું અનુષ્ઠાન, ઉત્તરોત્તર વૃદ્ધિને પામીને મોક્ષનું કારણ બને છે. [૨-૨૮/૨૯ll
TI –ધ્યાત્મરકારે અધ્યાત્મરિવરૂપાધવરઃ III