________________
અધ્યાત્મસાર
30
ભવાભિનંદીનાં લક્ષણો બતાવ્યાં. હવે કેવા જીવની ક્રિયા અધ્યાત્મની વૃદ્ધિમાં કારણ બને છે, તે બતાવવા અર્થે કહે છે -
शान्तो दान्तः सदा गुप्तो, मोक्षार्थी विश्ववत्सलः । निर्दम्भां यां क्रियां कुर्यात्, साध्यात्मगुणवृद्धये ।।७।।
અન્વયાર્થ :
સદ્દા શાન્ત: વાન્તઃ ગુપ્ત: મોનાર્થી વિશ્વવત્સત્તઃ સદા શાંત, દાંત, ગુપ્ત, મોક્ષાર્થી, વિશ્વવત્સલ (એવો જીવ) ત્યાં નિર્વમાં ત્રિજ્યાં ર્થાત્ જે નિર્દભ ક્રિયાને કરે છે, સા તે ક્રિયા અધ્યાત્મમુળવૃદ્ધયે અધ્યાત્મગુણની વૃદ્ધિ માટે છે. 112-911 શ્લોકાર્થ :
હંમેશાં શાંત, દાંત, ગુપ્ત, મોક્ષાર્થી, વિશ્વવત્સલ એવો જીવ જે નિર્દભ ક્રિયાને કરે છે, તે ક્રિયા અધ્યાત્મગુણની વૃદ્ધિ માટે છે. II૨-૭ના
ભાવાર્થ :-~~~
નિશ્ચયનયથી પાંચમા ગુણસ્થાનકથી અધ્યાત્મ શરૂ થાય છે. એ અપેક્ષાએ પાંચમા ગુણસ્થાનકવાળા જીવનું મન શાંત હોય, તેની ઈન્દ્રિયો દાન્ત હોય, અર્થાત્ નિયંત્રિત હોય; તેના મન, વચન, કાયાના યોગો સ્વભૂમિકાને અનુરૂપ ગુપ્તિવાળા હોય, તેમ જ તે મોક્ષનો અર્થ હોય, અને જગતના જીવો પ્રત્યે વાત્સલ્યભાવવાળો હોય, અર્થાત્ મૈત્રીભાવવાળો હોય. અને તેવો જીવ, જ્યારે દંભરહિત ધર્માનુષ્ઠાનની ક્રિયાઓ કરે છે, ત્યારે તે ક્રિયાઓ તેનામાં વર્તતા અધ્યાત્મગુણની વૃદ્ધિનું કારણ બને છે. અને આ જ બધા ભાવો અપુનર્બંધક જીવને બીજભૂત હોય છે, તેથી વ્યવહારનયથી જીવમાં જ્યારે અપુનર્બંધક-અવસ્થામાં શાન્ત-દાન્ત આદિ બીજભૂત ભાવો વર્તતા હોય અને તે જીવ જ્યારે દંભરહિત ધર્માનુષ્ઠાન કરતો હોય, ત્યારે તેની તે ક્રિયા અધ્યાત્મગુણની વૃદ્ધિનું કારણ બને છે.
અહીં વિશેષ એ છે કે પાંચમા ગુણસ્થાનકવર્તી જીવ ક્વચિત્ નિમિત્તને પામીને દંભપૂર્વક ક્રિયા કરે તો તે અધ્યાત્મવૃદ્ધિનું કારણ બને નહિ, પરંતુ ક્વચિત્ તે દંભ, ગુણસ્થાનકથી પાતનું કારણ બને; જેમ શ્રી મલ્લિનાથ ભગવાને કરેલો દંભ સ્ત્રીવેદના બંધનું કારણ બન્યો. આથી જ સંયમ ગ્રહણ કર્યા પછી સંવિજ્ઞપાક્ષિક સાધુ