________________
૨૯
અધ્યાત્મસ્વરૂપાધિકાર ૪. મત્સરી :- ભવાભિનંદી જીવ પારકાનું સારું કદી જોઈ શકતા નથી, કેમ કે તેઓને ભૌતિક પદાર્થોનું આકર્ષણ વધુ હોય છે, અને તે ભૌતિક પદાર્થો પોતાને જ મળે તેવી તેમને ઈચ્છા હોય છે, તેથી બીજાનું સારું જોઈ તે સહન કરી શકે નહિ. મોટે ભાગે ભવાભિનંદી જીવ સંયમ ગ્રહણ કરે નહિ, ક્વચિત્ પરલોકના ભૌતિક સુખ માટે સંયમ ગ્રહણ કરે અને માત્સર્ય ભાવ ન કરે તો પણ મોટે ભાગે ભવાભિનંદી જીવોની પ્રકૃતિ મત્સરી=ઈર્ષાવાળી હોય છે.
૫. ભગવાન - ભવાભિનંદી જીવને પૌદ્ગલિક પદાર્થોનું મહત્ત્વ ઘણું હોય છે. તેથી તે પદાર્થો નાશ ન થાય તેવી જ તેની પ્રબળ ઈચ્છા હોય છે અને આથી જ સદા સાતે ભયોથી તે ભીત હોય છે. ક્વચિત્ પુણ્યના પ્રકર્ષને કારણે રક્ષણની સામગ્રી પૂરતી હોવાથી બાહ્ય રીતે નિર્ભય દેખાતો હોય, તો પણ તે પદાર્થો નાશ ન પામે તેની જ તેને સતત ચિંતા હોય છે, તેથી સાતે પ્રકારના ભયવાળો તે હોય છે.
જ્યારે ભવાભિનંદી સિવાયના જીવો તત્ત્વને જોનારા હોવાથી સદ્ધર્મને પામીને કંઈક નિર્ભયતાને પામે છે. ૬. શઠ - સંસારનો રાગ હોવાથી ભવાભિનંદી જીવોનો સ્વભાવ બહુલતાએ માયાવી હોય છે. ક્વચિત્ પરલોકાદિ ભયને કારણે માયા ન કરે તો પણ ભવાભિનંદી જીવો ગાઢકર્મોવાળા હોવાના કારણે મોટે ભાગે માયાવી સ્વભાવવાળા જ હોય છે. ૭. અજ્ઞ - ભવાભિનંદી જીવને મૂર્ખ કહેલ છે, કેમ કે ક્વચિત્ તેવા પ્રકારની પુણ્યપ્રકૃતિથી તે બુદ્ધિમાન થાય તો પણ પૌદ્ગલિક પદાર્થોથી અતિરિક્ત આત્મિકભાવોમાં તે સુખની કલ્પનામાત્ર પણ કરી શકતો નથી. તેથી તે તત્ત્વને જોવામાં મૂર્ખ છે. ૮. નિષ્કલારંભી - ભવાભિનંદી જીવને ગાઢ કર્મોને કારણે સંસારનાં સુખો પ્રત્યે ગાઢ રાગ હોય છે. પરિણામે સર્વત્ર ભૌતિક સુખરૂપી અતત્ત્વનો અભિનિવેશ(આગ્રહ) હોવાથી ક્વચિત્ ધર્માનુષ્ઠાન કરે તો પણ તે ભૌતિક આશયથી જ કરે છે. તેથી તેનું તે ધર્માનુષ્ઠાન આત્મિકગુણોને વિકસાવવામાં કારણ બનતું નથી. તેથી ભવાભિનંદી જીવ નિષ્કલારંભી છે. ૨-કા અવતરણિકા :
ભવાભિનંદી જીવની ક્રિયા અધ્યાત્મની વૈરિણી છે તે બતાવ્યા પછી