________________
અધ્યાત્મમાહાભ્યાધિકાર
धनिनां पुत्रदारादि, यथा संसारवृद्धये ।
तथा पाण्डित्यदृप्तानां, शास्त्रमध्यात्मवर्जितम् ।।२३।। અન્વયાર્થ :
યથા ઘનિનાં પુત્રાદિ સંસારવૃદ્ધયે જેમ ધનવાળાને પુત્ર, પત્ની આદિ સંસારની વૃદ્ધિ માટે છે, તથા પzત્યતાનાં ૩ ધ્યાત્મિતમ્ શાર તેમ પંડિતપણાના ગર્વવાળાને અધ્યાત્મરહિત શાસ્ત્ર (સંસારની વૃદ્ધિ માટે) છે. I૧-૨૩ શ્લોકાર્ધ :
જે પ્રમાણે ધનવાનોને પુત્ર, પત્ની આદિ સંસારની વૃદ્ધિ માટે છે, તે પ્રમાણે પંડિતપણાના ગર્વવાળાને અધ્યાત્મરહિત શાસ્ત્ર સંસારની વૃદ્ધિ માટે છે. ૧-૨૩ ભાવાર્થ :
- અધ્યાત્મભાવથી વર્જિત એવું શાસ્ત્રનું જ્ઞાન, જે લોકો પંડિતાઈથી અહંકારવાળા છે તેઓને તો સંસારવૃદ્ધિનું કારણ છે જ, પરંતુ ઘણાં શાસ્ત્રોને ભણેલા હોવાને કારણે પોતે ઘણું ભણ્યા છે એવી જાતની યથાર્થ બુદ્ધિને વહન કરનારાને પણ સંસારવૃદ્ધિનું કારણ બને છે.
વસ્તુતઃ તે શાસ્ત્રનાં રહસ્યોને પોતે પામેલા નથી, આમ છતાં, બાહ્ય રીતે વિશદ્ શાસ્ત્રાભ્યાસમાં પોતે શાસ્ત્રના તત્ત્વને પામ્યા છે એવો જે તેમને ભ્રમ છે, તે ભ્રમ પણ એક પ્રકારનો પાંડિત્યનો અહંકાર જ છે. પરંતુ જો તેનામાં શાસ્ત્રના સમ્યફ પર્યાલોચનથી અધ્યાત્મભાવ પ્રાદુર્ભાવ થયેલ હોય તો તે જીવમાં અતિ ગાંભીર્યાદિ ગુણો પ્રગટ થયા વિના રહે નહિ; જેના કારણે વિશેષ પ્રયોજન ન હોય તો પોતાને ઘણા ગ્રંથનો અભ્યાસ હોવા છતાં પણ, કોઈને જણાવવા માટે યત્ન તો ન કરે, પરંતુ કોઈને જણાવવાની ઈચ્છા માત્ર પણ તેને થાય નહિ. અને શાસ્ત્રનો અભ્યાસ અધ્યાત્મભાવને સ્પર્શી શકે તેમ કરે છે, તેથી સૂક્ષ્મ તત્ત્વની પ્રાપ્તિ થવાને કારણે તેનામાં જગતના ભાવો પ્રત્યે ઉદાસીનતા પ્રગટે છે અને ગંભીરતાદિ ગુણો પ્રાદુર્ભાવ પામે છે, અને તેવા જ જીવને અધ્યાત્મશાસ્ત્ર સંસારની હાનિનું કારણ બને છે; જ્યારે અન્ય માટે તે અધ્યાત્મનો શાસ્ત્રાભ્યાસ પણ સંસારની વૃદ્ધિ માટે જ બને છે, જેમાં તે જીવની અયોગ્યતાનો જ દોષ છે, પણ અધ્યાત્મશાસ્ત્રનો કોઈ દોષ નથી. ll૧-૨૩