________________
૨૧
અધ્યાત્મમાહાભ્યાધિકાર આપવાથી તે શાસ્ત્ર તેનામાં સમ્યગુ પરિણમન પામવાના કારણે લોકમાં મહત્ત્વને પામે છે. કેમ કે મધ્યસ્થ લોકને પણ એ પ્રતિભાસ થાય છે કે, આવાં શાસ્ત્ર ભણેલા જીવો ગંભીર અને ઉદાત્ત આશયવાળા હોય. જ્યારે તેનાથી વિપરીત ભાવવાળાને તે શાસ્ત્ર ભણેલો જાણીને તેઓને તે શાસ્ત્ર અલ્પ મહત્ત્વવાળું ભાસે છે, અને તેમાં નિમિત્તભાવરૂપે આપનાર આત્મા પણ જવાબદાર છે. '
અહીં વિશેષ એ છે કે અધ્યાત્મશાસ્ત્રનું વર્ણન સાંભળતાં જેને તેના પ્રત્યે દ્વેષ થતો નથી અને ક્રિયા કરવાની રુચિ થાય છે, તે પણ પહેલી ભૂમિકાને યોગ્ય છે; અને જે લોકોને અધ્યાત્મશાસ્ત્રનું વર્ણન સાંભળી હર્ષ થાય છે અને જીવનમાં ઉતારવાનો પરિણામ થાય છે, તે જીવો વિશેષરૂપે યોગ્ય છે. ll૧-૨૪ો.
|| इत्यध्यात्मसारे अध्यात्ममाहात्म्याधिकारः ||१||
G-૪