Book Title: Updeshprasad Part 1
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/002170/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી વિજયલક્ષ્મીસૂરિ વિરચિત શ્રી ઉપદેશપ્રાસાદ १ ભાષાંતર दिदिखामविसस्मिरोहिंदिवामनियारसगााममियाणंचानिमारंपागणदियामामदासया निवास्मयागिदिन्यमयामाम रागिदिन्यूमदानम स्वामियागरणएवावा क्याध्याश्मयागणेपवाव दियाशंचारमानिदियार्णबारमाववादियानमलिदियागांवारमामम्मियनिश्यिम ।। वारसाममिपंचय मयाापकनमामवाजम्ममयापकबामएकदिवासवरिमितिारामावतमामयंगदिचाउरिमिद्या नियिमय मिया निमाविमन्यमियर सामियनिमिरा विस्कराणामिन्यतिमिरासयाटियाग्दवामिश्नपादामहादविविदणमंमियारिणचा सुयादवयापणामामाला पामारकरसायमायणमिस्कियणागौश्याणपवयणादविमंतिकारतंगाममा मिनाथनंनव संवतश्याश्चर्यकानिकष। रितंगाममामिाजमाधनंनवताaanोककस्थिरवईकानिक निाममखनिका रुपनलिमामामनिकालिविनाचिरनंदaitanार नCS डीपो.ममहावाह-१ Page #2 -------------------------------------------------------------------------- ________________ or seઇ9 આચાર્ય શ્રી વિજયલક્ષ્મીસૂરિ વિરચિત માપાંતર શાળel: મા ભાગ - ૨ . (સ્તંભ ૧ થી ૪, વ્યાખ્યાન ૧ થી ૬૧) સમકિતના ૬૭ બોલ ઉપર વૃષ્ટાંતયુક્ત વિવેચન ગૂર્જર અનુવાદક સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈ : પ્રકાશક જૈન બુક ડીપો ૧૪૭, તંબોળીનો ખાંચો, દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૮ ૦૦૧ ફોન : (૦૭૯) ૨૩૫૬૧૫૪ પ્રાપ્તિસ્થાન જશવંતલાલ ગિરઘરલાલ શાહ જૈનપ્રકાશન એંદિ૨ ૩૦૯/૪, ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : ૫૩૫૬૮૦૬, ૫૩પ૬૧૯૭ પ્રથમવૃત્તિ પાંચ ભાગના સેટની કિંમત રૂપિયા પાંચસો. ઈ.સ. ૨૦૦૧ 2 D, Page #3 -------------------------------------------------------------------------- ________________ ત્રણ સૌજન્ય • શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર પ્રસ્તુત ગ્રંથ પુનર્મુદ્રણ કરવાની પરવાનગી આપી તે બદલ શ્રી અશોકભાઈ જૈન (શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ) સંશોઘન તથા શુદ્ધિપૂર્વક પુસ્તકનું સંપાદન કરવા બદલ આકાશમાં સૂર્ય ઊગે છે અને ધરતી પર રહેલ ગુલાબનું પુષ્પ ખુલવા લાગે છે, ખીલવા લાગે છે હૃદયમાં જિનવચનોનો સૂર્ય ઉદય પામે છે અને આત્મામાં સણોનો ઉઘાડ થવા લાગે છે પણ સબૂર! સણોના ઉઘાડનું પરિણામ આપણે અનુભવતા હોઈએ તો જ માનવું કે હૃદયમાં જિનવચનોનો સૂર્યોદય થઈ ચૂક્યો છે. સતત કરતા રહીએ આપણે આત્મનિરીક્ષણ અને પ્રયત્નશીલ બન્યા રહીએ એ સમ્યક પરિણામની અનુભૂતિ માટે એ અંગેનું સુંદર માર્ગદર્શન આપતો ગ્રંથ એટલે જ શ્રી ઉપદેશપ્રાસાદ ગ્રંથ...... મુદ્રકઃ શ્રી જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ પ્રાપ્તિસ્થાનો જૈન પ્રકાશન મંદિર - અજય સેવંતિલાલ જૈન ૩૦૯/૪, ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, | ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : ૫૩૫૬૮૦૬ મુંબઈ-૪૦૦ ૦૦૨ શ્રી પાર્શ્વનાથ પુસ્તક ભંડાર શ્રી પાર્શ્વનાથ પુસ્તક ભંડાર ફુવારા સામે, તળેટી રોડ, ભોજનશાળા સામે, પાલિતાણા-૩૬૪૨૭૦ શંખેશ્વર-૩૮૪૨૪૬ શ્રી મહાવીર જૈન ઉપકરણ ભંડાર ગુરુગૌતમ એન્ટરપ્રાઈઝ શંખેશ્વર તથા સૂરત ચીકપેઠ, બેંગ્લોર-પ૬૦૦૫૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ ΕΙΔΑ ΔΑΛΔΑΛΙ ΙΤΑΙ Η www.jainelibrary or Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના અનંત કલ્યાણકર, અનંત સુખકર, અનંત હિતકર અને અનંત દુઃખહર એવા જિનશાસનની પ્રાપ્તિ; ચાર ગતિમાં રખડતા જીવને અનંત પુણ્યના ઉદયે થાય છે. કરોડો રૂપિયાના ખર્ચે ઝવેરી બજારમાં દુકાન મળવી એક અપેક્ષાએ સહેલી છે પરંતુ જિનશાસનની પ્રાપ્તિ અત્યંત મુશ્કેલ છે. જે પુણ્યશાળી આત્માઓને પરમાત્માના શાસનની પ્રાપ્તિ થઈ છે તેઓને આરાધનામાં આગળ વધારવા અને પાપથી મુક્ત બનવા માટે સામાન્યતયા ઉપદેશની જરૂર રહે જ છે. ઉપદેશ વિના બાળજીવો સાધનામાં જોડાતા નથી અને વિરાધનાથી અટકતા નથી. બાળજીવોને આરાધનામાં જોડવા માટે ધર્મનું બળ શું છે...ધર્મની તાકાત શું છે તે જણાવવું પડે અને વિરાધનાથી અટકાવવા માટે વિરાધનાનું ફળ બતાવવું પડે...પુણ્યબંઘનું આકર્ષણ જીવને ધર્મમાં જોડે છે અને પાપના વિપાકની જાણકારી જીવનમાંથી પાપો ઓછા કરાવે છે અથવા પાપનો રસ ઓછો કરાવે છે. પ્રસ્તુત શ્રી ઉપદેશપ્રાસાદ ગ્રંથ માત્ર ઉપદેશાત્મક ગ્રંથ નથી પરંતુ સ્થાને સ્થાને શાસ્ત્રીય પ્રસંગો, ઐતિહાસિક પ્રસંગો, બોધદાયક કથાઓ વગેરેનો સમાવેશ કરી ગ્રંથને બોધક અને રોચક બનાવવામાં આવ્યો છે. દરેક સાધકને તેમાંથી સાધનામાટેનું બળ મળે તેવો ગ્રંથ છે. આ ગ્રંથમાં દ્રવ્યાનુયોગ તથા કથાનુયોગનું અદ્ભુત સંમિશ્રણ છે. પહેલા સિદ્ધાંત અને પછી તે સિદ્ધાંતને હૃદયમાં સ્થિર થવા દૃષ્ટાંતો આપેલ છે. જેમ ગોળ સાથે કડવી દવા પણ બાળક લઈ લે તેમ ગોઠવણ કરી છે. આ મૂળ ગ્રંથના કર્તા આચાર્ય શ્રી વિજય-લક્ષ્મીસૂરિ છે. તેમણે આ ગ્રંથરૂપ પ્રાસાદના ૨૪ સ્તંભો કલ્પી દરેક સ્તંભની પંદર પંદર અસ્ર (હાંશ) કલ્પી છે. એ રીતે વર્ષના દિવસપ્રમાણ ૩૬૦ વ્યાખ્યાનોરૂપ આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. પ્રસંગોપાત્ત અનેક સૂત્રો તથા ગ્રંથોમાંથી પ્રસ્તુત વિષયને દૃઢ કરતાં શ્લોકો તથા ગદ્ય અવતરણો આપી ગ્રંથને પરિપૂર્ણ અને સમૃદ્ધ કર્યો છે. પોતાના ગુરુભાઈ શ્રી પ્રેમવિજયજી મહારાજની પ્રેરણાથી તેમણે આ ગ્રંથ રચી જૈનસમાજનો ઘણો જ ઉપકાર કર્યો છે. પ્રથમ વ્યાખ્યાનની શરૂઆત ચૈત્ર સુદિ ૧ થી કરેલી છે. ત્યાર પછીના દિવસોની ગણતરીએ બધા પર્વના વ્યાખ્યાનો આપેલા છે. દાખલા તરીકે દીપોત્સવી (આસો વદી ૩૦)નું વ્યાખ્યાન ૨૧૦મું, બેસતા વર્ષનું (કાર્તિક સુદ ૧નું) વ્યાખ્યાન ૨૧૧મું, જ્ઞાનપંચમી (કાર્તિક સુદ ૫નું) વ્યાખ્યાન ૨૧૫મું એ રીતે બધા પર્વો માટે સમજી લેવું. આ ગ્રંથને અત્યુપયોગી જાણીને તેનું ગુજરાતી ભાષાંતર ઘણા વર્ષો પહેલા શ્રી Page #7 -------------------------------------------------------------------------- ________________ Tી જૈન ઘર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈએ જ અથાગ પ્રયત્નપૂર્વક ચીવટથી કરીને પ્રકાશિત કરેલ. હાલ કેટલાય વખતથી તે રક અપ્રાપ્ય હોવાથી અમો તેમની સંમતિ લઈને ગુજરાતી લિપિમાં પ્રકાશિત કરીએ તો છીએ. આ ગ્રંથ મુખ્યત્વે ઉપદેશબોઘનો છે. કોઈ પણ વસ્તુ દ્રષ્ટાંતથી સમજાવતાં વિશેષ દૃઢ થાય છે અને હૃદયમાં સોંસરી ઊતરી જાય છે. એ શૈલી ગ્રંથકારે આપનાવેલી છે. સમક્તિ, સમકિતના ૬૭ બોલ, શ્રાવકના પાંચ અણુવ્રત, ત્રણ છે બક ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત અને તે બધા વ્રતના અતિચારો, ઘર્મના ચાર ભેદ-દાન, શીલ, તપ, ભાવ; તીર્થયાત્રા અને તેનું ફળ; જિનપૂજા, જિનમૂર્તિ, જિનચૈત્ય; દેવદ્રવ્ય-ભક્ષણના માઠાં ફળો, તીર્થકર ભગવાનના પંચ કલ્યાણકોનું વર્ણન; છે મા આરાનું સ્વરૂપ, દીપોત્સવી, જ્ઞાનપંચમી આદિ પર્વોનું વર્ણન; પાંચ સમવાય કારણ; નવનિતવ, અંતરંગશત્રુઓ; જ્ઞાનાચાર, દર્શનાચાર, તપાચાર અને વીર્યાચારનું સ્વરૂપ; યશોવિજયજી ઉપાધ્યાયના ૩૨ અષ્ટકોનું વિવેચન–વગેરે વિષયો ઉપર ટૂંક કે વિશદ વિવેચન કરી નાના-મોટા દ્રષ્ટાંતોથી અસરકારક વ્યાખ્યાન આપેલાં છે. પ્રસ્તુત ભાગ ૧માં ૬૧ વ્યાખ્યાનોમાં એકંદર ૫૭ કથાઓ આપેલી છે અને સતત સમકિતના ૬૭ ભેદનું વિસ્તારથી વર્ણન કરેલ છે. તે ૬૭ ભેદ આ પ્રમાણે છે–(૪) શ્રદ્ધા, (૩) લિંગ અથવા ચિહ્ન, (૧૦) વિનય, (૩) શુદ્ધિ, (૫) દૂષણ, (૮) પ્રભાવક, % (૫) ભૂષણ, (૫) લક્ષણ, (૬) યાતના, (૬) આગાર, (૬) ભાવના, (૬) સ્થાન. સમકિત ઘર્મનું મૂળ છે. સમકિત વિનાની બધી ઘર્મકરણી મિથ્યા છે, એકડા ૩ વગરના મીંડા જેવી છે. તેથી સમકિતની અભિલાષા પ્રથમ કર્તવ્ય છે આ ભાગમાં એનું જ વર્ણન કરેલું છે. ગ્રંથની ઉપયોગિતા માટે દરેક ભાગના અંતે કથાઓ તથા દ્રષ્ટાંતોની આ વર્ણાનુક્રમણિકા આપી છે, જેથી કોઈને દ્રષ્ટાંત શોઘવું હોય તો સહેલાઈથી તેને મળી ના શકે. ગ્રંથની શરૂઆતમાં અનુક્રમણિકા પણ આપેલ છે. ( શ્રાવકમાત્રના ઘરમાં આ મહાગ્રંથ હોવો જરૂરી છે કે જેમાં આખા વર્ષનો નિત્ય , નવો સ્વાધ્યાય છે. ૩૬૦ દિવસ પ્રમાણે ૩૬૦ વ્યાખ્યાન અલગ અલગ વિષયો ઉપર સંકલનાબદ્ધ અને દ્રષ્ટાંતો સાથે આપેલા છે. આ ગ્રંથમાં કાંઈક દ્રષ્ટિદોષથી કે અજ્ઞાનથી કોઈ ક્ષતિ કે ભૂલ રહી ગઈ હોય તો તે બદલ જ્ઞાનીવર્ગ અમને ક્ષમા કરે, અને સૂચના આપે જેથી ભવિષ્યમાં સુધારી શકાય. s પ્રકાશક જશવંતલાલ ગિરધરલાલ શાહ છે Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ ૧ અનુક્રર્માણકા (સ્તંભ ૧ થી ૪) (વ્યાખ્યાન ૧ થી ૧) જ વિષય પૃષ્ઠT વિષય (સ્તંભ ૧) વ્યાખ્યાન ૮ સમકિતની ચોથી શ્રદ્ધા–પાખંડી સંગર્વજન૩૨ > વ્યાખ્યાન ૧ ઇંદ્રભૂતિ (ગૌતમસ્વામી)નું દ્રષ્ટાંત ૩૩ માં " મંગળાચરણ વ્યાખ્યાન - ચોત્રીશ અતિશયોનું વર્ણન સમકિતના ત્રણ લિંગ) વ્યાખ્યાન ૨ સમતિનું પહેલું લિંગ-શુશ્રુષા સમ્યગ્દર્શનનું સ્વરૂપ સુદર્શન શ્રેષ્ઠી ને અર્જુન માળીનું દ્રષ્ટાંત 8. મહાબળ રાજકુમારનું દ્રષ્ટાંત - વ્યાખ્યાન ૧૦ વ્યાખ્યાન ૩ સમકિતનું બીજું લિંગ-ઘર્મરાગ જે સમકિતના બે હેતુ ૧૨ ચિલાતીપુત્રનું દ્રષ્ટાંત 1 અધિગમ સમકિત ઉપર કૃષીવલ વ્યાખ્યાન ૧૧ છે, (ખેડૂતોનું દ્રષ્ટાંત સમકિતનું ત્રીજું લિંગ-વૈયાવૃત્ય • વ્યાખ્યાન ૪ નંદિષણનું દ્રષ્ટાંત સમકિતના ત્રણ ભેદ ૧૫. વ્યાખ્યાન ૧૨ દ્રઢ સમકિત ઉપર શ્રેણિક રાજાનું દ્રષ્ટાંત ૧૬ (વિનયકાર) વ્યાખ્યાન ૫ દશ પ્રકારે વિનય (સમકિતના ૬૭ બોલો ભુવનતિલકમુનિનો પ્રબંઘ સમકિતની પહેલી શ્રદ્ધા–પરમાર્થસંસ્તવ ૨૦ વ્યાખ્યાન ૧૩ Y, અભયકુમારનું દ્રષ્ટાંત વિનય પ્રશંસા અંગારદાહકનું દ્રષ્ટાંત ૨૪ વિનયપ્રસંગ ઉપર શ્રેણિક રાજાનો પ્રબંઘ વ્યાખ્યાન ૬. વ્યાખ્યાન ૧૪ ઈ સમકિતની બીજી શ્રદ્ધા-ગીતાર્થ સેવા ૨૬ | અવિનયના ફળ પુષ્પચૂલા સાથ્વીનું દ્રષ્ટાંત ૨૬ | ફૂલવાલકમુનિનું દ્રષ્ટાંત વ્યાખ્યાન ૭. વ્યાખ્યાન ૧૫ - સમતિની ત્રીજી શ્રદ્ધા (સમકિતની ત્રણ શુદ્ધિ) વ્યાપત્રદર્શનીનો ત્યાગ ૨૯ | સમકિતની પ્રથમ શદ્ધિ-મનશુદ્ધિ ૫૫ ૩ જમાલિનું દ્રષ્ટાંત (પ્રથમ નિહ્નવ) ૨૯ | મનશુદ્ધિ ઉપર જયસેનાનું દ્રષ્ટાંત ૫૫ ૨૦. Page #9 -------------------------------------------------------------------------- ________________ વિષય સ્તંભ ૨ વ્યાખ્યાન ૧૬ મનશુદ્ધિ વિષે આનંદશ્રાવકનું દૃષ્ટાંત વ્યાખ્યાન ૧૭ સમકિતની બીજી શુદ્ધિ-વચનશુદ્ધિ શ્રી કાલિકાચાર્યનું દૃષ્ટાંત વ્યાખ્યાન ૧૮ સમકિતની ત્રીજી શુદ્ધિ-કાયશુદ્ધિ વજ્રકર્ણનું દૃષ્ટાંત વ્યાખ્યાન ૧૯ (સમકિતના પાંચ દૂષણો સમકિતનું પ્રથમ દૂષણ—શંકા શંકા પર બે બાળકનું દૃષ્ટાંત તિષ્યગુપ્ત નિહ્નવનું દૃષ્ટાંત નિહ્નવોની નોંધ વ્યાખ્યાન ૨૦ સમકિતનું બીજું દૂષણ—આકાંક્ષા જિતશત્રુ રાજા ને તેના મંત્રીની કથા સર્વ દેવની ભક્તિ કરનાર શ્રીઘરનું દૃષ્ટાંત વ્યાખ્યાન ૨૧ સમકિતનું ત્રીજું દૂષણ—વિચિકિત્સા દુર્ગંધા રાણીનું દૃષ્ટાંત વ્યાખ્યાન ૨૨ સમકિતનું ચોથું દૂષણ— મિથ્યાત્વીની પ્રશંસા સુમતિ અને નાગિલનું દૃષ્ટાંત વ્યાખ્યાન ૨૩ સમકિતનું પાંચમું દૂષણ— મિથ્યાવૃષ્ટિ સંસ્તવ ધનપાળ કવિનું દૃષ્ટાંત પૃષ્ઠ | વિષય ૫૮ ૫૮ ૬૧ ૬૧ ૬૩ ૬૩ ૬૬ ૬૬ ૬૬ ૬૮ ૬૯ ૬૯ ૭૦ ૭૧ ૭૨ ૭૪ ૭૪ વ્યાખ્યાન ૨૪ આઠ પ્રભાવક સમકિતનો પહેલો પ્રભાવક– પ્રવચન પ્રભાવક વજ્રસ્વામીનું દૃષ્ટાંત વ્યાખ્યાન ૨૫ સમકિતનો બીજો પ્રભાવક— ધર્મકથક પ્રભાવક સર્વજ્ઞસૂરિનું દૃષ્ટાંત વ્યાખ્યાને ૨૬ ઉપદેશ લબ્ધિ નંદિષણમુનિનું દૃષ્ટાંત વ્યાખ્યાન ૨૭ સમકિતનો ત્રીજો પ્રભાવક– વાદી પ્રભાવક મલ્લવાદી સૂરિ પ્રબંધ વ્યાખ્યાને ૨૮ વાદથી શાસનોતિ વાદી દેવસૂરિની કથા વ્યાખ્યાન ૨૯ વાદને યોગ્ય પુરુષના લક્ષણ વૃદ્ધવાદીસૂરિ અને સિદ્ધસેન દિવાકરનું દૃષ્ટાંત વ્યાખ્યાન 30 સમકિતના ચોથા પ્રભાવકનિમિત્તવેત્તા પ્રભાવક ભદ્રબાહુ સ્વામીનું દૃષ્ટાંત સ્તંભ 3 વ્યાખ્યાન ૩૧ સમકિતના પાંચમા પ્રભાવક તપસ્વી પ્રભાવક ૭૬ ૭૭ | કાષ્ઠમુનિનું દૃષ્ટાંત • પૃષ્ઠ ૮૪ ૮૪ ૮૭ 62 02 ૯૦ ૯૪ ૯૪ ૯૬ ૯૬ ૧૦૦ ૧૦૦ ૧૦૬ ૧૦૭ ૧૦૯ ૧૦૯ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ૧૪૮ ' વિષય પૃષ્ઠ | વિષય વ્યાખ્યાન ૩૨ વ્યાખ્યાન ૪૦. hય સમકિતના છઠ્ઠા પ્રભાવક સમકિતનું પાંચમું ભૂષણ–તીર્થસેવા ૧૪૦ વર ૨, વિદ્યા પ્રભાવક ૧૧૧ લિૌકિક તીર્થસેવા પર તુંબડીનું દ્રષ્ટાંત ૧૪૧ > હેમચંદ્રસૂરિની કથા ૧૧૧ સુતીર્થની યાત્રા પર ત્રિવિક્રમની કથા ૧૪૨ વ્યાખ્યાન ૩૩ વ્યાખ્યાન ૪૧ સમકિતના સાતમા પ્રભાવક સમકિતનાં પાંચ લક્ષણ) કર સિદ્ધ પ્રભાવક 11 | સમકિતનું પહેલું લક્ષણ-શમી ૧૪૩ - પાદલિપ્તસૂરિનું દ્રષ્ટાંત ૧૧૫ કૂરગડુ મુનિની કથા ૧૪૩ વ્યાખ્યાન ૩૪ વ્યાખ્યાન ૪૨ વન સમકિતના આઠમા પ્રભાવક– 1 ૧૪૫ સમકિતનું બીજું લક્ષણ-સંવેગ કવિ પ્રભાવક ૧૧૮ 8, હરિભદ્રસૂરિની કથા નિગ્રંથ (અનાથી) મુનિની કથા ૧૧૮ વ્યાખ્યાન ૪૩ વ્યાખ્યાન ૩૫ - બીજા અતિશયવાળા કવિનું સ્વરૂપ ૧૨૧ | સમકિતનું ત્રીજું લક્ષણ-નિર્વેદ કિ માનતુંગસૂરિનો પ્રબંઘ ૧૨૨ હરિવાહન રાજાની કથા ૧૪૮ Tી, બપ્પભટ્ટસૂરિનો પ્રબંઘ ૧૨૩ વ્યાખ્યાન ૪૪ વ્યાખ્યાન ૩૬ સમકિતનું ચોથું લક્ષણ-અનુકંપા ૧૫૨ (સમકિતના પાંચ ભૂષણ) ચંડકૌશિકની કથા ૧૫૩ ૧૫૪ ૩. સમકિતનું પહેલું ભૂષણ-સ્વૈર્ય ચાર રાણીઓનું દૃષ્ટાંત T૧૨૯ સુલસા ચરિત્ર ૧૨૯ વ્યાખ્યાન ૪૫ સમકિતનું પાંચમું લક્ષણ–આસ્તિક્યતા ૧૫૫ વ્યાખ્યાન ૩૭ - સમકિતનું બીજું ભૂષણ પ્રભાવના ૧૩૨ પદ્રશેખર રાજાની કથા ૧૫૫ 1દેવપાળ રાજાની કથા ૧૩૩ સ્તંભ ૪ વ્યાખ્યાન ૪૬. વ્યાખ્યાન ૩૮ સમકિતનું ત્રીજું ભૂષણ-ક્રિયાકુશળતા ૧૩૪ સમકિતની છ યતના વન ઉદાયી રાજાની કથા ૧૩૪ | પહેલી બે યતના વ્યાખ્યાન ૩૯ સંગ્રામશૂર રાજાની કથા જ સમકિતનું ચોથું ભૂષણ-અંતરંગ ભક્તિ૧૩૮ વ્યાખ્યાન ૪૭ NR એક સ્ત્રીનું દ્રષ્ટાંત સમકિતની બાકીની ચાર યતના ૧૬૧ - જીર્ણ શ્રેષ્ઠીની કથા ૧૩૯ સદ્દાલપુત્રની કથા ૧૬૧ ૧૫૮ ૧૫૮ Page #11 -------------------------------------------------------------------------- ________________ જિ વિષય પૃષ્ઠT વિષય પૃષ્ઠ ૧૬૬ | સ ૧૯૭ વ્યાખ્યાન ૪૮ વ્યાખ્યાન પપ (સમકિતના છ આગાર) (સમકિતના છ સ્થાનક) કે, સમકિતનો પહેલો આગર સમકિતના પ્રથમ બે સ્થાનક ૧૮૭ આ રાજાભિયોગ ૧૬૩ ઇન્દ્રભૂતિ (ગૌતમ)નો પ્રબંધ ૧૮૮ જ કાર્તિક શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત ૧૬૪ વ્યાખ્યાન ૫૬ 1 કોશા ગણિકાની કથા ૧૬૫ સમક્તિનું ત્રીજું તથા ચોથું સ્થાનક ૧૯૩ વ્યાખ્યાન ૪૯ અગ્નિભૂતિનું દ્રષ્ટાંત ૧૯૩ સમકિતનો બીજો આગાર - વ્યાખ્યાન ૫૭ જ ગણાભિયોગ સમક્તિનું પાંચમું તથા છઠું સ્થાનક ૧૯૬ જ Aહ સુધર્મરાજાની કથા ૧૬૬ પ્રભાસ ગણધરનો પ્રબંઘ વ્યાખ્યાન ૫૦ (સડસઠ ભેદનું વિવરણ સંપૂર્ણ - સમકિતનો ત્રીજો આગાર–વૃત્તિકાંતાર ૧૭૦ વ્યાખ્યાન ૫૮ 1 અઍકારી ભટ્ટાની કથા ૧૭૧ (સમકિતના અન્ય પ્રકારો વ્યાખ્યાન ૫૧ રોચક સમકિત ૨૦૨ જ સમકિતનો ચોથો આગાર-ગુરુનિગ્રહ ૧૭૩ કૃષ્ણ વાસુદેવનો પ્રબંઘ ૨૦૩ - સુલસની કથા ૧૭૩ વ્યાખ્યાન પ૯ - આરોગ્યદ્વિજનું દ્રષ્ટાંત ૧૭૪ કારક સમકિત વ્યાખ્યાન પર કાકજંઘ અને કોકાશની કથા કે સમકિતનો પાંચમો આગાર વ્યાખ્યાન ઉ0 દેવાભિયોગ ૧૭૬ | દીપક સમકિત ૨૧૪ નમિરાજર્ષિની કથા ૧૭૭ અંગારમર્દક સૂરિનો પ્રબંઘ ૨૧૬ વ્યાખ્યાન ૫૩ વ્યાખ્યાન ૬૧ - સમકિતનો છઠ્ઠો આગાર–બલાભિયોગ ૧૮૧ સમકિતનું વસ્તુસ્વરૂપ કે, સુદર્શન શ્રેષ્ઠીની કથા ૧૮૨ સુબુદ્ધિ મંત્રીનું દ્રષ્ટાંત વ્યાખ્યાન ૫૪ સમકિતની છ ભાવનાઓ ૧૮૪ પરિશિષ્ટ વિક્રમરાજાની કથા ૧૮૪ | કથાઓ તથા દ્રષ્ટાંતોની વર્ણાનુક્રમણિકા ૨૨૪ અનુપમ અધ્યાત્મ ગ્રંથો અને સાત્વિક સાહિત્ય વિના વિલંબે વસાવો...! “શ્રી જેન પ્રકાશન મંદિર” અને “જૈન ઘર્મ સાહિત્ય” આ બન્ને બાબતો પરસ્પરના પર્યાયરૂપ બની ચૂકી છે. સાહિત્ય શુદ્ધિ, ભાષાશુદ્ધિ, આકર્ષક મુદ્રણ, ટકાઉ ૩. કાગળ અને મજબૂત બાઈન્ડીંગ જેવી તમામ બાબતોની સંપૂર્ણ માવજત ભારે જતનપૂર્વક કરીને શ્રી જૈન પ્રકાશન મંદિર, 8 - જૈનઘર્મના ઉત્કૃષ્ટ અધ્યાત્મ ગ્રંથોનું પ્રકાશન કરે છે. તત્ત્વ અને સત્ત્વનો સમન્વય તેમજ યુગેયુગે પરિવર્તન પામતાં મૂલ્યો : SS સાથે કદમ મિલાવીને આ સંસ્થા ભગીરથ કાર્ય રહી છે. તેથી જ તો સમાજમાં કહેવાય છે કે “શ્રી જૈન પ્રકાશન મંદિર” . કેવળ વ્યાવસાયિક અભિગમથી જ નહીં, પણ ઉપયોગિતા, યથાર્થતા અને નવીનતા સમુચિત દ્રષ્ટિકોણથી નવાં નવાં પ્રકાશનો કરે છે. ૨૦ ૨ ૧૮ Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયલક્ષ્મીસૂરિ વિરચિત શ્રી પરસાદ સાકાર ભાગ-૧ (૨dલ ) વ્યાખ્યાન ૧ મંગળાચરણ स्वस्तिश्रीदो नाभिभूविश्वबन्धु-र्गीर्वाणार्यो वस्तुतस्तत्त्वसिन्धुः । भास्वद्दीप्त्यानिर्जितादित्यचन्द्रः सत्त्वानव्यादादिमोऽयं जिनेन्द्रः॥१॥ ભાવાર્થ-જે નાભિરાજાના પુત્ર કલ્યાણ અને લક્ષ્મીને આપનારા છે, સમગ્ર વિશ્વને બન્યુ સમાન છે, પરમાર્થથી તત્ત્વજ્ઞાનના સાગર સમાન છે, જેની દેવતાઓ પ્રાર્થના કરે છે, અને જેણે પોતાની દેદીપ્યમાન કાન્તિથી સૂર્યચંદ્રને જીતેલા છે એવા આ પ્રથમ જિનેન્દ્ર (ઋષભસ્વામી) સકલ જીવોનું રક્ષણ કરો.” श्रीभूपनाभिजनपान्वयपुष्करत्वे, चिद्रूपदीधितिगणै रविरेवयोऽभूत् । स्वीयौजसा शमितमोहतमःसमूहो, कल्याणवर्णविभुरस्तुविभूतये सः॥२॥ ભાવાર્થ-“પૃથ્વીનું પાલન કરનાર શ્રીમાનું નાભિરાજાના વંશરૂપી આકાશમાં જે પ્રભુ) સમ્યમ્ જ્ઞાન રૂપી કિરણોના સમૂહવડે સૂર્ય સમાન થયા, અને જેમણે પોતાના તેજથી મોહરૂપી અંધકારના સમૂહનો નાશ કર્યો તે સુવર્ણ સમાન કાત્તિવાળા પ્રભુ અમારી સંપત્તિની વૃદ્ધિ માટે થાઓ.” મોક્ષલક્ષ્મીના અદ્વિતીય હેતુરૂપ, ત્રણલોકની લક્ષ્મીના સદ્વિતીય હેતુરૂપ, આત્મસ્વરૂપને પ્રકટ કરનાર અને ગંભીરતારૂપ લક્ષ્મીને ઉત્પન્ન કરવામાં સાગર સમાન એવા શ્રી વિશ્વસેન રાજાના પુત્ર શ્રી શાંતિનાથ સ્વામીનો હું આશ્રય કરું છું. મોહરૂપી અસુરનો નાશ કરવામાં નારાયણ (વિષ્ણુ) જેવા અને કામદેવનો નાશ કરવામાં મહાદેવ (શંકર) જેવા તથા મનને જીતનારા તેમજ પાણિગ્રહણ કરવાના મિષે કરીને તિર્યંચો પર દયા કરવાને માટે જ રથમાં બેઠેલા એવા શ્રી નેમિનાથ પ્રભુ અમોને સુખ આપનાર થાઓ. શંખને ઘારણ કરનાર (શંખેશ્વર) કૃષ્ણ જેની પ્રાર્થના કરી છે, તથા જે નાથના પણ નાથ છે એવા હે વાયારાણીના પુત્ર શંખેશ્વર પાર્શ્વનાથ સ્વામી! તમે જયવંત વર્તો. એ પ્રમાણે જિનેશ્વર થકી ત્રિપદીરૂપ વર્ણને પામેલા એવા ગણઘરોએ જેમની સ્તુતિ કરી છે એવા તથા જે પાર્શ્વનાથ સ્વામીના ઉપનામની સંખ્યા અંતરિક્ષ, નવપલ્લવ વગેરે નામોવડે જિનતનુ લક્ષણના પ્રમાણ જેટલી એટલે એક હજાર ને આઠની કરેલી જગપ્રસિદ્ધ છે તે સુખદાયી સંખ્યાની હું હર્ષપૂર્વક સ્તુતિ કરું છું. જે સિદ્ધાર્થરાજાના પુત્ર અનંતજ્ઞાનરૂપી કલ્પવૃક્ષના નંદનવન સમાન છે, સંસારના તાપને નાશ કરવામાં બાવનાચંદન જેવા છે, જેમણે અનિંદિત વચનવડે વિશ્વને વિકસિત કર્યું છે, અને જેમણે ૧ બીજા હેતુ સાથે પ્રબળ આલંબનરૂપ (ભાગ ૧-૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૧ પોતાના (તીર્થંકરના) ભવની પૂર્વના ત્રીજા ભવમાં અગિયાર લાખ એંશી હજાર ને પાંચસો માસખમણ કર્યાં છે તે શ્રી વીરસ્વામી જયવંત વર્તો. ર ભવ્ય પ્રાણીઓને અર્ચન કરવા યોગ્ય, કામદેવને જીતનારા, સ્વયંભૂ તથા સંસારનો નાશ કરનારા એવા શ્રી અજિતનાથ સંભવનાથ વગેરે તીર્થંકરો ગ્રંથના વક્તા અને કર્તા વગેરે શુભ આત્માવાળા સત્પુરુષોને સુખના કારણભૂત થાઓ. પ્રથમ પંચપરમેષ્ઠીને નમસ્કાર કરીને હું આ ઉપદેશપ્રાસાદની વૃત્તિ તેમાં વર્ષના દિવસ પ્રમાણે ત્રણસો ને સાઠ વ્યાખ્યાનો કહેલાં હોવાથી ‘સવ્વ વિન પરિમિતા' નામની કરું છું. આ સ્થળે હું પ્રથમ ત્રણ પ્રણવ (કાર) સ્થાપીને પછી ત્રણ આકાશબીજ (હીં) સ્થાપીને અને પછી સરસ્વતીબીજ (એ)ને સ્થાપીને—એ રૂપ મંત્રને નમન કરીને આ શાસ્ત્ર શરૂ કરું છું. જેમ બાળકનું કાણું બોબડું બોલેલું વચન પણ પિતાની પાસે શોભે છે, તેમ આ મારું પ્રલાપરૂપી વચન પણ શ્રુતઘરોની પાસે સત્યપણાને પામશે. જેમ કોઈ તૃષાતુર માણસ ક્ષીરસાગરમાંથી થોડું જળ લઈને પણ પોતાની તૃષા દૂર કરે છે, તેમ હું ઘણા શાસ્ત્રોમાંથી થોડું થોડું ગ્રહણ કરીને આ વ્યાખ્યાન લખું છું, તેથી હું નિંદ્ય નહીં થાઉં. આ ગ્રંથમાં પ્રથમ એક એક શ્લોક કહીને તેના ઉપર ગદ્યમાં એક એક દૃષ્ટાંત આપેલું છે, તેથી તેની સંખ્યા પણ વર્ષના દિવસ પ્રમાણે ત્રણસો ને સાઠની થયેલી છે. દરેક ગ્રંથની શરૂઆતમાં ૧નમસ્કારરૂપ, ગ્રંથની વસ્તુનું પ્રદર્શન કરવા રૂપ અથવા ૐઆશીર્વાદરૂપ મંગળ વિધ્રના નાશ માટે તથા શિષ્ટ જનના આચારનું પાલન કરવા માટે કરવું જોઈએ, કહ્યું છે કે— श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि । अश्रेयसि प्रवृत्तानां, क्वापि यान्ति विनायकाः ॥ १ ॥ ભાવાર્થ-મહાપુરુષોને પણ શ્રેયના કાર્યમાં ઘણાં વિધ્રો આવે છે, અને અશુભ કાર્યમાં પ્રવર્તેલા માણસોનાં વિધ્રો દૂર જતાં રહે છે.’’ તેથી કરીને ગ્રંથના આરંભમાં વિધ્રૂસમૂહની શાંતિ કરવા માટે ઉપર કહેલું મંગળ શાસ્ત્રના પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં કરવાને ઇચ્છેલું છે. અહીં કોઈ શિષ્ય પ્રશ્ન કરે છે કે, ‘‘સ્યાદ્વાદ ઘર્મના વર્ણનરૂપ આ ગ્રંથ હોવાથી સમગ્ર ગ્રંથ જ મંગળરૂપ છે; તો પછી શાસ્ત્રના આરંભ, મધ્ય અને અંતમાં મંગળ કરવાની શી જરૂર છે? કેમ કે મંગળ કરવાનું કાંઈ પણ પ્રયોજન રહેતું નથી.’’ આ પ્રશ્નનું ગુરુમહારાજ સમાધાન કરે છે કે ‘‘હે શિષ્ય! ‘મંગળ કરવાનું કાંઈ પણ પ્રયોજન નથી' એમાં જે તે મંગળ નહીં કરવામાં હેતુ આપ્યો છે તે હેતુ અસિદ્ધ છે. કારણ કે શિષ્યજનો નિર્વિઘ્રપણે ગ્રંથ પૂર્ણ કરી શકે (અભ્યાસ કરી શકે), તેટલા માટે આરંભમાં મંગળ કરવું જોઈએ, તે જ ગ્રંથ શિષ્યજનોના હૃદયમાં સુદૃઢ થવા માટે મધ્યમાં મંગળ કરવું જોઈએ, અને તે જ ગ્રંથ શિષ્ય પ્રશિષ્યાદિક પરંપરાએ કરીને સર્વને ઉપકારી થવા માટે અન્ય મંગળ કરવું જોઈએ. માટે તેં મંગળ ૧ જેમાં ઇષ્ટદેવતાને નમસ્કાર કરવામાં આવે તે. ૨. જેમાં પ્રકૃત ગ્રંથનો વિષય દેખાડવામાં આવે તે. ૩. જેમાં આશીર્વાદનું વચન કહેવામાં આવે તે. Page #14 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧] મંગળાચરણ નહીં કરવામાં બતાવેલું કારણ અસિદ્ધ છે. તે વિષે પ્રશંસનીય ભાષ્યરૂપી ઘાન્ય ઉત્પન્ન કરવામાં પૃથ્વી સમાન શ્રી જિનભદ્રગણિ મહારાજે કહ્યું છે કે तं मंगलमाईए, मज्झे पज्जंतए य सत्थस्स । पढमं सत्थत्थाविग्घ-पारं गमनाय निद्दिठं ॥१॥ इत्यादि ભાવાર્થ-“શાસ્ત્રના પ્રારંભમાં, મધ્યમ અને અંતમાં મંગળ કરવું જોઈએ. તેમાં પ્રથમ મંગળ શાસ્ત્ર અને તેના અર્થનો નિર્વિધ્ર પાર પામવા માટે કહેલું છે.” ઇત્યાદિ. તેમજ હે શિષ્ય! શિષ્ટજનોનો આ મંગળ કરવા રૂપ આચાર પણ અવશ્ય જોવામાં આવે છે. શિષ્ટ કોણ કહેવાય છે? શાસ્ત્રરૂપ સાગરના પારને પામવા માટે જેઓ શુભ વ્યાપારમાં પ્રવર્તે તે શિષ્ટજન કહેવાય છે. કહ્યું છે કે शिष्टानामयमाचारो, यत्ते संत्यज्य दूषणम् । निरन्तरं प्रवर्तन्ते, शुभ एव प्रयोजने ॥१॥ ભાવાર્થ-શિષ્ટજનોનો આ આચાર જ હોય છે, કે તેઓ દૂષણનો ત્યાગ કરીને નિરન્તર શુભ કાર્યમાં જ પ્રવર્તે છે.” વળી બુદ્ધિમાન પુરુષો ફળની ઇચ્છાવાળા જ હોય છે, કેમ કે પ્રયોજન વિના તો માર્ગમાં પડેલી કાંટાવાળી ડાંખળીનું ઉપમર્દન કરવાની જેમ નિષ્ફળ પ્રયત્ન થાય છે, તેથી તેવી શંકા ટાળવા માટે, બુદ્ધિમાન પુરુષોને આ ગ્રંથના પઠન પાઠનમાં પ્રવૃત્ત કરવા માટે તથા ઉપદ્રવોનો નાશ કરવા માટે ગ્રંથકાર ઇષ્ટ દેવતાને નમસ્કાર કરવા પૂર્વક સંબંધ, અભિધેય અને પ્રયોજનને સૂચવનાર પ્રથમ શ્લોક કહે છે– _ऐन्द्र श्रेणिनतं शांति-नाथमतिशयान्वितम् ।। नत्वोपदेशसद्माख्यं, ग्रंथ वक्ष्ये प्रबोधदम् ॥१॥ શબ્દાર્થ-ઇન્દ્રોના સમૂહવડે વંદના કરાયેલા અને અતિશયોથી યુક્ત એવા શાંતિનાથ સ્વામીને નમસ્કાર કરીને હું પ્રબોધને આપનારા આ ઉપદેશપ્રાસાદ નામના ગ્રંથને કહું છું. વિશેષાર્થ-હું ઉપદેશપ્રાસાદ નામના ગ્રંથને કહું છું. એ રીતે ક્રિયાપદનો સંબંધ છે. તેમાં “ઉપદેશ” એટલે હમેશાં વ્યાખ્યાન આપવાને યોગ્ય એવા ત્રણસો ને એકસઠ દ્રાંતોનું “સઘ” એટલે સ્થાન (મહેલ-પ્રાસાદ), તે નામનો ગ્રંથ હું કહું છું. તે ગ્રંથ કેવો છે? તેનું વિશેષણ કહે છે કે પ્રબોઘદમ્' એટલે સમ્યગૂ જ્ઞાનને આપનાર-ઉત્પન્ન કરનાર છે. તે ગ્રંથ શું કરીને કહું છું? નમસ્કાર કરીને કહું છું. અર્થાત્ મન વચન કાયાવડે નમસ્કાર કરીને કહું છું. કોને નમસ્કાર કરીને? શાંતિનાથને-અચિરા માતાના પુત્ર ને વિશ્વસેન રાજાના પુત્ર સોળમા તીર્થકરને. તે શાંતિનાથ કેવા છે? ચોસઠ ઇન્દ્ર, બાર ચક્રવર્તી, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ, નવ બળદેવ તથા ગણઘરો, વિદ્યાઘરો અને મૃગેન્દ્રો (સિંહ) વગેરેના સમૂહ વડે નમસ્કાર કરાયેલા છે. વળી કેવા છે? અપાય અપગમ વગેરે ચાર અથવા પ્રકારાંતરે ચોત્રીશ અતિશયોથી યુક્ત છે, એવા શાંતિનાથ સ્વામીને પ્રણામ કરીને હું ઉપદેશપ્રાસાદ નામના ગ્રંથને કહું છું. આ પ્રમાણે પ્રથમ શ્લોકનો વિશેષાર્થ છે. ૧. જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય ને અપાયાપગમાતિશય એ ચાર. Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [તંભ ૧ આ પ્રથમ શ્લોકમાં “અતિશયોથી યુક્ત એવું શાંતિનાથનું વિશેષણ આપ્યું છે. તેમાં તેમના ચોત્રીશ અતિશયો સૂચવ્યા છે. તે અતિશયો પૂર્વાચાર્યની ગાથાવડે બતાવે છે– चउरो जम्मप्पभिई, इक्कारस कम्मसंखए जाए । नवदस य देवजणिए, चउत्तीसं अइसए वन्दे ॥४॥ ભાવાર્થ-“તીર્થકરોને જન્મથી આરંભીને ચાર અતિશયો, કર્મના સંક્ષયથી ઉત્પન્ન થયેલા અગિયાર અતિશયો અને દેવતાઓએ કરેલા ઓગણીશ અતિશયો હોય છે. તે ચોત્રીશ અતિશયવાળા ભગવાનને હું વંદના કરું છું.” તે અતિશયો આ પ્રમાણે છે૧. તીર્થંકરનો દેહ સર્વ લોકો કરતાં શ્રેષ્ઠ (લોકોત્તર) અને અદ્ભુત સ્વરૂપવાન હોય છે, તથા વ્યાધિ રહિત અને પરસેવા તથા મેલ રહિત હોય છે. ૨. તીર્થંકરોનો શ્વાસોશ્વાસ કમલના પરિમલની જેવો સુગન્ધી હોય છે. ૩. જિનેશ્વરોનું માંસ અને રુધિર ગાયના દૂઘ જેવું ઉજ્જવલ (શ્વેત) હોય છે; તથા ૪. ભગવાનનો આહાર અને નિહાર ચર્મચક્ષુવાળા પ્રાણીઓને (મનુષ્યાદિકને) અદ્ગશ્ય હોય છે, પરંતુ અવધિ વગેરે જ્ઞાનવાળા પુરુષો તે જોઈ શકે છે. આ ચારે અતિશયો ભગવાનને જન્મસમયથી જ ઉત્પન્ન થાય છે. હવે જ્ઞાનાવરણીયાદિક ચાર ઘાતિકર્મોના ક્ષયથી ૧૧ અતિશયો ઉત્પન્ન થાય છે તે બતાવે છે૧. ભગવાનના સમવસરણની ભૂમિ માત્ર એક યોજન વિસ્તારવાળી હોય છે, તો પણ તેટલી ભૂમિમાં કરોડો દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચોનો સમાવેશ થાય છે, અને પરસ્પર સંકોચની બાઘારહિત સુખે બેસે છે. ભગવંતે દેશનામાં કહેલી પાંત્રીશ ગુણોથી યુક્ત અર્ધમાગધી ભાષા દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચોને પોતપોતાની ભાષામાં સમજાવાથી ઘર્મનો અવબોઘ કરનારી થાય છે; તથા તે વાણી એક યોજનના સમવસરણમાં રહેલા સર્વ પ્રાણીઓને એક સરખી રીતે જ સાંભળવામાં આવે છે. જો કે ભગવંત તો એક જ ભાષામાં ઉપદેશ આપે છે; પરંતુ વરસાદના જળની જેમ તે ભાષા ભિન્ન ભિન્ન જીવોરૂપ આશ્રયને પામીને તે તે જીવોની ભાષાપણે પરિણામ પામે છે. તે વિષે કહ્યું છે કે देवा दैवीं नरा नारी, शबराश्चापि शाबरीम् । तिर्यधोपि हि तैरश्चीं, मेनिरे भगवगिरम् ॥१॥ ભાવાર્થ-ભગવાનની વાણીને દેવતાઓ દૈવી ભાષા માને છે, મનુષ્યો માનુષી ભાષા માને છે, ભીલ લોકો પોતાની ભાષા માને છે અને તિર્યંચો પણ પોતાની (પશુ-પક્ષીની) ભાષા બોલાય છે એમ માને છે. ૧. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અત્તરાય-આ ચાર ઘાતિકર્મ છે. તેના ક્ષયથી પ્રાણીને કેવળજ્ઞાનાદિ પ્રગટ થાય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧] - ૫ મંગળાચરણ આવા પ્રકારના ભુવનાભુત અતિશય વિના સમકાળે અનેક પ્રાણીઓનો ઉપકાર થઈ શકતો નથી. આ સંબંઘમાં એક ભીલનું દ્રષ્ટાંત છે– सरःशरस्वरार्थेन, भिल्लेन युगपद्यथा । सरो नत्थीति वाक्येन, प्रियास्तिस्त्रोऽपि बोधिताः॥१॥ ભાવાર્થ-સરોવર, બાણ અને સારો કંઠ એ ત્રણે અર્થ કહેવાની ઇચ્છાવાળા કોઈ ભીલે “સરો નત્યિકસર નથી.” એ વાક્ય કરીને પોતાની ત્રણે સ્ત્રીઓને સમજાવી દીધી. તે દ્રષ્ટાંત આ પ્રમાણે છે– કોઈ એક ભીલ જ્યેષ્ઠ માસમાં પોતાની ત્રણ સ્ત્રીઓને સાથે લઈને કોઈ ગામ તરફ જતો હતો. માર્ગમાં એક સ્ત્રીએ તેને કહ્યું કે, “હે સ્વામી! તમે સુકંઠથી ગાયન કરો, કે જે સાંભળવાથી મને આ માર્ગનો શ્રમ તથા સૂર્યનો તાપ બહુ દુઃસહ ન થાય.” બીજી સ્ત્રીએ કહ્યું કે, “હે સ્વામી! તમે જળાશયમાંથી કમળની સુગંધવાળું શીતળ જળ લાવી આપીને મારી તૃષાનું નિવારણ કરો.” ત્રીજી સ્ત્રી બોલી કે, “હે પતિ! મને મૃગનું માંસ લાવી આપીને મારી સુઘાનું નિવારણ કરો.” આ પ્રમાણે તે ત્રણે સ્ત્રીઓનાં વાક્યો સાંભળીને તે ભલે “સર નલ્થિ” એ એક જ વાક્યથી તે ત્રણેને જવાબ આપ્યો. તેમાં પહેલી સ્ત્રી એમ સમજી કે “મારો સ્વામી કહે છે કે મારો “સરો’ એટલે સ્વર-સારો કંઠ નથી; તેથી શી રીતે ગાન કરું?” બીજીએ ઘાર્યું કે ““સરો’ એટલે સરોવર કોઈ આટલામાં નથી; એટલે ક્યાંથી પાણી લાવું?” ત્રીજી સમજી કે ““સરો' એટલે શર-બાણ નથી, તો શી રીતે મૃગને મારીને તેનું માંસ લાવી શકાય? આ પ્રમાણે ભીલના એક જ વાક્યથી તે ત્રણે સ્ત્રીઓ પોતાના કહેવાનો ઉત્તર સાંભળીને સ્વસ્થ થઈ; તો ભગવાનની વાણી તો ઉપમારહિત તથા વચનને અગોચર છે, એટલે તે વાણીથી અનેક પ્રાણીઓ સમજે, તેમાં શું આશ્ચર્ય છે! કહ્યું છે કે नयसप्तशतीसप्त - भंगीसंगतिसंगतम् । शृण्वन्तो यगिरं भव्या, जायन्ते श्रुतपारगाः॥१॥ ભાવાર્થ-“સાત નયના સાતસો ભાંગાથી અને સમભંગીની રચનાથી મિશ્રિતયુક્ત ભગવાનની વાણી સાંભળીને અનેક ભવ્ય પ્રાણીઓ શ્રતના પારગામી થાય છે.” ૩. ભગવાનના મસ્તકની પાછળ બાર સૂર્યબિંબની કાન્તિથી પણ અધિક તેજસ્વી અને મનુષ્યોને મનોહર લાગે તેવું ભામંડળ એટલે કાંતિના સમૂહનો ઉદ્યોત પ્રસરેલો હોય છે. શ્રી વર્ધમાન દેશનામાં કહ્યું છે કે __रूवं पिच्छंताणं, अइदुल्लहं जस्स होउ मा विग्छ । ___ तो पिंडिऊण तेअं, कुणंति भामंडलं पिटे॥१॥ ભાવાર્થ-“ભગવંતનું રૂપ જોનારાને તેનું અતિશય તેજસ્વીપણું હોવાથી સામું જોવું અત્યંત દુર્લભ થઈ પડે છે; તેમ ન થવા માટે તે સર્વ તેજનો એકત્ર પિંડ થઈને ભગવંતના મસ્તકની પાછળ રહે છે, જેથી ભગવંતનું રૂપ જોનારાઓ સુખે સુખે ભગવંતની સામું જોઈ શકે છે. ૪. દયાના અદ્વિતીય નિધિ સમાન ભગવાન જે જે સ્થળે વિહાર કરે છે તે તે સ્થળે સર્વ દિશાઓમાં પચીશ પચીશ યોજન અને ઉપર નીચે સાડા બાર સાડા બાર યોજન એમ Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૧ પાંચસો† ગાઉ સુધીમાં પ્રથમ થયેલા જ્વરાદિક રોગો નાશ પામે છે, અને નવા રોગો ઉત્પન્ન થતા નથી. ૫. ઉપર કહ્યા પ્રમાણે ભગવાનની સ્થિતિથી પાંચસો ગાઉ સુધીમાં પ્રાણીઓને પૂર્વ ભવમાં બાંધેલાં અને જાતિથી ઉત્પન્ન થયેલાં (સ્વાભાવિક) વૈર પરસ્પર બાધાકારી હોતાં નથી. ૬. ઉપર કહ્યા પ્રમાણેના પાંચસો ગાઉ સુધીમાં ઈતિઓ (સાત પ્રકારના ઉપદ્રવ), તથા ઘાન્યાદિકને નાશ કરનારા તીડ, સૂડા અને ઉંદર વગેરે ઉત્પન્ન થતા નથી. ૭. ઉપર કહી તેટલી ભૂમિમાં મારી (મરકી), દુષ્ટ દેવતાદિકે કરેલો ઉત્પાત (ઉપદ્રવ) અને અકાલ મૃત્યુ થતાં નથી. ૮. તેટલી ભૂમિમાં અતિવૃષ્ટિ એટલે ઉપરાઉપરી નિરંતર વરસાદ થતો નથી કે જેથી ધાન્યમાત્ર કોહી જાય. ૯. તેટલા સ્થળમાં અનાવૃષ્ટિ એટલે સર્વથા જળનો અભાવ થતો નથી કે જેથી ધાન્યાદિકની નિષ્પત્તિ જ ન થાય. ૧૦. તે સ્થળે દુર્ભિક્ષ—દુકાળ પડતો નથી. ૧૧. પોતાના રાજ્યના લશ્કરનો ભય (હુલ્લડ વગેરે) તથા બીજા રાજ્ય સાથે સંગ્રામાદિક થવાનો ભય ઉત્પન્ન થતો નથી. આ પ્રમાણે કર્મક્ષયજન્ય ૧૧ અતિશયો જાણવા. હવે દેવતાઓએ કરેલા ઓગણીશ અતિશયો આ પ્રમાણે– ૧. પ્રભુ જે સ્થળે વિચરે ત્યાં આકાશમાં દેદીપ્યમાન કાંતિવાળું ધર્મને પ્રકાશ કરનાર ધર્મચક્ર ફરે (આગળ ચાલે.) ૨. આકાશમાં શ્વેત ચામરો બન્ને બાજુ ચાલે. ૩. આકાશમાં નિર્મળ સ્ફટિક મણિનું રચેલું પાદપીઠ સહિત સિંહાસન ચાલે. ૪. આકાશમાં ભગવાનના મસ્તક પર ત્રણ છત્ર રહે. ૫. આકાશમાં રત્નમય ધર્મધ્વજ પ્રભુની આગળ ચાલે. સર્વ ધ્વજની અપેક્ષાએ આ ધ્વજ અત્યંત મોટો હોવાથી તે ઇન્દ્રધ્વજ પણ કહેવાય છે. આ પાંચે અતિશયો જ્યાં જ્યાં જગદ્ગુરુ ભગવાન વિહાર કરે ત્યાં ત્યાં આકાશમાં ચાલ્યા કરે છે, અને જ્યાં જ્યાં ભગવાન બેસે ત્યાં ત્યાં યથાયોગ્ય ઉપયોગમાં આવે છે, એટલે કે ધર્મચક્ર તથા ધર્મધ્વજ આગળના ભાગમાં રહે છે, પાદપીઠ પગ તળે રહે છે, સિંહાસન ઉપર પ્રભુ બેસે છે, ચામરો વીંજાય છે, અને છત્રો મસ્તક પર રહે છે. ૬. માખણના જેવા કોમળ, સુવર્ણનાં નવ કમળો દેવો રચે છે, તેમાં બે કમળ ઉપર તીર્થંકર ભગવંત પોતાના બે પગ રાખીને ચાલે છે. બાકીના સાત કમળ ભગવાનની પાછળ રહે છે, તેમાંથી બે બે કમળ ક્રમસર ભગવાનની આગળ આગળ આવ્યા કરે છે. ૧. દરેક દિશામાં પચીશ પચીશ યોજન એટલે સો સો ગાઉ મળીને ચાર દિશાના ચારસો ગાઉ તથા ઉપર અને નીચે સાડા બાર સાડા બાર યોજન એટલે પચાસ પચાસ ગાઉ મળીને સો ગાઉ; સર્વ મળીને પાંચસો ગાઉ. આ પ્રમાણે અગિયારમા અતિશય સુધી સમજવું. Page #18 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧] મંગળાચરણ ૭ ૭. તીર્થંકરના સમવસરણ ફરતા મણિનો, સુવર્ણનો અને રૂપાનો એમ ત્રણ ગઢ દેવતાઓ રચે છે. તેમાંનો ભગવાનની પાસેનો પહેલો ગઢ (પ્રાકાર) વિચિત્ર પ્રકારના રત્નમય વૈમાનિક દેવતાઓ બનાવે છે, બીજો એટલે મધ્ય પ્રાકાર સુવર્ણમય જ્યોતિષી દેવો બનાવે છે, તથા ત્રીજો એટલે બહારનો પ્રાકાર રૂપાનો ભુવનપતિ દેવતાઓ રચે છે. ૮. તીર્થંકર જ્યારે સમવસરણમાં સિંહાસન પર બેસે છે, ત્યારે તેમનું મુખ ચારે દિશામાં દેખાય છે. તેમાં પૂર્વ દિશા તરફ મુખ રાખીને પ્રભુ પોતે જ બિરાજે છે, બાકીની ત્રણ દિશામાં જિનેન્દ્રના જ પ્રભાવથી તેમના જેવા જ રૂપવાળી સિંહાસન વગેરે સહિત ત્રણ મૂર્તિઓ દેવતાઓ વિકુર્વે છે. તે રચવાનો હેતુ એ છે કે સર્વ દિશાઓમાં બેઠેલા દેવો વગેરેને પ્રભુ પોતે જ અમારી સામે બેસીને અમને ઉપદેશ કરે છે એવો વિશ્વાસ આવે. ૯. જ્યાં જ્યાં પ્રભુ સ્થિતિ કરે છે તે તે સ્થળે જિનેશ્વરની ઉપર દેવતાઓ અશોક વૃક્ષ રચે છે. તે અશોક વૃક્ષ ઋષભસ્વામીથી આરંભીને શ્રી પાર્શ્વનાથસ્વામી સુધી ત્રેવીશ તીર્થંકરો ઉપર તેમના પોતાના શરીરના માનથી બાર ગુણો ઊંચો રચવામાં આવે છે; અને મહાવીરસ્વામી ઉપર બત્રીશ ધનુષ ઊંચો રચવામાં આવે છે. કહ્યું છે કે– उसभस्स तिनि गाउय, बत्तीसधणुणि वद्धमाणस्स । सेसजिणाणमसोओ, शरीरओ વારસમુળ શા ભાવાર્થ-‘“ઋષભસ્વામી ઉપર ત્રણ ગાઉ ઊંચો અશોક વૃક્ષ હોય છે. વર્ધમાન (મહાવી૨) સ્વામી ઉપર બત્રીશ ધનુષ ઊંચો હોય છે, અને બાકીના જિનેશ્વરો ઉપર તેમના શરીરથી બાર ગુણો ઊંચો હોય છે.’' અહીં કોઈ શંકા કરે કે-‘આવશ્યક ચૂર્ણમાં શ્રી મહાવીરસ્વામીના સમવસરણના પ્રસ્તાવમાં કહ્યું છે કે બસોનવરપાવવું બિળ—તાણો વારસમુળ સો વિઙવ્વરૂત્તિ-ઇન્દ્રે જિનેશ્વરની ઊંચાઈથી બાર ગુણો ઊંચો અશોક નામનો શ્રેષ્ઠ તરુ વિધુર્યો; ને અહીં તો બત્રીશ ધનુષ ઊંચો કહ્યો, તે કેમ સંભવે?’’ આ પ્રશ્નનો ઉત્તર એ છે કે—આવશ્યક ચૂર્ણામાં જે બારગણું ઊંચાઈનું પ્રમાણ કહ્યું છે તે કેવળ અશોકવૃક્ષનું કહ્યું છે, અને અહીં જે બત્રીશ ઘનુષનું માન કહ્યું છે, તે સાલ વૃક્ષ સહિત અશોકવૃક્ષનું પ્રમાણ કહેલું છે. અહીં પણ અશોકવૃક્ષ તો બારગણો જ સમજવો. એટલે મહાવીરસ્વામીનું શરીર ઊંચાઈમાં સાત હાથ છે, તેને બારગણું કરવાથી ચોરાશી હાથ એટલે એકવીશ ધનુષ ઊંચો અશોકવૃક્ષ, અને તેના પર અગિયાર ધનુષ ઊંચો સાલ વૃક્ષ હોવાથી બન્ને મળીને બત્રીશ ધનુષનું માન સમજવું. આ પ્રમાણે પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહેલું છે.’’ ૧૦. જ્યાં જ્યાં તીર્થંકર વિચરે ત્યાં ત્યાં કાંટાઓ અઘોમુખ થઈ જાય છે એટલે માર્ગમાં રહેલા કાંટાઓની અણીઓ નીચી થઈ જાય છે. ૧૧. જ્યાં જ્યાં ભગવંત ચાલે છે ત્યાં ત્યાં વૃક્ષો ભગવાનને પ્રણામ કરતા હોય તેમ નીચા નમે છે. ૧૨. ભગવાન લીલા સહિત જે સ્થળે વિચરે છે, ત્યાં આકાશમાં દેવદુંદુભિ વાગ્યા કરે છે. ૧૩. ભગવંત જ્યાં વિચરે છે ત્યાં સંવર્તક જાતિનો વાયુ એક યોજન પ્રમાણ પૃથ્વીને શુદ્ધ કરીને Page #19 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૧ (કચરો વગેરે દૂર કરીને) સુગંધી, શીતળ અને મંદ મંદ તેમજ અનુકૂળ વાય છે, તેથી સર્વ પ્રાણીને તે સુખકારી થાય છે. તે વિષે શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે-“સીયત્નેળ સુહાસેનું સુમિના મારુમેળું ખોયળ પરીમંડળં સવ્વો સમંતા પત્તિ” એટલે શીતલ, સુખસ્પર્શવાળો અને સુગંધયુક્ત એવો પવન સર્વ દિશાઓમાં ચોતરફ એક એક યોજન ભૂમિ પ્રમાર્જન કરે છે. ૧૪. જગદ્ગુરુ જિનેશ્વર જ્યાં જ્યાં સંચાર કરે છે ત્યાં ત્યાં ચાસ, મોર અને પોપટ વગેરે પક્ષીઓ પ્રભુને પ્રદક્ષિણા દે છે. ૧૫. જે સ્થળે પ્રભુ બિરાજે છે ત્યાં ઘૂળી શમાવવા માટે ઘનસારાદિ યુક્ત ગંઘોદકની વૃષ્ટિ થાય છે. (મેઘકુમાર દેવો આ વૃષ્ટિ કરે છે.) ૧૬. સમવસરણની ભૂમિમાં ચંપક વગેરે પાંચ રંગનાં પુષ્પોની જાનુ પ્રમાણ (ઢીંચણ સુધી) વૃષ્ટિ થાય છે. અહીં કોઈ શંકા કરે કે “વિકસ્વર અને મનોહર પુષ્પોના સમૂહથી વ્યાસ એવી યોજન પ્રમાણ સમવસરણની પૃથ્વી ઉપર જીવદયામાં રસિક ચિત્તવાળા મુનિઓનું રહેવું તથા જવુંઆવવું શી રીતે યોગ્ય કહેવાય? કેમકે તેથી તો જીવનો વિઘાત થાય.’’ આ શંકા ઉપર કેટલાક એવું સમાધાન આપે છે કે “તે પુષ્પો દેવોએ વિકુર્વેલા હોવાથી સચિત્ત જ હોતાં નથી.'' પરંતુ આ જવાબ યુક્ત નથી. કેમકે તે પુષ્પો માત્ર વિકુર્વેલાં જ હોય છે એમ નથી, પરંતુ જળ તથા સ્થળના ઊપજેલાં પુષ્પોની પણ દેવો વૃષ્ટિ કરે છે. તે વિષે આગમમાં પણ કહ્યું છે કે बिटठ्ठाई वि सुरभि जलथलयं दिव्वकुसुमनीहारिं । पकिरंति समंतेणं दसद्भवणं कुसुमवासंति ॥ ભાવાર્થ-‘નીચાં બીંટવાળાં, સુગંધવાળાં, અને જળ સ્થળમાં ઉત્પન્ન થયેલાં એવાં પંચરંગી દિવ્ય પુષ્પોની વૃષ્ટિ દેવતાઓ ચોતરફ વિસ્તારે છે.’’ આ પ્રમાણેનો સિદ્ધાંતનો પાઠ જોઈ (સાંભળીને) કેટલાક પંડિતમન્યો સ્વમતિકલ્પનાથી એવો ઉત્તર આપે છે કે ‘‘જે સ્થળે મુનિઓ બેસે છે તે સ્થળે દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરતા નથી.'' આ ઉત્તર પણ સત્ય નથી. કેમ કે મુનિઓ જે સ્થળે બેઠા હોય ત્યાં જ કાષ્ઠની દશાનો આશ્રય કરીને એટલે કાષ્ઠની જેમ સ્થિર જ તેઓએ બેસી રહેવું જોઈએ એવો કાંઈ નિયમ નથી, પરંતુ કારણવશે તેઓનું ગમન આગમન પણ સંભવે છે. માટે અહીં સર્વ ગીતાર્થને માન્ય એવો ઉત્તર એ છે કે જેમ એક યોજન જેટલી સમવસરણની ભૂમિમાં અપરિમિત સુર, અસુર, નર અને તિર્યંચોનું પરસ્પર મર્દન થતાં પણ તેઓને કાંઈ પણ બાઘા થતી નથી, તેમ જાનુ પ્રમાણ પુષ્પોના સમૂહ ઉપર મુનિગણ તથા વિવિધ જનસમૂહના ચાલવાથી પણ તે પુષ્પોને કાંઈ પણ બાઘા થતી નથી. પરંતુ જાણે અમૃત રસથી સિંચન કરાતાં હોય, તેમ તે પુષ્પો ઊલટાં વિશેષ ઉલ્લાસ પામતાં જાય છે. કેમ કે અનુપમ એવા તીર્થંકરોનો પ્રભાવ અચિંત્ય છે.’’ ૧૭. તીર્થંકરોના મસ્તકના કેશ, દાઢી, મૂછ તથા હાથપગના નખ વૃદ્ધિ પામતા નથી. (નિરંતર એક જ સ્થિતિમાં રહે છે.) Page #20 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨] સમ્યક્દર્શનનું સ્વરૂપ ૧૮. તીર્થકરોની સમીપે સર્વદા ઓછામાં ઓછા એક કરોડ ભવનપતિ વગેરે ચાર નિકાયના દેવો રહે છે. ૧૯. જિનેશ્વર જે સ્થાને વિચરતા હોય ત્યાં નિરંતર વસંત વગેરે સર્વ ઋતુનાં મનોહર પુષ્પ, ફળાદિક સામગ્રી પ્રગટ થાય છે, એટલે ઋતુઓ પણ બધી અનુકૂળ વર્તે છે. આ પ્રમાણે તીર્થકરોના સર્વે મળીને ચોત્રીશ અતિશયોનું વર્ણન જાણવું. આ અતિશયોમાં કોઈ ઠેકાણે સમવાયાંગની સાથે કાંઈ કાંઈ ફેરફાર જોવામાં આવે છે તે મતાન્તર જાણવું. તે મતાન્તરનું કારણ તો સર્વજ્ઞ જ જાણી શકે છે. મૂળ શ્લોકમાં “તિશયાન્વિતમ્' અતિશયોએ કરીને યુક્ત એવું જે પદ કહેલું છે તેની આ વ્યાખ્યા કરવામાં આવી. એવા અતિશયોવાળા વિશ્વસેન રાજાના કુળમાં તિલક સમાન અને અચિરા માતાની કુક્ષિરૂપી શક્તિ(છીપ)ને વિષે મુક્તા (મોતી) સમાન સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ સ્વામીને નમસ્કાર કરીને એટલે ઉપહાસનો ત્યાગ કરવા પૂર્વક મન, વચન, કાયાની શુદ્ધિથી પ્રણામ કરીને અનેક શાસ્ત્રના અનુસાર આ ઉપદેશપ્રાસાદ ગ્રંથ હું રચું છું. આ શાસ્ત્રમાં સંબંઘ વાચ્ય વાચક લક્ષણ છે. આ ગ્રંથમાં જે અર્થ છે તે વાચ્ય છે, અને તે અર્થને કહેનારો આ ગ્રંથ તે વાચક છે. આ ગ્રંથમાં વ્યાખ્યાન કરવા યોગ્ય અર્હદ્ઘર્મના ઉપદેશનું નિરૂપણ કર્યું છે, તે આ શાસ્ત્રનું અભિધેય છે તથા આ ગ્રંથનું પ્રયોજન બે પ્રકારે છે; એક ગ્રંથર્તાનું અને બીજું શ્રોતાનું. તે બન્નેને પણ પર પ્રઘાન) અને અપર (ગૌણ) એવા બબ્બે પ્રયોજન રહેલા છે, તેમાં ગ્રંથકર્તાને પર પ્રયોજન મોક્ષપદની પ્રાપ્તિ થવા રૂપ છે અને અપર પ્રયોજન ભવ્ય જીવોને બોઘ પમાડવા રૂપ છે. તેવી જ રીતે શ્રોતાને પણ સ્વર્ગ તથા મોક્ષની પ્રાપ્તિ રૂપ પર પ્રયોજન છે અને શાસ્ત્રતત્ત્વના બોઘરૂપ અપર પ્રયોજન છે. આવા પ્રકારનું એટલે સંબંઘ, અંભિધેય અને પ્રયોજનવાળું શાસ્ત્ર બુદ્ધિમાનોને તેમાં પ્રવૃત્તિ કરાવનાર થાય છે. અહીં પ્રથમ શ્લોકમાં “તિશયાન્વિતમ્ (અતિશયોવડે યુક્ત)' એવું જિનેશ્વરનું જે વિશેષણ આપ્યું છે તે(અતિશયો)નું વર્ણન ટીકાકારે ઘણું વિસ્તારથી કર્યું છે તે ભાવમંગળરૂપ હોવાથી, સર્વ વિઘનું વિનાશક હોવાથી તથા સર્વ કલ્યાણના કારણરૂપ હોવાથી કર્યું છે. “જે મનુષ્યો જિનેશ્વરના અતિશયોનું આ વર્ણન નિરંતર પ્રાતઃકાળે સંભારે છે, તેઓ સમગ્ર સમૃદ્ધિયુક્ત થાય છે.” વ્યાખ્યાન ૨ સમ્યક્દર્શનનું સ્વરૂપ અહીં પ્રથમ સર્વ સમૃદ્ધિનાં નિશાનરૂપ, સર્વ ગુણોમાં મુખ્ય અને સમગ્ર ઘર્મકાર્યોનાં મૂળ કારણરૂપ સમ્યગ્દર્શનનું સ્વરૂપ કહું છું– देवत्वधीर्जिनेष्वेव, मुमुक्षुषु गुरुत्वधीः । धर्मधीराहतां धर्मे, तत्स्यात्सम्यक्त्वदर्शनम् ॥१॥ ભાવાર્થ–“રાગદ્વેષને જીતનારા જિન કહેવાય છે. તે નામ જિન, સ્થાપના જિન, દ્રવ્ય જિન અને ભાવ જિન, એમ ચાર પ્રકારે છે. તે જિનેશ્વરોને વિષે જ દેવબુદ્ધિ રાખવી તથા ભવ (સંસાર) Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૧ થકી પોતાના આત્માને મુક્ત કરવા ઇચ્છનાર જે મુમુક્ષુ પુરુષો, તેમને વિષે જ ગુરુપણાની બુદ્ધિ રાખવી, તેમજ દુર્ગતિમાં પડતા જીવોને ઘારણ કરનાર જિનેશ્વરપ્રણીત ઘર્મ, તેને વિષે જ ઘર્મપણાની શ્રદ્ધા રાખવી, તે સમ્યગ્દર્શન કહેવાય છે.” જો કે “દર્શન’ શબ્દ વડે ચક્ષુથી જે જોવામાં આવે તે દર્શન એમ પણ કહેવાય છે, પરંતુ આ જૈનશાસનમાં તો સત્ય દેવ, સત્ય ગુરુ અને સત્ય ઘર્મના તત્ત્વનું જે સંશયાદિક રહિત સમ્યજ્ઞાન, તેને સમ્યગ્દર્શન કહેલું છે. તેનું જ્ઞાન દર્શનમોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. તેથી જિનેન્દ્રના દરેક વચન ઉપર દ્રઢ વિશ્વાસરૂપ વિશિષ્ટ પ્રકારના સદ્ભાવને “દર્શન જાણવું. આ “સમકિત” શબ્દના કહેલા અર્થને દૃઢ કરવા માટે મહાબળ નામના રાજકુમારનું દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે સમકિત ઉપર મહાબળ રાજકુમારનું દ્રષ્ટાન્ત હસ્તિનાપુરમાં બળ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને પ્રભાવતી નામે રાણી હતી. તે રાણીએ સિંહના સ્વપ્નથી સૂચવન થયેલા એક શૂરવીર પુત્રને જન્મ આપ્યો. તેનું નામ મહાબળ રાખ્યું. તે કુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યો ત્યારે તેને ભોગ ભોગવવામાં સમર્થ થયેલો જાણીને તેના પિતાએ એક દિવસે આઠ રાજકન્યાઓ સાથે પરણાવ્યો, અને આઠે સ્ત્રીઓને માટે રાજાએ સુવર્ણના આઠ મહેલ બંઘાવી આપ્યા. તે સ્ત્રીઓને તેમના પિતાઓએ પ્રેમપૂર્વક આઠ કરોડ સોનૈયા, આઠ કરોડ રૂપિયા, આઠ મુગટ, આઠ જોડી કુંડલ, આઠ નંદાવર્ત તથા સર્વ પ્રકારના રત્નમય આઠ ભદ્રાસન વગેરે ઘણી વસ્તુઓ આપી. (આ હકીકત શ્રી ભગવતી સૂત્રમાં છે.) તે આઠે સ્ત્રીઓની સાથે ભોગવિલાસ કરતાં મહાબળકુમારે કેટલોક કાળ નિર્ગમન કર્યો. એકદા વિમલનાથ સ્વામીના શાસનમાં ઘર્મઘોષ નામે સૂરિ પાંચસો મુનિના પરિવાર સહિત હસ્તિનાપુરના ઉદ્યાનમાં સમવસર્યા. તેમનું આગમન સાંભળીને પરલોકોની જેમ તે રાજકુમાર પણ પોતાની સર્વ સમૃદ્ધિ સહિત તેમને વંદના કરવા માટે ગયો. સૂરીશ્વરને વંદના કરીને કુમાર યોગ્ય સ્થાને બેઠો. તે સમયે મુનીશ્વરે દેશના આપી કે असारमेव संसार-स्वरूपमिति चेतसि । विभाव्य शिवदे धर्मे, यत्नं कुरुत हे जनाः॥ ભાવાર્થ-“હે ભવ્યજનો! આ સંસાર નિસ્સાર જ છે' એમ જાણીને મોક્ષ આપનાર એવા ઘર્મને વિષે યત્ન કરો. સર્વ ઘર્મકૃત્યોનું મૂળ સમકિત છે, અને તે સમકિત દેવ ગુરુ તત્ત્વને વિષે સમ્યક શ્રદ્ધાનથી પ્રાપ્ત થાય છે. અણુવ્રતો કે મહાવ્રતો, દાન, જિનપૂજા, ક્રિયા, જપ, ધ્યાન, તપ, સર્વ શાસ્ત્રાભ્યાસ, તીર્થયાત્રા અને ગુણની ઉપાર્જના–એ સઘળાં, સમક્તિ સહિત હોય તો જ મોક્ષને અર્થે થાય છે, તેથી પ્રથમ તેનો આશ્રય કરો.” ઇત્યાદિ ગુરુમુખથી દેશના સાંભળીને વૈરાગ્ય પામેલા મહાબળકુમારે કહ્યું કે-“હે ભગવંત! હું અરિહંતના કહેલા માર્ગને હર્ષપૂર્વક સદ્દઉં ; તેથી માતા-પિતાને પૂછીને હું આપની પાસે દીક્ષા અંગીકાર કરીશ.” આચાર્યે કહ્યું કે, “હે વત્સ! ઘર્મકાર્યમાં પ્રતિબંઘ કરીશ નહીં.” પછી મહાબળકુમારે ઘરે જઈ માતા-પિતાને પ્રણામ કરીને કહ્યું કે-“તમારી આજ્ઞાથી હું ઘર્મઘોષ આચાર્ય પાસે Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વ્યાખ્યાન ૨] સમ્યક્દર્શનનું સ્વરૂપ દીક્ષા ગ્રહણ કરીશ.” તે સાંભળીને તેમણે મહાબળ પ્રત્યે કહ્યું કે-“હે વત્સ! તું અમને પ્રાણથી પણ પ્રિય છે તેથી તારો વિયોગ અમે એક ક્ષણમાત્ર પણ સહી શકીએ તેમ નથી, તેથી એ વાત જ તું બોલીશ નહીં. હે પુત્ર! જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી તો તું ઘરમાં જ રહે.” તે સાંભળીને કુમારે માતાને કહ્યું કે “હે માતા! પહેલું કોણ મૃત્યુ પામશે અને પછી કોણ મૃત્યુ પામશે? તે કાંઈ જાણી શકાતું નથી, તેથી મને ચારિત્ર લેવાની આજ્ઞા આપો કે જેથી તમારી કુક્ષિથી પામેલા મનુષ્યજન્મને હું સફળ કરું. જેમ પૂર્વના અનંત ભવોમાં થયેલી અનંત માતાઓ અંક વિનાનાં મીંડાની જેમ નિષ્ફળ થઈ તેમ તમે ન થાઓ; તમે તો શુભ અંક (એક બે વગેરે)ની જેમ સાર્થક થાઓ.” આ પ્રમાણેના તે કુમારના આગ્રહનો ત્યાગ કરાવવાને અસમર્થ થયેલા તેના માતાપિતા તેના દાસ જેવા થઈ ગયા. એકદા રાજાએ મહાબળકુમારને સ્નેહપૂર્વક પોતાના રાજ્યાસન પર બેસાડી સુવર્ણના, રૂપાના, રત્નના અને માટીના એકસો ને આઠ કળશોવડે રાજ્યાભિષેક કર્યો. પછી તે બોલ્યા કે “હે વત્સ! કહે, હવે અમે શું કરીએ?” ત્યારે કુમારે કહ્યું કે-“હે પિતા! આપણા કોશમાંથી ત્રણ લાખ સોનૈયા લઈને તેમાંથી મારે માટે એક લાખ સોનૈયા આપી કુત્રિકાપણમાંથી પાત્રો લાવો, એક લાખ સોનૈયા આપીને રજોહરણ (ઓઘો) લાવો, અને માત્ર ચાર આંગળ રાખી બાકીના સર્વ કેશ કાતરી નાંખવા માટે એક લાખ સોનૈયા આપીને એક હજામને બોલાવો.” તે સાંભળીને રાજાએ પણ તરત જ તેના કહ્યા પ્રમાણે કર્યું. પછી સ્નાન કરી દિવ્ય ચંદનનો શરીરે લેપ કરી, સર્વ ઉત્તમ અલંકારો ઘારણ કરી, હજાર મનુષ્યોથી વહન કરાય તેવી શિબિકામાં આરૂઢ થઈને કુમાર ગુરુ પાસે આવ્યો. તે વખતે તેના માતાપિતાએ કુમારને કહ્યું કે, “હે પુત્ર! આ દુર્લભ ચારિત્રને ગ્રહણ કરીને તારે તેનું પાલન કરવામાં અત્યંત યત્ન કરવો.” એમ કહીને આચાર્યને પ્રણામ કરી તેઓ પોતાના નગરમાં પાછા ગયા.પછી મહાબળકુમારે પોતાના હાથે પંચમુષ્ટિ લોન્ચ કરી તે ગુરુના હાથે દીક્ષા ગ્રહણ કરી. ત્રણ ગુતિ અને પાંચ સમિતિથી યુક્ત એવા મહાબળમુનિએ વિનયપૂર્વક ચૌદ પૂર્વનો અભ્યાસ કર્યો, વિવિઘ પ્રકારની તપસ્યા કરી અને બાર વર્ષ સુઘી અસ્મલિત ચારિત્રનું પાલન કરી સર્વ પાપની આલોચના કરીને તથા પ્રતિક્રમીને એક માસના અનશન વડે કાળધર્મ પામી બ્રહ્મ નામના પાંચમા દેવલોકમાં દશ સાગરોપમની સ્થિતિ (આયુષ્ય) વાળા દેવ થયા. ચૌદ પૂર્વ જઘન્યથી પણ લાંતક નામના છઠ્ઠા દેવલોકે જાય છે, છતાં અહીં મહાબળ મુનિને પાંચમા દેવલોકે જવાનું કહ્યું, તેનું કારણ કાંઈક પણ વિસ્મરણ વગેરે હેતુથી ચૌદ પૂર્વથી ન્યૂન જ્ઞાન હશે એમ સંભવે છે. ત્યાંથી આયુષ્ય ક્ષયે ચવીને તે મહાબળ મુનિનો જીવ વાણિજ્ય નામના ગામમાં કોઈ મોટા શ્રેષ્ઠીને ઘેર સુદર્શન નામે પુત્ર થયો. અનુક્રમે યુવાવસ્થા પામ્યો. એકદા તે પુરના ઉદ્યાનમાં સમવસરેલા શ્રી મહાવીરસ્વામીના ચરણકમળને વંદના કરવા માટે તે ગયો. ત્યાં સ્વામી સર્વ જીવના હિતને માટે સમયથી આરંભીને સર્વ કાળના સ્વરૂપનું નિરૂપણ કરતા હતા. તે સાંભળીને વિસ્મય પામેલા સુદર્શન શ્રેષ્ઠીએ પ્રભુને પૂછ્યું કે–“હે ભગવન્! કાળ કેટલા પ્રકારનો છે?” સ્વામીએ જવાબ આપ્યો કે-“હે સુદર્શન! કાળ ચાર પ્રકારનો છે–પ્રમાણકાળ, યથાયુનિવૃત્તિકાળ, ૧ દૈવી દુકાન-કે જેમાં ત્રણ ભુવનમાંની દરેક ચીજ મળતી હતી. Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૧ મૃત્યકાળ અને અદ્ધાકાળ.” હે સ્વામી! પ્રમાણકાળ કોને કહેવો? “પ્રમાણકાળ બે પ્રકારનો છે. ચાર પહોરનો દિવસ અને ચાર પહોરની રાત્રિ વગેરે.”હે સ્વામી! યથાયુનિવૃત્તિકાળ એટલે શું? “ સુદર્શન! નારકી જીવે તથા દેવતાએ જે પ્રમાણે આયુષ્ય બાંધ્યું હોય તે પ્રમાણે પૂરેપૂરું તે ભોગવે, તેને યથાયુનિવૃત્તિકાળ કહે છે.” હે સ્વામી! મૃત્યકાળ એટલે શું? “હે શ્રેષ્ઠી! જીવ શરીરથી જુદો પડે, અથવા શરીર જીવથી જુદું પડે, તે મૃત્યકાળ કહેવાય છે.” હે ભગવાન! અદ્ધાકાળ એટલે શું? “હે શ્રેષ્ઠી! અદ્ધાકાળ ઘણા પ્રકારનો છે. સમયકાળ અને આવળિકો કાળથી આરંભીને ઉત્સર્પિણી અવસર્પિણી સુધીનો સર્વ કાળ અદ્ધાકાળ કહેવાય છે.” આ પ્રમાણે સાંભળીને તેણે પૂછ્યું કે હે ભગવાન! પલ્યોપમ અને સાગરોપમ જેવો મોટો કાળ શી રીતે પૂર્ણ થાય?” પ્રભુ બોલ્યા કે– “હે સુદર્શન! પૂર્વે તે પણ તેવો કાળ અનુભવ્યો છે. પૂર્વ ભવમાં તું બ્રહ્મ દેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળો દેવ હતો.” ઇત્યાદિ તેના પૂર્વભવનું વૃત્તાન્ત પ્રભુએ કહ્યું. તે સાંભળીને સુદર્શનને વૈરાગ્ય ઉત્પન્ન થયો; તેથી તરત જ તેણે સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. આ પ્રમાણે તે મહાબળના જીવ સુદર્શને બીજા ભવમાં પણ દીક્ષા ગ્રહણ કરીને ફરી ચૌદ પૂર્વનો અભ્યાસ કર્યો. અનુક્રમે સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તેઓ મોક્ષપદ પામ્યા. “દેવ, ગુરુ અને ઘર્મરૂપ તત્ત્વને વિષે જેની કામઘેનુ સમાન યથાર્થ બુદ્ધિ થાય છે તેમને સર્વ સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેવા સમ્યગ્દર્શનથી મહાબળ રાજા મોક્ષ પર્યન્તની સમૃદ્ધિ પામ્યા.” વ્યાખ્યાન ૩ સમકિતની બે હેતુ तीर्थकृत्प्रोक्ततत्त्वेषु, रुचिः सम्यक्त्वमुच्यते । लभ्यते तत्स्वभावेन, गुरूपदेशतोऽथवा ॥१॥ ભાવાર્થ-“તીર્થકરે કહેલાં તત્ત્વોને વિષે જે રુચિ-શ્રદ્ધા હોવી તે સમ્યત્વ-સમકિત કહેવાય છે. તે સમકિત સ્વભાવથી અથવા ગુરુના ઉપદેશથી એમ બે પ્રકારે પ્રાપ્ત થાય છે.” તીર્થકરોએ નવ તત્ત્વો કહેલાં છે. તેમને વિષે જે રુચિ-શ્રદ્ધા થવી, તે સમકિત એટલે સમ્યક શ્રદ્ધા કહેવાય છે. શ્રદ્ધા વિનાના માત્ર જ્ઞાનથી જ ફળસિદ્ધિ થતી નથી. તત્ત્વજ્ઞો પણ જો શ્રદ્ધારહિત હોય તો તેઓ આત્મહિતલક્ષણ ફળને પામતા નથી. શ્રુતજ્ઞાનના ઘારક છતાં પણ અંગારમર્દક આચાર્ય જેવા અભવ્ય અને બીજા દૂરભવ્ય પ્રાણીઓ જગતના નિષ્કારણ વત્સલ એવા જિનેશ્વરનાં કહેલાં તત્ત્વો ઉપર શ્રદ્ધારહિત હોવાથી શાસ્ત્રોક્ત, તથા પ્રકારના આત્મહિતરૂપ ફળને પામ્યા નથી, એમ શાસ્ત્રમાં સંભળાય છે. સમકિત બે રીતે પ્રાપ્ત થાય છે–સ્વભાવથી અથવા ગુરુના ઉપદેશથી. સ્વભાવથી એટલે ગુરુ વગેરેના ઉપદેશની અપેક્ષારહિત સ્વાભાવિક ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે, અને ઉપદેશથી એટલે ગુરુએ કહેલા ઘમૌપદેશનું શ્રવણ કરવાથી પ્રાપ્ત થાય તે. આ અનાદિકાળથી ચાલ્યા આવતા સંસારરૂપી સાગરને વિષે પડેલો પ્રાણી ભવ્યત્વના પરિપાકને લીધે પર્વત પરથી નદીમાં પડેલાં પથ્થરના ન્યાયે કરીને અનાભોગપણાથી યથાપ્રવૃત્તિ ૧. તે પથ્થર અથડાતા કુટાતા ગોળ થાય છે તેમ. . Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વ્યાખ્યાન 3] સમકિતના બે હેતુ કરણ કરે છે. અધ્યવસાયવિશેષરૂપ તે યથાપ્રવૃત્તિકરણ વડે એક આયુકર્મ વિના બીજાં જ્ઞાનાવરણીયાદિક સાત કર્મોને પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એવા એક કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળાં કરે છે. અહીં તે જીવને કર્મથી ઉત્પન્ન થયેલા અત્યંત નિબિડ રાગદ્વેષના પરિણામરૂપ કર્કશ અને દુર્ભેદ્ય એવી ગ્રંથિ પ્રાપ્ત થાય છે. આ ગ્રંથિ સુધી અભવ્ય જીવો પણ અનંતી વાર આવે છે અને તેને યથાપ્રવૃત્તિકરણ વડે ગ્રંથિપ્રદેશ પામીને અરિહંતની વિભૂતિ જોવાથી શુભ ભાવમાં વર્તતા સતા મૃતસામાયિકનો લાભ થાય છે, પરંતુ બીજો કાંઈ પણ આત્મિક લાભ થતો નથી; અને તે ગ્રંથિને પામીને કોઈ ભવ્ય પ્રાણી પરમ વિશુદ્ધિ વડે ગ્રંથિનો ભેદ કરવા રૂપ અપૂર્વકરણ કરીને મિથ્યાત્વની સ્થિતિ જે અંતઃકોટાકોટીની છે, તેમાંથી અંતર્મુહર્તકાળ સુધી તેનાં દળિયાં પ્રદેશથી પણ ન વેચવા પડે તેવું અંતરકરણ કરે છે. ત્રણ કરણનો અનુક્રમ આ પ્રમાણે છે जा गंठी ता पढम, गंठीसमच्छेयओ भवे बीअं । अनियट्टीकरणं पुण, सम्मत्तपुरक्खडे जीवे ॥१॥ ભાવાર્થ-“ગ્રંથિ સુઘી આવે ત્યારે પહેલું કરણ (યથાપ્રવૃત્તિ) હોય છે, ગ્રંથિનો છેદ કરે ત્યારે બીજું કરણ (અપૂર્વ) હોય છે, અને તે જીવ જ્યારે સમકિતની પાસે આવે અર્થાત્ સભ્યત્વ પામવાને વખતે ત્રીજું અનિવૃત્તિકરણ પ્રાપ્ત થાય છે.” અહીં મિથ્યાત્વની સ્થિતિના બે વિભાગ થાય છે. તેમાંની પહેલી અંતર્મુહર્ત પ્રમાણ સ્થિતિને ભોગવીને બીજી ઉપશમન કરેલી સ્થિતિમાં અંતરકરણના પ્રથમ સમયે જીવ સમ્યકત્વ પામે છે. કહ્યું છે કે– आन्तर्मोहूर्तिकं सम्यग्दर्शनं प्राप्नुवन्ति यत् । निसर्गहेतुकमिदं, सम्यक्श्रद्धानमुच्यते ॥४॥ ભાવાર્થ-“મધ્યના અન્તર્મુહૂર્તમાં જે સમકિત પ્રાપ્ત થાય છે તે સમ્યક્ શ્રદ્ધાવાળું નિસર્ગ સમકિત કહેવાય છે.” गुरूपदेशमालंब्य, प्रादुर्भवति देहिनाम् । यत्तु सम्यग्श्रद्धानं तत्स्यादधिगमजं परम् ॥२॥ ભાવાર્થ-“ગુરુના ઉપદેશને અવલંબન કરીને (સાંભળીને) પ્રાણીઓને સમ્યક્ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, તે અધિગમજ નામનું બીજું સમકિત કહેલું છે.” बलादपि श्राद्धजनस्य दीयते, सद्दर्शनं सर्वसुखैकजन्मभूः । व्यदीधपद्वीरजिनस्तदुधमं, श्रीगौतमेनापि न किं कृषीवले ॥१॥ ભાવાર્થ-“શ્રાવકને બળાત્કારે પણ સર્વ સુખના અદ્વિતીય કારણરૂપ સમક્તિ આપવામાં આવે છે. તેવો ઉદ્યમ શ્રી મહાવીરસ્વામીએ શ્રીગૌતમ ગણધર પાસે કૃષીવલ ઉપર કરાવ્યો હતો.” 1 અધિગમ સમકિત ઉપર કૃષીવલ (ખેડૂતોનું દ્રષ્ટાંત એકદા જંગમ (ચાલતા) કલ્પવૃક્ષ જેવા ભગવાન મહાવીરસ્વામીએ માર્ગે વિહાર કરતાં ગૌતમ ગણધર પ્રત્યે કહ્યું કે-“હે વત્સ! જે આ સમીપે (થોડે દૂર) કૃષીવલ દેખાય છે તેને પ્રતિબોઘ કરવા ૧ આ કરણ પૂર્વે કોઈ પણ વાર કરેલું નહીં હોવાથી તેનું નામ અપૂર્વકરણ સાર્થક છે. ૨ આ દૃષ્ટાન્ત સંપ્રદાયથી ચાલ્યું આવ્યું છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧ [સ્તંભ ૧ માટે તું જલદી જા; કેમકે તેને તારાથી જ મોટો લાભ પ્રાપ્ત થશે.’' તે સાંભળીને ભગવાનની આજ્ઞા અંગીકાર કરી ગૌતમસ્વામી તે ખેડૂત પાસે ગયા અને કહ્યું કે—“હે ભદ્ર! તું કુશળ તો છે ને? અરે ભાઈ! આ ખેતી કરવા વડે અનેક દ્વીન્દ્રિય વગેરે જીવોનો વધ કરી શા માટે ફોગટ પાપ બાંધે છે? પાપકુટુંબના પોષણ માટે આવાં કર્મો કરીને તું તારા આત્માને અનર્થમાં શા માટે નાંખે છે? સાંભળ– संसारमावन्न परस्स अठ्ठा, साहारणं जं च करेइ कम्मं । कम्मस्स ते तस्स उवेयकाले, न बंधवा बंधवयं उविंति ॥ १ ॥ ભાવાર્થ—જે માણસ સંસારમાં આવીને પર એટલે કુટુંબાદિક માટે ખેતી વગેરે સાધારણ કર્મ કરે છે તે માણસને જ તે કર્મનો વિપાક ઉદયમાં આવે ત્યારે તેનાં ફળ ભોગવવાં પડે છે, તે વખતે તેના બાંધવો તે ફળ ભોગવવા આવતા નથી. માટે હે ભાઈ! તપસ્યા (ચારિત્ર) રૂપી વહાણનો આશ્રય કરીને આ ભવસમુદ્રને તરી જા.'' આ પ્રમાણેના ગૌતમસ્વામીના વચનામૃતથી આર્દ્ર થયેલો તે ખેડૂત બોલ્યો કે—“હે સ્વામી! હું જાતે બ્રાહ્મણ છું. મારે સાત પુત્રીઓ છે. તે સર્વનાં દુષ્પ્ર૨ ઉદરની પૂર્તિ કરવા માટે હું અનેક પાપકર્મો કરું છું. હવે અત્યારથી આપ જ મારા બંધુ સમાન અને માતા સમાન છો. આપ જે આજ્ઞા કરશો તે પ્રમાણે હું કરીશ. આપનું વચન ઉલ્લંઘીશ નહીં.’’ તે સાંભળીને શ્રી ગૌતમસ્વામીએ તેને સાધુવેષ આપ્યો, તેણે તત્કાળ ીકાર કર્યો. પછી તે કૃષીવળ સાધુને સાથે લઈને શ્રી ગૌતમસ્વામી પ્રભુ પાસે જવા ચાલ્યા. ત્યારે તે બોલ્યો કે—“હે પૂજ્ય! આપણે ક્યાં જવું છે?’’ ગૌતમસ્વામી બોલ્યા કે‘જ્યાં અમારા પૂજ્ય ગુરુ બિરાજે છે ત્યાં આપણે જવું છે.’’ તે સાંભળીને તે ખેડૂત બોલ્યો કે“આપ તો સુર-અસુરના પણ પૂજ્ય છો, છતાં આપને પણ પૂજ્ય એવા ગુરુ છે, તો તે વળી કેવા હશે?’’ ત્યારે ગૌતમસ્વામીએ તે ખેડૂતની પાસે ભગવાનના ગુણોનું વર્ણન કર્યું, જે ગુણો સાંભળવાથી તેણે તરત જ સમકિત પ્રાપ્ત કર્યું. આગળ ચાલતાં તીર્થંકરના અદ્ભુત અતિશયોની સમૃદ્ધિ જોઈને તેણે વિશેષે કરીને સમકિતને દૃઢ કર્યું. છેવટે જ્યારે પરિવાર સહિત શ્રીવીરસ્વામીને તેણે સાક્ષાત્ જોયા, ત્યારે તેના મનમાં પ્રભુ ઉપર દ્વેષ ઉત્પન્ન થયો. શ્રી ગૌતમ ગણઘરે તે ખેડૂતને કહ્યું કે, ‘હે મુનિ! શ્રી જિનેશ્વરને વંદના કરો.'' ત્યારે તે ગૌતમ ગણધર પ્રત્યે બોલ્યો-‘હે મહારાજ! જો આ તમારા ગુરુ હોય તો મારે આ પ્રવ્રજ્યાનું કાંઈ પણ પ્રયોજન નથી. તમારો શિષ્ય થવાથી સર્યું! આ તમારો વેષ લઈ લો, હું તો મારે ઘેર જઈશ.'' એમ કહીને તે સાધુવેષનો ત્યાગ કરી મૂઠી વાળીને નાઠો. તે વખતે તે ખેડૂતની તેવી ચેષ્ટા જોઈને ઇન્દ્ર વગેરે સર્વે હસતા હસતા બોલ્યા કે ‘‘અહો! શ્રી ગૌતમ ગણધરે શિષ્ય તો બહુ સારો કર્યો!'' તેવી અદ્ભુત સ્થિતિ જોઈને ગૌતમ ગણધરે કિંચિત્ લા પામી ભગવાનને તેના વૈરનું કારણ પૂછ્યું, ત્યારે ભગવાન બોલ્યા કે ‘‘હે વત્સ ગૌતમ! આ ખેડૂતને તમે કહેલા અરિહંતના ગુણોનું ચિંતવન કરતાં ગ્રંથિભેદ થયો છે તેથી તમને તથા તેને મોટો લાભ થયો છે. હવે મને જોઈને તેને જે દ્વેષ ઉત્પન્ન થયો તેનું કારણ કહું છું તે સાંભળો– પૂર્વે હું પોતનપુર નગરમાં પ્રજાપતિ રાજાનો પુત્ર ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ હતો, તે વખતે ત્રણ ખંડનો સ્વામી અશ્વગ્રીવ નામે પ્રતિવાસુદેવ હતો. એકદા સભામાં બેઠેલા અશ્વગ્રીવ રાજાએ કોઈ નિમિત્તિયાને પોતાના મરણ વિષે પ્રશ્ન કર્યો, એટલે તે નિમિત્તિયાએ કહ્યું કે ‘તમારું મૃત્યુ ત્રિપૃષ્ઠના Page #26 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૪] સમકિતના ત્રણ ભેદ ૧૫ હાથથી થશે.' તે સાંભળીને અશ્વગ્રીવ રાજા ત્રિપૃષ્ઠ ઉપર દ્વેષ રાખીને નિરંતર તેને મારવાના ઉપાયો કરવા લાગ્યો; પરંતુ તેના સર્વ ઉપાયો નિષ્ફળ ગયા. તે અશ્વગ્રીવના પુરોદ્યાનમાં તેનું એક શાલિક્ષેત્ર હતું. તેમાં આવીને એક સિંહ નિરંતર અનેક મનુષ્યોને ઉપદ્રવ કરતો હતો. તે સિંહને મારવાને કોઈ પણ સમર્થ થયું નહીં. તેથી તે શાલિક્ષેત્રના રક્ષણને માટે અશ્વગ્રીવે પોતાના ખંડિયા સર્વ રાજાઓને આજ્ઞા કરીને વારા પ્રમાણે એક એક રાજાને તે ક્ષેત્રના રક્ષણ માટે આવવાનું ઠરાવ્યું. એ પ્રમાણે આવતાં અન્યદા પ્રજાપતિ રાજાનો વારો આવ્યો. તે વખતે ત્રિપૃષ્ઠ કુમાર પિતાને જતાં અટકાવીને પોતે તે ઉપદ્રવનું રક્ષણ કરવા માટે માત્ર એક સારથિને જ સાથે રાખી રથમાં બેસીને ત્યાં ગયો. પછી તે શાલિક્ષેત્ર પાસે જઈને સિંહને બોલાવ્યો, કે તરત જ તે સિંહ ત્રિપૃષ્ઠની સામે ઘસ્યો. તેને ત્રિપૃષ્ઠે બે ઓષ્ઠ પકડીને શુક્તિસંપુટની જેમ ચીરી નાંખ્યો. તે વખતે મરવા પડેલો તે સિંહ પોતાની નિંદા કરવા લાગ્યો કે-‘અહો! હું સિંહ છતાં પણ એક મનુષ્યમાત્રથી જ મરાયો.’ તેને ખેદ પામતો જોઈને ત્રિપૃષ્ઠના સારથિએ તેને શાંત કરવા માટે મધુર વાણી વડે કહ્યું કે-‘હે સિંહ! આ કુમાર વાસુદેવ થવાના છે, તેને તું એક ચેંક મનુષ્ય જેવા ન જાણીશ. તું નરેન્દ્રના હાથથી મરાયો છે, તેથી શા માટે શોક કરે છે? મનુષ્ય લોકમાં આ ત્રિપૃષ્ઠ કુમાર એક સિંહ જ છે, અને તું તિર્યક્ યોનિમાં ઉત્પન્ન થયેલો સિંહ છે.' આ પ્રમાણેનાં શાંતિનાં વાક્યો સાંભળીને હર્ષ પામેલો સિંહ સમાધિપૂર્વક મરણ પામ્યો. પછી તે ત્રિપૃષ્ઠ, સારથિ અને સિંહ એ ત્રણેના જીવો ભવસાગરમાં ભ્રમણ કરતાં કરતાં સાંપ્રતકાળે તે ત્રિપૃષ્ઠનો જીવ તે હું થયો છું, સિંહનો જીવ તે કૃષીવલ થયેલો છે, અને સારથિનો જીવ તે તું ઇન્દ્રભૂતિ (ગૌતમ) થયો છું. પૂર્વભવે તમે મધુર વાણી વડે તેને પ્રસન્ન કર્યો હતો અને મેં તેને માર્યો હતો, તે કારણથી આ ભવમાં તેને તમારા પર સ્નેહ છે અને મારા પર દ્વેષ છે. આ પ્રમાણે આ ભવનાટકમાં સ્નેહ ને વૈરનું કારણ જાણી લેવું. પરંતુ હવે તે ખેડૂત શુક્લપક્ષી થયો છે. એને સમકિતની સ્પર્શના થઈ ગઈ છે એટલે એનું કલ્યાણ થવાનું છે. હે ગૌતમ! તારાથી બે ઘડીમાત્ર સમકિત પામેલો તે ખેડૂત અર્થપુદ્ગલપરાવર્તનની અંદર મોક્ષપદને પામશે; તેથી તેને પ્રતિબોધ કરવા માટે મેં તને મોકલ્યો હતો.’’ આ પ્રમાણે તે ખેડૂતનું વૃત્તાંત સાંભળીને ઇન્દ્ર વગેરે ઘણા જીવો સકિતમાં સુદૃઢ થયા. તેવી રીતે હે ભવ્ય પ્રાણીઓ ! તમારે પણ ચિત્તમાં ચિરકાળ પર્યંત સમકિતને સ્થિર કરવું. --- વ્યાખ્યાન ૪ સમકિતના ત્રણ ભેદ સમકિતને જ્ઞાનચારિત્ર કરતાં પણ અધિક કહ્યું છે તે આ પ્રમાણે— श्लाघ्यं हि चरणज्ञानवियुक्तमपि दर्शनम् । न पुनर्ज्ञानचारित्रे, मिथ्यात्वविषदूषिते ॥ १ ॥ ૧. જે જીવને અર્થપુદ્ગલપરાવર્તન સંસાર બાકી રહ્યો હોય તે શુક્લપક્ષી કહેવાય છે. અને તેથી વધારે સંસાર જેને બાકી હોય તે કૃષ્ણપક્ષી કહેવાય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ ઈસ્તંભ ૧ ज्ञानचारित्रहीनोऽपि, श्रूयते श्रेणिकः किल । सम्यग्दर्शन माहात्म्यात्तीर्थंकृत्त्वं प्रपत्स्यते ॥२॥ ભાવાર્થ-“જ્ઞાન અને ચારિત્ર વિનાનું એકલું સમકિત પણ પ્રશંસાને પાત્ર છે, પરંતુ મિથ્યાત્વરૂપી વિષથી દૂષિત થયેલા જ્ઞાન ને ચારિત્ર ગ્લાધ્ય નથી. જુઓ! શ્રેણિક રાજા જ્ઞાન અને ચારિત્ર રહિત જ હતા એમ સંભળાય છે; પરંતુ સમ્યક્દર્શન (સમકિત)ના પ્રભાવથી તે તીર્થકર થવાના છે, અર્થાત્ તેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું છે.” અહીં કોઈ શંકા કરે કે, “શ્રેણિકરાજાએ ત્રણ પ્રકારના સમતિમાંથી કયા સમક્તિવડે તીર્થકરનામકર્મ ઉપાર્જન કર્યું?” તેનો જવાબ એ છે કે, “સમ્યકત્વના ત્રણ પ્રકાર છેઔપશમિક, લાયોપથમિક અને ક્ષાયિક. તેમાં ભસ્મથી આચ્છાદન કરેલા અગ્નિની જેમ મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંઘીની ચોકડી (ક્રોઘ, માન, માયા અને લોભ)નો ઉપશમ કરવાથી પ્રાપ્ત થાય તે ઔપશમિક સમ્યક્ત્વ કહેવાય છે. આ સમકિત અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવને પૂર્વે કહેલા ત્રણ કરણ કરવા પૂર્વક અંતર્મુહૂર્તની સ્થિતિવાળું થાય છે, અને તે ચારે ગતિના જીવો પામી શકે છે; અથવા આ સમક્તિ ઉપશમશ્રેણિપર આરૂઢ થયેલા મુનિને ઉપશાંતમોહ નામના અગિયારમા ગુણઠાણે પ્રાપ્ત થાય છે. તે વિષે શ્રી જિનભદ્રગણિ મહારાજ મહાભાષ્યમાં કહે છે કે उवसामगम्मि सेढिगयस्स होइ उवसामिअं तु सम्मत्तं । जो वा अकयतिपुंजो अखवियमिच्छो लहइ सम्मं ॥१॥ ભાવાર્થ-ઉપશમશ્રેણિપર આરૂઢ થયેલાને ઔપથમિક સમકિત પ્રાપ્ત થાય છે (હોય છે), અથવા જેણે ત્રણ પુંજ કર્યા નથી અને મિથ્યાત્વ અપાવ્યું નથી એવો જીવ એ સમકિત પામે છે. મિથ્યાત્વમોહનીય તથા અનંતાનુબંધી કષાયની ચોકડી–તેમાં જે ઉદય આવી હોય તેનો નિર્મળ નાશ કરે, અને ઉદયમાં નહીં આવેલીનો ઉપશમ કરે, એમ નાશ એટલે ક્ષય અને ઉપશમ એ બન્નવડે યુક્ત એવું જે સમતિ તે ક્ષાયોપથમિક કહેવાય છે. આ સમકિતની સ્થિતિ છાસઠ સાગરોપમ ઝાઝેરી છે. - ત્રીજું ક્ષાયિક સમતિ એટલે જેમાં સમક્તિ મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય તથા અનંતાનુબંઘી ચાર કષાય એ સાત પ્રકૃતિનો નિર્મૂળ નાશ થાય છે. આ ક્ષાયિક સમકિત સાદિ અનંત સ્થિતિવાળું હોય છે, કેમકે તે આવ્યા પછી જતું નથી. આ ક્ષાયિક સમકિતના પ્રભાવથી જ શ્રેણિક રાજાએ તીર્થકર નામકર્મ બાંધ્યું હતું.” તે વિષે આગમમાં કહ્યું છે કે न सेणिओ आसि तया बहुस्सुओ, न वा य पन्नत्तिधरो न वायुओ । सो आगमिस्साइ जिणो भविस्सइ, सम्मिख्ख पन्नाइ वरं खु दंसणं ॥१॥ ભાવાર્થ-“શ્રેણિક રાજા બહુશ્રુત નહોતા, તેમજ પ્રજ્ઞતિને ઘારણ કરનારા નહોતા; તોપણ તે આગામી ચોવીશીમાં તીર્થંકર થનાર છે, તેથી તત્ત્વપ્રજ્ઞાવાળું સમતિ જ શ્રેષ્ઠ છે એમ જણાય છે.” આ શ્લોકનો ભાવાર્થ તેના દ્રષ્ટાંતથી જાણવા યોગ્ય છે તે આ પ્રમાણે દ્રઢ સમકિત ઉપર શ્રેણિક રાજાનું દ્રષ્ટાંત રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તે નગરીની બહાર ગુણશીલ નામના ચૈત્યમાં એકદા જગતસ્વામી શ્રી મહાવીર પ્રભુ સમવસર્યા. તે વખતે ચેલણા રાણીને લઈને શ્રેણિક Page #28 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૪] સમકિતના ત્રણ ભેદ ૧૭ મોટા સૈન્ય સહિત પ્રભુને વાંદવા ગયો. જિનેશ્વરને વંદના કરીને તે યોગ્ય સ્થાને બેઠો. તે વખતે તેણે કોઈ કુષ્ઠીને પોતાના કોઢનો રસ (પરુ વગેરે) લઈ લઈને પ્રભુને પગે ચોપડતો જોયો. તે અયુક્ત કાર્ય જોઈને રાજા તે કુષ્ટી ઉપર અતિ ક્રોઘાયમાન થયો. તેવામાં પ્રભુને છીંક આવી ત્યારે તે કુષ્ઠી બોલ્યો કે ‘‘મરો.’’ થોડી વારે રાજાને છીંક આવી, ત્યારે તે બોલ્યો કે, ‘ચિરકાળ જીવો.’’ તેવામાં અભયકુમારને છીંક આવી, ત્યારે તે બોલ્યો કે ‘મરો અથવા જીવો.’’ તેટલામાં કાલસૌરિક નામના કસાઈને છીંક આવી, ત્યારે તે બોલ્યો કે, “ન મરો, ન જીવો.’” આ પ્રમાણે તે કુષ્ઠી બોલ્યો, તેમાં ભગવાનને મરવાનું કહેલું સાંભળીને અધિક ક્રોધ પામેલા શ્રેણિકે વિચાર્યું કે, ‘“અહો! આ કુખી કેવો દુષ્ટ છે? એને જરૂર સજા કરવી જોઈએ.’’ એમ વિચારીને રાજાએ પોતાના સેવકોને આજ્ઞા કરી કે, “આ કુષ્ઠી સમવસરણની બહાર નીકળે એટલે તેને પકડી લેજો.” પછી તે કુષ્ઠી બહાર નીકળ્યો ત્યારે રાજસેવકો તેને પકડવા ગયા, તેટલામાં તો તે આકાશમાર્ગે ઊડી ગયો. એટલે સેવકોએ આવીને રાજાને કહ્યું કે, “તે તો કોઈ દેવ હતો, તેથી આકાશમાર્ગે જતો રહ્યો.’' તે સાંભળીને રાજાએ પ્રભુને પૂછ્યું કે, “હે ભગવન્! તે કુદી કોણ હતો અને તેણે આવી ચેષ્ટા કેમ કરી?’’ પ્રભુએ કહ્યું કે, “હે રાજા! તે કુષ્ટી મનુષ્ય નહોતો, પણ તે તો દર્દુરાંક નામનો દેવ હતો. તેણે તો બાવનાચંદન વડે અમારા ચરણોની પૂજા કરી છે, પણ દૈવી માયાથી તમને કુષ્ઠની ભ્રાંતિ થઈ હતી.’’ રાજાએ ફરીથી પૂછ્યું કે, “હે સ્વામી! તે દેવતા શી રીતે થયો?’ ત્યારે તીર્થપતિ બોલ્યા કે– કૌશાંબીપુરીમાં સેડુક નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે ત્યાંના શતાનિક રાજાની સેવા કરતો હતો. એકદા રાજાએ પ્રસન્ન થઈને તેને વરદાન માગવાનું કહ્યું, ત્યારે તે બ્રાહ્મણે પોતાની સ્ત્રીનો અભિપ્રાય લઈને રાજા પાસે માગ્યું કે, “હે રાજા! મને આ નગરમાં હમેશાં મિષ્ટાન્ન ભોજન તથા ઉપર એક મહોર દક્ષિણા મળે, તેવું ઠરાવી આપો.’’ તે સાંભળીને રાજાએ કાંઈક હસીને તે પ્રમાણે ઠરાવી આપ્યું. પછી તે બ્રાહ્મણ હમેશાં જુદે જુદે ઘેર ભોજન કરવા લાગ્યો. પરંતુ દક્ષિણાના લોભથી કરેલા ભોજનનું વમન કરીને તે એકથી વધારે ઘેર જમવા જવા લાગ્યો; તેથી તે થોડા કાળમાં કુષ્ઠી થયો. તે જોઈને રાજાએ તથા તેના કુટુંબે તેનું અપમાન કર્યું, તેથી તે કુષ્ટી ક્રોધાયમાન થયો. પછી તેણે એક બોકડો અણાવ્યો અને તેને પોતાના કુષ્ઠનો રસ ચોપડી ચોપડીને ઘાસ વગેરે ખવરાવવા લાગ્યો. તેથી તે બોકડાનું લોહી વગેરે સર્વ કુખમય થઈ ગયું. પછી તે બ્રાહ્મણે એક દિવસ પોતાના પુત્ર વગેરે કુટુંબને કહ્યું કે, ‘‘આપણા કુળની એવી રીત છે કે જ્યારે કોઈ વૃદ્ધ થાય, ત્યારે તે પોતાના પુત્રાદિકને એક બોકડાના માંસનું ભોજન કરાવીને પછી તે તીર્થગમન કરે છે, માટે તમે સૌ આ બોકડાનું માંસ ખાઓ અને મને રજા આપો.” તે સાંભળીને પુત્રાદિકે તે કબૂલ કર્યું. એટલે તે સર્વને પેલા બોકડાનું માંસ ખવરાવવા વડે કુદી બનાવીને તે બ્રાહ્મણ રાત્રિને સમયે ઘરમાંથી નીકળી ગયો. વનમાં ભ્રમણ કરતાં વિવિધ પ્રકારની ઔષધિઓનાં મૂળ ઘોવાઈને આવેલું કોઈ ખાબોચિયાનું પાણી પીવાથી તે વ્યાધિરહિત થઈ ગયો. એટલે તે પાછો પોતાને ઘેર આવ્યો, અને પોતાના પુત્રોને કહ્યું કે “તમે મારું અપમાન કર્યું, તેનું આ ફળ તમને પ્રાપ્ત થયું અને હું તો વ્યાધિરહિત થઈ ગયો.’’ આ સર્વ વૃત્તાંત જાણીને પૌ૨લોકોએ તે બ્રાહ્મણને ઘણી નિર્ભર્ત્યના (નિંદા) કરીને કાઢી મૂક્યો. એટલે તે રાજગૃહ નગરે આવી દરવાજા પાસે બેઠો, તેવામાં અહીં અમારું સમવસરણ થયું. તે વખતે અમને વાંદવાને ઉત્સુક થયેલો દ્વારપાળ તે સેડુક બ્રાહ્મણને ભાગ ૧-૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [તંભ ૧ દરવાજા પર ચોકી કરવા રાખીને સમવસરણમાં આવ્યો; પાછળ તે બ્રાહ્મણે પુરદેવની પાસે વડાં, પકવાન્ન વગેરે ઘણું નૈવેદ્ય પુરજનોએ મૂકેલું હતું તે કંઠ સુઘી ઠાંસી ઠાંસીને ખાધું. પછી અત્યંત તૃષા લાગવાથી પાણી પાણી કરતો મૃત્યુ પામીને તે દરવાજાની જ પાસેની વાવમાં દેડકો થયો. એકદા ફરીથી અમારું સમવસરણ અહીં થયું. તે વખતે અમને વંદન કરવાની ઉત્કંઠાવાળી પાણી ભરનારી સ્ત્રીઓના મુખથી અમારું આગમન સાંભળીને તે દેડકાને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તે દેડકો અમને વાંચવા માટે વાવમાંથી બહાર નીકળી માર્ગમાં કૂદતો કૂદતો આવતો હતો, તેવામાં તમે પણ તે રસ્તેથી અહીં આવતા હતા, એટલે તમારા ઘોડાના પગ નીચે દબાઈને અમારા ધ્યાનમાં મરણ પામી સૌધર્મ દેવલોકમાં દર્દરાંક નામે દેવતા થયો. તે દેવ આજે ઇન્દ્ર પોતાની સભામાં કરેલી તમારા સમકિતની પ્રશંસા સાંભળીને તે પર શ્રદ્ધા નહીં આવવાથી તમારી પરીક્ષા કરવા માટે અહીં આવ્યો, અને તેણે કુષ્ઠના મિષથી ગોશીર્ષચંદનવડે અમારી ભક્તિ કરી.” આ પ્રમાણે તે દેવનું વૃત્તાંત સાંભળીને શ્રેણિક રાજાએ ફરીથી પ્રભુને પૂછ્યું કે, “હે ભગવાન! તે દેવતાએ આપને છીંક આવી ત્યારે મરવાનું શા માટે કહ્યું, મને ચિરકાળ જીવવાનું શા માટે કહ્યું, અભયકુમારને “જીવો અથવા મરો” કેમ કહ્યું અને કાલસૌકરિકને “ન મરો, ન જીવો' એવું શા હેતુથી કહ્યું?” જિનેશ્વર બોલ્યા કે, “હે રાજા! તે દેવે ભક્તિના રાગથી અમને એમ કહ્યું કે હે સ્વામી! તમે સમગ્ર કર્મનો ક્ષય કરીને જન્મ જરા મરણ વગેરેથી રહિત સ્વાભાવિક સુખવાળા મોક્ષપદને જલદી પામો. તમને ચિરકાળ જીવવાનું એવા હેતુથી કહ્યું કે, તમે જીવતા છો ત્યાં સુધી રાજ્યસુખને અનુભવો છો, પણ મરી ગયા પછી ઘોર નરકમાં જવાના છો માટે ઘણો કાળ જીવતા રહો એમ કહ્યું, તથા અભયકુમાર મંત્રીને જે કહ્યું તે એવા હેતુથી કહ્યું કે તે જીવતો સતો અહીં સુખ ભોગવે છે, અને મરણ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થનાર છે, માટે “મરો અથવા જીવો” એમ કહ્યું, અને કાલસૌકરિકને એવા અભિપ્રાયથી કહ્યું કે–તે અહીં આવીને હમેશાં પાંચસો પાડાનો વઘ કરે છે, અને મરીને ઘોર નરકમાં જવાનો છે, માટે તેને જીવવું કે મરવું એક્કે લાભકારી ન હોવાથી “ન મરો, ન જીવો” એમ કહ્યું.” આ સર્વ ખુલાસા સાંભળીને રાજા આશ્ચર્ય પામી ફરીથી જિનેશ્વરને વંદના કરીને બોલ્યો કે, હે સ્વામી! મારી નરકગતિ ન થવા માટે તેના નિવારણનો ઉપાય બતાવો.” પ્રભુ બોલ્યા કે “પૂર્વે મિથ્યાત્વપણામાં તમે જે નારકીનું આયુષ્ય બાંધ્યું છે તે અવશ્ય ભોગવવું જ પડશે–તેની બીજી પ્રતિક્રિયા છે જ નહીં.” આ પ્રમાણે કહ્યાં છતાં પણ શ્રેણિકે વધારે આગ્રહ કરવાથી તેને બોઘ થવા માટે પ્રભુએ કહ્યું કે, “હે રાજા! જો તું તારી કપિલા નામની દાસીને હાથે મુનિને દાન અપાવે, અથવા હમેશાં પાંચસો પશુનો વઘ કરનાર કાલસૌકરિકને એક દિવસ હિંસાકર્મથી અટકાવે, તો તારે દુર્ગતિમાં જવું ન પડે.” તે સાંભળીને રાજા “આ કાર્ય તો મારા હાથની વાત છે” એમ ઘારતો પોતાના નગર તરફ ચાલ્યો. માર્ગમાં દરાંક દેવે રાજાની પરીક્ષા કરવા માટે નદીમાં જાળ નાંખીને માછલાં પકડતાં એક મુનિનું રૂપ બતાવ્યું. પછી તે મુનિને મત્સ્યનું માંસ ખાતા દીઠો. એટલે રાજાએ તેને કહ્યું કે, “હે સાધુ! આ દુષ્કર્મ કરવું મૂકી દે.” ત્યારે તે સાધુ બોલ્યો કે, “હું એકલો જ આવું કર્મ કરું છું એમ Page #30 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૪] સમકિતના ત્રણ ભેદ ૧૯ નથી, પણ મહાવીર સ્વામીના સર્વ શિષ્યો મારા જેવા જ છે.” તે સાંભળી શ્રેણિકે તેને કહ્યું કે, “અરે! તારું જ આવું હીન ભાગ્ય છે, બાકી વીરપરમાત્માના શિષ્ય તો ગંગાના જળ જેવા પવિત્ર-પુણ્યસ્વરૂપ છે.” એવી રીતે તેની નિર્ભર્સના કરીને રાજા નગરીમાં પ્રવેશ કરે છે તેવામાં તેણે એક યુવાન સાથ્વીનું રૂપ જોયું. તે સાધ્વીએ હાથે પગે અલતાનો રસ લગાડ્યો હતો, યથાયોગ્ય સર્વ અલંકારો અંગપર ઘારણ કર્યા હતાં, નેત્રમાં કાજળ આંજ્યું હતું, મુખ તંબોળથી ભરેલું હતું અને ગર્ભવતી હતી. તેને જોઈને રાજાએ કહ્યું કે, “હે ભલી સાધ્વી! આવું શાસનવિરુદ્ધ આચરણ કેમ કરે છે?” ત્યારે તે બોલી કે, “હું એકલી જ આવી છું એમ નથી, પણ સર્વ સાધ્વીઓ આવી જ છે.” તે સાંભળીને રાજાએ કહ્યું કે, “અરે પાપિણી! તારું જ આવું અભાગ્ય છે, કે જેથી આવું વિરુદ્ધ આચરણ કરે છે અને બોલે છે.” એ પ્રમાણે તેનો તિરસ્કાર કરીને રાજા આગળ ચાલ્યો. તેવામાં તે દેવતાએ પોતાનું દિવ્ય સ્વરૂપ પ્રગટ કરી રાજાને પ્રણામ કરીને કહ્યું કે, “હે રાજા! તમને ઘન્ય છે. ઇન્દ્ર જે પ્રમાણે તમારી પ્રશંસા કરી હતી તેવા જ તમે છો. જેમ સમુદ્ર મર્યાદા ન મૂકે તેમ તમે તમારા સમ્યત્વની મર્યાદાનો ત્યાગ કર્યો નહીં.” ઇત્યાદિ સ્તુતિ કરીને તે દેવ રાજાને એક દૈવી હાર તથા બે ક્ષૌમ વસ્ત્ર (રેશમી વસ્ત્ર) આપી અશ્ય થયો. રાજાએ પોતાના મહેલમાં આવી કપિલા દાસીને બોલાવીને કહ્યું કે, “તું મુનિને તારા હાથે દાન આપ.” તે બોલી કે “હે સ્વામી! મને એવી આજ્ઞા ન આપો, હું દાન નહીં આપું; તમે હુકમ કરો તો હું અગ્નિમાં પેસું, વિષ ખાઉં, પણ એ કાર્ય નહીં કરું.” તેનાં આવાં વચનો સાંભળીને રાજાએ કાલસૌકરિકને બોલાવી તેને કહ્યું કે, “તું માત્ર એક જ દિવસ પાડાનો વઘ કરવો તજી દે.” તે બોલ્યો કે, “હે સ્વામી! હું જન્મથી દરરોજ પાંચસો જીવનો વઘ કરું છું તે હું મૂકીશ નહીં. મારું આયુષ્ય ઘણું ગયું છે, હવે થોડું બાકી છે, તેથી તેટલા માટે હવે પ્રાણવઘને શા માટે તજું? શી રીતે મૂકું? મોટો સમુદ્ર તરીને નાના ખાબોચિયામાં કોણ ડૂબે?” તે સાંભળીને હાસ્ય કરતા રાજાએ તેને એક મોટા અંઘ ફૂપમાં નખાવ્યો. બીજે દિવસે પ્રાતઃકાળમાં રાજા પ્રભુ પાસે જઈ તેમને વંદના કરીને બોલ્યો કે, “હે પ્રભુ! મેં કાલસૌકરિકને પાડાના વઘથી એક દિવસને માટે અટકાવ્યો છે.” ત્યારે પ્રભુ બોલ્યા કે, “તે કાલસીકરિકે કૂવામાં રહ્યા રહ્યા માટીના પાંચસો પાડા કરીને તેનો વઘ કર્યો છે.” તે સાંભળીને રાજાએ જિનેશ્વરને કહ્યું કે, “હે નાથ! કૃપાનિધિ એવા આપનું શરણ મૂકીને હું કોને શરણે જાઉં?” જિનેન્દ્ર બોલ્યા કે, “હે વત્સ! ખેદ ન કર. તું સમકિતના પ્રભાવથી આ ભવથી ત્રીજા ભવે મારા જેવો પદ્મનાભ નામે તીર્થંકર થવાનો છે.” (આ સ્થાને વિસ્તાર ઘણો છે, તે ઉપદેશકંદલી નામના ગ્રંથથી જાણવો.) તે સાંભળીને હર્ષ પામી પોતાના નગરમાં આવી શ્રેણિક રાજા નિરંતર ઘર્મો કરવા લાગ્યો. તે ત્રણ કાળ જિનેશ્વરની પૂજા કરતો અને હમેશાં જિનેશ્વરની સન્મુખ એકસો આઠ સુવર્ણના ચોખાવડે સાથિયા પૂરતો; પરંતુ સ્વયંભૂરમણ સમુદ્રના મત્યનું ભક્ષણ કરવાના ત્યાગ જેટલો પણ તે નિયમ લઈ શકતો નહીં. એવો વિરતિરહિત છતાં પણ સાયિક સમકિતના બળથી આગામી કાળે તે બોંતેર વર્ષના આયુષ્યવાળો, સાત હાથ ઊંચો અને શ્રી મહાવીરના જ જેવો આવતી ચોવીશીમાં પ્રથમ તીર્થકર થશે. શ્રેણિક રાજાનો જીવ પહેલી નરકમાં ચોરાશી હજાર વર્ષનું આયુષ્ય ભોગવીને શુભ ભાવવડે ક્ષાયિક સમકિતના પ્રભાવથી તીર્થંકરપણાને પામશે.” - Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ વ્યાખ્યાન ૫ સમકિતની પહેલી શ્રદ્ધા-પરમાર્થસંસ્તવ સમિતિના સડસઠ ભેદમાંના પહેલાં ચાર શ્રદ્ધાના ભેદ પૈકી પરમાર્થ સંસ્તવ નામની પ્રથમ શ્રદ્ધાના સ્વરૂપ વિષે કહે છે– ૨૦ पदैः । जीवाजीवादितत्त्वानां, सदादिसप्तभिः शश्वत्तच्चिन्तनं चित्ते, सा श्रद्धा प्रथमा भवेत् ॥ १॥ ભાવાર્થ-‘જીવ અજીવ વગેરે તત્ત્વોનું સત્ વગેરે સાત પદોવડે ચિત્તમાં નિરંતર ચિંતવન કરવું, તે પ્રથમ શ્રદ્ધા કહેવાય છે.’’ જે પ્રાણોને ધારણ કરે તેને જીવ કહીએ અને તેથી વિપરીત-પ્રાણરહિત તે અજીવ કહીએ. મૂળ શ્લોકમાં જીવ અજીવ આદિ તત્ત્વો એમ કહ્યું છે, તેથી ‘આદિ’ શબ્દ વડે પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બન્ધ અને મોક્ષ એ સાત તત્ત્વો ગ્રહણ કરવાં, તે તત્ત્વોનું છતાપણું, સંખ્યા, ક્ષેત્રસ્પર્શ, કાળ, અત્તર, ભાવ અને અલ્પબદ્દુત્વ એ સાત સ્થાનકો વડે નિરંતર મનમાં ચિંતન કરવું, તે ૫રમાર્થ સંસ્તવ નામની સમકિતની પહેલી શ્રદ્ધા કહેવાય છે, તેનું બીજું નામ પરમરહસ્ય પરિચય પણ કહેલું છે. [સ્તંભ ૧ અંગારમર્દક આચાર્ય વગેરેને પણ પરમાર્થ સંસ્તવ વગેરે તો સંભવે છે, એમ કોઈ શંકા કરે તો તે શંકા કરવાપણું નથી; કેમ કે આ શ્રદ્ધામાં કેવળ તાત્ત્વિક શ્રદ્ધાવાળાને જ અધિકારી ગણેલા છે. અને અંગારમર્દક જેવા મિથ્યાત્વીને તાત્ત્વિક શ્રદ્ધાનો બિલકુલ સંભવ જ નથી. આ પહેલી શ્રદ્ઘા ઉપર અભયકુમારનું દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે– અભયકુમારનું દૃષ્ટાંત औत्पत्त्यादिधियां सद्म, अभयो मंत्रिणां वरः । तत्त्वपरिचयादाप, सर्वार्थसिद्धिकं સુષ્ણમ્ શા ભાવાર્થ-‘ઔત્પાતિકી વગેરે બુદ્ધિના સ્થાનરૂપ મંત્રીવર અભયકુમાર તત્ત્વના પરિચયથી સર્વાર્થસિદ્ધિનું સુખ પામ્યો.’’ રાજગૃહ નગરમાં પ્રસેનજિત રાજા રાજ્ય કરતો હતો. તેને શ્રેણિક વગેરે સો પુત્રો હતા. એકદા રાજાએ ‘‘રાજ્યને યોગ્ય કયો કુમાર છે?’' તેની પરીક્ષા કરવા માટે તે સો પુત્રોને એકેક ખીરનો થાળ આપી સાથે જમવા બેસાડ્યા. પછી જ્યારે તેઓએ જમવાનું શરૂ કર્યું, ત્યારે રાજાએ અત્યંત ભૂખ્યા થયેલા કૂતરાઓ તેમના તરફ છોડી મુકાવ્યા. તે કૂતરાઓને આવતાં જોતાં જ એક શ્રેણિક સિવાય બીજા સર્વે કુમારો જમ્યા વિના જ ખીરથી ખરડેલા (એઠાં) હાથે ઊભા થઈને નાઠા. શ્રેણિક કુમા૨ તો જેમ જેમ કૂતરાઓ પાસે આવવા લાગ્યા તેમ તેમ પોતાના ભાઈઓના થાળ તેમને આપતો આપતો પોતાના થાળની ખીર ખાવા લાગ્યો. એ પ્રમાણે તે પૂરેપૂરું જમ્યો. આ વૃત્તાંત જાણીને રાજાએ નવાણું કુમારોની પ્રશંસા કરી, અને શ્રેણિકની નિંદા કરતા સતા તેને કહ્યું કે “તેં કૂતરાઓ સાથે ભોજન કર્યું તેથી તને ઘિક્કાર છે!’’ એકદા ફરીથી પરીક્ષા કરવા માટે ખાજાં, લાડુ વગેરે કરંડીઆમાં ભરીને તેનાં ઢાંકણાં બંધ Page #32 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૫] સમકિતની પહેલી શ્રદ્ધા–પરમાર્થસંસ્તવ કરી તે ઉપર સીલ માર્યા, તથા માટીના કોરા ઘડા પાણીથી ભરીને તે ઉપર પણ સીલ કર્યા પછી તે કરંડીઆઓ અને તે ઘડાઓ કુમારોને આપીને રાજાએ કહ્યું કે, “તમારે આ સીલ તોડ્યા વિના કરંડિયામાંથી પક્વાન્ન ખાવું અને ઘડાઓમાંથી પાણી પીવું.” એમ કહીને તેઓને એકાત્ત સ્થળમાં રાખ્યા. પછી સર્વ કુમારોને ભૂખ લાગી, પણ તેઓને ખાવાનો ઉપાય સૂક્યો નહીં. તે જોઈને શ્રેણિકે કરંડીઆઓને હલાવી હલાવીને તેની વાંસની સળીઓના છિદ્રોમાંથી તે પક્વાન્નનો ભૂકો કાઢી કાઢીને તથા ઘડાઓને લૂગડાં વીંટીને ભીનાં થયેલાં તે વસ્ત્રોને નીચોવી નીચોવીને સર્વ કુમારોને તૃપ્ત કર્યા. તે હકીકત સાંભળીને રાજાએ શ્રેણિકની બુદ્ધિથી અંતઃકરણમાં પ્રસન્ન થયા છતાં ઉપરથી નિંદા કરી કે “પક્વાન્નનો ભૂકો કરીને રાંકની જેમ ખાઘો, તેની બુદ્ધિ રાંક જેવી જાણવી.” એકદા રાજમહેલમાં આગ લાગી, તે વખતે રાજાએ કુમારોને આજ્ઞા આપી કે “જેનાથી જે ચીજ લેવાય તે લઈ લો.” તે સાંભળીને સર્વે કુમારો મણિ માણિક્ય વગેરે જવાહિર લઈ આવ્યા, અને શ્રેણિકે તો રાજાના જયના પ્રથમ ચિહ્નરૂપ ભંભા લીધી. તે સાંભળીને પણ રાજાએ શ્રેણિકની નિંદા કરી અને તેનું ભંભસાર નામ પાડ્યું. પછી રાજાએ શ્રેણિક સિવાય બીજા સર્વે કુમારોને જુદા જુદા દેશો આપ્યા, પણ શ્રેણિકને કાંઈ આપ્યું નહીં; તેથી અપમાન પામેલો શ્રેણિક ગુપ્ત રીતે રાજગૃહ નગરમાંથી નીકળી ગયો. અનુક્રમે ચાલતાં ચાલતાં તે બેનાતટ નગરે પહોંચ્યો. તે નગરની અંદર પ્રવેશ કરી શ્રેણિક કોઈ ભદ્ર નામના શ્રેષ્ઠીની દુકાને બેઠો. તે દિવસે શ્રેણિકના પુણ્યપ્રભાવથી તે શ્રેષ્ઠીને વેપારમાં ઘણો લાભ થયો. તેથી તેણે શ્રેણિકને પૂછ્યું કે “હે પુષ્યનિધિ! આજે તમે કોના અતિથિ થવાના છો?” શ્રેણિકે હાસ્ય કરતાં જવાબ આપ્યો કે “આપના જ.” તે સાંભળીને શ્રેષ્ઠીએ હર્ષિત થઈ વિચાર કર્યો કે “આજે સ્વપ્નમાં મેં મારી પુત્રીને યોગ્ય વર જોયો હતો તે જ આ જણાય છે. માટે બહુ ઠીક થયું.” એમ વિચારીને શ્રેષ્ઠી દુકાન બંધ કરી શ્રેણિકને પોતાની સાથે પોતાને ઘેર લઈ ગયો. ત્યાં ગૌરવને યોગ્ય એવા તે શ્રેણિકની તેણે ભોજનાદિકવડે સારી પરોણાગત કરી. પછી પોતાના કુટુંબીઓને બોલાવીને શ્રેષ્ઠીએ મહોત્સવ સહિત વિધિપૂર્વક પોતાની પુત્રી સુનંદાને શ્રેણિક સાથે પરણાવી. શ્રેણિક તેની સાથે પ્રીતિપૂર્વક ક્રીડા કરવા લાગ્યો. કેટલેક કાળે સુનંદા ગર્ભવતી થઈ. ગર્ભના પ્રભાવે તેને જિનપૂજા કરવી, હાથી ઉપર બેસવું અને અહિંસાનો પટહ (અમારી પડહ) વગડાવવો–વગેરે દોહદો થયા જે શ્રેણિકે રાજાની સહાયથી પૂર્ણ કર્યા. અહીં રાજગૃહી નગરીમાં પ્રસેનજિન રાજા શ્રેણિકના જવાથી તેના વિયોગના દુઃખ વડે અત્યંત દુઃખી થઈને તેની શોધ કરવા લાગ્યો. અન્યદા કોઈ સાર્થવાહના મુખથી “શ્રેણિક બેનાતટ નગરે છે” એમ સાંભળ્યું. તેવામાં પ્રસેનજિત રાજાને આયુષ્યના અન્તને કરનારો મહા વ્યાધિ ઉત્પન્ન થયો; તેથી પોતાનું મૃત્યુ સમીપ જાણીને તેણે શ્રેણિકને તરત બોલાવવા માટે રાજસેવકોને સાંઢણી પર બેસાડીને બેનાતટ તરફ મોકલ્યા. તેમણે શ્રેણિક પાસે આવીને રાજાની અંતસ્થિતિવાળી હકીકત કહી. તે સાંભળીને શ્રેણિકે સુનંદાને કહ્યું કે, “હે પ્રિયા! હું મારા પિતા પાસે જાઉ છે, તમારે તો હાલ અહીં જ રહેવું યોગ્ય છે તેથી અહીં રહો; અને જો તમારે આ ગર્ભથી પુત્ર પ્રસવે તો તેનું નામ અભય રાખજો.” તે સાંભળીને સુનંદા બોલી કે “જ્યારે તે પુત્ર આઠ વરસનો થાય, અને મને Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૧ પોતાના પિતાનું ઠેકાણું પૂછે ત્યારે મારે શો જવાબ આપવો?” તે સાંભળીને શ્રેણિકે ખડી વડે ભારવટ ઉપર આ પ્રમાણે અક્ષર લખાવ્યા કે “राजगृहे पालि गाम गोवालि धवले टोडे घर कहीया" રાજગૃહનગરમાં તે ગામના ગોવાળ (રાજા) અમે છીએ અને ઉજ્વળ ટોડાવાળું (રાજમહેલ) અમારું ઘર છે એમ કહેજે.” આ વિષય ઉપર ઘર્મોપદેશમાળામાં નીચે પ્રમાણે શ્લોક છે– गोपालकाः पाण्डुरकुड्यवन्तो, वयं पुरे राजगृहे वसामः । आह्वानमंत्रप्रतिमानितीमान्, वर्णान् लिखित्वार्पयति स्मचास्यै ॥४॥ ભાવાર્થ-“ગોનું પાલન કરનારા અને શ્વેત વર્ણની ભીંતોવાળા રાજગૃહપુરમાં અમે રહીએ છીએ. આ પ્રમાણે પુત્રનું આહ્વાન કરવાના (બોલાવવાના) મંત્રના જેવા અક્ષરો લખીને શ્રેણિકે તેને (સુનંદાને) આપ્યા.” પછી પ્રિયાને યુક્તિપ્રયુક્તિથી સમજાવી તેની રજા લઈને શ્રેણિક રાજગૃહનગરે આવ્યો, અને પિતાના ચરણકમળમાં પડી નમ્યો. તેને આવેલો જોઈને રાજાએ હર્ષનાં અશ્રુજળ સાથે સુવર્ણકળશના જળ વડે મહોત્સવપૂર્વક તેને રાજ્યાભિષેક કર્યો. પછી રાજાએ તપશ્ચર્યા અંગીકાર કરી, અને અનુક્રમે દેવલોકને પામ્યો. શ્રેણિકે રાજા થયા પછી પરીક્ષા કરી કરીને ચારસો નવાણું મંત્રીઓ કર્યા. પછી તે સર્વનો ઉપરી ઇંગિતાકાર વડે પારકા મનની વાતને પણ જાણે એવો મંત્રી કરવાની ઇચ્છાથી તેણે પરીક્ષા કરવા માટે પોતાની ઊર્મિકા (વીંટી) એક જળ વિનાના ઊંડા કૂવામાં નાંખીને આઘોષણા કરાવી કે “આ ઊર્મિકાને જે પુરુષ કૂવાને કાંઠે રહીને પોતાના હાથવડે લઈ લેશે તે સર્વ મંત્રીઓમાં અગ્રેસર (મુખ્ય) મંત્રી થશે.” તે સાંભળી સર્વે મંત્રીઓ તથા બીજા ઘણા વિચક્ષણ પુરુષો તે કૂવા પાસે આવી તે મુદ્રિકા (વીંટી) લેવાનો પ્રયાસ કરવા લાગ્યા; પણ સર્વે ખેદ પામી નિરાશ થઈને પાછા ગયા. અહીં બેનાતટમાં સુનંદાએ ગર્ભસમય પૂર્ણ થતાં એક પુત્રને જન્મ આપ્યો. તેનું અભયકુમાર નામ પાડ્યું. તે કુમાર અનુક્રમે મોટો થયો, તેને નિશાળે મોકલ્યો. ત્યાં તે સર્વ કળાઓમાં ઘણો નિપુણ થયો. એકદા તેને સાથે ભણનારા છોકરાઓ સાથે કજિયો થયો, એટલે તે છોકરાઓએ અભયને “બાપ વિનાના' કહીને તેની મશ્કરી કરી. તે સાંભળીને અભયે અતિ ખેદયુક્ત થઈ માની પાસે જઈ તેને પૂછ્યું કે “હે માતા! મારા પિતા કોણ છે અને ક્યાં છે?” સુનંદાએ કહ્યું કે, “હે વત્સ! તે હું જાણતી નથી. કોઈ પરદેશી પુરુષ મને પરણીને થોડી મુદત અહીં રહીને ગયેલ છે; પરંતુ જતી વખતે તેણે આ ભારવટ ઉપર કાંઈક અક્ષરો લખ્યા છે.” તે સાંભળીને અભયકુમારે ભારવટ પરના અક્ષરો વાંચી પિતાનું સ્વરૂપ જાણી માતાને કહ્યું કે “હે માતા! મારા પિતા તો રાજગૃહી નગરીના રાજા છે, માટે હવે આપણે ત્યાં જઈએ.” પછી ભદ્રશ્રેષ્ઠીની રજા લઈને અભયકુમાર પોતાની માને સાથે લઈ રાજગૃહી નગરીના ઉદ્યાનમાં આવ્યો. ત્યાં સુનંદાને બેસાડીને અભયકુમારે ગામમાં પ્રવેશ કર્યો. પેલા કૂવા પાસે આવતાં ઘણા લોકોને એકઠા થયેલા જોઈને ૧. એક અર્થ પૃથ્વીનું પાલન કરનાર રાજા, બીજો અર્થ ગાયનું પાલન કરનાર ગોવાળ. Page #34 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૫] સમકિતની પહેલી શ્રદ્ધા–પરમાર્થસંસ્તવ અભયે પૂછ્યું કે, “અહીં કેમ ઘણા લોકો એકઠા થયા છે?” ત્યારે તેઓએ તેને મુદ્રાનું વૃત્તાંત કહ્યું. તે સાંભળીને કુમારે કહ્યું કે “એ વાત કાંઈ દુષ્કર નથી, તરત જ બની શકે તેમ છે.” એમ કહીને તેણે કાંઠા પર રહીને એક છાણનો પિંડો તે મુદ્રિકા ઉપર નાંખ્યો, એટલે તે મુદ્રિકા છાણમાં ચોંટી ગઈ. પછી તે છાણ સુકાઈ ગયું, એટલે તે જળ વિનાનો કૂવો જળથી પૂર્ણ ભરી દીઘો. તે વખતે પેલું શુષ્ક છાણું મુદ્રિકા સાથે તરીને ઉપર આવ્યું. અભયકુમારે તે પોતાને હાથે લઈ લીધું અને તેમાં ચોંટી રહેલી વીંટી ઉખેડીને રાજાને મોકલી. આ વૃત્તાન્ત સાંભળીને હર્ષ પામેલો રાજા શ્રેણિક જાતે કૂવા પાસે આવી કુમારને જોઈ અત્યંત ખુશ થયો. પછી રાજાએ કુમારને આલિંગન દઈને પૂછ્યું કે, “હે વત્સ! તું કયા ગામથી આવે છે? અથવા શું તું આ જ ગામમાં રહે છે?” કુમારે પ્રણામ કરીને જવાબ આપ્યો કે “હે સ્વામી! હું બેનાતટ નામના પુરમાંથી આજે જ અહીં આવ્યો છું.” રાજાએ પૂછ્યું “તે ગામમાં એક ઘન નામે શ્રેષ્ઠી રહે છે, તેને સુનંદા નામની પુત્રી છે, તેનું વૃત્તાંત તું કાંઈ જાણે છે?” કુમારે કહ્યું કે-“હાજી. તેણે એક પુત્ર પ્રસવ્યો છે. તેનું નામ અભયકુમાર પાડ્યું છે. તે કુમાર રૂપ, ગુણ અને ઉમ્મરવડે મારા જેવો જ છે. હે સ્વામી! મને જોવાથી તેને જ જોયો એમ જાણો. તેની સાથે મારે ગાઢ સ્નેહ છે. તેના વિના હું એક ક્ષણ પણ રહી શકતો નથી.” રાજાએ પૂછ્યું કે-“ત્યારે તેને મૂકીને તું અહીં કેમ આવ્યો?” કુમાર બોલ્યો “તેને અને તેની માતાને અહીં સમીપના ઉદ્યાનમાં જ મૂકીને હું અત્રે આવ્યો છું.” તે સાંભળીને રાજા તે કુમારની સાથે ઉદ્યાનમાં ગયો અને પોતાની પ્રિયા સુનંદાને મળ્યો. રાજાએ સુનંદાને પૂછ્યું કે, “તે વખતે તને જે ગર્ભ હતો તે પુત્ર ક્યાં છે?” સુનંદા બોલી કે, “હે પ્રાણનાથ! આ આપની સાથે આવ્યો તે જ તે પુત્ર છે.” તે સાંભળી રાજાએ કુમારને કહ્યું કે, “હે વત્સ! તું મારી પાસે જૂઠું કેમ બોલ્યો?” તેણે જવાબ દીધો કે “હું નિરંતર મારી માતાના હૃદયમાં રહું છું; તેથી મેં તેવો જવાબ આપ્યો હતો.” તે સાંભળી રાજાએ આનંદ પામી કુમારને પોતાના ખોળામાં બેસાડ્યો. પછી રાજાએ અતિ આનંદપૂર્વક ધ્વજતોરણથી શણગારેલા રાજગૃહનગરમાં સુનંદાને પ્રવેશ કરાવ્યો, અને અભયકુમારને ચારસો નવાણું મંત્રીઓમાં પ્રઘાનમંત્રીનું પદ આપ્યું. પછી તે બુદ્ધિશાળી અભયકુમારને આગળ કરીને શ્રેણિક રાજાએ ઘણા દેશો સાધ્યા (પોતાને તાબે કર્યા). એકદા શ્રી મહાવીરસ્વામી રાજગૃહીના ઉપવનમાં સમવસર્યા. તેમને વાંચવા માટે અભયકુમાર ગયો. ત્યાં ઘણા દેવ, દેવી, સાધુ, સાધ્વી વગેરેથી વ્યાપ્ત એવી ભગવાનની પર્ષદામાં એક કુશ ગાત્રવાળા શાન્ત મહર્ષિને જોઈને કુમારે ભગવાનને પૂછ્યું કે “હે સ્વામી! આ મહર્ષિ કોણ છે?” પ્રભુ બોલ્યા કે-“એ વીતભયપત્તનના રાજા નીતિમાન ઉદયન છે. તે રાજ્યાવસ્થામાં મને વાંદવા આવ્યા હતા, ત્યારે મેં તેમને આ પ્રમાણે ઘર્મોપદેશ આપ્યો હતો કે સંધ્યાના રંગ જેવું, પાણીના પરપોટા જેવું અને દર્ભના અગ્ર ભાગ ઉપર રહેલા જળના બિંદુ જેવું આ જીવિત ચંચળ છે, અને યુવાવસ્થા નદીના પૂરની જેમ વહી જનારી છે, તો તે પાપી જીવ! તું કેમ બોઘ પામતો નથી? અહો! મુક્તિના જેવું સુખ આ સંસારમાં કોઈ પણ સ્થળે નથી. આ વિષય પર અંગારદાહકનું દ્રષ્ટાંત છે તે તમે સાંભળો Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧ [તંભ ૧ અંગારદાહકનું દ્રષ્ટાંત-કોઈ એક અંગારા (કોયલા)નો વેપાર કરનાર કાષ્ઠ બાળીને તેના કોયલા પાડવા માટે એક પાણીનો ભરેલો ઘડો લઈ વનમાં ગયો. ત્યાં કામ કરતાં તૃષા લાગવાથી અનુક્રમે તે આખો ઘડો પાણી પી ગયો; પરંતુ માથા પર સૂર્યનો તાપ હોવાથી, પાસે કોયલા પાડવા કરેલા અગ્નિના તાપથી તથા લાકડાં કાપવાના શ્રમથી તેને અત્યંત તૃષા લાગી; તેથી પાણી વિના તે મૂછ ખાઈને નિદ્રાવશ થયો. નિદ્રામાં તેને સ્વપ્ન આવ્યું. તેમાં તે પોતાના ઘરમાં રહેલું સર્વ જળ પી ગયો. પછી અનુક્રમે સરોવરોનું, કૂવાઓનું, નદીઓનું તથા છેવટ સઘળા સમુદ્રોનું જળ તે પી ગયો, તોપણ તેની તૃષા છીપી નહીં. પછી એક જીર્ણ કૂવામાં થોડું પાણી હતું તે લેવા માટે તેણે ઘાસનો પૂળો દોરડે બાંધીને તેમાં નાંખ્યો. તે પૂળો બહાર કાઢીને તેમાંથી નીકળતા જળબિંદુને જીભ વડે ચાટવા લાગ્યો. સમુદ્રના જળથી પણ જેની તૃષા મટી નહીં, તેની તૃષા આ પૂળામાંથી ઝરતાં જળકણથી શી રીતે નષ્ટ થાય? આ દ્રષ્ટાંતનું તાત્પર્ય એ છે કે–સ્વર્ગાદિકનાં અનેક સુખ ભોગવ્યાં છતાં જેને તૃપ્તિ થઈ નહીં તેને અલ્પ આયુષ્યવાળા મનુષ્યદેહના અલ્પ સુખથી શી રીતે તૃપ્તિ થઈ શકે? જરાવડે જર્જરિત અંગ થયા છતાં પણ તે વિષયસુખથી તૃપ્ત થતો નથી. આ પ્રમાણેની અમારી વૈરાગ્યમય વાણી સાંભળીને ઉદયન રાજાને પ્રતિબોઘ થવાથી તેણે તરત જ દીક્ષા ગ્રહણ કરી. આ ચોવીશીમાં આ છેલ્લા રાજર્ષિ છે. હવે પછી કોઈ પણ રાજા દીક્ષા લેશે નહીં. આ રાજર્ષિ આ ભવમાં જ સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષપદ પામશે.” આ પ્રમાણેની હકીકત પ્રભુના મુખથી સાંભળીને અભયકુમારે પોતાને ઘેર જઈ શ્રેણિકરાજાને કહ્યું કે, “હે સ્વામી! આપની આજ્ઞાથી હું દીક્ષા લેવા ઇચ્છું છું, માટે આપ કૃપા કરીને મને ચારિત્ર અપાવો. કેમ કે પૂજ્ય પિતા! મોટા પુણ્યના ઉદયથી આપ જેવા જૈનધર્મી હિતકારક પિતા મળ્યા છો, અને સાક્ષાત્ જિનેશ્વર શ્રી મહાવીરસ્વામી ગુરુ મળ્યા છે; તેથી આવા સંયોગમાં પણ જો હું દુષ્કર્મના મર્મનું મથન ન કરી શકું તો પછી મારા જેવો બીજો કોણ મૂર્ખ કહેવાય?” પુત્રનાં આવાં યુક્તિયુક્ત વચન સાંભળીને રાજાએ તેને આલિંગન દઈને કહ્યું કે, “હે વત્સ! જ્યારે હું ક્રોધથી તને “અરે પાપી! મારી પાસેથી દૂર જા, મને મુખ બતાવીશ નહીં,’ એવાં વાક્ય કહ્યું ત્યારે તું વ્રત ગ્રહણ કરજે.” આ પ્રમાણેના પિતાના વચનને વિનયવાન અભયકુમારે અંગીકાર કર્યું, અને ભક્તિપૂર્વક તેમની સેવા કરવા લાગ્યો. એકદી આકરી શીતઋતુમાં શ્રી મહાવીરસ્વામી રાજગૃહી નગરીના ગુણશીલ ચૈત્યમાં સમવસર્યા. તે વખતે શ્રેણિક રાજા ચલણા રાણી સહિત પ્રભુને વાંદવા ગયા. પ્રભુને વાંદી દેશના સાંભળીને રાણી સહિત પાછલે પહોરે પાછા વળતાં માર્ગમાં નદીને કાંઠે એક નગ્ન સાઘુને કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભેલા જોયા. તે શાંત અને દાંત મુનિને વંદના કરીને રાજા પોતાને ઘેર આવ્યા. પછી રાત્રે શ્રેણિક રાજા ચેલણા રાણી સાથે સૂતા હતા. ત્યારે નિદ્રામાં રાણીનો એક હાથ ઓઢેલા વસ્ત્રની બહાર રહી ગયો. તે હાથ ટાઢને લીઘે ઠરી જવાથી રાણી જાગી ગઈ. પછી મુખથી સીત્કાર શબ્દ કરતી રાણીએ તે હાથ તરત જ સોડમાં લઈ લીઘો. તે વખતે પેલા નદીતીરે રહેલા વસ્ત્રરહિત મુનિનું તેને સ્મરણ થઈ આવવાથી તે બોલી કે “અહો! પ્રાણનો પણ નાશ કરે એવી ઉગ્ર ટાઢમાં તેમની શી ગતિ થતી હશે?” આ તેનું વાક્ય અકસ્માત્ જાગેલા રાજાના સાંભળવામાં આવ્યું; તેથી Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૫ - વ્યાખ્યાન ૫] સમકિતની પહેલી શ્રદ્ધા–પરમાર્થસંસ્તવન તેણે વિચાર્યું કે “અહો! આ રાણી દુરાચારિણી જણાય છે, અને મારા સિવાય બીજો કોઈ પુરુષ વઘારે પ્રિય લાગે છે; તેથી ખરેખર આ વ્યભિચારિણી છે; તો પછી બીજી સર્વે રાણીઓ પણ વ્યભિચારિણી હોય તેમાં શું આશ્ચર્ય!” આ પ્રમાણે મનમાં નિર્ણય કરી રોષને ઘારણ કરતા રાજાએ વિચારમાં ને વિચારમાં નિદ્રારહિતપણે રાત્રિ નિર્ગમન કરી. “ઘણું કરીને ડાહ્યા માણસો પણ પોતાની સ્ત્રીને સ્નેહથી બોલાવનાર ઉપર ઈર્ષ્યાળુ થાય છે.” પ્રાતઃકાળે રાજાએ અભયકુમારને બોલાવીને આજ્ઞા કરી કે “મારું સમગ્ર અન્તઃપુર દુરાચારી છે; તેથી હમણા જ આખા અન્તઃપુરને સળગાવી મૂક. આ બાબત મને બીજી વાર પૂછીશ નહીં.” તે સાંભળીને અભય બોલ્યો કે “પિતાનું વાક્ય પ્રમાણ છે.” પછી શ્રેણિક રાજા તરત જ જિનેશ્વરને વાંદવા ગયા. પ્રભુના મુખથી ઘર્મદેશના સાંભળ્યા પછી રાજાએ પ્રભુને પૂછ્યું કે “હે સ્વામી!ચેટક રાજાની પુત્રી (ચેલણા)ને એક જ પતિ છે કે અનેક પતિ છે?' સ્વામીએ ઉત્તર આપ્યો કે “હે શ્રેણિક! ચેટકરાજાની સાત પુત્રીઓ અને તારી સર્વ સ્ત્રીઓ ઘર્મપત્ની (પતિવ્રતા) છે. ગઈ કાલે અહીંથી જતાં તે તથા ચેલણાએ નદીતીરે જે મુનિને જોયા હતા તેનું સ્મરણ કરીને મધ્યરાત્રે ચેલણાએ કહ્યું હતું કે “આવી ટાઢમાં તેમની શી ગતિ (દશા) થઈ હશે?” પરંતુ બીજાને આશ્રયીને તે બોલી નથી.” આ પ્રમાણેનાં વચનો ભગવાનના મુખથી સાંભળીને શ્રેણિક રાજા પોતાના ઘર તરફ ઉતાવળથી ચાલ્યા. અહીં અભયકુમારે રાજાની આજ્ઞા થયા પછી વિચાર્યું કે, “રાજાએ મને આજ્ઞા તો આપી છે; પણ તે કાર્ય સહસા કરવાથી પરિણામે અત્યંત દુઃખદાયી થશે.” એમ વિચારીને તેણે અન્તઃપુરની પાસે રહેલા ઘાસનાં ઘરો ખાલી કરી જીવજંતુરહિત શોધાવીને સળગાવી મૂક્યાં. પછી તે પણ ભગવાનના સમવસરણ તરફ ચાલ્યો. માર્ગમાં શ્રેણિક રાજા સામા મળ્યા. તેણે અભયને પૂછ્યું કે “તેં શું કર્યું?” અભય બોલ્યો કે “આપની આજ્ઞા પ્રમાણે કર્યું છે.” તે સાંભળીને રાજાએ ક્રોઘથી કહ્યું કે “મારી દ્રષ્ટિથી દૂર જા, મને તારું મુખ દેખાડીશ નહીં; આવું અવિચારી કામ તારા વિના બીજો કયો મૂર્ણ કરે?” તે સાંભળીને “પિતાનું વાક્ય પ્રમાણ છે.” એમ કહીને અભયકુમારે સમવસરણમાં જઈ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. અહીં રાજાએ ગામમાં આવીને જોયું, તો માત્ર ઘાસનાં ઘરો જ સળગાવેલાં દીઠાં, એટલે તેણે વિચાર્યું કે “અહો! અભયે મને કપટ કરીને છેતર્યો, જરૂર તેણે દીક્ષા લઈ લીધી હશે.” એમ વિચારીને તે મૂઠી વાળીને દોડતા પાછા સમવસરણમાં આવ્યા. ત્યાં તો અભયકુમારને વ્રત લઈને બેઠેલા દીઠા, એટલે “તેં મને છેતર્યો. ખેર, તેં તારું કામ કરી લીધું. આટલો વખત મેં તને દીક્ષામાં અંતરાય કર્યો તે બદલ ખમાવું છું.” એમ કહીને શ્રેણિક રાજાએ તેમને વંદના કરી, અને ક્ષમા માગીને ઘેર ગયા. અભયમુનિ પ્રભુ પાસે રહી ચારિત્ર પાળી તપસ્યા કરી કાળધર્મ પામીને સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવતા થયા. “આ પ્રમાણે ગુણના સ્થાનરૂપ અભયમંત્રીએ પરમાર્થસંસ્તવ નામની પ્રથમ શ્રદ્ધાને સફળ કરી; તેમ હે ભવ્ય જીવો! તમારે પણ જો મુક્તિરૂપી સ્ત્રીને આલિંગન કરવાની ઇચ્છા હોય તો તમે પણ તે પ્રમાણે કરો.” Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ સ્તિંભ ૧ વ્યાખ્યાન ક સમકિતની બીજી શ્રદ્ધા-ગીતાર્થ સેવા સારી રીતે પરમાર્થને જાણનારા મુનિઓની સેવા કરવા રૂપ મુનિપર્યપાતિ નામની બીજી શ્રદ્ધા વિષે કહે છે– __गीतार्थाः संयमैर्युक्तास्त्रिधा तेषां च सेवनम् । द्वितीया सा भवेच्छ्रद्धा, या बोधे पुष्टकारिणी ॥१॥ ભાવાર્થ-“સંયમયુક્ત એવા ગીતાર્થ મુનિઓની ત્રણ પ્રકારે સેવા કરવી તે બીજી શ્રદ્ધા કહેવાય છે. તે શ્રદ્ધા બોઘમાં એટલે તત્ત્વજ્ઞાનમાં પુષ્ટિ કરનારી છે.” ગીત એટલે સૂત્ર અને અર્થ એટલે તે (સૂત્રોના અર્થનો વિચાર, એ બન્ને જેને હોય તે ગીતાર્થ કહેવાય છે. સંયમ એટલે સર્વવિરતિરૂપ સત્તર પ્રકારનું ચારિત્ર. તે આ પ્રમાણે-પાંચ આસ્ત્રવોથી વિરમવું, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, ચાર કષાયનો જય કરવો અને ત્રણ દંડથકી વિરામ પામવો. એ પ્રમાણેની વિરતિમાં આસક્ત થયેલા તલ્લીન મનવાળા મુનિઓની તથા જ્ઞાન અને દર્શનવાળાઓની પણ મન, વચન અને કાયાવડે સેવા કરવી એટલે વિનય કરવો, બહુમાન કરવું અને ભક્તિ કરવી વગેરે; નહીં તો હિંસા કરનાર વાઘરી પણ શિકાર ઉપર બાણ તાકીને નમન કરે છે, અર્થાત્ નીચે નમે છે; તેની જેમ નમવું તે નિષ્ફળ જાણવું. આવા ગુણવાળી શ્રદ્ધાને મુનિપર્યપાતિ અથવા ગીતાર્થસેવા નામની બીજી શ્રદ્ધા કહેલી છે. આ શ્રદ્ધા વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણવામાં પુષ્ટિ કરનારી છે, અને સમ્યકત્વને સ્ફટિકની જેમ સ્વચ્છ કરનારી છે. તે ઉપર પુષ્પચૂલા સાથ્વીનું દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે પુષ્પચૂલા સાધ્વીનું દ્રષ્ટાંત गीतार्थसेवने सक्ता, पुष्पचूला महासती । सर्वकर्मक्षयाल्लेभे, केवलज्ञानमुज्ज्वलम् ॥१॥ ભાવાર્થ-“ગીતાર્થ મુનિની સેવામાં આસક્ત થયેલી મહાસતી (સાધ્વી) પુષ્પચૂલા સર્વ કર્મનો ક્ષય કરવા વડે ઉજવલ કેવળજ્ઞાનને પામી.” આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રને વિષે પૃથ્વીપુર નામના નગરમાં પુષ્યકેતુ નામે રાજા હતો. તેને પુષ્પવતી નામે રાણી હતી. તેણે પુષ્પચૂલ નામે પુત્ર તથા પુષ્પચૂલા નામે પુત્રીને યુગલપણે જન્મ આપ્યો. તે ભાઈબહેન વચ્ચે એટલો બધો સ્નેહ હતો કે એક ક્ષણમાત્રનો વિયોગ થતાં તે બન્ને મરવાને તૈયાર થઈ જતા હતા. તે જોઈને પુષ્પા રાજાએ વિચાર્યું કે “જો આ બન્નેને જુદે જુદે સ્થાને પરણાવીશ તો તે બન્ને પરસ્પરના વિયોગથી મૃત્યુ પામશે; તેથી તે બન્નેને જ હું પરસ્પર પરણાવું તો ઠીક.” એમ વિચારીને રાજાએ મંત્રીઓને તથા પૌરજનોને બોલાવીને પ્રશ્ન કર્યો કે “મારા અન્તઃપુરમાં જે રત્ન ઉત્પન્ન થાય તેનો સ્વામી કોણ?” તે સાંભળીને સર્વે બોલ્યા કે “હે નાથ! આપના સમગ્ર રાજ્યમાં કોઈ પણ સ્થળે ઉત્પન્ન થયેલાં રત્નના આપ સ્વામી છો, તો પછી અન્તઃપુરમાં ઉત્પન્ન થયેલાં રત્નના તો આપ સ્વામી હો તેમાં શું કહેવું? તેના તો આપ જ સ્વામી છો, અને અન્તઃપુરમાં ઉત્પન્ન થયેલાં રત્નની આપ જે કાંઈ યોજના કરો તે અમારે માન્ય છે. આ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૭ વ્યાખ્યાન ૬]. સમકિતની બીજી શ્રદ્ધા-ગીતાર્થ સેવા પ્રમાણે કપટવચન વડે તે સર્વેની સંમતિ મેળવીને રાજાએ રાણી તરફનો વિરોઘ છતાં પણ તે બન્નેના પરસ્પર લગ્ન કર્યા; તેથી પુષ્પવતી રાણી વૈરાગ્ય પામી દીક્ષા લઈ તપસ્યા કરીને સ્વર્ગ લોકમાં દેવતા થઈ. કેટલેક કાળે પુષ્પકેતુ રાજા મૃત્યુ પામ્યો, ત્યારે પુષ્પચૂલ રાજા થયો. તે પુષ્પચૂલાની સાથે વિષયસુખ ભોગવતો કાળ નિર્ગમન કરવા લાગ્યો. “અહો! આ સંસારમાં કામાંધ પુરુષ કાર્યાકાર્યનો વિચાર કરી શકતા નથી. હવે તે પુષ્પવતી રાણીનો જીવ જે દેવ થયો હતો તેણે અવધિજ્ઞાન વડે પુત્રપુત્રીનું અકાર્ય જોઈને પૂર્વની પ્રીતિના વશથી પુષ્પચૂલાને સ્વપ્નમાં મહા ભય ઉત્પન્ન કરનારાં નરકો દેખાડ્યાં. તે જોઈને ભય પામેલી પુષ્પચૂલાએ જાગૃત થઈ તે સ્વપ્નનો સર્વ વૃત્તાંત પતિને કહ્યો. પછી રાજાએ પ્રાતઃકાળે બૌદ્ધ વગેરે સર્વ દર્શનીઓને બોલાવીને તેમને “નરકો કેવાં હોય?” એવો પ્રશ્ન કર્યો. તેના જવાબમાં કોઈએ ગર્ભવાસને નરક કહ્યું, કોઈએ કેદખાનાને, કોઈએ દારિત્ર્યને અને કોઈએ પરતંત્રપણાને નરક કહ્યું. તે સર્વ મત સાંભળીને રાણીએ કહ્યું કે, “તેવા પ્રકારનાં નરકો હોતાં નથી.” પછી રાજાએ અર્ણિકાપુત્ર આચાર્યને બોલાવીને નરકનું સ્વરૂપ પૂછ્યું, ત્યારે સૂરિએ કહ્યું કે “હે રાજા! નરક સાત છે. તેમાં પહેલા નરકમાં એક સાગરોપમની, બીજામાં ત્રણ સાગરોપમની, ત્રીજામાં સાતની, ચોથામાં દશની, પાંચમામાં સત્તરની, છઠ્ઠામાં બાવીશની અને સાતમીમાં તેત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે, અને તે સાતે નરક-પૃથ્વીમાં ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી વેદના હોય છે. પાંચ નરકમાં ક્ષેત્રવેદના સાથે અન્યોન્યકત વેદના હોય છે, અને પ્રથમની ત્રણ નરકમાં તે બે પ્રકાર ઉપરાંત બીજી પરમાઘામીકૃત વેદના હોય છે.” વગેરે નરકનું યથાર્થ સ્વરૂપ સાંભળીને રાણીએ આચાર્યને પૂછ્યું કે “અહો! આપને પણ મારા જેવું જ સ્વપ્ન આવ્યું છે કે શું?” ગુરુએ કહ્યું કે, “હે ભદ્ર! અમને કાંઈ સ્વપ્ન આવ્યું નથી, પરંતુ જિનેશ્વરે કહેલા આગમથી અમે તેનું સર્વ સ્વરૂપ જાણીએ છીએ.” રાણીએ પૂછ્યું “હે પૂજ્ય! કયા કર્મથી પ્રાણી નરકે જાય?” ગુરુએ કહ્યું કે “મહા આરંભાજિક કાર્યો કરવાથી અને વિષય સેવનાદિકથી જીવ નરકે જાય છે.” ઇત્યાદિ ઉપદેશ સાંભળીને રાજાએ તેમને વિસર્જન કર્યા. બીજી રાત્રે પેલા દેવતાએ પૂષ્પચૂલાને સ્વપ્નમાં સ્વર્ગનાં સુખ બતાવ્યાં. તે વૃત્તાંત રાણીએ રાજાને કહ્યો; ત્યારે રાજાએ સર્વ દર્શનીઓને બોલાવીને સ્વર્ગનું સ્વરૂપ પૂછ્યું, તેના ઉત્તરમાં તેઓ બોલ્યા કે “મનમાં ચિંતવેલું સુખ પ્રાપ્ત થાય તે જ સ્વર્ગ” વગેરે તેમના જવાબોથી સંતોષકારક ખુલાસો નહીં થવાને લીધે રાજાએ અર્ણિકાપુત્ર આચાર્યને બોલાવીને સ્વર્ગનું સ્વરૂપ પૂછ્યું, ત્યારે ગુરુએ “દેવતાઓ અખંડ યૌવનવાળા, જરારહિત, નિરુપમ સુખવાળા તથા સર્વ અલંકારને ઘારણ કરનારા હોય છે. પહેલા દેવલોકમાં ૩૨ લાખ વિમાન છે, બીજામાં ૨૮ લાખ છે' વગેરે સ્વર્ગનું યથાર્થ સ્વરૂપ કહ્યું, તે સાંભળીને રાણીએ શ્રદ્ધાપૂર્વક પૂછ્યું કે “હે ગુરુ! સ્વર્ગનાં સુખ શી રીતે પ્રાપ્ત થાય?” ગુરુ બોલ્યા કે “શ્રાવકઘર્મ અથવા સાઘુઘર્મનું સારી રીતે સેવન કરવાથી સ્વર્ગનાં સુખ પ્રાપ્ત થાય છે.” તે સાંભળીને પ્રતિબોઘ પામેલી રાણીએ પુષ્પચૂલ રાજાને કહ્યું કે, “હે નાથ! મને ચારિત્ર લેવાની આજ્ઞા આપો.” ત્યારે રાજાએ કહ્યું કે “હે પ્રિયા!તારો વિયોગ એક ક્ષણવાર પણ હું સહન કરી શકું તેમ નથી.” તો પણ રાણીએ ઘણો આગ્રહ કર્યો, ત્યારે રાજાએ કહ્યું કે, “હે પ્રિયા! જો તું Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૧ હંમેશાં અહીં રહેવાનું અને મારે ઘેરથી જ આહાર ગ્રહણ કરવાનું કબૂલ કરે તો હું ચારિત્રની સંમતિ આપું.'' તે સાંભળીને રાણીએ તે અંગીકાર કર્યું. પછી રાજાએ મોટા ઉત્સવપૂર્વક અર્ણિકાપુત્ર આચાર્ય પાસે રાણીને દીક્ષા અપાવી. કેટલાક કાળ પછી આચાર્યે શ્રુતજ્ઞાનના ઉપયોગથી દુષ્કાળ પડવાનો સંભવ જાણીને પોતાના ગચ્છને બીજા દેશમાં મોકલ્યો, અને પોતે વૃદ્ધ હોવાથી ત્યાં જ રહ્યા. તે વખતે પુષ્પચૂલા સાધ્વી નિર્દોષ આહાર લાવીને આપવા વડે અગ્લાનવૃત્તિએ ગુરુની વૈયાવૃત્ય કરવા લાગી. અનુક્રમે શુભધ્યાનવડે ક્ષપકશ્રેણીપર આરૂઢ થઈને તે કેવળજ્ઞાન પામી, તોપણ ગુરુની સેવા કરતી બંધ પડી નહીં; ઊલટી ગુરુની ઇચ્છાનુસાર આહાર લાવી આપીને તેમની સેવા કરવા લાગી. તેથી એક દિવસ ગુરુએ તેને પૂછ્યું કે ‘તું મારા મનની ઇચ્છાને હમેશાં શી રીતે જાણે છે?'' સાધ્વીએ જવાબ દીધો કે “હે પૂજ્ય! જે જેની પાસે નિરંતર રહે તે તેની મનોવૃત્તિ કેમ ન જાણે?’’ એકદા વરસાદ વરસતો હતો, તે વખતે પણ તેણે આહાર આણ્યો, ત્યારે સૂરિએ પૂછ્યું કે ‘‘હે પુત્રી! તું શ્રુતને જાણે છે છતાં આવા વરસાદમાં તું આહાર કેમ લાવી?'' તેણે કહ્યું કે “જે જે પ્રદેશમાં અચિત્ત અકાયની વૃષ્ટિ થતી હતી તે તે પ્રદેશમાં ચાલીને હું આહાર લાવી છું, તેથી આ આહાર અશુદ્ધ નથી.’’ ગુરુએ પૂછ્યું “તેં અચિત્ત પ્રદેશ શી રીતે જાણ્યો?'’ તેણે કહ્યું ‘જ્ઞાનવડે.’’ સૂરિએ પૂછ્યું કે ‘‘પ્રતિપાતી` જ્ઞાનવડે કે અપ્રતિપાતીર જ્ઞાન વડે?”’ તે બોલી કે “અપ્રતિપાતી જ્ઞાનવડે (કેવળજ્ઞાનવડે).’' તે સાંભળીને સૂરિએ “અહો! મેં કેવળીની આશાતના કરી'' એમ કહીને તેને મિથ્યા દુષ્કૃત આપ્યું. પછી આચાર્યે તેમને પૂછ્યું કે ‘‘હું મોક્ષ પામીશ કે નહીં?’’ કેવલીએ કહ્યું કે ‘‘તમને ગંગાનદી ઊતરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થશે.’’ તે સાંભળીને સૂરિ ગંગાનદી ઊતરવા માટે કેટલાક લોકોની સાથે નાવમાં બેઠા, પરંતુ જે બાજુ તે બેસે તે બાજુએ નાવ નમવા લાગી. એવી રીતે દરેક બાજુએ સૂરિ બેઠા, એટલે તે દરેક સ્થાન નમવા લાગ્યું; પછી સૂરિ મધ્યમાં બેઠા ત્યારે આખું વહાણ ડૂબવા લાગ્યું. (આચાર્યે પૂર્વભવમાં પોતાની સ્ત્રીનું અપમાન કર્યું હતું, તે સ્ત્રી મરીને વ્યન્તરી થઈ હતી, તે આ પ્રમાણે સૂરિને ઉપદ્રવ કરતી હતી) તેથી લોકોએ આચાર્યને ઉપાડીને જળમાં નાંખ્યા. તે વખતે પેલી વ્યન્તરીએ જળમાં શૂળી ઊભી કરીને તેમાં આચાર્યને પરોવ્યા. તોપણ મહાત્મા આચાર્ય તો ‘“અહો! મારા દેહના રુધિર વડે અકાયના જીવો મરણ પામે છે.” એમ જીવદયાની ભાવના કરવા લાગ્યા. એમ શુભ ભાવની વૃદ્ધિ થતાં સર્વ કર્મનો ક્ષય કરી અંતકૃત કેવલી થઈને તેઓ તરત જ મોક્ષે ગયા. તે વખતે નજીકમાં રહેલા દેવોએ તેમનો કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. ત્યારથી તે પ્રયાગ નામે તીર્થ થયું. ત્યાં અન્ય દર્શનીઓ સ્વર્ગસુખ પામવાના હેતુથી કરવત મુકાવે છે. પુષ્પચૂલા સાધ્વી કેવળીપણે પૃથ્વીપર વિહાર કરી પ્રાંતે સર્વ કર્મનો ક્ષય કરી અનંત આનંદવાળા મોક્ષપદને પામ્યા. ‘‘આ પુષ્પચૂલાનું પવિત્ર ચરિત્ર સાંભળીને જે ભવ્ય જીવો ગુરુ પરિચર્યા કરવામાં તત્પર થાય છે તે પરમ સુખનું ઘામ જે મોક્ષ તેને મેળવે છે.’’ ૧ આવીને જતું રહે તે પ્રતિપાતી. ૨ આવીને પાછું જાય જ નહીં તે અપ્રતિપાતી એટલે કેવળજ્ઞાન. Page #40 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૭] સમકિતની ત્રીજી શ્રદ્ધા-વ્યાપન્નદર્શનીનો ત્યાગ વ્યાખ્યાન ૭ સમકિતની ત્રીજી શ્રદ્ધા-વ્યાપક્ષદર્શનીનો ત્યાગ व्यापन्नं दर्शनं येषां, निह्नवानामसद्ग्रहैः । तेषां संगो न कर्तव्यस्तच्छ्रद्धानं तृतीयकम् ॥१॥ ભાવાર્થ-“કદાગ્રહવડે જેમનું સમ્યગ્દર્શન નાશ પામ્યું છે એવા નિહ્નવોનો સંગ ન કરવો, તે ત્રીજી શ્રદ્ધા કહેલી છે.” અસદ્ગહથી એટલે પોતાની પ્રતિકલ્પનાએ માનેલા મત ઉપર કદાગ્રહ રાખવાથી જેમનું દર્શન એટલે સર્વ નય વિશિષ્ટ વસ્તુના બોઘરૂપ સમકિત નષ્ટ થયું છે તેવા નિલવો સમગ્ર વસ્તુઓમાં યથાવસ્થિત પ્રતિપત્તિ (શ્રદ્ધા) છતાં પણ કોઈ એકાદ અર્થમાં અન્યથા માન્યતાવાળા હોય છે. નિતવ એટલે જિનેશ્વરના વચનનું નિતવ કરે–અપલાપ કરે છે. તેવા વિદ્વવોના સંગનો ત્યાગ કરવો. નિર્તવ શબ્દના ઉપલક્ષણથી પાસસ્થા, કુશીલીયા વગેરેના સંગનો પણ ત્યાગ કરવો, અન્યથા સમતિની હાનિ થાય છે. તેમનો ત્યાગ કરવારૂપ આ ત્રીજી શ્રદ્ધા કહેવાય છે. આ વિષય ઉપર જેનું સમતિ નષ્ટ થયું છે એવા જમાલિ વગેરેનાં દ્રષ્ટાંતો છે, તેમાંથી પ્રથમ જમાલિનું દૃષ્ટાન્ત નીચે પ્રમાણે જમાલિનું દ્રષ્ટાંત કુંડપુર નામના નગરમાં શ્રી મહાવીર સ્વામીની બહેનનો દીકરો જમાલિ નામનો રાજપુત્ર રહેતો હતો. તે જમાલિ મહાવીરસ્વામીની પુત્રી સુદર્શન સાથે પરણ્યો હતો. તેની સાથે વિષયસુખ ભોગવતો સતો તે કાળ નિર્ગમન કરતો હતો. એકદા વિહાર કરતાં કરતાં પ્રભુ તે નગરના ઉપવનમાં સમવસર્યા. તેમને આવેલા સાંભળીને જમાલિ વાંચવા માટે ગયો. ત્યાં પ્રભુને પ્રદક્ષિણાપૂર્વક વંદના કરીને તેણે નીચે પ્રમાણે દેશના સાંભળી– गृहं सुहृत्पुत्रकलत्रवर्गो, धान्यं धनं मे व्यवसायलाभः । कुर्वाण इत्थं न हि वेत्ति मूढो, विमुच्य सर्वं व्रजतीह जन्तुः॥ ભાવાર્થ-“મનુષ્ય એમ જાણે છે કે આ ઘર, મિત્ર, પુત્ર, સ્ત્રી, ઘન, ઘાન્ય વગેરે સર્વ મારા ઉદ્યોગની કમાણી છે, પણ તે મૂર્ખ સમજતો નથી કે આ સર્વે અહીં મૂકીને જ પ્રાણી પરલોકમાં એકલો જાય છે.” આ પ્રમાણે દેશના સાંભળીને વૈરાગ્ય પામેલા જમાલિએ પોતાને ઘેર જઈ ઘણા આગ્રહથી માતાપિતાની આજ્ઞા મેળવી, અને પાંચસો ક્ષત્રિયોની સાથે પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. ત્યારપછી હજાર સ્ત્રીઓની સાથે સુદર્શનાએ પણ દીક્ષા લીધી. ચારિત્રનું પાલન કરતાં જમાલિએ અગિયાર અંગનો અભ્યાસ કર્યો. અન્યદા એકલા વિહાર કરવાની પ્રભુ પાસે આજ્ઞા માગી. ભાવિ લાભ ન જાણવાથી પ્રભુ મૌન રહ્યા, કાંઈ પણ ઉત્તર આપ્યો નહીં. તોપણ જમાલિ પાંચસો સાધુઓને લઈને વિહાર કરી શ્રાવસ્તી નગરીએ ગયો. ત્યાં હિંદુક ઉદ્યાનમાં કોઈ યક્ષના ચૈત્યમાં રહ્યો. રૂક્ષ અને નીરસ આહાર કરવાથી કેટલેક કાળે જમાલિને તીવ્ર દાહજ્વર ઉત્પન્ન થયો. તેની પીડાથી તેના Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [તંભ ૧ શરીરમાં બેસવાની કે ઊભા રહેવાની પણ શક્તિ રહી નહીં. એક દિવસ તેણે સાધુઓને કહ્યું કે “મારે માટે જલદીથી સંથારો કરો, જેથી હું સૂઈ જાઉં.” તે સાંભળીને સાઘુઓ સંથારો કરવા લાગ્યા. જમાલિએ દાહન્વરની અઘિક પીડા થવાથી તરત જ સાઘુઓને પૂછ્યું કે “સંથારો પાથર્યો કે નહીં?” ત્યારે સાધુઓએ પથરાઈ રહેવા આવ્યો હતો તેથી અર્થો પથરાયો હોવા છતાં પણ “હા, પાથર્યો.” એવો જવાબ દીધો. તે જવાબ સાંભળીને વેદનાથી વિહ્વળ થયેલો જમાલિ તરત જ ઊઠીને સૂવાની ઇચ્છાથી ત્યાં ગયો, તો સંથારો અર્થો પાથરેલો જોયો; તેથી તે ક્રોઘ પામ્યો, અને “ચિનાપાં વૃત્ત (કરાતું કાર્ય કરેલું કહેવાય)” એવું સિદ્ધાંતનું વચન તેના સ્મરણમાં આવ્યું. તે જ વખતે મિથ્યાત્વનો ઉદય થવાથી કેટલીક યુક્તિઓ વડે તેણે સિદ્ધાંતનું તે વચન અસત્ય છે એમ વિચાર્યું. તે વિચારવા લાગ્યો કે “દિયમા તું, વસ્ત્રનું વહિત ઇત્યાદિ ભગવાનનું વચન અસત્ય છે; એમ આજે મને પ્રત્યક્ષ થયું છે, કેમકે આ સંથારો હજુ “ક્રિયા એટલે કરાતો છે, તે “તું” એટલે કરેલો નથી. માટે સર્વ વસ્તુ કરાતી હોય તે કરેલી કહેવાય નહીં, પરંતુ જે કાર્ય કર્યું હોય-પૂરું થઈ ગયું હોય તે જ કર્યું કહેવાય. જેમ કે ઘટ વગેરે કાર્ય ક્રિયાકાળના અંતમાં જ થયેલું દેખાય છે; પરંતુ શિવસ્થાસાદિ કાળે ઘટરૂપી કાર્ય થયેલું દેખાતું નથી. આ વાત બાળગોપાળથી આરંભીને સર્વ જનને પ્રત્યક્ષ સિદ્ધ છે.” આ પ્રમાણે વિચારીને તે પોતાની કલ્પિત યુક્તિઓ સર્વ સાધુઓને સમજાવવા લાગ્યો, ત્યારે તેના સમુદાયમાંના સ્થવિર સાધુઓએ તેને કહ્યું કે “હે આચાર્ય! “ક્રિયા ’ વગેરે ભગવાનનાં વાક્યો સત્ય જ છે, તેમાં કાંઈ પણ પ્રત્યક્ષ વિરોઘ નથી. કેમકે એક ઘટાદિક કાર્યમાં અવાજોર કારણો અને કાર્યો અસંખ્યાતા હોય છે. માટી લાવવી, તેનું મર્દન કરીને પિંડ બનાવવો, તેને ચક્રપર ચડાવવો, દંડથી ચક્ર ભમાવવું, પ્રથમ શિવ કરવું, પછી સ્થાસ કરવું, ઇત્યાદિ ઘટરૂપી કાર્યનાં સર્વ કારણો છે, અને છેવટે દોરાવડે કાપીને ઘટને ચક્રથી જુદો કરે ત્યારે જ તે ઘટરૂપી કાર્ય થયું એમ તમારું માનવું છે તે અયોગ્ય છે. કેમકે ઘટરૂપ કાર્ય કરતી વેળાએ દરેક સમયે અન્ય અન્ય કાર્યોનો આરંભ થાય છે અને તે તે કાર્યો નિષ્પન્ન થાય છે. કેમ કે કાર્યના કારણનો અને નિષ્પત્તિનો એક જ કાળ છે. (કારણનો કાળ જુદો અને નિષ્પત્તિનો કાળ જુદો એમ નથી) તેથી સર્વ અવાંતર કારણો અને કાર્યો થઈ રહ્યા પછી છેલ્લે સમયે જ પરિપૂર્ણ ઘટનો આરંભ થાય છે, તે જ સમયે તે નિષ્પન્ન થાય છે. (આ વિષય ઉપર ઘણો વિસ્તાર છે તે મહાભાષ્યથી જાણી લેવો.) વળી હે જમાલિ! તમે સંથારો અર્થો પાથરેલો જોઈને “સંથારો કર્યો જ નથી” એ પ્રમાણે બોલ્યા તે અયોગ્ય છે, કેમ કે સંથારો અર્થો પાથર્યો છે, એમ તો તમે પણ બોલ્યા, તે ન પાથર્યો હોય તો કેમ બોલાત? માટે પ્રથમથી જેટલા આકાશપ્રદેશમાં સંથારો પાથરવા માંડ્યો તેટલા આકાશપ્રદેશમાં તો તે પથરાઈ ગયો છે. માત્ર ઉપર પાથરવાનાં વસ્ત્રો બાકી છે, તે પથરાયાં નથી, પણ સંથારો જેટલો પથરાયો તેટલો તો પાથર્યો જ છે; તે કાંઈ હવે પાથરવાનો નથી. માટે વિશિષ્ટ સમયની અપેક્ષાવાળાં ભગવાનનાં વાક્યોમાં કોઈ જાતનો દોષ નથી.” આ પ્રમાણે અનેક યુક્તિઓથી સ્થવિર સાધુઓએ જમાલિને સમજાવ્યો, તોપણ તે સમજ્યો નહીં; ત્યારે તેઓ તેને છોડીને વિરપ્રભુ પાસે ગયા. પણ સુદર્શનાએ તો જમાલિ પરના અનુરાગને લીધે તેનો મત કબૂલ કર્યો. અન્યદા તે ઢંક નામના કુંભારજાતિના શ્રાવકને ઘેર જઈ રહી હતી. ત્યાં ૧ શિવ અને સ્થાન એ ઘડાના પેટાળ, ગોળાશ વગેરે અવયવ વિશેષ છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૭] સમકિતની ત્રીજી શ્રદ્ધા-વ્યાપન્નદર્શનીનો ત્યાગ ટંકને પોતાના મતમાં લેવા માટે તે સમજાવવા લાગી. એટલે ઢકે તેને મિથ્યાત્વ પામેલી જાણીને કહ્યું કે “અમે તો કાંઈ એવી વાતોમાં સમજતા નથી.” પછી એક દિવસ ઢંક શ્રાવક નિભાડામાંથી ઠામ કાઢતો હતો અને તે જ ઠેકાણે સુદર્શન સાથ્વી બેઠી બેઠી સ્વાધ્યાય કરતી હતી. તેને પ્રતિબોઘ કરવા માટે ઢંકે અગ્નિનો એક અંગારો તેના વસ્ત્ર ઉપર મૂકી દીઘો, તેથી તે વસ્ત્રનો એક છેડો બળી ગયો. તે જોઈને સુદર્શના બોલી કે–“હે શ્રાવક! તેં મારું વસ્ત્ર બાળી નાખ્યું.” ત્યારે ઢંક બોલ્યો કે “અરે! બળતું હોય તે બાળ્યું કહેવાય, એવો તો શ્રી ભગવાનનો મત છે; તમે તો એવું ક્યાં માનો છો? તમારા મતે તો આખું વસ્ત્ર બળી ગયું હોય ત્યારે જ બાળ્યું કહેવાય. હજુ તો તમારા વસ્ત્રનો એક જરા સરખો છેડો બન્યો છે, માટે તમે બાળ્યું કેમ કહો છો?” આ પ્રમાણેનું ઢકનું વાક્ય સાંભળીને વિચાર કરતાં તે સુદર્શન બોઘ પામીને બોલી કે “હે શ્રાવક! તેં મને ઠીક પ્રતિબોઘ પમાડ્યો. હું હવે તે સંબંધી મિથ્યાદુષ્કત આપું છું.” એમ કહીને તે જમાલિ પાસે જઈ તેને પણ બોઘ કરવા લાગી; પરંતુ તે તો જરા પણ બોઘ પામ્યો નહીં, તેથી તેને એકલો મૂકીને સુદર્શન ભગવાનની પાસે ગઈ. એકદા જમાલિએ ચંપાનગરીમાં આવીને શ્રી મહાવીરસ્વામીને કહ્યું કે “હે જિન! મારા સિવાય તમારા બીજા બધા શિષ્યો છvસ્થપણે જ વિહાર કરે છે, પરંતુ મને તો કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેથી હું તો સર્વજ્ઞ અરિહંત થયો છું.” તે સાંભળીને ગૌતમસ્વામી બોલ્યા કે “હે માલિ! તું એવું અસત્ય ભાષણ ન કર; કેમ કે કેવળજ્ઞાનીનું જ્ઞાન તો કોઈ પણ ઠેકાણે અલના પામતું નથી. જો તું કેવળી હો તો મારા પ્રશ્નનો જવાબ આપ–આ લોક શાશ્વત છે કે અશાશ્વત છે? અને આ સર્વ જીવો નિત્ય છે કે અનિત્ય છે?” તે સાંભળીને તેનો ઉત્તર નહીં સૂઝવાથી જમાલિએ મૌન ધારણ કર્યું, અને નિયંત્રિત કરેલા સાપની જેમ સ્થિર થઈ ગયો. તે જોઈને પ્રભુ બોલ્યા કે “હે જમાલિ! છદ્મસ્થ સાધુઓ પણ આ પ્રશ્નોના જવાબ આપી શકે છે. તે આ પ્રમાણે–ભૂત, ભવિષ્ય અને વર્તમાનની અપેક્ષાએ આ લોક નિત્ય છે, અને ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળની અપેક્ષાએ આ લોક અનિત્ય છે, તેમજ દ્રવ્યરૂપે કરીને આ જીવ શાશ્વત છે, અને તિર્યચ, મનુષ્ય, નારકી તથા દેવપણાના પર્યાયવડે અશાશ્વત છે.” આ પ્રમાણેના ભગવાનના વાક્ય પર તે જમાલિને શ્રદ્ધા થઈ નહીં, તેથી તે પોતાને અને બીજાઓને પણ કુયુક્તિઓ વડે મિથ્યાત્વી કરવા લાગ્યો. છેવટે મૃત્યુ સમયે પણ તે પાપકર્મનું પ્રાયશ્ચિત્ત લીધા વિના તથા આલોયણ પ્રતિક્રમણાદિ કર્યા વિના એક માસનું અનશન કરીને લાંતક દેવલોકમાં તેર સાગરોપમના આયુષ્યવાળો કિલ્પિષી દેવ થયો. (આ જમાલિનું ચરિત્ર શ્રી ભગવતીસૂત્રમાં વિસ્તારથી આપેલું છે.) શ્રી જિનેશ્વરે કહ્યું છે કે–“દેવ, તિર્યંચ અને મનુષ્યના ભવમાં પાંચ પાંચ વાર ઉત્પન્ન થયા પછી તે જમાલિ ફરીને સમકિત પામી સિદ્ધિ સુખને પામશે.” આ પ્રમાણે શ્રી વીર પ્રભુના પ્રાકૃત ચરિત્રમાં કહેલ છે. “આ જમાલિનું ચરિત્ર સાંભળીને ભવ્ય જીવોએ નષ્ટદર્શનીનો (એટલે જેનું દર્શન શ્રદ્ધા નષ્ટ થઈ ગઈ છે તેનો) સંગ કરવો નહીં. એવો સંગ પ્રાપ્ત થયા છતાં પણ જેઓ ઢક શ્રાવકની જેમ શ્રદ્ધાનો ત્યાગ કરતા નથી તેઓ સર્વ પ્રકારનાં સુખને પામે છે.” Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩ર. શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૧ વ્યાખ્યાન ૮ સમકિતની ચોથી શ્રદ્ધા-પાખંડીસંગવર્જન शाक्यादीनां कुदृष्टीनां, बौद्धानां कूटवादिनाम् । वर्जनं क्रियते भव्य, सा श्रद्धा स्यात्तुरीयका ॥१॥ ભાવાર્થ-“શાક્ય વગેરે કુદ્રષ્ટિએ (મિથ્યાત્વીઓ)નું, બૌદ્ધોનું અને મિથ્યાભાષીઓનું વર્જન કરવું, એ ચોથી શ્રદ્ધા કહેલી છે.” શાક્યમતવાળા ઉન્મત્ત જેવા થઈને એવો ઉપદેશ આપે છે કે न मांसभक्षणे दोषो, न मद्ये न च मैथुने । પ્રવૃત્તિરેષા મૂતાનાં, નિવૃત્તિસ્તુ મહાપણના શા. ભાવાર્થ-“માંસ-ભક્ષણ કરવામાં, મદ્ય-મદિરા પાન કરવામાં અને વિષયસુખ સેવવામાં કશો દોષ નથી, કેમકે પ્રાણીઓની એવી જ પ્રવૃત્તિ છે; પરંતુ તે માંસભક્ષણ વગેરેથી નિવૃત્ત થવામાં મોટું ફળ છે.” તેઓ કોઈ યુવાન સ્ત્રીને ઉદ્દેશીને કહે છે કે पिब खाद च चारुलोचने, यदतीतं वरगात्रि तन्न ते । न हि भीरु गतं निवर्तते, समुदयमात्रमिदं कलेवरम् ॥४॥ ભાવાર્થ-“હે સુંદર નેત્રવાળી સ્ત્રી! તું યથેચ્છ ખા અને પી. હે સુંદર ગાત્રવાળી! જે આ તારી યુવાવસ્થા ગઈ તે તારી નથી, અર્થાત્ પછી ફરીથી તને મળવાની નથી; કેમકે હે ભીરુ સ્ત્રી! જે કાંઈ ગયું તે પાછું આવતું નથી. અને આ શરીર તો માત્ર પાહુણા જેવું (થોડી મુદત રહેવાનું) છે.” પ્રથમ શ્લોકમાં શાક્યાદિ લખ્યું છે, તે આદિ શબ્દથી એકાંત નયને અંગીકાર કરનારા સર્વે મિથ્યાદ્રષ્ટિ સમજવા. કહ્યું છે કે जावइया वयणपहा, तावइया चेव हुंति नयवाया । जावइया नयवाया, तावइयं चेव मिच्छत्तं ॥१॥ ભાવાર્થ-“જેટલી વચનરચના છે તે સર્વે નયવાદ છે, અને જેટલા નયવાદ છે તેટલા મિથ્યાત્વના પ્રકાર છે.” તેથી શાક્યમતવાળાનો તથા અન્ય મિથ્યાવૃષ્ટિઓનો પણ સંગ વર્જવો. વળી કુદ્રષ્ટિ એટલે જેમનું દર્શન (શાસન) કુત્સિત છે-નિંદ્ય છે તેવા કુદ્રષ્ટિ ત્રણસો ને ત્રેસઠ પ્રકારના હોય છે. આગમમાં તેના ભેદ આ પ્રમાણે દેખાડ્યા છે. असियसय किरियाणं, अकिरियवाईण होइ चुलसी उ । अन्नाणिय सत्तठ्ठी, वेणइयाणं च बत्तीसं ॥४॥ ભાવાર્થ-“ક્રિયાવાદીના એકસો ને એંસી ભેદ છે, અક્રિયાવાદીના ચોરાશી ભેદ છે, અજ્ઞાનવાદીના સડસઠ ભેદ છે અને વિનયવાદીના બત્રીશ ભેદ છે.” આમ કુલ ૩૬૩ ભેદ થાય છે. તેવા કુદ્રષ્ટિના સંગનો ત્યાગ કરવો; તથા બૌદ્ધ એટલે ક્ષણિકવાદી તથા મિથ્યાભાષી એટલે Page #44 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૮] સમકિતની ચોથી શ્રદ્ધા-પાખંડીસંગવર્જન 33 નાસ્તિકો, તેમનો સંગ શુદ્ધ બુદ્ધિવાળા ભવ્ય પ્રાણીઓએ સર્વથા પ્રકારે તત્કાળ વર્લ્ડવો. તે ચોથી પાખંડીસંગવર્જનરૂપ શ્રદ્ઘા જાણવી. આ હકીકતને દૃઢ કરવા માટે ઇન્દ્રભૂતિ (ગૌતમ)નું દૃષ્ટાંત કહે છે તે નીચે પ્રમાણે— ઇંદ્રભૂતિ (ગૌતમસ્વામી)નું દૃષ્ટાંત गुरुं वीरं च संप्राप्य, इन्द्रभूतिर्गणाधिपः । ખાત: સંગત્યાગેન, સર્મથને રતઃ શા ભાવાર્થ-‘ઇન્દ્રભૂતિ (ગૌતમ) ગણઘર મહાવીરસ્વામી ગુરુને પામીને કુસંગનો ત્યાગ કરી સદ્ધર્મની પ્રરૂપણા કરવામાં આસક્ત થયા.’ શ્રી મહાવીરસ્વામી કેવળજ્ઞાન પામ્યા પછી અપાપા નગરીના મહસેન નામના ઉદ્યાનમાં સમવસર્યા. તે ગામમાં સોમિલ નામના બ્રાહ્મણને ઘરે યજ્ઞને માટે અગિયાર વિદ્વાન બ્રાહ્મણો મળ્યા હતા. તેમાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ વગેરે પાંચ પંડિતો પાંચસો પાંચસો શિષ્યો સહિત આવ્યા હતા. બે પંડિતો સાડાત્રણસો સાડાત્રણસો શિષ્યો સહિત આવ્યા હતા, અને ચાર પંડિતો ત્રણસો ત્રણસો શિષ્યો સહિત આવ્યા હતા. એ પ્રમાણે ૪૪૦૦ બ્રાહ્મણો એકઠા મળ્યા હતા. તે સમયે શ્રી વીરપ્રભુને વાંદવા માટે આકાશમાર્ગે આવતા અસંખ્ય સુરઅસુરને જોઈને તથા દેવદુંદુભિના ધ્વનિને સાંભળીને તે પંડિતો બોલ્યા કે “અહો! અમારા યજ્ઞમંત્રોના આકર્ષણથી આકર્ષાઈને આ દેવો સાક્ષાત્ અહીં આવે છે.’’ પરંતુ તે દેવતાઓને ચાંડાલના પાડાની જેમ તે યજ્ઞના સ્થાનને તજીને પ્રભુ પાસે જતા જોયા, તેથી તે સર્વે બ્રાહ્મણો ખેદ પામ્યા. તેઓએ લોકોના મુખથી સાંભળ્યું કે “આ દેવતાઓ સર્વજ્ઞને વાંદવા જાય છે.'' તે સાંભળીને સર્વ બ્રાહ્મણોમાં મુખ્ય ઇન્દ્રભૂતિ હતો, તેણે વિચાર કર્યો કે “અહો! હું એક જ સર્વજ્ઞ છતાં શું બીજો પણ કોઈ મનુષ્ય પોતાનું સર્વજ્ઞપણું પ્રસિદ્ધ કરે છે? કદાચ કોઈ ધૂર્ત મૂર્ખ જનોને છેતરે, પણ અહો! આ ધૂર્તે તો દેવોને પણ છેતર્યા જણાય છે, કે જેથી સરોવ૨ને છોડી જતા દેડકાની જેમ, સારા વૃક્ષને તજી જતા ઊંટોની જેમ, સૂર્યના તેજને તજી જતા ઘુવડોની જેમ અને સુગુરુને છોડી જતા કુશિષ્યોની જેમ આ દેવો યજ્ઞમંડપને તથા મને સર્વજ્ઞને પણ છોડીને તેની પાસે જાય છે; અથવા જેવો એ સર્વજ્ઞ હશે તેવા જ આ દેવો પણ હશે; તો પણ હું આવા ઇન્દ્રજાળીને સહન કરી શકતો નથી. કેમકે આકાશમાં બે સૂર્ય હોઈ શકે નહીં, એક ગુફામાં બે કેસરીસિંહ રહી શકે નહીં અને એક મ્યાનમાં બે તલવારો રહી શકે નહીં.'' એ પ્રમાણે વિચાર કરતાં તે ઇન્દ્રભૂતિએ પ્રભુને વાંદીને પાછા આવતા લોકોને જોઈને પૂછ્યું કે, “હે લોકો! તે સર્વજ્ઞ કેવો છે?’’ ત્યારે લોકોએ તેમના આઠ પ્રાતિહાર્ય વગેરેનું સ્વરૂપ કહ્યું અને બોલ્યા કે– यदि त्रिलोकी गणनापरा स्यात्तस्याः समाप्तिर्यदि नायुषः स्यात् । परेपरार्ध्यं गणितं यदि स्याद् गणेय निःशेषगुणोऽपि स स्यात् ॥ १॥ ભાવાર્થ-જો કદાચ ત્રણ જગતના જીવો તે ભગવાનના ગુણોની ગણના કરવા તત્પર થાય, તેમાં પણ તેમના આયુષ્યની સમાપ્તિ જ ન હોય, અને પરાર્ધથી પણ અધિક સંખ્યાના અંક હોય, તો તે ભગવાનના સમગ્ર ગુણોની ગણના કદાચ થઈ શકે!’’ આ પ્રમાણે લોકોના મુખથી સાંભળીને ઇન્દ્રભૂતિ બોલ્યો કે “ખરેખર આ કોઈ મહાધૂર્ત ભાગ ૧-૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ 3४ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [તંભ ૧ જણાય છે, કે જેણે સર્વ લોકોને ભ્રમમાં નાંખ્યા છે, પરંતુ સૂર્ય જેમ અંઘકારને સહન ન કરે અને સિંહ જેમ પોતાની કેશવાળીના છેદને સહન ન કરે, તેમ હું તેને સહન કરી શકીશ નહીં. મેં મોટા મોટા વાદીઓને મોટી સભામાં મૌન ધારણ કરાવ્યું છે, તો આ માત્ર ઘરમાં જ શૂરવીર એવો મારી પાસે કોણ માત્ર છે? જે વાયુએ મોટા હાથીઓને ઉડાડી દીધા છે તેની પાસે રૂનું પૂમડું શા હિસાબમાં છે?” આવાં તેનાં વચનો સાંભળીને અગ્નિભૂતિ બોલ્યો કે “હે ભાઈ! આવા સામાન્ય ઘૂર્ત ઉપર તમારે શા માટે પરાક્રમ ફોરવવું જોઈએ? શું પક્ષીરાજ (ગરુડ) નાના કીડાઓ ઉપર પોતાનું પરાક્રમ વાપરે છે? માટે આવા સાઘારણ વાદી ઉપર તમારે જાતે શા માટે પ્રયત્ન કરવો જોઈએ? હે બંધુ! હું જ તેની પાસે જઈશ. એક કમળનો છોડ ઉખેડવા સારુ શા માટે એરાવણ હાથીને લઈ જવો જોઈએ?” તે સાંભળીને ગૌતમે પોતાના ભાઈ અગ્નિભૂતિને કહ્યું કે, “હે ભાઈ! મેં સર્વવાદીઓનો પરાજય કર્યો છે, છતાં આ મગના પાકમાં રહેલા કોરડુંની જેમ, ઘાણીમાં આખા રહેલા તલના કણની જેમ, અને અગતિએ સમુદ્રનું પાન કરતાં બાકી રહેલા જળબિંદુની જેમ નાના ખાબોચિયા જેવો બાકી રહ્યો છે; પરંતુ તેને એકને જીત્યા વિના બઘાને જીત્યા તે ન જીત્યા બરાબર ઠરે છે; કેમકે એક વાર શિયળનું ખંડન કરનાર સતી સ્ત્રી કાયમને માટે અસતી કહેવાય છે. સમુદ્રમાં રહેલા વહાણમાં એક નાનું પણ છિદ્ર હોય, તો તે સમગ્ર વહાણને ડુબાવી દે છે. અહો! મારા ભયને લીઘે ગૌડદેશના પંડિતો તો દૂર દેશ જતા રહ્યા છે, ગુજરાતના વિદ્વાનો જર્જરિત થઈને ત્રાસ પામ્યા છે, માલવ દેશના પંડિતો તો મૃત્યુ પામી ગયા છે, અને તિલંગ દેશમાં ઉદય પામેલા પંડિતો અસ્તને પામ્યા છે; વિશ્વને વિષે મારી સામે વાદ કરે એવો એક પણ પંડિત રહ્યો નથી. માત્ર આ એક જ ઘૂર્ત જેમ દેડકો કૃષ્ણ સર્પને લાત મારવા તૈયાર થાય, જેમ બળદ એરાવણ 'હાથીને શીંગડાં મારવા તૈયાર થાય અને જેમ હાથી પોતાના દાંતવડે પર્વતને પાડવા યત્ન કરે, તેમ મારી સાથે વાદ કરવા ઇચ્છે છે; અથવા એણે અહીં આવીને મને જે ક્રોઘ પમાડ્યો છે, તે તેણે સૂતેલો સિંહ જગાડ્યો છે. પોતાની આજીવિકાને અને યશને હાનિ પહોંચાડવા માટે તેણે આવું અવિચારી કૃત્ય શું કર્યું? એણે વાયુની સન્મુખ રહીને અગ્નિ સળગાવ્યો છે, દેહના સુખને માટે કૌચલતાનું તેણે આલિંગન કર્યું છે, અને શેષનાગની ફણા ઉપરનો મણિ લેવા માટે તેણે હાથ લાંબો કર્યો છે. અરે! જ્યાં સુધી સૂર્યનો ઉદય થયો ન હોય ત્યાં સુધી જ ખદ્યોત અને ચંદ્ર પ્રકાશ કરી શકે છે; પણ સૂર્યનો ઉદય થયો એટલે ખદ્યોત અને ચંદ્ર ક્યાંય જતા રહે છે. એક જ સિંહના નાદ વડે સર્વ પશુઓ નાસી જાય છે. જ્યાં સુધી ગુફામાં રહેલા સિંહના પૂંછડાના ઝપાટાનો શબ્દ સાંભળ્યો નથી, ત્યાં સુધી જ મદોન્મત્ત હાથી કાળા મેઘની જેવી ગર્જના કરે છે, પરંતુ જેમ દુષ્કાળમાં ભૂખ્યા માણસને ક્યાંયથી અન્ન મળી જાય તેમ મને આજે મારા ભાગ્યવશાત્ આ વાદી મળ્યો છે. માટે હવે હું તેની પાસે જાઉં. યમરાજને કાંઈ માલવદેશ દૂર નથી, ચક્રવર્તીને કાંઈ પણ અજેય નથી; પંડિતોને કાંઈ અજાણ્યું નથી, અને કલ્પવૃક્ષને કાંઈ પણ ન આપવા લાયક હોતું નથી; તેથી આજે તેની પાસે જઈને તેનું પરાક્રમ જોઈ લઉં. સાહિત્યશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર વગેરે સર્વ શાસ્ત્રોમાં હું નિપુણ છું. કયા શાસ્ત્રમાં મારો પ્રયાસ નથી? તેથી આ વાદીને હું જીતું અને તેના સર્વજ્ઞપણાના આડંબરને દૂર કરું.” ૧ કૌચનો સ્પર્શ માત્ર કરવાથી આખા શરીરે ચળ ઊઠે છે, તો તેને આલિંગન કરવાથી શું ન થાય? Page #46 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૮] સમકિતની ચોથી શ્રદ્ધા-પાખંડીસંગવર્જન ૩૫ પછી ગર્વિષ્ઠપણાનાં વચનો બોલતા એવા તે ઇંદ્રભૂતિએ દેહની કાંતિ વધારવાને માટે પોતાના શરીરપર બાર તિલક કર્યા, સુવર્ણનું યજ્ઞોપવીત ધારણ કર્યું અને ઉત્તમ વસ્ત્રો પહેર્યા. એ પ્રમાણે મહા આડંબર કરીને પોતાના પાંચસો શિષ્યો સહિત ચાલ્યો. તે વખતે તેના શિષ્યો તેની બિરુદાવની બોલવા લાગ્યા કે “જેના કંઠમાં સરસ્વતી દેવી આભૂષણરૂપે રહી છે, જેણે સર્વ પુરાણો જાણેલાં છે, જે વાદીરૂપી કેળને કાપવા માટે કૃપાણ (ખજ્ઞ) સમાન છે, વળી વાદીરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન, વાદીરૂપી ઘટને તોડવામાં મુન્નર સમાન, સર્વ શાસ્ત્રોના આધારભૂત, સાક્ષાત્ પરમેશ્વરસ્વરૂપ, વાદીરૂપી ઘુવડને નષ્ટ કરવામાં સૂર્ય સમાન, વાદીરૂપી સમુદ્રનું શોષણ કરવામાં અગમ્ય ઋષિ સમાન, વાદીરૂપી પતંગીઆને ભસ્મ કરવામાં દીપક સમાન, વાદીરૂપી વરનો નાશ કરવામાં ઘવંતરી વૈદ્ય સમાન, સરસ્વતીની કૃપાનાં પાત્ર અને બૃહસ્પતિ (દેવગુરુ) પણ જેના શિષ્યરૂપ છે, એવા હે ભગવાન! તમે જય પામો.” આવી રીતે શિષ્યોના મુખથી બોલાતી બિરુદાવળીનું શ્રવણ કરતો તે ગૌતમ આગળ ચાલ્યો. સમવસરણની નજીક આવતાં અશોકાદિક અતિશયોને જોઈને તથા જાતિવૈરવાળા પ્રાણીઓને વૈરનો ત્યાગ કરીને એકત્ર રહેલા જોઈને તે બોલ્યો કે “અહો! આ તો કોઈ મહાધૂર્ત જણાય છે.” ત્યારે તેના છાત્રો (શિષ્યો) બોલ્યા કે “હે પૂજ્ય ગુરુ! અમે આપની કૃપાવડે હમેશાં કરોડો વાદીઓનો જય કરવામાં સમર્થ છીએ, તો આ એકનો પરાજય કરવો તેમાં તો શું! અમારામાંનો એક જ છાત્ર તેનો નિગ્રહ કરવા સમર્થ છે.” તે સાંભળી ગૌતમ સમવસરણની નજીક ગયો. સમવસરણના પહેલા પગથિયા ઉપર ચડી શ્રી વીરપ્રભુને જોતાં જ તેને શંકા ને ભય ઉત્પન્ન થયા. તે આશ્ચર્ય પામીને વિચારવા લાગ્યો કે “અહો! આ તે કોણ છે? શું સૂર્ય છે? ના, સૂર્ય તો ઉષ્ણ કિરણવાળો છે. ત્યારે શું આ ચંદ્ર છે? ના, તેને તો કલંક છે. ત્યારે શું મેરુપર્વત છે? ના, તે તો અત્યંત કઠિન છે. ત્યારે શું આ વિષ્ણુ છે? ના, તે તો કાળો છે. ત્યારે શું બ્રહ્મા છે? ના, તે તો જરાવડે આતુર છે અને વળી જરા (વૃદ્ધાવસ્થા)થી વ્યાપ્ત છે. ત્યારે શું કામદેવ છે? ના, તે તો શરીર વિનાનો છે. ત્યારે શું મહાદેવ છે? ના, તે તો કંઠમાં રહેલા શેષનાગથી ભયંકર છે; પરંતુ આ તો સર્વ દોષથી રહિત અને સમગ્ર ગુણસમૂહથી વ્યાપ્ત છે. માટે જરૂર આ તો છેલ્લા તીર્થકર જ હોવા જોઈએ. સૂર્યની જેમ આના સામું પણ જોઈ શકાય તેમ નથી અને દુસ્તર સમુદ્રની જેમ ઉલ્લંઘન કરી શકાય તેમ નથી. હવે એની પાસે મારે મારું મહત્ત્વ શી રીતે સાચવવું? અરે! મેં મૂર્ખાએ સિંહના મુખમાં હાથ નાંખ્યો અને બોરડીના ઝાડને આલિંગન કર્યું, મારે તો એક તરફ પૂરથી ભરેલી નદી અને બીજી તરફ વાઘ એ ન્યાયના જેવું થયું. વળી એક ખીલીને માટે આખો પ્રાસાદ ભાંગવા કોણ ઇચ્છે? સૂતરના તાંતણા માટે આખો હાર કોણ તોડે? રાખ માટે ચંદનનાં લાકડાં કોણ બાળે? લોઢા માટે સમુદ્રમાં રહેલા વહાણને કોણ ભાંગે? પણ મેં તો એ સઘળું મૂર્ખાઈ કરનારની જેમ અવિચારી કૃત્ય કર્યું છે. મેં દુર્બુદ્ધિએ જગદીશ્વરને જીતવાની ઇચ્છા કરી અને તે માટે અહીં આવ્યો; પરંતુ આ જગન્નાથે કોઈ પણ દિવ્યપ્રયોગથી મારું મન વશ કરી લીધું કે જેથી મારી આવી બુદ્ધિ થઈ. હવે આની પાસે હું એક અક્ષર પણ શી રીતે બોલી શકું? અને તેની પાસે પણ શી રીતે જઈ શકું? આ સમયે તો જન્મથી જ આરંભીને સેવન કરેલા શંકર જો મારા યશનું રક્ષણ કરે તો બહુ સારું. અથવા તો ત્રણ જગતને જીતનાર આ પ્રભુની પાસે શંકર પણ શું કરી Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સંભ ૧ શકે? તે તો અત્યારે ક્યાંય નાસી ગયા જણાય છે; પરંતુ કોઈ પણ પ્રકારે ભાગ્યના વશથી જો અહીં મારો જય થાય, તો તો હું ત્રણ ભુવનમાં પંડિતશિરોમણિ થાઉં.” આ પ્રમાણે તે વિચાર કરતો હતો, તેટલામાં ભગવંતે તેને બોલાવ્યો કે “હે ઇન્દ્રભૂતિ ગૌતમ! તમને સુખસાતા વર્તે છે?” તે સાંભળીને ગૌતમે વિચાર્યું કે “અહો! શું આ મારું નામ પણ જાણે છે? અથવા તો ત્રણ જગતમાં પ્રસિદ્ધ એવા મારા નામને કોણ ન જાણે? બાળ-ગોપાળથી આરંભીને સર્વ કોઈ સૂર્યને જાણે જ છે, તે કોઈનાથી છાનો રહેતો નથી; પરંતુ આણે મને મઘુર વાક્યથી બોલાવ્યો તેથી હું ઘારું છું કે તે મારી સાથે વાદવિવાદ કરવામાં બીએ છે, પણ હું એવાં મિષ્ટ વચનથી સંતોષ પામું તેમ નથી. જો એ મારા મનના સંશયને દૂર કરે, તો હું તેને ખરો સર્વજ્ઞ સમજું અને ત્યારે જ મને આશ્ચર્ય ઉત્પન્ન થાય.” ગૌતમ આ પ્રમાણે વિચારે છે તેવામાં ભગવાન બોલ્યા કે “હે ગૌતમ! જીવ છે કે નહીં? તે વિષે તમારા મનમાં સંશય છે. ચારે પ્રમાણથી (પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ પ્રમાણથી) જીવ ગ્રાહ્ય થઈ શકતો નથી, માટે જીવ છે જ નહીં એવું તમારું માનવું છે, પણ તે અસત્ય છે. કારણ કે તમે વેદપદનો ખરો અર્થ જાણતા નથી, તેથી જ તમને આ સંશય ઉત્પન્ન થયો છે. વેદમાં કહ્યું છે કે "विज्ञानघन एतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुविनश्यति न प्रेत्यसंज्ञास्ति' વિજ્ઞાનધન એટલે જીવ આ પંચ મહાભૂત થકી ઉત્પન્ન થઈને પાછો તે પંચ મહાભૂતમાં જ વિનાશ પામે છે, તેથી તેની પ્રેત્ય એટલે પરલોક સંજ્ઞા નથી.” આવો અર્થ કરીને તમે જીવનો અભાવ સિદ્ધ કરો છો, પણ તે અર્થ અયુક્ત છે; કેમ કે વિજ્ઞાનઘનનો અર્થ જીવ નથી, પણ પાંચ ઇન્દ્રિયો છે, તેથી થતું ઘટાદિ પદાર્થોનું જે જ્ઞાન તે ઘટાદિ પદાર્થ નાશ પામ્ય સતે નાશ પામે છે; તેથી તેની પ્રત્ય સંજ્ઞા નથી. (આ પદનું સર્વ યુક્તિઓ સહિત વ્યાખ્યાન શ્રી વિશેષાવશ્યકથી જાણી લેવું). તેમજ હે ગૌતમ! જેમ દૂધમાં ઘી છે, તલમાં તેલ છે, કાષ્ઠમાં અગ્નિ છે, પુષ્પમાં સુગંઘ છે તથા ચંદ્રજ્યોસ્નામાં અમૃત છે, તેમ જીવ પણ દેહમાં રહેલો છે માટે જીવ છે, એમ સિદ્ધ થાય છે.” | ઇત્યાદિ યુક્તિયુક્ત જન્મ મરણ રહિત એવા ભગવાનનું વચન સાંભળીને ગૌતમનો સંશય દૂર થયો; તેથી તેણે પાંચસો શિષ્યો સહિત ભગવાનની પાસે પ્રવજ્યા અંગીકાર કરી. પછી પ્રભુના મુખથી “ઉપન્ન વા, વિષમ વા યુવણે વા’’–ઉત્પન્ન થાય છે, મરે છે અને નિશ્ચલ ભાવ છે. એ ત્રિપદીને પામીને તેમણે દ્વાદશાંગીની રચના કરી. તેમાં “ઉપક્રએ” એટલે જીવથી જીવ ઉત્પન્ન થાય છે, તે નરનારીથી ગર્ભ ઉત્પન્ન થાય છે તે, જીવથી અજીવ ઉત્પન્ન થાય છે તે દેહથી નખ વગેરે ઉત્પન્ન થાય છે તે, અજીવથી અજીવ ઉત્પન્ન થાય છે તે ઇંટાદિકના ચૂર્ણની જેમ, અને અજીવથી જીવ ઉત્પન્ન થાય છે તે પરસેવાથી જૂ વગેરેની ઉત્પત્તિની જેમ. એવી રીતે વિગમ ૧ (૧) જીવથી જીવ નાશ પામે છે તેનું દ્રષ્ટાંત-જીવ છકાય જીવોની ઉપમર્થના કરે છે તે. (૨) જીવથી અજીવ નાશ પામે છે તેનું દ્રષ્ટાંત-જીવ ઘટાદિ પદાર્થોનો નાશ કરે છે તે. (૩) અજીવથી જીવ નાશ પામે છે તેનું દ્રષ્ટાંતખડગાદિકથી અથવા સોમલાદિકથી જીવ મરણ પામે છે તે. (૪) અજીવથી અજીવ નાશ પામે છે તેનું દ્રષ્ટાંત–ઘડા સાથે પથ્થર અફળાવાથી ઘડો નાશ પામે છે તે. Page #48 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૯] સમકિતનું પહેલું લિંગ-શુશ્રષા ૩૭ નાશમાં પણ ચાર ભાંગા સમજવા. જીવથી જીવ નાશ પામે છે, જીવથી અજીવ નાશ પામે છે, અજીવથી જીવ નાશ પામે છે અને અજીવથી અજીવ નાશ પામે છે. તેવી રીતે ધ્રુવપણામાં પણ નિત્ય, અછેદ્ય, અભેદ્યાદિક જીવનું સ્વરૂપ જાણવું. ગૌતમે દીક્ષા લીઘાની વાત સાંભળી અગ્નિભૂતિ વગેરે બીજા દશ પંડિતો પણ અનુક્રમે ભગવાનની પાસે આવ્યા અને તેમના સંશયો દૂર થવાથી તે સર્વેએ પણ પોતપોતાના શિષ્યો સહિત દીક્ષા લીધી. હે ભવ્ય પ્રાણીઓ! આ ગૌતમ ગણઘરનું ગુણોના મંદિર જેવું અને સર્વ સુખને આપનારું ચરિત્ર સાંભળો કે જેથી મિથ્યાદર્શનનો નાશ થાય અને મોક્ષસુખને પ્રાપ્ત કરાવનારું સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય.” વ્યાખ્યાન ૯ સમકિતનું પહેલું લિંગ-શુશ્રુષા લિંગ એટલે ચિહ્ન. જેમ ઘુમાડાથી અગ્નિ સમજી શકાય છે તેમ શુશ્રુષા આદિ લિંગથી સમકિતનું અનુમાન થાય છે. સમકિતના ત્રણ લિંગમાંના પહેલા શુશ્રુષા નામના લિંગ વિષે કહે છે : शुश्रूषा भगवद्वाक्ये, रागो धर्मे जिनोदिते । वैयावृत्त्यं जिने साधौ, चेति लिंगं त्रिधा भवेत् ॥१॥ ભાવાર્થ-“શ્રી જિનેશ્વરના વાક્યને વિષે શુશ્રષા એટલે સાંભળવાની ઇચ્છા, જિનેશ્વરે કહેલા ઘર્મને વિષે રાગ-પ્રીતિ અને જિનેશ્વર તથા સાઘુઓનું વૈયાવૃત્ય-એ ત્રણ સમકિતનાં લિંગ છે.” શ્રી અરિહંતે કહેલા વચનને સાંભળવાની ઇચ્છા નિરંતર રાખવી; કેમકે જિનવચન શ્રવણ કર્યા વિના કોઈ પણ જ્ઞાનાદિક ગુણ પ્રાપ્ત થતો નથી. આગમમાં કહ્યું છે કે सवणे नाणे य विन्नाणे, पच्चक्खाणे य संजमे । अनिलए तवे चेव, वोदाणे अकिरिय निव्वाणे ॥१॥ ભાવાર્થ-“શાસ્ત્ર શ્રવણ કરવાથી જ્ઞાન થાય, જ્ઞાનથી વિજ્ઞાન (વૈરાગ્ય) થાય, વિજ્ઞાનથી પચખાણ ત્યાગ) થાય, પચખાણથી સંયમ થાય, સંયમવડે દોષરહિત તપ થાય, તપથી ક્રિયારહિતપણું પ્રાપ્ત થાય, પૂર્વ કર્મ નિજીરે, નવા ન બાંધે અને ક્રિયારહિત થવાથી નિર્વાણ મોક્ષ પ્રાપ્ત થાય.” શ્રી હરિભદ્ર સૂરિએ પણ તેમજ કહ્યું છે કે क्षारांभस्त्यागतो यद्वन्मधुरोदकयोगतः । बीजं प्ररोहमादत्ते तद्वत्तत्त्वश्रुतेर्नरः॥॥ ભાવાર્થ-“જેમ ખારા જળના ત્યાગથી અને મીઠા જળના યોગથી બીજ અંકુરિત થાય છે, તેમ તત્ત્વજ્ઞાનના શ્રવણથી મનુષ્ય જ્ઞાનને પામે છે–જ્ઞાનરૂપ અંકુર પ્રગટે છે.” તેથી કરીને આ શુશ્રુષા સમકિતનું પ્રથમ લિંગ છે. તેની ઉપર સુદર્શન શ્રેષ્ઠીનું દ્રશ્ચંત છે તે આ પ્રમાણે Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧ સુદર્શન શ્રેષ્ઠી તથા અર્જુન માળીનું દૃષ્ટાંત રાજગૃહ નગ૨માં અર્જુન નામનો એક માળી રહેતો હતો. તેને અત્યંત સુંદર અને યુવાવસ્થાથી મનોહર બન્ધુમતી નામે સ્ત્રી હતી. તે માળીને નગરની બહાર પચરંગી પુષ્પોવાળો એક સુંદર બાગ હતો. તે બાગની નજીકમાં એક યક્ષનું દેવળ હતું. તેમાં હજાર પલનું લોઢાનું મુગર ધારણ કરીને ઊભેલી મુદ્ગરપાણિ નામના યક્ષની મૂર્તિ હતી. તે યક્ષની પોતાના કુળદેવતાની જેમ તે માળી પોતાની સ્ત્રી સહિત નિત્ય અર્ચા કરતો હતો. એકદા મહોત્સવનો દિવસ હોવાથી કોઈ છ પુરુષો ફરતા ફરતા મુદ્ગરપાણિ યક્ષના દેરામાં આવી આનંદ કરતા બેઠા હતા; તેવામાં અર્જુન માળી પોતાની સ્ત્રી સહિત સુંદર પુષ્પો લઈને યક્ષની પૂજા કરવા આવ્યો. તેને આવતો જોઈને પેલા છયે મિત્રોએ પરસ્પર વિચાર કર્યો કે “આ માળીની સ્ત્રી અતિ સ્વરૂપવાન છે, માટે આ માળીને બાંધી લઈને તેની સમક્ષ જ તેની સ્ત્રી સાથે આપણે ક્રીડા કરીએ.'’ એમ નિશ્ચય કરીને તેઓ બારણાની પાછળ છૂપી રીતે ઊભા રહ્યા. પેલો માળી દેરામાં આવી પુષ્પ વગેરેથી યક્ષની પૂજા કરીને પંચાંગ પ્રણામ કરવા લાગ્યો. તે વખતે પેલા છયે મિત્રોએ એકદમ બહાર આવીને તેને બાંઘી લીધો. પછી તેની સમક્ષ તેની સ્ત્રી સાથે વિલાસ કરવા લાગ્યા. તે જોઈને અર્જુન માળીને વિચાર થયો કે મારા જીવતરને ધિક્કાર છે! કેમ કે– सह्यन्ते ૩૮ प्राणिभिर्बाद, पितृमातृपराभवाः । भार्यापराभवं सोढुं तिर्यञ्चोऽपि न हि क्षमाः ॥ १ ॥ “પ્રાણીઓ પિતાના કે માતાના પરાભવને સહન કરી શકે છે, પણ સ્ત્રીના પરાભવને સહન કરવામાં તિર્યંચો પણ સમર્થ નથી.’’ [સ્તંભ ૧ અહો! મારા દેખતાં જ આ પશુ જેવા પુરુષો પશુધર્મનું આચરણ કરે છે. એમ વિચારતો તે અર્જુન માળી મનમાં ને મનમાં યક્ષને ઉપાલંભ દેવા લાગ્યો કે—“હે યક્ષ! ખરેખર તું પથ્થરમય જ દેવ છે. આટલા કાળ સુધી મેં તારી પૂજા કરી, તેનું મને આ ફળ મળ્યું.’' તે સમયે યક્ષે જ્ઞાનવડે તે સર્વ જાણ્યું, એટલે માળીના વચનથી અત્યંત ક્રોધાયમાન થઈને તેણે તેના દેહમાં પ્રવેશ કર્યો. પછી બાંઘેલાં સર્વ બંધન તોડીને લોઢાનો મુદ્ગર ઉપાડી તેના વડે બંઘુમતી સહિત છયે મિત્રોને ચૂર્ણ કરી નાંખ્યા. ત્યારથી આરંભીને અર્જુનના શરીરમાં રહેલો તે યક્ષ હંમેશાં એક સ્ત્રી સહિત છ પુરુષોને જ્યાં સુધી મારતો નહીં ત્યાં સુધી તેનો ક્રોધ શાંત થતો નહીં. આ સર્વ વૃત્તાંત જાણીને તે નગરના રાજા શ્રેણિકે પટહ વગડાવીને સર્વ પૌરજનોને ખબર આપી કે “જ્યાં સુધી તે અર્જુને સાત માણસો માર્યા ન હોય ત્યાં સુધી કોઈએ નગર બહાર નીકળવું નહીં.'' આ અવસરે શ્રી વીરપ્રભુ તે નગરના ઉદ્યાનમાં સમવસર્યા. તેમનું આગમન સુદર્શન નામના મહાશ્રાવકે સાંભળ્યું; તેથી આનંદ પામીને જિનેશ્વરના વચનામૃતને પીવાની ઇચ્છાવાળા તેણે “હું જિનેશ્વરને વાંદવા જાઉં છું,'' એમ કહી મા-બાપની રજા માગી. તે સાંભળીને તેઓ બોલ્યા કે ‘હે વત્સ! ત્યાં જતાં તને ઉપસર્ગ થશે, માટે અહીં જ રહીને ભાવથી પ્રભુને વંદના કર.'' સુદર્શન બોલ્યો,‘‘હે માતાપિતા! ત્રણ જગતના ગુરુ શ્રી જિનેન્દ્રના મુખથી ઉપદેશનું શ્રવણ કર્યા વિના મારે ભોજન કરવું પણ કલ્પે નહીં.'' એ પ્રમાણે કહી માતાપિતાની રજા લઈ સુદર્શન શ્રી વીરપ્રભુને Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૯ વ્યાખ્યાન ૯] સમકિતનું પહેલું લિંગ-શુશ્રષા વાંદવા ચાલ્યો. માર્ગે ચાલતાં તેણે ક્રોઘથી મુગર ઊંચો કરીને જાણે કોપ પામેલો યમરાજ જ હોય નહીં તેમ અર્જુન માળીને દૂરથી આવતો જોયો. એટલે તરત જ ભયરહિત સુદર્શન શેઠ પોતાના વસ્ત્રના છેડાવડે પૃથ્વીનું પ્રમાર્જન કરીને ત્યાં બેઠો. પછી જિનેશ્વરને નમસ્કાર કરી ચાર શરણ અંગીકાર કરી, સર્વ પ્રાણીઓને ખમાવી, સાગારી અનશન કરી, ઉપસર્ગનો નાશ થયા પછી જ પારીશ, એવો નિશ્ચય કરીને તેણે કાયોત્સર્ગ કર્યો અને પંચ પરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરવા લાગ્યો. અર્જુન માળીના શરીરમાં રહેલો યક્ષ તેની પાસે આવ્યો; પણ મંત્રથી વિષરહિત કરેલા અને ખીલી લીઘેલા સર્પની જેમ તે તેનો પરાભવ કરવા શક્તિમાન થયો નહીં, તેનો રોષ નષ્ટ થઈ ગયો. પછી ભય પામીને પોતાનો મુગર લઈ તે યક્ષ અર્જુનના શરીરમાંથી નીકળી ગયો. યક્ષના પ્રવેશથી મુક્ત થયેલો અર્જુન પણ કાપેલા વૃક્ષની જેમ તરત પૃથ્વી પર પડી ગયો. પછી થોડી વારે શુદ્ધિમાં આવેલા અર્જુને સુદર્શન શ્રેષ્ઠીને જોઈ તેને પૂછ્યું કે “તમે કોણ છો અને ક્યાં જાઓ છો? શ્રેષ્ઠીએ કહ્યું કે “હું સુદર્શન નામે શ્રેષ્ઠી છું અને શ્રી વીરપ્રભુને વાંદવા જાઉ ; તું પણ તે સર્વજ્ઞને વાંદવા ચાલ.” તે સાંભળીને અર્જુન પણ તેમની સાથે ભગવાનના સમવસરણમાં ગયો. પ્રભુને વાંદીને તે બન્નેએ આ પ્રમાણે દેશના સાંભળી હે ભવ્ય પ્રાણીઓ!મોહથી અન્ધ થયેલા આ જગતમાં મનુષ્ય જન્મ, આર્ય દેશ, ઉત્તમ કુળ, શ્રદ્ધાળુપણું, ગુરુવચનનું શ્રવણ અને કૃત્યાકૃત્યનો વિવેક એ મોક્ષરૂપી મહેલપર ચઢવાનાં પગથિયાંની પંક્તિ છે. પૂર્વે કરેલા સુકૃતના યોગથી જ તે પમાય છે.” ઇત્યાદિ દેશના સાંભળીને કેટલાક નિયમ ગ્રહણ કરી સુદર્શન શેઠ પોતાને ઘેર ગયા. અર્જુન માળીએ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી પૂર્વે કરેલા વઘ સંબંઘી પાપને હણવા માટે ભગવાનની પાસે દીક્ષા લીધી; અને તે સાથે જ તેણે અભિગ્રહ લીઘો કે “હે વિભુ! આજથી આરંભીને મારે આપની આજ્ઞાથી નિરંતર ષષ્ઠ (છઠ્ઠ) તપ કરવા વડે આત્માને ભાવતા સતા વિચરવું.” સ્વામીએ તેને યોગ્ય જાણીને તેમ કરવાની આજ્ઞા આપી. પછી અર્જુન મુનિ છઠ્ઠ છઠ્ઠનું તપ કરતાં વિચરવા લાગ્યા. પારણાને દિવસે ગોચરી માટે તે ગામમાં જતા ત્યારે તેને જોઈને લોકો કહેતા કે “આણે મારા પિતાને મારી નાંખ્યો છે.” કોઈ કહેતું કે “આણે મારી માતાને મારી નાંખી છે.” એમ કોઈ ભાઈને, કોઈ બહેનને અને કોઈ સ્ત્રીને મારી નાંખવાનું કહી કહીને તે મુનિને ગાળો દેવા લાગ્યા, આક્રોશ કરવા લાગ્યા, મારવા લાગ્યા, હીલના કરવા લાગ્યા અને નિંદવા લાગ્યા; પણ તે મુનિ તેમના પર મનથી જરા પણ ખેદ પામ્યા વિના સર્વ ઉપસર્ગ સમ્યગૂ પ્રકારે સહન કરવા લાગ્યા. એમ કરતાં કોઈ વખત પારણાના દિવસે કાંઈ આહાર મળતો તો તે ભગવાનને નિવેદન કરીને મૂછરહિતપણે વાપરતા. એ પ્રમાણે ઉદાર તપકર્મવડે આત્માને ભાવતાં તે અર્જુન માળી મુનિએ કાંઈક ઊણા છ માસ વ્યતીત કર્યા. પ્રાંતે અર્થા માસની સંખના કરીને અંતકૃત કેવળી થઈને અનંતચતુષ્ટયવાળા મોક્ષપદને પામ્યા. હમેશાં સાત મનુષ્યોનો વઘ કરનાર અર્જુન માળી, વીર ભગવાનને પામીને અનુપમ અભિગ્રહનું પાલન કરી છેવટે અત્તકૃત કેવળી થઈ સિદ્ધપદને પામ્યા, અને સુદર્શન શ્રેષ્ઠી પણ સ્વર્ગના સુખ પામ્યા. Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૧ “હે ભવ્ય જીવો! આગમનું શ્રવણ કરવામાં જેનું ચિત્ત આદરવાળું છે એવા સુદર્શન શ્રેષ્ઠીનું આ ચરિત્ર સાંભળીને ભવસાગર તરવામાં નૌકા સમાન ઘર્મનું શ્રવણ કરવામાં નિરંતર યત્ન કરવો.” આ સંબંધ અંતગડદશાંગ સૂત્રમાં પણ કહેલો છે. વ્યાખ્યાન ૧૦ સમકિતનું બીજું લિંગ-ધર્મરાગ પાછલા વ્યાખ્યાનના પ્રારંભના શ્લોકમાં “રાનો થર્ષે નિનોવિતે’ એ બીજું પદ કહ્યું છે, તેમાં “જિન” એટલે રાગદ્વેષરહિત તીર્થંકર, તેમણે કહેલો “ઘર્મ એટલે યતિઘર્મ અને શ્રાવક ઘર્મ, તેને વિષે “રાગ” એટલે મનની અત્યંત પ્રીતિ રાખવી. શુશ્રુષા નામના પહેલા લિંગમાં કૃતઘર્મનો રાગ ઇચ્છેલો છે, અને અહીં ચારિત્રઘર્મ ઉપરનો રાગ ઠક્યો છે, એટલો એ બન્નેમાં તફાવત છે. આ પ્રસંગ ઉપર ચિલાતીપુત્રનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે ચિલાતીપુત્રનું દ્રષ્ટાંત तीव्रण धर्मरागेण, अघं दुष्टमपि स्फुटम् । चिलातिपुत्रवत्सद्यः, क्षयीकुर्वन्ति देहिनः॥१॥ ભાવાર્થ-“પ્રાણીઓ ચિલાતીપુત્રની જેમ દુષ્ટ પાપનો પણ ઘર્મ ઉપરના તીવ્ર રાગ વડે તત્કાળ ક્ષય કરે છે.” ક્ષિતિપ્રતિક્તિ નગરમાં યજ્ઞદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે અનિંદ્ય એવા જૈનઘર્મની નિંદા કરતો હતો. તે માની પંડિત બ્રાહ્મણને એકદા વાદ કરવા માટે કોઈ ક્ષુલ્લક જૈન મુનિએ બોલાવ્યો. તે વખતે તેણે શરત કરી કે “મને જે જીતે, તેનો હું શિષ્ય થાઉં.” વાદ કરતાં તે સાધુએ તેને જીતી લીઘો, એટલે તે પરાજય પામીને ભાવ વગર દીક્ષા લઈ તેનો શિષ્ય થયો. એકદા શાસનદેવતાએ યજ્ઞદેવ સાધુને કહ્યું કે-“જેમ માણસ નેત્રવાળો છતાં પણ સૂર્યના પ્રકાશ વિના જોઈ શકતો નથી, તેમ જીવ જ્ઞાનવાળો છતાં પણ શુદ્ધ ચારિત્ર વિના મોક્ષના સુખને જોઈ શકતો નથી, માટે તમે ચારિત્રમાં સ્થિર થાઓ.” ઇત્યાદિ સાંભળીને તે ધીરે ધીરે ચારિત્રમાં ઉપયોગવાળો થયો, છતાં તે બ્રાહ્મણ હોવાથી દુર્ગચ્છા છોડતો નહીં; એટલે કે સ્નાન, દંતધાવન વગેરે ન કરવાથી તેને દુગંછા ઉત્પન્ન થતી. તેની સ્ત્રી તેના પરની પ્રીતિને છોડી શકી નહીં, તેથી તેને વશ કરવા માટે તેણે કામણ કર્યું, તેથી શરીરે પીડા પામતા તે બ્રાહ્મણ મુનિ શુદ્ધ ચારિત્રનું પાલન કરીને દેવતા થયા. તે બ્રાહ્મણની સ્ત્રી પોતાના કામણથી જ પતિનું મરણ થયેલું જાણીને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી ચારિત્ર ગ્રહણ કરી મુનિહત્યાનું પાપ આલોચ્યા વિના મરણ પામીને સ્વર્ગે ગઈ. તે બ્રાહ્મણદેવ આયુષ્ય પૂર્ણ થયે ચવીને રાજગૃહ નગરમાં ઘના શ્રેષ્ઠીની ચિલાતી નામની દાસીની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયો. લોકોમાં તે ચિલાતીપુત્રના નામથી પ્રસિદ્ધ થયો. તેની સ્ત્રી સ્વર્ગમાંથી આવીને ઘના શ્રેષ્ઠીના પાંચ પુત્રો ઉપર સુસુમા નામની પુત્રી થઈ. ઘના શ્રેષ્ઠીએ તે પુત્રીને રમાડવા માટે ચિલાતીપુત્રની યોજના કરી. એકદા ચિલાતીપુત્રને સુસુમા સાથે અસભ્ય ક્રીડા Page #52 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૦] સમકિતનું બીજું લિંગ-ઘર્મરાગ ૪૧ કરતો જોઈને ઘના શેઠે તેને કાઢી મૂક્યો. તે સિંહગુહા નામની ચોરની પલ્લીમાં જઈને રહ્યો. પલ્લીપતિએ પોતાના અવસાન વખતે તેને પોતાના પુત્રપણે સ્થાપીને પલ્લીપતિ બનાવ્યો. ત્યાં કામદેવના શસ્ત્રથી પીડા પામતો ચિલાતીપુત્ર સુસુમાનું વારંવાર સ્મરણ કરવા લાગ્યો. એકદા તે પાપીએ સર્વ ચોરોને કહ્યું કે-“હે ચોરો! આપણે આજે રાજગૃહ નગરમાં ઘનાશેઠને ઘેર ચોરી કરવા જઈએ. ત્યાંથી જે ઘન પ્રાપ્ત થાય તે સર્વ તમારે લેવું અને તેની પુત્રી સુસુમાને મારે લેવી.” એ રીતે વ્યવસ્થા કરીને રાત્રિને સમયે તે સર્વ ચોરો ઘનાશેઠના ઘરમાં પેઠાં. પછી ઘનાશેઠ વગેરેને અવસ્થાપિની આપીને સર્વ ચોરો ઘન લઈને નીકળી ગયા અને ચિલાતીપુત્ર સુસુમાને લઈને નીકળ્યો. થોડી વારે શ્રેષ્ઠી જાગી ઊઠ્યો. એટલે તેણે કકળાટ કરીને સર્વને જગાડ્યા. પછી પોતાના પાંચ પુત્રો સહિત નગરના કોટવાળ વગેરેને સાથે લઈને શ્રેષ્ઠી ચોરોની પાછળ ચાલ્યો. સર્વ ચોરો તેમને પાછળ આવતાં જોઈને ભય પામી સર્વ ઘન છોડી દઈને જુદી જુદી દિશામાં નાસી ગયા. તે ઘન લઈને કોટવાળ વગેરે પાછા વળ્યા, પણ ઘના શેઠ તો પાંચ પુત્રો સહિત સુસુમાની શોઘ માટે આગળ ચાલ્યો. તેને તરવાર સહિત આવતો જોઈને ચિલાતીપુત્ર ખગવડે સુસુમાનું મસ્તક કાપી ઘડ નીચે નાંખી દઈ મસ્તક હાથમાં રાખીને ઉતાવળો નાસી ગયો. ઘનશ્રેષ્ઠી તે સ્થાને આવ્યો. ત્યાં સુસુમાને મરેલી જોઈને ક્ષણવાર વિલાપ કરી પાછો વળી પોતાના નગરમાં આવ્યો. ઘના શ્રેષ્ઠી બીજે દિવસે પુત્રો સહિત શ્રી વીરપ્રભુ પાસે ઘર્મ સાંભળવા ગયા. પ્રભુએ ઉપદેશ આપ્યો કે–“આ જગતમાં મનુષ્યો “આ મારો પિતા છે, આ મારી માતા છે, આ મારા બાંઘવો છે, આ પરિજન છે, આ સ્વજનો છે, અને આ દ્રવ્ય મેં ઉપાર્જન કર્યું છે, એમ માને છે; પણ તે સર્વ યમરાજને વશ છે એમ તે જાણતા નથી.” ઇત્યાદિ જિનેશ્વરની વાણી સાંભળીને પ્રતિબોઘ પામેલા ઘના શ્રેષ્ઠીએ દીક્ષા ગ્રહણ કરી અને તીવ્ર તપસ્યા કરીને સ્વર્ગે ગયા. તેના પાંચ પુત્રોએ શ્રાદ્ધ ધર્મ અંગીકાર કર્યો. અહીં ચિલાતીપુત્ર હાથમાં સુસુમાનું મસ્તક લઈને દોડ્યો જતો હતો અને તે મસ્તકમાંથી નીકળતા લોહી વડે તેનું આખું શરીર લીંપાયું હતું. તે થોડે દૂર ગયો, તેટલામાં તેણે એક મુનિને કાયોત્સર્ગે રહેલા જોયા. તેને જોઈને ચિલાતીપુત્રે કહ્યું “હે મુનિ!મને જલદી ઘર્મોપદેશ આપો, નહીં તો ખગ્નવડે આ સ્ત્રીના મસ્તકની જેમ તમારું મસ્તક પણ હું છેદી નાંખીશ.” તે સાંભળીને મુનિએ તેને યોગ્ય પાત્ર જાણીને સંક્ષેપથી જ “ઉપશમ, વિવેક અને સંવર’ ત્રણ પદ કહ્યા, પછી તરત જ નવકાર મંત્ર બોલતા તે મુનિ આકાશમાર્ગે ઉત્પતી ગયા (ઊડી ગયા). મુનિએ કહેલા પદોને સાંભળીને તે ચોરપતિ વિચાર કરવા લાગ્યો, ઉપશમનો અર્થ શું? પોતે જ વિચાર કરીને મનમાં બોલ્યો કે “ઉપશમ એટલે ક્રોઘની શાન્તિ, તે ઉપશમ તે મારામાં ક્યાં છે? બિલકુલ નથી.” એમ વિચારીને તેણે હાથમાંથી ક્રોઘના ચિહ્નભૂત ખગ નાંખી દીધું. ફરી વિચાર કરતાં તેણે વિવેક પદનો અર્થ જામ્યો કે “ત્ય (કરવા લાયક) ને વિષે પ્રવૃત્તિ કરવી અને અકૃત્યને વિષે નિવૃત્તિ કરવી તે વિવેક. તે વિવેક વડે ઘર્મ થાય છે. તેવો વિવેક મારામાં ક્યાં છે? કેમ કે દુષ્ટતાને સૂચન કરનારું સ્ત્રીનું મસ્તક તો મારા હાથમાં છે.” એમ વિચારીને તેણે સ્ત્રીના મસ્તકનો ત્યાગ કર્યો. પછી સંવરનો અર્થ વિચારતાં તેણે જાણ્યું કે “પાંચ ઇન્દ્રિયો અને મનનો નિરોઘ કરવો Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૧ તે સંવર. તે સંવર મને સ્વેચ્છાચારીને સર્વ પ્રકારે મોકળાને ક્યાંથી હોય? ન હોય. ત્યારે તેને માટે પ્રયત્ન કરવો જોઈએ.” એમ વિચારીને પેલા મુનિ જ્યાં ઊભા હતા તે જ સ્થાને પોતે મુનિની જ જેમ કાયોત્સર્ગ કરીને ઊભો રહ્યો; અને પ્રતિજ્ઞા કરી કે “જ્યાં સુધી મને સ્ત્રીહત્યાનું પાપ સ્મરણમાં આવે ત્યાં સુધી મારો દેહ હું વોસરાવું છું, અર્થાત્ ત્યાં સુધી મારે કાયોત્સર્ગ હો.” હવે ભાવમુનિ થયેલા ચિલાતીપુત્રનું શરીર રુધિરથી વ્યાપ્ત હતું; તેથી તેના ગંઘથી અસંખ્ય કીડીઓ એકઠી થઈ, અને તેનું શરીર ચાલણી જેવું કરી નાંખ્યું. તે કીડીઓ પગમાં પેસીને ખાતી ખાતી મસ્તકે નીકળી. આ રીતે અઢી દિવસ સુધી મહા તીવ્ર વેદનાને સહન કરતાં છતાં તે કિંચિત્ પણ ધ્યાનથી ચલિત થયા નહીં. પ્રાંતે આયુષ્ય પૂર્ણ થવાથી તે મહાત્મા મૃત્યુ પામીને આઠમા સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયા. હે ભવ્ય પ્રાણીઓ! સદ્વાક્યના અર્થને બુદ્ધિપૂર્વક વિચારીને ચિલાતીપુત્રે મોટાં પાપોનો નાશ કર્યો, તેવી રીતે તમે પણ જો આસ્ત્રવોનો ત્યાગ કરશો તો તમારા હાથમાં જ મોક્ષલક્ષ્મી ક્રીડા કરશે.” વ્યાખ્યાન ૧૧ સમકિતનું ત્રીજું લિંગ-વૈયાવૃત્ય નવમાં વ્યાખ્યાનના પ્રારંભના શ્લોકમાં “વૈયાવૃત્ત્વ નિને સાથી, વેતિ ઉર્જા ત્રિધા ભવેત્' એ છેલ્લા બે પદમાં “જિન” એટલે રાગાદિક અઢાર દોષનો જય કરનારા તે દેવ, અને તત્ત્વને પ્રકાશ કરનારા તેમજ પાંચ પ્રકારના આચાર પાળવામાં તત્પર “સાધુ' તે ગુરુ. તેમાં જિનેશ્વરની દ્રવ્ય પૂજા તથા ભાવ પૂજા વડે વૈયાવૃત્ય કરવી, અને ગુરુની અશનપાનાદિક વડે “વૈયાવૃત્ય” એટલે સેવા અવશ્ય કરવી; તે પ્રાણીઓને મોટો લાભ કરનાર થાય છે. એ સમકિતનું ત્રીજું લિંગ જાણવું. તે ઉપર સંપ્રદાયાગત નંદિષણનો પ્રબંધ છે તે આ પ્રમાણે નદિષણનું દ્રષ્ટાંત वैयावृत्यं वितन्वानः, साधूनां वरभावतः । बध्नाति तनुमान्नन्दिषेणवत् कर्म सुन्दरम् ॥१॥ ભાવાર્થ-“શ્રેષ્ઠ ભાવથી સાઘુઓની વૈયાવચ્ચ કરનાર પ્રાણી નંદિષેણ મુનિની જેમ શુભ કર્મને બાંધે છે.” નિંદીગ્રામમાં સોમિલ નામના બ્રાહ્મણને સોમિલા નામની સ્ત્રીથી નંદિષેણ નામે પુત્ર ઉત્પન્ન થયો હતો. તે પુત્રની બાલ્યાવસ્થામાં જ તેનાં મા-બાપ મરણ પામ્યા હતા. નંદિષેણ મસ્તકના કેશથી તે પગના નખ સુધી કદ્રુપો હતો. બિલાડાની જેમ તેના નેત્રો પીંજરાં હતાં, ગણેશની જેમ તેનું ઉદર મોટું હતું, ઊંટની જેમ તેનાં ઓષ્ઠ લાંબા હતાં, અને હાથીની જેમ તેના દાંત બહાર નીકળેલા હતા. તેને દુર્ભાગી જાણીને તેના સ્વજનોએ પણ તજી દીઘો હતો; તેથી તે પોતાના મામાને ઘેર જઈ દાસકર્મ કરવા લાગ્યો. અત્યંત કદ્રુપો હોવાથી તેને કોઈએ કન્યા આપી નહીં, તેથી બહુ ખેદ પામેલા તેને તેના મામાએ કહ્યું કે, “તું ખેદ કરીશ નહીં, મારે સાત કન્યાઓ છે, તેમાંથી એક કન્યા હું તને આપીશ.” એમ કહીને તેણે પોતાની પુત્રીઓને અનુક્રમે નંદિષેણ સાથે પરણવાનું કહ્યું, ત્યારે તે Page #54 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૧] સમકિતનું ત્રીજું લિંગ-વૈયાવૃત્ય ૪૩ સર્વ બોલી કે “અમે ઝેર ખાઈશું અથવા ગલાફાંસો ખાઈશું, પણ નંદિષણને અંગીકાર નહીં કરીએ.” તે સાંભળીને તેનો મામો નિરુપાય થયો, તેથી વિશેષ ખેદ પામેલો નંદિષેણ તેના મામાના ઘરનો ત્યાગ કરી વનમાં જઈ ભૃગુપત કરીને મરવા તૈયાર થયો; તેવામાં તેને નજીકમાં કાયોત્સર્ગ રહેલા એક મુનિએ દીઠો. તેથી તેને પ્રેમ કરતો અટકાવીને ભૃગુપાત કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે મુનિને પ્રણામ કરીને પોતાનું વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળીને મુનિ બોલ્યા કે “અરે મુગ્ધ! નિરંતર મલિન દેહવાળી, જેના શરીરનાં બાર દ્વારોમાંથી મળ વહ્યા જ કરે છે એવી સ્ત્રીઓમાં તું આસક્તિ ન રાખ; વળી આવું મરણ કરવાથી કાંઈ કર્મનો ક્ષય થવાનો નથી, ઊલટાં કર્મ વૃદ્ધિ પામે છે. પરંતુ જો તું સુખની આશા રાખતો હોય તો જીવનપર્યત ચારિત્ર ઘર્મની પ્રતિપાલન કર કે જેથી આગામી ભવે તું સુખી થઈશ.” તે સાંભળીને તેણે તરત જ તે મુનિની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. ગુરુ પાસે વિનયપૂર્વક ઘર્મશાસ્ત્રોનું પઠન કરતાં તે ગીતાર્થ થયા. અન્યદા તે નંદિષેણમુનિએ અભિગ્રહ કર્યો કે “મારે નિરંતર છઠ્ઠ તપ કરીને પારણાને દિવસે વૃદ્ધ, ગ્લાન અને નાના સાધુઓની વૈયાવચ્ચ કરીને પછી આયંબિલ કરવું.” આ પ્રમાણેનો અવિચ્છિન્ન અભિગ્રહ પાળતાં એકદા ઇન્દ્ર પોતાની સભામાં નંદિષણનાં ઉગ્ર તપસ્યા સાથે નિશ્ચળ અભિગ્રહ વિષે પ્રશંસા કરી. તે પર અવિશ્વાસ આવવાથી કોઈ બે દેવતાઓ તેની પરીક્ષા કરવા માટે તેની પાસે આવ્યા. એક દેવતા ગ્લાન સાધુનું રૂપ ધારણ કરીને ગામ બહાર રહ્યો, અને બીજો દેવ સાધુને રૂપે નંદિષેણ પાસે આવ્યો. તે વખતે નંદિષેણ મુનિ છઠ્ઠનું પારણું હોવાથી પચ્ચખાણ પારીને ભોજન કરવા બેસતા હતા, તેવામાં પેલા દ્રવ્યસાધુએ ભાવસાઘને કહ્યું કે, “અરે નંદિષેણ! તારો અભિગ્રહ ક્યાં ગયો? આ નગરની બહાર એક ગ્લાન સાથે અત્યંત તૃષાક્રાંત પડેલા છે, તેનું વૈયાવૃજ્ય કર્યા વિના ખાવા કેમ બેસે છે?” તે સાંભળીને નંદિષેણમુનિ પોતાનું ભિક્ષાપાત્ર બીજા મુનિ પાસે મૂકીને તે ગ્લાન સાઘુ માટે પ્રાસુક જળ લેવા નીકળ્યા. પેલા દેવતાએ દેવશક્તિ વડે સર્વ ઘેર પાણી અનેષણીય કરી મૂકેલું હોવાથી નંદિષેણ મુનિને ઘણા ઘેર ફરવું પડ્યું. છેવટ એક ઘેરથી તેને શુદ્ધ જળ મળ્યું, તે લઈને પેલા સાધુ સાથે નંદિષેણ ગામ બહાર ગ્લાન સાધુ પાસે ગયા. તે ગ્લાન સાધુને અતિસારનો વ્યાધિ થયેલો હતો, તેથી તેનું શરીર નંદિષેણ ઘોવા લાગ્યા. તે વખતે તે દેવે અત્યંત દુર્ગઘ વિકુર્તી, પરંતુ નંદિષેણ તેથી ખેદ ન પામતાં વિચાર કરવા લાગ્યા કે “અહો! કર્મની ગતિ વિચિત્ર છે, તે કોઈને છોડતું નથી.” એમ શુદ્ધ ભાવના ભાવતાં તે ગ્લાન સાધુને પોતાની ખાંઘ પર ઉપાડીને તે ઉપાશ્રય તરફ ચાલ્યા. માર્ગમાં તે ગ્લાન સાઘુએ વારંવાર નિહાર કરીને નંદિષણનું આખું શરીર વિષ્ટાથી લીંપી દીધું. તથાપિ નંદિષેણે જરા પણ દુગંછા ન કરી; અને તેને તેવી સ્થિતિમાં ઉપાશ્રયે લાવીને વિચારવા લાગ્યા કે “અરે! આ સાધુને હું કેવી રીતે રોગરહિત કરીશ?” એમ વિચારીને તે પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા. આવી રીતે તેને વૈયાવૃજ્યને વિષે નિશ્ચળ જાણીને તે બન્ને દેવો પ્રત્યક્ષ થયા અને તેમને વંદના કરી, ક્ષમા માગી, સુગંધી જળ, પુષ્પ આદિની વૃષ્ટિ કરીને તેમની પ્રશંસા કરતા કરતા સ્વર્ગે ગયા. ૧.પર્વતના ઊંચા શિખર પરથી પડતું મૂકી મરી જવું તે, આને ભેરવજપ પણ કહે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [તંભ ૧ નંદિષેણ મુનિએ બાર હજાર વર્ષ સુધી તપસ્યા કરી એમ નેમિચરિત્રમાં કહ્યું છે, અને વસુદેવ હિંડિમાં પંચાવન હજાર વર્ષ સુધી તપસ્યા કર્યાનું કહેલું છે.' છેવટ નંદિષેણ મુનિએ અનશન ગ્રહણ કર્યું, તે વખતે કોઈ ચક્રવર્તી રાજા પોતાના સર્વ અન્તઃપુર સહિત તેને વાંદવા આવ્યા. તે ચક્રીની અત્યંત સ્વરૂપવાન સ્ત્રીઓને જોઈને પોતાની પૂર્વ સ્થિતિનું સ્મરણ થતાં તે મુનિએ “આ તપસ્યાના પ્રભાવથી હું સ્ત્રીવલ્લભ થાઉં એવું નિયાણું કર્યું. પછી તે મુનિ કાળધર્મ પામીને સાતમા મહાશુક્ર દેવલોકમાં દેવતા થયા. દેવલોકથી ચ્યવીને નંદિષેણનો જીવ સૂર્યપુરમાં અંધકવૃષ્ણી રાજાની સુભદ્રા નામની રાણીથી દશમો વસુદેવ નામે પુત્ર થયો. તે કુમાર પૂર્વ જન્મમાં કરેલા નિદાનને લીધે સ્ત્રીવલ્લભ થયો. વસુદેવ કુમાર નગરમાં જ્યાં જ્યાં ફરતો, ત્યાં ત્યાં નગરની સ્ત્રીઓ પોતાનાં ગૃહકાર્યો મૂકીને તેની પાછળ જ ભમતી હતી. તેથી ઉદ્વેગ પામેલા પરિજનોએ સમુદ્રવિજય રાજાને વિજ્ઞતિપૂર્વક તે વૃત્તાંત જાહેર કર્યું. તે સાંભળીને રાજાએ પૌરજનોને સારા ઉત્તરથી સંતોષ પમાડી વિદાય કર્યા. પછી વસુદેવને બોલાવીને તેમણે કહ્યું કે, “આજથી તારે આપણા રાજગઢમાં જ ક્રીડા કરવી, બહાર નીકળવું નહીં.” વસુદેવે તે વાક્ય સ્વીકાર્યું. એકદા ગ્રીષ્મઋતુમાં શિવાદેવીએ સમુદ્રવિજયને વિલેપન કરવા માટે મોકલેલું ચંદનનું કચોળું લઈને જતી દાસીને જોઈને વસુદેવકુમારે પૂછ્યું કે, “હે દાસી! તું શું લઈ જાય છે? લાવ, મને આપ.” દાસીએ ન આપ્યું એટલે વસુદેવે બળાત્કારે તેની પાસેથી લઈને પોતાને શરીરે વિલેપન કર્યું, તેથી અષ્ટમાન થયેલી દાસીએ કહ્યું કે, “આવા અટકચાળા છો, તેથી જ ઘરરૂપી કેદખાનામાં તમને રાખ્યા જણાય છે. તે સાંભળીને વસુદેવે પૂછ્યું કે, “એ શી રીતે?” ત્યારે તેણે પૌરજનો સંબંઘી સર્વ વૃત્તાન્ત કહી બતાવ્યું. તે સાંભળીને પોતાનું અપમાન થયેલું જાણી રોષથી તે જ રાત્રિએ છાની રીતે નગરીની બહાર નીકળી ગયા, અને પોતાની જંઘા ચીરીને તેના લોહી વડે દરવાજાનાં બારણાં ઉપર તેણે લખ્યું કે “ભાઈના અપમાનથી વસુદેવે અહીં ચિતામાં પ્રવેશ કર્યો છે.” પછી તેની નજીકમાં જ એક ચિતા રચી તેમાં કોઈ મડદું સળગાવીને વસુદેવ દેશાંતર ચાલ્યા ગયા. ગામે ગામ ફરતાં અનુક્રમે બોંતેર હજાર વિદ્યાધર વગેરેની કન્યાઓને તે પરણ્યા. એકદા શૌરીપુરમાં રોહિણી રાજપુત્રીનો સ્વયંવર થતો હતો. તે સમયે ઘણા રાજાઓ અને રાજપુત્રો ત્યાં આવ્યાં હતા. વસુદેવ પણ વામન અને કુન્જનું રૂપ કરીને ત્યાં આવ્યા. સર્વ લોકો તેને વામનરૂપે દેખતા હતા, અને રોહિણી તેને મૂળરૂપે જ દેખતી હતી; તેથી મોહિત થયેલી રોહિણીએ બીજા સર્વનો ત્યાગ કરીને તેના કંઠમાં વરમાળા આરોપણ કરી. તે જોઈને સમુદ્રવિજય વગેરે રાજાઓ ક્રોઘ પામીને તે વામન સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. વસુદેવે વિચાર્યું કે “મોટા ભાઈની સાથે યુદ્ધ કરવું યોગ્ય નથી.” તેથી તેણે પોતાના નામથી અંકિત એવું બાણ સમુદ્રવિજય તરફ નાંખ્યું. તે બાણ લઈને જોતાં “વસુદેવ તમને પ્રણામ કરે છે એવા અક્ષરો વાંચી સમુદ્રવિજયે જાણ્યું કે, “આ તો મારો નાનો ભાઈ છે. કોઈ પણ કારણને લીધે તેણે આવું રૂપ ઘારણ કર્યું જણાય છે.” પછી યુદ્ધ બંઘ કરી સર્વે મળ્યા, પરસ્પર આનંદ થયો, અને વસુદેવની સાથે રોહિણીને પરણાવી, અને તેમને લઈને સમુદ્રવિજય પોતાને નગરે ગયા. ૧. તપસ્યા કરી એટલે ચારિત્ર પાળ્યું એમ સમજવું. મુનિનું ચારિત્ર તપોમય જ હોય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૨] દશ પ્રકારે વિનય ૫ કેટલેક કાળે હાથી, સિંહ, ચંદ્ર અને સમુદ્ર એ ચાર સ્વપ્નો વડે સૂચન કરેલા બળરામને રોહિણીએ જન્મ આપ્યો. ત્યાર પછી દેવકીએ સાત સ્વપ્નથી સૂચન કરેલા વાસુદેવ (કૃષ્ણ)ને જન્મ આપ્યો. (આ ચરિત્રનો વિસ્તાર ઘર્મદાસ ગણિના કરેલા ગ્રંથથી જાણી લેવો). આયુ પૂર્ણ થયે વસુદેવ મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. ત્રીજા વૈયાવૃત્ય નામના લિંગને વિષે દૃઢ નિશ્ચયવાળા નંદિષેણ મુનિવર રાજાઓને પણ પ્રશંસા કરવા લાયક પદવીને પામીને છેવટે મોક્ષસુખને પામ્યા. માટે હે ભવ્ય પ્રાણીઓ! તમે પણ વૈયાવૃત્યને વિષે યત્નવાળા થાઓ.” વ્યાખ્યાન ૧૨ દશ પ્રકારે વિનય अर्हत्सिद्धमुनीन्द्रेषु, धर्मचैत्यश्रुतेष्वपि । तथा प्रवचनाचार्योपाध्यायदर्शनेष्वापि ॥१॥ पूजा प्रशंसनं भक्तिरवर्णवादनाशनम् । आशातनापरित्यागः, सम्यक्त्वे विनया दश ॥२॥ ભાવાર્થ-“અહંતુ, સિદ્ધ, મુનિ, ઘર્મ, ચૈત્ય, કૃત, પ્રવચન, આચાર્ય, ઉપાધ્યાય અને દર્શનને વિષે પૂજા, પ્રશંસા, ભક્તિ, અવર્ણવાદનો નાશ અને આશાતનાનો પરિત્યાગ કરવો, એ સમકિતસૂચક દશ પ્રકારનો વિનય છે.” વિશેષાર્થ-સુર અને અસુર વગેરેની કરેલી પૂજાને જે અર્ધ એટલે લાયક હોય તે અહંતુ કહેવાય છે. उक्कोसं सत्तरिसयं, जहन्न वीसा य दस विहरंति । जम्मं पइ उक्कोसं, वीसं दस हुंति जहन्ना ॥१॥ ભાવાર્થ-“એક કાળે ઉત્કૃષ્ટથી એક સો ને સિત્તેર અને જઘન્યથી વીશ કે દશ તીર્થકરો વિચરે છે. જન્મ આશ્રયીને ઉત્કૃષ્ટથી વીશ એક કાળે જન્મે છે, અને જઘન્યથી એક કાળે દશ તીર્થકર જન્મ પામે છે.” સિદ્ધ એટલે જેઓ કૃતકૃત્ય થયા છે તે. મુનિ એટલે મનન કરવાના સ્વભાવવાળા, સત્ય વચનના પ્રકાશક. ઘર્મ એટલે એકથી માંડીને સાંત્યાદિ દશ પ્રકારનો. ચૈત્યો એટલે ત્રણ ભુવનમાં રહેલા શાશ્વતા અને અશાશ્વતા જિનભુવનો. તેમાં શાશ્વત જિનબિંબોની સંખ્યા આ પ્રમાણે છે– देवेसु कोडिसयं, कोडि बावन्न लख्ख चउणवइ । सहसा चउआलीसं, सत्तसया सठ्ठी अप्भहिआ ॥१॥ ભાવાર્થ-“દેવલોકને વિષે (વૈમાનિકમાં) એકસો બાવન કરોડ, ચોરાણું લાખ, ચુંમાળીશ હજાર, સાતસો ને સાઠ શાશ્વત જિનબિંબો છે.” लख्खतिगं इगनवई, सहस्स विसा य तिन्निसया य । जोइस वज्जिऊणं, तिरियं जिणबिंबसंख इमा॥२॥ ભાવાર્થ-“ત્રણ લાખ એકાણું હજાર ત્રણ સો ને વીશ શાશ્વત જિનબિંબો જ્યોતિષી સિવાય તિછલોકમાં છે.” • Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ સ્તિંભ ૧ तेरस कोडिसयाई, गुणनवइ कोडि सट्ठि लख्खाई। भुवणवइणं मज्झे, जोइसियभुवणेसु य असंखा ॥३॥ ભાવાર્થ-“તેરસો નેવ્યાશી કરોડ અને સાઠ લાખ શાશ્વત જિનબિંબો ભુવનપતિમાં છે, અને જ્યોતિષીના ભુવન (વિમાન)માં તો અસંખ્યાતા છે.” कोडि सयाइं पन्नरस, कोडि बायाल लख्ख अडवन्ना । छत्तीसं पुण सहसाइं, असिहियाओ सव्वग्गं ॥४॥ ભાવાર્થ-“પંદરસો બેંતાળીસ કરોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર અને એસી એટલી કુલ સંખ્યા શાશ્વતા જિનબિંબોની છે. (આ સંખ્યા વ્યંતર ને જ્યોતિષી સિવાય સમજવી.)'' અશાશ્વતા એટલે ભરતચક્રી વગેરેએ કરાવેલા જિનબિંબો સમજવા. શ્રત એટલે દ્વાદશાંગી વગેરે સૂત્રો. પ્રવચન=ચતુર્વિધ સંઘ. આચાર્યો ગચ્છાધિપતિઓ. ઉપાધ્યાયો-વાચના આપનારા (મુનિઓને ભણાવનારા), તથા દર્શનઃજિનશાસન અથવા સમ્યકત્વ. એ અહંતુ આદિ દશ પદોની પૂજા, પ્રશંસા, ભક્તિ, અવર્ણવાદવર્જન તથા આશાતના પરિત્યાગવડે વિનય કરવો. બીજા ગ્રંથોમાં વિનયના ઘણા પ્રકારો બતાવ્યા છે, પરંતુ અહીં તો દશ પ્રકારનો જ સ્વીકાર કર્યો છે. વિનય ઉપર ભુવનતિલક મુનિનો પ્રબંઘ છે તે આ પ્રમાણે ભવનતિલક મનિનો પ્રબંધ. કુસુમપુરમાં ઘનદ નામે રાજા હતો. તેને પદ્માવતી નામે રાણી હતી અને ભુવનતિલક નામે કુમાર હતો. એકદા ઘનદ રાજા મંત્રીઓ સહિત સભામાં બેઠો હતો. તે સમયે રત્નસ્થળ નગરના રાજા અમરચંદ્રનો પ્રઘાન રાજાની આજ્ઞાથી રાજસભામાં દાખલ થયો. તેણે રાજાને નમન કરી યોગ્ય સ્થાને બેસી વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી! અમારા રાજા અમરચંદ્રને યશોમતી નામની પુત્રી છે. તે એકદા પુષ્પોદ્યાનમાં ક્રીડા કરતી હતી, તે વખતે તેણે વિદ્યાઘરીઓના મુખથી ગવાતા તમારા પુત્ર ભુવનતિલક કુમારના ગુણસમૂહનું શ્રવણ કર્યું, ત્યારથી તે યશોમતી તમારા કુમારનું જ ધ્યાન કરતી મહાક દિવસો નિર્ગમન કરવા લાગી. એકદા વિયોગની વિધુરતાથી કૃશ થયેલી કુમારીને જોઈને રાજાએ તેને કૃશ થવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે પોતાનો મનોગત અભિપ્રાય તેમને નિવેદન કર્યો. તે સાંભળીને અમારા રાજાએ મને આપની પાસે તમારા પુત્ર સાથે તેનો લગ્નસંબંઘ કરવા માટે મોકલ્યો છે, માટે આપ તે હકીકતનો સ્વીકાર કરી અમને આભારી કરો.” આવાં તે પ્રઘાનનાં વચનો સાંભળીને ઘનદ રાજાએ કુમારનો વિવાહ સ્વીકાર્યો અને તે પ્રઘાનનું સારું સન્માન કર્યું. પછી શુભ દિવસે ઘનદ રાજાની આજ્ઞાથી મંત્રી અને સામંત રાજાઓ સહિત રાજકુમાર ભુવનતિલકે લગ્નને માટે પ્રયાણ કર્યું. માર્ગમાં સિદ્ધપુર નામના નગર પાસે આવતાં કુમાર એકદમ આંખો બંઘ કરી મૂર્ષિત થઈ રથમાં પડી ગયો. તેને સર્વે બોલાવવા લાગ્યા, પરંતુ તે કુમાર મૂંગાની જેમ એક અક્ષર પણ બોલ્યો નહીં. તેથી હિમવડે કરમાઈ ગયેલા કમળની જેવા મુખવાળા સચિવોએ પુરમાંથી ઘણા માંત્રિકોને બોલાવ્યા, પરંતુ તેમના સર્વ પ્રયોગો ઉખર ભૂમિમાં વૃષ્ટિની જેમ નિષ્ફળ થયા. તે સમયે “થોડે દૂર કોઈ કેવળી સુવર્ણના કમળપત્ર પર બેસીને દેશના આપે છે એમ સાંભળીને તે મંત્રીઓ કેવળી પાસે જઈ તેમને વંદના કરી દેશના સાંભળવા લાગ્યા. કેવળી Page #58 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૨] દશ પ્રકારે વિનય ૪૭ ભગવાન બોલ્યા કે “હે ભવ્ય પ્રાણીઓ! આ સંસારરૂપી અગાઘ સમુદ્રમાં મસ્યાદિકના સમૂહની જેમ સંભ્રમથી ભટકતા જીવો ઘણા કષ્ટથી, પૂર્ણ સત્કૃત્યો વડે અદ્ભુત મનુષ્યજન્મ પામે છે. તે મનુષ્યજન્મને સફળ કરવા માટે મોક્ષસુખરૂપી વૃક્ષને વૃદ્ધિ કરવામાં મેઘ સમાન વિનયવડે સિદ્ધાદિ પરમેષ્ઠીનું આરાઘન કરો.” | ઇત્યાદિ દેશના સાંભળ્યા પછી કંઠીરવ નામના મુખ્ય મંત્રીએ પ્રણામ પૂર્વક કેવળીને પૂછ્યું કે, “હે ભગવાન! ભુવનતિલક કુમારને અણચિંતી દુઃખપ્રાપ્તિ થવાનું શું કારણ છે?” ત્યારે કેવળી બોલ્યા કે “ઘાતકીખંડના ભરતક્ષેત્રને વિષે ભુવનાગાર નામના પુરમાં જેમણે પાપસમૂહને દૂર કર્યો છે એવા કોઈ સૂરિ પોતાના ગચ્છ સહિત પધાર્યા. તે સૂરિનો એક વાસવ નામનો શિષ્ય મહાત્માઓના શત્રુરૂપ હતો. તે નિરંતર દુર્વિનયરૂપ સમુદ્રમાં નિમગ્ન રહેતો હતો. એકદા તેને આચાર્યો ઉપદેશ દીઘો કે “હે વત્સ! વિનય ગુણ ઘારણ કર. કહ્યું છે કે विनयफलं शुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरतिर्विरतिफलं चास्रवनिरोधः॥१॥ संवरफलं तपोबलमथ तपसो निर्जरा फलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः क्रियानिवृत्तेरयोगित्वम् ॥२॥ योगनिरोधात् भवसन्ततिक्षयः सन्ततिक्षयान्मोक्षः । तस्मात् कल्याणानां, सर्वेषां भाजनं विनयः॥३॥ ભાવાર્થ-વિનયનું ફળ ગુરુની સેવા કરવી તે છે, ગુરુસેવાનું ફળ શ્રુતજ્ઞાન પ્રાપ્ત થયું તે છે, જ્ઞાનનું ફળ વિરતિ પ્રાપ્ત થવી તે છે, વિરતિનું ફળ આસવનો નિરોઘ થવો તે છે, આસવ નિરોધ (સંવર)નું ફળ તપ કરવાને વિષે બળવાન થવા રૂપ છે, તપનું ફળ કર્મની નિર્જરા થવી તે છે, કર્મનિર્જરાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે, ક્રિયારહિત થવાથી અયોગીપણું પ્રાપ્ત થાય છે, યોગના નિરોઘથી ભવની પરંપરાનો નાશ થાય છે, અને ભવપરંપરાના ક્ષયથી મોક્ષની પ્રાપ્તિ થાય છે; માટે વિનય એ સર્વ પ્રકારના કલ્યાણોનું ભાજન છે. આ પ્રમાણે વિનય ગુણને માટે ગુરુએ ઘણો ઉપદેશ આપ્યો; પરંતુ તે ઉદ્ધત શિષ્યને તો તે ઉપદેશ ઊલટો દ્વેષરૂપ થયો. તેથી ગુરુએ તથા બીજા સર્વે મુનિઓએ તેની ઉપેક્ષા કરી, એટલે ક્રોશયુક્ત થઈને તેણે પ્રાસુક જળમાં ગુરુને તથા બીજા મુનિઓને મારી નાંખવા માટે તાલપુટ વિષ નાંખ્યું, અને પોતે ભયને લીઘે ત્યાંથી નાસી જઈ કોઈ અરણ્યમાં જઈને સૂતો; તેવામાં દાવાનળ સળગવાથી તે દુષ્ટ સાધુ રૌદ્ર ધ્યાનથી મૃત્યુ પામીને છેલ્લી નરકે ગયો. અહીં સૂરિ વગેરેને પેલું જળ પીતાં શાસનદેવતાએ અટકાવ્યા. પેલો વાસવ નરકથી નીકળીને મત્સાદિક યોનિમાં અવતરીને ઘણા ભવોમાં ભટક્યો, તે વાસવ હાલમાં કાંઈક કર્મની લઘુતા થવાથી આ રાજકુમાર થયો છે. હમણા પૂર્વે કરેલા માનસિક ઋષિઘાત સંબંધી શેષ રહેલા પાપના ઉદયથી આવી દુર્દશાને પામ્યો છે. હે મંત્રી! આ પ્રમાણે મેં કહેલું તેના પૂર્વ ભવનું વૃત્તાંત તમે તે કુમારને કહેશો એટલે તે સજ્જ થઈ જશે.” કેવળીના વચનને અંગીકાર કરીને મંત્રી વગેરે સર્વ કુમારની પાસે આવ્યા. પછી મંત્રીએ તેને કેવળીએ કહેલું વૃત્તાંત સંભળાવ્યું કે તરત જ તે સજ્જ થયો. પછી જાતિસ્મરણ પામેલો કુમાર Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૧ કેવળીને વાંદવા આવ્યો. મુનિને વંદના કરીને પૂર્વ કર્મનો ક્ષય કરવાને માટે તેણે તરત જ દીક્ષા ગ્રહણ કરી, તેની સાથે તે મંત્રી વગેરેએ પણ વૈરાગ્ય પામી ચારિત્ર અંગીકાર કર્યું. રાજકુમારી યશોમતી આ વૃત્તાંત સાંભળીને ક્ષણ વાર મૂર્છા પામી; પણ પછી તરત જ સજ્જ થઈને તેણે પણ સંસારના ક્ષણિક સુખથી વૈરાગ્ય પામીને મા-બાપની આજ્ઞાથી ચારિત્ર ગ્રહણ કર્યું. આ સર્વ વૃત્તાંત રાજસેવકોએ જઈને ધનદ રાજાને નિવેદન કર્યું. ભુવનતિલક મુનિ તીર્થંકરાદિક દશે પદનો વિનય કરવા લાગ્યા. તે જોઈને તેના ગુરુ પણ તેના વિનય ગુણની પ્રશંસા કરવા લાગ્યા. તેમણે બોંતેર લાખ પૂર્વ સુધી ચારિત્રનું પ્રતિપાલન કર્યું, અને કુલ એંસી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને અંતે પાદપોપગમ અનશન ગ્રહણ કરી કેવળજ્ઞાન પામી અનંત આનંદના સામ્રાજ્યરૂપ મોક્ષપદને પામ્યા. “હે ભવ્યજીવો! આ ભુવનતિલક મુનિના દૃષ્ટાંતને શ્રોત્રહ્મયના કુંડલ રૂપ કરીને (સાંભળીને) અર્હદાદિક દશ પદની નિરંતર વિનયસેવા કરો કે જેથી શીઘ્રપણે મોક્ષલક્ષ્મી તમારા ઉત્સંગમાં આવીને બેસે.’’ વ્યાખ્યાન ૧૩ વિનય પ્રશંસા प्राप्नोति विनयात् ज्ञानं ज्ञानदर्शनसंभवः । ततश्चरणसंपत्तिश्चान्ते मोक्षसुखं તમેત્ ।શા ભાવાર્થ—“વિનયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, જ્ઞાનથી દર્શન-સમકિત પ્રાપ્ત થાય છે, દર્શનથી ચારિત્ર પ્રાપ્ત થાય છે, અને તેથી અંતે મોક્ષસુખ પ્રાપ્ત થાય છે.’’ શ્રુતજ્ઞાનની ઇચ્છાવાળા પુરુષે તો વિશેષે કરીને ગુરુજનનો વિનય કરવો. વિનયપૂર્વક ગ્રહણ કરેલું શ્રુત તત્કાળ સમ્યગ્ ફળને આપે છે, તે સિવાય ફળ આપતું નથી. કહ્યું છે કે—– मातंगसूनोर्वरविष्ठरस्थाद्विद्या गृहीता फलति स्म शीघ्रम् । श्रीश्रेणिकस्येह यथा तथा स्यात्सप्रश्रयं शास्त्रमधीतमृद्ध्यै ॥१॥ ભાવાર્થ—‘ચાંડાળના પુત્રને શ્રેષ્ઠ સિંહાસનપર બેસાડીને શ્રેણિક રાજાએ વિદ્યા ગ્રહણ કરી, ત્યારે તેને શીવ્રતાથી વિદ્યાનું ફળ પ્રાપ્ત થયું. તેવી જ રીતે શાસ્ત્ર પણ જો વિનયપૂર્વક ગ્રહણ કર્યું હોય તો જ તે સર્વ પ્રકા૨ની સમૃદ્ધિને માટે થાય છે.’’ તે દૃષ્ટાંત આ પ્રમાણે છે– વિનય પ્રસંગ ઉપર શ્રેણિક રાજાનો પ્રબંધ રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. એકદા શ્રી વીર પ્રભુના મુખથી સતીપણાની ખાતરી થવાને લીધે તેમણે પ્રસન્ન થઈને ચેલણા રાણીને કહ્યું કે “હે પ્રિયા! બીજી રાણીઓ કરતાં વધારે સારો મહેલ હું તારા માટે કરાવવા ઇચ્છું છું, તો તે કેવો કરાવું?”’ ચેલણાએ કહ્યું કે ‘‘હે સ્વામી! મારે માટે એક સ્તંભવાળો પ્રાસાદ કરાવો.’’ તે સાંભળીને રાજાએ એક સ્તંભવાળો મહેલ કરાવવા અભયકુમારને આજ્ઞા આપી. અભયકુમારે સુતારોની બોલાવીને હુકમ કર્યો, એટલે તે સુતા૨ો તેવા મહેલને યોગ્ય કાષ્ઠને માટે અરણ્યમાં ચોતરફ શોધ કરવા લાગ્યા; તેવામાં તેમણે એક મોટા થડવાળું વૃક્ષ જોઈને આનંદ પામી વિચાર્યું કે “જરૂર આ વૃક્ષ કોઈ દેવતાએ અધિષ્ઠિત હોવું Page #60 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૩] વિનય પ્રશંસા ૪૯ જોઈએ, તેથી આ વૃક્ષને કાપતાં આપણા સ્વામીને કાંઈ પણ વિઘ્ર થવું ન જોઈએ.'' એમ વિચારીને તે વિદ્ન દૂર કરવા સારુ તેઓએ તેના અધિષ્ઠાયક દેવને ઉદ્દેશીને તેની આરાઘના માટે ઉપવાસ કર્યાં; અને ગંઘ, ધૂપ તથા પુષ્પાદિકથી તેની પૂજા કરીને પોતાને ઘેર ગયા. આ હકીકત જાણીને તે વૃક્ષનો અધિષ્ઠાયક દેવ પોતાના સ્થાનનો ભંગ થવાના ભયથી અભયકુમાર પાસે જઈ બોલ્યો કે ‘“હે મંત્રી! હું સર્વ ઋતુનાં ફળપુષ્પોથી સુંદર નંદનવન જેવો બાગ બનાવી, ફરતો પ્રાકાર કરીને વચમાં એક સ્તંભવાળો મહેલ તમને કરી આપીશ, પરંતુ તમે મારા સ્થાનરૂપ પેલા વૃક્ષને કપાવશો નહીં.’’ તે સાંભળીને અભયે તેનું વચન સ્વીકાર્યું, એટલે તે અદ્ભુત શક્તિવાળા વ્યન્તરે તત્કાળ પોતાના કહેવા પ્રમાણે મહેલ બનાવી દીધો. તે મહેલમાં રાજાની આજ્ઞાથી ચેલણા દેવી પદ્મદ્રહમાં રહેતી લક્ષ્મીની જેમ નિરંતર લીલા કરવા લાગી. એકદા તે નગરમાં રહેનારા કોઈ ચાંડાળની ગર્ભિણી સ્ત્રીને અકાળે કેરી ખાવાનો દોહદ થવાથી તેણે પોતાના પતિને કેરી લાવી આપવાનું કહ્યું, ત્યારે તે ચાંડાળ બોલ્યો કે ‘આ ઋતુમાં કેરી મળે નહીં, માટે ક્યાંથી લાવું?’’ સ્ત્રીએ કહ્યું કે ‘‘ચેલણા રાણીના ઉદ્યાનમાં સર્વ ઋતુઓના ફળ પુષ્પ છે, માટે ત્યાંથી લાવી આપો.’’ ચાંડાળે કહ્યું કે ‘‘તે ઉપવનમાં રાજાનો ઘણો બંદોબસ્ત છે, પરંતુ કોઈક ઉપાયથી લાવીશ.'' પછી તે ચાંડાળ રાત્રિને વખતે તે ઉદ્યાન પાસે જઈ તેના પ્રાકારની બહાર ઊભો રહ્યો, અને અવનામિની વિદ્યાએ કરીને આમ્રવૃક્ષની શાખા નીચે નમાવીને તેના પરથી કેરીઓ તોડી લીધી; પછી ઉજ્ઞામિની વિદ્યાવડે પાછી શાખાને હતી તેમ ઊંચી કરી દીધી. એવી રીતે કરીને તેણે પોતાની સ્ત્રીનો દોહદ પૂર્ણ કર્યો. આ પ્રમાણે દ૨૨ોજ કેરીઓ લેવાથી તે આંબો કેરી વિનાનો થઈ ગયેલો જોઈને ઉદ્યાનના રક્ષકે તે હકીકત રાજાને નિવેદન કરી. રાજાએ અભયને બોલાવીને કહ્યું કે ‘“જેનામાં આવી શક્તિ છે તે અન્તઃપુરમાં પણ કેમ પ્રવેશ કરી ન શકે? માટે તે ચોરને સાત દિવસમાં પકડી લાવ, નહીં તો ચોરની પ્રમાણે તને દંડ થશે.' રાજાની આજ્ઞા અંગીકાર કરીને અભયકુમાર રાત્રિ દિવસ પુરમાં અને પુર બહાર ચોતરફ તપાસ કરવા માટે ફરવા લાગ્યો, પરંતુ ચોર હાથ આવ્યો નહીં. છેવટે સાતમી રાત્રિને સમયે કોઈ નટની રમત જોવાને માટે જુગારીઓ, શ્રીલંપટો, ચોરો અને માંસલુબ્ધકો એકઠા થયા હતા ત્યાં જઈ પહોંચ્યો. નટને આવવાની કાંઈક વાર હતી, તેથી અભયે સર્વ લોકોને કહ્યું કે‘‘હે લોકો! જ્યાં સુધી નટ આવ્યો નથી ત્યાં સુધી હું એક વાર્તા કહું છું તે તમે સાંભળો— વસંતપુરમાં એક જીર્ણ નામે નિર્ધન વણિક રહેતો હતો. તેને એક પુત્રી હતી. તે મોટી ઉમ્મરની થઈ, તોપણ તેને યોગ્ય વર મળ્યો નહીં, તેથી યોગ્ય વર મેળવવા માટે તે કામદેવની પૂજા કરવા લાગી. એકદા તે કુમારી ચોરીથી પુષ્પો લેવા માટે એક ઉદ્યાનમાં પેઠી. તેને ઉદ્યાનના રક્ષકે પકડી. તેનું અતિ સુંદર સ્વરૂપ જોઈને મોહિત થયેલા ઉદ્યાનપાલકે તેને કામક્રીડા માટે પ્રાર્થના કરી. ત્યારે તે કુમારિકા બોલી કે હું હજુ પરણી નથી તેથી સ્પર્શ કરવાને લાયક નથી. કહ્યું છે કે, अस्पृशा गोत्रजा वर्षाधिका प्रव्रजिता तथा । नाष्टौ गम्याः कुमारी च, मित्रराजगुरुस्त्रियः ॥१॥ ભાવાર્થ-અસ્પૃશા (ચાંડાલ વગેરે અસ્પર્ય જાતિની), એક ગોત્રની, મોટી ઉંમરની, દીક્ષા ભાગ ૧-૪ Jain Education interna Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૦ * શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૧ લીઘેલી, કુમારી, મિત્રની સ્ત્રી, રાજાની સ્ત્રી અને ગુરુની સ્ત્રી–આ આઠ પ્રકારની સ્ત્રીઓ અગમ્ય છે; અર્થાત્ પરપુરુષે તેનો સ્પર્શ કરવો તે પણ યોગ્ય નથી.” તે સાંભળીને માળીએ કહ્યું કે “જ્યારે તું પરણે ત્યારે જો તું પ્રથમ મારી પાસે આવવાનું કબૂલ કરે તો અત્યારે તને છોડી મૂકું.” તે શર્ત અંગીકાર કરીને તે પોતાને ઘેર ગઈ. કેટલેક દિવસે તે કન્યા યોગ્ય પતિ સાથે પરણી. પ્રથમ રાત્રિએ જ તેણે એકાંતમાં પોતાના પતિને માળીને આપેલા વચનની વાત કહી. તે સાંભળીને તેના પતિએ વિચાર્યું કે “અહો! આ સ્ત્રી સત્ય પ્રતિજ્ઞાવાળી જણાય છે.” એમ વિચારીને તેણે તેને રજા આપી; એટલે તે સ્ત્રી મણિ, મોતી અને સુવર્ણના અલંકારો તથા ઉત્તમ વસ્ત્રો પહેરીને ઘર બહાર નીકળી ઉદ્યાન તરફ ચાલી. માર્ગમાં તેને ચોર મળ્યા. તેમણે તેને રોકી અને સર્વ વસ્ત્રો તથા આભરણ ઉતારી આપવા કહ્યું ત્યારે તેણે પોતાનું વૃત્તાંત જણાવીને કહ્યું કે “હે ભાઈઓ! હું જઈને હમણાં પાછી આવું છું, તે વખતે તમારા કહેવા પ્રમાણે કરીશ, અત્યારે મને જવા દો.” તે સાંભળીને ચોરોએ તેને જવા દીધી. આગળ જતાં સુઘાવડે દુર્બળ થયેલા રાક્ષસે તેને દીઠી એટલે રોકી, તેને પણ ચોરની પેઠે સત્ય વૃત્તાંત કહી પાછા આવવાનું વચન આપીને માળી પાસે ગઈ. માળીને કહ્યું કે “મેં તને પ્રથમ વચન આપ્યું હતું તે પ્રમાણે હું આજે વિવાહિત થવાથી તારી પાસે આવી છું.” તે સાંભળીને માળીએ વિચાર્યું કે “અહો! આ કેવી સત્ય પ્રતિજ્ઞાવાળી છે?” એમ વિચારીને તેણે તેને પોતાની બહેન સમાન કહી વસ્ત્ર વગેરેથી સન્માન કરીને રજા દીધી. પછી પાછાં આવતાં તે રાક્ષસ પાસે આવી તેના પૂછવાથી માળીએ બહેન તરીકે ગણી વસ્ત્રો આપ્યાની સર્વ વાત કહી. તે સાંભળીને રાક્ષસે “અહો! શું હું માળી કરતાં પણ અઘમ છું?” એમ વિચારીને તેને મુક્ત કરી. ત્યાંથી આગળ ચાલતાં તેની રાહ જોઈને બેઠેલા ચોરો પાસે તે આવી. ચોરોના પૂછવાથી તેણે માળી તથા રાક્ષસ સાથે બનેલી હકીક્ત કહી બતાવી. તે સાંભળીને “અહો! શું આપણે તે બન્ને કરતાં અઘમ થઈશું?” એમ વિચારીને તેઓએ પણ બહેન તરીકે ગણી તેને સન્માનપૂર્વક રજા આપી. પછી તેણે ઘેર આવીને સર્વ હકીકત પોતાના પતિને કહી. તે સાંભળી તે પણ આનંદ પામ્યો, અને તેની સાથે સુખનો અનુભવ કરવા લાગ્યો. આ પ્રમાણે કથા કહીને અભયમંત્રીએ સર્વને પૂછ્યું કે, “હે લોકો! કહો, તે સ્ત્રીનો પતિ, ચોર, રાક્ષસ અને માળી–એ ચારમાં દુષ્કર કામ કોણે કર્યું?” અભયકુમારના પ્રશ્નના ઉત્તરમાં જેઓ સ્ત્રીના ઈર્ષ્યાળુ હતા તેઓ બોલ્યા કે, “હે મંત્રી!નવી પરણેલી પોતાની ખૂબસૂરત યુવાન સ્ત્રીને માળી પાસે જવાની રજા આપી, તે તેના પતિએ બહુ દુષ્કર કાર્ય કર્યું.” જેઓ સુધાતુર હતા તેઓ બોલ્યા કે,“રાક્ષસ ભૂખ્યો હતો છતાં તેને જવા દીધી, માટે રાક્ષસે ઘણું દુષ્કર કામ કર્યું.” લંપટ પુરુષોએ કહ્યું કે, “એવી સ્વરૂપવાન સ્ત્રીને એમ ને એમ પાછી જવા દીઘી તે માળીએ બહુ દુષ્કર કામ કર્યું.” છેવટે આમ્રફળ ચોરનાર ચાંડાળે પેલા ચોરની પ્રશંસા કરી, તે સાંભળીને અભયમંત્રીએ તરત જ ચાંડાળને પકડ્યો. પછી તેને દબાવીને કેરી ચોર્યા સંબંધી પૂછતાં તે ચાંડાળે સ્ત્રીનો દોહદ પૂર્ણ કરવા માટે વિદ્યાની સહાય વડે કેરીઓ લીઘાનું કબૂલ કર્યું. તે ચાંડાળને રાજા પાસે લઈ જઈને અભયકુમારે તેનું સર્વ વૃત્તાન્ત કહ્યું એટલે રાજાએ તેનો વઘ કરવાનો હુકમ કર્યો. ત્યારે અભયકુમારે કહ્યું કે, “હે સ્વામી! આની પાસેથી પ્રથમ અપૂર્વ એવી બન્ને વિદ્યાઓ તો ગ્રહણ કરો, પછી જેમ યોગ્ય લાગે તેમ કરજો. કેમ કે Page #62 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૪] અવિનયના ફળ बालादपि हितं ग्राह्यममेध्यादपि काञ्चनम् । नीचादप्युत्तमा विद्या, स्त्रीरत्नं दुष्कुलादपि ॥१॥ ભાવાર્થ–બાળક થકી પણ હિતવચન ગ્રહણ કરવું, અશુચિમાંથી પણ કાંચન લઈ લેવું, નીચ માણસ પાસેથી પણ ઉત્તમ વિદ્યા હોય તો ગ્રહણ કરવી, અને નીચા કુળમાંથી પણ સ્ત્રીરત્ન ગ્રહણ કરવું. આ પ્રમાણે નીતિશાસ્ત્રનું કથન છે.” અભયકુમારના આ પ્રમાણેના કથનથી શ્રેણિક રાજાએ સિંહાસન પર બેઠા બેઠા તે ચાંડાળને પોતાની સન્મુખ નીચે બેસાડીને તેની પાસેથી અનામિની અને ઉન્નામિની એ બે વિદ્યા શીખવા માંડી; પરંતુ ઘણી વાર તે વિદ્યા બોલતાં છતાં પણ રાજાના હૃદયમાં પેઠી નહીં. ત્યારે રાજાએ ક્રોઘ પામીને કહ્યું કે, “અરે ચાંડાળ! મને વિદ્યા આપવામાં પણ તું ખોટાઈ કરે છે?” એમ કહીને તેનો તિરસ્કાર કરવા લાગ્યા. તે જોઈ અભયકુમારે કહ્યું કે “હે સ્વામી! જો વિદ્યા ગ્રહણ કરવી હોય તો એને સિંહાસન પર બેસાડીને આપ હાથ જોડી પૃથ્વી ઉપર તેની સન્મુખ બેસો તો વિદ્યા આવડશે.” તે સાંભળીને રાજાએ તેમ કહ્યું કે તરત જ જાણે હૃદયમાં લખેલી હોય, એમ તે બન્ને વિદ્યા દ્રઢ થઈ ગઈ. પછી વિદ્યાગુરુ થવાથી તે ચાંડાળને અભયે રાજા પાસેથી મુક્ત કરાવ્યો. આ કથા ઉપરથી વિનય જ સર્વત્ર ફળદાયી છે એમ સમજીને વિનયપૂર્વક શ્રુતનું અધ્યયન વગેરે કરવું." વ્યાખ્યાન ૧૪ અવિનયના ફળ અન્વયથી વિનયનું સ્વરૂપ કહીને હવે વ્યતિરેકથી તેનું (અવિનયનું) વ્યાખ્યાન કરે છે– प्रकृत्या दुर्विनीतात्मा, गुरूक्ते प्रतिकूलधीः । સંસારસાગરે મગ્નો, કિનૈયઃ વૃત્તવાનિ શા ભાવાર્થ-“પ્રકૃતિથી જ અવિનયવાન (ઉદ્ધત) અને ગુરુના વચનથી વિપરીત વર્તનાર ફૂલવાલક સાધુ સંસારસાગરમાં ડૂળ્યો.” તેનું દ્રષ્ટાંત આ પ્રમાણે ફૂલવાલકમુનિનું દ્રષ્ટાંત કોઈ એક આચાર્યને એક અવિનયી શિષ્ય હતો. તેને આચાર્ય તાડના કરે કે શિખામણ આપે, તો તેના પર ગુસ્સે થતો. એકદા આચાર્ય તે શિષ્યને લઈને ઉશ્ચંત (ગિરનાર) ગિરિની યાત્રા કરવા ગયા. ત્યાં તે શિષ્ય યાત્રાળુ સ્ત્રીઓની ઉપર કુદ્રષ્ટિ કરવા લાગ્યો. તે જોઈને ગુરુએ તેને નિવાર્યો, તેથી તે ગુરુના પર કોપાયમાન થયો; એટલે યાત્રા કરીને પાછા વળતાં ગુરુની પાછળ રહીને તે દુષ્ટ શિષ્ય ગુરુના ચૂરેચૂરા કરવાના હેતુથી એક મોટો પથરો ગબડાવ્યો; પરંતુ તે પથ્થર ગુરુના બે પગ વચ્ચે થઈને નીકળી ગયો. આવા તેના દુષ્ટ કૃત્યથી ગુરુએ તેને શાપ આપ્યો કે “હે દુરાત્મા! તું સ્ત્રીથી વિનાશ પામીશ.” તે સાંભળીને તેણે વિચાર કર્યો કે “જ્યાં બિલકુલ સ્ત્રીઓ જ ન હોય ત્યાં રહ્યું કે જેથી ગુરુનો શાપ મિથ્યા થાય.” પછી તે સાધુ કોઈ નદીને કાંઠે વસ્તી વિનાના ભાગમાં જઈ આતાપના લેવા લાગ્યો. તેના ઉગ્ર તપના પ્રભાવથી તે નદી તેના તરફ વહેતી બંઘ થઈને બીજી તરફ વહેવા લાગી, તેથી તે સાધુનું ફૂલવાલક” એવું નામ લોકોએ પાડ્યું. Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૧ રાજગૃહ નગરીના રાજા શ્રેણિકે દેવતાએ આપેલ દિવ્ય કુંડળની જોડી, અઢાર ચક્ર (સર)નો હાર અને દિવ્ય વસ્ત્રો સહિત સેચનક હાથી પણ પોતાના પુત્ર હલ્લ વિહલ્લને આપ્યો, તેથી ગુસ્સે થયેલા કોણિકે કાંઈક પ્રપંચ કરીને પોતાના પિતા શ્રેણિકને કાષ્ઠના પાંજરામાં નાંખ્યો. કેટલેક દિવસે રાજા પરલોકમાં ગયે સતે કોણિક ચંપા નામની નવી પુરી વસાવીને તેમાં કાલ, મહાકાલ વગેરે પોતાના દશ ભાઈઓ સહિત રહ્યો. અન્યદા પોતાની રાણી પદ્માવતીના દરરોજના આગ્રહથી કોણિકે હલ્લ વિહલ્લ પાસે હાર વગેરે ચારે વસ્તુઓ માગી. તેથી બુદ્ધિમાન એવા તે બન્ને ભાઈઓ “આ માગણી અનર્થનું મૂળ છે” એમ વિચારીને પોતાની સારભૂત સર્વ ચીજો લઈને રાત્રિએ છૂપી રીતે ત્યાંથી નીકળી પોતાના માતામહ ચેટક રાજા પાસે વિશાળ નગરીએ જઈને રહ્યા. કોણિકને તેની ખબર થતાં તેણે દૂત મોકલીને ચટક રાજાને કહેવરાવ્યું કે, “હલ્લ વિહલ્લને અમને પાછા સોંપો.” તેના જવાબમાં ચેટક રાજાએ કહ્યું કે, શરણે આવેલા દૌહિત્રોને હું શી રીતે તમને સોંપું?” દૂતે આવીને કોણિક રાજાને તે વાત કરી; એટલે કોણિક અત્યંત ક્રોઘ પામીને ત્રણ કરોડ સુભટોના સૈન્ય સહિત તથા પોતાના સરખા બળવાન કાળ મહાકાળ વગેરે દશે ભાઈઓ સહિત ચેટક રાજા તરફ ચાલ્યો. ચેટક રાજા પણ પોતાના સામંત અઢાર રાજાઓ સહિત કોણિકની સામે આવ્યો. પરસ્પર યુદ્ધ પ્રવર્તે. પહેલા દિવસના યુદ્ધમાં જ ચેટક રાજાએ દેવતાએ આપેલા અમોઘ બારવડે કાળકુમારને યમરાજના સ્થાનમાં પહોંચાડ્યો, એટલે બન્ને લશ્કરો યુદ્ધથી વિરામ પામ્યા. એ પ્રમાણે દશ દિવસે કોણિકના દશે ભાઈઓને ચટક રાજાએ મારી નાંખ્યા. ચેટક રાજાને દરરોજ એક જ બાણ મૂકવાનો નિયમ હતો. પોતાના દશે ભાઈઓને મરાયેલા જોઈને શોકસાગરમાં નિમગ્ન થયેલા કોણિકે ચેટક રાજાને દુર્જય માની અઠ્ઠમ તપવડે સૌઘર્મેન્દ્ર અને ચમરેન્દ્રનું આરાધન કર્યું એટલે તે બન્ને ઇન્દ્રોએ આવીને કોણિકને કહ્યું કે “ચેટક રાજા જૈનધર્મી હોવાથી અમારો સંઘર્મી છે, માટે તેને અમે મારી શકીશું નહીં, પરંતુ તારા દેહની રક્ષા કરીશું.” પછી ચમરેન્દ્ર તેને મહાશિલાકંટક અને રથમુશળ નામના બે સંગ્રામ આપ્યાં, અર્થાત્ તે બે પ્રકારના યુદ્ધ શીખવ્યાં. તેમાંના પહેલા સંગ્રામમાં શત્રુના સૈન્યમાં એક કાંકરો નાંખ્યો હોય તો તે મોટો શિલા જેવો થઈને શત્રુનો નાશ કરતો અને એક કાંટો નાંખ્યો હોય, તો તે શસ્ત્રરૂપ થઈને નાશ કરતો. તે સંગ્રામ કરવા વડે કોણિકે એક દિવસે ચેડારાજાના ચોરાશી લાખ સુભટોનો વિનાશ કર્યો. બીજે દિવસે છઠ્ઠું લાખ યોદ્ધાઓનો વિનાશ કર્યો. તેથી ત્રાસ પામીને ત્રીજે દિવસે ચેડારાજાએ શ્રાવક ઘર્મમાં દ્રઢ, નિરંતર છઠ્ઠ તપ કરનાર અને મહાપરાક્રમી એવા નાગસારથીના પૌત્ર વરુણ નામના પોતાના સેનાપતિને કહ્યું કે “હે વીર! આજે તો તું યુદ્ધ કરવા સજ થા.” સ્વામીનું વચન અંગીકાર કરીને વરુણ સેનાપતિ કોણિકના સૈન્ય સાથે લડાઈમાં ઊતર્યો. ભવિતવ્યતાને યોગે કોણિકના સેનાપતિએ વરુણને બાણવડે મર્મસ્થાનમાં વીંધ્યો. એટલે વરુણે પોતાનો રથ બે ત્રણ પગલાં પાછો હઠાવીને તીવ્ર બાણવડે તે સેનાપતિને હણી નાંખ્યો. પછી તરત જ તે વરુણ યુદ્ધભૂમિમાંથી નીકળીને દૂર જઈ દર્ભનો સંથારો કરી તે પર બેસીને આલોચના પ્રતિક્રમણ કરી સમાઘિપૂર્વક મરણ પામીને અરુણાભ નામના વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળો દેવતા થયો, ત્યાંથી ચવીને તે વરુણનો જીવ મહાવિદેહમાં ઉત્પન્ન થઈ મોક્ષપદને પામશે. (વરુણનું સવિસ્તર ચરિત્ર ભગવતી સૂત્રથી જાણી લેવું.) Page #64 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૪] અવિનયના ફળ ૫૩ વરુણના ગયા પછી ચેટક રાજાએ કોણિકના ઉપર બાણ મૂક્યું, પરંતુ કોણિકના શરીર ફરતું ઇન્દ્ર વજનું કવચ કરેલું હતું, તેથી તે બાણ તેને અથડાઈને ભૂમિપર પડ્યું. ચેટકરાજાને એક જ બાણ મૂકવાની પ્રતિજ્ઞા હોવાથી તેણે બીજું બાણ મૂક્યું નહીં. બીજે દિવસે પાછું તેણે બાણ મૂક્યું તો તે પણ નિષ્ફળ ગયું. તેથી ચેટકરાજાએ પોતાના અમોઘ બાણથી પણ કોણિકને અજેય જાણીને પાછા વળી વિશાલા નગરીમાં પ્રવેશ કરી દરવાજા બંઘ કરાવ્યા. એટલે કોણિકે તે નગરી ફરતો ઘેરો ઘાલ્યો. હવે રાત્રિના સમયે હલ્લ અને વિહલ્લ સેચનક હાથીપર આરૂઢ થઈ નગર બહાર નીકળી ગુપ્ત રીતે કોણિકના સૈન્યમાં પ્રવેશ કરી તેના સૈન્યને હણવા લાગ્યા. એ પ્રમાણે હમેશાં પોતાના સૈન્યને ઘણું હણાતું જોઈને કોણિકે પોતાના સૈન્ય ફરતી ખાઈ ખોદાવી તેમાં ગુપ્ત રીતે ખેરના અંગારા નંખાવ્યા. તે વાતની હલ્લ વિહલ્લને ખબર નહોતી. તેથી તેઓ હંમેશના નિયમ પ્રમાણે સેચનકપર આરૂઢ થઈને રાત્રે કોણિકના સૈન્ય પાસે આવ્યા. ત્યાં ખાઈની નજીક આવતાં હાથીએ વિર્ભાગજ્ઞાનથી બળતા અંગારાવાળી ગુસ ખાઈ જાણીને “આ હલ્લ વિહલ્લ વિનાશ ન પામો એવા હેતુથી તે એક પગલું પણ આગળ ચાલ્યો નહીં. એટલે તે બન્ને ભાઈઓ તેને અંકુશ વડે પ્રહાર કરીને બોલ્યા કે, “હે દુષ્ટ હાથી! આજે તું પ્રતિકૂળ વર્તણૂક કરે છે તે તને યોગ્ય નથી.” તે સાંભળીને તે બન્નેને પોતાની પીઠપરથી ભૂમિપર ઉતારી દઈને તે હાથી ખાઈમાં પડ્યો. તેની અંદર રહેલી અગ્નિના તાપથી બળી મરીને તે હસ્તી પહેલા સ્વર્ગમાં દેવતા થયો. એ પ્રમાણે હસ્તીને મૃત્યુ પામેલો જોઈને બન્ને ભાઈઓ ખેદયુક્ત થઈ વિચાર કરવા લાગ્યા કે “અહો! આપણે આ પશુથી પણ અધન્ય છીએ કે જેથી એના જેટલું પણ આપણે જાણી શક્યા નહીં. એ તો ખેર, પણ આપણે આ ભયંકર પાપથી શી રીતે છૂટીશું?” એ રીતે વિચાર કરતાં તે બન્નેને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી તરત જ શાસનદેવીએ તેમને ઉપાડીને શ્રી વીરપ્રભુ પાસે મૂક્યા, એટલે તે બન્નેએ ભગવંતની પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તપસ્યા કરીને તે બન્ને ભાઈઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતા થયા. અહીં કોણિક રાજાએ મનમાં એવી પ્રતિજ્ઞા કરી કે “જો હું મારા તીક્ષ્ણ બાણો વડે વિશાલાનગરીને ખોદી ને નાખું તો મારે અગ્નિમાં પ્રવેશ કરવો.” આવી કઠણ પ્રતિજ્ઞા કર્યા છતાં પણ તે વિશાલાનગરી જીતી શક્યો નહીં, તેથી તે અતિ ખેદયુક્ત થયો. આ સમયે ગુરુની આજ્ઞાનો ભંગ કરનાર કૂલવાલક મુનિ કે જે નદીને કાંઠે આતાપના લેતો હતો, તેના પર કોપ પામેલી શાસનદેવી આકાશમાં રહીને કોણિક પ્રત્યે બોલી કે, “જો માગથિકા નામની ગણિકા કૂલવાલક મુનિને ચારિત્રભ્રષ્ટ કરીને લાવે તો તેની સહાયથી અશોકચંદ્ર (કોણિક) રાજા વિશાલાનગરીને જીતી શકે; તે વિના તે નગરી જીતી શકાશે નહીં.” તે સાંભળીને રાજાએ માગથિકા ગણિકાને બોલાવીને સત્કારપૂર્વક ફૂલવાલકને ભ્રષ્ટ કરીને લાવવાનું કહ્યું. તે વાત અંગીકાર કરીને કપટથી શ્રાવિકાનો વેષ લઈ માગથિકા નદી તીરે રહેલા તે મુનિ પાસે ગઈ. મુનિને વંદના કરીને તે બોલી કે “હે મુનિરાજ! સ્થાને સ્થાને ચૈત્યોને તથા મુનિઓને વંદના કરીને મારે ભોજન કરવાનો નિયમ છે, આજે આપને અહીં રહેલા જાણીને હું વંદના કરવા આવી છું, માટે હે મુનિરાજ! કૃપા કરીને નિર્દોષ ભાત પાણી ગ્રહણ કરી મને કૃતાર્થ કરો.” એમ કહીને તેણે નેપાળાના Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૧ ચૂર્ણથી મિશ્રિત કરેલા સુંદર મોદક તેને વહોરાવ્યા. તે ખાવાથી તેને તરત જ અતિસારનો વ્યાધિ થયો. તેથી તેણે બીજી નાની નાની ગણિકાઓ પાસે તેની વૈયાવચ્ચ કરાવી કે જેથી તે મુનિ થોડા વખતમાં જ ચારિત્રથી ભ્રષ્ટ થઈ તેને આધીન થઈ ગયા. પછી તેને લઈને તે ગણિકા કોણિક પાસે આવી. કોણિકે કૂલવાલકને કહ્યું કે “આ વિશાલાનગરી જીતી શકાય તેમ કરો.” કોણિકનું વચન અંગીકાર કરીને તે વિશાલા નગરીમાં ગયો. ત્યાં સર્વત્ર ભ્રમણ કરતાં એક સ્થાને તેણે મુનિસુવ્રત સ્વામીનો સ્તૂપ જોઈ વિચાર્યું કે “આ સૂપના પ્રભાવથી આ પુરીને કોઈ જીતી શકતું નથી તેથી આનો જ ભંગ કરવા માટે પ્રથમ ઉપાય કરવો જોઈએ.” એમ વિચારીને તે ગામમાં ફરવા લાગ્યો. તેને જોઈને પૌરલોકોએ તેને પૂછ્યું કે “હે મુનિ! આ નગરીનો ઉપદ્રવ જ્યારે દૂર થશે?” તેણે કહ્યું કે “આ સૂપને તમે પાડી નાંખશો, ત્યારે તમારો ઉપદ્રવ દૂર થશે.” તે સાંભળીને લોકો તે સ્તૂપને પાડવા લાગ્યા. એટલે તેમને વિશ્વાસ ઉત્પન્ન કરાવવા માટે તે દુષ્ટ સાધુએ કોણિકને કહીને તેનું સૈન્ય બે કોશ દૂર હઠાવ્યું. તે જોઈને પૌરજનોને મુનિના વાક્ય પર વિશ્વાસ આવ્યો. તેથી તેઓએ કૂર્મશિલા પર્યત સર્વ ખોદી નાખ્યું, અને કોણિકે ઘેરો ઘાલ્યા પછી બાર વર્ષે લોકોએ પુરના દરવાજા ઉઘાડ્યા, કેમકે કોણિક તો કપટથી દૂર ગયેલો હતો. દરવાજા ઊઘડ્યાના ખબર સાંભળી કોણિક રાજાએ એકદમ આવીને નગરી પર છાપો મારી નગરીનો ભંગ કર્યો, તે વખતે પણ મહાન યુદ્ધ થયું. કોણિક ને ચેટકરાજાના યુદ્ધ જેવું આ અવસર્પિણીમાં કોઈ યુદ્ધ થયું નથી. આ લડાઈમાં એકંદર એક કરોડ ને એસી લાખ સુભટો હણાયા, તેમાં દશ હજાર સુભટો મારીને એક જ માછલીના ઉદરમાં ઉત્પન્ન થયા, એક દેવલોકમાં ગયો, એક ઊંચા કુળમાં ઉત્પન્ન થયો, અને બીજા સર્વે નરકગતિમાં તથા તિર્યગ્નતિમાં ઉત્પન્ન થયા. વિશાળા નગરીની દુર્દશા અને પરાજય જોઈ ચેટક રાજા ચાલી જવાની તૈયારી કરતા હતા, તે વખતે કોણિકે તેમને કહ્યું કે, “હે પૂજ્ય માતામહ! મને આજ્ઞા આપો. હું આપનો પુત્ર છું, હું શું કરું?” ચેટકે જવાબ આપ્યો કે-“હે દૌહિત્ર (દીકરીના પુત્ર)! એક ક્ષણવાર ઊભો રહે. હું હમણાં આ વાવમાં સ્નાન કરી આવું છું.” એમ કહીને ચટક રાજા વાવમાં જઈ લોઢાની પૂતળી કંઠે બાંધી સમાધિમાં તત્પર થઈ વાવમાં પડ્યા. તે જ વખતે ઘરણેન્ટે તેમને ઝીલી લીધા અને તે પોતાના ભુવનમાં (પાતાળમાં) લઈ ગયો. ત્યાં ચેટક રાજા અનશનવડે કાળઘર્મ પામીને આઠમા સહસ્ત્રાર દેવલોકમાં ઇન્દ્રના સામાનિક દેવતા થયા. પછી ચેટક રાજાનો દૌહિત્ર અને સુજ્યેષ્ઠાનો પુત્ર સત્યકી વિદ્યાધર હતો, તે ત્યાં આવીને સમગ્ર નગરીના લોકોને નીલવંત પર્વત ઉપર લઈ ગયો. અને કોણિક રાજા પણ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરીને પોતાની રાજઘાનીમાં આવ્યો. કૂલવાલક મુનિ પણ દેવગુરુની આશાતના કરવાથી અને માગથિકા ગણિકાના સંગથી અનેક પાપકર્મો કરીને દુર્ગતિમાં ગયો. હે ભવ્ય પ્રાણીઓ! જો તમારે મોક્ષસુખની ઇચ્છા હોય તો આ કૂલવાલક સાઘુનું અતિ દુરન્ત ચરિત્ર સાંભળીને મહા વિષમ વિષસમાન ગુરુ મહારાજની આશાતનાનો ત્યાગ કરજો. — Page #66 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૫] સમકિતની પ્રથમ શુદ્ધિ-મનશુદ્ધિ ૫૫ વ્યાખ્યાન ૧૫ સમકિતની પ્રથમ શુદ્ધિ-મનશુદ્ધિ मनोवाक्कायसंशुद्धिः, सम्यक्त्वशोधनी भवेत् । तत्रादौ मनसः शुद्धिः सत्यं जिनमतं मुनेत् ॥१॥ ભાવાર્થ-“મન, વચન અને કાયાની જે શુદ્ધિ, તે સમ્યકત્વને શોઘન (શુદ્ધ) કરનારી થાય છે, તેમાં પ્રથમ મનની શુદ્ધિ કરવી, એટલે જિનમતને સત્ય માનવો.” - જિનમત એટલે જિનેશ્વરે પ્રરૂપેલ સમગ્ર પદાર્થોના ભાવને પ્રગટ કરનાર દ્વાદશાંગી રૂપ શાસ્ત્ર, તેને સત્ય માનવું, અને બીજાં સર્વ લૌકિક પરતીર્થીના શાસ્ત્રો-દર્શનો અસાર છે એમ માનવું. તેનું નામ મનઃશુદ્ધિ કહેવાય છે.” મનઃશુદ્ધિ ઉપર જયસેનાનું દ્રષ્ટાંત ઉજ્જયિની નગરીમાં સંગ્રામશુર નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરીમાં વૃષભ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને જયસેના નામની સ્ત્રી હતી. તે સમકિતી તથા પતિવ્રતા હતી. તે મોટી ઉંમરની થઈ તો પણ તેને કાંઈ સંતાન થયું નહીં. તેથી તેણે એકદા પોતાના પતિને કહ્યું કે-“હે સ્વામિ! સંતતિને માટે તમે ફરી વિવાહ કરો, કેમકે પુત્ર વિના આપણું કુળ શોભતું નથી. કહ્યું છે કે यत्र नो स्वजनसंगतिरुच्चै-यंत्र नो लघुलघूनि शिशूनि ।। यत्र नास्ति गुणगौरवचिन्ता, हन्त तान्यपि गृहाण्यगृहाणि ॥४॥ ભાવાર્થ-જેને ઘેર સ્વજનો એકઠા થઈને બેસતા નથી અર્થાત્ સ્વજનોની સંગતિ નથી, જે ઘરમાં નાનાં નાનાં બાળકો ક્રીડા કરતાં નથી અને જે ઘરમાં ગુણના ગૌરવપણાનું ચિંતવન થતું નથી, તેવા ઘરો ઘરની ગણતરીમાં નથી.” તે સાંભળીને શ્રેષ્ઠી બોલ્યો કે-“હે પ્રિયા! તું કહે છે તે સત્ય છે, પરંતુ મારા ચિત્તમાં વિષયસુખની બિલકુલ અભિલાષા નથી.” તે બોલી-“હે સ્વામી! વિષયસુખને માટે ન પરણવું તે તો ઠીક છે, પણ સંતાનને માટે ફરી પરણવામાં કાંઈ ખોટું નથી.” તે સાંભળી શ્રેષ્ઠી કાંઈ બોલ્યો નહીં, મૌન રહ્યો. તેથી જયસેનાએ જાતે તપાસ કરીને કોઈ શ્રેષ્ઠીની ગુણસુંદરી નામની કન્યાનું માગું કરી તેની સાથે પોતાના પતિને પરણાવ્યો. પછી ધીરે ધીરે જયસેના ઘરનો સર્વ કાર્યભાર ગુણસુંદરીને સોંપીને ઘર્મઆરાઘનમાં તત્પર થઈ. કેટલેક કાળે ગુણસુંદરીને એક પુત્ર થયો. એકદા ગુણસુંદરીની માતા બંધુશ્રીએ પુત્રીને પૂછ્યું કે-“હે પુત્રી! તારા પતિના ઘરમાં તને સુખ છે ને?” ગુણસુંદરી બોલી–“હે માતા! મને શોક્ય ઉપર આપીને પછી સુખની વાત શું પૂછે છે? પ્રથમ માથું મૂંડાવીને પછી નક્ષત્ર શું પૂછે છે અને પાણી પીને પછી ઘર શું પૂછે છે? મને તો પતિને ઘેર એક ક્ષણમાત્ર પણ સુખ નથી; મારો પતિ મારી શોક્ય ઉપર જ આસક્ત છે.” બંધુશ્રી બોલી–“હે પુત્રી! જો તે તારી શોક્ય રાગથી તથા કળાથી તેવા વૃદ્ધ પતિને પણ વહન કરે છે, રીઝવે છે, તો પછી બીજાની શી વાત કરવી? જ્યાં સાઠ સાઠ વર્ષના મોટા હાથીઓને વાયુ ઉછાળે, ત્યાં ગાયોની શી ગણના, અને મચ્છર વગેરેની તો વાત જ શી કરવી? તો પણ હે પુત્રી! તું શાંતિ રાખ, તારી શોક્યના વિનાશનો હું કાંઈક ઉપાય કરીશ. તું હાલ તારે ઘેર જા.” Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૧ એકદા જાણે સાક્ષાત્ રુદ્ર (શિવ)ની મૂર્તિ હોય, તેવા પ્રતાપી કોઈ કાપાલિકને જોઈને બંધુશ્રીએ પોતાનું કાર્ય સાધવાના ઇરાદાથી તેને અનેક રસ સંયુક્ત ભોજન કરાવ્યું. કહ્યું છે કે कार्यार्थी भजते लोको, न कश्चित् कस्यचित् प्रियः । वत्सः क्षीरक्षयं दृष्ट्वा, परित्यजति मातरम् ॥१॥ ભાવાર્થ-“લોકો કાંઈ પણ કાર્યને અર્થે જ બીજાને ભજે છે, પણ સ્વભાવથી કોઈ કોઈને પ્રિય હોતો જ નથી. વાછરડો પણ દૂઘ નષ્ટ થયેલું જોઈને તેની માતા (ગાય)નો ત્યાગ કરે છે.” પછી તે યોગી પણ હમેશાં ભિક્ષાને માટે ત્યાં જ આવવા લાગ્યો, અને બંધુશ્રી પણ તેને હમેશાં નવી નવી ભિક્ષા આપવા લાગી. એકદા યોગીએ પ્રત્યુપકાર કરવા માટે તેને કહ્યું કે-“હે માતા! તારે કાંઈ કામ હોય, તો ખુશીથી કહે કે તે હું કરી આપું.” તે સાંભળીને બંધુશ્રીએ ગદ્ગદ્ કંઠે પોતાની પુત્રીનું દુઃખ કહ્યું, ત્યારે યોગી બોલ્યો કે-“હે માતા! જયસેનાને હણીને મારી બહેન ગુણસુંદરીને સુખી ન કરું, તો હું અગ્નિપ્રવેશ કરીશ.” એવી પ્રતિજ્ઞા કરીને તે પોતાને આશ્રમે ગયો. તે પછી કૃષ્ણચતુર્દશીની રાત્રીએ તે યોગીએ સ્મશાનમાં એક મડદું આણીને તેની પૂજા કરી પછી વૈતાલી વિદ્યાનો જાપ કરીને તે મડદામાં વૈતાલીને પ્રત્યક્ષ કરી અર્થાત્ તેમાં પ્રવેશ કરાવ્યો. પછી તે વૈતાલી બોલી-“હે યોગી! જે કામ હોય તે કહે.” યોગી બોલ્યો-“હે મહાવિદ્યા! જયસેનાને મારી નાખ.” તે સાંભળીને તે વિદ્યા યોગીનું વચન અંગીકાર કરી જયસેના પાસે ગઈ, પણ ત્યાં તો સમ્યક્ પ્રકારે નિશ્ચળ ચિત્તે કાયોત્સર્ગમાં સ્થિત થયેલી જયસેનાને તેણે જોઈ એટલે તે વૈતાલી ઘર્મના મહિમાથી દ્વેષરહિત થઈને જયસેનાને પ્રદક્ષિણા કરી પાછી વળી સ્મશાનમાં ગઈ, તેને વિકરાળ સ્વરૂપે આવતી જોઈને તે યોગી ભયથી નાસી ગયો. બીજે દિવસે પણ તે જ રીતે યોગીએ ફરીથી વૈતાલી વિદ્યાને મોકલી. તે વખતે પણ તે વિદ્યા જયસેનાને કાંઈ પણ કરી શકી નહીં, અને અટ્ટહાસ્ય કરતી પાછી આવી. એમ ત્રણ વાર મોકલી, ને ત્રણ વાર તે પાછી આવી. ચોથી વાર પોતાના જ મરણના ભયથી યોગીએ કહ્યું કે-“હે દેવી! બેમાં જે દુષ્ટ હોય, તેને જલદી મારીને આવ.” તે સાંભળીને દેવી જયસેના પાસે ગઈ, પણ તેને દેવગુરુની ભક્તિમાં તત્પર જોઈને ત્યાંથી પાછી વળી. તેવામાં ઘર બહાર કાયચિંતા માટે નીકળેલી પ્રમાદી ગુણસુંદરીને તેણે દીઠી. એટલે તેને જ ખગવડે મારીને દેવી સ્મશાનમાં આવી, યોગીની રજા લઈ સ્વસ્થાને ગઈ. થોડી વાર પછી જયસેના કાયોત્સર્ગ પારીને બહાર નીકળી, ત્યાં ગુણસુંદરીને મરેલી જોઈને તે વિચારમાં પડી કે–“અહો! પૂર્વના કોઈ અશુભ કર્મના ઉદયથી મારે માથે આ કલંક આવશે.” એમ વિચારીને તે ઉપદ્રવની શાંતિ માટે તેણે ફરીથી કાયોત્સર્ગ કર્યો. પ્રાતઃકાળે ગુણસુંદરીની માતા બંધુશ્રી, રાત્રીમાં શું થયું, તેની ખબર લેવા ઉત્સુક થઈ સતી ગુણસુંદરીને ઘેર આવી. ત્યાં ગુણસુંદરીને જ મરેલી જોઈને તેણે પોકાર કરી રાજાને જાહેર કર્યું કે-“હે રાજા! મારી પુત્રીને તેની શોક્ય જયસેનાએ શોક્યપણાના દ્વેષથી મારી નાખી છે.” તે સાંભળીને રાજાએ ક્રોઘ પામીને જયસેનાને પોતાની પાસે બોલાવી પૂછ્યું. જયસેના કાંઈ પણ બોલી નહીં, તેવામાં શાસનદેવીની પ્રેરણાથી પેલો યોગી જ નગરમાં બોલતો બોલતો અકસ્માતુ રાજસભામાં આવ્યો, અને પોતાનું ભયંકર રૂપે પ્રગટ કરી બોલ્યો કે “નિર્દોષ જયસેનાને મૂકીને દુષ્ટ ગુણસુંદરીને મેં જ મહાવિદ્યા પાસે હણાવી છે.” એમ Page #68 -------------------------------------------------------------------------- ________________ પ૭ વ્યાખ્યાન ૧૫] સમકિતની પ્રથમ શુદ્ધિ-મનશુદ્ધિ કહીને તે સંબંધી સર્વ વૃત્તાંત રાજાને કહી બતાવ્યું. તે વખતે શાસનદેવતાએ પણ જયસેના ઉપર પુષ્પવૃષ્ટિ કરી. રાજાએ “બંધુશ્રી જ દુષ્ટ છે” એમ નિશ્ચય થવાથી તેને ગામ બહાર કાઢી મૂકી. પછી રાજાએ જયસેનાને પૂછ્યું કે “હે ગુણિયલ બહેન! જગતમાં કયો ઘર્મ શ્રેષ્ઠ છે? તે તું કહે.” જયસેના બોલી કે “સ્યાદ્વાદથી યુક્ત એવા જૈનઘર્મ વિના બીજા સર્વ ઘર્મો એકાંતવાદી અને ઘણા દોષયુક્ત હોવાથી આરાઘવા યોગ્ય નથી.” ફરી રાજાએ પૂછ્યું કે-“હે શીલવંતી! ગંગા પ્રયાગ વગેરે તીર્થોમાં કયું તીર્થ સંસારતારક છે?” જયસેના બોલી-“હે રાજા! લોકમાં અડસઠ તીથ કહેવાય છે, પણ તે સર્વે આત્મઘર્મને પુષ્ટિ આપનારાં નથી; તીર્થ તો માત્ર એક સિદ્ધાચળ જ છે. કેમકે તે ગિરિપર કાર્તિક શુદિ પૂર્ણિમાએ શ્રી ઋષભદેવના પુત્રો દ્રાવિડ અને વારિખીલ મુનિ દશ કરોડ સાધુઓ સહિત મુક્તિ પામ્યા છે. ફાગણ શુદિ દશમને દિવસે નમિ અને વિનમિ નામના મુનિ બે કરોડ સાધુઓ સહિત સિદ્ધિપદને પામ્યા છે. ફાગણ શુદિ આઠમને દિવસે શ્રી ઋષભદેવ સ્વામી નવાણું પૂર્વ વખત તે ગિરિપર આવ્યા છે. શ્રી શાંતિનાથ સ્વામીએ તેના પર ચાતુર્માસ કર્યું હતું. તે વખતે મુનિવેષે તથા શ્રાવક વેષે મળીને સત્તર કરોડ મનુષ્યો સિદ્ધિ પામ્યાં હતાં. બીજા તીર્થકર શ્રી અજિતનાથ સ્વામીના હાથથી દીક્ષિત થયેલા પંચાણું હજાર સાધુઓ તે પર્વત પર ચાતુર્માસ રહ્યા હતા. તેમાંથી કાર્તિક શુદિ પૂર્ણિમાને દિવસે દશ હજાર સાધુઓ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા હતા. આસો શુદિ પૂર્ણિમાએ પાંચ પાંડવો વીશ કરોડ સાધુઓ સહિત સિદ્ધ થયા હતા. ફાગણ શુદિ તેરસને દિવસે શાંબ અને પ્રદ્યુમ્નકુમાર સાડાત્રણ કરોડ સાધુઓ સહિત મુક્તિપદને પામ્યા છે. શ્રી કાલિક મુનિ એક હજાર સાધુઓ સહિત, શ્રી સુભદ્ર મુનિ સાતસો મુનિઓ સહિત, શ્રી રામચંદ્ર પાંચ કરોડ મુનિ સહિત, શ્રી રામના ભાઈ ભરત ત્રણ કરોડ મુનિ સહિત તથા શ્રી વસુદેવની બોંતેર હજાર સ્ત્રીઓમાંથી પાંત્રીસ હજાર સ્ત્રીઓ તે જ સિદ્ધગિરિપર સિદ્ધપદને પામી છે. બીજી સાડત્રીસ હજાર સ્ત્રીઓ બીજે સ્થાને સિદ્ધિપદને પામી છે. તથા દેવકી અને રોહિણી નામની વસુદેવની સ્ત્રીઓ તો આગામી કાળે તીર્થકર થવાની છે. સુકોશલ મુનિ વાઘણના કરેલા ઉપસર્ગથી કાળઘર્મ પામીને પંગુલગિરિ (સિદ્ધાચળની એક ટૂંક) પર સિદ્ધ થયા છે. ઇત્યાદિ અનંત સાઘુઓ તે ગિરિપર સિદ્ધિપદ પામ્યા છે અને પામશે. ચૈત્ર શુદિ પૂર્ણિમાને દિવસે તે ગિરિપર શ્રી પુંડરિક ગણઘર પાંચ કરોડ મુનિઓ સહિત સિદ્ધ થયા છે, માટે હે રાજા! એકવાર શ્રી શત્રુંજયને જોવાથી (યાત્રા કરવાથી) સર્વ તીર્થોની યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે સાંભળીને રાજા વગેરે સર્વ લોકોએ શ્રી જૈનઘર્મનો તથા શ્રી સિદ્ધાચળ તીર્થનો સ્વીકાર કર્યો અને તેને જ માનવા લાગ્યા. પછી રાજાએ જયસેનાને મોટા ઉત્સવપૂર્વક તેને ઘેર મોકલી. કેટલેક કાળે જયસેનાએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી, અનુક્રમે તપસ્યા કરીને તે સિદ્ધિપદને પામી. સ્યાદ્વાદ ઘર્મના વિચારમાં જ ચિત્ત રાખનારી તથા મિથ્યાદર્શનપર કિંચિત્ પણ રાગ નહીં રાખનારી જયસેના મનની શુદ્ધિથી અનુક્રમે અનંત સુખવાળું મોક્ષપદ પામી. તે જ પ્રમાણે હે ભવ્ય પ્રાણીઓ! તમે પણ મનઃશુદ્ધિને દ્રઢ કરો, જેથી તમને પણ કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય.” || પ્રથમ સત્ર સમાપ્ત | Page #69 -------------------------------------------------------------------------- ________________ (રાંત ૨) વ્યાખ્યાન ૧૬ મનઃશુદ્ધિ વિષે मनःशुद्धिमबिभ्राणा, ये तपस्यन्ति मुक्तये । हित्वा नावं भुजाभ्यां ते, तितीर्षन्ति महार्णवम्॥४॥ તવિશડ્યું મનઃશુદ્ધિ, ર્તવ્યા સિદ્ધિમિચ્છતા | बह्रारंभेऽपि शुद्धेन, मनसा मोक्षमाप्नुते ॥२॥ ભાવાર્થ-“મનશુદ્ધિ રાખ્યા સિવાય જે મનુષ્યો મુક્તિને માટે તપસ્યા કરે છે તેઓ વહાણને ત્યાગ કરીને બે હાથ વડે મહા સમુદ્રને તરવા ઇચ્છે છે, અર્થાત્ સમુદ્ર તરવામાં વહાણની જ જરૂર છે. તે સ્થાને અહીં મનશુદ્ધિ છે. તેથી મોક્ષની ઇચ્છાવાળા મનુષ્ય અવશ્ય મનશુદ્ધિ કરવી. કેમકે બહુ આરંભી છતાં પણ જો મનની શુદ્ધિ રાખી હોય તો તે મોક્ષને પામે છે.” આ પ્રસંગ ઉપર આનંદ શ્રાવકનો અધિકાર છે તે નીચે પ્રમાણે આનંદ શ્રાવકનું દ્રષ્ટાન્ત રાજગૃહી નગરીમાં આનંદ નામે એક કુટુંબી રહેતો હતો. તે એકદા ગુણશીલ નામના ચૈત્યમાં શ્રી વીરપ્રભુનું પઘારવું સાંભળીને પોતાના સ્વજનો સહિત પગે ચાલતો કેવળીના પણ ઈશ એવા ભગવાનની પાસે ગયો. પ્રભુને વંદના કરીને અનેકાંત મતનું સ્થાપન કરનારી વાણી સાંભળવાથી તે પ્રતિબોઘ પામ્યો. તેથી તેણે સમકિત સહિત દેશવિરતિ ગ્રહણ કરી, તેમાં પ્રથમ દ્વિવિઘ ત્રિવિધે કરીને સ્થળ જીવહિંસાદિકના ત્યાગરૂપ પાંચ અણુવ્રત ગ્રહણ કર્યા. તેમાં ચોથા વ્રતમાં પોતાની સ્ત્રી સિવાયની અન્ય સર્વ સ્ત્રીઓનો ત્યાગ કર્યો. પાંચમા વ્રતમાં, પોતાની ઇચ્છાનુસાર દ્રવ્યનું (પરિગ્રહનું) પ્રમાણ કર્યું કે–રોકડ ઘનમાં ચાર કરોડ સોનામહોરો નિદાનમાં, ચાર કરોડ વ્યાજે ફેરવવામાં અને ચાર કરોડ વેપારમાં રાખવી, તેથી વઘારે દ્રવ્ય રાખવું નહીં. દશ હજાર ગાયોનું એક ગોકુલ કહેવાય છે, એવાં ચાર ગોકુલ, એક હજાર ગાડાં, ખેતીને માટે પાંચસો હળ અને બેસવા માટે ચાર વાહન રાખ્યાં, તેથી વધારેનો ત્યાગ કર્યો. છઠ્ઠા દિગુવ્રતનું વર્ણન આગળ વ્રતના અધિકારમાં કહેવાશે. સાતમા વ્રતમાં અનંતકાય, અભક્ષ્ય અને પંદર કર્માદાનનો ત્યાગ કર્યો. દાતણમાં જેઠીમઘના કાષ્ઠ સિવાય બીજાનો ત્યાગ કર્યો. મર્દન માટે શતપાક અને સહસ્ત્રપાક તેલ સિવાય બીજા તેલનો ત્યાગ કર્યો. ઉદ્વર્તન(પીઠી)ને માટે ઘઉં ને ઉપલેટના પિષ્ટ (લોટ) સિવાય બીજાનો ત્યાગ કર્યો. સ્નાનને માટે ઉષ્ણ જળના આઠ માટીના ઘડાથી વધારે જળનો ત્યાગ કર્યો. પહેરવામાં ઉપરનું અને નીચેનું એમ બે વસ્ત્રો સિવાય બીજાનો ત્યાગ કર્યો. વિલેપનમાં ચંદન, અગર, કપૂર અને કુંકુમ વગેરે સિવાય બીજાનો ત્યાગ કર્યો. પુષ્પોમાં પુંડરીક કમળ તથા માલતીનાં પુષ્પો સિવાય બીજાનો ત્યાગ કર્યો. અલંકારમાં નામાંક્તિ મુદ્રિકા (વીંટી) તથા કાનના બે કુંડલો સિવાય બાકીનો ત્યાગ કર્યો. ધૂપમાં અગરુ અને તુરુષ્ક (લોબાન) સિવાય બીજાનો ત્યાગ કર્યો. પેય (પીવા લાયક) આહારમાં મગ ચણા વગેરે તળીને કરેલ અથવા ઘીમાં તળેલા ચોખાથી બનાવવામાં આવેલ પ્રવાહી પદાર્થ Page #70 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૬] મનશુદ્ધિ વિષે પ૯ સિવાય બીજાનો ત્યાગ કર્યો. પકવાનમાં ઘેબર અને ખાંડનાં ખાજાં, ભાતમાં કમળશાળીના ચોખા, વિદળમાં મગ અડદ અને ચણા, ઘીમાં શરદઋતુમાં થયેલું ગાયનું જ ઘી, શાકમાં મીઠી ડોડી ને પલવલ, મધુર પદાર્થમાં પલ્ચક, અન્નમાં વડાં, ફળમાં સીરામલક (મીઠાં આમળાં), જળમાં આકાશથી પહેલું સંચિત કરેલું જ પાણી, મુખવાસમાં જાયફળ, લવિંગ, ઈલાયચી, કક્કોલ અને કપૂર એ પાંચ વસ્તુથી મિશ્રિત તંબોળ–એટલી ચીજો વાપરવી, તે સિવાય બીજાનો ત્યાગ કર્યો. આ પ્રમાણે તેણે જિનેશ્વર પાસે બારે વ્રત ગ્રહણ કર્યા. (બાકીનાં વ્રતોનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે.) પછી નવતત્ત્વનું સ્વરૂપ જાણીને તે આનંદ શ્રાવકે પોતાને ઘેર આવી પોતાની શિવાનંદા નામની સ્ત્રીને કહ્યું કે “હે પ્રિયા!મેં આજે જૈન ઘર્મ અંગીકાર કર્યો છે, તે પણ પ્રભુ પાસે જઈને તે ઉત્તમ ઘર્મનો સ્વીકાર કર.” તે સાંભળીને શિવાનંદા તરત જ પોતાની સખીઓ સહિત પ્રભુ પાસે ગઈ, જિનેન્દ્રને વંદના કરી, અને દેશના શ્રવણ કરીને તેણે પણ શ્રદ્ધાપૂર્વક શ્રાવકઘર્મ અંગીકાર કર્યો. આ પ્રમાણે દેશવિરતિ ઘર્મ પાળવામાં તત્પર એવા તે દંપતીએ ચૌદ વર્ષ વ્યતીત કર્યા. એકદા મધ્ય રાત્રિએ જાગૃત થયેલો આનંદ શ્રાવક ઘર્મચિંતવન કરવા લાગ્યો કે-“અહો! મારું આયુષ્ય રાગદ્વેષમાં પ્રમાદમાં ઘણું વ્યતીત થઈ ગયું. કહ્યું છે કે लोकः पृच्छति मे वार्ता, शरीरे कुशलं तव । कुतः कुशलमस्माकमायुति दिने दिने ॥४॥ લોક મને કુશલ-સમાચાર પૂછે છે કે તમારું શરીર કુશળ છે? પરંતુ શરીર તે કુશળ ક્યાંથી હોય? કેમકે દિવસે દિવસે આયુષ્ય તો ઘટે છે. માટે હવે હું પ્રમાદ દૂર કરીને શ્રાવકની પ્રતિમા અંગીકાર કરી યથાશક્તિ તેનું પાલન કરું.” એમ વિચારીને પ્રાતઃકાળે પોતાના કુટુંબને તથા જ્ઞાતિ વર્ગને બોલાવી તેમને ભોજન વસ્ત્રાદિકવડે સંતોષ પમાડીને મોટા પુત્રને ઘરનો ભાર સોંપી પોતે પ્રતિમાનું વહન કરવા તત્પર થયો. પ્રથમ છ આગાર રહિત તથા શંકા કક્ષાદિ પાંચ અતિચાર રહિત સમ્યત્વ નામની પહેલી પ્રતિમા એક માસ સુધી ઘારણ કરી. પછી પૂર્વની (પ્રથમ પ્રતિમાની) ક્રિયા સહિત બાર વ્રતના પાલનરૂપ બીજી પ્રતિમા બે માસ સુધી ઘારણ કરી. પછી પૂર્વની ક્રિયા સહિત સામાયિક નામની ત્રીજી પ્રતિમા ત્રણ માસ સુધી વહન કરી. પછી પૂર્વની ક્રિયા સહિત ચાર માસ સુધી ચાર પર્વણીએ પૌષઘ કરવા રૂપ પૌષઘ નામની ચોથી પ્રતિમા વહન કરી. પછી પાંચ માસ સુધી તે ચારે પર્વણીના પૌષઘમાં રાત્રિના ચારે પ્રહર કાયોત્સર્ગ રહી કાયોત્સર્ગ નામની પાંચમી પ્રતિમા વહન કરી. પછી છ માસ સુધી અતિચાર દોષ રહિત બ્રહ્મચર્યનું પાલન કરવા રૂપ છઠ્ઠી પ્રતિમા વહન કરી. પછી સાત માસ સુધી સાતમી સચિત્તનું વર્જન કરવા રૂપ પ્રતિમા ઘારણ કરી. પછી આઠ માસ સુધી પોતે સમગ્ર આરંભ ન કરવા રૂપ આઠમી આરંભત્યાગ નામની પ્રતિમા ઘારણ કરી. પછી સેવક દ્વારા કંઈ આરંભ ન કરાવવા રૂપ નવમી પ્રતિમા નવ માસ સુધી વહન કરી. ૧ રાયમિયો વગેરે છ છીંડીરૂપ છ આગાર સમજવા. ૨ અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા ને અમાવાસ્યા આ ચાર પર્વણી. તેમાં અષ્ટમી ચતુર્દશી બે બે હોવાથી કુલ દિવસ ૬ ગણવા. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૨ પછી પોતાને નિમિત્તે કરેલું ભોજન ન કરવા રૂપ દશમી પ્રતિમા દશ માસ સુધી વહન કરી. પછી છેલ્લી અગિયારમી પ્રતિમા વહન કરી તેનું સ્વરૂપ આ પ્રમાણે खुरमुंडो लोअण वा, रयहरणं उवग्गहं च घेत्तूणं । समणभूयो विहरइ, धम्मं काएण फासंतो॥१॥ અસ્ત્રાથી મુંડન કરાવીને અથવા લોચ કરીને રજોહરણ તથા પાત્રાદિક ગ્રહણ કરી, કાયાવડે ઘર્મનું પાલન કરતો સતો સાઘુની જેમ વિચરે, અને કુટુંબમાં “પ્રતિમાપ્રક્રિશ્ય શ્રાવસ્થ મિક્ષ તેહિ એમ બોલી ભિક્ષા માગે.” એ રીતે અગિયારમી પ્રતિમા અગિયાર માસ સુધી વહન કરી. આ અગિયારે પ્રતિમામાં પાછલી પાછલી પ્રતિમાઓ ભેળી કરવાની જ સમજવી અને તે સર્વે અતિચાર લગાડ્યા વિના પાળવાની સમજવી. આમ અગિયારે પ્રતિમા વહન કરતાં પાંચ વર્ષ અને પાંચ માસ વ્યતીત થયાં. તે પ્રમાણે કરતાં આનંદ શ્રાવકનું બાહ્યથી શરીર અને અંતરથી મન અતિ કૃશ થયાં. તે જોઈને તેણે ચાર શરણપૂર્વક અનશન ગ્રહણ કર્યું. તે અવસરે તેની મનશુદ્ધિ વિશેષ થવાથી તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેવા સમયમાં તે ગામની બહાર ઉદ્યાનમાં શ્રી વીરસ્વામી સમવસર્યા. શ્રી વીરપ્રભુને વંદના કરી તેમની આજ્ઞા લઈને ગૌતમ ગણઘર ગોચરી માટે ગામમાં આવ્યા. ત્યાંથી નિર્દોષ આહાર લઈને પાછા વળતાં ઘણા લોકોના મુખથી આનંદ શ્રાવકના અનશનનું વૃત્તાંત સાંભળીને ગૌતમસ્વામી તેને શાતા પૂછવા ગયા. પોતાની પાસે ગણધર મહારાજને આવેલા જોઈને ભક્તિભાવવડે આનંદ શ્રાવકે તેમના ચરણકમળમાં પ્રણામ કરીને પૂછ્યું કે “હે પૂજ્ય! શ્રાવકને પણ અવધિજ્ઞાન થાય ખરું?” ગૌતમસ્વામી બોલ્યા કે “ઉત્તમ શ્રાવકને થાય.” તે સાંભળીને આનંદ બોલ્યો કે, “હે ભગવાન! મને તેવું જ્ઞાન થયું છે. તેથી હું ઊંચે સૌઘર્મ દેવલોક સુઘી, નીચે લોલક નરકાવાસ સુઘી, તિરછું લવણસમુદ્રને વિષે ત્રણ દિશામાં (પૂર્વ પશ્ચિમ ને દક્ષિણ દિશામાં) પાંચસો પાંચસો યોજન અને ઉત્તર દિશામાં સુદ્રહિમાચળ (ચુલ્લ હિમવંત પર્વત) સુઘી સર્વ વસ્તુઓ જોઉં છું.” તે સાંભળીને ગણઘર બોલ્યા કે, “એટલું બધું અવધિજ્ઞાન ગૃહસ્થને સંભવતું નથી, માટે તું મિથ્યા દુષ્કત આપ.” આનંદે કહ્યું કે, “હે ભગવાન! અસત્ય બોલવાનું મિથ્યા દુષ્કત લેવું કે સત્ય બોલવાનું?” ગૌતમ સ્વામીએ કહ્યું કે, “અસત્ય વચન બોલવાનું.” ત્યારે આનંદ શ્રાવકે કહ્યું કે–ભગવન્! હું તે લેવાને યોગ્ય નથી.' તે સાંભળીને ગૌતમ ગણઘર શંકા પામ્યા, એટલે તેમણે પ્રભુ પાસે જઈને તેનું સ્વરૂપ પૂછ્યું. પ્રભુએ તે જ પ્રમાણે કહ્યું, એટલે ગૌતમ ગણઘરે આનંદ પાસે આવીને મિથ્યા દુષ્કત આપ્યું. પછી આયુષ્ય પૂર્ણ થયે આનંદ શ્રાવક પંચ નમસ્કારનું સ્મરણ કરતો મૃત્યુ પામીને સૌધર્મ કલ્પમાં અરુણાભ નામના વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મોક્ષપદને પામશે. આ ચરિત્ર ઉપાસક દશાંગ સૂત્રમાં તથા આનંદ સુંદર (વર્ધમાન દેશના)માં સવિસ્તર કહેલું છે, ત્યાંથી જાણી લેવું. ૧ અગિયાર પ્રતિમાના કાળના સરવાળો ગણતાં પાંચ વર્ષ ને છ માસ થાય છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૧ - - - વ્યાખ્યાન ૧૭] સમકિતની બીજી શુદ્ધિ-વચનશુદ્ધિ “હે શ્રાવકો! આ આનંદ શ્રાવકનું ચરિત્ર શ્રવણ કરીને આનંદમાં તત્પર થઈ મનશુદ્ધિ કરવામાં નિરંતર આદરવાળા થાઓ.” વ્યાખ્યાન ૧૭ સમકિતની બીજી શુદ્ધિ-વચનશુદ્ધિ जीवाजीवादितत्त्वानां, प्ररूपकं सदागमम् । तद्विपरीतं वदेन्नाथ, सा शुद्धिर्मध्यगा भवेत् ॥१॥ ભાવાર્થ-“જીવ અજીવ વગેરે તત્ત્વોની પ્રરૂપણા કરનારે આગમમાં તેનું જ સ્વરૂપ કહેલું હોય તે પ્રમાણે જ કહેવું, તેથી વિપરીત કહેવું નહીં. તેનું નામ વચનશુદ્ધિ કહેવાય છે.” सद्दानेन गृहारंभो, विवेकेन गुणव्रजः । दर्शनं मोक्षसौख्यांगं, वचःशुद्ध्यैव लक्ष्यते ॥२॥ ભાવાર્થ-“ગૃહસ્થાશ્રમ રૂડા દાનવડે ઓળખાય છે, ગુણનો સમૂહ વિવેકવડે ઓળખાય છે, અને મોક્ષસુખના અંગભૂત દર્શન (સમકિત) વચનની શુદ્ધિથી જ ઓળખાય છે; અર્થાતુ દાન, વિવેક અને વચનશુદ્ધિવડે જ ગૃહસ્થપણું, ગુણસમૂહ અને સમકિત હોવાની ખાતરી થઈ શકે છે.” આ પ્રસંગ ઉપર સંપ્રદાયાગત શ્રી કાલિકસૂરિને પ્રબંઘ છે તે આ પ્રમાણે શ્રી કાલિકાચાર્યનું દ્રષ્ટાંત “દત્ત રાજાના મામા કાલિકસૂરિની પેઠે મહા પુરુષો સંકટમાં પણ અસત્ય બોલતા નથી. ચંદનની સુગંધ તેને પથ્થરપર ઘસવાથી જ જણાય છે, અને ઇસુનો (શેરડીનો) અતિ મધુર રસ તેન પીલવાથી જ નીકળે છે.” સુરમણિ નામની પુરીમાં કાલિક નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને ભદ્રા નામની બહેન હતી. તેને દત્ત નામે પુત્ર હતો. કાલિક દ્વિજે કેટલેક કાળે ગુરુ પાસે ઘમપદેશનું શ્રવણ કરી વૈરાગ્યથી ચારિત્ર ગ્રહણ કર્યું. તેથી કોઈના અંકુશ વિના દત્ત અતિ ઉદ્ધત થઈ ગયો, સાતે વ્યસનમાં આસક્ત થયો. કેટલેક કાળે તે દત્ત ત્યાંના જિતશત્રુ રાજાનો સેવક બન્યો. સેવા કરતાં રાજા તેના ઉપર પ્રસન્ન થયો, તેથી તેને અનુક્રમે પ્રઘાન બનાવ્યો. પછી ધીરે ધીરે સર્વ રાજવર્ગને પોતાનો કરીને રાજાને પદભ્રષ્ટ કરી દત્ત પોતે રાજા થયો. તે પરલોકથી ભય પામ્યા વિના જ આમ્રવના કાર્યોમાં દ્રવ્યનો વ્યય કરવા લાગ્યો. મોટા મોટા યજ્ઞો કરી ઘણા જીવોની હિંસા કરવા લાગ્યો, અને તેમાં હણાતા પશુઓને જોઈને તે અતિ હર્ષ પામવા લાગ્યો. અહીં કાલિક મુનિ બહુશ્રુત થવાથી ગુરુએ તેને સૂરિપદ આપ્યું. અન્યદા વિહાર કરતાં કરતાં કાલિકાચાર્ય તુરમણિ પુરીના ઉદ્યાનમાં આવ્યા. તેમનું આગમન જાણીને દુષ્ટ દત્ત રાજા પોતાની માતાના આગ્રહથી તેમને વાંદવા ગયો. મામાને વંદના કરીને દત્ત તેમની સન્મુખ બેઠો. પછી તેણે સૂરિને પ્રશ્ન કર્યો કે “હે મામા! યજ્ઞ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય?” તેના ઉત્તરમાં ગુરુએ જીવદયારૂપ ઘર્મનો ઉપદેશ કર્યો. ત્યારે ફરીથી દત્ત બોલ્યો કે “હે પૂજ્ય! હું ઘર્મ વિષે પ્રશ્ન કરતો નથી, હું તો યજ્ઞનું ફળ પૂછું છું.” આ પ્રમાણે દત્તે વારંવાર પૂછવાથી ગુરુ બોલ્યા કે, “હે દત્ત! તું Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [તંભ ર જાણતો નથી કે યજ્ઞનું ફળ નરકગમન જ છે, અને તેથી તારી પણ નરકગતિ જ થવાની છે. કેમકે લૌકિક શાસ્ત્રમાં પણ કહેવું છે કે સ્ત્રિ દર્શ, માં વાતિ નનાઃ | शुक्रे वसति ब्रह्मा च, तस्मान्मांसं न भक्षयेत् ॥४॥ तिलसर्षपमानं तु, मासं यो भक्षयेन्नरः । स नरो वर्तते नरके, यावच्चन्द्रदिवाकरौ ॥२॥ ભાવાર્થ–પ્રાણીઓનાં હાડકાંમાં મહાદેવ વસે છે, માંસમાં જનાર્દન (વિષ્ણુ) વસે છે, અને વીર્યમાં બ્રહ્મા વસે છે, માટે માંસનું ભક્ષણ કરવું નહીં. જે મનુષ્ય તળ અને સર્ષવના દાણા જેટલું પણ માંસ ખાય છે તે મનુષ્ય જ્યાં સુધી આકાશમાં સૂર્ય ચંદ્રની હયાતી છે ત્યાં સુધી નરકમાં રહે છે. વળી તે દત્ત રાજા! તું આજથી સાતમે દિવસે કુંભીપાકની વેદના ભોગવીને નરકે જઈશ.” તે સાંભળીને ક્રોઘ પામેલા દરે પૂછ્યું કે, “તેની ખાતરી શી?” સૂરિ બોલ્યા- “તારી મૃત્યુના સમય પહેલાં તારા મુખને વિષે મનુષ્યની વિણ પેસશે.” દત્તે ક્રોઘથી પૂછ્યું “હે મામા! ત્યારે તમારી શી ગતિ થશે?” ગુરુ બોલ્યા- “હું સ્વર્ગે જઈશ.” તે સાંભળી દત્ત રાજા ખગથી ગુરુને હણવા ઇચ્છતો સતો વિચારવા લાગ્યો કે, “જો હું સાત દિવસથી વઘારે જીવીશ તો પછી જરૂર આને મારી નાંખીશ.” એમ વિચારીને સૂરિને સાત દિવસ સુધી નહીં જવા દેવા માટે સખત ચોકીપહેરામાં રાખીને પોતે પોતાના મહેલમાં જઈને ભરાયો. પછી તેણે સૂરિનું વચન અન્યથા કરવા માટે એક કરોડ સુભટોને પોતાની ફરતા રાખ્યા, અને રાજમહેલ તથા રાજમાર્ગને અત્યંત સાફ રખાવીને કોઈ પણ જગ્યાએ કિંચિત્ પણ અશુચિ ન રહે તેવો પાકો બંદોબસ્ત કર્યો. તેવી રીતે તેણે છ દિવસ મહેલમાં જ રહીને નિર્ગમન કર્યા. સાતમે દિવસે ભ્રાંતિ થવાથી તેણે સાત દિવસ પૂરા થઈ ગયા છે એમ ઘાર્યું. તેથી આજ આઠમો દિવસ છે એમ ઘારી અશ્વ પર આરૂઢ થઈને હર્ષપૂર્વક તે રાજમાર્ગમાં નીકળ્યો. તે સમયે એક માળી પુષ્પનો ભરેલો કરંડિયો લઈને રાજમાર્ગે જતો હતો. તેને ભેરી વગેરેના શબ્દ સાંભળવાથી અકસ્માત્ ઝાડાની અત્યંત બાઘા થઈ આવી. લોકો ઘણા હોવાથી તે બીજે જઈ શક્યો નહીં તેથી રાજમાર્ગમાં જ તેણે યુક્તિપૂર્વક મળોત્સર્ગ કરી લીઘો, અને તેના પર પુષ્પોનો ઢગલો કરીને તે આગળ ચાલ્યો ગયો; તેવામાં દત્તરાજા ત્યાંથી નીકળ્યો. તેના ઘોડાનો પગ પેલા પુષ્પના ઢગલા પર પડ્યો, એટલે તેમાંથી વિષ્ટા ઊડીને તેનો છાંટો રાજાના મુખમાં પેઠો. તેથી આચાર્યના કહેલા વચન પર વિશ્વાસ આવતાં રાજાએ પોતાના સેવકોને પૂછ્યું કે, “આજે કેટલામો દિવસ થયો?” ત્યારે તેઓએ કહ્યું કે, “આજે સાતમો દિવસ થયો.” તે સાંભળીને રાજા ઝંખવાણો થઈ પાછો ફર્યો દત્તરાજા જ્યારે સૂરિપર ક્રોઘ કરીને રાજમહેલમાં આવી છ દિવસ એકાંતમાં જ રહ્યો હતો તે અવસરે સર્વે રાજવ દત્તથી વિરુદ્ધ થઈને જિતશત્રુ રાજાને રાજ્યગાદી પર બેસાડવાની યુક્તિ શોઘતા હતા. તેથી સાતમે દિવસે દત્ત બહાર નીકળ્યો કે તરત જ તેઓએ જિતશત્રુ રાજાને બંઘનથી મુક્ત કરીને મહેલમાં દાખલ કર્યા. પછી દત્ત જ્યારે મુખમાં વિષ્ટા પેસવાથી પાછો ફરી રાજમહેલ પાસે આવ્યો ત્યારે તે રાજવર્ગે દત્તને એકાએક બાંઘી લઈને જિતશત્રને સ્વાધીન કર્યો. તેને જોઈને Page #74 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૮] સમકિતની ત્રીજી શુદ્ધિ-કાયશુદ્ધિ ૬૩ હર્ષ પામેલા જિતશત્રુ રાજાએ તેને કુંભીપાકમાં નાંખીને પકાવ્યો. તેથી મહાપીડાનો અનુભવ કરતો દત્ત મૃત્યુ પામીને નરકનો અતિથિ થયો. કાલિકસૂરિ આયુષ્યનો ક્ષય થયે કાળઘર્મ પામીને સ્વર્ગના અલંકારભૂત થયા. આ કાલિકાચાર્યનું દ્રષ્ટાંત સાંભળીને સર્વે પ્રાણીઓએ મૃત્યુના ભયને પણ દૂર તજી દઈને સત્ય વચન જ બોલવું. કેમકે વચનશુદ્ધિથી આ લોકમાં રાજાદિકથી સન્માન મળે છે, અને પરલોકમાં સ્વર્ગનાં સુખ મળે છે.” વ્યાખ્યાન ૧૮ સમકિતની ત્રીજી શુદ્ધિ-કાયશુદ્ધિ खड्गादिभिर्भिद्यमानः, पीड्यमानाऽपि बन्धनैः । जिनं विनान्यदेवेभ्यो, न नमेत्तस्य सा भवेत् ॥१॥ ભાવાર્થ-“ખડ્યાદિકથી છેદાતા છતાં અને બંઘનવડે પીડાતા છતાં પણ જે મનુષ્ય શ્રી જિનેશ્વર વિના બીજા દેવને નમતો નથી, તેને કાયશુદ્ધિ હોય છે.” ખગ વગેરે હથિયારોથી છેદાતા છતાં અને રઘુ બેડી વગેરે બંધનોથી પીડાતા છતાં તેમજ મહા સંકટમાં આવી પડ્યા છતાં જે મનુષ્ય શ્રી જિનેન્દ્ર વિના બુદ્ધ, શંકર, સ્કંદ વગેરે અન્ય દેવોને નમસ્કાર ન કરે તે સમ્યદ્રષ્ટિ પ્રાણીને ત્રીજી કાયશુદ્ધિ જાણવી. આ પ્રસંગ ઉપર વજકર્ણનો પ્રબંઘ છે તે નીચે પ્રમાણે– વજકર્ણનું દ્રષ્ટાંત અયોધ્યા નગરીમાં ઇન્ક્વાકુવંશી દશરથ રાજા રાજ્ય કરતા હતા. તેમણે એકદા પ્રસન્ન થવાથી પોતાની કૈકેયી નામની રાણીને વરદાન આપ્યું હતું. તે તેણે યોગ્ય સમયે માગવા માટે થાપણ કરી રાખ્યું હતું. પછી રામચંદ્રને રાજગાદી આપવાને વખતે તેણે તે વરદાન માગીને રામચંદ્રને બાર વર્ષનો વનવાસ અપાવ્યો. તેથી રામ, લક્ષ્મણ અને સીતા વનમાં ગયા. તેઓ ફરતાં ફરતાં અનુક્રમે પંચવટીમાં કેટલોક વખત રહીને આગળ ચાલતાં અવત્તિનગરી જતાં વચ્ચે એક સમૃદ્ધ પણ નિર્જન નગર આગળ આવ્યા. ત્યાં જુએ છે તો ખુલ્લી દુકાનો સર્વે જાતની ચીજોથી ભરપૂર પડી હતી, ઘરો, ઘન અને સુવર્ણ વગેરેથી પૂર્ણ છતાં ઉઘાડાં પડ્યાં હતાં, ક્ષેત્રોનાં ખળાંઓમાં ઘાન્યના ઢગલાઓ પડ્યા હતા, તથા અશ્વો, બળદો વગેરે પશુઓ રક્ષક વિના સ્વેચ્છાએ ફરતા હતા; પરંતુ કોઈ પણ સ્થાને કોઈ મનુષ્ય દ્રષ્ટિએ પડતો નહોતો. તે જોઈને રામે લક્ષ્મણને પૂછ્યું કે, “હે વત્સ! આ બધું મનુષ્ય વિન શૂન્ય કેમ જણાય છે?” ત્યારે લક્ષ્મણ એક ઊંચા વૃક્ષ પર ચઢીને ચોતરફ જોવા લાગ્યો. તેવામાં એક પુરુષ તેના જોવામાં આવ્યો. તે પુરુષને બોલાવતાં તેણે આવીને લક્ષ્મણને પ્રણામ કર્યા. પછી તે પુરુષને લઈને લક્ષ્મણ મોટા ભાઈ પાસે ગયા. રામે તે પુરુષને તે વૃત્તાંત પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે-“હે સ્વામી!સાંભળો દશપુર નામના નગરમાં વજકર્ણ નામે મહા પરાક્રમી રાજા છે. તે સર્વ ગુણસંપન્ન છતાં ચંદ્રની જેમ મૃગયા (શિકાર)ના વ્યસનથી દૂષિત થયેલો હતો. એકદા તે કેટલાક લુબ્ધકો (પારધીઓ)ને લઈને વનમાં ગયો હતો. ત્યાં તેણે એક સગર્ભા હરિણીને શરવડે વીંઘી, તેથી તેના Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [તંભ ૨ ઉદરમાંથી ગર્ભ નીકળીને પૃથ્વી પર પડ્યો. તે ગર્ભને ગરોળીની કાપેલી પૂંછડીની જેમ તડફડતો જોઈને તે વજકર્ણના હૃદયમાં દયા આવી. તેથી તે પોતાના આત્માની નિંદા કરવા લાગ્યો કે, “અહો! મેં નરકે જવા યોગ્ય પાપ ઉપાર્જન કર્યું.” ઇત્યાદિ પ્રકારે પોતાના આત્માને નિંદતો તે રાજા નિર્દયપણાનો ત્યાગ કરીને વનમાં આમ-તેમ ભ્રમણ કરતો હતો, તેવામાં તેણે એક શિલાતલ પર બેઠેલા શાંત અને દાંત એવા કોઈ મુનિને દીઠા. તેમને પ્રણામ કરીને રાજાએ પૂછયું કે, “હે મહાત્મા! આ અરણ્યમાં રહીને તમે શું કરો છો?” મુનિએ જવાબ આપ્યો કે, “હું આત્મહિત કરું છું.” તે સાંભળીને રાજાએ કહ્યું કે, “હે સ્વામી! મને પણ આત્મહિત થાય તેવો રસ્તો બતાવો.” ત્યારે મુનિ બોલ્યા કે, “હે રાજા! સમ્યગુદર્શનપૂર્વક હિંસાદિકનો ત્યાગ કરવો તે જ આત્મહિત છે. તેમાં સમ્યકત્વનું સ્વરૂપ આ પ્રમાણે છે देवो जिणंदो गयरागदोसो, गुरु वि चारित्तरहस्स कोसो । जीवाइ तत्ताण य सद्दहाणं, सम्मत्तमेवं भणियं पहाणं ॥४॥ जस्सारिहंते मुणिसत्तमेसु, मोत्तुं न नामेइ सिरो परस्स । निव्वाणसुख्खाण निहाणठाणं तस्सेव सम्मत्तमिणं विसुद्धं ॥२॥ ભાવાર્થ-રાગદ્વેષવર્જિત શ્રી જિનેશ્વર તે દેવ, ચારિત્રરહસ્યના નિધિ સમાન સાધુઓ તે ગુરુ, અને જીવાદિક નવ તત્ત્વોનું શુદ્ધ સ્વરૂપ તે ઘર્મ–તેની જે સદુહણા રાખવી તે સર્વમાં મુખ્ય એવું સમકિત કહેવાય છે. અરિહંત અને ઉત્તમ સાધુઓને મૂકીને બીજા કોઈને જે મનુષ્ય મસ્તક નમાવતો નથી તેને જ નિર્વાણ સુખના નિદાન-સ્થાનરૂપ આ વિશુદ્ધ સમકિત છે એમ જાણવું.” ઇત્યાદિ ઘર્મોપદેશ સાંભળીને વજકર્ણ રાજા પ્રતિબોઘ પામ્યો; તેથી તેણે ગુરુ પાસે સમતિ મૂળ બાર વ્રત અંગીકાર કર્યા. તેમાં વિશેષ કરીને જિનેશ્વર તથા મુનિરાજ સિવાય બીજા કોઈને ન નમવાનો નિયમ ગ્રહણ કર્યો. પછી તે પોતાના નગરમાં ગયો. ઘેર આવ્યા પછી તેને વિચાર થયો કે-“અવન્તિ નગરીના સિંહરથ રાજાનો સેવક છું; તેથી તેને મારે અવશ્ય પ્રણામ કરવા પડશે, અને તેમ કરવાથી મારા નિયમનો ભંગ થશે.” એમ વિચારીને તેણે પોતાના હાથની એક અંગૂઠી કરાવી, તેમાં મુનિસુવ્રતસ્વામીની સૂક્ષ્મ પ્રતિમા કરાવી. પછી તે જ્યારે સિંહરથ રાજા પાસે જાય ત્યારે તે અંગૂઠીને સન્મુખ રાખીને પ્રણામ કરવા લાગ્યો, એટલે તે મનવડે જિનેશ્વરને જ પ્રણામ કરતો હતો, અને બહારથી (દેખાવમાં) સિંહરથ રાજાને પ્રણામ કરતો દેખાતો હતો. એકદા કોઈ ખળ પુરુષે તે વૃત્તાંત સિંહરથ રાજાને નિવેદન કર્યો. તે સાંભળીને રાજાએ વિચાર્યું કે-“અહો! વજકર્ણ કેવો કૃતળી છે કે–તે મારું રાજ્ય ભોગવે છે, છતાં મને પ્રણામ માત્ર પણ કરતો નથી, તેથી તે દુષ્ટને દંડ કરવો, એ જ જાય છે.” એમ વિચારીને તેણે સંગ્રામને માટે રણથંભા વગડાવી. આ સમયે કોઈ પુરુષે વજકર્ણ પાસે જઈને કહ્યું કે-“હે સાઘર્મી વજકર્ણ રાજા! તમને જેમ રુચે તેમ કરો. સિંહરથ રાજા તમારી પર ચડી આવે છે.” વજકર્ણે પૂછ્યું કે “તું કોણ છે અને ક્યાં રહે છે?” તે બોલ્યો, “હે દેવ! તું કંડિનપુરનો રહીશ વૃશ્ચિક નામનો શ્રાવક છું. એકદા હું ઘણાં કરિયાણાં લઈને ઉજ્જયિની (અવન્તિ) નગરીમાં ગયો હતો. ત્યાં એક દિવસ વસન્તોત્સવમાં Page #76 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૮] સમકિતની ત્રીજી શુદ્ધિ-કાયશુદ્ધિ ૬૫ અનંગલતા નામની ગણિકાને જોઈને હું તેના પર મોહિત થયો, તેથી તેને મેં મારું સર્વ ઘન આપી દીધું, અને તેની સાથે હું વિષયસુખ ભોગવવા લાગ્યો. એકદા તે ગણિકાએ સિંહરથ રાજાની રાણીનાં આભૂષણો જોઈને પોતાનાં આભૂષણોની નિંદા કરી રોતાં રોતાં મને કહ્યું કે–“જો તું મારો ખરો પ્રિયતમ હો તો રાણીનાં આભૂષણો મને લાવી આપ.” તે સાંભળી તેનું વચન અંગીકાર કરી હું રાત્રિને સમયે ચોરી કરવા માટે રાજમહેલમાં દાખલ થયો. તે વખતે રાજા તથા રાણી વાતો કરતા હતા. તેમાં રાણીએ રાજાને પૂછ્યું કે “હે સ્વામી! આજે તમારા મુખપર ચિંતા હોય એમ જણાય છે, તો તમારે શી ચિંતા છે?” રાજાએ જવાબ આપ્યો કે-“હે પ્રિયા! પ્રાતઃકાલે વજકર્ણ મારા ખગથી મૃત્યુ પામશે ત્યારે જ મારી ચિંતા દૂર થશે.” તેવી તેની વાતોથી તમારું જૈનઘર્મમાં દૃઢપણું જાણીને ચોરીને તથા તે વેશ્યાને મૂકીને તરત જ તમને કહેવા માટે આવ્યો છું; માટે હે વજકર્ણ રાજા! હવે તમને જેમ યોગ્ય લાગે તેમ કરો.” તે સાંભળીને વજકર્ણ રાજાએ તે શ્રાવકનો સારો સત્કાર કરી તેને વિદાય કર્યો, અને પોતે કિલ્લા બહારનાં પરાંઓને ભાંગીને સર્વને કિલ્લામાં લઈ દ્વાર બંઘ કરીને રહ્યો. પ્રાતઃકાળ થતાં સિંહરથ રાજાએ આવીને તે નગરને ઘેરો ઘાલ્યો અને વજકર્ણ પાસે દૂત મોકલ્યો. તે દૂતે આવીને વજકર્ણને કહ્યું કે, “હે વજકર્ણ! તે વીંટી પહેર્યા વિના અમારા સ્વામી પાસે આવીને તેને પ્રણામ કરીને સુખેથી રાજ્ય ભોગવ, નહીં તો તારો નાશ થશે.” તે સાંભળીને વજકર્ણે કહ્યું કે, “હે દૂત! તારા રાજાને કહે કે-મારે રાજ્યનું કાંઈ પણ પ્રયોજન નથી; પરંતુ મને માત્ર ઘર્મદ્વાર (જવાનો રસ્તો) આપ કે જેથી હું બીજે સ્થાને જઈને મારા નિયમનું પાલન કરું.” તે સાંભળીને દૂતે જઈને સિંહરથને કહ્યું, તેથી સિંહરથ ક્રોઘયુક્ત થઈને તે પુર રૂંઘીને રહ્યા છે, માટે હે રામચંદ્ર! આ દેશ ઉજડ થવાનું એ કારણ છે.” તે સર્વ વૃત્તાંત સાંભળીને રામે લક્ષ્મણને કહ્યું કે, “હે વત્સ! આપણે પણ ત્યાં જઈને આશ્ચર્ય જોઈએ, તથા વજકર્ણનું સાઘર્મીવાત્સલ્ય કરીએ (તેને સહાય કરીએ).” એમ કહીને રામ, લક્ષ્મણ તથા સીતા દશપુર તરફ ચાલ્યા. ત્યાં રામ અને સીતાને પુર બહાર રાખી લક્ષ્મણ એકલો ગામમાં ગયો. વજકર્ષે લક્ષ્મણને ભોજનનું નિમંત્રણ કર્યું. ત્યારે લક્ષ્મણે કહ્યું કે, “મારા મોટા ભાઈ તેમની સ્ત્રી સહિત ગામ બહાર દેવકુળમાં રહેલા છે.” તે સાંભળીને વજકર્ષે તેમને પણ તેડાવી લઈ ત્રણેને આદરપૂર્વક ભોજન કરાવ્યું. પછી રામના કહેવાથી લક્ષ્મણે સિંહરથ રાજા પાસે જઈને કહ્યું કે, “હે રાજા! મને રામચંદ્ર તમારી પાસે મોકલ્યો છે. તે તમને કહેવરાવે છે કે–તમે વજકર્ણ સાથે યુદ્ધ ન કરો.” સિંહરથ બોલ્યો કે, “હું ભરત રાજાની આજ્ઞા મસ્તકે ચડાવું છું, પણ કાંઈ રામની આજ્ઞા માનતો નથી.” ત્યારે લક્ષ્મણે કહ્યું કે, “તો યુદ્ધ માટે તૈયાર થા.” તે સાંભળીને ક્રોધ પામેલો સિંહરથ હસ્તીપર આરૂઢ થઈ સંગ્રામ કરવા તૈયાર થયો. તેને એક ક્ષણવારમાં જીતી લઈને લક્ષ્મણે પૃથ્વીપર પાડી બાંધી લીઘો. ત્યારે તે બોલ્યો કે, “મેં અજ્ઞાનપણાથી આપનું અપમાન કર્યું છે, આપ મારા સ્વામી છો, તેથી જેમ આપની ઇચ્છા હોય તેમ કરો.” તે સાંભળીને લક્ષ્મણે વજકર્ણને ઉજ્જયિનીનો રાજા કરી સિંહરથને તેનો સેવક બનાવી મુક્ત કર્યો. પછી સર્વે પોતપોતાને સ્થાને ગયા. વજકર્ણ લીધેલા નિયમનું યથાસ્થિત પાલન કરી સર્વ જીવોને ખમાવી સ્વર્ગે ગયો; ત્યાંથી ચવીને મનુષ્ય થઈ મોક્ષપદને પામશે. ભાગ ૧-૫ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૨ “હે ભવ્ય જીવો! આ વજકર્ણ રાજાનું ચરિત્ર સાંભળી કાયશુદ્ધિ ઘરનારે જિનેન્દ્ર સિવાય બીજા કોઈને નમન કરવું નહીં; જેથી કરીને તમને જલદીથી મુક્તિરૂપી સ્ત્રી આલિંગન કરશે.” વ્યાખ્યાન ૧૯. સમકિતનું પ્રથમ દૂષણ-શંકા હવે સમકિતનાં પાંચ દૂષણો વિષે કહે છે : शंकाकांक्षा विचिकित्सा, मिथ्यादृष्टिप्रशंसनम् । तत्संस्तवश्च पश्चापि, सम्यक्त्वं दूषयन्त्यमी ॥१॥ ભાવાર્થ-“શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાવૃષ્ટિની પ્રશંસા અને તેનો સંસ્તવ (પરિચય વગેરે), એ પાંચ સમકિતને દૂષિત કરનારા અતિચાર છે.” શ્રી અરિહંતે પ્રરૂપેલા ઘર્મને વિષે સંદેહની બુદ્ધિ રાખવી, તે શંકા કહેવાય છે. તે દેશ થકી અને સર્વ થકી એમ બે પ્રકારની છે. દેશથી શંકા એટલે જિનેશ્વરપ્રરૂપિત સર્વ પદાર્થોમાં શ્રદ્ધા રાખે, પણ અમુક એક બે ઠેકાણે શંકા કરે. જેમ કે જીવ છે તે વાત તો ખરી, પણ તે સર્વગત હશે કે અસર્વગત? સંપ્રદેશી હશે કે અપ્રદેશી? વગેરે એકાદ અંશમાં શંકા કરવી તે દેશથી શંકા કહેવાય છે; અને સર્વથી શંકા એટલે તીર્થંકરભાષિત સર્વે પદાર્થોમાં શંકા કરે છે. આ બન્ને પ્રકારની શંકા સમ્યત્વને દૂષણરૂપ છે. - શંકાપર બે બાળકનું દ્રષ્ટાંત કોઈ ગામમાં કોઈ એક સ્ત્રીને બે પુત્રો હતા. તેમાં એક પુત્ર પોતાની શોક્યનો હતો અને એક પોતાનો હતો. તે બન્ને છોકરા એક દિવસ નિશાળેથી ઘેર આવ્યા. તેમને તે સ્ત્રીએ ભાષપેયા (અડદની રાબડી) ખાવા આપી. તે ખાતાં ખાતાં તેમાં કાળાં ફોતરાં વગેરે જોઈને પેલો શોક્યનો છોકરો વિચાર કરવા લાગ્યો કે “આ રાબડીમાં માખીઓ છે.” આ પ્રમાણે શંકા રાખવાથી તેને વમન થયું, તે જ રીતે હમેશાં શંકા થવાથી હમેશાં વમન થતાં તેને ઊર્ધ્વ વાતનો મહા વ્યાધિ થયો, તેથી તે છેવટ મૃત્યુ પામ્યો; અને બીજા પુત્રે તો એવો વિચાર કર્યો કે, “મારી માતા મને મક્ષિકાવાળું ભોજન આપે જ નહીં.” એમ નિઃશંકપણે તેણે ખીર ખાથી, તેણે પૌષ્ટિક આહારનું કામ કર્યું. શંકાથી આવા અનર્થો થાય છે. માટે કોઈ પણ બાબતમાં શંકા ન કરવી, શંકાનો ત્યાગ કરવો. આ વિષય પર બીજું દ્રષ્ટાંત કહે છે– તિષ્યગુમ નિહવનું દ્રષ્ટાંત શ્રી મહાવીરસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી સોળ વર્ષે બીજો તિષ્યગુપ્ત નામે નિહર (ભગવંતના વચનનો ઉત્થાપક) થયો. તેનું વૃત્તાંત આ પ્રમાણે છે રાજગૃહી નગરીના ગુણશીલ નામના ચૈત્યમાં એકદા ચૌદ પૂર્વધારી વસુ નામના આચાર્ય પઘાર્યા. તેમને તિષ્યગુપ્ત નામે એક શિષ્ય હતો. એકદા આત્મપ્રવાદ નામના પૂર્વનો અભ્યાસ કરતાં તેના ભણવામાં આ પ્રમાણે સૂત્રાલાપક (પાઠ) આવ્યો કે “ને મત નીવપ્નમેલે નીત્તિવત્તવં सिया? नो इणढे समढे, ओवं दो तिन्नि संखिज्जा असंखिजा वा अंगप्पओसुणं वि जीवे? नो जीवे त्ति वत्तव्वं । कहं? जम्हा कसिणे पडिपुण्णलोगागासपअसतुल्ले जीवे जीवेत्ति वत्तव्वं Page #78 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૧૯] સમકિતનું પ્રથમ દૂષણ-શંકા સિયા રૂત્યાવિ ।'' અર્થ—“હે ભગવન્! જીવના એક પ્રદેશમાં જીવ વક્તવ્યતા થઈ શકે?’’ પ્રભુ કહે, “ના, એ અર્થ સમર્થ-યોગ્ય નથી.'' આ રીતે, “બે પ્રદેશમાં, ત્રણ પ્રદેશમાં, સંખ્યાતા પ્રદેશમાં, અસંખ્યાતા પ્રદેશમાં, છેવટ એક પ્રદેશે ઊણા એવા સર્વ પ્રદેશમાં જીવ કહેવાય કે નહીં?’” પ્રભુ કહે–“ના, એ અર્થ પણ સમર્થ નથી, અર્થાત્ તે જીવ કહેવાય નહીં.’ ત્યારે ‘જીવ ક્યારે કહેવાય?’’ પ્રભુ કહે છે કે, ‘‘પરિપૂર્ણ લોકાકાશના પ્રદેશ જેટલા પ્રદેશ એકેક જીવના છે, તે સમગ્ર પ્રદેશને ‘જીવ’ કહીએ, ઇત્યાદિ.’’ આ પ્રમાણે ભણતાં તિષ્યગુસને એવી શંકા થઈ કે‘જીવના એક છેલ્લા પ્રદેશમાં જ જીવ સંજ્ઞા રહેલી જણાય છે, બાકીના સર્વ પ્રદેશમાં જીવ સંજ્ઞા નથી એવું આ સૂત્ર સ્પષ્ટ બતાવે છે.’' આવા પોતાના મતને તે બીજાઓ પાસે પણ કહેવા લાગ્યો. તે જાણીને ગુરુએ મિત્રરૂપ થઈ તેને કહ્યું કે,“હે શિષ્ય! જો તું જીવના એક બે વગેરે પ્રદેશોમાં જીવપણું નથી સ્વીકારતો, અને માત્ર એક છેલ્લા જ પ્રદેશમાં જીવપણું માને છે, તો છેલ્લા પ્રદેશમાં પણ જીવપણું સિદ્ધ થશે નહીં; કેમકે સર્વનું પ્રદેશપણું તો સરખું જ છે. તેથી જેમ રેતીના હજારો કણિયામાં તેલ નથી, તો તે તેલ એક છેલ્લા કણિયામાં પણ શી રીતે આવે? માટે તારા માનવા પ્રમાણે તો જીવનો અભાવ જ સિદ્ધ થશે. તે અભાવ તો તું માનતો નથી, તેથી તેવો અર્થ તારે પણ ઇષ્ટ નથી.’’ શિષ્યે પ્રશ્ન કર્યો કે,‘હે ગુરુ! આપે જે આ યુક્તિ કહી, તેથી તો આગમને બાધ આવે છે. કેમકે હમણાં જ આવેલા સૂત્રમાં એક બે વગેરે પ્રદેશમાં જીવનો નિષેધ કરીને છેલ્લા જ પ્રદેશમાં જીવપણું કહેલું છે; તો આપ જગબંધુ જિનેશ્વરે કહેલા સૂત્રનો કેમ નિષેધ કરો છો?’’ ગુરુ બોલ્યા કે, “હે શિષ્ય! જો તું સૂત્રને પ્રમાણ માનતો હો તો સાંભળ–તેમાં જ કહ્યું છે કે “પરિપૂર્ણ લોકાકાશ પ્રદેશ તુલ્ય જીવમાં જીવ સંજ્ઞા છે.’તેથી શ્રુતને પ્રમાણ માનનારાએ તો આમાં નવી કુયુક્તિઓ કરવી જ ન જોઈએ. સર્વે સમુદાયરૂપ જીવના પ્રદેશો જીવ છે. જેમ તંતુના સમુદાયને જ પટ કહીએ છીએ, પણ એક બે વગેરે તંતુમાં સમસ્ત પટ રહેલો નથી, માટે તારી શંકાનું સ્થાન રહેતું નથી.'' એ પ્રમાણે ગુરુએ સમજાવ્યા છતાં પણ તે તિષ્યગુપ્ત સમજ્યો નહીં. ત્યારે તેને ગુરુએ ગચ્છ બહાર કર્યો. પછી તે તિષ્યગુપ્ત વિહાર કરતાં એકદા આમલકલ્પા નામની નગરીમાં ગયો. ત્યાં ગામની બહાર ઉદ્યાનમાં રહ્યો. ત્યાં મિત્રશ્રી નામનો એક શ્રાવક રહેતો હતો. તેણે તેને નિર્ભવ જાણીને પ્રતિબોધ કરવાના હેતુથી તેની પાસે જઈ નિમંત્રણ આપ્યું કે,‘આજે આહાર લેવા માટે તમારે જાતે જ મારે ઘેર આવવું.” તે અંગીકાર કરીને તિષ્યગુપ્ત મિત્રશ્રીને ઘેર ગયો. મિત્રશ્રીએ તેને બહુમાનપૂર્વક આસન પર બેસાડી તેની સન્મુખ ઘણા ઉત્સાહ અને આડંબરથી ઉત્તમ પ્રકારનાં અનેક ભક્ષ, ભોજ્ય, અન્ન, પાન, વ્યંજન, વસ્ત્ર વગેરેનો સમૂહ ઘર્યો. પછી તે સર્વમાંથી છેલ્લો એક એક અવયવ લઈને તેના પાત્રમાં મૂક્યો; એટલે કે પકવાન, શાક વગેરેનો એક એક કણિયો આપ્યો. દાળ, કઢી, જળ વગેરેનું એકેક જ બિંદુ આપ્યું અને વસ્ત્રોમાંથી એક એક છેલ્લો તંતુ કાઢીને આપ્યો. પછી તે શ્રાવકે તેને નમસ્કાર કરી પોતાના સર્વે બંધુજનોને કહ્યું કે,‘‘તમે સર્વ આ સાધુને વંદના કરો. મેં આજે તેમને પરિપૂર્ણ પ્રતિલાભ્યા છે. હું આજે મારા આત્માને ઘન્ય અને પુણ્યવાન માનું છું. કેમકે ગુરુ પોતે જ મારે ઘેર પધાર્યાં છે.'’ તે સાંભળીને તિષ્યગુપ્ત બોલ્યો કે, “હે શ્રાવક! આવો એક એક કણ આપીને તેં આજે મારી હાંસી કરી છે, તે યોગ્ય કર્યું નથી.’’ શ્રાવક બોલ્યો કે,‘“હે પૂજ્ય! તમારો જ આ મત છે, તે જો સત્ય જ હોય તો આ લાડુ તથા ભાત વગેરેના છેલ્લા 05 Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૨ અવયવથી આપની તૃપ્તિ થવી જોઈએ અને આ એક છેલ્લો વચ્ચતંતુ શીતનું રક્ષણ કરનારો થવો જોઈએ. જો તેમ ન થાય તો આપે કહેલું સર્વ જૂઠું પડશે.” તે સાંભળીને પ્રતિબોઘ પામેલો તિષ્યગુપ્ત બોલ્યો કે, “હે શ્રાવક! તેં મને સારો બોઘ આપ્યો. શ્રી વીરભગવાનના વાક્યમાં પડેલી શંકા અત્યારે દૂર થઈ.” પછી તે શ્રાવકે ભક્તિપૂર્વક સારી રીતે તેમને પ્રતિલાવ્યા. તિષ્યગુપ્ત ગુરુ પાસે જઈ આલોયણ પ્રતિક્રમણ કરી શ્રી જિનેશ્વરની આજ્ઞાનુસાર વિચરવા લાગ્યો. ગુરુના ચરણમાં વર્તતાં સમ્યગુ માર્ગને પામીને તેનું પ્રતિપાલન કરી તે સ્વર્ગે ગયો. હે ભવ્ય પ્રાણીઓ! આ તિષ્યગુણનું ચરિત્ર સાંભળીને શ્રી જિનેશ્વરના વચનમાં કિંચિત્ પણ શંકા કરવી નહીં. કેમકે શંકા સબુદ્ધિને મલિન કરે છે.” અહીં નિદ્વવનો પ્રસંગ આવવાથી સર્વ નિહ્નવો ક્યારે ક્યારે થયા? તે બતાવે છે. નિલવોની નોંધ (૧) શ્રી મહાવીર સ્વામીના કેવળજ્ઞાન પછી ચૌદ વર્ષે જમાલિ નામે નિકૂવ થયો. (૨) સોળ વર્ષે તિષ્યગુમ થયો. (૩) શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી બસો ચૌદ વર્ષે અવ્યક્ત નામે નિહ્નવ થયો. (૪) બસો વીસ વર્ષે શુન્યવાદી થયો. (૫) બસો અઠ્ઠાવીશ વર્ષે એક સમયે બે ઉપયોગ કહેનાર ગંગદત્ત થયો. (૬) પાંચસો ચુંમાળીશ વર્ષે નોજીવનું સ્થાપન કરનાર રોહગુમ થયો. (૭) પાંચસો ચોર્યાસી વર્ષે ગોષ્ઠામાહિલ થયો. (૮) છસો નવ વર્ષે સહસ્ત્રમલ્લ નામે દિગંબર મતને સ્થાપન કરનાર સર્વવિસંવાદી થયો. (૯) છેવટે પ્રતિમાનું ખંડન કરનાર લંકામતિ ઉત્પન્ન થયો.* આ પ્રમાણે એક એક વાક્યના ઉત્થાપનાર પણ નિદ્ભવ ગણાયેલા હોવાથી જિનેશ્વર ભગવંતે કહેલા સૂક્ષ્મ બાદર સ્વરૂપમાં કિંચિત્ પણ શંકા ન કરવી. કેમકે એક અર્થમાં પણ સંદિગ્ધપણું થવાથી તે કથક સર્વજ્ઞપણાના પ્રત્યયને યોગ્ય રહેતા નથી અને તેથી તેવી મિથ્યા કલ્પના કરનારને મિથ્યાદર્શન પ્રાપ્ત થાય છે અને તે ભવભ્રમણના હેતુભૂત છે. વળી यत्रापि मतिर्दोबल्यादिभिर्मोहवशात् क्वचित् । संशयो भवति तत्राप्रतिहतेयमर्गला ॥१॥ ભાવાર્થ-“તીર્થંકરના જે વચનને વિષે મતિની દુર્બળતાદિક કોઈ પણ હેતુથી અથવા કોઈ ઠેકાણે મોહના વશથી સંશય થાય છે તે સમકિતરૂપ મહેલના દ્વારની અપ્રતિહત અર્ગલારૂપ છે.” આ વિષે સિદ્ધાંતમાં કહ્યું છે કે कत्थय मइदुब्बलेण, तथाविहायरिय विरहओ वावि । नेयगहणत्तणेण य, नाणावरणोदयेणं च ॥१॥ हेऊदाहरणसंभवे य, सइ सुट्ट जं न बुज्झिज्झा । सवण्णुमयमवितह, तहावि तं चिंतए मइयं ॥२॥ ભાવાર્થ-“કોઈ ઠેકાણે મતિની દુર્બળતાથી (મંદતાથી), તથાવિઘ આચાર્યના અભાવથી, શેયનું ગ્રહણપણું યથાર્થ ન થવાથી અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી હેતુ ઉદાહરણ વગેરેનો * આ સંખ્યા વગેરેમાં પ્રતિની અશુદ્ધિને લીધે ભૂલનો સંભવ છે; તેથી અન્યત્ર યથાર્થ હોય તો તે પ્રમાણ ગણવા યોગ્ય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૦] સમકિતનું બીજું દૂષણ-આકાંક્ષા ૬૯ સંભવ છતાં પણ સૂત્રનું યથાર્થ ગ્રહણ થઈ ન શકે–બરાબર સમજવામાં ન આવે, તોપણ મતિમાન પુરુષે એવું જ ચિંતવવું કે સર્વજ્ઞનું વચન અવિતથ-નિર્દોષ જ છે.” કેટલાક પદાર્થો માત્ર આગમગમ્ય જ હોય છે, એટલે તે પદાર્થો આપણા જેવા પ્રાકૃત જનોના પ્રમાણની પરીક્ષાને અગોચર છે, પરંતુ તે પદાર્થો આસ પુરુષના કહેલા હોવાથી સંદેહ કરવાને યોગ્ય નથી. ઇતિ શંકા દૂષણાધિકાર. વ્યાખ્યાન ૨૦ સમકિતનું બીજું દૂષણ-આકાંક્ષા देशतः सर्वतो वाप्यभिलाषः परदर्शने । स आकांक्षाभिधो दोषः, सम्यक्त्वे गदितो जिनैः॥१॥ ભાવાર્થ-“દેશથી અથવા સર્વથી અન્યદર્શનનો જે અભિલાષ તે સમ્યકત્વમાં આકાંક્ષા નામનો દોષ જિનેશ્વરોએ કહેલો છે.” કોઈ દર્શનમાં કાંઈક પણ જીવદયા વગેરેનો વિષય સારો જોઈને તે દર્શનની અભિલાષા થાય તે આકાંક્ષા કહેવાય છે. તેમાં દેશથી આકાંક્ષા એટલે કોઈ એક જ દર્શનની અભિલાષા અને સર્વથી આકાંક્ષા એટલે સર્વ પાખંડી ઘર્મોની અભિલાષા. જેમ “બૌદ્ધ ઘર્મ સારો છે તેમાં કાંઈ પણ કષ્ટ કરવાનું કહેલું નથી.” તેમજ “કપિલ અને દ્વિજાદિકના ઘર્મમાં પણ અહીં વિષયસુખો ભોગવનાર પરભવમાં પણ સુખ પામે છે, માટે એ ઘર્મો પણ સારા છે.” આ પ્રમાણેના વિચારોથી એકાંત સુખ આપનાર જૈન દર્શનને દૂષિત કરે છે. આનો ભાવાર્થ જિતશત્રુ રાજા ને તેના મંત્રીના દ્રષ્ટાંતથી જાણવો. જિતશત્રુ રાજા ને તેના મંત્રીની કથા સર્વ પ્રકારના કલ્યાણના સ્થાનભૂત વસંતપુર નામે નગર હતું. ત્યાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને મહિસાગર નામે મંત્રી હતો. હવે એકદા રાજાએ ચંદ્રમાના કિરણ જેવા શ્વેત બે અશ્વો જોઈને પ્રસન્ન થઈ તેના માલિકને તેનું મૂલ્ય આપી ખરીદ કર્યા. પછી તેની પરીક્ષા કરવા માટે મંત્રી સહિત બન્ને અશ્વ પર સવાર થઈ મંડલિભ્રમાદિ ગતિ કરાવવા લાગ્યા. તેવામાં વનમાં રહેલા લોકોએ ત્રાસ પમાડ્યા સતા તે અશ્વો કુશિષ્યની જેમ વિપરીત શિક્ષા પામેલા હોવાથી પવનની ગતિની જેવી ગતિ કરીને તેમને કોઈ મોટા ભયંકર જંગલમાં લઈ ગયા. ત્યાં શ્રમ અને સુઘાથી પીડા પામેલા રાજા અને મંત્રીએ વનનાં ફળો ખાઈને ઘણા દિવસો નિર્ગમન કર્યા. કેટલાક દિવસો ગયા પછી તેમનું સૈન્ય કે જે તેમને શોઘતું શોઘતું પાછળ આવતું હતું તે તેમને મળ્યું, એટલે સૈન્ય સાથે રાજા તથા મંત્રી પોતાના પુરમાં ગયા. રાજા જાતે મૂર્ખ હોવાથી તેણે રસોઈયાઓને કહ્યું કે, “મારા માટે સર્વ જાતનાં પકવાન તથા શાક વગેરે તૈયાર કરો, કારણ કે હું ઘણા દિવસથી ભૂખ્યો છું.” રસોઈયાઓએ પણ રાજાની આજ્ઞા પ્રમાણે જુદા જુદા સર્વ જાતનાં પકવાન વગેરે બનાવીને રાજાની પાસે મૂક્યાં. રાજા પણ સુઘાથી પીડિત થયેલો હતો; તેથી જેમ વડવાગ્નિ સમુદ્રના જળનું પાન કરતાં તૃતિ ન પામે, તેમ રાક્ષસની જેમ સર્વ આહાર કરતાં પણ તૃતિ પામ્યો નહીં. છેવટ ઘણો આહાર કરવાથી તેના પેટમાં શૂળ ઉત્પન્ન થયું અને તેની વ્યથાથી તે Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૨ જ રાત્રિએ તે મૃત્યુ પામ્યો. પેલા મંત્રીએ તો ઘેર જઈને વમન-વિરેચનના પ્રયોગે પેટ સાફ કરી જંગલી ફળના વિકારોને શાંત કર્યા અને ઋતુને અનુકૂળ થોડું થોડું પથ્ય ભોજન કરવા માંડ્યું, એટલે ભોજન પર અતિ આકાંક્ષા રાખ્યા સિવાય પથ્ય ભોજન કરવાથી તે સુખી થયો. આ દ્રષ્ટાંતનો સારાંશ એ છે કે-રાજા અને મંત્રીને સ્થાને જીવો છે; તેમાં કેટલાક રાજા જેવા જીવો કાંઈક તપસ્યા વગેરે બાહ્ય ગુણો જોઈને જુદા જુદા દર્શનની આકાંક્ષા કરે છે, તેઓ રાજાની જેમ તૃતિ પામ્યા વિના જ મૃત્યુ પામીને દુર્ગતિના ભાજન થાય છે, અને જેઓ સ્યાદ્વાદ-અનેકાંત ઘર્મમાં નિશ્ચળ રહે છે, તેઓ મંત્રીની જેમ સુખી થાય છે. આ પ્રસંગ ઉપર બીજું પણ દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણેસર્વ દેવની ભક્તિ કરનાર શ્રીધર શ્રાવકનું દ્રષ્ટાંત गुणदोषापरिज्ञानात्, सर्वदेवेषु भक्तिमान् । ચઃસ્થા શ્રીધરવચૂર્વ, સતુ નૈવાતે સુઠ્ઠમ્ IIી. ભાવાર્થ-“ગુણદોષ જાણ્યા વિના જે મનુષ્ય સર્વ દેવોને વિષે પ્રથમાવસ્થામાં શ્રીઘરની જેમ ભક્તિમાન થાય છે તે પરિણામે સુખ પામતા નથી.” ગજપુરમાં શ્રીઘર નામે એક વણિક રહેતો હતો. તે સ્વભાવથી જ ભદ્રિક હતો. તેણે એકદા એક મુનિ પાસે જૈન ઘર્મનું શ્રવણ કર્યું, ત્યારથી તે હમેશાં શ્રી જિનેશ્વરની ત્રિકાળ પૂજા કરવા લાગ્યો. એકદા શ્રી પ્રભુ પાસે ધૂપ કરીને તેણે અભિગ્રહ કર્યો કે-“આ ધૂપ જ્યાં સુધી બળે ત્યાં સુધી મારે નિશ્ચળ બેસી રહેવું, ખસવું નહીં.” દૈવયોગે ત્યાં એક સર્પ નીકળ્યો તથાપિ શ્રીઘર નિશ્ચળ જ રહ્યો; એટલે સર્પ તેની પાસે આવી ડસવા જાય છે, તેટલામાં તે શ્રીધરના સત્ત્વથી તુષ્ટમાન થયેલી દેવીએ તે દુષ્ટ સર્પને દૂર કરીને તેના મસ્તકનો મણિ લઈ શ્રીઘરને આપ્યો. તે મણિના પ્રભાવથી શ્રીઘરના ઘરમાં વૃષ્ટિથી લતાની જેમ લક્ષ્મી વૃદ્ધિ પામવા લાગી. એકદા તેના કુટુંબમાં કોઈ પ્રકારનો વ્યાધિ આવવાથી કોઈએ તેને કહ્યું કે,–“ગોત્રદેવીની પૂજા કરવાથી ગોત્રમાં કુશળતા રહે છે.” તે સાંભળીને ભદ્રિક શ્રીઘરે ગોત્રદેવીની પૂજા કરી. દૈવયોગે વ્યાધિ નિવૃત્ત થયો. અન્યદા એક વખત તેને પોતાને કાંઈ વ્યાધિ ઉત્પન્ન થયો, ત્યારે કોઈના કહેવાથી તેણે યક્ષની પૂજા કરી. એ પ્રમાણે લોકોના કહેવાથી શાંતિના લાભને માટે તેમ જ ભાવી રોગની નિવૃત્તિ માટે તે હમેશાં અન્ય અન્ય દેવોની પૂજા કરવા લાગ્યો. “ભાવિક જનો સત્સંગથી ગુણ અને અસત્સંગથી દોષને પામે છે.” કહ્યું છે કે एके केचिद्यतिकरगतास्तुंबिकाः पात्रलीलां । गायन्त्यन्ये सरसमधुरं शुद्धवंशे विलग्नाः॥ अन्ये केचिद् ग्रथितसुगुणा दुस्तरं तारयन्ते । तेषां मध्ये ज्वलितहृदया रक्तमन्ये पिब ते॥१॥ ભાવાર્થ-“તુંબડા તો બઘાએ એક જ જાતિના હોય છે; પરંતુ તે કેટલાક તુંબડા કે જેઓ યતિ–મુનિના હાથમાં આવે છે તે પાત્રની શોભાને પામે છે, કેટલાક વૈયા પાસે જવાથી) શુદ્ધ વાંસની સાથે જોડાઈને સરસ અને મધુર ગાયન કરે છે, કેટલાક સા દોરડાથી ગૂંથાઈને દુસ્તર Page #82 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૧] સમકિતનું ત્રીજું દૂષણ-વિચિકિત્સા ૭૧ એવા સમુદ્રથી મનુષ્યોને તારે છે અને તેમાંના જ કેટલાક તુંબડા (કાપાલિકના હાથમાં જવાથી) જવલિત (દુષ્ટ) છે હૃદય-મધ્ય ભાગ જેનો એવા થઈને લોહીનું પાન કરે છે, અર્થાત્ તે કાર્યમાં કામ લાગે છે.” એકદા તે શ્રીઘરના ઘરમાં પ્રવેશ કરીને ચોર લોકોએ તેનું સર્વ ઘન ચોરી લીધું; તેથી તે શ્રીઘર અત્યંત ખેદ પામવા લાગ્યો. અનુક્રમે તેની એવી સ્થિતિ થઈ ગઈ કે ઘરમાં કાંઈ પણ વસ્તુ ન રહી અને ભોજનનો પણ સંદેહ થઈ પડ્યો. છેવટે અત્યંત દુઃખી થવાથી તેણે અઠ્ઠમ કરીને સર્વ દેવોની આરાઘના કરી. ત્રીજે દિવસે દેવતાઓ બોલ્યા કે, “અરે!તું શા માટે અમારું સ્મરણ કર્યું?” શ્રીઘર બોલ્યો કે–“મને સમૃદ્ધિ આપો.” ત્યારે તેઓ બોલ્યા કે, “તારી કુળદેવી પાસે જા, તે આપશે.” એટલે શ્રીઘર કુળદેવી પાસે જઈ અઠ્ઠમ કરીને બેઠો. ત્રીજે દિવસે તે પણ સમૃદ્ધિ માગવાથી બોલી કે-“હે દુષ્ટ! મારી પાસેથી જલદી ઊભો થા, તું તારા ઘર આગળ જે દેવોની પૂજા કરે છે તે તને આપશે, તેમની પાસે જા.” તે સાંભળીને શ્રીઘરે ગૃહદેવીની આરાઘના કરી. ત્યારે અંદર અંદર હસીને તેઓ બોલવા લાગ્યા. ગણપતિએ ચંડિકા દેવીને કહ્યું કે, “હે ચંડિકા! તારા ભક્તને મનવાંછિત આપ.” ચંડિકા બોલી, “તેને તો પેલો યક્ષ મનવાંછિત આપશે, કેમકે જુઓને, તેને તેણે ઊંચા આસન પર બેસાડ્યો છે અને વળી મારા પહેલાં તે હમેશાં તે યક્ષની જ પૂજા કરે છે.” ત્યારે યક્ષ બોલ્યો કે, “એનું મનવાંછિત શાસનદેવતા આપશે.” આ પ્રમાણે સર્વે દેવોએ તેનું હાસ્ય કરીને ઉપેક્ષા કરી. ત્યારે તે શાસનદેવીની આરાઘના કરવા લાગ્યો. શાસનદેવી બોલી કે, “હે મૂર્ખ! તેં આ બધું શું કર્યું? ઘણી ભૂલ કરી, હવે વિકથા અને હાસ્યમાં તત્પર એવા કુદેવોને મૂકીને જે દેવના પણ દેવ છે, જેનાં આઠે કર્મો ક્ષીણ થયાં છે અને જે કૃપાના જ અવતારરૂપ છે, એવા ત્રિકાળજ્ઞાની સર્વશની અર્ચા કરી છે, જેથી બન્ને ભવમાં સુખસંપત્તિની પ્રાપ્તિ થાય.” તે સાંભળીને શ્રીઘરે તે પ્રમાણે કરવા માંડ્યું. પછી તેને આકાંક્ષારહિત દૃઢ નિશ્ચયવાળો જાણીને શાસનદેવીએ ફરીથી મણિ આપ્યો; તેથી તે પાછો સમૃદ્ધિવાન થયો અને પરભવમાં આસન્નસિદ્ધ થયો, અર્થાત્ થોડા કાળમાં સિદ્ધિપદને પામ્યો. - “હે ભવ્ય જીવો! શાસ્ત્રનિંદ્ય એવા આકાંક્ષા દોષનું સેવન કરનાર મનુષ્ય શ્રીઘરની જેમ હાસ્યનું પાત્ર થાય છે, માટે જિનશાસનને જાણનારાએ એ દોષ સેવવો નહીં.” વ્યાખ્યાન ૨૧ સમકિતનું ત્રીજું દૂષણ-વિચિકિત્સા देशतः सर्वतो वापि, कृतक्रियाफलं प्रति । દિત્તેિ ઢિ સજોદો, વિવિવિત્સામિયઃ સવઃ શા * ભાવાર્થ-બકરેલી ઘર્મક્રિયાના ફળ પ્રત્યે દેશથી અથવા સર્વથી મનમાં સંદેહ કરવો, તે વિચિકિત્સા નામનો દોષ કહેવાય છે.” કરેલી ખેતી વગેરે લૌકિકક્રિયાના ફળની જેમ સામાયિક વગેરે ઘર્મક્રિયા કર્યાનું ફળ મને પ્રાપ્ત થશે કે નહીં? એવી જે શંકા કરવી, તે વિચિકિત્સા કહેવાય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧ [સ્તંભ ૨ અહીં કોઈને શંકા થાય કે,‘‘શંકા નામનો જે પહેલો દોષ કહ્યો તેમાં અને આ વિચિકિત્સામાં શો ફેર છે?’’ તેનો જવાબ એ છે કે ‘શંકા તો દ્રવ્ય ગુણ પર્યાયરૂપ સર્વ પદાર્થમાં પ્રવર્તે છે, અર્થાત્ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં, તેના ગુણોમાં અને પર્યાયમાં નાના પ્રકારની ઉદ્ભવે છે; અને આ વિચિકિત્સા તો માત્ર કરેલી ક્રિયામાં જ પ્રવર્તે છે, એટલે શંકા અને વિચિકિત્સાના વિષયો જુદા જુદા જ છે.’’ અથવા બીજી રીતે વિચિકિત્સા એટલે મુનિનું મલથી મલિન શરીર જોઈને તેની જુગુપ્સા નિંદા કરવી તે. જેમકે “આ મુનિજનો પ્રાસુક જળથી શ૨ી૨નું પ્રક્ષાલન (સ્નાન) કરતા હોય તો તેમાં શો દોષ લાગે?’' એમ ધારી તેમની જુગુપ્સા કરવી તે પણ વિચિકિત્સા કહેવાય છે. આ વિચિકિત્સા પણ શ્રી જિનેશ્વર પ્રરૂપિત ધર્મ પર અનાસ્થા (અશ્રદ્ધા) રૂપ હોવાથી સમકિતને દૂષિત કરનાર છે. આ સંબંધમાં દુર્ગંધા રાણીનો પ્રબંધ જાણવો. દુર્ગંધા રાણીનું દૃષ્ટાંત ૭ર એકદા રાજગૃહીનો રાજા શ્રેણિક ઉદ્યાનમાં સમવસરેલા શ્રી વીરપ્રભુને વાંદવા માટે સૈન્ય સહિત જતો હતો. માર્ગમાં દુર્ગંધ સહન ન થવાથી વસ્ત્રના છેડા વડે નાસિકા બંધ કરીને ચાલતા સૈનિકોને જોઈને રાજાએ પોતાના કોઈ સેવકને તેમ કરવાનું કારણ પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે ‘હે સ્વામી! અહીં માર્ગમાં તરતની જન્મેલી એક બાલિકા પડી છે, તેના શરીરમાંથી અત્યંત દુર્ગંધ છૂટે છે.” તે સાંભળીને રાજા “એ તો પુદ્ગલનું પરિણામ છે.” એમ કહી, તે બાલિકાને જોઈ સમવસરણમાં ગયો. શ્રી વીરસ્વામીને પ્રણામ કરી દેશના સાંભળી અવસર જોઈને રાજાએ તે દુર્ગંધી બાલિકાનો પૂર્વ ભવ પૂછ્યો. ભગવાન બોલ્યા કે “અહીં નજીક રહેલા શાલિ નામના ગામડાના ઘનમિત્ર નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને ઘનશ્રી નામની એક પુત્રી હતી. એકદા ગ્રીષ્મ ઋતુમાં શ્રેષ્ઠીએ તેના વિવાહનો પ્રારંભ કર્યો. તેવામાં કોઈ મુનિ ગોચરીને માટે તેને ઘેર આવ્યા. તેમને વહોરાવવા માટે શ્રેષ્ઠીએ પુત્રીને આજ્ઞા કરી, એટલે તે મુનિને વહોરાવવા ગઈ, પરંતુ કદી પણ સ્નાન-વિલેપનાદિક વડે શરીરની શુશ્રુષા નહીં કરનારા તે મહાત્માઓનાં વઓમાંથી અને શરીરમાંથી સ્વેદ તથા મળ વગેરેની દુર્ગંધ આવવાથી તે ઘનશ્રીએ પોતાનું મુખ મરડ્યું. વિવાહનો ઉત્સવ હોવાથી સર્વ અંગે અલંકારોથી શણગારાયેલી, મનોહર, સુગંધી અંગરાગથી વિલેપન કરાયેલી તથા યુવાવસ્થાના ઉદયથી મત્ત થયેલી તે ઘનશ્રીએ વિચાર કર્યો કે ‘“અહો! નિર્દોષ જૈનમાર્ગમાં રહેલા આ સાધુઓ જો કદાચ પ્રાસુક જળથી પણ સ્નાન કરતા હોય તો તેમાં શો દોષ?’’ એ પ્રમાણે તેણે જુગુપ્સા કરી. પછી કેટલેક કાળે તે જુગુપ્સારૂપ પાપકર્મની આલોચના કર્યા વિના મરણ પામી તે અહીં રાજગૃહીમાં જ એક ગણિકાના ઉદરમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તે પોતાના દુષ્કર્મને લીધે ગર્ભમાં રહી છતી પણ માતાને અત્યંત અસુખ ઉત્પન્ન કરવા લાગી; તેથી તે ગર્ભથી ઉદ્વેગ પામીને તે ગણિકાએ ગર્ભપાત માટે ઘણાં ઔષધો કર્યાં. પરંતુ તેનું આયુષ્ય દૃઢ હોવાથી ગર્ભપાત થયો નહીં. છેવટે સમય પૂર્ણ થયે તે પુત્રીને ગણિકાએ જન્મ આપ્યો. જન્મથી જ તે દુર્ગંધી હોવાને લીધે તેને ગણિકાએ વિષ્ટાની જેમ તજી દીથી. તેને તમે માર્ગમાં દીઠી.’’ આ પ્રમાણેની તેની પૂર્વ હકીકત સાંભળીને શ્રેણિક રાજાએ “હવે પછી તેની શી ગતિ થશે?’’ એમ પ્રભુને પૂછ્યું, ત્યારે ભગવાન બોલ્યા કે “હે રાજા! તે દુર્ગંધાએ પૂર્વે કરેલી મુનિની જુગુપ્સારૂપ Page #84 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૧] સમકિતનું ત્રીજું દૂષણ-વિચિકિત્સા ૭૩ અશુભ કર્મનું ફળ સમગ્ર ભોગવી લીધું છે; હવે તે મુનિને આપેલા દાનના ફળરૂપ ભોગ ભોગવવાની છે, તેથી તેનું શરીર કસ્તુરી અને કર્પર કરતાં પણ અધિક સુગંઘી થઈ ગયું છે. હે રાજા! તે આઠ વર્ષની થશે ત્યારે તારી પટરાણી થશે. તેની નિશાની એ છે કે–તમે બન્ને સોગઠે રમશો, તેમાં એવી શરત થશે કે “જે જીતે તે હારનારના પૃષ્ઠ પીઠ) પર ચડે.” પછી તે રમતમાં તું હારીશ ત્યારે તારા પૃષ્ઠ પર તે દુર્ગઘા ચઢશે.” તે સર્વ વૃત્તાંત સાંભળીને શ્રેણિક રાજા આશ્ચર્ય પામી પ્રભુને વંદના કરી પોતાને સ્થાને ગયો. અહીં દુર્ગઘાને જોઈને શ્રેણિક રાજા સમવસરણ તરફ ગયા હતા. ત્યારપછી તેનું શરીર સુગંઘમય થઈ ગયું હતું; તેવામાં ત્યાંથી કોઈ ગોવાળની સ્ત્રી નીકળી. તેણે તે બાળકીને જોઈને લઈ લીધી અને પોતે સંતતિ વિનાની હોવાથી તેને પુત્રી તરીકે પાળી પોષીને મોટી કરવા માંડી. એકદા કૌમુદીઉત્સવ આવતાં નગરીના સર્વ લોકો નગરની બહાર ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા હતા. તે વખતે સ્ત્રીઓની ક્રીડા જોવા માટે શ્રેણિક રાજા પણ અભયકુમારને સાથે લઈને ગયા. ત્યાં તે દુર્ગઘા પણ પોતાની માની સાથે ઉત્સવ જોવા આવી હતી. તેની સુંદર દેહલતા એવી હતી કે श्यामा यौवनशालिनी सुवचना सौभाग्यभाग्योदया । कर्णान्तायतलोचना कृशकटी प्रागल्भ्यगर्वान्विता ॥ रम्या बालमरालमन्थरगतिमत्तेभकुंभस्तनी । बिंबोष्ठी परिपूर्णचन्द्रवदना भुंगालिनीलालका ॥१॥ ભાવાર્થ-બતે સુંદર સ્ત્રી યુવાવસ્થાથી સુશોભિત હતી, તેનું વચન અતિ મિષ્ટ હતું, તે સૌભાગ્યરૂપ ભાગ્યના ઉદયવાળી દેખાતી હતી, તેનાં લોચન કર્ણપર્યત દીર્ઘ હતાં, તેનો કટિપ્રદેશ સિંહ જેવો કૃશ હતો, તે પ્રગભાણાના ગર્વથી યુક્ત જણાતી હતી, તેની સુંદર ચાલ રાજહંસના બાળક જેવી મંદ અને મનોહર હતી, તેના સ્તન મદોન્મત્ત હાથીના કુંભસ્થળ જેવા પુષ્ટ હતા, તેના ઓષ્ઠ પાકેલા બિંબના ફલ જેવા રક્ત હતા, તેનું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું કાત્તિમાન હતું, અને તેના કેશ ભ્રમરની શ્રેણી જેવા શ્યામ વર્ણના હતા.” આવી મનોહર સ્વરૂપવાન તે ગોપપુત્રીને જોઈને શ્રેણિક રાજા તેના પર અત્યંત મોહિત થઈ કામાતુર થયા. તેથી રાજાએ અભયને પણ ખબર ન પડે તેવી રીતે પોતાની મુદ્રિકા (વીટી) તેના વસ્ત્રને છેડે બાંધી દીધી. થોડી વાર પછી રાજાએ પોતાના હાથ સામે દ્રષ્ટિ નાંખી અભયકુમારને કહ્યું કે, “મારી મુદ્રિકા અહીં પડી ગઈ, તે કોઈ લઈ ગયું જણાય છે, માટે તે ચોરને શોધી મારી પાસે લાવ.” તે સાંભળીને સરળતાથી અભયકુમારે પિતાનું વચન અંગીકાર કરી ઉદ્યાનના સર્વ દરવાજા બંધ કરાવી એક દરવાજેથી સર્વ મનુષ્યોને એક પછી એક જડતી લઈને બહાર કાઢવા માંડ્યા. સર્વ સ્ત્રીઓના હાથ તથા વસ્ત્રના છેડા વગેરે તપાસતાં તપાસતાં પેલી ગોપપુત્રીની ઓઢણીના છેડેથી તે મુદ્રિકા નીકળી. તે લઈ અભયકુમારે તેને પૂછ્યું કે, “તેં આ રાજાની વીંટી શી રીતે લીધી?” તેણે કાને હાથ મૂકીને કહ્યું કે, “હું કાંઈ પણ જાણતી નથી.” તેના વચનપરથી તથા તેના ઇંગિત (આકાર) પરથી અભયકુમારે તેને નિર્દોષ ઘારીને વિચાર્યું કે, “આ ગોપપુત્રી ચોર નથી, પરંતુ આના પર આસક્ત થયેલા પિતાનું જ આ કર્તવ્ય છે.” એમ વિચારીને અભયકુમાર તેને રાજા Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ સ્તિંભ ૨ પાસે લઈ ગયા, અને રાજાને કહ્યું કે, “હે સ્વામી! આણે આપના ચિત્તને ચોર્યું છે, મુદ્રિકા ચોરી નથી, માટે મુદ્રિકાની વાત કરવી નકામી છે.” રાજાએ તે વાત કબૂલ કરી. પછી તેનાં માબાપને કહીને તેની સાથે રાજાએ વિવાહ કર્યો અને તેને પટરાણી બનાવી. એકદા રાજા તથા દુર્ગધા રાણી સોગઠાબાજી રમવા લાગ્યા, તેમાં હારનારના પૃષ્ઠ (પીઠ) પર જીતનાર ચઢે એવી શરત કરી, તેમાં રાજા હાર્યો. તેથી રાણી રાજાના પૃષ્ઠ પર શંકારહિતપણે આરૂઢ થઈ ગઈ. કહ્યું છે કે कुलं स्वकृत्यैरकुलप्रसूतः, सन्मानितोऽपि प्रकटीकरोति । श्रीश्रेणिकांसे निदधे यदंघ्रिर्दुर्गन्धया पण्यवधूद् भवत्वात् ॥१॥ ભાવાર્થ-“નીચ કુળમાં ઉત્પન્ન થયેલો મનુષ્ય રાજાદિકવડે માન પામ્યો હોય, તોપણ તે પોતાનાં કૃત્યોએ કરીને પોતાનું નીચ કુળ પ્રગટ કરે છે. જુઓ!દુર્ગઘા વેશ્યાની પુત્રી હોવાથી તેણે શ્રેણિક રાજાના સ્કન્ધ પર કિંચિત્ પણ ખચકાયા વગર પગ ઘારણ કર્યો.” તે વખતે રાજાને શ્રી વિરપ્રભુનું વચન યાદ આવવાથી હસવું આવ્યું. રાણીએ તત્કાળ રાજાના પૃષ્ઠ પરથી ઊતરી જઈને અકસ્માત્ હાસ્ય થવાનું કારણ પૂછ્યું. ત્યારે રાજાએ તેને પૂર્વ જન્મથી આરંભીને હાસ્ય પર્યતનું સર્વ વૃત્તાંત ભગવાનના કહ્યા પ્રમાણે કહી સંભળાવ્યું. તે સાંભળીને તેણે વૈરાગ્ય પામી રાજાની રજા લઈ શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. “આ શ્રેણિક રાજાની રાણી દુર્ગઘાનું ચરિત્ર સાંભળીને પુણ્યશાળી જીવોએ મુનિઓની જુગુપ્સા કદાપિ પણ ચિત્તમાં ઘારણ કરવી નહીં.” વ્યાખ્યાન ૨૨ સમકિતનું ચોથું દૂષણ-મિથ્યાત્વીની પ્રશંસા अतीतानागता ये च, सन्ति वा येऽन्यलिंगिनः । तेषां प्रशंसनं शंसाभिधो दोषश्चतुर्थकः॥१॥ ભાવાર્થ-“જે અન્ય લિંગીઓ થઈ ગયા, થવાના છે, અને વર્તમાનકાળે હયાત છે તેઓની પ્રશંસા કરવી, તે મિથ્યાત્વીની પ્રશંસા નામનું સમતિનું ચોથું દૂષણ જાણવું.” આ દોષ પણ સર્વથી અને દેશથી એમ બે પ્રકારનો છે. તેમાં સર્વે દર્શનો સત્ય છે, એમ માનીને સર્વની પ્રશંસા કરવી તે સર્વથી પ્રશંસા દોષ જાણવો; અને બૌદ્ધનું અમુક વચન અથવા સાંખ્યનું અમુક વચન વઘારે શ્રેષ્ઠ છે એમ કહી એકાદ મતની પ્રશંસા કરવી તે દેશથી પ્રશંસા દોષ જાણવો. એ બન્ને પ્રકારના સમ્યકત્વના દોષનો ત્યાગ કરવો. આ વિષય પર મહાનિશીથ સૂત્રમાં સુમતિ નાગિલનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે સુમતિ અને નાગિલનું દ્રષ્ટાંત મગઘ દેશમાં કુશસ્થળ નામના નગરમાં જીવાજીવાદિક તત્ત્વોને જાણનાર સુમતિ અને નાગિલ નામના બે ઘનાઢ્ય ભાઈઓ રહેતા હતા. કેટલેક કાળે કોઈ પાપકર્મના ઉદયથી તેઓ નિર્ધન થયા, ત્યારે તે બન્નેએ પરસ્પર વિચાર કર્યો કે, “આપણે દ્રવ્યરહિત થયા છીએ, તેથી ઘન Page #86 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૨] સમકિતનું ચોથું દૂષણ-મિથ્યાત્વીની પ્રશંસા ૭પ ઉપાર્જન કરવા માટે પરદેશ જઈએ.” એમ વિચારીને તેઓ શુભ દિવસે નીકળ્યા. માર્ગે ચાલતાં એક દિવસ તેમણે એક શ્રાવક સાથે પાંચ સાધુઓને જતાં જોયા. સારો સંગાથ મળ્યો જાણીને તેઓ તેમની સાથે ચાલ્યા. કેટલેક દિવસે તે સાધુઓની ચેષ્ટા તથા વાણી ઉપરથી તેમને કુશીલીયા જાણીને નાગિલે સુમતિને કહ્યું કે, “આપણે આ સાધુઓ સાથે ચાલવું યોગ્ય નથી; કેમકે મેં શ્રી નેમિનાથના મુખથી એક વાર એમ સાંભળ્યું હતું કે, એવંવિદે મUTIFરરૂવે મવંતિ તે ગુરુતી, તે વિ િવ નિરવિવો ન ખંતિ એવા પ્રકારના સાધુઓ વેષઘારી હોય છે, તેઓને કુશીલીયા જાણવા, તેઓ દ્રષ્ટિથી પણ જોવા યોગ્ય નથી. માટે હે ભાઈ! આપણે આ કુદ્રષ્ટિ (મિથ્યાવૃષ્ટિ)ઓને છોડીને આગળ જઈએ.” તે સાંભળીને સુમતિએ કહ્યું કે, “હે નાગિલ! તું વક્રદ્રષ્ટિએ દોષ જોનારો દેખાય છે, પણ મને તો આ સાધુઓ સાથે વાતો કરવી તથા ગમન વગેરે કરવું યોગ્ય લાગે છે.” નાગિલે જવાબ આપ્યો કે, “હે ભાઈ! હું મનથી પણ સાધુના દોષને ગ્રહણ કરતો નથી, પરંતુ મેં ભગવાન તીર્થંકરની પાસે કુશીલીયાને નહીં જોવાનો નિશ્ચય કર્યો છે.” સુમતિ બોલ્યો “જેવો તું બુદ્ધિ વિનાનો છે તેવો તે તીર્થંકર પણ હશે કે જેણે તને આવો નિષેધ કર્યો. એ પ્રમાણે બોલતા સુમતિના મુખને નાગિલે પોતાના હાથવડે બંધ કર્યું અને કહ્યું કે, “હે બંધુ! અનંત સંસારના કારણરૂપ આવું વાક્ય તું ન બોલ. તીર્થકરની આશાતના તું ન કર. આ સાઘુઓમાં બાળતપસ્વીપણું જણાય છે; કેમકે તેઓ અનેક ગુપ્ત વિષયાદિ દોષોથી દૂષિત છે, માટે હું તો તેમનો સંગ મૂકીને જાઉં છું.” સુમતિ બોલ્યો કે, “હું તો પ્રાણાંત થતાં સુધી પણ એમનો સંગ છોડવાનો નથી.” તે સાંભળીને નાગિલ એકલો જુદો પડ્યો. પછી સુમતિએ તે સાઘુઓ પાસે દીક્ષા ગ્રહણ કરી. તે પાંચ સાધુઓમાંથી ચાર સાધુઓ તો અનેક ભવમાં પરિભ્રમણ કરી છેવટે મોક્ષપદને પામશે, અને પાંચમો તો અભવ્ય હોવાથી અનંત સંસાર ભટકશે. શ્રી ગૌતમ ગણઘરે જિનેશ્વરને પૂછ્યું કે, “હે ભગવાન! સુમતિ ભવ્ય છે કે અભવ્ય?” ભગવાન બોલ્યા, “હે ગૌતમ! સુમતિનો જીવ ભવ્ય છે.” ગૌતમે પૂછ્યું, ત્યારે તે હાલ કઈ ગતિમાં છે?” ભગવાન બોલ્યા કે, “હે ગૌતમ!કુશીલીયાની પ્રશંસા તથા જિનેશ્વરની આશાતના કરવાથી તે પરમાઘાર્મિક (નરકના જીવોને પીડા ઉપજાવનાર) દેવપણે ઉત્પન્ન થયો છે.” ગૌતમે પૂછ્યું, “હે ભગવન્! આગળ ઉપર તેનું શું થશે?' પ્રભુ બોલ્યા કે, “હે ગૌતમ! તેણે અનંત સંસાર ઉપાર્જન કર્યો છે, તેથી અનંતકાળ ભટકશે તો પણ હું સંક્ષેપથી કહું છું, તે સાંભળ-લવણસમુદ્રમાં જે સ્થાને ગંગા અને સિંધુ એ બે નદીઓ પ્રવેશ કરે છે, તે સ્થાનની દક્ષિણ દિશામાં જંબુદ્વીપની જગતની વેદિકાથી પંચાવન યોજન દૂર સાડાબાર યોજનાના વિસ્તારવાળો અને સાડા છ યોજન ઊંચો હસ્તિના કુંભસ્થળને આકારે એક દ્વીપ છે. તે દ્વીપમાં કાજળ (મેસ), કેશ, મેઘ અને ભ્રમરની કાંતિને તિરસ્કાર કરે તેવી કાંતિવાળી, ભગંદરના વ્યાધિના આકારે સુડતાળીશ ગુફાઓ છે. તે ગુફાઓમાં જળચારી મનુષ્યો વસે છે. તેઓ પ્રથમ સંતનનવાળા, મદ્યપાન કરનારા, માંસ ભક્ષણ કરનારા, મસીના કૂચા જેવી કાંતિવાળા, અતિ દુર્ગથી શરીરવાળા હોય છે. તેઓ અંડગોલિકના નામે ઓળખાય છે. તેઓના અંડની ગોળીને ચમરી ગાયના પુચ્છના કેશથી ગૂંથીને કાન સાથે બાંધી ૧. કુશીલ, અવસગ્ન, પાર્શ્વસ્થા, સ્વચ્છંદ અને શિથિલ એ પાંચ પ્રકારના વેષધારી સાધુઓ કહેવાય છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૨ વેપારીઓ સમુદ્રમાં પ્રવેશ કરે છે. તેના પ્રભાવથી તેમને કોઈ પણ જળજંતુઓ ઉપદ્રવ કરી શકતા નથી, અને સમુદ્રમાંથી રત્નાદિક લઈને તે વેપારીઓ કુશળક્ષેમે બહાર આવે છે. તે સાંભળીને ગૌતમસ્વામીએ પૂછ્યું કે, “હે ભગવાન!તે વેપારીઓ કેવા ઉપાયથી તે અંડગોળીઓ લે છે?” પ્રભુ બોલ્યા કે, “હે ગૌતમ! લવણસમુદ્રમાં રત્ન નામનો દ્વીપ છે. તેમાં રત્નના વેપારીઓ રહે છે. તેઓ સમુદ્રની સમીપે જે સ્થાને ઘંટીને આકારે વજશિલાના સંપુટો (બે પડી હોય છે ત્યાં આવીને તે સંપુટો ઉઘાડી તેમાં ચાર મહાવિકૃતિઓ (મદ્ય, માંસ, મઘ ને માખણ) ભરે છે. પછી જે સ્થાને તે અંડગોળીઆ રહે છે તે ઠેકાણે તેઓ મદ્ય માંસ વગેરે લઈને આવે છે. તેઓને દૂરથી જ આવતાં જોઈને અંડગોળીઆ તેમને હણવા માટે દોડે છે. એટલે તે વેપારીઓ પગલે પગલે તેમને ખાવા માટે મદ્યમાંસાદિકથી ભરેલાં પાત્રો મૂકતા મૂકતા એકદમ નાસવા માંડે છે. તે અંડગોળીઆ પણ તેમની પાછળ માર્ગમાં પડેલાં મદ્યમાંસનાં પાત્રોમાંથી માંસાદિ ખાતા ખાતા દોડે છે, છેવટે વજશિલાના સંપુટો પાસે આવતાં તેમાં રહેલાં મઘમાંસાદિક ખાવા માટે તેની અંદર તેઓ પેસે છે, એટલે તે વેપારીઓ પોતાને સ્થાને જાય છે. તેની અંદર મદ્ય માંસ ખાતાં તેઓ પાંચ, છ, સાત, આઠ કે દશ દિવસો વ્યતીત કરે છે, તેટલામાં તે વેપારીઓ બખતર પહેરી ખગ, ભાલાં વગેરે શસ્ત્રો ધારણ કરી તે વજશિલાના સંપુટો પાસે આવી સાત આઠ મંડલ કરીને તે સંપુટોને ઘેરી લે છે. પછી તેઓએ પ્રથમ જે સંપુટોને ઉઘાડ્યા હતા તેને ઢાંકી દે છે. તેમાંથી જો કદાચ એક પણ અંડગોળીઓ નીકળી જાય તો તે સર્વેને મારી નાંખે એવો તે બળવાન હોય છે. પછી તે વેપારીઓ યંત્રવડે તે વજની ઘંટીમાં તેમને દળે છે; પરંતુ તે અત્યંત બળવાળા હોવાથી એક વર્ષે મહા વેદના પામીને મરણ પામે છે. તેમને દળતાં તેમનાં શરીરના અવયવો ચૂર્ણ (લોટ)ની જેમ બહાર નીકળતાં જાય છે. તેમાંથી તે વેપારીઓ તેના અંડની ગોળીઓ શોધી લે છે. પછી તે ગોળીઓનો ઉપર કહ્યા પ્રમાણે ઉપયોગ કરી તેઓ સમુદ્રમાંથી રત્નો ગ્રહણ કરે છે. હે ગૌતમ! તે સુમતિનો જીવ પરમાઘાર્મિકના ભવથી ચવીને અંડગોલિક મનુષ્ય થશે. ત્યાંથી ફરીને પરમાઘાર્મિક થશે, પાછો અંડગોલિક થશે. એ રીતે સાત ભવ કર્યા પછી અનુક્રમે વ્યંતર, વૃક્ષ, પક્ષી, સ્ત્રી, છઠ્ઠી નરકે નારકી અને કુષ્ઠી મનુષ્ય એવા ભવોમાં અનંતકાળ સુધી પરિભ્રમણ કરીને છેવટ કર્મનો ક્ષય થયે ચક્રવર્તીપદ પામી પ્રવજ્યા ગ્રહણ કરીને મુક્તિએ જશે. પેલો નાગિલ તો તે જ ભવમાં બાવીશમાં તીર્થંકર પાસે દીક્ષા લઈને મુક્તિપદ પામ્યો છે.” (આ પ્રબંઘ વિસ્તારથી મહાનિશીથસૂત્રના ચોથા અધ્યયનમાંથી જોઈ લેવો). આ સુમતિનું વૃત્તાંત સાંભળીને ભવ્ય પ્રાણીઓએ કુશીલીયાની પ્રશંસાનો નિરંતર ત્યાગ કરવો. કેમકે તેથી તે દુર્ગતિને પામ્યો છે અને શુદ્ધ સમકિતથી સુશોભિત એવો નાગિલ તે જ ભવે સારી સંગતિથી મોક્ષપદને પામ્યો છે.” વ્યાખ્યાન ૨૩ સમકિતનું પાંચમું દૂષણ-મિથ્યાવૃષ્ટિ સંસ્તવ मिथ्यात्विभिः सहालापो, गोष्ठी परिचयस्तथा । दोषोऽयं संस्तवो नाम, सम्यक्त्वं दूषयत्यसौ ॥४॥ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૭ વ્યાખ્યાન ૨૩] સમકિતનું પાંચમું દૂષણ-મિથ્યાવૃષ્ટિ સંસ્તવ ભાવાર્થ-“મિથ્યાત્વીઓની સાથે વાતચીત, ગોષ્ઠી તથા પરિચય કરવો, તે સંસ્તવ નામનો દોષ કહેવાય છે. એ દોષ સમકિતને દૂષિત કરે છે.” મિથ્યાત્વીઓની સાથે પરિચય કરવાથી સમકિતમાં દોષ લાગે છે. તેમની ક્રિયાઓ સાંભળવાથી તથા જોવાથી સ્યાદ્વાદ મતને નહીં જાણનાર મંદબુદ્ધિવાળા પુરુષને સમકિતથી ભ્રષ્ટ થવાનો સંભવ રહે છે; પરંતુ સ્યાદ્વાદના સંપૂર્ણ સ્વરૂપના જ્ઞાનવાળાને તે દોષ લાગતો નથી. કેમકે કેટલાક સમકિતવંતો મિથ્યાત્વીઓનો પરિચય છતાં પણ ગુણને જ ગ્રહણ કરે છે, અને પોતાના સમકિતને ઊલટા ફુટતર-અતિ નિર્મળ કરે છે. તે ઉપર ઘનપાળ કવિનું દ્રષ્ટાંત છે, તે નીચે પ્રમાણે ધનપાળ કવિનું દ્રષ્ટાંત ઘારા નગરીમાં લક્ષ્મીઘર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને ઘનપાળ અને શોભન નામે બે પુત્રો હતા. તે બ્રાહ્મણના ઘરમાં કોઈ સ્થળે નિથિ દાટેલો હતો. તેની જરૂર પડતાં ઘણી જગ્યાએ શોઘતાં પણ હાથ લાગ્યો નહીં. આખા ઘરમાં ચોતરફ ખોદી નાંખ્યું પણ તે નિધિ દેખાયો નહીં, તેથી લક્ષ્મીઘર ચિંતાતુર થઈ ગયો. એકદા સ્વપર શાસ્ત્રમાં પ્રવીણ શ્રી જિનેશ્વરસૂરિ ઘારાનગરીમાં પઘાર્યા. તેમને લક્ષ્મી ઘરે નિશાન વિષે પ્રશ્ન કર્યો. ત્યારે સૂરિ બોલ્યા કે, “જો તું તારા બે પુત્રોમાંથી એક પુત્ર અમને આપે તો તને નિશાન બતાવીએ.” તે સૂરિના વચનને લક્ષ્મીઘરે કબૂલ કર્યું, એટલે આચાર્ય મહારાજે અહિવલય ચક્રને અનુસારે જોઈને “અમુક સ્થાને નિથિ છે' એમ કહ્યું, ત્યાં ખોદવાથી લક્ષ્મી ઘરને તે નિધિ હાથ લાગ્યો; પરંતુ તે કબૂલાત પ્રમાણે પુત્ર આપી શક્યો નહીં. પછી કેટલેક કાળે પોતાનો મરણ સમય નજીક આવ્યો, ત્યારે તેણે સૂરિ પાસે કરેલી પ્રતિજ્ઞા સ્મરણમાં આવવાથી ખેદયુક્ત થઈ બન્ને પુત્રોને તે પ્રતિજ્ઞા જણાવી. તે સાંભળીને નાનો શોભન બોલ્યો, “હે પિતા! હું તમને ઋણથી મુક્ત કરીશ.” તેથી લક્ષ્મીઘરે સંતોષ પામી પોતાનો દેહ છોડી દીધો. પછી શોભને પોતાના સ્વજનોને પૂછ્યા વિના જ ગુરુ પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. આથી ઘનપાળ જૈનોનો દ્રષી થઈ ગયો. અહીં ઘારાનગરીમાં ઘનપાળનું બહુ માન હોવાથી તેનાથી ભય પામીને ગુરુએ માલવ દેશમાં વિહાર કરવો છોડી દીધો, અને સાઘુઓને પણ નિષેધ કર્યો. ગુરુની સાથે રહીને શોભન મુનિ પણ મહા વિદ્વાન થયા. એકદા શોભનમુનિ ગોચરી માટે ગયા હતા, તે વખતે તેમનું ચિત્ત જિનેશ્વરની સ્તુતિ રચવામાં વ્યગ્ર હતું; તેથી કોઈ શ્રાવકને ઘેરથી આહાર લઈને ભરેલું પાત્ર ઝોળીમાં મૂકવાને બદલે પાસે પડેલું પાષાણનું પાત્ર મૂકીને ગુરુ પાસે આવ્યા. આહારને સમય ઝોળીમાં પથ્થરનું પાત્ર જોઈને શોભન મુનિની સ્પર્ધા કરનારા બીજા મુનિઓ તેની હાંસી કરતાં બોલ્યા કે “અહો! આજે શોભનને તો મોટા લાભનો ઉદય થયો.” ગુરુએ શોભનને તે વિષે પૂછ્યું, ત્યારે તેણે બનેલી હકીક્ત કહીને પોતે કરેલાં જિનસ્તુતિનાં કાવ્યો કહી બતાવ્યાં. તે સાંભળી ગુરુ બહુ જ પ્રસન્ન થયા. એકદા ગુરુએ શોભનને કહ્યું કે, “હે વત્સ! તું ઘારાનગરીએ જઈને જૈનઘર્મના દ્વેષી થયેલા તારા ભાઈ ઘનપાળને પ્રતિબોઘ કર.” ગુરુની આજ્ઞા અંગીકાર કરીને શોભન મુનિ ઘારાનગરીએ ગયા. નગરમાં પેસતાં જ ઘનપાળ સામો મળ્યો. તેણે મુનિને જોઈને હાસ્યથી પૂછ્યું કે–“મવત્ત મન્ત! નમસ્તે હે ગધેડાના સરખા દાંતવાળા ભગવંત! તમને નમસ્કાર છે.” તે સાંભળીને મુનિ Page #89 -------------------------------------------------------------------------- ________________ ७८ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૨ બોલ્યા કે,“માસ્ય વયસ્ય! પુસ્તું તે?–માંકડાના જેવા મુખવાળા હે ભાઈ! તું સુખી છે?” આ પ્રમાણે મુનિના વચનની ચતુરાઈથી ‘મારો પરાજય થયો' એમ વિચારતો ધનપાળ બોલ્યો કે,“સ્ય ગૃહે વસતિ તવ સાધો!ò સાધુ! તમે ક્યાં ઊતરવાના છો?”” મુનિએ જવાબ આપ્યો કે,‘‘યસ્ય રુચિર્વતિ મમ તંત્ર–જેને અમને રાખવાની ઇચ્છા હોય તેને ઘેર અમારે રહેવું છે,’’ તે સાંભળીને મુનિને વિદ્વાન જાણીને ધનપાળ તેમને પોતાને ઘેર લઈ ગયો. પછી ધનપાળ ભોજન કરવા બેસતો હતો, તેવામાં મુનિનું સ્મરણ થવાથી તેણે મુનિને વહોરાવવા માટે બોલાવ્યા. તે જ દિવસે ધનપાળને મારી નાંખવાના હેતુથી તેના કોઈ શત્રુએ તેના ભોજનના મોદકમાં વિષ નાંખેલું હતું. તે મોદક લઈને ઘનપાળ મુનિને વહોરાવવા લાગ્યો. તે જોઈ મુનિ બોલ્યા કે,‘આ મોદક અમારે કલ્પે નહીં.’’ ઘનપાળ બોલ્યો,‘કેમ! શું આમાં ઝેર બેર છે?' મુનિ બોલ્યા,‘‘હા, એમાં ઝેર જ છે.” તે સાંભળીને ઘનપાળે તપાસ કરી, તો તેમાં કોઈ શત્રુએ ઝેર નાંખેલું જણાયું. તેથી આશ્ચર્ય પામીને પોતાના જીવને બચાવનાર મુનિને તેણે પૂછ્યું કે,“હે મુનિ! આ મોદકમાં ઝેર છે, તેની તમને શી રીતે ખબર પડી?’' મુનિ બોલ્યા કે—હે ઘનપાળ! दृष्ट्वान्नं सविषं चकोरविहगो धत्ते विरागं दृशोहंसः कूजति सारिका च वमति क्रोशत्यजत्रं शुकः । विष्टां मुञ्चति मर्कटः परभृतः प्राप्नोति मृत्युं क्षणात् क्रौञ्च माद्यति हर्षवांश्च नकुलः प्रीतिं च धत्ते द्विकः ॥ १ ॥ ભાવાર્થ-‘વિષવાળું અન્ન જોઈને ચકોર પક્ષી નેત્રમાં વિરાગ ઘારણ કરે છે (નેત્ર મીંચે છે), હંસ શબ્દ કરે છે, સારિકા વમન કરવા લાગે છે, પોપટ વારંવાર આક્રોશ કરે છે, વાનર વિષ્ટા કરે છે, કોયલ ક્ષણવારમાં મૃત્યુ પામે છે. ક્રૌંચ પક્ષી ખુશી થઈને નાચે છે, નોળિયો હર્ષ પામે છે, અને કાગડો પ્રસન્ન થાય છે.’ આવાં ચિહ્નો થતાં હોવાથી મેં આ પાંજરામાં રહેલા પોપટના આક્રોશ વડે તેમાં વિષ છે એમ ધાર્યું. તે સાંભળીને વિસ્મય પામતા ધનપાળે મુનિને વાસ્તે દહીં લાવી તે આપવા માંડ્યું. ત્યારે સાધુ બોલ્યા કે ‘આ દહીં ત્રણ દિવસનું હોવાથી અમારે કલ્પે નહીં.'’ ધનપાળે પૂછ્યું કે, “શું આ દહીંમાં જીવડાં પડી ગયાં છે?’’ મુનિએ ‘હા’ કહી ને તેની ખાતરી માટે તેમાં અળતાનો રસ નાંખી જીવો દેખાડ્યા. પછી ઘનપાળે મુનિને નિર્દોષ આહાર આપ્યો. મુનિના ગયા પછી ધનપાળ ભોજન કરવા બેઠો. ભોજન કરીને તે મુનિ પાસે ગયો. વાતો કરતાં ઘનપાળ બોલ્યો કે,“હે મુનિ! તમને જોઈને મને મારો ભાઈ વારંવાર યાદ આવે છે.’’ મુનિ બોલ્યા કે,‘‘હે વયસ્ય! તારી પાસે (આ હું) તારો ભાઈ જ બેઠેલો છે.’’ એમ કહીને તેની પ્રતીતિને માટે પૂર્વાવસ્થાની કેટલીક નિશાનીઓ કહી બતાવી. તે સાંભળીને ખાતરી થવાથી ઘનપાળ અતિ આનંદ પામ્યો. પછી શોભન મુનિ કેટલાક દિવસ ત્યાં રહી ધનપાળને નિશ્ચળ શ્રાવક બનાવી અન્યત્ર વિહાર કરી ગયા. ઘનપાળ પંડિત ભોજરાજાની સભામાં પાંચસો પંડિતોમાં મુખ્ય થયો. એકદા ભોજરાજા પાંચસો પંડિતોને સાથે લઈને શિકાર કરવા વનમાં ગયો. ત્યાં રાજાએ એક બાણથી એક હરણને માર્યું; તેથી બીજા સર્વે પશુઓ ચારે બાજુ નાસવા લાગ્યા. તે જોઈને રાજાએ કવિને પૂછ્યું કે Page #90 -------------------------------------------------------------------------- ________________ સમકિતનું પાંચમું દૂષણ-મિથ્યાવૃષ્ટિ સંસ્તવ किं कारणं तु कविराज मृगाश्च एते, व्योम्न्युत्पतन्ति विलिखति भुवं वराहाः । “હે કવિરાજ! આ મૃગલાંઓ આકાશમાં કૂદે છે, અને આ ભૂંડો (વરાહો) પૃથ્વીને ખોદે છે તેનું શું કારણ?’’ એક કવિએ જવાબમાં કહ્યું કે– વ્યાખ્યાન ૨૩] देव त्वदस्त्रचकिताः श्रयितुं प्रयान्ति एके मृगांक मृगमादिवराहमन्ये ॥१॥ ‘હે સ્વામી! આપના શસ્રથી ભય પામીને આ મૃગો ચંદ્રમાં રહેલા મૃગનો આશ્રય લેવા માટે ઊંચે કૂદે છે, અને આ વરાહો (ભૂંડો) ૧આદિવરાહનો આશ્રય લેવા માટે પાતાળમાં જવા ઇચ્છે છે.’ પછી રાજાએ ઘનપાળ પંડિતને કહ્યું કે,“તું મારી મૃગયાનું વર્ણન કર.’’ ત્યારે ઘનપાળ બોલ્યો કે– रसातलं यातु यदत्र पौरुषं, कुनीतिरेषाऽशरणो ह्यदोषवान् । निहन्यते यद्बलिनातिदुर्बलो, हा हा महाकष्टमराजकं जगत् ॥ १ ॥ 20 ભાવાર્થ—“આ વરાહ એમ કહે છે કે હે રાજા! તારું પુરુષાર્થ રસાતળમાં (પાતાળમાં) જાઓ, કારણ કે આ પ્રત્યક્ષ અનીતિ છે; કેમ કે શરણરહિત અને નિર્દોષ એવા દુર્બળ પ્રાણી બળવાન વડે હણાય છે. અહો! મહાસંકટ છે કે આ જગત રાજા વિનાનું (નધણિયાતું) છે.’’ पदे पदे सन्ति भटा रणोत्कटा, न तेषु हिंसारस एष पूर्यते । धिगीदृशं ते नृपते कुविक्रमं कृपाश्रये यः कृपणे मृगे मयि ॥ १ ॥ ભાવાર્થ‘અને આ મૃગો એમ કહે છે કે–હે રાજા! સંગ્રામમાં શૂરવીર એવા યોદ્ધાઓ આ દુનિયામાં પગલે પગલે (ઠેકાણે ઠેકાણે) છે, તોપણ તેઓને વિષે આ તારો હિંસા૨સ પૂરો થતો નથી કે જેથી દયાના સ્થાનરૂપ એવા અમારે વિષે તું નિર્દય થાય છે? માટે આવા તારા નિંદ્ય પરાક્રમને ધિક્કાર છે!’’ આ પ્રમાણે ઘનપાળે કરેલું વર્ણન સાંભળીને રાજાએ ક્રોઘયુક્ત દૃષ્ટિથી ધનપાળને કહ્યું કે—“અરે ઘનપાળ! આ તું શું બોલે છે?’’ ત્યારે ઘનપાળ ફરીથી બોલ્યો કે,“હે સ્વામી! वैरिणोऽपि हि मुच्यन्ते, प्राणान्ते तृणभक्षणात् । તૃળાહારા: સવૈવૈતે, દૈન્યને પશવઃ થમ્ શી ભાવાર્થ—જ્યારે પ્રાણનાશનો વખત આવે, ત્યારે શત્રુઓ જો તૃણનું ભક્ષણ કરે—મુખમાં તૃણ લે તો તે શત્રુઓ છતાં પણ તેમને મૂકી દેવામાં આવે છે; તો પછી આ નિરપરાધી પશુઓ તો નિરંતર તૃણનો જ આહાર કરનારા છે તેમને શી રીતે હણી શકાય!’’ તે સાંભળીને રાજાના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ; તેથી તેણે પોતાનું ઘનુષ તથા બાણ ભાંગી નાંખીને શિકાર ન કરવાની પ્રતિજ્ઞા કરી. વનથી પાછા ફરીને નગર તરફ જતાં રાજાએ કરાવેલું સરોવર આવ્યું. તે જોઈને રાજાના કહેવાથી એક કવિએ તે સરોવરનું વર્ણન કર્યું કે ૧. વિષ્ણુના દશ અવતારમાંનો એક વરાહાવતાર Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ સ્તિંભ ૨ हंसैर्युक्तः प्रशस्तैस्तरलितकमलैः प्राप्तरंगैस्तरंगनीरैरन्तर्गभीरैश्चटुलबककुलग्रासलीनैश्च मीनैः । पालीरूढद्रुमालीतलसुतशयितस्त्रीप्रणीतैश्च गीते र्भाति प्रक्रीडनाभिः क्षितिप तव चलच्चक्रवाकस्तटाकः॥१॥ ભાવાર્થ-“પ્રશસ્ત હંસોએ કરીને, ચપળ કમળોએ કરીને, રંગને પ્રાપ્ત થયેલા તરંગોએ કરીને, ગંભીર જળ વડે કરીને, ચંચળ બગલાના સમૂહના કવળરૂપ થતાં મત્સ્યોવડે કરીને, પાળ ઉપર ઊગેલાં વૃક્ષતળે સુવાડેલાં બાળકોને હીંચકાવતી સ્ત્રીઓના મનોહર ગીતોવડે કરીને તથા બીજી અનેક ક્રીડાઓએ કરીને યુક્ત અને ચક્રવાક પક્ષીઓના મિથુન જેમાં રહેલા છે એવું આ સરોવર અત્યંત શોભા આપે છે.” પછી રાજાની આજ્ઞાથી ઘનપાળ બોલ્યો કે હે રાજા! एषा तटाकमिषतो वरदानशाला मत्स्यादयो रसवतीप्रगुणा बभूव । पात्राणि यत्र बकसारसचक्रवाकाः पुण्यं कियद्भवति तत्र वयं न विद्मः॥४॥ ભાવાર્થ-“આ સરોવરના મિષથી શ્રેષ્ઠ દાનશાળા છે, તેમાં મત્સ્ય વગેરે જળજંતુઓરૂપી પુષ્કળ ભોજન તૈયાર છે, તેમાં પાત્રરૂપે (ખાનારાં) બગલો, સારસ અને ચક્રવાક વગેરે પક્ષીઓ છે, તો આને વિષે પુણ્ય કેવું થતું હશે, તે અમે જાણતાં નથી.” તે સાંભળીને રાજાએ ક્રોઘયુક્ત દ્રષ્ટિથી ઘનપાળ સામે જોયું. પછી સરોવરથી નગર તરફ જતાં માર્ગમાં રાજાનો યજ્ઞમંડપ આવ્યો. તે મંડપમાં એક થાંભલે કેટલાંક પશુઓ બાંઘેલાં હતાં. તે પશુઓનો પોકાર સાંભળીને રાજાએ કવિઓને પૂછ્યું કે-“આ પશુઓ શું કહે છે?” ત્યારે કોઈ એક કવિ બોલ્યો કે–હે રાજા! આ પશુઓ કહે છે કે अस्मान् घ्नन्तु पदे पदे बलिकृते दग्धाश्च जग्धैस्तृणैरस्मत्कुक्षिररक्ष दक्षमनुजैर्नामोच्यते पश्विति । जानीमो न कलत्रभेदविकलाः सत्क्षुत्पिपासा वयं . तेनास्मान्नय देव देवसदनं प्रार्थ्यामहे त्वामिति ॥१॥ ભાવાર્થ-“અમને પગલે પગલે બલિદાનને માટે હણો, કેમ કે અમે તૃણ ભક્ષણથી બળી રહ્યા છીએ, અમારી કુક્ષિ ભરાતી નથી, અમોને ડાહ્યા માણસો પણ પશુ કહીને બોલાવે છે, અમે સુઘા-તૃષાથી વ્યાકુળ થઈને સ્ત્રી, માતા વગેરેનો ભેદ પણ જાણતા નથી. તેથી તે સ્વામી! અમને દેવલોકમાં લઈ જાઓ, એવી અમારી તમને પ્રાર્થના છે.” પછી રાજાની આજ્ઞાથી ઘનપાળ બોલ્યો કે नाहं स्वर्गफलोपभोगतृषितो नाभ्यर्थितस्त्वं मया संतुष्टस्तृणभक्षणेन सततं साधो न युक्तं तव । स्वर्ग यान्ति यदि त्वया विनिहता यज्ञे ध्रुवं प्राणिनो यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बान्धवैः॥४॥ Page #92 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૩] સમકિતનું પાંચમું દૂષણ-મિથ્યાવૃષ્ટિ સંસ્તવ ભાવાર્થ-“આ પશુઓ કહે છે કે હે રાજા! મને સ્વર્ગના ભોગ ભોગવવાની તૃષ્ણા નથી, તેમજ તેને માટે મેં તમારી પ્રાર્થના પણ કરી નથી; હું તો નિરંતર તૃણના ભક્ષણથી સંતુષ્ટ જ છું, માટે તમારે મને હણવો યોગ્ય નથી. જો કદાચ તમારા યજ્ઞ માટે હણેલાં પ્રાણીઓ અવશ્ય સ્વર્ગે જ જતાં હોય તો તમે માતા, પિતા, પુત્રો અને બાંઘવો વડે યજ્ઞ કેમ કરતા નથી?” આ પ્રમાણે સાંભળીને રાજાએ ક્રોઘથી ઘનપાળને કહ્યું કે, “અરે!તું શું બોલે છે?” ત્યારે ફરી ઘનપાળ નિઃશંકપણે બોલ્યો કે હે સ્વામી! હું સત્ય કહું છું, કેમ કે यूपं कृत्वा पशून् हत्वा, कृत्वा रुधिरकर्दमम् । - યદ્દેયં ગત્તે સ્વર્ગ, નરવે ન ગમ્ય રા ભાવાર્થ-“હે રાજા! યજ્ઞસ્તંભ રોપીને, પશુઓનો વઘ કરીને તથા રુધિરનો કીચડ કરીને જો કદાચ સ્વર્ગે જવાતું હોય તો પછી નરકે કોણ જશે?” હે રાજા! માંસમાં લુબ્ધ થયેલા આ રાક્ષસ જેવા બ્રાહ્મણોએ તમને આવા યજ્ઞની પ્રશંસા કરીને કુમાર્ગે દોર્યા છે. આવા પશુવઘ કરવામાં કદી પણ ઘર્મ હોય જ નહીં; કેવળ મહા પાપ જ હોય છે. શાસ્ત્રમાં પણ ખરા યજ્ઞનું સ્વરૂપ તો એવું જ બતાવ્યું છે કે सत्यं यूपं तपो ह्यग्निः कर्माणि समिधो मम । अहिंसामाहुतिं दद्यादेवं यज्ञः सतां मतः॥३॥ ભાવાર્થ-“સત્યરૂપી યજ્ઞસ્તંભ કરીને તારૂપી અગ્નિ સળગાવીને તેમાં કર્મરૂપી સમિઘ (લાકડાં) નાંખી અહિંસારૂપી આહુતિ દેવી. એ ખરો યજ્ઞ પુરુષોએ માનેલો છે.” स्वर्गः कर्तक्रियाद्रव्यविनाशे यदि यज्विनाम् । तदा दावाग्निदग्धानां, फलं स्याद् भूरि भूरुहाम् ॥४॥ ભાવાર્થ-“જો કદાચ યજ્ઞકર્તાની ક્રિયાના અને દ્રવ્યના વિનાશને વિષે યજ્ઞાચાર્યને સ્વર્ગપ્રાપ્તિ થતી હોય તો દાવાનળથી બળેલાં વૃક્ષોને ઘણું ફળ મળવું જોઈએ.” निहतस्य पशोर्यज्ञे, स्वर्गप्राप्तिर्यदीष्यते । स्वपिता यजमानेन, किं नु तस्मान्न हन्यते ॥५॥ ભાવાર્થ-“જો કદાચ યજ્ઞમાં હણેલાં પશુઓને સ્વર્ગપ્રાપ્તિ થાય છે, એટલા માટે તે ઇચ્છવામાં આવતો હોય તો તે યજ્ઞમાં યજમાન પોતાના જ પિતાને કેમ હણતો નથી?” આ પ્રમાણે યજ્ઞની નિંદા સાંભળીને રાજાએ ઘનપાળ સામું વક્ર દ્રષ્ટિથી જોઈ તેના આખા કુટુંબનો નિગ્રહ કરવા વિચાર કર્યો, તે અભિપ્રાય ઘનપાળે જાણ્યો, તોપણ તેણે પોતાનો સત્ય બોલવાનો નિયમ છોડ્યો નહીં. આગળ ચાલતાં રાજા કોઈ શિવાલયમાં ગયો. ત્યાં એક ઘનપાળ સિવાય બીજા સર્વેએ મહાદેવને નમસ્કાર કર્યા. ત્યારે રાજાએ ઘનપાળને પૂછ્યું કે, “હે ઘનપાળ! તું આ મહાદેવને કેમ નમસ્કાર કરતો નથી?” ત્યારે તેણે નિઃશંકપણે જવાબ આપ્યો કે जिनेन्द्रचन्द्रप्रणिपातलालसं, मया शिरोऽन्यस्य न नाम नाम्यते । गजेन्द्रगल्लस्थलदानलालसं, शुनीमुखे नालिकुलं निलीयते ॥९॥ (ભાગ ૧-૬) Jain Education See Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૨ ભાવાર્થ-“હે રાજા! જિનેન્દ્રરૂપી ચંદ્રને નમસ્કાર કરવામાં લાલસાવાળું મારું મસ્તક હું બીજા કોઈ પાસે નમાવતો નથી. કેમકે મદોન્મત્ત હસ્તીના ગંડસ્થળમાંથી ઝરતા મદમાં લાલસાવાળે ભ્રમરોનો સમૂહ કદાપિ કૂતરીના મુખમાંથી નીકળતી લાળમાં લીન થતો નથી.” તે સાંભળી રાજા તેના પર વિશેષ ક્રોઘયુક્ત થયો. આગળ ચાલતાં તે સર્વે પુરના દ્વાર પાસે આવ્યા. ત્યાં રાજાએ આખા શરીરે કંપતી એક ડોશીને એક બાળકીના હસ્તનું અવલંબન કરીને સન્મુખ આવતી જોઈ. તેથી તેણે પંડિતોને પૂછ્યું કે “આ વૃદ્ધા હાથ અને મસ્તક કેમ ધ્રુજાવે છે?” ત્યારે એક પંડિત બોલ્યો કે कर कंपावइ सीर धुणे, बुढी काहु कहेइ । हंकारंता यमभडां, नंनंकार करेइ ॥१॥ ભાવાર્થ-“હે રાજા! આપ કહો છો કે આ વૃદ્ધા હાથ કંપાવે છે, અને શિર ઘણાવે છે, તે શું કહે છે? (તેનો ઉત્તર) તે તેને હંકારતા એવા યમના દૂતોને “ના, ના, હું નહીં આવું' એમ કહે છે.” તે વખતે બીજો કોઈ પંડિત બોલ્યો કે जरायष्टिप्रहारेण, कुब्जीभूता हि वामना । ગત રુશ્વનાવિયું, નિરીક્ષણે પદ્ વધે . ભાવાર્થ-“વૃદ્ધાવસ્થારૂપી લાકડીના પ્રહારથી વાંકી વળી ગયેલી આ વામન સ્ત્રી પોતાના ચાલ્યા ગયેલા યુવાવસ્થારૂપી માણિક્યને પગલે પગલે શોધે છે.” તે સાંભળીને રાજાએ ઘનપાળને કહ્યું કે–“હે વક્રમતિવાળા ઘનપાળ! આ વૃદ્ધા સ્ત્રી આ બાલિકાને શું પૂછે છે?” ત્યારે રાજાનો ક્રોઘ શાંત કરવા માટે ઘનપાળ બોલ્યો કે–“હે સ્વામી! આ બાલિકા પ્રત્યે આ વૃદ્ધા તેના પ્રશ્નોના ઉત્તર કહે છે किं नन्दी किं मुरारिः किमु रतिरमणः किं नलः किं कुबेरः किं वा विद्याधरोऽसौ किमुत सुरपतिः किं विधुः किं विधाता । नायं नायं न चायं न खलु न हि न वा नापि नासौ न वैष क्रीडां कर्तुं प्रवृत्तः स्वयमिह हि हले भूपतिर्भोजदेवः॥१॥ ભાવાર્થ-“ડોશીને બાલિકા પૂછે છે કે–હે હલે! શું આ મહાદેવ છે? શું વિષ્ણુ છે? શું કામદેવ છે? શું નળ રાજા છે? શું કુબેર છે? શું એ વિદ્યાઘર છે? શું ઇન્દ્ર છે? શું ચંદ્ર છે? શું તે બ્રહ્મા છે? ડોશી કહે છે કે–એ નહીં, એ નહીં, એ નહીં, નક્કી નહીં, ના, ના, ના, ના, તેઓમાંથી તો આ કોઈ જ નથી, કેમકે તેઓ સર્વે તો કલંકવાળા છે"); પરંતુ આ તો ક્રીડા કરવા પ્રવર્તેલા ભૂપતિ ભોજદેવ છે.” ( ૧ નંદી શબ્દ આ મહાદેવ છે? ના, તે તો કંઠમાં રહેલા શેષનાગથી ભયંકર હતો, આ તો સૌમ્ય છે. મુરારી એટલે વિષ્ણુ છે? ના, તે તો કાળા હતા, આ તો ઉજ્વળ છે. રતિના સ્વામી કામદેવ છે? ના, તે તો અંગ વિનાનો છે, આ શુભ દેહવાળા છે. નળ રાજા છે? ના, તે તો જુગટીઓ હતો, આ તો વ્યસનરહિત છે. કુબેર છે? નહીં, તે તો પરાધીન છે, આ સ્વાધીન છે. વિદ્યાઘર છે? ના, તે તો આકાશમાં ફરે છે, આ તો જમીન પર વિચરે છે. સુરપતિ એટલે ઇંદ્ર છે? ના, તે તો શાપિત છે, આ શાપરહિત છે. વિઘુ એટલે ચંદ્ર છે? ના, તે તો કલંકી છે, આ નિષ્કલંક છે. બ્રહ્મા છે? ના, તે તો વૃદ્ધ છે, આ યુવાન છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૩ વ્યાખ્યાન ૨૩] સમકિતનું પાંચમું દૂષણ-મિથ્યાવૃષ્ટિ સંસ્તવ આ કાવ્ય સાંભળીને ભોજ રાજા પ્રસન્ન થયો અને તેણે ઘનપાળને કહ્યું કે-“હે પંડિત! હું પ્રસન્ન થયો છું માટે વરદાન માગ.” તે સાંભળીને ઘનપાળ બોલ્યો કે–“હે સ્વામી! જો આપ પ્રસન્ન થયા હો તો મારી લીઘેલી વસ્તુ મને પાછી આપો.” રાજાએ કહ્યું કે–“મેં તો તારું કાંઈ લીધું નથી.” ઘનપાળ બોલ્યો-“હે નાથ! તમે શિકારમાં હરણીનો વધ કર્યો, તે વખતે મારું કાવ્ય સાંભળીને તમને ક્રોધ થતાં મારી એક આંખ લેવાનું તમે ધાર્યું હતું અને સરોવરના વર્ણન વખતે બીજી આંખ લેવાનું ધાર્યું હતું, ત્યારપછી સર્વ કુટુંબનો નિગ્રહ કરવાનું ઘાર્યું હતું; માટે ભાવથી ગ્રહણ કરેલાં મારાં બે નેત્રો મને પાછાં આપો.” તે સાંભળીને રાજાએ પ્રસન્ન થઈ ઘનપાળને ક્રોડ દ્રવ્ય આપ્યું, અને કહ્યું કે-“તું શ્રાવક થવાથી સર્વજ્ઞપુત્ર થયો છે તે ન્યાયયુક્ત છે.” એકદા ઘનપાળનું ચિત્ત વ્યગ્ર જોઈને ભોજરાજાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે “હું હાલમાં યુગાદીશનું ચરિત્ર રચું છું, તેથી મનમાં વ્યગ્રતા રહે છે.” પછી તે ચરિત્ર પૂર્ણ થયું. ત્યારે રાજાએ તેનું શ્રવણ કરવા માંડ્યું. તેનો અતિ અદ્ભુત રસ સાંભળતાં રાજાએ વિચાર્યું કે, “આનો અર્થરૂપ રસ ભૂમિપર ન પડો.” એમ ઘારીને તે પુસ્તકની નીચે એક મોટો સુવર્ણનો થાળ રખાવ્યો. એવી રીતે તે ચરિત્રના રસનું પાન કરતાં તે રાજાને રાત દિવસની પણ ખબર પડી નહીં. તે ચરિત્ર પૂર્ણ સાંભળ્યા પછી રાજાએ ઘનપાળને કહ્યું કે, “હે પંડિત! જો તું આ ગ્રંથમાં વિનીતાનગરીને સ્થાને અવન્તિનગરી, ભરતચક્રીને સ્થાને મારું નામ અને આદીશ્વરને સ્થાને મહાદેવનું નામ સ્થાપન કરે, તો આ ગ્રંથ સોનામાં સુગંઘની જેમ અતિ શ્રેષ્ઠ થાય; અને જો તું તેમ કરે તો હું તને એક કરોડ સોનામહોર આપું.” તે સાંભળીને ઘનપાળ બોલ્યો કે मेरुसर्षपयोहँसकाकयोः खरतार्ययोः । अस्त्यन्तरमवन्त्यादेरयोध्यादेश्च भूपते ॥१॥ ભાવાર્થ-“હે રાજા! મેરુ પર્વત અને સરસવના કણમાં, હંસ અને કાગડામાં તથા ગધેડા અને ગરુડમાં જેટલું અંતર છે તેટલું અંતર (અનુક્રમે) અવંતિ, તું અને મહાદેવ તથા અયોધ્યા, ભરત અને આદીશ્વરમાં છે.” તે સાંભળીને અતિ ક્રોઘયુક્ત થઈ રાજા બોલ્યો કે “અરે ઘનપાળ! આવાં વચન બોલતાં તારી જિલ્લાના સહસ્ત્ર કકડા કેમ ન થયા?” તે સાંભળી ઘનપાળ નિઃશંકપણે બોલ્યો કે हे दोमुहय निरख्खर, लोहमइय नाराय किं तुमं भणिमो । गुंजा हि समं कणयं, तुल्लं न गओसि पायालं ॥१॥ ભાવાર્થ-“બે મુખવાળા, નિરક્ષર અને લોહમતિવાળા હે નારાચ (ત્રાજવા)! અમે તને કેટલું કહીએ? તેં ચણોઠીની સાથે સુવર્ણને તોળ્યું? તે કરતાં તે પાતાળમાં કેમ ન ગયું?” આ પ્રમાણે પોતાની નિંદા સાંભળીને રાજાએ અતિ ક્રોધથી તે ગ્રંથને બાળી નાંખ્યો. ઘનપાળ રાજાના ભયથી અને ગ્રંથના નાશથી ઉદ્વેગ પામી શોકસહિત ઘેર આવ્યો. ત્યાં તેની તિલકમંજરી નામની પુત્રીએ પૂછ્યું કે, “હે પિતા! તમે આજ શોકાતુર કેમ છો?” ત્યારે પંડિતે તેને ૧. ત્રાજવાને બે છાબડા હોય છે, તેમ રાજાને બોલવું કાંઈક અને ચાલવું કાંઈક એ બે મુખ હોય. ૨. ત્રાજવું અને રાજા બન્ને નિરક્ષર એટલે મૂર્ખ, ૩. ત્રાજવાને લોલોઢાની મતિ-ડાંડી, રાજાને લોભની મતિ-બુદ્ધિ, કીતિનો અત્યંત લોભ. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૨ સર્વ વૃત્તાંત કહ્યું. પુત્રી બોલી,‘‘હે પિતા! ફિકર કરો નહીં, તે આખો ગ્રંથ મારે મોઢે છે, હું બોલું છું, આપ લખી લો.'' તે સાંભળીને હર્ષ પામી પંડિતે તે ગ્રંથ લખી લીધો, અને પુત્રીના નામની યાદગીરી માટે તેણે તે ગ્રંથનું નામ તિલકમંજરી રાખ્યું. પછી રાજાના ભયથી ઘનપાળ પોતાના કુટુંબ સહિત બીજા ગામે જઈને રહ્યો. એકદા ભોજરાજાની સભામાં કોઈ પંડિતે આવી સર્વ વિદ્વાનોનો પરાજય કર્યો; તેથી ખેદ પામીને રાજાએ જાતે જઈ ઘનપાળને મનાવી આદરસત્કારપૂર્વક પોતાની નગરીમાં આણ્યો. ઘનપાળને આવેલો સાંભળતાં જ તે વિદેશી પંડિત ભય પામીને રાત્રિને સમયે ગુપ્ત રીતે નાસી ગયો. લોકમાં જૈનધર્મની ઘણી પ્રશંસા થઈ. ઘનપાળ રાજાની પાસે સુખેથી રહ્યો અને ધર્મનું આરાધન કરી અંતે સ્વર્ગે ગયો. દ્રવ્યથી મિથ્યાત્વીઓનો પરિચય છતાં પણ ભાવથી પાપસંગના નાશની સ્પૃહાવાળા ઘનપાળે સર્વ દોષરહિત સમકિતને દૃઢ ઘારણ કર્યું. તેવી રીતે સર્વ જીવોએ કરવું.’’ - વ્યાખ્યાન ૨૪ સમકિતનો પહેલો પ્રભાવક પ્રવચન પ્રભાવક હવે સમકિતના છ પ્રભાવક સંબંઘી અધિકાર કહે છે ઃ कालोचितं विजानाति, यो जिनोदितमागमम् । स प्रावचनिको ज्ञेयस्तीर्थं शुभे प्रवर्तकः ॥ १ ॥ ભાવાર્થ—જે મુનિ જિનપ્રરૂપિત આગમની સમયને અનુસારે પ્રરૂપણા કરી જાણે, તથા તીર્થને શુભ માર્ગે પ્રવર્તાવે તે પ્રવચન પ્રભાવક કહેવાય છે.’’ કાળ એટલે સુષમદુષમાદિક (ચોથો આરો વગેરે) સમયને વિષે યથાયોગ્ય જિનપ્રણીત સિદ્ધાંતને ગૌતમાદિકની જેમ જે સૂરિ જાણે તે તીર્થ એટલે ચતુર્વિધ સંઘને શુભ માર્ગમાં (ધર્મમાર્ગમાં) પ્રવર્તાવી શકે તેને પ્રવચન પ્રભાવક જાણવો. તેનો ભાવાર્થ વજસ્વામીના ચરિત્રથી સમજી શકાય તેમ છે. તે આ પ્રમાણે– -- વજ્રસ્વામીનું દૃષ્ટાંત यः पालनस्थः श्रुतमध्यगीष्ट, षाण्मासिको यश्चरिताभिलाषी । त्रिवार्षिकः संघममानयद्यः, श्रीवज्रनेता न कथं नमस्यः ॥१॥ ભાવાર્થ—જેણે પારણામાં સૂતા સૂતા શ્રુતનો અભ્યાસ કર્યો, જે છ માસની ઉંમરે ચારિત્ર લેવાના અભિલાષી થયા, અને ત્રણ વર્ષની વયે જેણે સંઘને માન આપ્યું તે વજસ્વામી કેમ નમસ્કાર કરવા લાયક ન હોય?’’ તુંબવન ગામના રહીશ ઘનગિરિ નામના શ્રેષ્ઠીએ પોતાની સુનંદા નામની ગર્ભવતી સ્ત્રીને મૂકીને દીક્ષા ગ્રહણ કરી. પછી સમય આવતાં સુનંદાએ પુત્ર પ્રસવ્યો. પ્રસવસમયે જ માતા પાસે રહેલી સ્ત્રીઓના મુખથી પિતાની દીક્ષાની વાત સાંભળીને તેને જાતિસ્મરણ થયું; તેથી માતાને ઉદ્વેગ પમાડવા માટે તે નિરંતર રડવા લાગ્યો. તેના રડવાથી અત્યંત ખેદ પામેલી સુનંદાએ કાયર થઈને વિચાર્યું કે,“જો આના પિતા અહીં આવે તો આ બાળક તેને આપીને હું સુખે રહું.’' તેવા સમયમાં Page #96 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૪] સમકિતનો પહેલો પ્રભાવક-પ્રવચન પ્રભાવક ૮૫ ધનગિરિ સહિત ગુરુ સિંહગિરિ તે ગામે પધાર્યા. મઘ્યાહ્ન સમયે ધનગિરિએ આહાર લેવા જવા માટે ગુરુની આજ્ઞા માગી. ત્યારે ગુરુએ કહ્યું કે‘આજે તને જે કાંઈ સચિત્ત કે અચિત્ત મળે તે વિના વિચાર્યે તારે ગ્રહણ કરવું.’’ ઘનગિરિ ગામમાં જઈ ગોચરી માટે ફરતાં અનુક્રમે સુનંદાને ઘેર જઈ ચડ્યા. તે પોતાના પતિને જોઈને બોલી કે—“હે પૂજ્ય! આ તમારા પુત્રને તમે લઈ જાઓ.’’ એમ કહીને તેણે તે બાળકને સાધુના પાત્રમાં મૂક્યો, એટલે તેને ધર્મલાભ આપીને ધનગિરિ ગુરુ પાસે લઈ આવ્યા. દૂરથી વજ્ર જેવા ભા૨વાળી ઝોળી લઈને આવતા જોઈને ગુરુએ તે ઝોળીમાંથી બાળકને કાઢીને પોતાના ઉત્સંગમાં લઈ તેનું વજ્રકુમાર નામ રાખ્યું. પછી ગુરુએ તે બાળકને સાધ્વીના ઉપાશ્રયમાં સોંપ્યો. ત્યાં પારણું બાંધીને શ્રાવિકાઓ તેનું પાલન પોષણ કરવા લાગી. તે બાળક પારણામાં સૂતો સૂતો, સાધ્વીઓ શ્રુતનો અભ્યાસ કરતી હતી તેનું શ્રવણ કરવાથી જ, અગિયાર અંગ શીખી ગયો. અનુક્રમે તે ત્રણ વર્ષનો થયો ત્યારે તેના પિતા તથા ગુરુ વિહારના ક્રમે ફરીથી ત્યાં આવ્યા. તે અવસરે વજ્રકુમારની માતા સુનંદાએ આવીને મુનિ પાસે પોતાનો પુત્ર માગ્યો, પણ તેમણે પાછો આપ્યો નહીં. એટલે સુનંદાએ રાજા પાસે ફરિયાદ કરી. ત્યારે રાજાએ ઠરાવ કર્યો કે “તે બાળકનો પિતા તથા તેની માતા તેને સભાની સમક્ષ બોલાવે, તેમાં જેની પાસે તે જાય તેને તે પુત્ર સ્વાધીન કરવો.’ પછી વજ્રકુમારને સભામાં બોલાવ્યો, તેની એક બાજુએ થોડે દૂર તેના પિતાને અને બીજી બાજુએ તેની માતાને બેસાડ્યાં. પછી હાથમાં દ્રાક્ષ, સાકર, રમકડાં વગેરે રાખીને તેને બતાવતી સુનંદા બોલી કે–‘“હે પુત્ર! અહીં આવ, અહીં આવ, આ લે.’’ એ સાંભળી લોભ પમાડતી માતાને જોઈ વજકુમારે વિચાર્યું કે‘માતા એ તીર્થરૂપ છે; પરંતુ તે આ ભવમાં જ સુખ આપી શકે છે, અને ગુરુ તો દરેક ભવમાં સુખ આપે છે.’' એમ વિચારીને તે તેની પાસે ન ગયો. પછી તેના પિતાએ પોતાનો ઓધો (રજોહરણ) બતાવીને કહ્યું કે—“આ લે” એટલે તે દોડીને ત્યાં ગયો અને પિતાનો ઓઘો લીધો. તેથી તે પુત્ર તેમને આપવાનો નિશ્ચય થયો; એટલે તે સુનંદાએ પણ વૈરાગ્ય પામીને દીક્ષા લીઘી. વજ્રકુમારે પણ ત્રણ વર્ષની વયે ચારિત્ર અંગીકાર કર્યું. એકદા વિહાર કરતાં માર્ગમાં સર્વ સાધુઓમાંથી વજસ્વામીની પરીક્ષા કરવા માટે તેનો પૂર્વભવનો મિત્ર કે જે દેવતા થયો હતો તેણે જળની વૃષ્ટિ કરી. નિરંતર વરસાદ પડવાથી સર્વ સાધુઓ વૃક્ષ નીચે ઊભા રહી સ્વાધ્યાય ધ્યાન કરવા લાગ્યા. પછી તે દેવે મોટો સાર્થ વિકુર્વાને ત્યાં આવી પડાવ નાંખ્યો, અને આહારને માટે મુનિઓ પાસે વિનંતિ કરવા ગયો. ત્યારે ગુરુ બોલ્યા કે,‘‘બીજા કોઈને આ વખતે આહા૨ની ઇચ્છા નથી; પરંતુ આ વજ્રમુનિ બાળક છે, માટે તેને લઈ જાઓ.’’ એ પ્રમાણે ગુરુની આજ્ઞા થતાં વજ્રમુનિ તે સાર્થવાહની સાથે આહાર લેવા ગયા. તે દેવ ઘેબર વિકુર્તીને મુનિને આપવા લાગ્યો. ત્યારે મુનિએ તેની સામે જોયું તો તેની અનિમેષ દૃષ્ટિથી તેને દેવતા ઘારી આહાર લીઘો નહીં. તે જોઈને પ્રસન્ન થઈ તે દેવ બોલ્યો કે “હે મુનિ! હું તમારો પૂર્વ ભવનો મિત્ર દેવતા છું. તમારા ચારિત્રની પરીક્ષા કરવા માટે આવ્યો છું; પણ તમારું ચારિત્ર ચલિત કરવાની મારી શક્તિ નથી. માટે હું તમારાપર પ્રસન્ન થયો છું; તેથી તમે કાંઈ પણ વરદાન માગો.’’ તે સાંભળીને વજ્રમુનિએ કહ્યું કે “અમારે કાંઈ પણ ઇચ્છા નથી.’’ તે સાંભળીને અધિક પ્રસન્ન થયેલા તે દેવે તેમને વૈક્રિયલબ્ધિ આપી. ફરીથી બીજી વાર પરીક્ષા કરીને આકાશગામિની વિદ્યા આપી. એવી રીતે વજ્રમુનિને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [તંભ ૨ અનુક્રમે વજમુનિ આઠ વર્ષના થયા, ત્યારે એક વખતે ગુરુ બહિર્ભુમિએ ગયા હતા અને બીજા મુનિઓ ગોચરી માટે ગયા હતા, તે વખતે વજમુનિ સર્વ સાધુઓની ઉપથિ (આસન વગેરે સાધન) પાસે જઈ તેઓ જે જે સૂત્ર ભણતા હતા તેની તેને ઉદ્દેશીને વાચના આપવા લાગ્યા. બહિર્ભુમિથી આવેલા ગુરુએ તે બધું સાંભળ્યું; તેથી તેને મહાવિદ્વાન જાણીને સમગ્ર શાસ્ત્રનો અભ્યાસ કરાવ્યો. પછી તેને યોગ્ય જાણીને સૂરિપદ આપ્યું, તે વજસ્વામીની વાણીથી પ્રતિબોઘ પામીને પાંચસો મુનિઓ તેમના પરિવારમાં થયા, અને બીજા પણ અનેક ભવ્ય મનુષ્યોએ વ્રતો ગ્રહણ કર્યા. પાટલીપુરમાં ઘનશ્રેષ્ઠીને રુક્મિણી નામે પુત્રી હતી. તેણે સાધ્વીઓના મુખથી વજસ્વામીના ગુણોની પ્રશંસા સાંભળીને “આ ભવમાં મારે વજકુમારને જ પતિ કરવો, તે સિવાય બીજા કોઈને વરવું નહીં.” એવી પ્રતિજ્ઞા કરી. એકદા વજસ્વામી પાટલીપુર પઘાર્યા, તે ખબર સાંભળીને ઘનશ્રેષ્ઠી એક કરોડ દ્રવ્ય સહિત રુકિમણીને લઈ ગુરુ પાસે જઈ તેમને વંદના કરીને બોલ્યો કે, “હે સૂરિ! આ કરોડ દ્રવ્ય સહિત તમે આ મારી પુત્રીને ગ્રહણ કરો (પરણો), નહીં તો તે મરણ પામશે.” વજસ્વામી બોલ્યા કે, “અમો સાઘુઓ મલમલિન ગાત્રવાળી સ્ત્રીઓની ઇચ્છા જ કરતા નથી.” ઇત્યાદિ વચનોવડે રુક્મિણીને ઘર્મોપદેશ આપ્યો, જેથી તેણે વૈરાગ્ય પામીને તરત જ તેમની પાસે દીક્ષા લીધી. એકદા બારવર્ષ દુષ્કાળ પડવાથી સમગ્ર સંઘ અત્યંત વ્યાકુળ થયો. તે જોઈને વજસ્વામી સમગ્ર સંઘને એક કપડા પર બેસાડીને આકાશગામિની વિદ્યાના બળથી સુભિક્ષાપુરી (સુકાળવાળી નગરી) એ લઈ ગયા. ત્યાં રહીને દિવસો નિર્ગમન કરતાં પર્યુષણ પર્વ આવ્યાં. તે વખતે તે નગરીનો રાજા બૌદ્ધ હોવાથી તેણે જિનાલયને માટે પુષ્પ આપવાનો નિષેઘ કર્યો. તેથી તે વાત સંઘે મળીને વજસ્વામીને કહી, એટલે સૂરિ આકાશગામિની વિદ્યા વડે માહેશ્વરીપુરીએ ગયા. ત્યાં પોતાના પિતાનો મિત્ર એક માળી હતો તેને પર્યુષણના ઉત્સવની વાત કહીને પુષ્પોની માંગણી કરી. તેણે એકવીશ કરોડ પુષ્પો એકઠાં કરીને આપ્યાં. તે લઈને સૂરિ હિમવાન પર્વતપર ગયા. ત્યાં લક્ષ્મીદેવીએ મોટું કમળ આપ્યું. તે લઈ ત્યાંથી હતાશન યક્ષના વનમાં આવતાં તેણે ઘણાં પુષ્પો આપ્યાં. તે સર્વ પુષ્પો લઈ પૂર્વભવના મિત્ર જંભક દેવે રચેલા વિમાનમાં બેસીને સૂરિ આકાશમાર્ગે સુભિક્ષાપુરીમાં આવ્યા. પછી તે પુષ્પોથી મહા મહોત્સવ કર્યો. જિનઘર્મની પ્રભાવના થઈ. તે જોઈ આશ્ચર્ય પામેલો બૌદ્ધ રાજા પણ શ્રાવક થયો. એકદા વજસ્વામીના શરીરમાં કફનો વ્યાધિ થયો. તેથી ભોજન કર્યા પછી ખાવા માટે એક સૂંઠનો કકડો તેમણે કાનપર રાખી મૂક્યો; પરંતુ ભોજન કર્યા પછી તે ખાવાનું ભૂલી ગયા. તે કકડો પ્રતિક્રમણ સમયે કાનપરથી પૃથ્વી પર પડ્યો. તે જોઈને “આવો અસંભવિત પ્રમાદ થવાથી હવે મૃત્યુસમય નજીક છે.” એમ નિશ્ચય કરી સૂરિએ પોતાના શિષ્ય વજસેનને સૂરિપદે સ્થાપન કર્યા અને પોતે રથાવર્ત ગિરિપર જઈ અનશન ગ્રહણ કરીને સ્વર્ગે ગયા. શ્રી વજસેનસૂરિ વિહાર કરતાં સોપારકપુરે ગયા. ત્યાં જિનદત્ત નામે એક શ્રાવક રહેતો હતો. ત્યાં દુકાળને લીઘે ઘાન્ય એટલું બધું મોંઘું હતું કે બે ચાર માણસોને માટે પણ એક લક્ષ દ્રવ્યનો ભોજનખર્ચ થતો હતો. તે શ્રેષ્ઠીએ એક લક્ષ દ્રવ્યની હાંડલી ચડાવી હતી તેમાં વિષ નાંખી ખાઈ Page #98 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૫] સમકિતનો બીજો પ્રભાવક–ઘર્મકથક પ્રભાવક ૮૭ લઈને તેણે મરવાનો નિશ્ચય કર્યો હતો. તે જ સમયે સૂરિ તેને ઘેર ગોચરી માટે ગયા. ગુરુને વંદના કરીને શ્રેષ્ઠી બોલ્યો કે, “હે ગુરુ! આજે એક લક્ષ દ્રવ્યનું આટલું ઘાન્ય મળ્યું છે તેથી તે રાંથી તેમાં વિષ નાંખી તે અન્નનું ભક્ષણ કરીને કુટુંબ સહિત મૃત્યુ પામવાનો મેં વિચાર કર્યો છે, કારણ કે આવા દુષ્કાળમાં જીવવા કરતાં મરવું સારું છે.” તે સાંભળી ગુરુ બોલ્યા કે, “હે શ્રેષ્ઠી! કાલે પુષ્કળ ઘાન્ય આ નગરીમાં આવશે અને દુષ્કાળનો નાશ થશે; માટે તું મરણ પામવાનો વિચાર કરીશ નહીં.” ગુરુના કહેવા પ્રમાણે બીજે જ દિવસે ચારે બાજુથી પુષ્કળ ઘાન્ય આવ્યું. વજસેનસૂરિ પણ ચાર ગણનું સ્થાપન કરીને જિનશાસનના પ્રભાવક થયા. (આ ચરિત્ર વઘારે વિસ્તારથી આવશ્યક નિર્યુક્તિની મોટી ટીકામાં આપેલું છે, ત્યાંથી જાણી લેવું.) આ શ્રી વજસ્વામીના રૂડા ચરિત્રને હૃદયરૂપી કમળમાં ભ્રમરની જેમ ઘારણ કરીને સમગ્ર સગુણોના સારભૂત સિદ્ધાંતના પાઠને વિષે ભવ્ય મનુષ્યોએ નિરંતર પ્રયાસ કરવો.” વ્યાખ્યાન ૨૫ સમકિતનો બીજો પ્રભાવક-ધર્મકથક પ્રભાવક व्याख्यानावसरे लब्धि, यः प्रयुज्योपदेशकः । स धर्मकथको नामा, द्वितीयोऽपि प्रभावकः॥४॥ ભાવાર્થ-“વ્યાખ્યાનને અવસરે જે મુનિ લબ્ધિનો ઉપયોગ કરી ઉપદેશ આપે છે તે ઘર્મકથક નામના બીજા પ્રભાવક કહેવાય છે.” વ્યાખ્યાનમાં લબ્ધિ એટલે અનુયોગને સમયે પોતાની શક્તિ પ્રગટ કરીને હેતુ, યુક્તિ અને દ્રષ્ટાંતો વડે બીજાને જે પ્રતિબોઘ કરે છે તે જ સૂરિ ઘર્મકથા કહેવાને યોગ્ય છે; પરંતુ જે સૂરિ ઘડામાં રહેલા દીવાની જેમ માત્ર પોતાને જ પ્રકાશ કરે છે તે ઘર્મકથક થઈ શકતા નથી. આ પ્રસંગ ઉપર સર્વત્તસૂરિનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે છે– સર્વજ્ઞસૂરિનું દ્રષ્ટાંત શ્રીપુરમાં શ્રીપતિ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તે સમકિતને ઘારણ કરનારો હતો. તેને કમળ નામે એક પુત્ર હતો. તે ઘર્મથી પરામુખ અને સાતે વ્યસનમાં તત્પર હતો. દેવગુરુનું દર્શનમાત્ર પણ તે કરતો નહીં. તેને એકદા તેના પિતાએ ઉપદેશ આપ્યો કે बोहत्तरीकलापंडिया वि पुरिसा अपंडिया चेव । सव्वकलाणवि पवरं जे धम्मकलं न जाणंति ॥१॥ ભાવાર્થ-જે પુરુષો સર્વ કળાઓમાં પ્રઘાન એવી ઘર્મકળાને જાણતા નથી તેઓ બોતેર કળાઓમાં પંડિત હોય તો પણ તેમને અપંડિત (મૂખ) જ જાણવા.” તે સાંભળીને કમળ બોલ્યો કે– હે પિતા! જીવ ક્યાં છે? સ્વર્ગ ક્યાં છે? અને મોક્ષ પણ ક્યાં છે? તે સર્વ આકાશને આલિંગન કરવા જેવું અને ઘોડાના શીંગડા જેવું કેવળ અસત્ય જ છે. તપ સંયમ વગેરે ક્રિયાઓની તમે પ્રશંસા કરો છો, પણ તે તો કેવળ અજ્ઞાની મનુષ્યોને છેતરવા માટે જ કહેલ છે.” ઇત્યાદિ કહીને કમળ ગામમાં ફરવા ચાલ્યો ગયો. Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧ [સ્તંભ ૨ એકદા તે નગરમાં શંકર નામના સૂરિ આવ્યા. તેમની પાસે શ્રેષ્ઠી કમળને લઈને ગયો. શ્રેષ્ઠીએ ગુરુને વંદના કરી કમળને બોધ આપવા કહ્યું, ત્યારે ગુરુએ કમળને કહ્યું–‘અમે ધર્મોપદેશ આપીએ છીએ. તેમાં તારે વચ્ચે બોલવું નહીં, આડું અવળું જોવું નહીં, માત્ર અમારી સન્મુખ જોઈને એકચિત્તે શ્રવણ કરવું” એમ કહીને ગુરુએ ઘર્મકથા કહેવા માંડી. પ્રાંતે કમળને પૂછ્યું કે—“હે વત્સ! તું કાંઈ સમજ્યો? તેં કાંઈ જાણ્યું કે નહીં?’ તે બોલ્યો—“હે પૂજ્ય! મેં કાંઈક જાણ્યું અને કાંઈક ન પણ જાણ્યું. કેમકે તમે બોલતા હતા તે વખતે તમારા કંઠની ઘંટડી ઊંચી નીચી થતી હતી, તે મેં એકસો ને આઠ વાર તો ગણી; પણ કેટલાક ગડબડવાળા શબ્દો તમે શીવ્રતાથી બોલ્યા, તે વખતે તે ઘંટડી કેટલી વાર ઊંચી નીચી થઈ તેની સંખ્યા હું કરી શક્યો નથી.’ તે સાંભળીને સર્વ સભાજનો હસવા લાગ્યા કે—‘અહો! આ શ્રોતા બહુ રૂડો જણાય છે!'' ગુરુએ પણ તેને અયોગ્ય ઘારીને તેની ઉપેક્ષા કરી. ८८ વળી કોઈ એક દિવસે બીજા સૂરિ ત્યાં આવ્યા. તેમની પાસે શ્રેષ્ઠીએ કમળનું સર્વ વૃત્તાંત કહી તેને કોઈ પણ રસ્તે ધર્મ પમાડવા વિનંતિ કરી. ત્યારે સૂરિએ કમળને બોલાવીને કહ્યું કે—હે વત્સ! તું નીચે દૃષ્ટિ રાખીને અમારો ઉપદેશ એકચિત્તથી શ્રવણ કરજે.’’ એમ કહીને તેમણે વ્યાખ્યાન આપવા માંડ્યું. પ્રાંતે કમળને—“શું સમજ્યો?'' એમ પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે—“હે પૂજ્ય! આ વિવરમાંથી કીડીઓ જતી આવતી હતી તેની સંખ્યા મેં એકસો ને આઠ સુધી ગણી.'' એ રીતે હાસ્યવાળું વચન સાંભળીને બીજા શ્રાવકોએ તેને કાઢી મૂક્યો. પછી કોઈ દિવસે ઉપદેશની લબ્ધિવાળા સર્વજ્ઞ નામના સૂરિ તે નગરમાં પધાર્યાં. તેમને પણ શ્રેષ્ઠીએ કમળનું વૃત્તાંત કહી તેને પ્રતિબો‚ કરવા વિનંતિ કરી. તે સાંભળીને સૂરિએ કમળને બોલાવ્યો, એટલે તે આવીને સૂરિ પાસે બેઠો. ગુરુએ વિચાર્યું કે,‘‘આને સામ (મીઠાં લાગે તેવાં) વચનથી બોધ કરવો જોઈએ.'' એમ વિચારી ગુરુએ તેને પૂછ્યું કે—“હે વત્સ! તું કાંઈ કામશાસ્ત્ર જાણે છે?'' કમળે કહ્યું કે—દે ગુરુ! હું શું જાણું? આપ તેનો કાંઈ સાર હોય તે કહો.'' ગુરુ બોલ્યા કે—“હે કમળ! સાંભળ, સ્ત્રીઓ ચાર પ્રકારની હોય છે. પદ્મિની, હસ્તિની, ચિત્રણી અને શંખિની. તેમાં પદ્મિની સર્વમાં ઉત્તમ કહેવાય છે, અને પછી બીજી તેથી ઊતરતી, ત્રીજી તેથી ઊતરતી અને ચોથી સર્વથી કનિષ્ઠ છે. તેમાં પદ્મિની સ્ત્રીનું લક્ષણ આ પ્રમાણે છે– व्रजति मृदु सलीलं राजहंसीव तन्वी त्रिवलीवलितमध्या हंसवाणी સુવેષા | मृदु शुचि लघु भुंक्ते मानिनी गाढलज्जा धवलकुसुमवासो लुभा पद्मिनी સ્વાત્શા ભાવાર્થ-પદ્મિની સ્ત્રી રાજહંસની જેમ મંદ મંદ લીલા સહિત ગમન કરે છે, તેના કૃશ ઉદર ઉપર ત્રિવલી પડેલી હોય છે, તેની વાણી હંસ જેવી મધુર હોય છે, તેનો વેષ સુંદર હોય છે, તે શુદ્ધ અને કોમળ બોલે છે, અલ્પ અન્નનો અલ્પ આહાર કરે છે, માનવાળી અને અતિ લાવાળી હોય છે, તથા તેને શ્વેત પુષ્પના જેવાં વસ્ત્રો વધારે પ્રિય હોય છે.’ આ પ્રમાણે ગુરુના મુખથી સાંભળી ‘આ સૂરિ મહાપંડિત જણાય છે.’' એમ વિચારતો કમળ Page #100 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૫] સમકિતનો બીજો પ્રભાવક-ઘર્મકથક પ્રભાવક ૮૯ પોતાને ઘેર ગયો. પછી બીજે દિવસે તે પોતાની મેળે જ ગુરુ પાસે આવીને બેઠો. ત્યારે ગુરુએ ચિત્રણીનું લક્ષણ કહ્યું કે, “હે કમળ! ચિત્રણી સ્ત્રીનું કામમંદિર (ગુહ્ય ભાગ) ગોળાકાર હોય છે, વળી તે દ્વાર કોમળ અને અંદર જળથી આર્દ્ર હોય છે, તથા તેના ઉપર રોમ ઘણા હોય છે. તેની દ્રષ્ટિ ચપળ હોય છે, તે બાહ્ય સંભોગમાં (હાસ્ય-ક્રીડાદિ કરવામાં) વઘારે આસક્ત હોય છે, તે મધુર વચન વડે પતિને આનંદ આપનારી હોય છે, તથા તેને નવી નવી વસ્તુઓ બહુ ગમે છે.” એ પ્રમાણે સાંભળીને કમળ ઘેર ગયો. ત્રીજે દિવસે આવ્યો ત્યારે ગુરુએ શંખિનીનું સ્વરૂપ કહ્યું. ચોથે દિવસે હસ્તિનીનું વર્ણન કર્યું. પછી પાંચમે દિવસે ગુરુએ કહ્યું કે-“હે કમળ! સ્ત્રીઓના કયા કયા અંગને વિષે કયે કયે દિવસે કામ રહે છે તે સાંભળ अंगुष्ठे पदगुल्फजानुजघने नाभौ च वक्षस्थले कक्षाकंठकपोलदंतवसने नेत्रेऽलके मूर्धनि । शुक्लाशुक्लविभागतो मृगदृशामंगेष्वनंगस्थिति मूर्ध्वाधोगमनेन वामपदगाः पक्षद्वये लक्षयेत् ॥१॥ ભાવાર્થ-“પગનો અંગૂઠો, ફણો, ઘૂંટી, જાનુ, જઘન, નાભિ, વક્ષસ્થળ (સ્તન), કક્ષા (કાખ), કિંઠ, ગાલ, દાંત, ઓષ્ઠ, નેત્ર, કપાળ અને મસ્તક એ પંદર અંગમાં સ્ત્રીઓને પંદર તિથિએ અનુક્રમે કામ રહે છે. તેમાં શુક્લ પક્ષને પડવે અંગૂઠે કામ હોય છે, ત્યાંથી ચડતો પૂનમે મસ્તકે આવે છે અને કૃષ્ણ પક્ષમાં પડવે મસ્તકે હોય છે, ત્યાંથી ઊતરતો અમાસને દિવસે અંગૂઠે આવે છે.” આ પ્રમાણે જાણીને જો સ્ત્રીના કામવાળા સ્થાને મર્દન કર્યું હોય તો તે સ્ત્રી તત્કાળ વશ થાય છે. વશ થયેલી સ્ત્રીનું લક્ષણ આ પ્રમાણે હોય છે. “વશ થવાને ઇચ્છતી સ્ત્રી પોતાનાં નેત્રો નમાવે છે, પુરુષના હૃદય પર પડે છે, તથા ભૂકુટિને વક્ર કરતી શોભાને ઉત્પન્ન કરે છે અને સંયોગ થવાથી લmનો ત્યાગ કરે છે.” આ પ્રમાણેની વાતમાં રસ પડવાથી કમળ હમેશાં સૂરિ પાસે જવા આવવા લાગ્યો, અને કોઈ વખત શૃંગારનું, કોઈ વાર ઇંદ્રજાળનું, કોઈ વાર બીજું વર્ણન સાંભળીને ગુરુપર રાગી થયો. એમ કરતાં માસકલ્પ પૂર્ણ થયો, ત્યારે વિહાર કરતી વેળાએ સૂરિએ તેને કહ્યું કે, “હે કમળ! હવે અમે વિહાર કરીએ છીએ, તેથી અમારા સમાગમના સ્મરણ માટે તું કાંઈક નિયમ ગ્રહણ કર.” તે સાંભળીને હાસ્ય પર પ્રીતિવાળો કમળ હાંસી કરતો બોલ્યો કે, “હે પૂજ્ય! મારે ઘણા નિયમો છે, તે આપ સાંભળો–મારી ઇચ્છાથી કોઈ વખત મરવું નહીં, પક્વાન્નમાં નળિયાં ઇંટ વગેરે ખાવા નહીં, દૂધમાં થોરનું દૂધ પીવું નહીં, આખું નાળિયેર મુખમાં નાંખવું નહીં, તથા ચાંડાળની સ્ત્રી સાથે વિષયસેવન કરવું નહીં વગેરે ઘણા નિયમો મારે છે.” તે સાંભળીને ગુરુ બોલ્યા કે “અરે કમળ! અમારી સાથે પણ હાસ્ય કરવાથી અનેક ભવ ઉપાર્જન થાય છે. જેમ સોની સુવર્ણને વારંવાર ભાંગીને તેના કુંડળ વગેરે જુદા જુદા આકાર ઘડે છે, તેમ ગુરુની આશાતના પણ જીવને તિર્યચપણું, નારકીપણું, અપૂકાયપણું, પૃથ્વીકાયપણું વગેરે અનેક દુઃખવાળાં સ્થાન આપે છે, માટે અત્યારે હાસ્યનો વખત નથી, તેથી કાંઈ પણ નિયમ લે.” તે સાંભળીને કમળ જરા લપામીને બોલ્યો કે–“મારા પાડોશમાં એક વૃદ્ધ કુંભાર રહે છે, તેના માથાની ટાલ જોયા પછી મારે હંમેશાં Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [તંભ ૨ ખાવું, તે વિના મારે ખાવું નહીં. એ નિયમ આપો.” ગુરુએ આ નિયમથી પણ તેને લાભ થવાનો સંભવ જાણીને તેને તે નિયમ આપ્યો. પછી તેને બરાબર પાળવાનું કહીને ગુરુએ અન્યત્ર વિહાર કર્યો. કમળ લોકલwથી પણ લીધેલા નિયમનું પાલન કરવા લાગ્યો. એકદા કમળ રાજકારે ગયો હતો ત્યાં કામપ્રસંગે વઘારે રોકાવું પડવાથી મધ્યાહ્ન થઈ ગયો, જમવાનું ઘણું મોડું થયું. પછી ઘેર આવીને તે જમવા બેસે છે, તેટલામાં તેની માતાએ તેને નિયમ યાદ અપાવ્યો, એટલે તે દિવસે તેણે કુંભારની ટાલ જોઈ નહોતી; તેથી જમ્યા વિના એકદમ તેને ઘેર જઈ ખબર કાઢી, તો તે કુંભાર ગામ બહાર માટી લેવા ગયો હતો. તેથી કમળ ગામ બહાર ગયો અને દૂરથી એક ખાડામાં વાંકો રહીને માટી ખોદતા તે કુંભારના માથાની ટાલ જોઈને “જોઈ જોઈ' એમ બોલતો કમળ મૂઠી વાળીને ઘર તરફ દોડ્યો. તે વખતે તે કુંભાર માટી ખોદતાં સોનામહોરનો નિધિ પ્રાપ્ત થયો હતો. તેથી કમળના “જોઈ જોઈ એવા શબ્દો સાંભળીને “તે આ નિધિ જોઈ ગયો છે, તેથી જો તે રાજાને કહેશે તો રાજા સર્વ નિધિ લઈ જશે.” એવી શંકા થવાથી કુંભારે બૂમ મારીને કમળને કહ્યું કે, “અલ્યા કમળ! અહીં આવ, અર્ધો ભાગ તારો.” તે સાંભળતાં છતાં પણ કમળ તો “જોઈ જોઈ” એમ બોલવા લાગ્યો. છેવટે કુંભારે કહ્યું કે, “અલ્યા! આમ આવ, આ બધું તું જ લઈ જા, પણ તાણીને બોલ બોલ ન કર.” તે સાંભળીને કમળને કાંઈક શંકા થવાથી તે તેની પાસે ગયો તો નિધિ જોયો; એટલે કમળે તે લઈને તેમાંથી થોડું ઘન કુંભારને આપી રાજી કર્યો. પછી તે સર્વ ઘન ઘેર લાવીને તેણે વિચાર કર્યો કે, અહો! પૃથ્વી પર જૈનધર્મ જ શ્રેષ્ઠ છે કે જે ઘર્મના હાંસીથી રાખેલા અલ્પ નિયમ વડે પણ મને આવો મોટો લાભ મળ્યો. માટે જો દ્રઢ શ્રદ્ધાથી તે ઘર્મ પાળ્યો હોય તો કેટલો બધો લાભ થાય?” એમ વિચારીને તેણે શુદ્ધ હૃદયથી ગુરુ મહારાજને આમંત્રણ કરી શ્રાવકનાં બાર વ્રત તેમની પાસે ગ્રહણ કર્યા, અને તે વ્રતોનું આરાઘન કરીને સ્વર્ગે ગયો. “સર્વજ્ઞ સૂરિએ નાસ્તિક એવા કમળને પણ શાસ્ત્રની યુક્તિઓથી ઘર્મમાં દ્રઢ કર્યો. આવા શ્રેષ્ઠ આચાર્યો જ ભવ્ય પુરુષોની જડતા દૂર કરવામાં સમર્થ હોય છે.” વ્યાખ્યાન ૨૬ ઉપદેશલબ્ધિ ઉપદેશલબ્ધિવાળા મહાત્મા સામા વ્યક્તિના ભેજામાં સહેલાઈથી બોઘ ઉતારી શકે છે. ઘણું બધું જ્ઞાન હોય પણ બીજાને અસર ન કરી શકે તો જ્ઞાનને પ્રકાશ કે પડઘો પડતો નથી. જેને ઉપદેશલબ્ધિ હોય તે પોતાના કલ્યાણ સાથે બીજા ઘણાનું કલ્યાણ કરી શકે છે. તે ઉપર નંદિષણ મુનિનો પ્રબંધ અતિ પ્રસિદ્ધ છે. ઉપદેશલબ્ધિ ઉપર નંદિષેણ મુનિનું દ્રષ્ટાંત કોઈ ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. ઘનના ગર્વવડે કુબેરની પણ સ્પર્ધા કરે તેટલું તેની પાસે ઘન હતું. એકદા તેણે યજ્ઞનો આરંભ કર્યો, તેમાં એક લાખ બ્રાહ્મણને ભોજન કરાવવાનું હતું. તે કામમાં સહાયની જરૂર હોવાથી એક ગરીબ જૈનબ્રાહ્મણને કહ્યું કે, “તું મને આ કાર્યમાં સહાય કર. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૧ વ્યાખ્યાન ૨૬] ઉપદેશલબ્ધિ બ્રાહ્મણનું ભોજન થઈ રહ્યા પછી જે કાંઈ ઘી, અન્ન વગેરે વઘશે તે હું તને તારી મહેનત બદલ આપીશ.” એવી શરત કરીને તે જૈન બ્રાહ્મણને તે કાર્યમાં સહાયક કર્યો. અનુક્રમે લાખ બ્રાહ્મણોનું ભોજન થઈ રહ્યું ત્યારે તેણે તે જૈન બ્રાહ્મણને વધેલા ચોખા, ઘી વગેરે આપ્યું. તે લઈને તે ગરીબ બ્રાહ્મણે વિચાર કર્યો કે, “આ વસ્તુ ન્યાયોપાર્જિત છે, શુદ્ધમાન છે અને પ્રાસુક છે; તેથી કોઈ સત્પાત્રને આનું દાન કરું તો તે ઘણા ફળને આપનારું થાય. શાસ્ત્રમાં કૃપાવંત પરમાત્માએ કહ્યું છે -नायागयाणं कप्पणिज्जायं अण्णं पाणाइ दव्वाणं पराओ भत्तीले अप्पाणुग्गहबुद्धिले સનયા તિદિíવિમાનો અgવહો-ન્યાયથી ઉપાર્જન કરેલા અને કલ્પનીય એવાં અન્ન પાણી વગેરે દ્રવ્યો ઉત્કૃષ્ટ ભક્તિથી આત્માના અનુગ્રહની બુદ્ધિએ જો સંયમઘારી સાધુને અતિથિસંવિભાગ કરી આપ્યાં હોય તો તે મોક્ષનું ફળ આપનાર થાય છે.” એમ વિચારી તેણે દયા તથા બ્રહ્મચર્યાદિકને ઘારણ કરનારા કેટલાક ગુણી સાઘર્મીઓને ભોજન માટે નિમંત્રણા કરી. ભોજનને સમયે કોઈ મહાવ્રતધારી મુનિ માસક્ષમણને પારણે ત્યાં આવ્યા. તે જોઈને બ્રાહ્મણે અતિ આદરસત્કારપૂર્વક તે અન્નજળ વગેરે મુનિને વહોરાવ્યું. તેણે વિચાર્યું કે, “આ શ્રાવકો કરતાં પણ યતિરૂપ પાત્ર અતિ ઉત્તમ છે. કહ્યું છે કે मिथ्यादृष्टिसहस्रेषु, वरमेको ह्यणुव्रती । अणुव्रतिसहस्रेषु, वरमेको महाव्रती ॥१॥ महाव्रतिसहस्रेषु, वरमेको हि तात्त्विकः । तात्त्विकेन समं पात्रं, न भूतं न भविष्यति ॥२॥ ભાવાર્થ-“હજાર મિથ્યાષ્ટિ કરતાં એક અણુવ્રતી શ્રાવક શ્રેષ્ઠ છે, હજાર અણુવતીઓ કરતાં એક મહાવ્રતી સાધુ શ્રેષ્ઠ છે, હજાર મહાવ્રતીઓ કરતાં એક તત્ત્વવેત્તા મુનિ વઘારે સારો છે, તત્ત્વવેત્તાના જેવું સત્પાત્ર આ જગતમાં કોઈ હતું નહીં, છે નહીં અને થશે પણ નહીં.” પછી તે જૈન બ્રાહ્મણ કેટલેક કાળે આયુષ્ય પૂર્ણ થતાં મરીને સુપાત્રદાનના મહિમાથી પહેલા દેવલોકમાં દેવતા થયો. ત્યાંથી આયુષ્યને ક્ષયે ચવીને રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજાનો નંદિષેણ નામનો પુત્ર થયો. તે યુવાવસ્થા પામ્યો ત્યારે રાજાએ તેને પાંચસો રાજકન્યાઓ પરણાવી. તે સ્ત્રીઓ સાથે દોગંદક દેવની જેમ મનોહર ભોગવિલાસરૂપ સુખસાગરમાં મગ્ન રહેવા લાગ્યો. હવે પેલો લાખ બ્રાહ્મણને ભોજન કરાવનારો બ્રાહ્મણ કે જેણે પાપાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું હતું તે તેવા પ્રકારનું વિવેકરહિત દાન કરવાથી ઘણા ભવોમાં અલ્પ અલ્પ ભોગાદિક સુખ ભોગવીને કોઈ એક અરણ્યમાં હસ્તી થયો. તેનું નામ સેચનક પડ્યું. તે નામ થવાનું કારણ એ હતું કે-આ હાથીનો પિતા જે હાથી હતો તેણે એવું ધાર્યું હતું કે, “મારો પુત્ર કોઈ હાથી થશે તો મને જ મારીને આ હાથણીઓના ટોળાનો સ્વામી થશે.” તેથી તે હાથી પોતાની હાથણીઓમાંથી જો કોઈ હાથી(નર)ને જન્મ આપતી, તો તે બચ્ચાને તે મારી નાંખતો હતો. એકદા એક હાથણીને પ્રસૂતિનો સમય આવ્યો, ત્યારે તેણે પોતાના બચ્ચાને પણ હાથી મારી નાંખશે એવા ભયથી તે હાથીને ૧ અહી ચોભંગી છે, ન્યાયાગત દ્રવ્યને ન્યાયમાં વાપરવું, ન્યાયાગત દ્રવ્ય અન્યાયમાં વાપરવું, અન્યાયાગત દ્રવ્યને ન્યાયમાં વાપરવું અને અન્યાયાગત દ્રવ્ય અન્યાયમાં વાપરવું. આમાં પ્રથમ ભાંગો વિશુદ્ધ છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૨ છેતરીને એક તાપસના આશ્રમમાં જઈ ત્યાં એક હાથી(ન૨)ને જન્મ આપ્યો. તેને તાપસકુમારોએ ઉછેરી મોટો કર્યો. તે કુમારોની સંગતિથી તે હાથી (બાળક) પણ પોતાની સૂંઢમાં પાણી લઈને વૃક્ષોને સીંચતો હતો; તેથી તેનું નામ તાપસોએ સેચનક પાડ્યું હતું. ૯૨ એકદા તે સેચનક હાથી ફરતો હતો, તેવામાં તેણે પેલો હાથણીઓના યૂથનો સ્વામી હાથી કે જે પોતાનો પિતા થતો હતો તેને જોયો. તેની સાથે યુદ્ધ કરતાં તે સેચનકે તેને મારી નાંખ્યો, અને પોતે યૂથનો સ્વામી થયો. પછી તેણે પોતાની માતાનો પ્રપંચ જાણીને નવો હાથી ઉત્પન્ન ન થવા દેવા માટે તે તાપસોનો આશ્રમ ભાંગી નાંખ્યો; તેથી ખેદ પામેલા તાપસોએ તેનું વેર લેવા માટે શ્રેણિક રાજા પાસે જઈને તે સેચનકની પ્રશંસા કરી કે—“હે રાજન્! चत्वारिंशत्समधिकचतुःशतसुलक्षणः । स द्वीपो भद्रजातीयः सप्तांगं सुप्रतिष्ठितः ॥१॥ ભાવાર્થ—ચારસો ને ચાળીશ શુભ લક્ષણોથી યુક્ત અને સાતે અંગોમાં સુપ્રતિષ્ઠિત એવો એક ભદ્ર જાતિનો હાથી અરણ્યમાં ફરે છે. તે હાથી આપના રાજ્યમાં શોભે તેવો છે.'' તે સાંભળીને શ્રેણિક રાજાએ માણસો મોકલી કેટલાક ઉપાયોવડે તેને પકડાવ્યો. પછી તે સેચનકને અનુક્રમે પટ્ટહાથી બનાવ્યો. તેથી રાજ્યને યોગ્ય એવા આહાર વસ્ત્રો વગેરેથી પોષણ કરાતો તે સુખી થયો. એક દિવસે પેલા તાપસો નગરીમાં આવ્યા ત્યારે તેઓએ સેચનકની પાસે જઈને કહ્યું કે,‘‘અમારા આશ્રમને ભાંગી નાખવાનું આ ફળ તને મળ્યું છે.’’તે વચનથી મર્મસ્થાનમાં વીંઘાયેલો તે હાથી આલાનસ્તંભ ઉખેડી નાંખી વનમાં જઈ ફરીથી તે તાપસોનો આશ્રમ ભાંગી નાંખી અત્યંત તોફાન કરવા લાગ્યો. રાજાએ ઘણો પ્રયાસ કર્યો, પણ કોઈ તે હાથીને પકડી શક્યું નહીં; તેથી રાજાએ નગરમાં પટહ વગડાવ્યો કે ‘આ દુર્દમ હાથીને કોઈ પણ શક્તિમાન હોય તે પકડો.’’ તે સાંભળીને રાજાની આજ્ઞા લઈ નંદિષણકુમારે તેને,‘ઞપ્પા ઘેવ રમિયવ્વો—આત્માનું જ દમન કરવું જોઈએ’’ ઇત્યાદિ વાક્યોથી જાગ્રત કર્યો. તે કુમારને જોઈને સેચનકે વિચાર્યું કે,‘‘આ કુમાર મારો કોઈ વખતનો સંબંધી લાગે છે.’’ એમ તર્ક-વિતર્ક કરતાં તેને જાતિસ્મરણજ્ઞાન થયું, એટલે તે તરત જ શાંત થઈ નંદિષણની પાસે આવીને ઊભો રહ્યો. તેણે તેને આલાનસ્તંભે લઈ જઈને બાંધ્યો. આ હકીકત જોઈ શ્રેણિકાદિ વિસ્મય પામ્યા. અન્યદા શ્રી મહાવીરસ્વામી વૈભારગિરિપર સમવસર્યાં. તેમને વંદન કરવા માટે શ્રેણિકરાજા, અભયકુમાર, નંદિષણ વગેરે ગયા. પ્રભુના મુખથી દેશનાનું શ્રવણ કરી પ્રાંતે રાજાએ પ્રભુને પૂછ્યું કે“હે સ્વામી! સેચનક હાથી નંદિષણકુમારથી કેમ શાંત થયો?’” ત્યારે પ્રભુએ નંદિષણના સુપાત્રદાનનો તથા હાથીના જીવે કરાવેલા લક્ષ બ્રાહ્મણના ભોજનનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. ફરીથી રાજાએ તેમની ભવિષ્યની ગતિ પૂછી,ત્યારે ભગવાન બોલ્યા કે,“હે રાજા, ન્યાયથી પ્રાપ્ત કરેલા દ્રવ્યનું સુપાત્રે દાન કરવાથી નંદિષણકુમાર અનેક દિવ્ય ભોગ ભોગવી ચારિત્ર ગ્રહણ કરી સ્વર્ગમાં જઈને અનુક્રમે મોક્ષપદ પામશે. અને આ હાથીનો જીવ પૂર્વે પાત્ર અપાત્રનો વિચાર કર્યા વિના દાન કરવાથી થોડા ભોગ પામ્યો છે; પરંતુ હવે તે મરીને પહેલી નરકમાં જશે.” તે સાંભળીને નંદિષણકુમારે પ્રતિબોઘ પામી શ્રાવકધર્મ અંગીકાર કર્યો. Page #104 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૬] ઉપદેશલબ્ધિ ૯૩ અન્યદા નંદિષેણ ચારિત્ર લેવા તૈયાર થયો. તે વખતે શાસનદેવીએ તેને કહ્યું કે, “હજુ તારે ભોગકર્મ ઘણાં બાકી રહ્યાં છે, માટે હાલ દીક્ષા લઈશ નહીં.” એમ નિષેધ કર્યા છતાં પણ નંદિષેણે દીક્ષા ગ્રહણ કરી. જિનેશ્વરે પણ તેને નિષેઘ કર્યો, તોપણ તેમણે પોતાનો આગ્રહ મૂક્યો નહીં, અને હર્ષપૂર્વક ચારિત્રનો સ્વીકાર કરી ઉગ્ર તપસ્યા કરતા તે પ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા. અનુક્રમે નંદિષેણ મુનિ અનેક સૂત્રાર્થના જાણ થયા. કેટલેક કાળે ભોગાવળી કર્મનો ઉદય થવાથી નંદિષેણ મુનિને કામવિકાર ઉત્પન્ન થવા લાગ્યો-ભોગની ઇચ્છા થવા લાગી. તેને રોકવા માટે તેણે ઘણી ઉગ્ર તપસ્યા કરવા માંડી, આતાપના લેવા માંડી, તોપણ ઇન્દ્રિયોનો વિકાર શાંત થયો નહીં; તેથી ચારિત્રનું રક્ષણ કરવાના હેતુથી પર્વતપર ચડીને પૃપાપાત કરવાનો તેણે વિચાર કર્યો. પછી જેવો તે પડવા ગયો તેવો શાસનદેવીએ તેને ઉપાડી લીઘો અને કહ્યું કે, “શા માટે ફોકટ મરવા ઘારો છો? ભોગાવળી કર્મ પૂર્ણ કર્યા વિના મરણ થવાનું નથી.” એમ કહીને દેવી અદ્રશ્ય થઈ. પછી એક દિવસે તે મુનિએ છઠ્ઠના પારણાને માટે ગામમાં ફરતાં અજાણ્યે એક ગણિકાના ઘરમાં પેસીને ઘર્મલાભ આપ્યો. તે સાંભળીને વેશ્યા હસતી હસતી બોલી કે, “હે સાઘુ! અમારે ઘર્મલાભનું કાંઈ કામ નથી. અહીં તો અર્થલાભ જોઈએ છે.” તે સાંભળીને “આ સ્ત્રી મારી મશ્કરી કરે છે.” એમ વિચારી અભિમાનથી મુનિએ ઉપરથી એક તૃણ ખેંચીને લબ્ધિવડે દશ કરોડ સુવર્ણની વૃષ્ટિ કરી. તે જોઈને આશ્ચર્ય પામેલી વેશ્યા તેના ચરણકમળને ભ્રમરીની જેમ વળગી પડીને બોલી કે “હે પ્રાણનાથ! અનાથ અને તમારાપર અનુરક્ત થયેલી એવી મને તજવાને તમે યોગ્ય નથી.” ઇત્યાદિ અનેક પ્રાર્થનાનાં વાક્યો સાંભળીને દેવીએ કહેલા ભોગકર્મનું સ્મરણ કરી તેના વચનોથી રક્ત થઈ તે વેશ્યાને અંગીકાર કરી; પરંતુ તે વખતે તેણે એવો અભિગ્રહ લીઘો કે, “અહીં આવતા નટવીટ પુરુષોને ઘર્મોપદેશ આપીને તેમાંથી દરરોજ દશ જણને પ્રતિબોધ પમાડી તેમને દીક્ષા લેવા મોકલ્યા પછી જ મારે ભોજન કરવું.” પછી મુનિવેષનો ત્યાગ કરી વેશ્યા સાથે કામક્રીડા કરતા સતા ત્યાં રહ્યા, અને હમેશાં દશ માણસોને પ્રતિબોઘ કરી દીક્ષા ગ્રહણ કરવા માટે પ્રભુ પાસે મોકલવા લાગ્યા. એવી રીતે બાર વર્ષ વ્યતીત થયાં. પછી એક દિવસ તેણે નવ માણસોને પ્રતિબોઘ પમાડ્યો, પણ દશમો એક સોની કોઈ રીતે પ્રતિબોઘ પામ્યો નહીં. ભોજન સમય વીતી ગયો. વેશ્યાએ બે વખત રસોઈ કરી, તે પણ ઠરી ગઈ. તે વારંવાર ભોજન માટે બોલાવવા લાગી. ત્યારે તે બોલ્યા કે, “હજુ દશમો માણસ બોઘ પામ્યો નથી.” તે સાંભળી વેશ્યા હસીને બોલી કે, “હે સ્વામી! ત્યારે દશમા તમે જ થાઓ!” તે સાંભળીને નંદિષેણ તરત જ ભોગકર્મ ક્ષીણ થવાથી ઊઠ્યા, અને વેશ્યાએ ઘણાં મોહક વાક્યોથી આગ્રહ કર્યા છતાં તેની કિંચિત્ પણ દરકાર કર્યા વિના તેને તૃણની જેમ છોડી દઈને જિનેશ્વર પાસે જઈ ફરીથી દીક્ષા ગ્રહણ કરી, અને પોતાના દુષ્કર્મની આલોચના કરીને નંદિષણ મુનિ અનુક્રમે સ્વર્ગે ગયા. હે ભવ્ય જીવો! જેઓ આગમવાક્યની યુક્તિ વડે ભવાભિનંદી જીવોને પણ પ્રતિબોઘ પમાડે છે તેઓ નંદિષેણ મુનિની જેમ દિવ્ય ભોગો ભોગવીને અનુક્રમે સિદ્ધિપદને પામે છે.” Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૨ વ્યાખ્યાન ૭. સમકિતનો ત્રીજો પ્રભાવક-વાદી પ્રભાવક बलात्प्रमाणग्रन्थानां, सिद्धान्तानां बलेन वा । यः स्यात् परमतोच्छेदी, स वादीति प्रभावकः॥१॥ ભાવાર્થ-જે (સૂરિ) પ્રમાણગ્રન્થોના બળથી અથવા સિદ્ધાંતના બળથી પરમતનો ઉચ્છેદ કરે છે, તે વાદી પ્રભાવક કહેવાય છે. चार्वाकोऽध्यक्षमेकं सुगतकणभुजौ सानुमानं सशाब्दं तद्वैतं पारमार्षः सहितमुपमया तत्त्रयं चाक्षपादः । अर्थापत्त्या प्रभावकृद्वदति तदखिलं मन्यते भट्ट एतत् स्वभाव्ये द्वे प्रमाणे जिनपतिगदिते स्पष्टतोऽस्पष्टतश्च ॥१॥ ભાવાર્થ-“ચાર્વાક (નાસ્તિક) માત્ર એક પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે. બૌદ્ધ પ્રત્યક્ષ તથા અનુમાન એ બે પ્રમાણ માને છે. કણાદ મતવાળા પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એ ત્રણ પ્રમાણ માને છે. પરમ આર્ષ અક્ષપાદ (ન્યાય) મતવાળા તે ત્રણ સહિત ઉપમા સાથે ચાર પ્રમાણ માને છે. પ્રભાકર મતવાળા અર્થપત્તિ સહિત પાંચ પ્રમાણ માને છે. ભટ્ટ મતવાળા તે પાંચની સાથે અભાવ સહિત છ પ્રમાણ માને છે; અને જૈન મતવાળા તો સ્પષ્ટ તથા અસ્પષ્ટ એ બે જ પ્રમાણ માને છે. (સ્પષ્ટ એટલે પ્રત્યક્ષ અને અસ્પષ્ટ એટલે પરોક્ષ-બીજાં સર્વ પ્રમાણો તેમાં અંતર્ગત થાય છે.) તે પ્રમાણો જેમાં વર્ણવ્યા છે તેવા ગ્રંથોને આઘારે જે પરવાદીને જીતે છે, તે વાદી પ્રભાવક કહેવાય છે. તેનો ભાવાર્થ મલ્લવાદી સૂરિના ચરિત્રથી જાણવો. મલ્લવાદી પ્રબંધ ભૃગુકચ્છ (ભરૂચ) નગરમાં રાજાની સમક્ષ વાદ થતાં બૌદ્ધ સાધુ બુદ્ધાનંદે જીવાનંદસૂરિને વિતંડાવાદવડે જીતી લીધા. તેથી લm પામીને સૂરિ મહારાજ વલ્લભીપુર ગયા ત્યાં પોતાની બહેન દુર્લભદેવીને તેના અજિતશા, યક્ષ અને મલ્લ નામના ત્રણ પુત્રો સહિત પ્રતિબોધ પમાડીને દીક્ષા આપી. પછી તે ત્રણેને ગુરુએ નયચક્રવાળા ગ્રંથ વિના બીજાં સર્વ શાસ્ત્રો ભણાવ્યાં. ત્રણેમાં મલ્લમુનિ વિશેષ બુદ્ધિમાન થયા. એકદા “જ્ઞાનપ્રવાદ નામના પાંચમા પૂર્વમાંથી ઉદ્ધરેલ, બાર આરાવાળો દરેક આરાના આરંભમાં અને અંતે ચૈત્યપૂજાદિક મહોત્સવ કરીને વાંચવા લાયક અને દેવતાશિક્તિ એવો જે દ્વાદશાર નયચક્ર નામનો ગ્રંથ જ્ઞાન ભંડારમાં છે તે કોઈને દેખાડવો નહીં.” એમ પોતાની બહેન સાથ્વીને ભલામણ કરીને ગુરુ મહારાજે અન્યત્ર વિહાર કર્યો. એકદા મલ્લમુનિએ પોતાની માતાથી છાનું તે પુસ્તક કૌતુકથી લઈને ઉઘાડી પ્રથમ પત્રમાં પ્રથમ આર્યા આ પ્રમાણે વાંચી विधिनियमभङ्गवृत्तिव्यतिरिक्तत्वादनर्थकमवोचत् । जैनादन्यच्छासनमनृतं भवतीति वैधर्म्यम् ॥१॥ આ પ્રથમ આર્યા મલ્યમુનિએ વાંચી, કે તરત જ તે પુસ્તક શાસનદેવીએ હરી લીધું. તે જોઈ મલ્લમુનિએ અતિ ખેદ સહિત પોતાની માતાને તથા સંઘને તે હકીકત યથાસ્થિત કહી બતાવી. ૧ પોતાની બહેન સમક્ષ મલ્હસાધુને કહ્યું એવું પ્રભાવક ચરિત્રમાં છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૫ વ્યાખ્યાન ૨૭] સમકિતનો ત્રીજો પ્રભાવક–વાદી પ્રભાવક તેઓએ તેને ઘણો ઉપાલંભ આપ્યો. પછી મલમુનિએ તે ગ્રંથની પ્રાપ્તિ ન થાય ત્યાં સુઘી છયે વિકૃતિનું પ્રત્યાખ્યાન કર્યું, અને કેવળ વાલવડે પારણું કરીને છઠ્ઠ તપ કરવા લાગ્યા. ચાતુર્માસના પારણાને દિવસે સંઘે અત્યંત આગ્રહ કરીને તેમને વિકૃતિ ગ્રહણ કરાવી. પછી શ્રીસંઘે આરાધેલી મૃતદેવીએ મલ્હસાધુની પરીક્ષા કરવા માટે રાત્રિએ આવીને તેમને કહ્યું કે “ઋમિM:?—” “કઈ ચીજ સ્વાદિષ્ટ છે?” મુનિએ જવાબ આપ્યો કે–“વા:–વાલ” - ત્યાર પછી છ માસે ફરીથી શાસનદેવીએ પૂછ્યું કે, “ન?'”—“કોની સાથે?” ત્યારે મુનિએ કહ્યું કે-“ગુદધૃતેન” “ગોળ અને ઘીની સાથે.” આવો પ્રત્યુત્તર સાંભળીને તેની ઘારણા શક્તિથી તુષ્ટમાન થયેલી દેવીએ “વરદાન માગ” એમ કહ્યું. ત્યારે તેણે “નયચક્ર પુસ્તક આપો' એ વરદાન માગ્યું. એટલે દેવીએ તેને તે પુસ્તક આપ્યું. તેથી તે મલ્લમુનિ અધિક શોભા પામ્યા. ત્યાર પછી કેટલેક કાળે ગુરુ મહારાજ વિહારના ક્રમે પાછા ત્યાં પઘાર્યા અને મલ્લ મુનિને સૂરિપદે સ્થાપન કર્યા. શ્રી મલ્લસૂરિએ ચોવીશ હજાર શ્લોકપ્રમાણ પદ્મચરિત્ર રચ્યું. એકદા વૃદ્ધ સાધુઓ પાસેથી શ્રી મલસૂરિને ભૃગુકચ્છમાં પોતાના ગુરુના પરાજયની વાત સાંભળવા મળી અને તેઓ પોતાના શિષ્યો સાથે ભૃગુકચ્છ આવ્યા. ત્યાં શિલાદિત્ય રાજાની સમક્ષ બૌદ્ધ સાધુ બુદ્ધાનંદ સાથે તેમને વાદ થયો. તેમાં મલ્લાચાર્યે નયચક્રના અભિપ્રાયને અનુસારે છે માસ સુધી અવિચ્છિન્ન વાગ્ધારાએ પૂર્વ પક્ષ કર્યો. તે પૂર્વ પક્ષને ઘારણ કરવામાં અશક્ત એવો બુદ્ધાનંદ પોતાના મકાને નાસી ગયો, અને વાદીના પૂર્વપક્ષને સંભારી સંભારીને ખડીવડે લખવા માંડ્યો, પણ વિસ્મરણ થવાથી લખી શકાયું નહીં; તેથી અત્યંત ખેદ પામતાં તે બુદ્ધાનંદનું હૃદય ફાટી ગયું, અને તત્કાલ તે મૃત્યુ પામ્યો. પ્રાતઃકાળે શાસનદેવીએ તે વૃત્તાંત મલ્લસૂરિને જણાવી તેના પર પુષ્પવૃષ્ટિ કરી. પછી રાજાએ મલ્લસૂરિને “વાદીમદભંજક' એવું બિરુદ આપી સર્વ બૌદ્ધોને પોતાના દેશમાંથી કાઢી મૂક્યા, અને પોતે જૈની થયો. ત્યાર પછી બૌદ્ધ લોકો ફરીથી આ દેશમાં આવ્યા જ નથી. આ પ્રબંઘ રાજશેખર સૂરિકૃત ગ્રંથમાં નીચે પ્રમાણે છે–ખેટક (ખેડા) પુરમાં દેવાદિત્ય નામના બ્રાહ્મણને એક વિઘવા પુત્રી હતી. તેણે કોઈ ગુરુ પાસેથી સૂર્યનો મંત્ર પામીને તેનો જાપ કર્યો. તેથી સૂર્યે આવીને તેની ઉપર મોહ પામી તેની સાથે ભોગ ર્યો. તે દિવ્ય શક્તિથી તે ગર્ભવતી થઈ. ગર્ભની વાત જાણીને તેના પિતાએ તેને ઠપકો આપ્યો, ત્યારે તેણે યથાર્થ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને તેના પિતાએ લwથી તે પુત્રીને વલ્લભીપુરે મોકલી ત્યાં તેણે પુત્ર તથા પુત્રી યુગલરૂપે પ્રસવ્યાં. તેઓ યોગ્ય વયનાં થયાં ત્યારે પુત્ર લેખશાળામાં ભણવા ગયો. ત્યાં નિશાળના છોકરાઓ નબાપો (પિતા વિનાનો) કહીને તેની મશ્કરી કરવા લાગ્યા. તેથી તેણે તેની માતાને પૂછ્યું કે, “મારા પિતા કોણ છે?” તેના જવાબમાં માતાએ કહ્યું કે, “હું જાણતી નથી.” તે સાંભળીને પુત્ર ખેદયુક્ત થઈ મરવા તૈયાર થયો. તે વખતે સૂર્ય સાક્ષાત્ પ્રગટ થઈને કહ્યું કે, “હે વત્સ! હું તારો પિતા છું. તારો જે કોઈ પરાભવ કરે તેને તારે કાંકરાથી મારવો. તે કાંકરો તેને મારીને પાછો આવશે.” ત્યારપછી ૧ દેવીએ તે પુસ્તક તેને આપ્યું નહીં, પણ કહ્યું કે, એ ગ્રંથ પ્રગટ થવાથી દ્રષી દેવતાઓ ઉપદ્રવ કરશે, પરંતુ તેના એક જ શ્લોકથી તમે આખા શાસ્ત્રનો અર્થ જાણશો.' એમ કહી શાસનદેવી અદ્રશ્ય થઈ. ત્યાર પછી તેમણે દશ હજાર શ્લોકપ્રમાણ નયચક્ર ગ્રંથ નવીન કર્યો–એવું પ્રભાવક ચરિત્રમાં કહ્યું છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [તંભ ૨ તે પુત્રે કાંકરાથી કેટલાક બાળકોને અને બીજા માણસોને હણ્યા. તે જાણી વલ્લભીપુરના રાજાએ તેની તર્જના કરી; તેથી તે રાજાને પણ મારીને પોતે શિલાદિત્ય નામે રાજા થયો. અનુક્રમે તે જૈનઘમ થયો, અને તેણે શત્રુંજયગિરિ ઉપર ઉદ્ધાર કર્યો. તે શિલાદિત્યે પોતાની બહેનને ભૃગુકચ્છના રાજા સાથે પરણાવી, તેને મલ્લ નામે પુત્ર થયો. એકદા વલ્લભીપુરમાં દેશયાગની પ્રતિજ્ઞાપૂર્વક રાજાની સમક્ષ વાદ થતાં દૈવયોગે બૌદ્ધોએ જૈનોનો પરાભવ કર્યો. તેથી જૈનમુનિઓ પરદેશમાં ગયા, અને રાજા બૌદ્ધઘર્મી થયો. તે રાજાની બહેને પોતાના પતિના મરણથી વૈરાગ્ય પામીને પોતાના મલ્લ પુત્ર સહિત દીક્ષા ગ્રહણ કરી. તે મલ્લમુનિએ મહા પ્રયાસે નયચક્ર ગ્રંથ પામીને બૌદ્ધોનો પરાજય કર્યો. તેથી તેઓને દેશપાર કરી જૈનો પાછા દેશમાં આવ્યા, અને શિલાદિત્ય રાજાને પણ પાછો જૈનધર્મમાં દ્રઢ કર્યો. “હે ભવ્ય પ્રાણીઓ! જિનશાસનના પ્રભાવની ઉન્નતિ કરવારૂપ પવિત્રતા કરનારું મલ્લવાદીનું ચરિત્ર સાંભળીને કાવ્યાદિકની વિચિત્ર લબ્ધિ વડે જિનશાસનની ઉન્નતિ કરવા તત્પર થાઓ.” વ્યાખ્યાન ૨૮ વાદથી શાસનોન્નતિ तर्ककर्कशवाक्येन, बुद्धिशालिमहात्मना । जेतव्या वादिनः सद्यः शासनोन्नतिहेतवे ॥१॥ ભાવાર્થ-બુદ્ધિશાળી મહાત્માએ શાસનની ઉન્નતિને માટે તર્ક (ન્યાય) શાસ્ત્રના કર્કશ (દુજ્ઞેય) વાક્યો વડે તત્કાળ વાદીનો પરાજય કરવો” આ શ્લોકનો ભાવાર્થ નીચેના દ્રષ્ટાંતવડે જાણવો. - વાદી દેવસૂરિની કથા શ્રી પાટણમાં સિદ્ધરાજ રાજ્ય કરતો હતો. તે વખતે તેની સભામાં કુમુદચંદ્ર નામે દિગંબર આચાર્ય આવ્યા. રાજાએ પોતાના માતામહના (માતાના પિતાના) ગુરુ હોવાથી સત્કારપૂર્વક રહેવા માટે મકાન આપ્યું. પછી વાદ કરવા માટે રાજાએ હેમચંદ્ર સૂરિને પૂછ્યું, ત્યારે તેઓ બોલ્યા કે, “વાદીની વિદ્યાને તોડનાર અને વાદીરૂપ હાથીમાં સિંહ સમાન શ્રી દેવસૂરિને બોલાવો.” તે સાંભળીને રાજાએ પોતાના સેવકો મોકલી શ્રી દેવસૂરિને તેડાવ્યા. રાજાના આગ્રહથી સૂરિએ સરસ્વતીની આરાધના કરી. ત્યારે દેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું કે, “વાદીવૈતાલ શાંતિસૂરિએ કરેલી ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિમાં દિગંબરના મતખંડનને પ્રસંગે બતાવેલા ચોરાશી વિકલ્પોનો વિસ્તાર કરવાથી દિગંબરાચાર્યનું મુખ બંઘ થશે.” એમ કહીને દેવી અદ્રશ્ય થઈ. પછી સૂરિએ તે દિગંબરાચાર્યની કયા શાસ્ત્રમાં કુશળતા છે તે જાણવા રત્નપ્રભાવ નામના પોતાના મુખ્ય શિષ્યને તેની પાસે ગુપ્ત રીતે મોકલ્યો. તે રાત્રિને સમયે ગુપ્ત વેષે દેવની જેમ ત્યાં ગયો. તેને કુમુદચંદ્ર પૂછ્યું કે, “તું કોણ છે?” તેણે કહ્યું, “હું દેવ છું.” કુમુદચંદ્રે પૂછ્યું, “દેવ કોણ?” તેણે કહ્યું, “હું.” કુમુદચંદ્ર પૂછ્યું, “હું કોણ?” તેણે કહ્યું, “તું શ્વાન.” કુમુદચંદ્રે પૂછ્યું, “શ્વાન કોણ?” તેણે કહ્યું કે, “તું.”કુમુદચંદ્ર પૂછ્યું, “તું કોણ?” તેણે કહ્યું, “હું દેવ.” એવી રીતે ચક્રભ્રમણ વાદ વડે પોતાને ૧ આવું તેમને બિરુદ મળેલું હતું. ૨ વરૂં? મર્દ કેવા કેવઃ ? સદં મદં વા? વં થા | Wા વ: ? ત્વ / નં :? અહં તેવ: | આ પ્રમાણે ચક્રભ્રમણવાદ સમજવો. Page #108 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૮] વાદથી શાસનોન્નતિ ૯૭ દેવ અને તેને સ્થાન સ્થાપિત કરીને તે શિષ્ય પોતાને ઉપાશ્રયે ગયો. આ પ્રમાણે ચક્રદોષ પ્રગટ કરવાથી ખેદ પામેલા દિગંબરાચાર્યે શ્વેતાંબરના કોઈ સાઘુ આવી મારી નિંદા કરી ગયા, એમ જાણી દેવસૂરિપર એક શ્લોક લખી મોકલ્યો કે हंहो श्वेतपराः किमेष विकटाटोपोक्तिसंटंकितैः संसारावटकोटरेऽतिविकटे मुग्धो जनः पात्यते । तत्त्वातत्त्वविचारणासु यदि वा हेवाकलेशस्तदा सत्यं कौमुदचन्द्रमंघ्रियुगलं रात्रिन्दिवं . ध्यायत ॥१॥ ભાવાર્થ-“અરે શ્વેતાંબરો! ખોટા આડંબરવાળાં વાક્યોના પ્રપંચે કરીને તમે આ મુગ્ધ લોકોને અતિ વિકટ એવા સંસારરૂપી અંઘકૂપના કોટરમાં કેમ નાંખો છો? જો કદાચ તમારી તત્ત્વ અને અતત્ત્વના વિચારમાં લેશ પણ ઇચ્છા થતી હોય તો તમે સાચેસાચું રાત્રિદિવસ કુમુદચંદ્રના ચરણયુગ્મનું ધ્યાન ઘરો.” દિગંબરાચાર્યે મોકલેલો આ શ્લોક જોઈને બુદ્ધિના વૈભવથી ચાણાક્યને પણ નહીં ગણનારાતેનાથી પણ વધે તેવા દેવસૂરિના શિષ્ય માણિક્ય મુનિ નામના પંડિતે નીચેનો શ્લોક બનાવ્યો कः कंठीरवकंठकेसरसटाभारं स्पृशत्यंघ्रिणा कः कुन्तेन शितेन नेत्रकुहरे कण्डूयनं कांक्षति । कः सन्नह्यति पन्नगेश्वरशिरोरत्नावतंसश्रिये यः श्वेतांबरशासनस्य कुरुते वन्धस्य निन्दामिमाम् ॥१॥ ભાવાર્થ-“એવો કયો પુરુષ છે કે જે સિંહના કંઠની કેશવાળીના સમૂહને પગવડે સ્પર્શ કરે? એવો કયો પુરુષ છે કે જે તીક્ષ્ણ ભાલા વડે નેત્રના ગોલકની ખરજ મટાડવા ઇચ્છે? અને એવો કયો પુરુષ છે કે જે શેષનાગના મસ્તકનો મણિ લઈ અલંકાર કરવા તૈયાર થાય? એવો પુરુષ તે જ છે કે જે શ્વેતાંબરના પૂજ્ય શાસનની આવી નિંદા કરે.” પછી રત્નાકર નામના સાઘુએ પણ એક શ્લોક લખ્યો नर्निरुद्धा युवतीजनस्य, यन्मुक्तिरत्नं प्रकटं हि तत्त्वम् । તતિં વૃથા વેશતનો, તવામિનાવોચમર્થનમ્ ોરણા ભાવાર્થ-“અહો! નગ્ન લોકોએ સ્ત્રીઓનું મુક્તિરૂપી રત્ન બંઘ કર્યું તે જ તેમણે પોતાનું તત્ત્વ પ્રગટ કર્યું છે, તો હવે શા માટે કઠિન એવા તર્કશાસ્ત્રની ક્રીડામાં તું ફોગટ અભિલાષા કરે છે? તેવી તારી અભિલાષા તારા અનર્થનું જ મૂળ છે એમ સમજ.” આ બન્ને શ્લોક તેઓએ ઉપહાસપૂર્વક દિગંબરાચાર્ય પાસે મોકલ્યા. રાજાની રાણી દિગંબરના પક્ષમાં હતી, તેથી તેણે સભ્યજનોને આગ્રહપૂર્વક દિગંબરનો જય થાય તેમ કરવાનું કહી રાખ્યું હતું. પછી કુમુદચંદ્ર પોતાના વાદનો વિષય લખીને આ પ્રમાણે મોકલ્યો केवलि हुओ न भुंजइ, चीवरसहिअस्स नत्थि निव्वाणं । इत्थी हुवा न सिज्झई, इयमयं कुमुदचंदस्स ॥१॥ [ભાગ ૧-૭) Jain Education Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૨ ભાવાર્થ-તીર્થંકર કેવળજ્ઞાન પામ્યા પછી આહાર કરે નહીં, વસ્ત્ર ધારણ કરનારનો મોક્ષ થાય નહીં, અને સ્રવેદે કોઈ સિદ્ધિ પામે નહીં, એવો કુમુદચંદ્ર દિગંબરનો મત છે.’’ તે શ્લોકપર શ્વેતાંબરોએ જવાબ આપ્યો કે ૯૮ केवलि हुओ वि भुंजइ, चीवरसहिअस्स अत्थि निव्वाणं । इत्थी हुवा वि સિારૂં, इयमयं સિયવયસ્સ ||શા ભાવાર્થ-તીર્થંકર કેવળી થયા પછી પણ આહાર કરે છે, વસ્ત્ર ઘા૨ણ ક૨ના૨નો મોક્ષ થાય છે, અને વેદે પણ જીવ સિદ્ધિપદને પામે છે એવો શ્વેતાંબરનો મત છે, અથવા દેવસૂરિનો આ મત છે.’’ પછી નિર્ણયને માટે મુકરર કરેલા દિવસે સિદ્ધરાજની સભામાં છયે દર્શનના પંડિતો સભ્ય તરીકે બેઠા. તે વખતે કુમુદચંદ્ર વાદી વાજતે ગાજતે રાજસભામાં આવ્યો, અને રાજાએ માનપૂર્વક આપેલા ઊંચા સિંહાસન૫ર ચડીને બેઠો. શ્રી દેવસૂરિ પણ શ્રી હેમચંદ્રાચાર્ય સહિત રાજસભામાં આવી એક જ સિંહાસનપર બન્ને બેઠા. બાલ્યાવસ્થાથી કાંઈક મુક્ત થયેલા (એટલે નાની ઉંમરના) એવા શ્રી હેમચંદ્રસૂરિને જોઈને વૃદ્ધાવસ્થાએ પહોંચેલા દિગંબરાચાર્ય મશ્કરીમાં બોલ્યા કે,‘પીતં તń મવતાં—તેં છાશ પીઘી?’’ તે સાંભળીને હેમાચાર્ય તરત જ બોલ્યા કે,“અરે જડમતિ! આવું અસમંજસ ભાષણ કેમ કરે છે? શ્વેત તń, પીતા દરિદ્રા છાશ તો શ્વેત (ધોળી) હોય, અને પીત (પીળી) તો હળદર હોય. (અહીં દિગંબરે પતં શબ્દ પીવાના અર્થમાં લીઘો હતો, તેની મશ્કરી કરવા માટે હેમાચાર્ય પતં શબ્દનો પીળી અર્થ કરીને બોલ્યા.) તે સાંભળીને દિગંબરાચાર્યે લગ્ન પામી નીચે જોયું. પછી દિગંબરે પૂછ્યું કે,‘તમારા બેમાં વાદી કોણ છે?’’ ત્યારે દેવસૂરિ તેનો તિરસ્કાર કરવા માટે બોલ્યા કે,‘તમારો પરાજય કરવા માટે આ હેમચંદ્ર પ્રતિવાદી થશે.'’ દિગંબરાચાર્ય બોલ્યા કે,‘આ બાળકની સાથે મારે વૃદ્ધને શો વાદ કરવો?’’ તે સાંભળીને હેમાચાર્ય બોલ્યા કે,‘‘હે કુમુદચંદ્ર! વૃદ્ધ તો હું છું અને તું જ બાળક છે, કેમ કે હજુ સુધી તે કટીએ દોરો પણ બાંઘ્યો નથી અને લૂગડાં પણ પહેરતાં શીખ્યો નથી, તો બાળક તે તું કે હું?” આ પ્રમાણે તે બન્ને વચ્ચે થતા વિતંડાવાદનો રાજાએ નિષેધ કર્યો. પછી બન્ને પક્ષ વચ્ચે એવી શરત થઈ કે “જો શ્વેતાંબરનો પરાજય થાય તો તેઓએ દિગંબરપણું અંગીકાર કરવું અને દિગંબરનો પરાજય થાય તો તેમણે દેશનો ત્યાગ કરવો.’’ એવી પ્રતિજ્ઞા થયા પછી સ્વદેશકલંકભીરુ શ્રી દેવસૂરિએ સર્વ પ્રકારના અનુવાદનો પરિહાર કરાવવા તત્પર થઈને કુમુદચંદ્રને કહ્યું કે,“તમે પ્રથમ પક્ષ કરો.” ત્યારે તે દિગંબરે પ્રથમ રાજાને આશીર્વાદ આપ્યો કે– खद्योतद्युतिमातनोति सविता जीर्णोर्णनाभालयच्छायामाश्रयते शशी मशकतामायान्ति યત્રાયઃ । इत्थं वर्णयतो नभस्तव यशो जातं स्मृतेर्गोचरं तत्तस्मिन् भ्रमरायते नरपते वाचस्ततो મુદ્રિતા શા ભાવાર્થ-‘હે રાજા! તમારા યશની પાસે સૂર્ય ખદ્યોત (પતંગિયા) જેવો લાગે છે, ચંદ્ર જીર્ણ ૧ આ ચોથા પદને બદલે ‘નવમેય ટેવસૂરિખં’ એવું પદ પણ કોઈ પ્રતમાં છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૮] વાદથી શાસનોન્નતિ ૯૯ કરોળિયાના પડ (જાળા) જેવો લાગે છે, અને પર્વત મચ્છર જેવો લાગે છે, છેવટે તમારા યશનું વર્ણન કરતાં આકાશ મારા સ્મરણપથમાં આવ્યું, પરંતુ તે આકાશ પણ તમારા યશની પાસે એક ભ્રમર જેટલું નાનું લાગે છે, તેથી તમારા યશના વર્ણન માટે કોઈ વસ્તુ નહીં દેખાવાથી મારી વાણી જ બંઘ થઈ જાય છે.” આ શ્લોકમાં છેવટેવાવર્તતો મુદ્રિતા–મારી વાણી બંઘ થઈ જાય છે, એમ અપશબ્દ બોલવાથી સભામાં બેઠેલા પ્રવીણ પંડિતોએ ઘાર્યું કે-“આ વાદી પોતાને હાથે જ બંઘાઈ જશે-હારી જશે.” એમ ઘારીને તેઓ આનંદ પામ્યા. ત્યારપછી દેવાચાર્યે રાજાને આ પ્રમાણે આશીર્વાદ આપ્યો नारीणां विदधाति निर्वृतिपदं श्वेतांबरप्रोल्लसत्कीर्तिस्फातिमनोहरं नयपथो विस्तारभंगीगृहम् । यस्मिन् केवलिनो विनिर्मितपरोच्छेकाः सदा दन्तिनो* राज्यं तजिनशासनं च भवतश्चौलुक्य जीयाच्चिरम् ॥१॥ ભાવાર્થ-“હે ચૌલુક્ય રાજા! જે જિનશાસન સ્ત્રીઓને પણ મોક્ષસ્થાનની પ્રાપ્તિ થવાનું વિઘાન કરે છે, જે શ્વેતાંબરો (સાઘુઓ)ની ઉલ્લાસ પામતી કીર્તિથી મનોહર છે, જે સત નય સંબંધી માર્ગના વિસ્તારરૂપ ભાંગાનું સ્થાન છે તથા જેમાં કેવળીને પણ આહાર કરવાનું વિઘાન કર્યું છે એવું જિનશાસન તથા તમારું રાજ્ય ચિરકાળ જય પામો.” આ શ્લોકમાં કહેલા સર્વે વિશેષણો રાજ્યના પક્ષમાં પણ આ પ્રમાણે લાગુ થાય છે–“જે રાજ્ય શત્રુઓને નિરાંતે રહેવા દેતું નથી, જે ગગનતલને શ્વેત કરીને ઉલ્લાસ પામતી કીર્તિવડે મનોહર છે, જે ન્યાય વિસ્તારની રચના કરવાનું ઘર છે, તથા જેમાં શત્રુઓનો ઉચ્છેદ કરવામાં નિપુણ એવા હાથીઓ વિરાજમાન છે એવું તમારું રાજ્ય ચિરકાળ જય પામો.” પછી દિગંબરે અલના પામતી વાણીવડે કેટલોક પોતાનો મત સ્થાપિત કરી શ્રી દેવસૂરિને તેનો જવાબ આપવાનું કહ્યું, ત્યારે શ્રી દેવસૂરિએ ઉત્તરાધ્યયનની વૃત્તિમાં કહેલા ચોરાશી વિકલ્પો જવાબમાં મૂક્યા. તે વિકલ્પો સમજવાને પણ અશક્ત એવો દિગંબરાચાર્ય ફરીને તેનો તે પક્ષ કરવા લાગ્યો. તેના સર્વ પક્ષોને સૂરિએ અનેક યુક્તિથી તોડી નાંખી તેનો તિરસ્કાર કર્યો, એટલે છેવટે દિગંબર પોતે જ સભા સમક્ષ બોલ્યો કે “આ દેવસૂરિથી મારો પરાજય થયો.” તે સાંભળીને રાજાએ પરાજય પામેલાનો જુદો રસ્તો બતાવવા માટે તે દિગંબરને સભાના પાછળા દ્વારથી કાઢી મૂક્યો. કુમુદચંદ્ર આર્તધ્યાનવડે કેટલેક કાળે મૃત્યુ પામ્યો. રાજાએ શ્રી દેવસૂરિને મોટા ઉત્સવપૂર્વક ઘણો સત્કાર કરીને ઉપાશ્રય તરફ વિદાય કર્યા. તે વખતે જિનશાસનની મોટી પ્રભાવના થઈ. “સ્યાદ્વાદ રત્નાકર નામના ગ્રંથને રચનાર અને વાદીરૂપ હાથીઓનો પરાજય કરવામાં સિંહ સમાન શ્રી દેવસૂરિએ કુમુદચંદ્ર દિગંબરનો પરાજય કરી જિનશાસનની શોભા વધારી. તેવી રીતે બીજાઓએ પણ પોતાની શક્તિ પ્રમાણે શાસનની શોભા વઘારવી.” * ભિન્ન છિનો વિનિર્મિત પરોજીંત્પવા ન્તિનો-આવું પદ પણ છે Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ વ્યાખ્યાન ૨૯ વાદને યોગ્ય પુરુષના લક્ષણ नयन्यासप्रमाणानि, प्रोक्तानि यानि शासने । तानि तथैव जानाति, स वादे कुशली भवेत् ॥ १॥ ભાવાર્થ—શાસનને વિષે જે નય, નિક્ષેપ અને પ્રમાણો કહેલાં છે તે સર્વ યથાર્થ રીતે જે જાણે તે વાદ કરવામાં કુશળ હોય છે.’’ આ સંબંધમાં વૃદ્ધવાદીસૂરિનું દૃષ્ટાંત છે તે આ પ્રમાણે— વૃદ્ધવાદીસૂરિનું દૃષ્ટાંત ૧૦૦ વિદ્યાધર ગચ્છમાં શ્રી પાદલિપ્તસૂરિની પરંપરામાં સ્કંદિલાચાર્ય પાસે મુકુંદ નામના એક વૃદ્ધ બ્રાહ્મણે દીક્ષા લીધી. તે વૃદ્ધ મુનિ રાત્રે મોટા સ્વરે પાઠ ગોખતા હતા. તેને ગુરુએ કહ્યું કે,‘“હે વત્સ! રાત્રે ઊંચે સ્વરે ભણવું યોગ્ય નથી.’’ પછી દિવસે તે વૃદ્ધ સાધુ ઊંચે સ્વરે ગોખતા હતા, તે સાંભળીને શ્રાવકો હસતા હસતા બોલ્યા કે,‘“આ વૃદ્ધ સાધુ ભણીને શું સાંબેલું નવપલ્લવિત કરશે?’' તે સાંભળીને ખેદ પામેલા વૃદ્ધ મુનિએ વિદ્યાપ્રાપ્તિને માટે સરસ્વતી દેવી પાસે બેસી એકવીશ ઉપવાસ કર્યાં. તેથી તુષ્ટમાન થયેલી બ્રાહ્મી (સરસ્વતી) દેવીએ કહ્યું કે,“હે મુનિ! હું તમારા પર તુષ્ટમાન થઈ છું; તેથી વરદાન આપું છું કે તમે સર્વ વિદ્યાસિદ્ઘ થશો.’’ તે વરદાનથી આનંદ પામેલા વૃદ્ધમુનિએ ચૌટામાં જઈ એક સાંબેલું જમીનપર ઊભું રાખી તેને પ્રાસુક જળવડે સીંચવા માંડ્યું અને— अस्मादृशा अपि जडा, भारति ! त्वत्प्रसादतः । भवेयुर्वादिनः प्राज्ञा, मुशलं पुष्यतां तदा ॥ १ ॥ [સ્તંભ ૨ ભાવાર્થ “હે સરસ્વતી દેવી! અમારા જેવા જડ મનુષ્યો પણ તારા પ્રસાદથી વિદ્વાન વાદી થઈ જાય છે, માટે આ મુશળ (સાંબેલું) પણ પુષ્પિત થાઓ.’’ એ શ્લોક બોલીને તે મુશલને પત્ર, પુષ્પ અને ફળવાળું (નવપલ્લવિત) કર્યું. તેનો આવો ચમત્કાર જોઈને ગરુડના નામથી સર્પની જેમ વાદી લોકો તેનું નામ સાંભળતાં જ નાસી જવા લાગ્યા. ગુરુએ તેને યોગ્ય જાણીને સૂરિપદ આપ્યું. એ સમયમાં દેવર્ષિ નામના બ્રાહ્મણની દેવશ્રી નામની સ્ત્રીથી ઉત્પન્ન થયેલો સિદ્ધસેન નામનો પંડિત બ્રાહ્મણ વિક્રમરાજાનો ઘણો માનીતો હતો. તે મિથ્યાત્વી હોવાથી પોતાની બુદ્ધિના અતિશયપણાને લીધે આખા જગતને તૃણ સમાન માનતો હતો. કહ્યું છે કે— वृश्चिको विषमात्रेणाप्यूर्ध्वं वहति कंटकम् । विषभारसहस्त्रेऽपि, वासुवि ગર્વિતઃ IIII ભાવાર્થ-વીંછી થોડા વિષથી પણ ગર્વ પામીને પોતાનો આંકડો ઊંચો રાખે છે; પરંતુ વાસુકિ નાગ (તેની દાઢમાં) હજાર ભાર વિષ છતાં પણ ગર્વ કરતો નથી.’’ એ સિદ્ધસેને એવી પ્રતિજ્ઞા કરી હતી કે—‘મને કોઈ વાદમાં જીતે તેનો હું શિષ્ય થઈ જાઉં.’’ એકદા વૃદ્ધવાદીની કીર્તિ સાંભળીને તેને નહીં સહન કરતો સિદ્ધસેન પાલખીમાં બેસી અનેક છાત્રો સહિત ભૃગુકચ્છ (ભરૂચ) તરફ તેમની સામે ચાલ્યો. માર્ગમાં જ તેને વૃદ્ધવાદી મળ્યા. પરસ્પર વાતો Page #112 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૯]. વાદને યોગ્ય પુરુષના લક્ષણ ૧૦૧ કરતાં સિદ્ધસેને કહ્યું કે-“વાદ કરો.” વૃદ્ધવાદી બોલ્યા કે–“બહુ સારું, પરંતુ અહીં કોઈ સભ્ય (મધ્યસ્થ) નથી, તેથી મધ્યસ્થ વિના જય-પરાજયની શી ખાતરી થાય?” તે સાંભળીને ગર્વથી ઉદ્ધત થયેલો સિદ્ધસેન બોલ્યો કે-“આ ગોવાળ લોકો જ મધ્યસ્થ થાઓ.” ગુરુએ તે વાત મંજૂર કરી. પછી ગોવાળોને મધ્યસ્થ રાખી ગુરુએ કહ્યું કે–“હે સિદ્ધસેન! પ્રથમ તું જ વાદ શરૂ કર.” ત્યારે તે સિદ્ધસેન તર્કશાસ્ત્રની અવચ્છેદકાવચ્છિન્ન પ્રસંગવાળી શબ્દોથી કઠોર લાગે તેવી સંસ્કૃત વાણી ઊંચે સ્વરે બોલવા લાગ્યો. તે બહુ વખત સુઘી બોલ્યો, એટલે ગોવાળિયાઓએ કહ્યું કે–“અરે! આ તો વાચાળ જણાય છે, કાંઈ સમજતો જ નથી; કેવળ ભેંસની જેમ બરાડા પાડીને કાન જ ફોડી નાંખે છે; માટે આ તો મૂર્ખ જ છે. તેથી તે વૃદ્ધ! તમે કાંઈક કાનને સારું લાગે તેવું બોલો.” તે સાંભળીને અવસરને જાણનારા સૂરિ નાટકને યોગ્ય સંગીતને અનુસારે ગણ, છંદ, તાલપૂર્વક ઊંચે સ્વરે તાળોટા દેતા બોલ્યા કે न वि मारिइं न वि चोरिइं, परदारगमण निवारिइं । थोवा थोवं दाइई, तउ सगिंग टगाटग जाइयइं॥१॥ गेहु गोरस गोरडी, गज गुणिअण ने गान । જી માં નો રૂહાં મિને, તો સહશું શું વામ મેરા चूडो चमरी चूंदडी, चोली चरणो चीर । छहुं चच्चे सोहे सदा, सोहव तणुं सरीर ॥३॥ ભાવાર્થ-“કોઈ પ્રાણીને મારવો નહીં, કોઈનું ઘન ચોરવું નહીં, પરસ્ત્રી પ્રત્યે ગમન કરવું નહીં અને થોડામાંથી થોડું પણ દાન આપવું, તેથી તરત જ સ્વર્ગે જવાય છે. ગોધૂમ (ઘઉ), ગોરસ (દૂઘ, દહીં વગેરે), ગોરડી (સ્ત્રી), ગજ (હાથી), ગુણીજનની ગોષ્ઠી અને ગાન (ગાનતાન) એ છે ગકાર જો અહીં જ મળે તો પછી સ્વર્ગનું શું કામ છે? ચૂડો, ચમરી કેશ), ચૂંદડી, ચોળી, ચરણો (ઘાઘરી) અને ચીર એ છ ચકારવડે સૌભાગ્યવતી સ્ત્રીઓનું શરીર સદા શોભે છે.” આ પ્રમાણે સૂરિ બોલતા હતા, તે વખતે તેમના શબ્દની સાથે તે ગોવાળિયા પણ ગાયન કરતા સતા નાચવા કૂદવા લાગ્યા અને બોલ્યા કે, “આ સૂરિએ આ બ્રાહ્મણને હરાવ્યો.” આ પ્રમાણે પોતાની નિંદા સાંભળીને સિદ્ધસેને સૂરિને કહ્યું કે, “હે પૂજ્ય! મને દીક્ષા આપો.” સૂરિ બોલ્યા કે, “હજુ આપણે વાદ માટે રાજસભામાં જઈએ.” એમ કહીને તેઓ રાજસભામાં ગયા. ત્યાં પણ અવસરના જાણ સૂરિએ સિદ્ધસેનનો પરાજય કર્યો તેથી સત્ય પ્રતિજ્ઞાવાળા સિદ્ધસેને સૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી અનુક્રમે તે જૈનશાસ્ત્રમાં પ્રવીણ થયા, ત્યારે તેને સિદ્ધસેન દિવાકર એવું બિરુદ આપી ગુરુએ તેને પોતાનું સ્થાન આપ્યું, અર્થાત્ સૂરિપદે સ્થાપન કર્યા. ભવ્ય પ્રાણીઓરૂપી કમળને પ્રબોઘ પમાડતા સૂર્ય જેવા વાદીન્દ્ર સિદ્ધસેનસૂરિ અવંતિ નગરમાં આવ્યા. તેમને સર્વજ્ઞપુત્ર કહેવાતા સાંભળી તેમની પરીક્ષા કરવા માટે એક વાર રસ્તે જતાં સામે સૂરિજીને આવતા જોઈ વિક્રમાર્ક રાજાએ હાથી પર બેઠા બેઠા તેમને માથું નમાવ્યા વિના મનથી જ નમસ્કાર કર્યો. તે જાણીને સૂરિએ તેને ઊંચે સ્વરે ઘર્મલાભનો આશીર્વાદ આપ્યો, ત્યારે રાજાએ કહ્યું કે, “હે સૂરીન્દ્ર! નમસ્કાર કરવા પૂર્વે જ આશીર્વાદ કેમ આપ્યો?” સૂરિ બોલ્યા કે–“તમે ભાવથી Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૨ મનમાં વંદન કર્યા પછી જ મેં આશીર્વાદ આપ્યા છે.” રાજા બોલ્યો- તમે સાચે જ સર્વજ્ઞપુત્ર છો, પણ તમે ઘર્મલાભ કેમ કહ્યું?” ત્યારે સૂરિ બોલ્યા કે, “હે રાજા! આ ઘર્મલાભરૂપ આશીર્વાદ ક્રોડ ચિંતામણિ કરતાં પણ અધિક દુર્લભ છે, કેમકે दीर्घायुर्भव वर्ण्यते यदि पुनस्तन्नारकाणामपि सन्तानाय च पुत्रवान् यदि पुनस्तत्कुर्कुटानामपि । अर्थो म्लेच्छकुलाश्रिते नरपतौ संपूर्ण उद्विक्ष्यते तस्मात्सर्वसुखप्रदोऽस्तु भवतां श्रीधर्मलाभः श्रिये ॥१॥ ભાવાર્થ-હે રાજા! તું દીર્ઘ આયુષ્યવાળો થા, એવા આશીર્વાદ આપીએ તો દીર્ઘ આયુષ્ય તો નારકી જીવોને પણ છે; સંતાનને માટે પુત્રવાન્ થા, એવો આશીર્વાદ આપીએ તો કૂકડાઓને પણ ઘણાં બચ્ચાં હોય છે. ઘનવાન થા એવો આશીર્વાદ આપીએ તો મ્લેચ્છ કુળમાં ઉત્પન્ન થયેલા રાજાને પણ સંપૂર્ણ ઘન જોવામાં આવે છે. માટે સર્વ પ્રકારનાં સુખને આપનાર ઘર્મલાભરૂપી આશીર્વાદ તમારા કલ્યાણને માટે હો.” ઊંચા હાથ કરીને ઘર્મલાભરૂપ આશિષ આપતા સૂરિ ઉપર સંતુષ્ટ થયેલા રાજાએ તેમને કોટી દ્રવ્ય આપ્યું, પરંતુ નિઃસ્પૃહી હોવાથી તેમણે તે દ્રવ્ય લીધું નહીં, એટલે રાજાએ તે શ્રાવકોને આપ્યું, તેમણે જીર્ણોદ્ધારાદિકમાં તે દ્રવ્યનો વ્યય કર્યો. એકદા સૂરિ વિહાર કરતાં ચિત્તોડગઢ ગયા. ત્યાં એક સ્તંભ હતો. તેની અંદર પૂર્વની આમ્નાયવાળાં પુસ્તકો ગુપ્ત રાખેલાં હતાં. તેને જળ, અગ્નિ, શસ્ત્ર વગેરેથી અભેદ્ય એવી ઔષધિઓથી લિપ્ત કરેલા જોઈને સૂરિએ તે સર્વ ઔષધિઓ ગંઘવડે ઓળખીને તેની પ્રતિસ્પર્ધી (વિરોઘી) ઔષધિઓ વડે મિશ્રિત જળ છાંટી તે સ્તંભ કમળની જેમ વિકસિત કર્યો (ખોલ્યો). પછી તેમાંથી એક પુસ્તક લઈ તેનું પ્રથમ પાનું વાંચ્યું તો તેમાં સરસવ વિદ્યા અને સુવર્ણ વિદ્યા એ બે વિદ્યાઓ જોઈ. પહેલી વિદ્યાનો ચમત્કાર એવો હતો કે તે મંત્રવડે મંત્રેલા જેટલા સરસવના દાણા જળાશયમાં નાંખે તેટલા ઘોડેસવારો તેમાંથી નીકળીને શત્રુના સૈન્યનો પરાભવ કરી પાછા અદ્રશ્ય થઈ જાય. બીજી વિદ્યા એવી હતી કે તે મંત્ર વડે મંત્રિત કરેલા ચૂર્ણના યોગથી કોટી સુવર્ણ ઉત્પન્ન થાય. પછી આગળ બીજું પાનું વાંચવા જાય છે, તેવામાં દેવીએ સૂરિને નિષેઘ કરી હાથમાંથી પુસ્તક લઈ લીધું, અને તે સ્તંભ પણ હતો તેમ પાછો મળી ગયો. ત્યાંથી વિહાર કરીને સૂરિ કુમારપુરે આવ્યા. ત્યાંના રાજા દેવપાળે સૂરિને નમન કરીને કહ્યું કે, “હે ગુરુ! મારા સીમાડાના રાજાઓ મારું રાજ્ય લેવાને ઇચ્છે છે; માટે જો આપ કાંઈ કૃપા કરો તો મારું રાજ્ય સ્થિર થાય.” તે સાંભળીને ગુરુએ સરસવ વિદ્યાના બળે શત્રુના સૈન્યનો પરાભવ કર્યો, તેથી દેવપાળ રાજા જૈનઘર્મી થઈ આચાર્યનો એકાંતભક્ત થયો. પછી રાજાના આગ્રહથી સૂરિ હમેશાં સુખાસનમાં બેસી બંદીજનોથી સ્તુતિ કરાતા રાજસભામાં જવા લાગ્યા. આ પ્રમાણેના તેમના પ્રમાદની વાત સાંભળીને તેમના ગુરુ વૃદ્ધવાદી વેષ બદલીને ત્યાં આવ્યા. તે વખતે સિદ્ધસેન સૂરિ રાજસભામાં જવા માટે નીકળ્યા હતા. તેના સુખાસનના એક દંડને વૃદ્ધવાદીએ પોતાના સ્તંઘ ઉપર લઈ લીઘો. તે વખતે અસ્ત-વ્યસ્ત ચાલતા તે વૃદ્ધને જોઈને ગર્વિષ્ઠ સૂરિ બોલ્યા કે—હે વૃદ્ધ! Page #114 -------------------------------------------------------------------------- ________________ વાદને યોગ્ય પુરુષના લક્ષણ भूरिभारभराक्रान्ते, स्कन्धोऽयं तव बाधति । ભાવાર્થ—ઘણો ભાર ઉપાડવાથી તારા સ્કંધને બાધા થાય છે?’' તે સાંભળીને વૃદ્ધવાદી બોલ્યા કે—હૈ સૂરિ! न तथा बाधते स्कन्धो, बाधति बाधते यथा ॥ १ ॥ જેવો તમારો વાતિ પ્રયોગ બાધા કરે છે તેવો મારો સ્કંધ મને બાધા કરતો નથી.’' (આથી વૃદ્ધવાદીએ એવો જવાબ આપ્યો કે,‘હે સૂરિ! તમે ‘વાતિ’ એ અશુદ્ધ પ્રયોગ બોલ્યા તે મને ઘણો બાધા કરે છે; કેમકે ‘વાધતે’ બોલવું જોઈએ.’’) વ્યાખ્યાન ૨૯] તે સાંભળીને સૂરિને શંકા થઈ કે‘જરૂર મારા ગુરુ વિના બીજો કોઈ મારી ભૂલ કાઢે તેવો નથી.’’ એમ વિચારીને તે તરત જ સુખાસનમાંથી ઊતરી ગુરુના પગમાં પડ્યા. પછી પોતાના પ્રમાદની આલોચના લઈ રાજાની રજા માગીને પોતાના ગુરુ સાથે ત્યાંથી વિહાર કર્યો. ૧૦૩ કેટલેક કાળે વૃદ્ધવાદી સ્વર્ગ ગયા પછી એકદા ‘મળવવાળ’ ઇત્યાદિ પ્રાકૃત ભાષાનાં સૂત્રો બોલતાં લોકોએ મશ્કરી કરી, તેથી લગ્ન પામીને તથા બાલ્યાવસ્થાથી જ સંસ્કૃતનો અભ્યાસ હોવાથી અને કાંઈક કર્મના વશથી પણ ગર્વ પામેલા સિદ્ધસેનસૂરિને વિચાર આવ્યો કે બધા માગધી ગ્રંથોનું સંસ્કૃતમાં રૂપાંતર કરવું જોઈએ કે જેથી સર્વ વિદ્વાન લોકો સમજી શકે. તેઓએ આખા નવકા૨ને બદલે પૂર્વસૂત્રનું મંગલાચરણ નમોડ{સિદ્ધાવાોપાધ્યાયસર્વસાધુમ્ય:' ઉત્તરી સંઘને આપ્યું અને સંઘની સમક્ષ કહ્યું કે, “હું સંઘની અનુમતિથી પ્રાકૃત ભાષામાં રચાયેલા સિદ્ધાન્તોને સંસ્કૃતભાષામાં કરું?’’ તે સાંભળીને સંઘે યથાર્થ સ્વરૂપ કહી બતાવ્યું કે– बालस्त्रीमन्दमूर्खाणां, नृणां चारित्रकांक्षिणाम् । अनुग्रहार्थं तत्त्वज्ञैः, सिद्धान्तः प्राकृतः कृतः ॥ ભાવાર્થ-ચારિત્રની ઇચ્છાવાળા એવા બાળ, સ્ત્રી, મન્દ અને મૂર્ખ મનુષ્યોના ઉપકારને માટે તત્ત્વજ્ઞ પુરુષોએ સિદ્ધાન્તને પ્રાકૃત ભાષામાં કર્યા છે. અને બુદ્ધિમાનને માટે તો ચૌદે પૂર્વ સંસ્કૃત ભાષામાં જ રચાયેલા અમે સાંભળ્યા છે; માટે હે સૂરિ! તમે શ્રી જિનેશ્વર વગેરેની મોટી આશાતના કરી, તેને માટે તમારે મોટું પ્રાયશ્ચિત્ત કરવું પડશે.’’ તે સાંભળી સૂરિએ સંધની આજ્ઞાથી સાધુવેષને ગોપવી અવધૂતનો વેષ ઘારણ કર્યો, અને સંયમ સહિત મૌનવ્રત ધારણ કરી માણસો ઓળખી શકે નહીં તેમ વિચરવા લાગ્યા. એવી રીતે સાત વર્ષ વ્યતીત થયાં ત્યારે સૂરિ ઉજ્જયિની ગયા. ત્યાં મહાકાળેશ્વર મહાદેવના દેરામાં રહ્યા. મહાદેવને પ્રણામ કે વંદના કર્યા વિના તેની ઉપર પગ રાખીને તે બેઠા. તે જોઈને તેના પૂજારીએ સૂરિને પગ ઉઠાવી નમન કરવા કહ્યું; પણ તે મૌનધારી સૂરિ કાંઈ બોલ્યા નહીં અને તેનું કહેવું સાંભળ્યું પણ નહીં, એટલે પૂજારીએ રાજાને જાહેર કર્યું. તેથી આશ્ચર્ય પામીને રાજાએ ત્યાં આવી અવધૂતને કહ્યું કે,‘‘અરે! તમે મહેશ્વરને કેમ વાંદતા નથી?'' સૂરિએ જવાબ આપ્યો કે,જેમ કોઈ જ્વરાર્દિત મનુષ્ય મોદક પચાવવા સમર્થ હોતો નથી તેમ આ દેવ મારી સ્તુતિને સહન કરવા સમર્થ નથી.’’ તે સાંભળીને રાજાએ કહ્યું કે, “હે જટિલ! એવું અસંભવિત વચન કેમ બોલો છો? તમે સ્તુતિ કરો, અમે જોઈએ છીએ કે આ દેવ શી રીતે સહન કરી શકતા નથી?’’ પછી સૂરિ બોલ્યા Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧ स्वयंभुवं भूतसहस्रनेत्रमनेकमेकाक्षरभावलिंगम् । अव्यक्तमव्याहतविश्वलोकमनादिमध्यान्तमपुण्यपापम् ॥ १॥ ભાવાર્થ–પોતાની મેળે જ્ઞાનને પ્રગટ કરનારા, જ્ઞાનરૂપી હજારો નેત્રને ધારણ કરનારા, અનેક ગુણવાન, અદ્વિતીય અને અવિનાશી ભાવલિંગને ધારણ કરનારા, અવ્યક્ત, સમસ્ત વિશ્વના જીવોને વ્યાઘાત નહીં કરનારા, આદિ મધ્ય અને અન્ત રહિત તથા પુણ્ય પાપ રહિત એવા દેવને નમસ્કાર હો.’’ ૧૦૪ ઇત્યાદિ કાવ્યોવડે સૂરિએ શ્રી મહાવીરસ્વામીની બત્રીશ બત્રીશીવડે સ્તુતિ કરી. પછી મોટા મહિમાવાળા શ્રી પાર્શ્વનાથસ્વામીની સ્તુતિ કરી. તેમાં કલ્યાણમંદિર નામના સ્તોત્રનું અગિયારમું કાવ્ય બોલતાં તે શિવલિંગ ફાટ્યું અને તેની અંદરથી વીજળીની જેવી કાંતિવાળું શ્રી અવંતિપાર્શ્વનાથનું બિંબ પ્રગટ થયું. તે જોઈને વિસ્મય પામેલા વિક્રમરાજાએ સૂરિને પૂછ્યું કે,“હે સ્વામી! આ દેવ કોણે નિર્માણ કર્યા છે?’' સૂરિ બોલ્યા,‘‘આ અવંતિ નગરીમાં જ ભદ્રશ્રેષ્ઠીની ભદ્રા નામની સ્ત્રીથી ઉત્પન્ન થયેલો અવંતિસુકુમાળ નામે પુત્ર હતો. તે યુવાવસ્થા પામ્યો, ત્યારે તેના માતપિતાએ તેને બત્રીશ સ્ત્રીઓ પરણાવી. તે સર્વની સાથે કામવિલાસ કરતાં તે કાળ નિર્ગમન કરતો હતો. એકદા તે ગવાક્ષમાં બેઠો હતો, ત્યાં આર્યસુહસ્તી સૂરિના મુખથી નલિનીગુલ્મ વિમાનના વર્ણનવાળું અધ્યયન સાંભળીને તેને જાતિસ્મરણ થયું, એટલે તેણે સૂરિ પાસે જઈને પૂછ્યું કે,‘હે સ્વામી! શું તમે નલિનીગુલ્મ વિમાનથી અહીં આવ્યા છો?’” ગુરુ બોલ્યા,‘ના, પરંતુ તેનું સ્વરૂપ અમે શ્રી સર્વજ્ઞના કહેલા વચન (શાસ્ત્ર) પરથી જાણીએ છીએ.’’ તેણે પૂછ્યું કે, “હે ગુરુ! તે વિમાન શી રીતે પ્રાપ્ત થાય?’’ ગુરુએ કહ્યું–‘ચારિત્રથી પ્રાપ્ત થાય. તે સાંભળીને તરત જ તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી હમેશાં તપસ્યા કરવાને અશક્ત હોવાથી તેણે ગુરુની આજ્ઞા લઈ સ્મશાનમાં જઈ અનશન ગ્રહણ કર્યું. તે સમયે તેના પૂર્વભવની અપમાનિત સ્ત્રી કે જે શિયાળણી થઈ હતી તે પોતાનાં બચ્ચાં સહિત ત્યાં આવી, અને પૂર્વના વૈરને લીધે તે મુનિના શરીરને ચાવી જવા લાગી. ત્રણ પ્રહરમાં તેનું આખું શરીર તેણે ભક્ષણ કર્યું; એટલે ચોથા પ્રહરમાં તે મુનિ શુભ ધ્યાનને યોગે મૃત્યુ પામી નલિનીગુલ્મ વિમાનમાં ઉત્પન્ન થયા. પ્રાતઃકાળે તે સર્વ વૃત્તાંત જાણીને વૈરાગ્યથી તેની માતા ભદ્રાએ અવંતિસુકુમાળની એક ગર્ભવતી સ્ત્રીને મૂકીને બાકીની એકત્રીશ સ્ત્રીઓ સાથે દીક્ષા ગ્રહણ કરી. યોગ્ય કાળે તે ગર્ભવતી સ્ત્રીને પુત્ર પ્રસવ થયો. તે પુત્રે પોતાના પિતાના મૃત્યુસ્થાને આ પ્રાસાદ કરાવી તેમાં આ પાર્શ્વનાથ સ્વામીનું બિંબ સ્થાપન કર્યું હતું. અનુક્રમે કેટલેક કાળે બ્રાહ્મણોએ આ બિંબ ઉપર શિવલિંગ સ્થાપન કર્યું. તેથી હે રાજા! તે શિવ અમારી કરેલી સ્તુતિને કેમ સહન કરી શકે?’’ તે વૃત્તાંત સાંભળીને રાજા ઘણો જ પ્રસન્ન થયો, અને તે બિંબની પૂજા માટે તેણે સો ગામ આપ્યાં. પછી વિક્રમરાજા સૂરિની પ્રશંસા કરતાં બોલ્યા કે,‘હે ગુરુ! તમારા જેવા મહર્ષિ દુનિયામાં ક્યાંથી હોય? ભાગ્યે જ કોઈક હોય, કેમકે [સ્તંભ ૨ अहयो વહવઃ સન્તિ, મેજમક્ષળવક્ષિળાઃ | एकः स एव शेषः स्यात् धरित्रीधरणक्षमः ॥१॥ ભાવાર્થ-દેડકાનું ભક્ષણ કરવામાં પ્રવીણ એવા સર્પો તો દુનિયામાં ઘણા હોય છે, પણ પૃથ્વીને ઘારણ કરવામાં સમર્થ એવો શેષનાગ તો તે એક જ છે.’’ Page #116 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૨૯]. વાદને યોગ્ય પુરુષના લક્ષણ ૧૦૫ ઇત્યાદિ ગુરુની સ્તુતિ કરીને રાજા પોતાને સ્થાને ગયો. આ પ્રમાણે શ્રી જૈન શાસનની ઘણી જ ઉન્નતિ થવાથી શ્રી સંઘ સૂરિપર પ્રસન્ન થયો; તેથી સૂરિના આલોયણનાં બાકી રહેલાં પાંચ વર્ષો માફ કરીને તેમને પાછા સૂરિપદે સ્થાપન કર્યા. એકદા કુવાદરૂપી અંઘકારનો નાશ કરવામાં સૂર્ય સમાન સૂરિ ઓંકારપુરે ગયા. ત્યાંના શ્રાવકોએ તેમને વિજ્ઞપ્તિ કરી કે, “હે સ્વામી! અહીં મિથ્યાત્વીઓનું ઘણું જોર હોવાથી તેઓ જૈનચૈત્ય કરવા દેતા નથી.” તે સાંભળીને સૂરિ ચાર શ્લોક (નવા) હાથમાં લઈ વિક્રમરાજાની સભામાં ગયા અને દ્વારપાળે રોકવાથી દ્વારપાળના હાથમાં એક શ્લોક આપી તે રાજાને આપવા કહ્યું, એટલે તેણે જઈને રાજાને તે શ્લોક આપ્યો, તે આ પ્રમાણે હતો भिक्षुर्दिदृक्षुरायातस्तिष्ठति દ્વારિવારિતઃ | હસ્તવ્યસ્તતાવાર વિં વાગડગતિ ગતિ પારા ભાવાર્થ-“કોઈ ભિક્ષુ આપને મળવા આવ્યો છે, તે દ્વારપાળના અટકાવવાથી દ્વારે ઊભો છે, તેના હાથમાં ચાર શ્લોક છે, તે સભામાં આવે કે જાય?” તે વાંચી રાજાએ જવાબમાં એક શ્લોક લખી મોકલ્યો કે दीयते दशलक्षाणि शासनानि चतुर्दश । हस्तन्यस्तचतुःश्लोकः यद्वाऽऽगच्छतु गच्छतु ॥४॥ ભાવાર્થ-“જેના હાથમાં ચાર શ્લોક છે તેમને દશ લાખ રૂપિયા અને ચૌદ ગામ આપવામાં આવે છે; હવે જો આવવું હોય તો આવો અને જવું હોય તો જાઓ.” તે વાંચીને સૂરિ સભામાં ગયા, અને રાજાએ આપેલા આસનપર સન્મુખ બેઠા. પછી સૂરિ ચારે દિશાએ રહીને એક એક શ્લોક બોલ્યા, અને રાજા દરેક શ્લોકે એક એક દિશા બદલીને બેઠો; એટલે ચાર શ્લોક કરીને ચાર દિશામાં તેણે મુખ કર્યું. તે શ્લોકો આ પ્રમાણે अपूर्वेयं धनुर्विद्या, भवता शिक्षिता कुतः । मार्गणौघः समभ्येति, गुणो याति दिगन्तरम् ॥१॥ ભાવાર્થ-“હે રાજા! તમે આવી અપૂર્વ ઘનુર્વિદ્યા ક્યાંથી શીખ્યા કે જેથી માર્ગણનો સમૂહ સમીપે આવે છે અને ગુણ દિગન્તમાં જાય છે.” सरस्वती स्थिता वक्त्रे, लक्ष्मीः करसरोरुहे । વર્તિ વિં પિતા રન, ફેન ફેશાત્તર ગત રાા ભાવાર્થ-“હે રાજા! સરસ્વતી તો તમારા મુખમાં રહી છે, અને લક્ષ્મી હસ્તકમળમાં રહી છે, પરંતુ કીર્તિ તમારા પર કોપાયમાન કેમ થઈ? કે જેથી તે દેશાંતરમાં જતી રહી.” सर्वदा सर्वदोऽसीति, मिथ्या त्वं स्तूयसे बुधैः । नारयो लेभिरे पृष्ठं, न वक्षः परयोषितः॥३॥ ૧ માર્ગણ એટલે બાણનો સમૂહ સમીપ આવે અને ગુણ એટલે ઘનુષની દોરી દિશાના અંતમાં જાય. તે વિરોધ થયો. તેના પરિહારમાં માર્ગણ=માગણ, યાચકગણનો સમૂહ પાસે આવે, અને દયાદિક ગુણો અર્થાત્ ગુણોની કીર્તિ દિગંતમાં જાય. Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૨ ભાવાર્થ-“હે રાજા! તમે સર્વદા સર્વનું દાન કરો છો, એવી તમારી પ્રશંસા પંડિત લોકો કરે છે તે ખોટી છે. કેમકે તમારા શત્રુને તમે તમારી પીઠ આપતા નથી, અને પરસ્ત્રીને વક્ષઃસ્થળ આપતા નથી, માટે તમે સર્વનું દાન કરનાર ક્યાં થયા?’’ कीर्तिस्ते जातजाड्येव, चतुरंभोधिमज्ञ्जनात् । आतपाय धरानाथ, गता માર્તન્ડમંડનમ્ ॥ા ૧૦૬ ભાવાર્થ—“હે રાજા! તમારી કીર્તિ ચાર સમુદ્રમાં મગ્ન થવાથી તેને જાણે ટાઢ ચડી ગઈ હોય, તેમ તે આતપ (ગર્મી) લેવા માટે સૂર્યમંડળ તરફ ગઈ છે. અર્થાત્ સમુદ્રપર્યંત વિસ્તરેલી તમારી કીર્તિ સ્વર્ગ લોકમાં પણ ગવાય છે.’’ તે ચારે શ્લોકે ચારે દિશામાં ફરેલો રાજા તુષ્ટમાન થઈને બોલ્યો કે,“હે સૂરિ! આ ચારે દિશામાં ફરીને મેં મારું ચારે દિશાનું રાજ્ય તમને આપી દીધું છે, તે તમે ગ્રહણ કરો.'' સૂરિ બોલ્યા,‘“હે રાજા! અમારે નિગ્રંથને રાજ્યનું શું પ્રયોજન છે? કાંઈ જ નથી.’’ રાજાએ પૂછ્યું,‘‘ત્યારે તમારી શી ઇચ્છા છે?’ સૂરિ બોલ્યા,‘ઓંકારપુરમાં મહાદેવના પ્રાસાદથી ઊંચો ચાર દ્વારનો પ્રાસાદ કરાવીને તેમાં શ્રી પાર્શ્વનાથના બિંબને સ્થાપન કરો.'' તે સાંભળીને રાજાએ તેવી રીતે કરાવી આપ્યું. પછી સૂરિ વિચરતા વિચરતા દક્ષિણ દેશ તરફ ગયા. ત્યાં પ્રતિષ્ઠાનપુર (પેંઠ)માં પોતાના આયુષનો અંત જાણીને અનશન ગ્રહણ કરી સ્વર્ગ નિવાસ કર્યો. સૂરિના મૃત્યુ સમાચાર ચિત્તોડગઢ પહોંચડાવા માટે ત્યાંના સંઘે એક હોંશિયાર બ્રાહ્મણને મોકલ્યો. તે બ્રાહ્મણ ચિત્તોડગઢમાં આવીને ગામમાં ટેલ નાંખતો અર્ધો શ્લોક મોટેથી બોલવા લાગ્યો. “વાની વાળિવદ્યોત્તા, ઘોતને રક્ષિળાપથે”” ‘‘હાલમાં વાદીરૂપી પતંગિયાઓ દક્ષિણ દેશમાં પ્રકાશ કરે છે.’’ તે બે પદ સાંભળી સિદ્ધસેન દિવાકરની બહેન સરસ્વતી સૂરિના મરણનો નિશ્ચય કરી બોલી કે नूनमस्तंगतो वादि, सिद्धसेनो दिवाकरः ॥१॥ ‘“અહો! નક્કી વાદી સિદ્ધસેન દિવાકર (સૂર્ય) અસ્ત પામ્યો છે, એમ આ બ્રાહ્મણના બે પદથી સિદ્ધ થાય છે.’’ કારણકે સૂર્યના અસ્ત વિના પતંગિયા એટલે આગિયા પ્રકાશ ન કરી શકે. પછી બ્રાહ્મણે સર્વ વૃત્તાંત યથાર્થ કહી સંભળાવ્યો. તે સાંભળી સર્વ સંઘ ઘણો શોકાતુર થયો. ‘જેમ સિંહનો શબ્દ સાંભળીને મોટા હસ્તીઓ પણ પોતાનો મદ તજી દે છે, તેમ વૃદ્ધવાદી અને સિદ્ધસેન દિવાકરનો શબ્દ સાંભળીને ન્યાયશાસ્ત્રમાં પ્રવીણ વાદીઓ પણ ગર્વનો ત્યાગ કરે છે.’ વ્યાખ્યાન ૩૦ સમકિતના ચોથા પ્રભાવક–નિમિત્તવેત્તા પ્રભાવક योऽष्टांगनिमित्तानि, शासनोन्नतिहेतवे । प्रोच्यते प्रयुज्यमानश्चतुर्थोऽयं प्रभावकः ॥ १॥ Page #118 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૦] સમકિતના ચોથા પ્રભાવક–નિમિત્તવેત્તા પ્રભાવક ૧૦૭ ભાવાર્થ-“જે મુનિ અષ્ટાંગ નિમિત્તનો શાસનની ઉન્નતિને માટે ઉપયોગ કરે છે, તે ચોથો પ્રભાવક કહેવાય છે.” આ પ્રસંગ ઉપર શ્રી ભદ્રબાહુ સ્વામીનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે શ્રી ભદ્રબાહુ સ્વામીનું દ્રષ્ટાંત દક્ષિણ દેશમાં પ્રતિષ્ઠાનપુરને વિષે ભદ્રબાહુ અને વરાહમિહિર નામના બે પંડિત ભાઈઓએ શ્રી યશોભદ્રસૂરિની પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે મોટા ભદ્રબાહુએ ચૌદ પૂર્વનો અભ્યાસ કર્યો, તેથી તેને યોગ્ય જાણીને ગુરુએ સૂરિપદ આપ્યું. તેમણે દશવૈકાલિક, આવશ્યક વગેરે દશ સૂત્રો પર નિર્યુક્તિ રચી. એકદા વરાહમિહિરે જ્ઞાનની ગર્વતાથી મોટા ભાઈ પાસે સૂરિપદની માગણી કરી. ત્યારે મોટા ભાઈએ કહ્યું કે-“હે ભાઈ! તું વિદ્વાન છો, છતાં અભિમાની હોવાથી તેને સૂરિપદ આપવું યોગ્ય નથી.” તે વાક્ય વરાહને ગમ્યું નહીં. તેથી તેણે સાધુનો વેષ છોડી દઈ ફરીથી બ્રાહ્મણનો વેષ અંગીકાર કર્યો. પછી લોકોમાં પ્રસિદ્ધિ પામવા માટે તે એવી વાતો કરવા લાગ્યો કે–“હું બાલ્યાવસ્થાથી જ નિરંતર લગ્નના વિચારમાં રહેતો હતો. એકદા ગામ બહાર એક શિલાપર મેં સિંહલગ્ન આલેખ્યું. પછી તે લગ્નને એમનું એમ રહેવા દઈને હું ઘેર આવી સૂતો; તેવામાં મને સ્મરણ થયું કે હું તે સિંહલગ્ન ભૂંસવું ભૂલી ગયો છું; તેથી હું તે લગ્ન ભૂંસવા માટે ત્યાં ગયો, તો તે લગ્નની ઉપર મેં સાક્ષાત્ સિંહને બેઠેલો જોયો; તોપણ તેનાથી ભય પામ્યા વિના તેની નીચે હાથ નાંખીને મેં તે લગ્ન ભૂંસી નાંખ્યું, એટલે તે લગ્નના સ્વામી સૂર્યે મારી હિંમતથી પ્રત્યક્ષ થઈને મને કહ્યું કે હે વત્સ! હું તારા પર પ્રસન્ન થયો છું, માટે તું વરદાન માગ.” કહ્યું, “જો તમે પ્રસન્ન થયા હો તો મને તમારા વિમાનમાં બેસાડીને બધું જ્યોતિશ્ચક બતાવો.” તેથી મને તેણે વિમાનમાં બેસાડીને સર્વ ગ્રહનક્ષત્રો વગેરેની ગતિ, માન વગેરે બતાવ્યું. તે જાણીને હું કૃતાર્થ થયો છું. હવે હું લોકોના ઉપકાર માટે જ ફર્યા કરું છું.” આ પ્રમાણેની તે બ્રાહ્મણની હકીકત લોકો દ્વારા રાજાના સાંભળવામાં આવી, તેથી તેણે વરાહને રાજ્યપુરોહિત બનાવ્યો. વરાહ ગર્વને લીધે શ્વેતાંબરો પર દ્વેષ રાખી તેમની નિરંતર નિંદા કરતો હતો. તે નિંદા સહન નહીં કરનારા કેટલાક શ્રાવકભક્તોએ ભદ્રબાહુસ્વામી પાસે જઈ તેમને તે નગરે લાવી મોટા ઉત્સવપૂર્વક પ્રવેશ કરાવ્યો. તેમનું આગમન સાંભળીને વરાહને ઘણો ખેદ થયો. થોડા દિવસ પછી રાજાને ઘેર પુત્ર જન્મ થયો. તેની જન્મપત્રિકા વરાહે કરીને તેનું સો વર્ષનું આયુષ્ય નક્કી કર્યું, તથા બીજા પણ કેટલાક શુભ યોગોનું વર્ણન કર્યું. તે સાંભળીને રાજા પ્રસન્ન થયો. ત્યારે વરાહ બોલ્યો કે-“હે સ્વામી! આપને ઘેર પુત્રપ્રસવનો હર્ષ દેખાડવા માટે ગામના સૌ લોકો આવી ગયા, પણ ઈર્ષાળુ ભદ્રબાહુ શ્વેતાંબર આવ્યા નથી, માટે તે હર્ષ વિનાના ભદ્રબાહુને દેશનિકાલનો દંડ જ કરવો જોઈએ.” તે સાંભળીને રાજાએ પોતાના મંત્રીને સૂરિ પાસે નહીં આવવાનું કારણ જાણવા માટે મોકલ્યો. મંત્રીએ સૂરિને પૂછ્યું, ત્યારે સૂરિ બોલ્યા કે-“બે વખત જવા આવવાનો ક્લેશ શા માટે કરવો જોઈએ? કેમકે સાતમે દિવસે તે પુત્ર બિલાડીના મુખથી મરણ પામશે.” તે વાત મંત્રીએ જઈને રાજાને કહી. તે સાંભળીને રાજાએ પુત્રના બચાવ માટે આખા ગામની બિલાડીઓ ગામ ૧ જ્યોતિષશાસ્ત્રનું મુહૂર્ત Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૨ બહાર કાઢી મુકાવી. સાતમે દિવસે તે બાળકને તેની ઘાવમાતા બારણામાં બેઠી બેઠી ઘવરાવતી હતી, તેવામાં અકસ્માત્ બારણાની અર્ગલા જેને બિલાડી કહે છે તે બાળકના મસ્તક પર પડી, અને તરત જ તે મરણ પામ્યો, તેથી રાજાએ વરાહનો તિરસ્કાર કર્યો. પછી ગુરુને રાજાએ પૂછ્યું કે–“હે સ્વામી! તમે તેનું સાત દિવસનું આયુષ્ય શી રીતે જાણ્યું? વળી તમે બિલાડીના મુખથી મરણનું કહ્યું હતું તેવી રીતે ન થયું, તેનું કારણ શું?” ગુરુએ જવાબ આપ્યો કે–“બિલાડીના મુખથી જ તેનું મરણ થયું છે. તે અર્ગલાના અગ્રભાગ ઉપર બિલાડીની આકૃતિ છે, તે જોઈ ખાતરી કરો. આયુષ્યની બાબતમાં અમે પૂર્વની આમ્નાયને અનુસારે લગ્ન લઈને શાસ્ત્રાનુસાર નિશ્ચિત કર્યો હતો, અને વરાહે તો પુત્રજન્મ થયા પછી જ્યારે દાસીએ ઊંચા પીઠ પર ચડીને ઘંટ વગાડ્યો ત્યારે પુત્ર જન્મ થયો એમ જાણી લગ્ન લીધું હતું, તેથી તેના લગ્નમાં ફરક પડ્યો છે.” તે સાંભળીને વરાહને ઘણો ખેદ થયો, એટલે તે સર્વે પુસ્તકોને જળમાં બોળી દેવા તૈયાર થયો. સૂરિએ તેનો નિષેઘ કરીને કહ્યું કે-“હે ભાઈ! એ સર્વ શાસ્ત્રો સર્વપ્રણીત હોવાથી શુદ્ધ જ છે. કહ્યું છે કે - अमंत्रमक्षरं नास्ति, नास्ति मूलमनौषधम् । अनाथा पृथिवी नास्ति, आम्नायाः खलु दुर्लभाः॥१॥ મંત્ર વિનાનો એક્કે અક્ષર નથી, ઔષઘ વિનાનું એક પણ મૂળિયું નથી અને નાથ વિનાની જરા પણ પૃથ્વી નથી, પરંતુ તેની આમ્નાય (રહસ્યમય વિઘાન) પ્રાસ થવી દુર્લભ છે (જે ગુરુગમથી મળી શકે છે.)” ઇત્યાદિક સમજાવીને સૂરિએ તેને શાંત કર્યો. પછી એક દિવસે રાજાએ સૂરિને તથા બ્રાહ્મણોને પૂછ્યું કે, “આજે નવીન શું થશે? તે કહો.” ત્યારે વરાહ બોલ્યો કે, “આજે સાયંકાળે અમુક સ્થાને અકસ્માત્ જલવૃષ્ટિ થશે, અને મુકરર કરેલા મંડળમાં એક બાવન પળનો મત્સ્ય આકાશમાંથી પડશે.” પછી ગુરુ બોલ્યા કે, “તે વાત ખરી, પણ એકાવન પળનો મત્સ્ય પડશે અને તે મંડળની બહાર પૂર્વ દિશામાં પડશે.” સાયંકાળે ગુરુના કહ્યા પ્રમાણે થયું; તેથી રાજાએ જૈન ઘર્મ અંગીકાર કર્યો, વહારે ખેદ પામીને તાપસી દીક્ષા લીધી, અને અજ્ઞાનકષ્ટ કરીને આયુષ્ય ક્ષયે મરણ પામી વ્યંતર થયો. પૂર્વનો દ્વેષ સાંભરતાં તેણે સાઘુઓને ઉપદ્રવ કરવા વિચાર્યું, પણ તેમના પર તેની શક્તિ ચાલી શકી નહીં, તેથી તે દુષ્ટ શ્રાવકોમાં રોગો ઉત્પન્ન કરવા માંડ્યા. શ્રાવકોએ ગુરુને વિજ્ઞપ્તિ કરી, ત્યારે ગુરુએ ઉપસર્ગમાત્રનો નાશ કરનાર ઉપસર્ગહર સ્તોત્ર બનાવીને શ્રાવકોને તેનો હમેશાં પાઠ કરવા કહ્યું, તેથી તે વ્યંતર શ્રાવકોને પણ કાંઈ કરી શક્યો નહીં. તે “ઉવસગ્ગહર” સ્તોત્ર હજુ પણ પાઠ કરવાથી ઉપદ્રવોનો નાશ કરે છે. અનુક્રમે અનેક ભવ્ય જીવોને પ્રતિબોઘ કરી ભદ્રબાહુ સ્વામી સ્વર્ગે ગયા. ભદ્રબાહસ્વામીએ શુભ નિમિત્તના બળથી રાજાને જૈનધર્મી કર્યો, તેવી રીતે બીજાઓએ પણ શાસનની ઉન્નતિને માટે યથાશક્તિ પ્રયાસ કરવો.” || ક્રિતીય તંભ સમાપ્ત . Page #120 -------------------------------------------------------------------------- ________________ સ્તંભ) વ્યાખ્યાન ૩૧ સમકિતના પાંચમા પ્રભાવક–તપસ્વી પ્રભાવક विविधाभिस्तपस्याभिर्जेनधर्मप्रकाशकः । विज्ञेयः पञ्चमो भव्यैः, स तपस्वी प्रभावकः ॥ १ ॥ ભાવાર્થ—જે વિવિધ પ્રકારની તપસ્યા કરીને જૈનધર્મનો પ્રકાશ ક૨ે તેને ભવ્ય પ્રાણીઓએ પાંચમો તપસ્વી પ્રભાવક જાણવો.’’ આ પ્રસંગ ઉપર કાષ્ઠ મુનિનું દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે કાષ્ઠમુનિનું દૃષ્ટાંત ૧૦૯ રાજગૃહ નગરમાં કાષ્ઠ નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને વજા નામે કુલટા સ્ત્રી હતી. તે સ્ત્રીથી ઉત્પન્ન થયેલો દેવપ્રિય નામનો તેને એક પુત્ર હતો. તે લેખશાળામાં અભ્યાસ કરતો હતો. તે શ્રેષ્ઠીને ઘેર પુત્રની જેમ પાલન કરેલાં પોપટ, મેના અને કૂકડો એ ત્રણ પક્ષીઓ હતાં. એક બ્રાહ્મણના પુત્રને ઘરની સંભાળ કરવા રાખેલો હતો. એકદા શ્રેષ્ઠી પોતાના ઘરનો કાર્યભાર પોતાની સ્ત્રીને તથા મેનાને સોંપીને લક્ષ્મી મેળવવા માટે પરદેશ ગયો. પાછળ તે બ્રાહ્મણપુત્ર યુવાવસ્થા પામ્યો, ત્યારે વજા તેની સાથે વિષયસુખ ભોગવવા લાગી. એકદા તે બન્નેને વિષયાસક્ત જોઈને મેનાએ પોપટને કહ્યું કે,‘“પાપકર્મમાં તત્પર થયેલાં આ બન્નેને આપણે નિવારવા જોઈએ.'' ત્યારે પોપટ બોલ્યો કે– उपदेशो हि मूर्खाणां, प्रकोपाय न शान्तये । पयःपानं भुजंगानां, केवलं વિષવર્ધનમ્ ॥ ભાવાર્થ‘મૂર્ખને ઉપદેશ આપવો, એ તેને કોપ ઉત્પન્ન કરવા માટે થાય છે, પણ શાંતિને માટે થતો નથી. જુઓ! સર્પને જે દુગ્ધપાન કરાવવું તે કેવળ વિષની વૃદ્ધિને માટે જ થાય છે. માટે હે પ્રિયા! હમણાં તેમને ઉપદેશ આપવાનો સમય નથી.’” તે સાંભળીને મેના બોલી કે,‘‘સત્ય બોલવાથી જો કદાચ મારું અકાળે મૃત્યુ થાય તો તે શ્રેષ્ઠ છે, પણ આ પિતા તુલ્ય શ્રેષ્ઠીના ઘરમાં અકાર્ય થતું જોવું તે શ્રેષ્ઠ નથી; હું તે જોઈ શકતી નથી.'' આ પ્રમાણે તે મેનાને બોલતી સાંભળીને વજાએ ક્રોધથી તે મેનાને પકડી અગ્નિમાં નાંખી દીધી. તે જોઈ પોપટ તો મૌન જ ધારણ કરીને રહ્યો. એકદા તે વજાને ઘેર બે મુનિ ભિક્ષાને માટે આવ્યા. તેમાંથી વૃદ્ધ મુનિએ લઘુ મુનિને કહ્યું કે,‘‘આ કૂકડાનું મસ્તક માંજર (કલગી) સહિત જે ખાય તે રાજા થાય.’' તે વચન પેલા બ્રાહ્મણપુત્રે ભીંતને ઓથે ઊભા રહીને સાંભળ્યું. પછી તેણે વજાને કહ્યું કે,‘‘આ કૂકડાનું મસ્તક માંજર સહિત રાંધીને મને ખાવા આપ.’’ તે સાંભળીને વજાએ પ્રથમ ના કહી; પણ તેના વધારે આગ્રહથી તેણે તેમ કરવાનું સ્વીકાર્યું. પછી તે કૂકડાને મારીને તેને પકવવા માટે અગ્નિ પર મૂક્યો. તે વખતે તે બ્રાહ્મણ પુત્ર સ્નાન કરવા ગયો, તેવામાં વજાના પુત્ર લેખશાળામાંથી ઘેર આવી ખાવાનું માગ્યું; એટલે વજાએ તેના જારનું કહેવું ભૂલી જવાથી પેલા કૂકડાનું મસ્તક તેને ખાવા આપ્યું. તે ખાઈને તે શાળામાં ગયો. થોડી વારે પેલો બ્રાહ્મણ સ્નાન કરીને ઘેર આવી ખાવા બેઠો. તે વખતે કૂકડાના Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૩ મસ્તક વિનાનું કેવળ શરીરનું માંસ જોઈને તે બાબત તેણે વજાને પૂછ્યું, એટલે તેણે કહ્યું કે, “મારા પુત્રને ભૂલથી અપાયું છે.” તે સાંભળી ક્રોઘથી બ્રાહ્મણ બોલ્યો કે, “જો તારા છોકરાને મારીને તેના પેટમાંથી કૂકડાનું મસ્તક કાઢી મને ખાવા આપીશ તો આપણી પ્રીતિનો ભંગ નહીં થાય, નહીં તો હું તારી સાથે પ્રીતિ રાખીશ નહીં.” તે સાંભળીને વજાએ તેમ કરવાનું સ્વીકાર્યું. (કામી પુરુષો શું શું અકાર્ય નથી સ્વીકારતા!) તે વાત તે પુત્રની ઘાત્રી(ધાવમાતા)એ સાંભળી; તેથી લેખશાળામાંથી પરભાર્યો જ પુત્રને લઈને કેડે બેસાડીને નગર બહાર નીકળી ગઈ. અનુક્રમે ચાલતી ચાલતી તે ઘાત્રી પૃષ્ઠચંપા નગરીને ઉદ્યાનમાં આવી. તે વખતે તે નગરીનો રાજા પુત્રરહિત મરણ પામેલો હોવાથી પ્રઘાનોએ પંચ દિવ્ય કર્યા હતા. તે પંચદિવ્ય ઉદ્યાનમાં સૂતેલા પેલા પુત્રને પ્રમાણ કર્યો. તેથી પ્રઘાનોએ તેનો રાજ્યાભિષેક કર્યો એટલે તે ઘાત્રી સહિત ત્યાં રહી રાજ્યનું પાલન કરવા લાગ્યો. અહીં કેટલેક કાળે કાષ્ઠ શ્રેષ્ઠી પરદેશથી ઘેર આવ્યો. ત્યાં પુત્ર, શાત્રી, મેના અને કૂકડો એ ચાર વસ્તુ તેણે જોઈ નહીં. તેથી તેણે પોપટને તે વિષે પૂછ્યું, ત્યારે પોપટ બોલ્યો કે, “હે શ્રેષ્ઠી! મને પાંજરામાંથી બહાર કાઢો તો હું નિર્ભય થઈને સર્વ વૃત્તાંત કહું.” ત્યારે શ્રેષ્ઠીએ તેને પાંજરામાંથી મુક્ત કર્યો એટલે તે પોપટે વૃક્ષ પર બેસીને વજા તથા બ્રાહ્મણના અયોગ્ય સંબંઘની સર્વ વાત કરી. તે સાંભળીને શ્રેષ્ઠીએ વૈરાગ્ય પામી તરત જ દીક્ષા લીધી. રાજાના ભયથી વજા પણ બ્રાહ્મણને લઈ ત્યાંથી ભાગી ગઈ. તેઓ ચાલતાં ચાલતાં દૈવયોગે પુત્રના રાજ્યવાળા નગરમાં આવીને રહ્યા. કાષ્ઠ સાધુ પણ વિહારના ક્રમે ફરતાં ફરતાં તે જ નગરમાં આવ્યા, અને અકસ્માત્ તે વજાને ઘેર ભિક્ષા લેવા ગયા. વજાએ પોતાના પતિને ઓળખીને વિચાર્યું કે, “જો આ મને ઓળખશે તો મારી હીલના કરશે.” પછી તેણે ભિક્ષાના પાત્રમાં ભિક્ષાની સાથે પોતાનું એક આભૂષણ મૂકી દઈ પોકાર કર્યો; તેથી રાજસેવકોએ તે સાધુને ચોર ઘારીને પકડ્યા અને રાજા પાસે લઈ ગયા. તે વખતે રાજા પાસે બેઠેલી ઘાત્રીએ તેમને ઓળખીને રાજાને કહ્યું કે, “આ તારા પિતા છે.” એટલે રાજાએ સર્વ વૃત્તાંત જાણી પિતાને હણવા ઇચ્છતી માતાને ગામ બહાર કાઢી મૂકી, અને પોતે શ્રાવક થયો. પછી પોતાના પિતાને બહુ આગ્રહથી તેણે ત્યાં રાખ્યા. રાજા હમેશાં સમૃદ્ધિ સહિત ગુરુને વંદન કરવા માટે જવા લાગ્યો. એ પ્રમાણે જૈન શાસનની ઉન્નતિ જોઈને બ્રાહ્મણો દ્વેષ કરવા લાગ્યા. તેથી તેઓ મુનિનાં છિદ્ર જોવા લાગ્યા; પણ તે તપસ્વી મુનિમાં એક પણ દૂષણ જોવામાં આવ્યું નહીં, તેથી નિરાશ થઈને બ્રાહ્મણોએ પ્રપંચ કર્યો. તેઓએ એક ગર્ભવતી દાસીને દ્રવ્યનો લોભ બતાવીને કહ્યું કે, “તું આ સાધુને કલંક આપ.” દ્રવ્યના લોભથી તેણે હા કહી. પછી કાષ્ઠ સાધુ વિહાર કરવા માટે તૈયાર થયા અને રાજા વગેરે ઘણા લોકો ત્યાં વિદાય આપવા આવ્યા તે વખતે પેલી દાસી સાથ્વીનો વેષ પહેરી મુનિ પાસે આવી સર્વના સાંભળતાં બોલી કે, “હે પૂજ્ય! આ તમારાથી રહેલા ગર્ભને એમ ને - એમ મૂકીને તમે વિહાર કરો છો, તે યુક્ત નથી.” એમ કહીને તેણે મુનિનું વસ્ત્ર પકડ્યું, એટલે આશ્ચર્ય પામેલા મુનિ બોલ્યા કે, “હે મુગ્ધા! શા માટે અસત્ય બોલીને તું અમને કોપ પમાડે છે?” તે બોલી કે, “હું અસત્ય બોલતી નથી.” તે સાંભળીને શાસનની ઉન્નતિને માટે સર્વ લોક સમક્ષ લબ્ધિવાન મુનિ બોલ્યા કે, “જો આ ગર્ભ મારાથી રહેલો હોય તો તેમને તેમ સ્થિત રહો; પરંતુ જો આ ગર્ભ મારાથી રહેલો ન હોય તો તત્કાળ તેની કુક્ષિ ભેદીને નીકળી પડો.” એવું કહેતાં જ તે ગર્ભ Page #122 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૨] સમકિતના છઠ્ઠા પ્રભાવક–વિદ્યાપ્રભાવક ૧૧૧ તેની કુક્ષિમાંથી નીકળીને પૃથ્વી પર પડ્યો, એટલે ભયથી કંપતી તે દાસી બોલી કે, “હે પૂજ્ય! મેં બ્રાહ્મણોના કહેવાથી આવું અકૃત્ય કર્યું છે, માટે મને ક્ષમા કરો” એમ કહીને તે મુનિના પગમાં પડી. બ્રાહ્મણો પણ કંપતા કંપતા ત્યાં આવીને મુનિના પગમાં પડ્યા. પછી રાજા વગેરેની વિનંતીથી મુનિનો ક્રોધ શાંત થયો. સર્વ લોકો મુનિના ઉપદેશથી ઘર્મ પામ્યા, અને બ્રાહ્મણોએ જૈન ધર્મની નિંદા કરવી મૂકી દીધી. મુનિ પણ ઉત્કૃષ્ટ તપવડે સર્વ કર્મનો ક્ષય કરી મુક્તિપદને પામ્યા. - “હે ભવ્ય જીવો! જો તમને મુક્તિના સુખની અભિલાષા હોય તો આ કાષ્ઠ મુનિનું અદ્ભુત ચરિત્ર સાંભળીને વિવિઘ પ્રકારની તપસ્યા કરી જિનધર્મની ઉન્નતિ કરો.” વ્યાખ્યાન ક૨ સમકિતના છઠ્ઠા પ્રભાવક-વિધાપ્રભાવક मंत्रयन्त्रादिविद्याभियुक्तो विद्याप्रभावकः । સંઘાઘર્થ મહાવિદ્યાં, પ્રયુક્રયતિ નાન્યથા શા. ભાવાર્થ-જે મંત્ર, યંત્ર વગેરે વિદ્યાથી યુક્ત હોય તે વિદ્યાપ્રભાવક કહેવાય છે. તે વિદ્યાપ્રભાવક સંઘ વગેરેનાં કાર્યને માટે મહાવિદ્યાનો ઉપયોગ કરે છે; બીજા કાર્ય માટે તેનો ઉપયોગ કરતા નથી.” અહીં શ્રી હેમચંદ્રાચાર્યનું દ્રષ્ટાંત છે, તે નીચે પ્રમાણે શ્રી હેમચંદ્ર સૂરિની કથા ઘંઘુકા ગામમાં મોઢ જ્ઞાતિમાં ઉત્પન્ન થયેલા ચાંગદેવે દેવચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી. ગુરુએ અનુક્રમે તેનું હેમચંદ્રસૂરિ એવું નામ પાડ્યું. અનુક્રમે પાટણમાં કુમારપાળ રાજા થયે સતે શ્રી હેમસૂરિએ ત્યાં જઈને ઉદયન મંત્રીને પૂછ્યું કે–“રાજા અમને કોઈ વાર સંભારે છે કે નહીં?' ઉદયને કહ્યું કે, “તેઓ તમને સંભારતા નથી.” ત્યારે સૂરિએ કહ્યું–હે મંત્રી! આજે તું રાજાને એકાંતમાં કહેજે કે “આજે તમારે નવી રાણીને મહેલે સૂવા જવું નહીં.” મંત્રીએ તે જ પ્રમાણે કહ્યું. તે રાત્રે નવી રાણીના મહેલ પર વીજળી પડી, તેથી તે મહેલ બળી ગયો, રાણી પણ મૃત્યુ પામી, તે જોઈ આશ્ચર્ય પામેલા રાજાએ મંત્રીને પૂછ્યું કે, “તમને આવી ખબર પ્રથમ કેવી રીતે પડી? આવું ઉત્કૃષ્ટ જ્ઞાન કોનું છે?” ત્યારે મંત્રીએ “હેમસૂરિએ તે વાત કહી હતી' એમ કહ્યું, તે સાંભળીને રાજા તરત જ હેમસૂરિ પાસે જઈ તેમને પ્રણામ કરીને બોલ્યો કે “હે પૂજ્ય! આપનો મારા પર પરમ ઉપકાર છે, માટે આ રાજ્ય ગ્રહણ કરીને મારા પર અનુગ્રહ (કૃપા) કરો.” સૂરિ બોલ્યા- હે રાજા! અમારે રાજ્યનો ખપ નથી. પરંતુ કૃતજ્ઞત્વેન રાખે, વેસ્મત્યુપરિવર્ણસિ आत्मनीने तदा जैनधर्मे धेहि निजं मनः॥१॥ ભાવાર્થ-હે રાજેન્દ્ર! જો તું કૃતજ્ઞપણાએ કરીને (કરેલા ગુણના જાણવાપણાએ કરીને) પ્રત્યુપકાર કરવા ઇચ્છતા હો તો આત્માને હિતકારક એવા જૈન ઘર્મને વિષે તારું મન સ્થાપન કર, અર્થાત્ જૈન ઘર્મનો સ્વીકાર કર. તે સાંભળીને રાજા બોલ્યો-“હે સ્વામી! આપ જેમ કહેશો તેમ હું કરીશ.” એકદા રાજા સૂરિને Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર—ભાગ ૧ [સ્તંભ ૩ સાથે લઈને સોમેશ્વરની યાત્રાએ ગયા. ત્યાં રાજાએ મહાદેવને વંદના કરી. તે વખતે રાજાને બ્રાહ્મણોએ કહ્યું કે,‘જૈનધર્મીઓ તેમના તીર્થંકર સિવાય બીજા દેવને નમતા નથી.’’ તે સાંભળીને રાજાએ સૂરિને કહ્યું કે,‘‘હૈ પૂજ્ય! આપ શિવને વંદના કરો.” ત્યારે સૂરિ બોલ્યા કે– भवबीजाडुरजनना, रागाद्याः क्षयमुपागता યસ્ય | ब्रह्मा वॉ विष्णुर्वा, हरो जिनो वा નમસ્તસ્મૈ ી यत्र तत्र समये यथा तथा, योऽसि सोऽस्यभिधया यथा तथा । वीतदोषकलुषः स चेद्भवानेक अव भगवन्नमोऽस्तु ते ॥२॥ ભાવાર્થ—જેના ભવબીજના અંકુરને ઉત્પન્ન કરનારા રાગાદિક ક્ષય પામેલા છે એવા બ્રહ્મા, વિષ્ણુ, શિવ કે જિન જે હોય તેને મારા નમસ્કાર હો! જે તે સમયે, જે તે પ્રકારે, જે તે નામવડે, જે છે તે તું જ છે. સર્વ દોષ અને પાપ રહિત જો કોઈ હોય તો તું એક જ છે; માટે હે ભગવન્! તમને મારા નમસ્કાર હો.’’ આવી સ્તુતિ સાંભળીને રાજા આશ્ચર્ય પામ્યો. પછી તેણે ગુરુને કહ્યું કે, “હે પૂજ્ય! મતમતાંતરનો આગ્રહ મૂકીને ખરું તત્ત્વ શું છે તે મને કહો.' સૂરિ બોલ્યા,‘“હે રાજા! શાસ્ત્રનો સંવાદ દૂર રહો, માત્ર આ શિવ જ તમારી પાસે તત્ત્વનું નિરૂપણ કરશે તે તમે આદરજો.’’ પછી મધ્યરાત્રિએ સૂરિના ધ્યાનથી પ્રત્યક્ષ થઈને શિવે રાજાને કહ્યું કે,“હે રાજા! શ્રી તીર્થંકરોએ પ્રરૂપિત કરેલા સ્યાદ્વાદ તત્ત્વનું આચરણ કરવાથી તું વાંછિત ફળને પામીશ.' તે સાંભળીને રાજા સમકિતની સન્મુખ થયો. એકદા વાયુને સ્તંભન કરવાની ક્રિયામાં એટલે શરીરમાં ચાલતા વાયુને રોકીને શરીરને હલકું બનાવવાની ક્રિયામાં નિપુણ એવો દેવબોધિ નામનો બ્રાહ્મણ કમળના નાળના દાંડા કરી, કેળના પાંદડાનું આસન (શિબિકા-પાલખી) કરી કાચા સૂતરના તાંતણાથી તે નાળ અને પાંદડાં બાંઘી તે શિબિકા નાના શિષ્યોના સ્કંધપર ઉપડાવી, પોતે તેમાં બેસીને રાજસભામાં આવ્યો. તે જોઈ વિસ્મય પામેલા રાજાએ તેને સન્માન આપ્યું. પછી પૂજાને સમયે જિનેશ્વરની પૂજા કરતા રાજાને જોઈને દેવબોધિએ કહ્યું કે,‘“હે રાજા! તારા કુળધર્મનું ઉલ્લંઘન કરવું તને યુક્ત નથી. કહ્યું છે કે— निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवंतु लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे न्याय्यात्पथः प्रविचलन्ति पदं न થીરા ]]]] वा ભાવાર્થ—નીતિશાસ્ત્રમાં નિપુણ એવા પુરુષો નિંદા કરો અથવા સ્તુતિ (પ્રશંસા) કરો, લક્ષ્મી પ્રાપ્ત થાઓ અથવા મરજી મુજબ ચાલી જાઓ, આજે જ મૃત્યુ પ્રાપ્ત થાઓ, અથવા બીજા યુગમાં મૃત્યુ થાઓ, તોપણ થીર પુરુષો કાંઈ પણ દરકાર રાખ્યા વિના જ ન્યાયના રસ્તાથી એક પગલું પણ ચલિત થતા નથી. માટે હે રાજા! તારે કુળપરંપરાનો શિવધર્મ છોડવો યોગ્ય નથી.’ તે સાંભળીને રાજા બોલ્યો કે, ‘“સર્વશે કહેલો હોવાથી જૈનધર્મ જ સત્ય છે.'' દેવબોધિ બોલ્યો કે,“હે રાજા! જો તને Page #124 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૨] સમકિતના છઠ્ઠા પ્રભાવક-વિદ્યાપ્રભાવક ૧૧૩ શિવઘર્મની પ્રતીતિ આવતી ન હોય તો મહેશ્વરાદિક ત્રણે દેવતાઓ અને તેમની પૂજા કરતા તારા પૂર્વજોને સાક્ષાત્ અહીં આવેલા જોઈને તારા મુખથી જ તેમને પૂછી નિશ્ચય કર.” એમ કહીને તેણે પોતાની વિદ્યાશક્તિથી તે દેવોને તથા કુમારપાળના પૂર્વજોને પ્રત્યક્ષ દેખાડ્યા. તે દેવો અને પૂર્વજો બોલ્યા કે–“હે વત્સ! તારે દેવબોધિના કહેવા પ્રમાણે કરવું.” તેથી રાજા વિસ્મય પામીને જડ જેવો બની ગયો. ત્યારે ઉદયન મંત્રીએ કહ્યું કે, “હે રાજા! આમાં મૂંઝાવાનું કારણ નથી. હેમસૂરિ પણ અનેક વિદ્યામાં કુશળ છે અને તેઓ હાલ અહીં પાટણમાં જ બિરાજે છે. માટે ચાલો, ત્યાં જઈએ.” તે સાંભળીને રાજા પ્રાતઃકાળે દેવબોધિ વગેરેને લઈને સૂરિ પાસે વંદના કરવા આવ્યો. તે વખતે હેમચંદ્રસૂરિ શરીરની અંદરના પાંચે (પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન) વાયુને રૂંઘીને આસનથી કાંઈક ઊંચા રહી વ્યાખ્યાન આપવા લાગ્યા. તે વખતે પૂર્વથી સંકેત કરી રાખેલા શિષ્યોએ સૂરિની નીચેથી આસન (પાટ વગેરે) ખેંચી લીધું, એટલે સૂરિ જમીનથી ઘણા ઊંચા રહી વ્યાખ્યાન આપવા લાગ્યા. તે જોઈ રાજા વગેરે સર્વે મહા આશ્ચર્ય પામ્યા. પછી સૂરિ મહારાજ, “અમારા દેવોને જો.” એમ કહી કુમારપાળ રાજાને એક ઓરડામાં લઈ ગયા. ત્યાં સમવસરણમાં રહેલા ચોવીશ તીર્થકરોની પૂજા કરતા તેના એકવીશ પેઢીના પૂર્વજોને તેણે જોયા. તેઓ તીર્થકરો) પણ બોલ્યા કે, “દયાઘર્મ પાળવાથી તું જ વિવેકી છો, આ હેમસૂરિ તારા ગુરુ છે, તે જેમ કહે તેમ કરજે.” તથા તેના પૂર્વજો પણ બોલ્યા કે, “હે વત્સ!જૈનઘર્મનો આદર કર્યો, તેથી અમે સુગતિના ભાજન થઈ આવી મહા ત્રાદ્ધિ પામ્યા છીએ.” એમ કહી તે સર્વે અન્તર્ધાન (અદ્રશ્ય) થયા. તે જોઈ હીંચકા ખાતા મનવાળા રાજાએ સૂરિને તત્ત્વ પૂછ્યું કે, “હે મહારાજ!દેવબોધિએ બતાવ્યું તે સત્ય કે આ સત્ય? આ બાબતમાં મારું મન ચકડોળે ચડ્યું છે.” ત્યારે સૂરિ બોલ્યા કે, “હે રાજા! પ્રથમ દેવબોધિએ તને જે બતાવ્યું તથા મેં તને જે આ બતાવ્યું તે સર્વ ઇન્દ્રજાળ છે, આકાશપુષ્પની જેમ અસત્ય જ છે; પરંતુ તત્ત્વ તો જે તને સોમેશ્વર મહાદેવે કહ્યું હતું તે જ છે.” તે સાંભળીને રાજાએ મિથ્યાત્વનો ત્યાગ કર્યો, અને અનુક્રમે તે બાર વ્રતધારી થયો. અન્યદા આશ્વિન માસ આવ્યો ત્યારે નવરાત્રિના દિવસે દેવીના પૂજારીએ આવી રાજાને કહ્યું કે, “હે રાજા! કુળદેવીની પાસે બલિદાન માટે સાતમને દિવસે સાતસો પાડાનો વઘ થાય છે, આઠમને દિવસે આઠસો પાડાનો વઘ થાય છે, અને નવમીને દિવસે નવસો પાડાનો વઘ કરવામાં આવે છે. આવો તમારી વંશપરંપરાનો નિયમ છે. તે પ્રમાણે જો ન થાય તો દેવી વિઘ્ન કરે છે.” તે સાંભળીને રાજાએ સૂરિ પાસે જઈ તે વાત કરી. ત્યારે સૂરિએ કહ્યું કે, “જે દિવસે જેટલાં પ્રાણીઓ હણાય છે તે દિવસે તેટલાં પ્રાણીઓ તે દેવીની પાસે ઘરીને કહેવું કે, હે દેવી! આ શરણરહિત પશુઓ તમારી પાસે મૂક્યાં છે, હવે જેમ તમને યોગ્ય લાગે તેમ કરજો.” પછી રાજાએ સૂરિના કહેવા પ્રમાણે કર્યું, એટલે દેવીએ એકે પ્રાણીનું ભક્ષણ કર્યું નહીં, પરંતુ નવમીની રાત્રિએ હાથમાં ત્રિશૂળને ઘારણ કરનારી કંટેશ્વરી દેવીએ પ્રત્યક્ષ થઈ રાજા પાસે આવીને કહ્યું કે, “હે રાજા! તેં પરંપરાથી ચાલી આવતી રીતને કેમ મૂકી દીધી?” રાજાએ જવાબ આપ્યો કે, “હે દેવી! હું જીવું છું ત્યાં સુધી તો એક કીડીનો પણ વઘ કરીશ નહીં.” તે સાંભળીને ક્રોઘ પામેલી દેવી રાજાના મસ્તકમાં ત્રિશુળ મારીને અદ્રશ્ય થઈ ગઈ. તે દેવીના પ્રહારથી રાજાના શરીરમાં તત્કાળ કુષ્ઠ વ્યાધિ ઉત્પન્ન થયો, અને તેની અસહ્ય પીડા થવા લાગી. તેથી રાજાએ અગ્નિમાં પ્રવેશ કરવાનો વિચાર ભાગ ૧-૮) Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧ [સ્તંભ ૩ કર્યો. તેનો નિષેઘ કરીને ઉદયન મંત્રીએ તે વૃત્તાંત સૂરિને જણાવ્યો. ત્યારે સૂરિએ જળ મંત્રીને ઉદયનને આપ્યું. તે જળ રાજા પર છાંટવાથી તેનો દેહ સુવર્ણની કાંતિ જેવો થઈ ગયો. પછી પ્રાતઃકાળે રાજા ગુરુને વાંદવા ગયા. ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં જ રાજાએ એક સ્ત્રીનું કરુણાભર્યું રુદન સાંભળ્યું; એટલે રાજાએ તે સ્ત્રીની સન્મુખ જોયું તો રાત્રે જોયેલી દેવીને ત્યાં રુદન કરતી દીઠી. પછી ગુરુ પાસે જઈ રાજાએ કહ્યું કે, “હે પૂજ્ય! થાંભલે બાંધેલી આ સ્ત્રીને મૂકી દો.” સૂરિ બોલ્યા, “હે રાજા! એના કર્મે એ બંઘાઈ છે. પણ તમે એને ઘર્મકાર્યમાં સહાયક થાય એ રીતે વચનબદ્ધ કરી લો.” ત્યારે રાજાએ પોતાના અઢાર દેશોમાં જીવરક્ષા માટે કોટવાળ (રખેવાળ)પણું કરવાનું માગ્યું, તે વાત દેવીએ સ્વીકારી, એટલે તે બંધનથી મુક્ત થઈ, અને રાજભવનના દ્વારે જઈને અધિષ્ઠાયિકાદેવી થઈને રહી. એકદા રાજસભામાં સૂરિએ શ્રી સ્થૂળભદ્ર મુનિની પ્રશંસા કરી કે– वेश्या रागवती सदा तदनुगा षड्भी रसैर्भोजनं सौधं धाम मनोहरं वपुरहो नव्यो वयःसंगमः । कालोऽयं जगदाविलस्तदपि यः कामं जिगायादरात् तं वन्दे युवतिप्रबोधकुशलं श्रीस्थूलभद्रं मुनिम् ॥१॥ ભાવાર્થ-“વેશ્યા પોતા પર રાગવાળી અને નિરંતર તેમને અનુસરનારી હતી, હમેશાં છ રસવાળું ભોજન ખાવાનું હતું, કામશાસ્ત્રના ચિત્રવાળી શાળામાં વસવાનું હતું, શરીર પણ મનોહર હતું, અવસ્થા પણ યુવાન હતી અને કાળ પણ વર્ષાઋતુનો હતો; તોપણ જેણે આદરપૂર્વક કામદેવને જીત્યો એવાં સ્ત્રીજનોને પ્રતિબોઘ પમાડવામાં કુશળ શ્રીસ્થૂલભદ્ર મુનિને હું વંદના કરું છું.” આ પ્રમાણે સાંભળીને રાજાની પાસે બેઠેલા દ્વેષી બ્રાહ્મણો બોલ્યા કે– विश्वामित्रपराशरप्रभृतयो ये चाम्बुपत्राशिनस्तेऽपि स्त्रीमुखपङ्कजं सुललितं दष्ट्वैव मोहं गताः । आहारं सघृतं पयोदधियुतं भुञ्जन्ति ये मानवा स्तेषामिन्द्रियनिग्रहः कथमहो दम्भः समालोक्यताम् ॥१॥ ભાવાર્થ-“વિશ્વામિત્ર અને પરાશર વગેરે ઋષિઓ કે જેઓ જળ અને પાંદડાંમાત્રનો જ આહાર કરતા હતા; તેઓ પણ સ્ત્રીનું સુન્દર મુખકમળ જોઈને જ મોહ પામી ગયા હતા; તો જે લોકો વૃત, દૂઘ અને દહીંવાળો આહાર કરે તેઓથી ઇન્દ્રિયોનો નિગ્રહ શી રીતે કરી શકાય? અહો! જુઓ! કેવો દંભ છે? અર્થાત્ જૈનો કેવો દંભ કરે છે?” તે સાંભળીને સૂરિએ તેનો જવાબ આપ્યો કે, “હે રાજા! શીલનું પાલન કરવામાં આહાર કે નિહાર માત્ર કારણભૂત નથી, પરંતુ મનની વૃત્તિ જ કારણ છે. કેમકે सिंहो बली द्विरदसूकरमांसभोजी संवत्सरेण रतिमेति किलैकवारम् । पारापतः खरशिलाकणमात्रभोजी कामी भवत्यनुदिनं ननु कोऽत्र हेतुः॥१॥ Page #126 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૩]. સમકિતના સાતમા પ્રભાવક-સિદ્ધપ્રભાવક ૧૧૫ ભાવાર્થ–બળવાન સિંહ હાથી અને સૂકરનું માંસ ખાય છે, તો પણ તે એક વરસમાં એક જ વાર કામક્રીડા કરે છે, અને પારેવાં (કબૂતર) મરડિયા કાંકરા અને જુવારનાં કણ ખાય છે તે છતાં તેઓ હમેશાં કામી જ રહે છે, તો તેનું શું કારણ?” તે સાંભળીને કુવાદીઓનાં મુખ શ્યામ થઈ ગયાં. આ વગેરે અનેક પ્રબંધો કુમારપાળના ચરિત્રથી જાણી લેવા. પછી સૂરિ પણ અનુક્રમે અનેક ભવ્યજીવોને પ્રતિબોઘ કરીને તથા જૈનઘર્મની પ્રભાવના કરીને સ્વર્ગે ગયા. “વિદ્યારૂપ કાંતિવાળા, જૈનઘર્મરૂપ જગતને વિષે સૂર્ય સમાન, અજ્ઞાનરૂપ અંઘકારનો નાશ કરનાર અને ચૌલુક્ય વંશમાં સિંહ સમાન કુમારપાળ રાજાને પ્રતિબોઘ પમાડનાર એવા શ્રી હેમચંદ્ર ગુરુને હું નમન કરું છું.” વ્યાખ્યાન ૩૩ સમકિતના સાતમા પ્રભાવક-સિદ્ધપ્રભાવક अञ्जनचूर्णलेपादिसिद्धयोगैः समन्वितः । जिनेन्द्रशासने ह्यत्र सप्तमः स्यात्प्रभावकः॥४॥ ભાવાર્થ-“અંજન, ચૂર્ણ અને લેપ વગેરે સિદ્ધ કરેલા યોગોએ કરીને સહિત જે હોય તેને આ જિનેન્દ્રના શાસનને વિષે સાતમા પ્રભાવક કહેલા છે; અર્થાત્ શાસનની ઉન્નતિને માટે જે અંજનાદિકનો ઉપયોગ કરે તે સિદ્ધ પ્રભાવક કહેવાય છે.” આ શ્લોકનો ભાવાર્થ શ્રી પાદલિતસૂરિના દ્રષ્ટાંત વડે દ્રઢ કરવામાં આવે છે. - શ્રી પાદલિપ્તસૂરિનું દ્રષ્ટાંત અયોધ્યા નગરીમાં નાગહસ્તી નામના સૂરિની પાસે પડિમા નામની શ્રાવિકાના પુત્રે આઠ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરી. તે નાની વયમાં પણ ખૂબ ચબરાક અને દક્ષ હતો. એકદા તે ક્ષુલ્લક (બાળક) સાઘુ શ્રાવકને ઘેરથી કાંજી (ભાતનું ઓસામણ) વહોરી લાવીને ગુરુ પાસે આવી ઊભા રહ્યા. તેને ગુરુ મહારાજે પૂછ્યું કે, “હે વત્સ! તું આલોચના જાણે છે? “(અહીં ગુરુએ પ્રશ્ન કરવાનો હેતુ એ હતો કે કાંજી સર્વ જાતની અચિત્ત નથી, માટે આ કાંજી સચિત્ત અચિત્તનો વિચાર કરીને લાવ્યો છે કે નહીં?) તે સાંભળીને કુલ્લકે કહ્યું કે, “હે પૂજ્ય ગુરુ! હું આલોચના જાણું છું, તેમાં (આલોચના શબ્દમાં) ભા' એ ઉપસર્ગ છે, અને તેનો અર્થ રૂષાર્થે ક્રિયા યોને મર્યાવાડમવિધી વ એટલે થોડું, ચોતરફ, મર્યાદા, અભિવિધિ વગેરે થાય છે તથા ક્રિયાની સાથે પણ તે આવે છે, અને સ્ત્રોવના એટલે જોવું તે અર્થાત્ ચોતરફ જોવું તે આલોચનાનો અર્થ હું જાણું છું. અને अंवंतंवत्थीओ अपुफियं पुष्पदंतपंतीए । नवसालिकांजियं नवढ हूइ कुंडएण मह दिन ॥' લાલ વર્ણના વસ્ત્રવાળી અપુષ્મિત (ઋતુમાં નહીં આવેલી) અને પુષ્યની કળી સમાન દાંતવાળી નવોઢા સ્ત્રીએ આ નવી ડાંગરના ભાતની કાંજી મને પ્રફુલ્લિત મનથી કડછીથી આપી છે. આ ૧ આ ગાથાનો અર્થ બરાબર બેઠો નથી. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૩ પ્રમાણે શૃંગારનાં વચનો સાંભળી ગુરુ ક્રોઘ કરી બોલ્યા- “અરે પલિત્ત (પ્રલિત) એટલે પ્રકર્ષે કરીને (પાપથી) લિંપાયેલા! તું એ શું બોલે છે?” તે વખતે તે ક્ષુલ્લક સાઘુ ગુરુના ચરણકમળમાં નમન (વંદના) કરીને બોલ્યો गुरुचरणे नमिऊं, विनवइ देह पसिऊण । अहियं एगं मत्तं, जेणं हवेमि पालित्तं ॥१॥ હે પૂજ્ય! મારાપર કૃપા કરીને પત્તિ શબ્દમાં એક કાનો વઘારી આપો, કે જેથી હું પત્તિ (પાયલિસ=પાદલિપ્ત) થાઉં.” અર્થાત્ પાદ એટલે પગે લિપ્ત એટલે લેપાયેલો, અર્થાત્ પગે, લેપ કરવાથી આકાશે ઊડી શકાય તેવી વિદ્યાવાળો થાઉં. તે સાંભળીને તેની બુદ્ધિથી પ્રસન્ન થયેલા ગુરુએ તેને પાદલપની વિદ્યા આપી, અને અનુક્રમે તેને યોગ્ય જાણી સૂરિપદ આપી તેનું પાદલિપ્તસૂરિ એવું નામ સ્થાપન કર્યું. પાદલિપ્તાચાર્ય વિહાર કરતાં અન્યદા ખેટકપુરમાં આવ્યા ત્યાં જીવાજીવોત્પત્તિ પ્રાભૃત, નિમિત્ત પ્રાભૃત, વિદ્યા પ્રાભૃત અને સિદ્ધ પ્રાભૃત એ ચાર પાહુડાં તેમને મળ્યાં. પછી સૂરિ હમેશાં પાઇલેપ વિદ્યાએ કરીને પાંચે તીર્થોએ જઈ ત્યાં રહેલ જિનબિંબોને વંદન કરીને પછી ભોજન કરવા લાગ્યા. એકદા સૂરિ ઢંકપુરે આવ્યા. ત્યાં જેણે ઘણા લોકોને વશ કર્યા છે એવો નાગાર્જુન નામનો યોગી સૂરિ પાસે આવી વિદ્યા શીખવાની ઇચ્છાએ શ્રાવક થઈને નિરંતર તેમના ચરણની સેવા કરવા લાગ્યો. નિરંતર ગુરુના ચરણકમળમાં વંદના કરવાથી ઔષધિઓના ગંઘવડે તેણે એકસો ને સાત ઔષધિઓ ઓળખી લીઘી. પછી તે સર્વ ઔષધિઓને જળ સાથે મેળવી વાટીને તેનો પગે લેપ કરી આકાશમાં ઊડવા લાગ્યો; પણ થોડે દૂર ઊડીને પાછો જે તે સ્થાને તે પડવા લાગ્યો; તેથી તેના શરીરે ચાઠાં પડ્યાં. તે જોઈને એકદા ગુરુએ તેને પૂછ્યું કે-“હે ભદ્ર! આ તારા શરીરે ક્ષત (ચાઠાં) શેનાં છે?” ત્યારે તે યોગીએ ગુરુ પાસે સત્ય વાત કહી બતાવી. તે સાંભળીને તેની બુદ્ધિથી રંજિત (આનંદિત) થયેલા ગુરુએ તેને શુદ્ધ (સત્ય) શ્રાવક બનાવ્યો. પછી વિહારસમયે ગુરુએ તેને કહ્યું કે, “હે શ્રાવક! જો તારે આકાશમાં ઊડવાની ઇચ્છા હોય તો તે એકસો ને સાતે ઔષધિઓને સાઠી ચોખાના ઓસામણમાં એકત્ર કરીને તેનો લેપ કરજે, જેથી તને અલના નહીં થાય.” આ પ્રમાણેના ગુરુવચનથી તેનો મનોરથ પૂર્ણ થયો એટલે તે પણ સ્વસ્થાને ગયો. એકદા તે નાગાર્જુને ઘણા દ્રવ્યનો વ્યય કરીને સુવર્ણસિદ્ધિ નિપજાવી. પછી ગુરુનો ઉપકાર સંભારીને તેનો બદલો વાળવા માટે તેના રસની એક ઝૂંપી લઈને પોતાના શિષ્યદ્વારા ગુરુને તે ભેટ તરીકે મોકલી. તે જોઈ ગુરુએ તે શિષ્યને કહ્યું કે, “અમે તૃણને તથા સુવર્ણને સમાન ગણીએ છીએ; માટે આ અનર્થકારક રસની અમે ઇચ્છા રાખતા નથી.” એમ કહીને ગુરુએ રાખ મંગાવી તે સર્વ રસ રાખમાં ઢોળી દીધો અને તે કૂંપીમાં પોતાનું મૂત્ર ભરીને તે કંપી પાછી આપી. તે લઈને તે શિષ્ય નાગાર્જુન પાસે આવી સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને ક્રોઘથી આરક્ત થયેલા યોગીએ વિચાર્યું કે, અહો!તે સાઘુ કેવા અવિવેકી છે? એમ કહી તેણે તે કૂંપીને એક પથ્થર પર પછાડી ફોડી નાંખી. ક્ષણવારમાં તે શિલા સુવર્ણમય થઈ ગઈ. તે જોઈને આશ્ચર્ય પામેલા યોગીએ વિચાર્યું કે ૧ શાસ્ત્રો (પૂર્વમાંથી ઉદ્ધરેલાં). Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ વ્યાખ્યાન 33] સમકિતના સાતમા પ્રભાવક-સિદ્ધપ્રભાવક मया क्लेशसहस्रेण, रससिद्धि विधियते । अमीषां तु स्वभावेन, स्ववपुस्थैव विद्यते ॥१॥ અહો! મેં હજારો લેશ સહન કરી આ રસસિદ્ધિ ઉત્પન્ન કરી, અને આ ગુરુના શરીરમાં તો તે સિદ્ધિ સ્વભાવથી જ રહેલી છે.” ત્યાર પછી નાગાર્જુને તે કલ્પવૃક્ષ સમાન ગુરુની વંદના અને સ્તુતિ વડે ચિરકાળ સેવા કરી. તે સમયમાં શાલિવાહન રાજાની સભામાં ચાર ઋષિઓ લાખ લાખ શ્લોકના ગ્રંથ રચીને રાજા પાસે આવીને બોલ્યા કે, “હે રાજા! અમારા ગ્રંથ તમે સાંભળો.” રાજાએ જવાબ આપ્યો કે, “એવડા મોટા ગ્રંથો સાંભળવાનો મને અવકાશ નથી.” ત્યારે તેઓ પચાસ પચાસ હજાર શ્લોકના ગ્રંથ કરીને આવ્યા ત્યારે પણ રાજાએ તેટલા મોટા ગ્રંથ સાંભળવાની અશક્તિ જણાવી; ત્યારે તેઓ તેથી અર્ધા ગ્રંથ કરી લાવ્યા. એમ ઓછા કરતાં કરતાં છેવટે એક એક શ્લોક કરીને લાવ્યા, તોપણ રાજાએ સાંભળવાની ના કહી. ત્યારે તેઓ એક એક પાદ કરીને લાવ્યા. તે વખતે રાજાએ સાંભળવાની હા કહી. ત્યારે પ્રથમ આત્રેય નામના ઋષિ ચિકિત્સા (વૈદક) શાસ્ત્રના રહસ્યરૂપ એક પાદ બોલ્યા-“ની મોનનમાય:” આત્રેય કહે છે કે એક વાર જમેલું જીર્ણ થયા પછી (પચ્યા પછી) બીજું ભોજન કરવું. બીજા કપિલે કહ્યું, “પત્ન: પ્રાણિનાં ફયા' પ્રાણી માત્ર પર દયા રાખવી એ જ ખરો ઘર્મ છે, એમ કપિલે ઘર્મશાસ્ત્રનો સાર કહ્યો. ત્રીજા બૃહસ્પતિએ નીતિશાસ્ત્રનો સાર આ પ્રમાણે કહ્યો-“બૃહસ્પતિરવિશ્વાસ: બૃહસ્પતિ કહે છે કે કોઈનો વિશ્વાસ કરવો નહીં. ચોથા પંચાલે કામશાસ્ત્રનું રહસ્ય આ પ્રમાણે જણાવ્યું, ‘ચ: સ્ત્રપુ માર્વવત્ પંચાલ કહે છે કે, સ્ત્રીઓને વિષે મૃદુતા (કોમળતા) રાખવી. આ પ્રમાણે ચાર લાખ શ્લોકનું રહસ્ય માત્ર એક જ શ્લોકમાં બતાવી આપ્યું. તે સાંભળીને રાજાએ તેમને સારું સન્માન આપીને વારંવાર તેમની પ્રશંસા કરી. તે વખતે રાજાની રાણી ભોગવતી બોલી કે ता गडयंति वाइंदगयघडा मयभरेण उप्पिच्छा । जावन्न पायलित्तयं, पंचवयणनाऊ समुल्लसई ॥४॥ ભાવાર્થ-“જ્યાં સુધી પાદલિતાચાર્યરૂપી સિંહનું લાંગૂલ (પૂછડું) ઉલ્લાસ પામ્યું નથી (સિંહનાદ થયો નથી) ત્યાં સુધી જ મદના સમૂહવડે ગર્વિષ્ઠ થયેલા દુકપ્રેક્ષ્ય એવા મોટા વાદીઓરૂપી હસ્તીઓના સમૂહો ગર્જના કરે છે.” તે સાંભળીને રાજાએ પોતાના પ્રધાનોને મોકલી પાદલિતાચાર્યને તેડાવ્યા. તેઓ સૂરિને લઈને આવતા હતા, તે વખતે સર્વે વિદ્વાનોએ એકઠા થઈને એક વૃતથી ભરેલો થાળ સૂરિની સામે મોકલ્યો. તે જોઈને સૂરિમહારાજે તેમાં એક સોય નાંખીને તે થાળ પાછો મોકલ્યો. તે જોઈને રાજાએ પંડિતોને તેનો ભાવ પૂછ્યો, ત્યારે તેઓ બોલ્યા કે, “હે રાજા! ઘીના થાળની જેમ આ નગર વિદ્વાનોથી પૂર્ણ છે, માટે તમારો પ્રવેશ તેમાં શી રીતે થશે? એવો અમારો ભાવ હતો. તેમાં સોય નાંખીને સૂરિએ એ થાળ પાછો મોકલ્યો. તેથી તેમણે એ અભિપ્રાય જણાવ્યો કે જેમ ઘીના થાળમાં સૂક્ષ્મતાને લીધે આ સોયનો પ્રવેશ થયો, તેમ હું પણ આ નગરમાં પ્રવેશ કરીશ.” તે સાંભળી રાજા આશ્ચર્ય પામ્યો. પછી સર્વ પંડિતો સહિત રાજા સૂરિની સામે ગયો, અને તેમને મહોત્સવપૂર્વક Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ 3 પુરીપ્રવેશ કરાવ્યો. પછી ગુરુએ નિર્વાણકલિકા, પ્રશ્નપ્રકાશ વગેરે શાસ્ત્રો બનાવી રાજાને સંભળાવ્યાં; તેથી રાજા પ્રસન્ન થઈ જૈની થયો, તથા સર્વે બ્રાહ્મણો પણ પોતાનો ગર્વ તજીને શ્રીગુરુના ચરણકમળમાં ભ્રમરરૂપ થયા. સૂરિ પણ જૈનશાસનની પ્રભાવના કરી શત્રુંજયગિરિપર જઈ બત્રીસ દિવસનું અનશન કરીને સ્વર્ગે ગયા. “આ પ્રમાણે શ્રી પાદલિપ્તસૂરિની અમૃત સમાન કથાનું શ્રોત્રરૂપ પાત્રવડે પાન કરીને (સાંભળીને) શક્તિવાન માણસોએ અંજન વગેરેના ગુણો વડે શાસનનો મહિમા વઘારવો.” આ દ્રષ્ટાંત દર્શનસતતિકા ગ્રંથમાં વઘારે વિસ્તારવાળું છે ત્યાંથી જાણી લેવું. વ્યાખ્યાન ૩૪ સમકિતના આઠમાં પ્રભાવક-કવિ પ્રભાવક अत्यद्भुतकवित्वस्य, कृतौ शक्तिर्भवेद्यदि । सम्यक्त्वे स कविर्नाम, प्रोक्तोऽष्टमः प्रभावकः॥४॥ ભાવાર્થ-જો અતિ અદભૂત કવિતા કરવાની શક્તિ હોય તો તે સમકિતને વિષે કવિ નામનો આઠમો પ્રભાવક કહેલો છે.” કવિ બે પ્રકારના છે–સત્ય અર્થનું વર્ણન કરનાર અને અસત્ય અર્થનું વર્ણન કરનાર. તેમાં જિનમતના રહસ્યને જાણીને અભુત અર્થવાળા શાસ્ત્રના રચનારને સત્યાર્થનું વર્ણન કરનાર જાણવા. એ પ્રમાણેના સત્યાર્થવાળા શ્રી હેમચંદ્રસૂરિએ ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્ર અને શબ્દાનુશાસન વ્યાકરણ વગેરે મળી ત્રણ કરોડ ગ્રંથ બનાવ્યા છે. શ્રી ઉમાસ્વાતિ વાચકે તત્ત્વાર્થ વગેરે પાંચસો ગ્રંથ (પ્રકીર્ણક) રચ્યા છે. વાદી દેવસૂરિએ ચોરાસી હજાર શ્લોક પ્રમાણ સ્યાદ્વાદ રત્નાકર ગ્રંથ બનાવ્યો છે. શ્રી હરિભદ્રસૂરિએ ચૌદસો ને ચુંમાળીશ ગ્રંથો રચ્યા છે. શ્રી હરિભદ્રસૂરિની કથા નીચે પ્રમાણે શ્રી હરિભદ્રસૂરિની કથા ચિત્રકૂટ (ચિત્તોડગઢ)માં હરિભદ્ર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે ચૌદ વિદ્યામાં નિપુણ હતો, સર્વ શાસ્ત્રાર્થને જાણનાર હતો, તેથી જાણે ઘણી વિદ્યાઓના ભારથી પોતાનું પેટ ફાટી જાય તેવી બીક રાખતો હોય તેમ પોતાના પેટપર લોઢાનો પાટો બાંધી રાખતો હતો અને “જો હું કોઈનું બોલેલું ન સમજું તો હું તેનો શિષ્ય થાઉં એવી પ્રતિજ્ઞા કરીને તે ફરતો હતો. એકદા તે નગરમાં ફરતો હતો તેવામાં યાકિની નામની સાથ્વીના મુખથી તેણે આ પ્રમાણેની એક ગાથા સાંભળી चक्किदुगं हरिपणगं, पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव, दुचक्की केसि अ चक्की अ॥१॥ ભાવાર્થપ્રથમ બે ચક્રવર્તી, પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચક્રી, પછી એક વાસુદેવ, પછી એક ચક્રી, પછી એક કેશવ (વાસુદેવ), પછી એક ચક્રી, પછી એક કેશવ, પછી બે ચક્રી, - ૧ ગ્રંથ શબ્દ શ્લોકવાચક છે એમ કેટલાક કહે છે. અન્યત્ર સાડાત્રણ ક્રોડ પણ લખેલા છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૪] સમકિતના આઠમા પ્રભાવક-કવિ પ્રભાવક ૧૧૯ પછી એક કેશવ અને પછી એક ચક્રી એ પ્રમાણે બાર ચક્રી અને નવ વાસુદેવ આ ચોવીશીમાં થયેલા છે.” આ ગાથા સાંભળીને તેનો અર્થ નહીં સમજવાથી તે હરિભદ્ર સાધ્વી પાસે જઈને કહ્યું કે, “હે માતા! તમે આ શું ચિકચિક કરો છો?” સાધ્વીએ જવાબ આપ્યો કે, “જે નવું હોય તે ચિકચિક શબ્દ કરે છે; પરંતુ આ તો જૂનું છે.” તે સાંભળીને હરિભદ્ર વિચાર્યું કે, “અહો! આ સાધ્વીએ મને ઉત્તર આપતાં જ જીતી લીઘો.” પછી તેણે સાધ્વીને કહ્યું કે, “હે માતા! આ ગાથાનો અર્થ મને કહો.” ત્યારે તે બોલ્યા કે “મારા ગુરુ તમને તેનો અર્થ કહેશે.” તેણે પૂછ્યું કે, “તે ગુરુ ક્યાં છે?” ત્યારે સાધ્વી તેને લઈને ગુરુ પાસે ગયા. ત્યાં દેરાસર હતું, તેની અંદર પ્રથમ તેઓ ગયા. ત્યાં શ્રી વિતરાગ દેવની મૂર્તિ જોઈને હરિભદ્ર સ્વયમેવ સ્તુતિ કરી કે "वपुरेव तवाचष्टे, भगवन् वीतरागताम् । न हि कोटरसंस्थेऽग्नौ, तरुर्भवति शाड्वलम् ॥१॥ ભાવાર્થ-“હે ભગવાન! તમારું શરીર જ (મૂર્તિ જો તમારા વીતરાગપણાને બતાવી આપે છે; કેમ કે વૃક્ષના કોટરમાં જો અગ્નિ રહેલો હોય તો તે નવપલ્લવ દેખાય જ નહીં.” એ પ્રમાણે સ્તુતિ કરીને તે ગુરુ પાસે ગયો. ગુરુને નમન કરીને તેણે ગાથાનો અર્થ પૂછ્યો, ત્યારે ગુરુએ તેનો અર્થ કહ્યો. એટલે પ્રથમ પ્રતિજ્ઞાથી બંઘાયેલા તે હરિભદ્ર ગુરુ પાસે દીક્ષા લીધી. પછી તેણે જૈનશાસ્ત્રોનો અભ્યાસ કર્યો; તેથી તેનું સમકિત દ્રઢ થયું. અનુક્રમે તેને યોગ્ય જાણી ગુરુએ આચાર્યપદ આપ્યું. તે હરિભદ્ર સૂરિએ આવશ્યક નિર્યુક્તિની મોટી વૃત્તિ (ટીકા) કરી, તેમાં વિશ્વમાં એ ગાથાનું સારી રીતે વિવરણ (સ્પષ્ટીકરણ) કર્યું છે. એકદા હરિભદ્રસૂરિના હંસ અને પરમહંસ નામના બે શિષ્યો જેઓ જૈન દર્શનમાં સારા વિદ્વાન થયા હતા તેમણે સૂરિને વિજ્ઞપ્તિ કરી કે, “હે પૂજ્ય! બૌદ્ધ ઘર્મના શાસ્ત્રનું રહસ્ય જાણીને અમે તેમનો પરાજય કરીએ માટે અમને તેમની પાસે ભણવા જવાની આજ્ઞા આપો.” સૂરિએ કહ્યું કે, “ભલે, વેષાન્તર કરીને જાઓ.” તે સાંભળીને તે બન્ને વેષ પરિવર્તન કરીને બૌદ્ધલોકોના દેશમાં જઈ અભ્યાસ કરી તેમના શાસ્ત્રના મર્મને જાણનારા થયા. એકદા તે બૌદ્ધના ગુરુને તેમની ક્રિયા પ્રવૃત્તિ જોવાથી તેઓ શ્વેતાંબરી છે એવી શંકા આવી; તેથી તેમની ખાતરી કરવા માટે જ્યારે સર્વ છાત્રો અભ્યાસ કરતા હતા, તે વખતે શાળાના દાદરના પગથિયા ઉપર ખડીવડે અર્ધનું બિંબ ચીતર્યું. પછી જતી વખતે સર્વે છાત્રો તે બિંબ પર પગ મૂકી મૂકીને ઊતર્યા; પરંતુ પેલા બે જણે તો તે બિંબના કંઠપર પ્રથમ ત્રણ રેખા કરી અને શરીરે વસ્ત્રનું આલેખન કરી (બુદ્ધ આકૃતિ બનાવી), પછી તે પર પગ મૂકીને ઊતર્યા. પણ તે બન્નેને ભય લાગ્યો કે, “જરૂર આપણને તેઓએ શ્વેતાંબરી જાણ્યા છે; માટે હવે આપણે અહીં રહેવું યોગ્ય નથી.” એમ વિચારીને તે બન્ને પોતાનાં પુસ્તકો લઈને ત્યાંથી નાઠા. તેની ખબર થતાં ગુરુના કહેવાથી ત્યાંના બૌદ્ધ રાજાએ તેમની પાછળ સૈન્ય મોકલ્યું. તેમાં હંસે સૈન્યનો ઘણો ભાગ હણી નાંખ્યો; પરંતુ છેવટ ઘણું સૈન્ય એકઠું થયું અને તેણે હિંસને મારી નાંખ્યો. બીજો જે પરમહંસ હતો તે નાસીને ચિત્રકૂટની નજીક આવી કોઈ સ્થાને વિશ્રામ માટે સૂઈ ગયો. ત્યાં આવીને તે બૌદ્ધના સૈન્ય તેને પણ મારી નાખ્યો. “તે વૃત્તાંત જાણીને ૧. આ બન્નેના મરણની હકીકત અન્યત્ર બીજી રીતે કહેલી છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૩ હરિભદ્રસૂરિને મહાકોપ થયો; તેથી ઉકાળેલા તેલના કડાઈમાં તે ચૌદસો ને ચુંમાળીશ બૌદ્ધોને હોમવા માટે આકર્ષણ કરવા સારુ તેઓ મંત્રજાપ કરવા લાગ્યા. તે વૃત્તાંત તેમના ગુરુએ જાણ્યો; તેથી ગુરુએ બે સાધુઓને નીચેની ગાથાઓ લખી આપી તેમની પાસે મોકલ્યા. તેઓએ આવીને તે ગાથાઓ સૂરિને વાંચી સંભળાવી– गुणसेन अग्गिसम्मा, सीहाणंदाय तह पिआ पुत्ता । सिहि जालिणी माइ सुओ, धण धन्नसिरिमो अ पइभज्झा ॥१॥ जय विजयाय सहोयर, धरणो लच्छी अ तह पइभ्रज्झा । सेण विसेणा पित्तिअ, उत्ता નંમિ સત્તમપુ ||ગો गुणचंद वाणमंतर, समराइच्च गिरिसेण पाणो उ । एक्कस्स तओ मुख्खो, ऽणंतो बीअस्स संसारो ॥३॥ जह जलइ जलं लोओ, कुसत्थपवणाहओ कसायग्गी । तं जुत्तं न जिणवयणअमिअसित्तोवि पज्जलइ ॥४॥ ભાવાર્થ‘ગુણસેન રાજાએ અગ્નિશર્મા ઋષિને માસક્ષપણના પારણાનું નિમંત્રણ આપ્યું હતું, પણ કારણને લીધે તે તેને પારણું કરાવી શક્યો નહીં; તેથી અગ્નિશર્માએ તેનાપર વૈરભાવ રાખ્યો ને નિયાણું કર્યું એ પહેલો ભવ. બીજા ભવમાં સિંહરાજાને આણંદ (અગ્નિશર્માના જીવ) નામના પુત્રે ઝેર દઈને માર્યો. ત્રીજા ભવમાં શીખી પુત્રને જાલિની માતાએ ઝેર આપીને માર્યો. ચોથા ભવમાં ઘન્નાને ઘનશ્રી સ્રીએ માર્યો. પાંચમા ભવમાં જયને વિજય ભાઈએ માર્યો. છઠ્ઠા ભવમાં ઘરણ નામના પતિને લક્ષ્મીવતી સ્ત્રીએ પીડા કરી. સાતમા ભવમાં સેનને વિસેણ નામના પિતરાઈ ભાઈએ પરાભવ કર્યો. આઠમા ભવે ગુણચંદ્ર વિદ્યાઘરને વાણમંતરે પીડા કરી, અને નવમા ભવે સમરાદિત્ય (ગુણસેનનો જીવ) મોક્ષે ગયો તથા ગિરિસેન (અગ્નિશર્માનો જીવ) ચંડાળ થઈ અનંત સંસાર ભટક્યો. માટે હે ભદ્ર! જેમ લોકમાં કુશાસ્ત્રરૂપી પવનથી આહત થયેલો–હણાયેલો–વૃદ્ધિ પામેલો કષાયરૂપી અગ્નિ જળને (જડ-મૂર્ખ)ને પણ બાળે છે, તેમ જિનવચનરૂપ અમૃતથી સિંચાયેલા તમને યુક્ત નથી.’' આ પ્રમાણે સાંભળીને શ્રી હરિભદ્રસૂરિ તે પાપકર્મથી નિવૃત્ત થયા, અને ચૌદસો ને ચુંમાળીશ બૌદ્ધોના નાશના મનથી કરેલા પાપના પ્રાયશ્ચિત્ત તરીકે ચૌદસો ને ચુંમાળીશ ગ્રંથો નવા કરવાનું તેમણે કબૂલ કર્યું. તેમાં પ્રથમ ઉપરની ચાર ગાથાને અનુસરીને ક્રોધનો સર્વથા નિરાસ (નાશ) કરનારું શ્રી સમરાદિત્ય કેવળીનું ચરિત્ર માગધી ગાથાબંધ રચ્યું. ૧૨૦ માલપુર નામના નગરમાં ઘન નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તે જૈન ધર્મી હતો. તે નગરીમાં સિદ્ધ નામનો એક રાજપુત્ર-ક્ષત્રિય રહેતો હતો. તે જુગા૨ી લોકો સાથે જુગાર રમતાં હારી ગયો. તેને આપવાનું ધન તેની પાસે નહોતું; તેથી તે લોકોએ તેને ઊંચકીને એક મોટા ખાડામાં નાંખી દીધો. તેની ઘનશ્રેષ્ઠીને ખબર પડતાં તેણે તેનું દેવું આપી દઈને તેને છોડાવ્યો. પછી શ્રેષ્ઠીએ તેને પોતાને ઘેર નોકર તરીકે રાખ્યો. અનુક્રમે તે બુદ્ધિમાન સિદ્ધકુમારને શ્રેષ્ઠીએ પોતાનો સર્વ કાર્યભાર સોંપ્યો અને તેને એક કન્યા સાથે પરણાવ્યો. પછી તે સિદ્ધકુમાર શ્રેષ્ઠીનું સર્વ કામ કરીને ઘણી રાત્રિ ગયે ઘેર સૂવા જતો. એકદા તે ઘણો મોડો (અસુરો) સૂવા ગયો. તે વખતે નિદ્રા પામેલી તેની માએ તથા www.jainelibrary.erg Page #132 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૫] અતિશયશાળી કવિ ૧૨૧ સ્ત્રીએ કહ્યું કે,“આટલો બધો મોડો કેમ આવ્યો? અત્યારે હવે કોઈ બારણા ઉઘાડતું નથી, તેથી જ્યાં ઉઘાડા બારણાં હોય ત્યાં જા.’’ તે સાભંળીને સિદ્ધકુમાર ‘બહુ સારું’ કહી ગામમાં ભમવા લાગ્યો, તેવામાં શ્રી હરિભદ્રસૂરિનો ઉપાશ્રય ઉઘાડો જોયો. તેથી તે સૂરિ પાસે ગયો, ત્યાં તેણે પ્રતિબોધ પામીને દીક્ષા ગ્રહણ કરી. પછી અનુક્રમે શાસ્ત્રનો અભ્યાસ કરી તે સારો વિદ્વાન થયો. પછી તર્કશાસ્ત્રની જિવૃક્ષાવાળા (ગ્રહણ કરવાની ઇચ્છાવાળા) તેણે બૌદ્ધધર્મનું રહસ્ય જાણવા માટે હરિભદ્રસૂરિની આજ્ઞા માગી, ત્યારે સૂરિએ તેને કહ્યું કે,‘‘જો કદાચ બૌદ્ધના સંગથી તારું મન ફરી જાય અને તે ઘર્મપર શ્રદ્ધાવાળું થાય તો તારે અમારો વેષ પાછો આપવા માટે અમારી પાસે આવવું.’’ સિદ્ધમુનિ તે વાત અંગીકાર કરીને બૌદ્ધ લોકો પાસે ભણવા ગયા. ત્યાં બૌદ્ધોએ કુતર્કથી તેનું મન ફેરવી નાંખ્યું, એટલે તે વેષ પાછો આપવા માટે સૂરિ પાસે જવા ચાલ્યા. તે વખતે બૌદ્ધોએ પણ તેને કહ્યું કે,‘‘જો કદાચ તમારું મન હરિભદ્રસૂરિ ફેરવી નાંખે તો અમારો વેષ પાછો આપવા અહીં આવવું.’’ તેમની વાત પણ કબૂલ કરીને તે હિ૨ભદ્રસૂરિ પાસે આવ્યા. એટલે સૂરિએ તેનો કુતર્ક દૂર કરીને ફરી સમકિત પમાડ્યું; ત્યારે બૌદ્ધનો વેષ પાછો આપવા ગયા. તે વખતે પણ સૂરિએ કહ્યું કે,‘જો કદાચ તારું મન ફરી જાય તો અમારો વેષ પાછો આપવા અહીં આવજે.’ તે કબૂલ કરીને સિદ્ધ મુનિ બૌદ્ધ પાસે ગયા, એટલે ફરીથી તેઓએ કુતર્કોથી તેનું મન ફેરવ્યું. તેથી તે મુનિવેષ પાછો આપવા સૂરિ પાસે આવ્યા. તે વખતે પણ બૌદ્ધોએ પોતાનો વેષ પાછો આપવા આવવાનું કબૂલ કરાવી રજા આપી. એવી રીતે તેણે એકવીશ વાર જાવ-આવ કરી. ત્યારે સૂરિએ,‘આ બિચારો મિથ્યાવૃષ્ટિ થઈને દુર્ગતિમાં ન પડે,' એમ વિચારી અત્યંત તર્કમય લલિતવિસ્તરા નામની શક્રસ્તવની ટીકા રચીને તેને વાંચવા આપી. તે વાંચીને સંતોષ પામી દૃઢ સક્તિવાળા થયેલા તે બોલ્યા કે— नमोऽस्तु हरिभद्राय तस्मै प्रवरसूरये । मदर्थं निर्मिता येन, वृत्तिर्ललितविस्तरा ॥१॥ ભાવાર્થ—જે ગુરુએ મારે જ માટે લલિતવિસ્તરા નામની વૃત્તિ રચી તે હરિભદ્ર નામના શ્રેષ્ઠ સૂરિને મારો નમસ્કાર હો.’’ પછી તે સિદ્ધમુનિએ સોળ હજાર શ્લોકના પ્રમાણવાળી ઉપમિતિભવપ્રપંચ નામની કથા બનાવી. પ્રાંતે તે બન્ને સૂરિ સ્વર્ગે ગયા. “શાસ્રરૂપ મંદિરનું નિર્માણ કરવામાં સૂત્રધાર સમાન જે શ્રી હરિભદ્રસૂરિ કુદેવ અને કુશાસ્ત્રનો ત્યાગ કરી પૂજ્યપદને પામ્યા, તે ગુરુ મહારાજ આપણને કવિતાના વિષયમાં સારી શક્તિ આપો.'’ વ્યાખ્યાન ૩૫ અતિશયશાળી કવિ सातिशयाढ्यकाव्यानां भाषणे कुशलीभवेत् । सोप्यत्र शासने ज्ञेयो, विस्मयकृत्प्रभावकः ॥ १॥ ૧ આ શ્લોક ઉપમિતિભવપ્રપંચમાં મૂકેલો છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ 3 ભાવાર્થ-જે અતિશયવાળાં કાવ્યો કહેવામાં કુશળ હોય તેને પણ આ જૈનશાસનને વિષે વિસ્મયકારક પ્રભાવક જાણવો.” આ વિષય પર શ્રી માનતુંગસૂરિનો પ્રબંધ છે તે આ પ્રમાણે શ્રી માનતુંગ સૂરિનો પ્રબંધ ઘારાનગરીમાં બાણ અને મયૂર નામના બે પંડિતો હતા. તેમાં બાણ મયૂરનો સાળો થતો હતો. તેવા નજીકના સંબંધી છતાં તેઓ પરસ્પર એકબીજાની સ્પર્ધા કરતા હતા, અને પોતપોતાની વિદ્વત્તા દેખાડીને તે બન્ને રાજસભામાં પ્રતિષ્ઠા પામેલા હતા. એક વખત બાણ પોતાની બહેનને મળવા માટે મયૂરને ઘેર ગયો. ત્યાં રાત્રિએ મોડું થવાથી તેને ત્યાં જ બહાર ઓસરીમાં સૂતો. મયૂર પોતાની સ્ત્રી સહિત અંદરના ભાગમાં સૂતો હતો. રાત્રિમાં દંપતીને પરસ્પર કાંઈક પ્રેમકલહ થવાથી સ્ત્રી રિસાઈ ગઈ. તેને મયૂર ઘણી રીતે સમજાવવા લાગ્યો. આખી રાત્રિ તેને મનાવવામાં જ વ્યતીત થઈ, પરંતુ તે સ્ત્રી સમજી નહીં. (આ સર્વ હકીકત બહાર સૂતેલો બાણ સાંભળતો હતો.) છેવટે પ્રાતઃકાળ થવા આવ્યો, ત્યારે મયૂરે પોતાની પત્ની પ્રત્યે માનત્યાગ કરવા માટે કહ્યું કે गतप्राया रात्रिः कृशतनु शशी शीर्यत इव प्रदीपोऽयं निद्रावशमुपगतो घूर्मित इव । प्रणामान्तो मानस्त्यजसि न तथाऽपि क्रुद्धमहो ભાવાર્થ-“હે કૃશતનુ (જેનું શરીર કૃશ છે એવી) સ્ત્રી! રાત્રિ લગભગ પૂર્ણ થવા આવી છે, ચંદ્ર પણ ક્ષીણ થયા જેવો થયો છે, આ દીવો પણ નિદ્રાને વશ થવાથી ઘર્મિત થયો હોય તેમ ઝાંખો દેખાય છે, તેમજ હું તને છેવટે પ્રણામ પણ કરું છું, તોપણ તું હજુ માનને છોડતી નથી. અહો! તારો ક્રોઘ તે કેવો છે?” આટલા ત્રણ પદ સાંભળતાં જ બાણ બોલી ઊઠ્યો કે कुचप्रत्यासत्त्या हृदयमपि ते चण्डि कठिनम् ॥१॥ હે ચંડિકા! (ક્રોથી સ્ત્રી!) સ્તનની પાસે રહેવાથી તારું હૃદય પણ તેના જેવું જ મહા કઠણ જણાય છે.” આ પ્રમાણે પોતાના ભાઈના મુખથી ચોથું પદ સાંભળવાથી ક્રોઘ અને લક્ષ્મ પામેલી તે પતિવ્રતા સ્ત્રીએ પોતાના ભાઈને શાપ આપ્યો કે “તું કુષ્ઠી થા” એટલે તરત જ બાણ કુષ્ઠી થઈ ગયો. પ્રાતઃકાલે તે બન્ને પંડિતો રાજસભામાં એકઠા થયા. તે વખત મયૂરે બાણને કુષ્ઠી કહીને બોલાવ્યો, તેથી બાણ અત્યંત લક્તિ થયો; એટલે સભામાંથી ઊઠીને નગરીની બહાર જઈ તેણે એક મોટો સ્તંભ રોપ્યો. તેની સાથે એક કાષ્ઠ બાંધી નીચે એક મોટો ખાડો ખોદી તેમાં ખેરના અંગારા ભર્યા પછી તે સ્તંભની ટોચ પર બાંધેલા લાકડા સાથે એક સકું બાંધી તેમાં તે બેઠો, અને નવા શ્લોક વડે તે સૂર્યની સ્તુતિ કરવા લાગ્યો. તેમાં એક શ્લોક બોલીને સીંકાની એક દોરી કાપી નાંખી. એવી રીતે પાંચ શ્લોક બોલીને તેણે પાંચ દોરીઓ કાપી નાંખી. છેવટે છ શ્લોકે છઠ્ઠી દોરી કાપતાં સીકું તમામ તૂટી જવાથી તે ખેરના અંગારામાં પડવાની તૈયારીમાં હતો, તેવામાં સૂર્ય પ્રત્યક્ષ થઈને તેનો દેહ વ્યાધિરહિત સુવર્ણ જેવો કર્યો. પછી બીજે દિવસે બાણ પંડિત મોટા આડંબરથી રાજસભામાં આવી મયૂરને કહેવા લાગ્યો કે, “હે શુદ્ર પક્ષી! ગરુડની પાસે કાળા Page #134 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૫] અતિશયશાળી કવિ ૧૨૩ કાગડાની જેમ મારી પાસે તારી શી શક્તિ છે? જો હોય તો મારી જેમ પ્રત્યક્ષ દેખાડ. મારી શક્તિ તો મેં તને પ્રત્યક્ષ દેખાડી છે.’ તે સાંભળીને મયૂર બોલ્યો કે,‘‘નીરોગીને વૈદ્યનું શું કામ છે? તોપણ તારું વચન કુંઠિત કરવા માટે હું તૈયાર છું.’' એમ બોલીને તરત જ તેણે છરી વડે પોતાના હાથપગ કાપી નાંખ્યા. પછી ચંડીદેવીની સ્તુતિ કરતાં પ્રથમ શ્લોકનો છઠ્ઠો અક્ષર બોલતાં જ ચંડીદેવી પ્રસન્ન થઈ, અને તેના હાથપગ સાજા કરી આખું શરીર વજ્રમય બનાવ્યું. તે જોઈ રાજાએ આશ્ચર્ય પામી મયૂરને ઘણું માન આપ્યું. તે વખતે જૈનધર્મના દ્વેષી બ્રાહ્મણોએ રાજાને કહ્યું કે,“જો જૈનોમાં કોઈ પણ આવો પ્રભાવવાળો હોય તો શ્વેતાંબરો (જૈનો)ને આ દેશમાં રહેવા દેવા, નહીં તો તે સર્વેને દેશ બહાર કાઢી મૂકવા જોઈએ.’’ આવું વચન માનતુંગ આચાર્યના સાંભળવામાં આવ્યું, તેથી તેમને જૈનશાસનનો પ્રભાવ બતાવવાની ઇચ્છા થઈ; એટલે તે સૂરિએ રાજસભામાં આવી રાજા પાસે પોતાના શરીરપર ચુંમાળીશ બેડીઓ નંખાવી, તથા એક ઓરડામાં બીજો ઓરડો, બીજામાં ત્રીજો એમ ચુંમાળીશમા ઓરડામાં પોતે રહ્યા, અને તે દરેક ઓરડે તાળાં મરાવ્યાં. પછી સૂરિએ ભક્તામર સ્તોત્ર રચ્યું. તેના દરેક શ્લોકે એક એક બેડી તૂટવા માંડી અને એક એક તાળું તૂટી એક એક ઓરડો ઊઘડવા માંડ્યો. છેવટ ચુંમાળીશમા શ્લોકે સર્વ બેડીઓ તથા સર્વે તાળાં તૂટી ગયાં, એટલે સૂરિ મહારાજ સભામાં આવી પહોંચ્યા; તેથી જૈન શાસનનો મોટો પ્રભાવ પ્રગટ થયો. આ વિષય ઉપર શ્રી બપ્પભટ્ટ સૂરિનો પણ પ્રબંધ છે. તે આ પ્રમાણે શ્રી બપ્પભટ્ટસૂરિ પ્રબંધ મોઢેરા ગામમાં શ્રી સિદ્ધસેનસૂરિ શ્રી વીરસ્વામીને વાંદવા પધાર્યા. તે વખતે તેમની પાસે એક છ વર્ષનો બાળક આવ્યો. તેને સૂરિમહારાજે પૂછ્યું કે,“તું કોણ છે? અને અહીં કેમ આવ્યો છે?” ત્યારે તે બાળક બોલ્યો કે,‘પાંચાલ દેશમાં ડુંબ નામે એક ગામ છે. ત્યાં બપ્પ નામે એક ક્ષત્રિય વસે છે, તેને ભટ્ટી નામની સ્ત્રી છે, તેમનો હું સૂરપાળ નામે પુત્ર છું. હું મારા પિતાના શત્રુને હણવા માટે તૈયાર થયો, તે વખતે મારા પિતાએ મને અટકાવ્યો, અને પોતે શત્રુને હણવા ગયા; તેથી મને ઘણો ક્રોધ ચડ્યો, તેથી મારી માતાને પણ કહ્યા વિના હું રિસાઈને અહીં આવ્યો છું.’’ તે સાંભળીને સૂરિએ વિચાર્યું કે,‘આ બાળકનું તેજ (પ્રતાપ) માનુષી (મનુષ્ય જેવું) નથી, પણ તે કોઈ દૈવી અંશ (શક્તિ) વાળો જણાય છે.’ એમ વિચારીને ગુરુએ તેને કહ્યું કે,“હે વત્સ! ત્યારે તું અમારી પાસે રહે.’’ તે સાંભળીને તે બાળક તેમની પાસે રહ્યો. સૂરિએ તેને ભણાવવા માંડ્યો. તે હંમેશાં એક હજાર શ્લોક કંઠસ્થ કરવા લાગ્યો. તેની એવી તીવ્ર બુદ્ધિ જોઈને ગુરુ બહુ જ પ્રસન્ન થયા. પછી તેનાં માબાપને સમજાવીને ગુરુએ તેને દીક્ષા આપી. તે વખતે તેના માબાપે પોતાનું નામ રાખવા પ્રાર્થના કરી; તેથી ગુરુએ તેનું બપ્પભટ્ટી નામ રાખ્યું. પછી એકદા ગુરુએ તેને સરસ્વતી દેવીનો મંત્ર આપ્યો. તેનો તેણે યથાવિધિ જાપ કર્યો; તેથી દેવી પ્રત્યક્ષ થઈ તેને વરદાન આપીને અદૃશ્ય થઈ. એકદા બપ્પભટ્ટી મુનિ દેવકુળ (દેરાસર)માં જઈ પ્રભુની સ્તુતિ કરતા હતા, તે વખતે તેમની પાસે ગોપગિરિ (ગ્વાલિયર ગઢ)ના રાજા યશોવર્માનો પુત્ર આમ નામનો કુમાર પોતાના પિતાની Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ | [સ્તંભ 3 શિક્ષાથી રિસાઈને ક્રોઘથી આવ્યો. ત્યાં તે દેવકુળમાં બપ્પભટ્ટીની પાસે પ્રશસ્તિ કાવ્યો વાંચવા લાગ્યો. આમકુમાર કાવ્યનો રસિક હોવાથી બપ્પભટ્ટીની સાથે તેને પ્રેમ બંઘાયો. પછી તે બપ્પભટ્ટીની સાથે ઉપાશ્રયમાં આવ્યો. ત્યાં ગુરુના પૂછવાથી તેણે પોતાનું વૃત્તાંત કહ્યું. તેમાં પોતાનું નામ લેવાની જરૂર પડી, તે વખતે તેણે ખડીવડે પોતાનું નામ લખીને ગુરુને જણાવ્યું; પણ પોતાના મુખથી તેણે પોતાનું નામ લીધું નહીં, તેથી ગુરુ ઘણા પ્રસન્ન થયા. પછી બપ્પભટ્ટીની સાથે તેને પણ ગુરુએ શાસ્ત્રનો અભ્યાસ કરાવવા માંડ્યો. એકદા આમકુમારે પોતાના મિત્ર બપ્પભટ્ટી મુનિને કહ્યું કે, “હું જ્યારે રાજ્ય પામીશ ત્યારે હું તમને રાજ્ય આપીશ.” પછી કેટલેક કાળે આમકુમારને રાજ્ય મળ્યું, ત્યારે તેણે બપ્પભટ્ટીને તેડાવ્યા અને સિંહાસન પર બેસવા માટે પ્રાર્થના કરી, ત્યારે બપ્પભટ્ટી બોલ્યા કે–“અમને સૂરિપદ મળ્યા પછી સિંહાસન પર બેસવાનો અધિકાર છે, તે પહેલાં અમારાથી બેસી શકાય નહીં.” તે સાંભળીને રાજાએ શ્રી સિદ્ધસેન ગુરુ પાસે પ્રાર્થના કરી તેમને સૂરિપદ અપાવ્યું. પછી બપ્પભટ્ટી સૂરિને સિંહાસન પર બેસાડીને રાજાએ પ્રાર્થના કરી કે–“હે સ્વામિઆ રાજ્ય આપ ગ્રહણ કરો.” સૂરિ બોલ્યા કે, “હે રાજ! અમે અમારા દેહને વિષે પણ નિઃસ્પૃહ છીએ, તો પછી અમારે રાજ્યને શું કરવું?” તે સાંભળીને રાજા અત્યંત આશ્ચર્ય પામ્યો. પછી ગુરુના ઉપદેશથી રાજાએ એકસો આઠ હાથ ઊંચો એક જૈનપ્રાસાદ કરાવ્યો, અને તેમાં અઢાર ભાર સુવર્ણની શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ સ્થાપન કરી. એકદા રાજાએ પોતાની રાણીને પ્લાનમુખવાળી જોઈને તે વિષે ગુરુને સમસ્યા પૂછી કે, “કવિ ના પરિતપૂ, મમુહી પૂળો પમાણે” (તે કમળના સરખા મુખવાળી સ્ત્રી હજુ સુધી પણ પોતાના જ પ્રમાદથી પરિતાપ પામે છે.) તે સાંભળીને જેને સરસ્વતી દેવી પ્રસન્ન થયેલ છે એવા આચાર્ય બોલ્યા કે, “પુત્ર વિવુળ તમે, ના તે પછીયે મંગ” (હે રાજા! આજે તમે પ્રાતઃકાળે રાણીની પહેલાં જાગ્યા હતા, તે વખતે રાણીનું કોઈ અંગ ઉઘાડું થયું હતું, તે અંગે તમે ઢાંક્યું, તેથી તે હજુ સુધી જ્ઞાનમુખવાળી છે.) તે સાંભળીને રાજા આશ્ચર્ય પામી લજ્જિત થયો. પછી ફરીથી એકદા રાજાએ પગલે પગલે મંદ મંદ ચાલતી રાણીને જોઈને સૂરિને પૂછ્યું કે, “વાહી વંનતી પ પ ી ૬ મુમન' (હે પૂજ્ય! તે સ્ત્રી ચાલતી વખતે પગલે પગલે મુખને વાંકું કરે છે, તેનું શું કારણ?) ત્યારે ગુરુ બોલ્યા કે, “નૂi રમસે મેત્રિયા છિવડું નહપતિ” (હે રાજા! ખરેખર તેના રમણપ્રદેશે–ગુહ્ય સ્થાને નખક્ષત થયેલા છે, તે સ્થાને તેની કટીમેખળા ઘસાય છે, તેથી તે ચાલતી વખતે મુખને મચકોડે છે.) તે સાંભળી રાજાના મનમાં કાંઈક કોપ ઉત્પન્ન થયો; તેથી ગુરુપર તેને અનાદર થયો. રાજાનો ગુસ કોપ જાણીને સૂરિએ પોતાના ઉપાશ્રયના દરવાજા પર એક શ્લોક લખી ત્યાંથી વિહાર કર્યો. તે શ્લોક આ પ્રમાણે હતો आम स्वस्ति तवास्तु रोहणगिरे मत्तः स्थितिं प्रच्युता, वर्तिष्यन्त इमे कथं कथमपि स्वप्नेऽपि मैवं कृथाः। श्रीमत्ते मणयो वयं यदि भवल्लब्धप्रतिष्ठस्तदा, के श्रृंगारपरायणाः क्षितिभुजो मौलौ करिष्यन्ति न॥१॥ Page #136 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૫]. અતિશયશાળી કવિ ૧૨૫ ભાવાર્થ-“હે આમ રાજા! તારું કલ્યાણ થાઓ. (અહીં અન્યોક્તિથી રાજા પર ઘટાવે છે.) મણિઓ રોહણગિરિને કહે છે કે, “હે રોહણગિરિ! તારું કલ્યાણ થાઓ, અને મારાથી છૂટા પડેલા આ મણિઓ હવે ક્યાં જશે? તેમની શી દશા થશે? એમ તું સ્વપ્રમાં પણ ઘારીશ નહીં; કેમકે તારાથી પ્રતિષ્ઠા પામેલા અમે શ્રીમાનું મણિઓ છીએ; તેથી અલંકાર કરવાના લાલચુ એવા કયા રાજાઓ અમને પોતાના મુકુટપર ઘારણ નહીં કરે? બઘા કરશે.” (આ અન્યોક્તિથી આમરાજાને સૂરિએ સમજાવ્યું કે–તારી પાસેથી છૂટા પડ્યા પછી અમારું શું થશે? એમ તારે કદી ઘારવું નહીં; કેમકે અમે મણિ જેવા છીએ, તો પછી અમને ઘણા રાજાઓ માન આપશે. ઇત્યાદિ) ત્યાંથી વિહાર કરીને શ્રી બપ્પભટ્ટી સૂરિ ગૌડદેશમાં ગયા. ત્યાં ઘર્મરાજા રાજ્ય કરતો હતો. સૂરિને આવેલા જાણીને રાજાએ પોતાના નગરમાં રહેવા માટે ઘણા આગ્રહપૂર્વક પ્રાર્થના કરી, ને ત્યાં રાખ્યા. તેના આગ્રહથી જ્યાં સુધી આમરાજા પોતે બોલાવવા ન આવે ત્યાં સુધી ત્યાંથી વિહાર ન કરવો એવો પ્રતિજ્ઞા કરીને સૂરિ ત્યાં રહ્યા. અહીં આમરાજાને ખબર મળ્યા કે, “ગુરુ મહારાજ દ્વારપર એક શ્લોક લખીને વિહાર કરી ગયા છે.” તે જાણીને તેણે તે શ્લોક વાંચ્યો, ત્યારે તે મનમાં અતિ દુઃખી થયો. એકદા આમરાજા વનમાં ગયો હતો, ત્યાં એક કૃષ્ણ સર્પ તેના જોવામાં આવ્યો. તે સર્પનું મુખ દ્રઢ મૂઠીથી પકડી તેને એક વસ્ત્રમાં ઢાંકી સભામાં આવીને રાજાએ સર્વ પંડિતોને સમસ્યા પૂછી કે शस्त्रं शास्त्रं कृषिविद्याऽन्यद्वा यो येन जीवति। શસ્ત્ર, શાસ્ત્ર, કૃષિ (ખેતી), વિદ્યા અથવા બીજું કાંઈ કે જેના વડે તે મનુષ્ય) જીવે છે (અર્થાત્ આ બઘાનું શું કરવું? એવો પ્રશ્ન આ સમસ્યામાં છે.) આ સમસ્યા કોઈ પણ પંડિતે રાજાના અભિપ્રાય પ્રમાણે પૂર્ણ કરી નહીં, ત્યારે રાજાએ પટહ વગડાવ્યો કે, “આ સમસ્યાને જે કોઈ મારા મનના અભિપ્રાય પ્રમાણે પૂર્ણ કરશે તેને લક્ષ સોનામહોર ઇનામ મળશે.” તે સાંભળીને કોઈ એક ધુતકારે (જુગારીએ) સૂરિ પાસે જઈને તે સમસ્યા પૂછી, એટલે સરસ્વતીની કૃપાથી સૂરિએ તે આ પ્રમાણે પૂર્ણ કરી सुगृहितं च कर्तव्यं, कृष्णसर्पमुखं यथा ॥४॥ તે શસ્ત્ર વગેરેને આજીવિકાના હેતુરૂપ છે તેઓને) કૃષ્ણ સર્પના મુખની જેમ સારી રીતે ગ્રહણ કરવાં (એટલે કે રાજાએ જેમ કૃષ્ણ સર્પનું મુખ સારી રીતે ગ્રહણ કર્યું તેમ શસ્ત્રાદિક આજીવિકાના સાઘનને પણ સારી રીતે ગ્રહણ કરવાં) કે જેથી આજીવિકા બરાબર ચાલી શકે. પછી તે ધુતકારે આમરાજા પાસે આવીને તે સમસ્યા પૂર્ણ કરી, તે સાંભળીને રાજાએ તે ઘુતકારને અત્યંત આગ્રહથી ઘમકી આપીને પૂછ્યું કે, “આ સમસ્યા કોણે પૂર્ણ કરી? સત્ય વાત કહે.” ત્યારે તેણે ખરી વાત જાહેર કરી. તે સાંભળીને રાજાને વિચાર થયો કે, “ગુરુ આટલા બધા દૂર છે, તો પણ તેમણે કૃષ્ણ સર્પની વાત કહી, તો મેં જે તેમના પર વહેમ રાખ્યો હતો તે કેવળ ખોટો જ છે.” ઇત્યાદિ વિચાર આવવાથી રાજાને ઘણો જ પશ્ચાત્તાપ થયો. પછી ગુરુને બોલાવી લાવવા માટે આમરાજાએ પોતાના પ્રધાનોને મોકલ્યા, અને તેમની સાથે એવું કહેવરાવ્યું કે छायाकारण शिर धाँ, पत्त वि भूमि पडत ।। पत्तह एहु पडत्तणं, वरतरु कांइ करंत ॥१॥ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૩ ભાવાર્થ-“હે ગુરુ! વૃક્ષોએ મુસાફરોને છાયા કરવા માટે પોતાના શિરપર પાંદડાંને ઘારણ કર્યા, તે પાંદડાં ત્યાંથી ભૂમિપર ખરી પડે, તો તેમાં વૃક્ષ શું કરે? તે તો પત્રનું જ પડવાપણું છે.” ઇત્યાદિ અન્યોક્તિવડે ગુરુને વિજ્ઞપ્તિ કરવા પ્રઘાનોને મોકલ્યા. પ્રઘાનોએ જઈ તે પ્રમાણે ગુરુને વિન્નતિ કરી. ત્યારે ગુરુએ કહ્યું કે તમારે આમરાજા પાસે જઈને આ પ્રમાણે કહેવું अस्माभिर्यदि कार्य वस्तदा धर्मस्य भूपतेः । सभायां छन्नमागत्य, स्वयमापृच्छयतां द्रुतम् ॥१॥ जाते प्रतिज्ञानिर्वाहे, यथायामस्तवान्तिकम् । प्रधानाः प्रहिताः पूज्यैरिति शिक्षापुरस्सरम् ॥२॥ ભાવાર્થ-“હે આમ રાજા! જો તારે અમારું કામ હોય તો તારે જાતે ઘર્મરાજાની સભામાં ગુપ્ત રીતે આવી અમને આમંત્રણ કરવું. તેમ થવાથી અમારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે, એટલે અમે તમારી પાસે આવીશું. આ પ્રમાણે શિક્ષા આપીને પૂજ્ય ગુરુએ પ્રઘાનોને પાછા મોકલ્યા.” પછી પ્રથાનોએ આવીને ગુરુનું વાક્ય આમરાજાને સંભળાવ્યું, એટલે તરત જ ગુરુના દર્શન માટે ઉત્કંઠિત થયેલો આમરાજા ઊંટપર ચઢીને ઘર્મરાજાના નગરમાં આવ્યો. પછી પ્રાતઃકાળે રાજા અને સૂરિ સહિત સર્વ સભા ભરાઈ હતી, તે વખતે સ્થગીઘરનું રૂપ ઘારણ કરીને આમરાજા પોતાના ઘણા માણસોને સાથે લઈ રાજસભામાં આવ્યો. તેને દૂરથી જ જોઈને સૂરિએ ઘર્મરાજાને કહ્યું કે, “તે મામગૃપા નર-આ સર્વે આમરાજાના માણસો અમને બોલાવવા માટે આવે છે.” તેટલામાં તે સર્વે સભામાં દાખલ થયા; તેમાં પ્રથમ સ્થગીઘર (આમરાજા) હતો. તેને જોઈને સૂરિ બોલ્યા કે, “કાગચ્છામ=આમ આવો. (તેનો ગૂઢ અર્થ એ હતો-હે આમરાજા! તમે આવો)” એમ બોલી તેને સન્માન આપ્યું, એટલે તે સ્થગીઘર ગુરુ નજીક બેઠો. પછી દૂતે ગુરુના હાથમાં વિજ્ઞપિત્ર આપ્યો, તે ગુરુએ ઘર્મરાજાને બતાવ્યો. પછી ઘર્મરાજાએ દૂતને પૂછ્યું કે, તમારા આમરાજા કેવા રૂપરંગવાળા છે?” ત્યારે તે બોલ્યો કે, “હે રાજા! જેવા આ સ્થગીઘર છે તેવા જ છે.” પછી સ્થગીઘરના હાથમાં બીજોરું હતું, તે જોઈને ગુરુએ પૂછ્યું કે, “આ તમારા હાથમાં શું છે?” તેણે જવાબ દીધો કે, “વીનોરા (તેનો ગૂઢ અર્થ–વીનો–રા એટલે રાજા, અર્થાત્ હું બીજો રાજા છું.)” પછી દૂતે આઢકી (તુવેર)નાં પાંદડામાં વીંટેલ પત્ર દેખાડ્યો. તે જોઈને રાજાએ ગુરુને પૂછ્યું કે, “એ શું છે?” ત્યારે ગુરુએ સ્થગીઘરની સન્મુખ અંગુલી કરીને કહ્યું કે “તુરિપત્ર (તુવેરનાં પાંદડાંમાં વીંટેલો કાગળ-તેનો બીજો અર્થ તુ હરિ એટલે તારા શત્રુનો પત્ર અર્થાત્ કાગળ છે.)' પછી તે વિનતીપત્ર સભામાં વાંચી આમંત્રણ આપી સ્થગીઘર પોતાના માણસો સાથે ઊઠ્યો અને વેશ્યા (રાજનર્તકી)ને ત્યાં ઉતારો કર્યો. સવારે નર્તકીને સ્વનામાંકિત સોનાનું કડું આપી રવાના થયો. દ્વારપાળે પ્રણામ કરતાં એક કહું તેને આપીને કહ્યું કે, આવી સરસ ભેટ તારા રાજાને બતાવજે. એમ કહી ઉતાવળે આમરાજા ઘર્મરાજાની સીમાની બહાર પડાવ નાખી ગુરુજીની રાહ જોવા લાગ્યો. ( ૧ ઘર્મરાજા અને આમરાજા પરસ્પર શત્રુ હતા, તેની સમક્ષ આવાં અન્યોક્તિવાળાં વચનો કહેવાતાં હતાં, પરંતુ તેમાં ઘર્મરાજા માત્ર સીધા અર્થ જ સમજતા હતા; ગૂઢ અર્થ સમજતા નહોતા. Page #138 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૫] અતિશયશાળી કવિ ૧૨૭ બીજે દિવસે રાજસભામાં જઈ ગુરુએ ઘર્મરાજાને કહ્યું કે, “હે રાજન! અમારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે, માટે હવે અમે આમરાજા પાસે જઈશું.” તે સાંભળીને ઘર્મરાજાએ પૂછ્યું કે, “હે ગુરુ! આમ રાજા આવ્યા વિના આપની પ્રતિજ્ઞા શી રીતે પૂર્ણ થઈ?” ત્યારે ગુરુએ “આમ જાતે આવ્યો હતો એમ કહીને સર્વ ગુહ્ય વાક્યોનો બીજો અર્થ રાજાને સમજાવ્યો. તે જ વખતે વેશ્યાએ (નર્તકીએ) તથા દ્વારપાળે આવીને આમરાજાનાં નામવાળાં બન્ને કંકણ ઘર્મરાજાની પાસે રજૂ કર્યો, તેથી ઘર્મરાજાને તે વાતની ખાતરી થઈ. ઘર્મરાજાએ ગુરુને કહ્યું કે, “હે ગુરુ! હું વચનના છળથી (કપટથી) છેતરાયો છું.” પછી ઘર્મરાજાની રજા લઈને ગુરુ વિહાર કરી આમરાજાને રસ્તામાં જ મળ્યા, અને તેમની સાથે ગ્વાલિયર ગયા. ત્યાં પ્રથમની જેમ આમરાજાએ ભક્તિપૂર્વક ગુરુને બહુમાનથી રાખ્યા. એકદા ત્યાં ડુંબનું ટોળું આવ્યું. તેમાં એક સુંદર માતંગી બાળા અતિ મધુર સ્વરે ગાયન કરવા લાગી. તે જોઈને આમ રાજા કામાતુર થઈ બોલ્યો કે वक्त्रं पूर्णशशी सुधाधरलता दन्ता मणिश्रेणयः कान्तिः श्रीर्गमनं गजः परिमलस्ते पारिजातद्रुमः । वाणी कामदुधा कटाक्षलहरी सा कालकूटच्छटा तत्किं चन्द्रमुखि त्वदर्थममरैरामन्थि दुग्धोदधिः॥४॥ ભાવાર્થ-“હે ચંદ્ર સમાન મુખવાળી સ્ત્રી! તારું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું છે, તારા અઘરો સુધા (અમૃત) સમાન છે, તારા દાંત મણિની પંક્તિ જેવા છે, તારી કાંતિ લક્ષ્મી જેવી છે, તારી ગતિ (ચાલો એરાવણ હાથી જેવી છે, તારા શ્વાસનો ગંઘ પારિજાત વૃક્ષ જેવો છે, તારી વાણી કામઘેનુ જેવી છે, અને તારાં નેત્રના કટાક્ષની લહેર કાળકૂટ વિષની છટા જેવી છે (કામી પુરુષોને હતપ્રત કરનારી છે), તો હે મુશ્કે! શું તારા માટે જ દેવતાઓએ ક્ષીરસમુદ્રનું મંથન કર્યું છે? અર્થાત્ દેવોએ ક્ષીરસમુદ્રનું મંથન કરીને જે રત્ન કાઢ્યાં છે તે સર્વ તારા શરીરના અવયવોમાં જોવામાં આવે છે.” તે સાંભળીને સૂરિએ વિચાર્યું કે, “અહો! મહાપુરુષોની મતિ પણ કેવી વિપર્યાસ પામે છે?” પછી ગાયન બંઘ થયું, અને સભા વિસર્જન થઈ; પરંતુ રાજાનું ચિત્ત તે માતંગી પર મોહ પામેલું હતું; તેથી તેની સાથે રહેવા માટે તેણે ગામની બહાર એક પ્રાસાદ ત્રણ દિવસમાં તૈયાર કરાવ્યો. તે પ્રાસાદ કરાવવાનો હેતુ સમજીને ગુરુએ વિચાર્યું કે, “અહો! આ રાજા મારો સંગ છતાં પણ કુકર્મમાં પ્રવર્તે છે, તેથી તે અવશ્ય નરકે જશે; માટે કોઈ પણ યુક્તિથી તેને પ્રતિબોઘ કરું કે, જેથી તે આવા નરકના હેતુરૂપ કુકર્મથી અટકે.” એમ વિચારીને સૂરિએ રાત્રે ગુપ્ત રીતે જઈને તે નવા પ્રાસાદના ભારવટપર ખડીથી તેને પ્રતિબોઘ કરવા માટે જળ ઉપરની અન્યોક્તિવાળા શ્લોકો લખ્યા शैत्यं नाम गुणस्तवैव भवति स्वाभाविकी स्वच्छता किं ब्रूमः शुचितां भवन्ति शुचयस्त्वत्सङ्गतोऽन्ये यतः । किं चातः परमस्ति ते स्तुतिपदं त्वं जीवितं देहिनां त्वं चेन्नीचपथेन गच्छसि पयः कस्त्वां निरोद्धं क्षमः॥१॥ ભાવાર્થ-“હે જળ! તારામાં શીતતાગુણ એકાંતે રહ્યો છે. તારી સ્વચ્છતા (નિર્મળતા) Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [તંભ 3 સ્વાભાવિક જ છે. તારી નિર્મળતા વિષે વઘારે શું કહીએ? પણ તારા સંગથી બીજા લોકો પણ નિર્મળ-પવિત્ર થાય છે. વળી તું પ્રાણીઓના જીવિતવ્યનો આધાર છે, તો તેથી વધારે તારી શી સ્તુતિ અમારે કરવી? પરંતુ હે જળ! જો તું જ નીચ માર્ગે જઈશ, તો પછી તને રોકવાને કોણ સમર્થ છે?” लजिज्जइ जेण जणे, मइलिज्जइ निअकुलक्कमो जेण । कंठट्ठिए वि जीए, तं न कुलीणेहिं कायव्वं ॥२॥ ભાવાર્થ-“જે અકાર્ય કરવાથી લોકમાં લm પમાય છે, અને જે અકાર્ય કરવાથી પોતાના કુળનો ક્રમ મલિન થાય છે, તેવું અકાર્ય કુલીન માણસોએ કંઠે પ્રાણ આવે (મરવાની તૈયારી થાય) તો પણ કરવું નહીં.” વગેરે પ્રાતઃકાળે રાજા તે પ્રાસાદ જોવા માટે ગયો. ત્યાં તેણે તે શ્લોકો જોયા, વાંચ્યા અને પછી વિચાર કરવા લાગ્યો કે-“મારા મિત્ર વિના મને આવો બોઘ કોણ આપે? અરે! હું કેવું અકાર્ય કરવા તૈયાર થયો? ધિક્કાર છે મારા જીવિતવ્યને! હવે હું ગુરુને શી રીતે મારું મુખ બતાવું? માટે હવે તો મારા આ કલંકિત જન્મને જ ચિક્કાર છે.” ઇત્યાદિ ઘણી રીતે પશ્ચાત્તાપ કરીને રાજાએ અગ્નિમાં પ્રવેશ કરવાનો નિશ્ચય કર્યો. પ્રઘાનાદિએ તે વાત સૂરિને કરી. ત્યારે ગુરુમહારાજ રાજા પાસે આવી બોલ્યા કે, “હે રાજનું! આમ આત્મહત્યા કરવાથી શું ફળ મળવાનું છે? મનથી બાંધેલું કર્મ મનથી જ નાશ પામે છે; અથવા આ વિષે તું સ્માર્ત ઘર્મવાળા બ્રાહ્મણોને પૂછી જો; કેમકે સ્મૃતિઓમાં પણ પાપનું પ્રાયશ્ચિત્ત આપેલું છે.” તે સાંભળીને રાજાએ બ્રાહ્મણોને બોલાવીને તેનું પ્રાયશ્ચિત્ત પૂછ્યું. ત્યારે તેઓ બોલ્યા કે आयःपुत्तलिकां वह्निध्मातां तद्वर्णरूपिणीम् । आश्लिष्यन्मुच्यते सद्यः, पापाच्चांडालीसंभवात् ॥४॥ ભાવાર્થ-“લોઢાની પૂતળીને અગ્નિમાં તપાવી અગ્નિ વર્ણ જેવી લાલ કરીને, તેને આલિંગન કરે, તો ચંડાલીના સ્પર્શથી ઉત્પન્ન થયેલા પાપથી માણસ તત્કાલ મુક્ત થાય છે.” તે સાંભળીને રાજા તેમ કરવા તૈયાર થયો. ત્યારે ગુરુએ તેને કહ્યું કે, “હે રાજ! તેં તો સંકલ્પ માત્રથી પાપ કર્યું છે, કાંઈ તેનો સંગમ કર્યો નથી, તે પશ્ચાત્તાપ કરવાથી જ મુક્ત થયું છે. તો હવે પતંગીઆની જેમ ફોગટ મૃત્યુ કરવાથી શું ફળ છે? હવે તું ચિરકાળ સુધી જૈનઘર્મનું આચરણ કર કે જેથી આત્માનું કલ્યાણ થાય.” તે સાંભળીને ગુરુનું વચન માન્ય કરી રાજા પોતાને ઘેર આવ્યો. એકદા રાજાએ ગુરુને પૂછ્યું કે, “હે ગુરુ! હું પૂર્વ ભવે કોણ હતો?” ત્યારે ગુરુએ કહ્યું કે-“આ પ્રશ્નનો જવાબ હું કાલે આપીશ” એમ કહીને ગુરુ ઉપાશ્રયે આવ્યા. રાત્રે સરસ્વતી દેવીને પૂછીને ગુરુએ રાજાનો પૂર્વભવ જાણી લીઘો. પછી પ્રાતઃકાળે સભામાં ગયા ત્યારે ગુરુએ રાજાને તેનો પૂર્વભવ આ પ્રમાણે કહ્યો કે, “હે રાજા! પૂર્વભવે તું તાપસ હતો. તે કાલિંજર નામના ગિરિના તટ ઉપર શાલ વૃક્ષની નીચે રહીને એકાંતર ઉપવાસ કરવાવડે દોઢસો વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી હતી. ત્યાંથી આયુષ્યનો ક્ષય થયે, મૃત્યુ પામીને તું રાજા થયો છે. આ વાતની પ્રતીતિ કરવી હોય તો તે વૃક્ષની નીચે હજુ સુધી તારી જટા પડેલી છે.” તે સાંભળીને રાજાએ પોતાના સેવકને મોકલી તે Page #140 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૬] સમકિતનું પહેલું ભૂષણ-ધૈર્ય ૧૨૯ જટા મંગાવી તે જોઈને રાજાને ખાતરી થઈ. તેથી તે શુદ્ધ શ્રાવકઘર્મ પાળવા લાગ્યો. પછી ગુરુના ઉપદેશથી મોટા આડંબર સહિત તે રાજાએ સિદ્ધાચળની યાત્રા કરી, અને તે વખતે દિગંબરીઓએ દબાવેલા ગિરનાર તીર્થને વળી શ્વેતાંબરનું તીર્થ કર્યું. આમરાજાએ રાજ્યનું ન્યાયથી પ્રતિપાલન કરી નમસ્કારનું ધ્યાન કરવામાં તત્પર થઈ ઉત્તમ ઘર્મ સાધ્યો; અને કવિની સભામાં સૂર્યસમાન એવા ગુરુ પણ આયુષ્યને ક્ષયે સ્વર્ગે ગયા. આ કથા પૂર્વસૂરિએ રચેલા ચતુર્વિશતિ પ્રબંઘમાં સવિસ્તર આપેલી છે. - “કોઈથી બોઘ ન પામે એવા આમરાજાને પ્રતિબોધ પમાડી કવિતાદિકના ગુણે કરીને બ્રાહ્મણવર્ગનો પરાજય કરી, વિદ્વાનોના ચક્રવર્તી બપ્પભટ્ટી સૂરિ શાસનની ઉન્નતિ કરી સ્વર્ગસુખને પામ્યા.” વ્યાખ્યાન ૩૬ સમકિતનું પહેલું ભૂષણ-સ્વૈર્ય સમક્તિના પાંચ ભૂષણમાંના પહેલા ચૈર્ય (સ્થિરતા) નામના ભૂષણ વિષે કહે છે धर्मांगमेभिर्भूष्यन्ते, भूषणानीति कथ्यते । ___ सुरादिभ्योऽप्यक्षोभत्वं, तत्राद्यं स्थैर्यभूषणम् ॥१॥ ભાવાર્થ-“સ્થર્યાદિકે કરીને ઘર્મરૂપી અંગ શોભા પામે છે, માટે તે ભૂષણ કહેવાય છે. તેમાં દેવાદિકથી પણ ક્ષોભ ન પામવો, એ પહેલું સ્વૈર્ય નામનું ભૂષણ (સમકિતનું ઘરેણું) કહેવાય છે.” तदर्शनं किमपि सा सुलसाप येन, प्रादाजिनोऽपि महिमानममानमस्यै । नैर्मल्यतः शशिकला न च केतकी च, मालातुलां च हरमुनि बभार गंगा ॥ ભાવાર્થ-“અલૌકિક એવું તે સમકિત તો સુલતાએ જ પ્રાપ્ત કર્યું છે કે, જેથી તેની નિર્મળતાને લીધે સાક્ષાત્ શ્રી મહાવીર સ્વામીએ પણ તે સુલતાનો અત્યંત મહિમા વધાર્યો. પણ તે યોગ્ય છે કેમકે મહાદેવના મસ્તક પર ચંદ્રની રેખા, કેતકીની માળા અને ગંગાનદી એ ત્રણ રહેલાં છે; પણ તેમાં નિર્મળતાને લીધે જેવી ગંગા શોભે છે, તેવી ચંદ્રરેખા કે કેતકીની માળા શોભતી નથી.” આ શૈર્ય નામના ભૂષણ પર સુલસાનું ચરિત્ર જાણવું, તે આ પ્રમાણે સુલસા ચરિત્ર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રાદિક અનેક જનોથી ભરપૂર અને શ્રીમંત લોકોથી બિરાજમાન એવી રમણિક રાજગૃહી નગરીને વિષે શ્રેણિકરાજા રાજ્ય કરતા હતા. તે સમયે તે નગરમાં નાગસારથિ નામે એક શ્રાવક રહેતો હતો. તેને સુલસા નામની પત્ની હતી. તે સુલસા શીલાદિક ગુણોથી યુક્ત હતી, પરંતુ દૈવયોગે તેને કાંઈ પણ સંતાન થયું નહોતું. એકદા બીજાના પુત્રોને જોઈને તેનો પતિ નાગસારથિ શોકાતુર થયો. તે જોઈને સુલતાએ કહ્યું કે, “હે સ્વામી! તમે ખેદ ન કરો. આપણો મનોરથ ઘર્મના આરાઘનથી ફળીભૂત થશે.” એ રીતે પતિને શાંત કરીને સુલસા નિરંતર જિનેશ્વરની ત્રિકાળ પૂજા કરવા લાગી, બ્રહ્મચર્ય પાળવા લાગી અને હમેશાં આચાર્લી (બેલ) કરવા લાગી. એકદા શક્ર ઇન્દ્ર પોતાની સભામાં તે સુલતાના સત્ત્વની શ્લાઘા કરી. તે સાંભળીને ઇન્દ્રનો સેનાપતિ હરિનૈગમેષી તેની પરીક્ષા કરવા માટે બે સાધુનું રૂપ ઘારણ કરી સુલસા પાસે આવીને ભાગ ૧-૯) Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧ [સંભ ૩ બોલ્યો કે–“હે શ્રાવિકા! રોગી સાધુઓને માટે ઔષઘમાં લક્ષપાક તેલનો ખપ છે માટે તે આપો.” તે સાંભળીને હર્ષ પામેલી સુલસા ઘરમાં જઈ લક્ષપાક તેલનો સીસો લાવીને તેને વહોરાવવા જાય છે, તેટલામાં તે દેવે દૈવી શક્તિથી તેના હાથમાં રહેલો સીસો પૃથ્વી પર પાડી ફોડી નાંખ્યો. એટલે સુલસા ફરીથી સીસો લાવી, તે પણ દેવે ફોડી નાંખ્યો. એ પ્રમાણે તેણે સાત સીસા આપ્યા. તે સાતે તે દેવે ફોડી નાંખ્યા, તોપણ તેનો ભાવ બિલકુલ ખંડિત થયો નહીં. તે જોઈને પ્રસન્ન થયેલો તે દેવ પ્રત્યક્ષ થઈને બોલ્યો કે, “હે ભદ્ર! હું હરિનૈગમેથી દેવ તારી પરીક્ષા કરવા માટે આવ્યો હતો. તારો દ્રઢ ભાવ જોઈને હું તારા પર પ્રસન્ન થયો છું, માટે તું મારી પાસે કાંઈક વરદાન માગ.” ત્યારે સુલસા બોલી કે, “હે દેવ! જો તમે પ્રસન્ન થયા હો તો મારે પુત્ર નથી તે આપો.” તે સાંભળીને તે દેવે હર્ષથી બત્રીશ ગુટિકા (ગોળીઓ) આપી અને કહ્યું કે, “આમાંથી એક એક ગોળી ખાવી; એટલે તેથી એકેક પુત્ર થશે.” એમ કહીને ફોડેલા સીસા પાછા હતા તેવા કરીને તે દેવ સ્વર્ગે ગયો. પછી સુલસા ઋતુસ્નાતા થઈ ત્યારે તેણે વિચાર કર્યો કે, “આ ગુટિકા એક એક ખાવાથી બત્રીશ વખત ગર્ભનાં તથા પ્રસૂતિનાં દુઃખને સહન કરવો પડશે, માટે એક સાથે જ બત્રીશે ગુટિકા ખાઈ જાઉ તો બત્રીસ લક્ષણવાળો એક જ પુત્ર થાય.” એમ ઘારીને સર્વ ગુટિકાઓ ખાઈ ગઈ. તેથી તેને એક સાથે બત્રીશ ગર્ભ રહ્યા. તે ગર્ભોના અત્યંત ભારને લીધે સુલસાને બહુ વ્યથા થવા લાગી; એટલે તેણે કાયોત્સર્ગ કરીને તે દેવનું સ્મરણ કર્યું. તરત જ તે દેવ પ્રસન્ન થઈ તેની વ્યથા દૂર કરીને બોલ્યો કે–“હે સુલતા! તેં આ અઘટિત કાર્ય કર્યું છે, કેમકે બત્રીશ ગોળી એક સાથે ખાવાથી તને એક સાથે બત્રીશ પુત્રો થશે, અને તેઓનું આયુષ્ય સરખું હોવાથી તે સર્વે સમકાળે જ મૃત્યુ પામશે; પરંતુ ભવિતવ્યતા દુર્તવ્ય છે, કહ્યું છે કે गुणाभिरामो यदि रामभद्रो, राज्यैकयोग्योऽपि वनं जगाम । विद्याधरश्रीदशकन्धरश्च, प्रभूतदारोऽपि जहार सीताम् ॥१॥ ભાવાર્થ-અનેક ગુણોથી સુંદર અને રાજ્યને જ યોગ્ય એવા રામચંદ્રને પણ વનમાં જવું પડ્યું; તથા વિદ્યાઘર એવા દશકંઘર (રાવણ)ને ઘણી સુંદર સ્ત્રીઓ હતી છતાં તેણે સીતાનું હરણ કર્યું. (આ સર્વ ભવિતવ્યતાને લીધે જ થયું.)” આ પ્રમાણે કહીને તે દેવ સ્વર્ગે ગયો. સુલતાએ ગર્ભસ્થિતિ પૂર્ણ થયે બત્રીશ પુત્રો એક સાથે પ્રસવ્યા. નાગસારથિએ તે પુત્રોનો જન્મોત્સવ કર્યો. અનુક્રમે તે પુત્રો યુવાવસ્થાને પામ્યા; ત્યારે તેને બત્રીશ બત્રીશ કન્યાઓ પરણાવી. તે સર્વે શ્રેણિક રાજાના અંગરક્ષક સેવકો થયા. એકદા કોઈ એક તાપસી ચેટક રાજાની સુચેષ્ઠા નામની પુત્રીનું ચિત્ર લઈને શ્રેણિક રાજાની સભામાં આવી. રાજાને તે ચિત્ર જોઈને તેને પરણવાની ઇચ્છા થઈ. તેથી રાજાએ તે વિષે અભયકુમારને આજ્ઞા કરી; એટલે અભયકુમારે ગાંઘીના વેષે ચેડા રાજાની વિશાળા નગરીમાં જઈ .રાજાના અન્તઃપુરની પાસે દુકાન માંડી. પછી જ્યારે સુજ્યેષ્ઠાની દાસી તેની દુકાને કાંઈ વસ્તુ લેવા આવે ત્યારે અભયકુમાર શ્રેણિક રાજાના ચિત્રની પૂજા કરે. તે જોઈને એકદા દાસીએ તેને પૂછ્યું કે, “આ કોનું ચિત્ર છે?” ત્યારે તેણે “શ્રેણિક રાજાનું છે” એમ કહ્યું, તે સાંભળીને દાસીએ અભયકુમાર પાસેથી તે ચિત્ર માગી લઈને સુષ્ઠાને બતાવ્યું. તે જોઈને સુયેષ્ઠા અત્યંત કામાતુર Page #142 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૬] સમકિતનું પહેલું ભૂષણ-સ્વૈર્ય ૧૩૧ થઈને બોલી કે,“હે દાસી! આ રાજા મારો પતિ થાય, તેવી તું કાંઈ પણ યુક્તિ કર' તે સાંભળીને દાસીએ તે વાત અભયકુમારને જણાવી. ત્યારે અભયે તેના અન્તઃપુરથી આરંભીને રાજગૃહી નગરી સુધી સુરંગ કરાવી. પછી તે રસ્તે પિતાને અમુક દિવસે ત્યાં આવવાનું જણાવ્યું. તે જ વખતે શ્રેણિક રાજા પોતાના બત્રીશ અંગરક્ષકોને લઈને ત્યાં આવી પહોંચ્યા. તે ખબર જાણી મોહિત થયેલી સુજ્યેષ્ઠા શ્રેણિકની સાથે જવા તૈયાર થઈ. તે વખતે તેની નાની બહેન ચેલણા બોલી કે,‘“હે બહેન! મારો પણ એ જ સ્વામી થાઓ.’' એમ કહી તે બન્ને બહેનો સુરંગના દ્વાર પાસે આવી. તેવામાં સુજ્યેષ્ઠા પોતાના આભૂષણનો કંડીઓ (દાબડો) ભૂલી ગઈ હતી તે લેવા જવા ઉત્સુક થઈ, અને બોલી કે—“હે બહેન! હું મારો અલંકારનો કંડીઓ લેવા જાઉં છું, મારા વિના તું આગળ જઈશ નહીં.'' એમ કહીને સુજ્યેષ્ઠા પાછી ગઈ. તે વખતે સુલસાના પુત્રો કે જેઓ શ્રેણિક રાજાની સાથે અંગરક્ષક તરીકે આવ્યા હતા તેઓએ રાજાને કહ્યું કે,‘“હે સ્વામી! અહીં શત્રુના ઘરમાં ઘણી વાર રહેવું યોગ્ય નથી.'' તે સાંભળીને રાજા ચેલણાને લઈને ચાલતા થયા. થોડીવારે સુજ્યેષ્ઠા પોતાનો કંડીઓ લઈને આવી; પણ રાજાને કે પોતાની બહેનને કે કોઈને જોયાં નહીં, તેથી ઈર્ષ્યાને લીધે તેણે પોકાર કર્યો કે,દોડો, દોડો, મારી બહેન ચેલણાને કોઈ હરી જાય છે.’’ તે સાંભળીને ચેટક રાજાનું સૈન્ય તરત જ આવ્યું અને તે સુરંગમાં શ્રેણિકની પાછળ પડ્યું. તે સૈન્ય શ્રેણિકની નજીક આવી પહોંચ્યું, એટલે ત્યાં યુદ્ધ થયું. તેમાં ચેટક રાજાના સેનાપતિ વૈરંગિકે સુલસાના એક પુત્રને હણ્યો એટલે તે જ વખતે બીજા (બાકીના) એકત્રીશ પુત્રો પણ મૃત્યુ પામ્યા. શ્રેણિક રાજા ઉતાવળો ચાલી પોતાના નગરમાં આવી પહોંચ્યો અને તરત જ તેણે ચેલણાનું પાણિગ્રહણ કર્યું. અહીં પોતાના બત્રીશે પુત્રોનું મરણ સાંભળીને નાગસારથિ તથા સુલસા અત્યંત રુદન કરવા લાગ્યા. તે વખતે અભયકુમારે તેમને કહ્યું કે,‘‘જૈનધર્મના તત્ત્વને જાણનારા તથા અનિત્યાદિક ભાવના ભાવનારા એવા તમારે અવિવેકી મનુષ્યોની જેમ શોકસાગરમાં પડવું યુક્ત નથી. કહ્યું છે કે– कुशकोटिगतोदकबिन्दुवत्, परिपक्वद्रुमपत्रवृन्दवत् । जलबुद्बुदवच्छरीरिणां, क्षणिकं देहमिदं च जीवितम् ॥ १ ॥ ભાવાર્થ–દર્ભના અગ્ર ભાગપર રહેલા જળના બિંદુની જેમ, વૃક્ષના પરિપક્વ થયેલા પત્રસમૂહની જેમ અને જળના બુદ્ધદ (પરપોટા)ની જેમ પ્રાણીઓનો આ દેહ તથા જીવિતવ્ય ક્ષણભંગુર છે.’’ તે સાંભળીને નાગસારથિ તથા સુલસા શોક રહિત થયા. એકદા ચંપાનગરીમાં શ્રીમહાવીરસ્વામીને નમીને અંબડ નામનો પરિવ્રાજક જે જૈનધર્મ પામ્યો હતો તે રાજગૃહી નગરી તરફ ચાલ્યો. તે વખતે શ્રી જિનેશ્વરે તેને કહ્યું કે—“હે પરિવ્રાજક! તમે રાજગૃહી નગરીએ જાઓ છો તો ત્યાં સુલસા શ્રાવિકા રહે છે, તેને અમારો ધર્મલાભ કહેજો.’’ તે પ્રભુનું વાક્ય અંગીકાર કરી અંબડ પરિવ્રાજકે રાજગૃહી નગરીએ આવી વિચાર કર્યો કે,‘‘ભગવાને પોતે જે સુલસાને ધર્મલાભ કહેવરાવ્યો છે, તેની ઘર્મમાં સ્થિરતા કેવી છે તેની હું પરીક્ષા કરું.” એમ વિચારીને તે પરિવ્રાજકે નગરની પૂર્વદિશાના દરવાજા બહાર વૈક્રિય લબ્ધિથી ચાર મુખવાળા, હંસના વાહનવાળા, અને જેના અર્ધાંગમાં સાવિત્રી રહેલી છે, એવું સાક્ષાત્ બ્રહ્માનું સ્વરૂપ કર્યું. તે જોઈને નગરના સર્વ લોકો તે બ્રહ્માને વંદન કરવા ગયા, પરંતુ જૈનધર્મમાં દૃઢ અનુરાગવાળી Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [તંભ 3 સુલસા ઘણા મનુષ્યોના કહ્યા છતાં પણ ત્યાં ગઈ નહીં. પછી બીજે દિવસે દક્ષિણ દિશાના દરવાજા બહાર તે પરિવ્રાજકે વૃષભના વાહનવાળા, અર્ધા અંગમાં પાર્વતીને ઘારણ કરનારા તથા આખા શરીરે ભસ્મથી શોભિત એવું શંકરનું સ્વરૂપ વિકુવ્યું. ત્યાં પણ સુલસા વિના સર્વ લોકો તેને વાંદવા ગયા. પછી ત્રીજે દિવસે પશ્ચિમ દિશાના દરવાજા બહાર ગરુડના વાહનવાળા, ચાર ' હાથવાળા અને લક્ષ્મીથી પરિવરેલા વિષ્ણુનું સ્વરૂપ વિકવ્યું, ત્યાં પણ એક સુલસા વિના સર્વ લોકો તેને વાંદવા ગયા. પછી ચોથે દિવસે ઉત્તર તરફના દરવાજા બહાર સમવસરણમાં બિરાજેલા તીર્થકરનું રૂપ વિકવ્યું, તોપણ સુલસા તેને વંદના કરવા આવી નહીં. ત્યારે તેને બોલાવવા માટે તેણે કોઈ માણસને મોકલ્યો. તે માણસે જઈને સુલતાને કહ્યું કે, “આપણા નગરની બહાર પચ્ચીસમા તીર્થકર સમવસર્યા છે, તેને વાંચવા માટે કેમ જતા નથી?” તે સાંભળીને સુલસા બોલી કે, “હે ભાઈ! તે જિનેશ્વર નથી, પણ કોઈ પાખંડી પચ્ચીસમા તીર્થંકરનું નામ ઘારણ કરીને લોકોને છેતરે છે.” એવી રીતે તે સુલસા લેશ પણ ઘર્મથી ચલિત થઈ નહીં. પાંચમે દિવસે તે અંબડ પરિવ્રાજક શ્રાવકનો વેષ ઘારણ કરીને સુલતાને ઘેર ગયો; એટલે સુલસાએ તેનો સારી રીતે સત્કાર કર્યો. પછી તેણે સુલતાને કહ્યું કે, “હે સુલતા! તમે પુણ્યશાળી છો, કેમકે મારે મુખે પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ તમને ઘર્મલાભ કહેવરાવ્યા છે.” તે સાંભળીને હર્ષિત થયેલી સુલસા ઊભી થઈ ભક્તિથી પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગી मोहमल्लबलमर्दनवीर, पापपंकगमनामलनीर । कर्मरेणुहरणैकसमीर, त्वं जिनेश्वरपते जय वीर ॥१॥ ભાવાર્થ-“મોહરૂપી મલ્લના સૈન્યનું મર્દન કરવામાં શૂરવીર, પાપરૂપી પંકને ઘોવામાં નિર્મળ જળ સમાન અને કર્મરૂપી રજનું હરણ કરવામાં વાયુ સમાન એવા હે શ્રી જિનેશ્વરપતિ! આપ જયવંતા વર્તા.” આ રીતે સ્તુતિ કરતી સુલતાની પ્રશંસા કરીને તે પરિવ્રાજક પોતાને સ્થાને ગયો. શીલગુણથી શોભતી સુલસા સદ્ધર્મનું આરાઘન કરીને સ્વર્ગે ગઈ. ત્યાંથી ચ્યવીને આ ભરતક્ષેત્રને વિષે આવતી ચોવીશીમાં નિર્મમ નામના પંદરમા તીર્થંકર થઈ મોક્ષે જશે. શ્રી વર્ધમાનસ્વામીના મુખથકી સ્થિરતા, ઉદારતા અને મહાર્થતાથી ભરેલું, ત્રણ જગતને આશ્ચર્ય કરનારું આ નિર્મળ સુલસાનું ચરિત્ર સાંભળીને હે ભવ્ય પ્રાણીઓ! તમે પણ આ શ્રેષ્ઠ ઘર્મને વિષે સ્થિરતા રાખો, કે જેથી સમકિત વડે વિભૂષિત થયેલા તમે મુક્તિના પરમ સુખને પામો ” વ્યાખ્યાન ૩૭. સમકિતનું બીજું ભૂષણ-પ્રભાવના अनेकधर्मकार्येण, 'कुर्यात्तीर्थोन्नतिं सदा । प्रभावनाख्यं विज्ञेयं, द्वितीयं सम्यक्त्वभूषणम् ॥१॥ ભાવાર્થ-“ઘર્મના અનેક કાર્યો કરવાવડે નિરંતર તીર્થની (જૈન શાસનની) ઉન્નતિ કરવી. તે પ્રભાવના નામનું સમકિતનું બીજું ભૂષણ જાણવું.” શાસનનો પ્રભાવ ફેલાવવો તેનું નામ પ્રભાવના છે. ભાવના પોતા પૂરતી મર્યાદિત છે જ્યારે પ્રભાવના બીજા ઉપર ઘર્મનો પ્રભાવ Page #144 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૭] સમકિતનું બીજું ભૂષણ-પ્રભાવના ૧33 ઉત્પન્ન કરી ઉત્તમ ઘર્મ બીજનું આરાધન કરે છે. પરિણામે એ બીજથી જીવનું અવશ્ય કલ્યાણ થાય છે. આનો ભાવાર્થ દેવપાળરાજાના પ્રબંઘથી જાણવો. દેવપાળ રાજાની કથા અચલપુરમાં સિંહ નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં જિનદત્ત નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તે રાજાનો માનીતો હતો. તે શ્રેષ્ઠીને દેવપાળ નામનો એક ચાકર હતો. તે હમેશાં વનમાં શ્રેષ્ઠીની ગાયો ચારવા જતો હતો. એકદા વર્ષાઋતુમાં દેવપાળે નદીના કાંઠા પર શ્રીયુગાદિ જિનેશ્વરનું સૂર્યની કાંતિ જેવું પ્રકાશિત બિંબ જોયું. તે જોઈને તેણે એક ઘાસની ઝૂંપડી કરી તેમાં તે બિંબ પઘરાવી પુષ્પાદિકથી પૂજા કરી નિયમ ગ્રહણ કર્યો કે, “આજથી હમેશાં આ પ્રભુની પૂજા કર્યા વિના મારે ભોજન કરવું નહીં.” એવો નિયમ લઈને તે પોતાને સ્થાને ગયો. પછી એકદા ઘણી વૃષ્ટિને લીધે નદીમાં પૂર આવ્યું તેથી તે દેવપાળ નદીને સામે કાંઠે જઈ શક્યો નહીં. તેથી પ્રભુના દર્શન ન થવાથી શોક કરતો તે ઘેર પાછો ગયો. ત્યાં શ્રેષ્ઠીએ તેને ભોજન કરવા કહ્યું, ત્યારે તેણે પોતાનો નિયમ કહીને ભોજન કરવાની ના પાડી. તે સાંભળીને હર્ષિત થયેલા શ્રેષ્ઠીએ તેને કહ્યું કે, “આપણા ગૃહચૈત્યની પૂજા કરી લે.” તે સાંભળીને તેણે ગૃહચૈત્યની પૂજા કરી પણ ભોજન કર્યું નહીં. એમ કરતાં સાત દિવસ વીતી ગયા. તોપણ નદીનું પૂર ઊતર્યું નહીં. તેથી તે સાત દિવસ સુધી ભોજન રહિત જ રહ્યો. આઠમે દિવસે પૂર ઊતર્યું ત્યારે પ્રાતઃકાળે દેવપાળ તે પર્ણકુટિમાં આદિનાથની પૂજા કરવા ગયો. ત્યાં તેણે એક ભયંકર સિંહને જોયો. પણ તેનાથી જરા પણ ડર્યા વિના તેની શિયાળની જેમ અવગણના કરીને તેણે પ્રભુની પૂજા કરી. પછી તે બોલ્યો કે त्वदर्शनं विना स्वामिन्ममाभूत्सप्तवासरी । अकृतार्था यथारण्यभूमिरहफलावलिः॥१॥ ભાવાર્થ-“હે સ્વામી! આપના દર્શન વિના અરણ્યમાં રહેલા વૃક્ષોના ફળસમુદાયની જેમ મારા સાત દિવસો અકૃતાર્થ (નિષ્ફળ) ગયા.” તે વખતે તેના સત્ત્વ અને ભક્તિથી પ્રસન્ન થયેલો કોઈ દેવ બોલ્યો કે, “હે ભદ્ર! હું તારા પર પ્રસન્ન થયો છું માટે તું વરદાન માગ.” ત્યારે દેવપાળે કહ્યું કે, “હે દેવ! જો તમે પ્રસન્ન થયા હો તો મને આ ગામનું રાજ્ય આપો.” તે સાંભળીને દેવ બોલ્યો કે “આજથી સાતમે દિવસે તને અવશ્ય રાજ્ય મળશે.” એમ કહીને દેવ અદ્રશ્ય થયો. દેવપાળે પણ પોતાને સ્થાને જઈ ભોજન કર્યું. સાતમે દિવસે ગામનો અપુત્રિયો રાજા મરણ પામ્યો. તેથી પ્રઘાન વગેરેએ પંચદિવ્ય પ્રકટ કર્યા. તે ફરતાં ફરતાં અરણ્યમાં જ્યાં દેવપાળ ઢોર ચારતો હતો ત્યાં આવ્યાં. એટલે હાથણીએ દેવપાળ પર કળશ ઢોળ્યો. તેથી પ્રથાનોએ તેને રાજ્યાભિષેક કરી ગાદી પર બેસાડ્યો. તે દેવપાળ રાજા થયો, પરંતુ તે પ્રથમ ચાકર હતો, તેથી તેની આજ્ઞા કોઈ માનતું નહીં. તેથી તેણે ખેદયુક્ત થઈ રાજ્ય આપનાર દેવને સંભાર્યો. તે પ્રકટ થયો, એટલે તેને કહ્યું કે, “હે દેવ! મારે તમારું આપેલું રાજ્ય જોઈતું નથી, મને પાછું ચાકરપણું જ આપો, કેમ કે જ્યાં મારી આજ્ઞા કોઈ માને નહીં, ત્યાં રાજ્યને શું કરવું?” તે સાંભળીને દેવે કહ્યું કે, “હું કહ્યું તેમ તું કર, એટલે તારી આજ્ઞા સર્વ કોઈ માનશે. તારે કુંભાર પાસે માટીનો એક મોટા હાથી જેવડો હાથી કરાવવો. પછી તેના પર બેસીને Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ 3 ફરવું એટલે સો કાઈ તારી આજ્ઞા માનશે.” દેવપાળે તે પ્રમાણે કર્યું, એટલે દિવ્ય પ્રભાવથી તે માટીનો હાથી ગંઘહસ્તીની જેમ માર્ગે ચાલવા લાગ્યો. તે જોઈ સર્વે લોકો આશ્ચર્ય પામી તેની આજ્ઞા માનવા લાગ્યા. પછી તે દેવપાળ રાજાએ પોતાના પૂર્વના સ્વામી શ્રેષ્ઠીને પ્રઘાનપદ આપ્યું, અને નદીને કાંઠે ઝૂંપડીમાં સ્થાપન કરેલા બિંબને લાવી ગામમાં એક મોટો ભવ્ય પ્રાસાદ કરાવી તેમાં સ્થાપન કર્યું. તે જિનબિંબની ત્રિકાળ પૂજા કરીને તે દેવપાળ રાજાએ જિનશાસનની પ્રભાવના કરી. તે દેવપાળ રાજા પૂર્વના રાજા સિંહની પુત્રી સાથે પરણીને તેની સાથે ભોગવિલાસ કરવા લાગ્યો. એકદા તે રાણી રાજાની સાથે પોતાના મહેલના ગોખમાં ઊભી હતી, તેવામાં એક વૃદ્ધ પુરુષ પોતાના માથે કાષ્ઠનો ભારો લઈને મહેલ પાસેથી નીકળ્યો. તેને જોઈને રાણી તરત જ મૂર્છા પામી. રાજાએ શીત ઉપચાર કરીને તેને સજ્જ કરી. ત્યારે તેણે તે વૃદ્ધને મહેલમાં બોલાવી તેની સમક્ષ પોતાનું વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યું કે, “હે સ્વામી! હું પૂર્વભવે આ પુરુષની સ્ત્રી હતી. તે વખતે મેં તમે જે બિંબની પૂજા કરી છે તે જ બિંબની પૂજા કરી હતી, તે પૂજાના પ્રભાવથી આ ભવે હું રાજપુત્રી થઈને આપની રાણી થઈ છું. પૂર્વભવે મેં આ પુરુષને ઘણું કહ્યું હતું પણ તેણે બિલકુલ ઘર્મ અંગીકાર કર્યો નહીં, તેથી તે હજુ સુધી આવી અવસ્થા ભોગવે છે.” તે સાંભળીને તે વૃદ્ધ કાષ્ઠવાહક કાંઈક ઘર્મનો રાગી થયો. દેવપાળ રાજાએ અનુક્રમે પરમાત્માની પૂજા પ્રભાવના કરીને તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું અને પ્રાંતે પ્રવજ્યા ગ્રહણ કરીને સ્વર્ગ ગયો. ક એવો દેવપાળ પણ જિનેશ્વરની પૂજાના પ્રભાવથી તે જ ભવે અશ્વ હસ્તી વગેરે સૈન્યથી વ્યાસ એવું રાજ્ય પામ્યો અને જિનમતની પ્રભાવના કરવાથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. તેવી રીતે અન્ય ભવ્ય પ્રાણીઓએ પણ જિનધર્મની પ્રભાવના કરવી છે, જેથી અક્ષય સુખ પ્રાપ્ત થાય.' વ્યાખ્યાન ૩૮ સમકિતનું ત્રીજું ભૂષણ-ક્રિયાકુશળતા कौशल्यं विद्यते यस्य, क्रियास्वावश्यकादिषु । द्वितीयेतरमाचर्यमेतत्सम्यक्त्वभूषणम् ॥१॥ ભાવાર્થ-“આવશ્યકાદિક ક્રિયાઓને વિષે જેની કુશળતા હોય તે સમકિતનું ત્રીજું ભૂષણ (ભૂષણવાનું) કહેવાય છે. તેનું ભવ્યપ્રાણીએ આચરણ કરવું.” ક્રિયાકુશળની ક્રિયા જોઈને પણ બીજાને ઉત્તમ ક્રિયા કરવાની ભાવના જાગે–આમ પોતે ક્રિયા દ્વારા પણ ઘર્મને શોભાવે. આ સંબંધમાં ઉદાયી રાજાની કથા છે. તે નીચે પ્રમાણે ઉદાયી રાજાની કથા રાજગૃહ નગરમાં કોણિક રાજાની રાણી પદ્માવતીએ પૂર્ણસમયે પુત્રને જન્મ આપ્યો. તેનું નામ ઉદાયી પાડ્યું. એકદા કોણિક રાજા પોતાની ડાબી જંઘા ઉપર ઉદાયીકુમારને બેસાડી ભોજન કરવા બેઠો હતો. તેણે અધું ભોજન કર્યું એટલામાં તે બાળકે ઘીની ધારાની જેમ રાજાની થાળીમાં મૂત્રની ઘારા કરી. તે વખતે વત્સલતાને લીધે રાજાએ તે બાળકને મૂતરવા જ દીઘો, જરા પણ Page #146 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન 3૮] સમકિતનું ત્રીજું ભૂષણ-ક્રિયાકુશલતા ૧૩૫ હલાવ્યો નહીં. કેમકે હલાવવાથી મૂત્રનો નિરોઘ થાય અને તેથી વ્યાધિ ઉત્પન્ન થાય. પછી રાજાએ તે મૂત્રવાળું ભોજન હાથવડે કાઢી નાંખી બાકીનું ભોજન કર્યું. “અહો! મોહનો વિલાસ કેવો છે?” પછી સ્નેહથી પરવશ થયેલા રાજાએ પોતાની માતા ચેલણાને કહ્યું કે, “હે માતા! આ પુત્ર પર મારો જેવો સ્નેહ છે, તેવો સ્નેહ કોઈનો હતો નહીં, છે નહીં અને થશે પણ નહીં.” તે સાંભળીને ચેલણા દેવી બોલ્યા કે, “હે વત્સ! તારો સ્નેહ શી ગણતરીમાં છે? જેવો સ્નેહ તારા પિતાનો તારા પર હતો, તે સ્નેહના કરોડમે અંશે પણ તારો તારા પુત્ર પરનો સ્નેહ નથી.” કોણિકે પૂછ્યું, “હે માતા! મારા પર મારા પિતાનો સ્નેહ કેવો હતો?” ત્યારે ચલણા બોલ્યા કે, “હે વત્સ! જ્યારે તું મારા ગર્ભમાં હતો, ત્યારે મને તારા પિતાનાં આંતરડાં ખાવાનો દોહદ (અભિલાષ) થયો હતો. તે કોઈ પ્રકારની યુક્તિથી અભયકુમારે તારા પિતાનું રક્ષણ કરીને પૂર્ણ કર્યો હતો. પછી પૂર્ણ સમયે તારો જન્મ થયો ત્યારે “આ પુત્ર તેના પિતાનું અહિત કરનાર થશે” એમ ધારીને મેં તને તરત જ દાસીને આપી ઉદ્યાનમાં તજી દીધો. ત્યાં એક કૂકડાએ તારી ટચલી આંગળીને ચાંચથી કરી. તે આંગળીમાં કીડા પડવાથી તે પાચવાળી થઈ ગઈ. મેં તને તજી દીઘાનો વૃત્તાંત તારા પિતાના જાણવામાં આવ્યો એટલે તેણે મારી નિર્ભર્સના કરી પોતે જ તને ઉદ્યાનમાંથી પાછો લઈ આવ્યા. પછી સ્નેહને આધીન થયેલા તારા પિતા સર્વ રાજકાર્યનો ત્યાગ કરી તારી આંગળીની સારવાર કરવા લાગ્યા. પરંતુ તે આંગળીની અસહ્ય વ્યથાને લીધે તું ઘણું જ રડવા લાગ્યો. એટલે તારા પિતાએ તે આંગળી પોતાના મુખમાં રાખી, ત્યારે તું રડતો બંધ થયો, અને તને કાંઈક પીડાની શાંતિ થઈ. આ રીતે રાત દિવસ તે આંગળી પોતાના મુખમાં જ રાખીને તારા પિતાએ તને આરામ ઉપજાવ્યો. તે વખતે મેં તારા પિતાને ઘણી રીતે વાર્યા, પણ તેમણે મારું કહેવું માન્યું નહીં. એવો તારા પર તેનો અપૂર્વ સ્નેહ હતો.” ઇત્યાદિ હકીક્ત સાંભળીને કોણિક રાજા ઘણો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. પછી પોતાના પિતાને પોતે પાંજરામાં પૂરીને રાજ્ય પર બેઠો હતો તેથી તેને પાંજરામાંથી મુક્ત કરવાના હેતુથી તે હાથમાં એક મોટો દંડ લઈને પાંજરા તરફ દોડ્યો. તેને તેવી રીતે યમરાજની જેમ આવતો જોઈને તે કુપુત્રના હાથથી અપમૃત્યુએ મરવા કરતાં જાતે જ મરવું ઉચિત ઘારી શ્રેણિકે તરત જ તાલપુટ વિષનું આસ્વાદન કર્યું અને તે મૃત્યુ પામ્યા. પિતાને આત્મઘાતથી મૃત્યુ પામેલા જોઈ પોતાના દુરાચરણની નિંદા કરતો અને પિતાના સ્નેહનું સ્મરણ કરતો કોણિક અત્યંત વિલાપ કરવા લાગ્યો. રાત-દિવસ મહા શોક કરી અત્યંત દુઃખને અનુભવતા કોણિકરાજાને જોઈને મંત્રીઓએ તેનો શોક ઓછો કરવા માટે રાજગૃહીથી રાજઘાની ફેરવીને ચંપાનગરી નામની નવી રાજધાની વસાવી. ત્યાં રહેવાથી કોણિકનો શોક ઓછો થયો. કોણિક રાજા મહા બળવાન હતો. તેણે અનુક્રમે દક્ષિણ ભરતાર્થના સર્વ રાજાઓને જીતી લીધા. પછી પોતાના બળથી તેણે કૃત્રિમ ચૌદ રત્નો બનાવ્યાં, અને “હું આ ભરતક્ષેત્રમાં સંવૃત નામનો તેરમો ચક્રવર્તી થયો છું.” એ રીતે ગર્વથી બોલવા લાગ્યો. એક દિવસ તેણે મોટું સૈન્ય ભેગું કરી ઘણા રાજાઓને સાથે લઈ દિગ્વિજય માટે પ્રયાણ કર્યું, અને એમ કરતાં વૈતાઢ્ય પર્વતની તમિસ્રા ગુફાના દ્વાર પાસે જઈ તેણે દ્વારના બંઘ કમાડ પર જોરથી દંડનો પ્રહાર કર્યો. તે જોઈ તે ગુફાના અધિષ્ઠાયક કૃતમાલ દેવને અતિ ક્રોધ ચડ્યો. તેથી તેણે તેને તે જ ક્ષણે બાળીને ભસ્મ કરી નાંખ્યો. પછી મંત્રીઓએ તેની ગાદી પર બાળક છતાં પણ ઉદાયીકુમારને Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર—ભાગ ૧ [સ્તંભ ૩ બેસાડ્યો. તે ઉદાયી પણ નિરંતર પિતાના સ્નેહનું સ્મરણ કરી શોકાતુર રહેવા લાગ્યો. તેથી તેના શોકને દૂર કરવાના હેતુથી મંત્રીઓએ નવી રાજધાની કરવાનો વિચાર કરી શિલ્પશાસ્ત્રમાં નિપુણ એવા શિલ્પીઓને રાજધાનીને યોગ્ય એવા ક્ષેત્ર (ભૂમિ)ની શોધ કરવા માટે મોકલ્યા. તે શિલ્પીઓ પણ ઉત્તમ ભૂમિને શોધતાં શોધતાં ગંગા નદીને કાંઠે આવ્યા. ત્યાં અર્ણિકાસુત નામના મહામુનિએ કાળ કર્યો હતો. તેનાં અસ્થિ તે સ્થાને પડ્યાં હતાં. તેના પર એક પાટલ નામનું વૃક્ષ ઊગ્યું હતું. તે વૃક્ષ પર પોપટ બેઠા હતા. તે પોપટના મુખમાં આવી આવીને પતંગીઆઓ સ્વયમેવ પડતા હતા. તે જોઈને તે શિલ્પીઓએ વિચાર કર્યો કે,જેમ આ પતંગીઆઓ પોતાની મેળે જ પોપટોના આહાર માટે આવે છે તેમ જો અહીં નગર કર્યું હોય, તો તેના રાજાને પણ શત્રુઓની લક્ષ્મી આયાસ વિના જ ભોગવવા લાયક થાય, અર્થાત્ પ્રાપ્ત થાય.’ એમ વિચારીને તે શિલ્પીઓએ તે જ સ્થાને રાજધાનીનું ખાતમુહૂર્ત કરીને પાટલ વૃક્ષના નામથી પાટલીપુર નામનું નગર વસાવ્યું. પછી ઉદાયી રાજા ત્યાં આવીને રાજ્ય કરવા લાગ્યો. જ્યારથી ઉદાયી રાજા પાટલીપુરમાં આવ્યો ત્યારથી તેના પ્રતાપરૂપી સૂર્યના ઉદયને નહીં સહન કરતા શત્રુરાજાઓ ઘુવડની જેમ અંધ થઈ ગયા. ઉદાયી રાજાએ પ્રતિદિન દાન, યુદ્ધ ને ઘર્મનો ઘણો વિસ્તાર કર્યો. જૈનધર્મની પૃથ્વી પર સર્વત્ર પ્રભાવના કરી. સદ્ગુરુ પાસે બાર વ્રતો અંગીકાર કર્યાં. તે વ્રતના ખંડનમાં કદાપિ પ્રવર્તો નહીં. તેનું સમકિત અત્યંત દૃઢ હતું. ચાર પર્વણીને વિષે કાયમ ચતુર્થભક્ત (ઉપવાસ) કરી, દેવગુરુને વંદના કરી, છ આવશ્યકની ક્રિયા કરી, પૌષધ ગ્રહણ કરીને તે આત્માને પવિત્ર કરતો હતો. તેણે અંતઃપુરમાં જ પૌષધશાળા કરાવી હતી. તેમાં રાત્રિને સમયે વિશ્રાંતિ લઈને તે સાધુની જેમ સંથારો કરતો હતો. આ પ્રમાણે તે જૈનધર્મની સર્વ ક્રિયાઓમાં અત્યંત કુશળ થયો હતો. ઉદાયી રાજાએ રણસંગ્રામમાં કોઈ રાજાને માર્યો હશે, તેનો પુત્ર પિતાનું વેર લેવા માટે અહર્નિશ ચિંતા કર્યા કરતો હતો. પણ ઉદાયી રાજાને મારવાને તે શક્તિમાન થયો નહોતો. છેવટ અન્ય સ્થાન નહીં પામવાથી તે ઉજ્જયિનીમાં જઈને ત્યાંના રાજાની સેવા કરવા લાગ્યો. એકદા તેણે ઉજ્જયિનીના રાજાને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી! જો આપની આજ્ઞા હોય તો આપના શત્રુ ઉદાયી રાજાને હું મારી નાખું. પરંતુ જો હું તેમ કરું તો મારા પર કૃપા કરીને આપે મને મારા પિતાનું રાજ્ય પાછું મેળવવામાં મદદ કરવી.’’ તે સાંભળીને તે રાજાએ હર્ષથી તેનું વચન કબૂલ કર્યું. પછી તેને કેટલુંક દ્રવ્ય આપીને ત્યાંથી વિદાય કર્યો. તે રાજપુત્ર પાટલીપુરમાં જઈને ઉદાયી રાજાનો સેવક થઈ નિરંતર તેનાં છિદ્ર જોવા લાગ્યો, પરંતુ તે કાંઈ પણ છિદ્ર પામ્યો નહીં. પરંતુ રાજાના ગૃહને વિષે નિરંતર અસ્ખલિત ગતિએ રોકટોક વગર જતા આવતા જૈનમુનિઓને તેણે જોયા; બીજા કોઈનો તેમાં પ્રવેશ થતો દીઠો નહીં. પછી ઉદાયી રાજાના ગૃહમાં પ્રવેશ કરવાની ઇચ્છાવાળા તે રાજપુત્રે કપટથી મુનિ થવાનો વિચાર કરીને ગુરુ પાસે જઈ વંદના કરીને વિજ્ઞપ્તિ કરી કે,“હે પૂજ્ય! હું સંસારથી વૈરાગ્ય પામ્યો છું, માટે મારા પર અનુગ્રહ કરીને મને દીક્ષા આપી કૃતાર્થ કરો.’’ તે સાંભળીને તે કૃપાળુ મહાત્માએ તેનો હૃદયગત ભાવ જાણ્યા વિના તેને દીક્ષા આપી. તે માયાવીએ કપટથી પોતાના ઓઘામાં ગુપ્ત રીતે એક કંકલોહની છરી સંતાડી રાખી હતી. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ વ્યાખ્યાન ૩૮]. સમકિતનું ત્રીજું ભૂષણ–ક્રિયાકુશલતા એવી રીતે માયાવી એવા તેણે બાર વર્ષ સુધી વ્રતનું પાલન કર્યું, તો પણ તેની માયા કોઈના જાણવામાં આવી નહીં. કહ્યું છે કે दत्तं प्रधानं श्रामण्यं, न तच्चालक्षि केनचित् ।। सुप्रयुक्तस्य दंभस्य, ब्रह्माप्यन्तं न गच्छति ॥१॥ ભાવાર્થ-“ઉત્કૃષ્ટ ચારિત્ર આપ્યું, તોપણ તેની માયા કોઈએ જાણી નહીં, કેમકે અત્યંત ગુપ્ત કરેલા કપટને બ્રહ્મા પણ જાણી શકતા નથી.” કપટમાં જ મનની એકાગ્રતાને રાખતા અને અસ્થિર ચિત્તવાળા તે માયાવી સાઘુએ યથાસ્થિત વ્રતનું ચિરકાળ પાલન કર્યું. તોપણ કાંગડું મગની જેમ તેનો એક વાળ પણ દયાના રસથી આર્ટ થયો નહીં. જોકે બાહ્યથી તે સાધુની ક્રિયામાં અને ગુરુના વિનયમાં અતિ કુશલ હોઈ ગુરુમહારાજે તેનું વિનય રત્ન” નામ રાખ્યું હતું. વિહાર કરતાં એકદા ગુરુ પાટલીપુરે પઘાર્યા. તેમનું આગમન સાંભળીને ઉદાયી રાજા ગુરુને વાંદવા આવ્યો, અને ગુરુને તથા બીજા સાઘુઓને વંદના કરી પછી ગુરુના મુખથી વ્યાખ્યાન સાંભળીને પોતાને સ્થાને ગયો. અન્યદા પર્વણીને દિવસે રાજા પ્રાતઃકાળે ઊઠી વિધિપૂર્વક પ્રતિક્રમણ કરી અષ્ટ પ્રકારી જિનપૂજા કરી ગુરુ પાસે ગયો. ત્યાં ગુરુને ચારસોને બાણું સ્થાનકવડે ઉપશોભિત દ્વાદશાવર્ત વંદના કરી, અતિચાર આલોવી, ગુરુને નમાવીને ચતુર્થ ભક્ત (ઉપવાસ)નું પચખાણ લીધું. પછી સાયંકાળે પોતાના અંતઃપુરની પૌષધશાળામાં પૌષઘ ગ્રહણ કરવાની ઇચ્છાથી રાજાએ ગુરુને બોલાવ્યા. કહ્યું છે કે, जं किंचि अणुठ्ठाणं, आवस्सयमाइयं चरणहेउ । तं करणं गुरुमूले, गुरुविरहे ठवणापुरओ ॥४॥ ભાવાર્થ-“ચરણના હેતુરૂપ જે કાંઈ આવશ્યકાદિક અનુષ્ઠાન કરવું હોય તે ગુરુની સમક્ષ કરવું. ગુરુને અભાવે સ્થાપનાચાર્યની પાસે કરવું.” રાજાના આમંત્રણથી સૂરિમહારાજ મહેલમાં આવ્યા અને સોળ વર્ષથી ચારિત્ર લઈ વિનયથી ગુરુની એકાંત સેવા કરનાર તે માયાવી વિનયરત્ન નામના સાધુને સાથે લઈ ગયા. પછી રાજાએ ગુરુને અભિવંદના કરી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પૌષઘ લઈ ગુરુ સાથે જ પ્રતિક્રમણ કર્યું અને પહેલો પ્રહર વીત્યા પછી પ્રતિલેખના કરી સંથારો પાથરીને તે પણ કર્યુટની જેમ ચરણને સંકોચીને સૂઈ ગયો. સૂરિ પણ ઘર્મ સંભળાવીને બીજે પહોરે સૂઈ ગયા. તે સમયે પેલા દુષ્ટ માયાવીએ કપટથી થોડી વાર સૂઈ રહી “આજ પિતાના વૈરીનું વેર લેવાનો સમય છે” એમ વિચારી નિદ્રાવશ થયેલા રાજાના કંઠપર કંકલોહની છરી મૂકી દીધી. પછી તે પાપી અભવ્ય પૌષઘશાળામાંથી નીકળી અંડિલ જવાનું મિષ બતાવી દ્વારપાળોએ નહીં રોકવાથી રાજમહેલમાંથી નીકળી અનુક્રમે નગરની પણ બહાર નીકળી ચાલતો થયો. અહીં રાજાના કંઠમાંથી રુધિરનો પ્રવાહ નીકળ્યો. તે ગુરુના સંથારા સુધી આવ્યો. સાક્ષાતુ જાણે આપત્તિનો જ પ્રવાહ હોય તેવા તે રુધિરના સ્પર્શથી ગુરુમહારાજ જાગૃત થઈ ગયા. પછી તેવી રીતે મૃત્યુ પામેલા રાજાને જોઈ ગુરુએ વિચાર કર્યો કે, “અહો! તે દુરાત્માએ જિનશાસનને મલિન કરનાર અને યુગના અંત સુધી અપકીર્તિ કરાવનાર આવું મહા દુષ્ટ કાર્ય કર્યું, પણ હવે હું આત્મઘાત કરીને શ્રી અરિહંત દર્શનની પ્લાનિનું રક્ષણ કરું.” એમ વિચારી સૂરિએ ભવચરિમ પચખાણ કરીને તે જ છરી પોતાના કંઠપર મૂકી, જેથી તત્કાળ દેહ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [તંભ ૩ છોડીને સ્વર્ગે ગયા. પ્રાતઃકાળે રાજસેવકોએ તેવું અમાંગલિક કાર્ય જોઈને પોકાર કર્યો, જેથી સર્વ એકત્ર થઈ ગયા. તપાસ કરતાં જણાયું કે પેલા દુષ્ટ સાધુવેષઘારીએ આ અકાર્ય કર્યું છે. તેની ઘણી શોઘ કરી પણ તેનો પત્તો લાગ્યો નહીં. પેલો દુષ્ટ અભવ્ય ત્યાંથી નાસીને ઉજ્જયિનીએ પહોંચ્યો, અને ત્યાંના રાજાને પોતે ઉદાયી રાજાને મારીને આવ્યા સંબંધી સર્વ વૃત્તાંત યથાસ્થિત કહી બતાવ્યું. તે સાંભળીને તે રાજાએ તેનો અત્યંત તિરસ્કાર કરી કહ્યું કે, “અરે દુષ્ટ! તને ધિક્કાર છે. અરે અપ્રાર્થ (મૃત્યુ)ના પ્રાર્થનારા! કાળી ચૌદશના જન્મેલા મહા પાપી! તારું મુખ કાળું કર. હે પાપિષ્ઠ! ઘર્મના મિષથી ઘર્મ કરતા એવા ઉદાયી રાજાનો તેં ઘાત કર્યો! આવું અઘમ કાર્ય કરનાર તું મારા દેશમાંથી જ ચાલ્યો જા.” ઇત્યાદિ અત્યંત નિર્ભર્લ્સના કરીને તેને પોતાના દેશમાંથી કાઢી મૂક્યો. “પાપી પુરુષોને કોઈ પણ સ્થાને ઇચ્છિતની સિદ્ધિ થતી જ નથી.” તે દુષ્ટ અભવ્ય હતો તેથી સોળ વર્ષ સુધી આગમનું શ્રવણ કર્યું, કરાવ્યું, અનેક પ્રકારની ઘર્મક્રિયા કરી, પરંતુ તે સર્વ નિષ્ફળ ગયું. ઉદાયી રાજા તથા પ્રકારની ઘર્મક્રિયામાં કુશળ હોવાથી મૃત્યુ પામીને દેવલોકમાં ગયો. તેની ગાદીપર નંદ રાજા થયો. આ પ્રમાણે ઘણી પૃથ્વીને ભોગવનાર શ્રી ઉદાયી રાજાના આશ્ચર્યકારક મનોહર ચરિત્રને કમળની જેમ કર્ણમાં ઘારણ કરીને હે પંડિત પુરુષો! શ્રી જૈન ધર્મની સર્વ ક્રિયાને વિષે કુશળતાનો વિસ્તાર કરી સમકિતને શોભાવો, કે જેથી તમને મનવાંછિત લક્ષ્મી આનંદથી આલિંગન આપે.” વ્યાખ્યાન ૩૯ સમકિતનું ચોથું ભૂષણ-અંતરંગ ભક્તિ હવે અરિહંતાદિકને વિષે અંતરંગ ભક્તિરૂપ ચોથા ભૂષણ વિષે કહે છે – यथार्हमहदादीनां, यद्भक्तिरान्तरीयकी। अलंकारश्चतुर्थः स्यात्सम्यक्त्वगुणद्योतकः॥१॥ ભાવાર્થ-“યથાયોગ્ય અહંદાદિકની જે અત્યંતર ભક્તિ કરવી, તે સમ્યકત્વ ગુણને ઉદ્યોત કરનાર ચોથું ભૂષણ કહેવાય છે.” આ સંસારમાં અનંતજ્ઞાની જિનેશ્વર પરમાત્મા છે. તેમણે આપણને સાચો માર્ગ અને સાચી સમજણ આપી છે. માટે સંસારની કોઈ પણ વ્યક્તિ, શક્તિ કે સંપત્તિ કરતાં અનંતગણી અંતરંગ પ્રીતિ અરિહંત આદિ પર હોવી એ સમ્યત્વનું ચોથું ભૂષણ છે. ઘર્મ પર અંતરંગ પ્રીતિ વિષે એક સ્ત્રીનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે એક સ્ત્રીનું દ્રષ્ટાંત રાજપુર નગરમાં અમિતતેજ નામે રાજા હતો. તે નગરમાં મંત્રનો જાણનારો એક પરિવ્રાજક હતો. તે વિદ્યાના બળથી નગરમાં સર્વત્ર ચોરી કરતો હતો અને લોકોની રૂપવતી સ્ત્રીઓનું હરણ કરતો હતો. કહ્યું છે કે जं जं पासई जुवमणतेणिं, अलिऊलसामलकुंतलवेणिं । भालत्थलअमिससिकरणिं, मयणंदोलत्तोलियसवणिं ॥१॥ Page #150 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૩૯]. સમકિતનું ચોથું ભૂષણ-અંતરંગ ભક્તિ ૧૩૯ रूवविणिज्जियसुरवरतरुणिं, रइरससायरतारणतरणिं । તyપહાસીયનવતરપિ, સં સં સાનિય હરડુસ રમી રાા. ભાવાર્થ-“ભ્રમરના સમૂહ જેવો જેનો શ્યામ કેશપાશ છે, જેનું કપાળ અષ્ટમીના ચંદ્ર જેવું શોભે છે, કામદેવના આંદોલન (હીંચકા) જેવા જેના કર્ણ છે, જેણે પોતાના સ્વરૂપથી દેવાંગનાઓને જીતી લીધી છે, જે ક્રીડારસનાં સાગરને તરવામાં પ્રવહણ સમાન છે, જેણે શરીરની કાંતિથી નવા ઊગતા સૂર્યને પણ દાસરૂપ કર્યો છે, એવી જે જે યુવતી સ્ત્રીઓને તે જોતો તે તે સ્ત્રીઓનું તે હરણ કરતો હતો.” - તેના દુઃખથી વ્યાકુળ થયેલા પૌરજનોએ રાજાને વિજ્ઞપ્તિ કરી, ત્યારે રાજા પોતે તે ચોરની શોઘ કરવા નીકળ્યો. પાંચમે દિવસે રાતે રાજાએ કોઈ પુરુષને ગામમાંથી સુગંઘી વસ્તુઓ, તેલ અને તાંબૂલ વગેરે લેતાં જોયો. તે જ પુરુષને ચોર જાણીને રાજા તેની પાછળ ચાલ્યો. તે પુરુષ અરણ્યમાં જઈ એક મોટી શિલાથી ઢાંકેલા પોતાના ગુણગૃહમાં જવા માટે તે શિલાને ઉપાડવા જતો હતો, તેટલામાં રાજાએ ખગ્નવડે તેનો શિરચ્છેદ કર્યો. પછી રાજાએ પૌરજનોને બોલાવીને તે ગુપ્તગૃહમાંથી બધાને પોતપોતાની વસ્તુઓ આપી; તથા સર્વ સ્ત્રીઓને બહાર કાઢી જેની હતી તેને સોંપી. તેમાં એક સ્ત્રી તે પરિવ્રાજકના કામણથી અસ્થિ મજ્જ પર્યત તેના પર રાગી થઈ હતી, તેથી તેણે પરિવ્રાજકની પાછળ બળી મરવાનો નિશ્ચય કર્યો, પણ પોતાના સ્વામી પાસે રહેવાની તેની ઇચ્છા થઈ નહીં. તેવામાં કોઈ મંત્ર જાણનારે તેના સ્વામીને કહ્યું કે, “જો તે પરિવ્રાજકના અસ્થિને પાણીમાં ઘસીને તેને પાવામાં આવે તો તે પરિવ્રાજકે કરેલું કામણ દૂર થશે અને તે સ્ત્રી સ્વસ્થતા પામશે.” તે સાંભળીને તે સ્ત્રીના ભતરે તેમ કર્યું, એટલે તેનો સ્નેહ પરિવ્રાજક પરથી ઊતરી ગયો અને પોતાના ભક્નર પર થયો. આ દ્રષ્ટાંતનો ઉપનય (તાત્પર્ય એ છે કે જેમ તે સ્ત્રીએ પરિવ્રાજક ઉપર દ્રઢ અનુરાગ કર્યો હતો, તેવો દ્રઢ અનુરાગ જો જૈનધર્મ પર કરવામાં આવે, તો અવશ્ય મોક્ષપદની પ્રાપ્તિ થાય. આ સંબંઘમાં જીર્ણ શ્રેષ્ઠીની કથા છે તે નીચે પ્રમાણે જીર્ણ શ્રેષ્ઠીની કથા ध्यातः परोक्षेऽपि जिनस्त्रिभक्त्या, जीर्णाभिधश्रेष्ठीवदिष्टसिद्ध्यै । सिन्धुप्रवृद्ध्यै कुमुदौघलक्ष्म्यै, चकोरतुष्ट्यै विधुरभ्रगोऽपि ॥१॥ ભાવાર્થ-જેમ વાદળામાં રહેલો પણ ચંદ્ર સાગરની વૃદ્ધિને માટે, કુમુદના સમૂહની લક્ષ્મી માટે (તેનો વિકાસ કરવા માટે) અને ચકોર પક્ષીની પ્રીતિને માટે થાય છે તેમ પરોક્ષ રહેલા જિનેશ્વરનું પણ મન, વચન, કાયા વડે શુદ્ધ ભક્તિથી ધ્યાન કર્યું હોય, તો તે જીર્ણશ્રેષ્ઠીની જેમ ઇષ્ટસિદ્ધિને માટે થાય છે. વિશાલા નગરીના ઉદ્યાનમાં શ્રી મહાવીર સ્વામી ચાતુર્માસી તપ કરીને પ્રતિમા ઘારણ કરી રહ્યા હતા. તે નગરના રહેવાસી જીર્ણ શ્રેષ્ઠીએ પ્રભુને જોઈ વિજ્ઞપ્તિ કરી કે, “હે પ્રભુ! આજે પારણા માટે મારે ઘેર લાભ દેવા પધારજો.” એમ કહીને તે શ્રેષ્ઠી પોતાને ઘેર ગયા. ભોજન સમયે તેણે ઘણી વાર સુધી પ્રભુની રાહ જોઈ, પણ પ્રભુ તો આવ્યા નહીં. ત્યારે બીજે દિવસે “આજે છઠ્ઠનું Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ સ્તિંભ 3 પારણું હશે એમ ઘારી પ્રભુ પાસે જઈ બોલ્યા કે, “હે કૃપાસાગર સ્વામી! આજે મારા ઘરને અને મને પવિત્ર કરવા પઘારજો.” તે વખતે સ્વામી તો મૌન ઘારીને જ રહ્યા. (કાંઈ બોલ્યા નહીં.) એ રીતે તે જીર્ણશ્રેષ્ઠી હમેશાં આવીને જિનેશ્વરને નિમંત્રણ કરતા હતા. તેમ કરતાં ચાતુર્માસ પૂર્ણ થયું ત્યારે ચાતુર્માસને અંતે તેણે વિચાર કર્યો કે “અવશ્ય આજે જિનેશ્વરને પારણાનો દિવસ હોવો જોઈએ.” એમ ઘારી તેણે પ્રભુને કહ્યું કે, દુર્વાર સંસારરૂપી વ્યાધિને દૂર કરવામાં ઘવંતરી વૈદ્ય સમાન હે સ્વામી! કૃપાદ્રષ્ટિથી મારા સામે જોઈને આજે તો જરૂર મારી વિજ્ઞપ્તિ મનમાં અવઘારજો.” એમ કહીને તે પોતાને ઘેર ગયો. મધ્યાહ્ન સમયે હાથમાં મોતીનો થાળ લઈ પ્રભુને વઘાવવા માટે ઘરના દ્વાર પાસે ઊભા રહી વિચાર કરવા લાગ્યો કે–“આજ વિશ્વબંધુ ભગવાન અહીં પધારશે, તેમને હું પરિવાર સહિત વંદના કરીશ, પછી પ્રભુને હું ઘરમાં પધરાવીશ, પછી શ્રેષ્ઠ ભોજન અને જળ વડે હું તેમને પ્રતિભાભીશ અને બાકી રહેલું અન્ન હું ખાઈશ.” ઇત્યાદિ મનોરથની શ્રેણિપર આરૂઢ થઈને તેણે બારમા દેવલોકને યોગ્ય એવું પુણ્ય ઉપાર્જન કર્યું. તેવામાં શ્રી ભગવાન અભિનવ નામના શ્રેષ્ઠીને ઘેર ભિક્ષા માટે પધાર્યા. તે શ્રેષ્ઠીને ઘેર સમય થઈ જવાથી સૌ જમી રહ્યા હતા, તેથી કાંઈ અન્ન નહીં હોવાથી થોડા બાકી રહેલા અડદના બાકળા તેણે વહોરાવ્યા. તે દાનના પ્રભાવથી ત્યાં પંચ દિવ્ય પ્રગટ થયાં. તે વખતે દેવદુભિનો શબ્દ સાંભળીને જીર્ણશ્રેષ્ઠીએ વિચાર કર્યો કે, “મને ધિક્કાર છે, હું અઘન્ય છું, કે જેથી મારે ઘેર પ્રભુ પધાર્યા નહીં.” એમ વિચારતાં તેના ધ્યાનનો ભંગ થયો. અન્યદા તે ગામમાં કોઈ જ્ઞાની મુનિ પઘાર્યા. તેમની પાસે જઈને રાજાએ કહ્યું કે, “હે પૂજ્ય! મારું નગર ઘન્ય છે કે જ્યાં શ્રી મહાવીર પ્રભુને પારણું કરાવનાર ભાગ્યશાળી અભિનવ શ્રેષ્ઠી વસે છે.” તે સાંભળીને તે મુનિ બોલ્યા કે, “હે રાજ!એમ ન બોલો. જો કે તે અભિનવ શ્રેષ્ઠીએ પ્રભુની દ્રવ્યભક્તિ કરી છે, પરંતુ ભાવભક્તિ તો જીર્ણશ્રેષ્ઠીએ જ કરી છે, માટે ખરો પુણ્યવાન તો જીર્ણશ્રેષ્ઠી છે. જો જીર્ણશ્રેષ્ઠીએ તે સમયે ભાવના ભાવતાં દેવદુંદુભિનો શબ્દ સાંભળ્યો ન હોત, તો તે જ વખતે તેને ઉજ્વળ એવું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હોત.” આ પ્રમાણે ગુરુનું વાક્ય સાંભળીને રાજા વગેરે લોકો દેવગુરુની ભક્તિને વિષે વિશેષ આદરવંત થઈ પોતાને સ્થાને ગયા. શ્રી પ્રભુને વિષે ભક્તિયુક્ત ચિત્તવાળા જીર્ણશ્રેષ્ઠી બારમા સ્વર્ગનું સુખ ભોગવીને અનુક્રમે શિવપદ (મોક્ષ)ને પામશે.” વ્યાખ્યાન ૪૦ સમકિતનું પાંચમું ભૂષણ-તીર્થસેવા तीर्थानां सततं सेवा, संगः संविज्ञचेतसाम् । कथिता तीर्थसेवा सा, पंचमं बोधिभूषणम् ॥१॥ ભાવાર્થ-“નિરંતર તીર્થોની સેવા કરવી, તથા સંવિજ્ઞ છે ચિત્ત જેનું એવા મુનિઓનો સંગ કરવો, તે તીર્થસેવા નામનું પાંચમું સમકિતનું ભૂષણ કહેલું છે.” જેનાથી સંસારરૂપી સાગર તરી શકાય છે તે તીર્થ કહેવાય છે. શ્રી શત્રુંજય, અષ્ટાપદ વગેરે તીર્થો છે. તેની નિરંતર (અશ્રાંતપણે) સેવા એટલે યાત્રા કરવી અને સંવિજ્ઞ ચિત્તવાળા સાઘુઓનો Page #152 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૪૦] સમકિતનું પાંચમું ભૂષણ-તીર્થસેવા ૧૪૧ સંસર્ગ કરવો. કહ્યું છે કે साधूनां दर्शनं पुण्यं, तीर्थभूता हि साधवः । तीर्थं फलति कालेन, साधवस्तु पदे पदे ॥१॥ ભાવાર્થ-“સાઘુઓનું દર્શન પુણ્યરૂપ છે, કેમકે સાઘુઓ જંગમ તીર્થરૂપ છે. સ્થાવર તીર્થ તો કાળે કરીને ફલદાયક થાય છે, પણ જંગમ તીર્થ સાઘુઓ તો પગલે પગલે ફલદાયી થાય છે.” આ પ્રમાણે સત્તીર્થની સેવા મોટો ગુણ ઉત્પન્ન કરે છે. પરંતુ અપ્રશસ્ત તીર્થની સેવા કાંઈ પણ ગુણકારક થતી નથી. તે ઉપર એક દ્રષ્ટાંત કહે છે લૌકિક તીર્થસેવાપર તુંબડીનું દ્રષ્ટાંત न श्लाघ्यतीर्थैरमलीभवन्ति, जीवा दुरन्तैर्दुरितैः प्रलिप्ताः । मिष्टा सुतीर्थे स्नपिताऽपि मातुर्वाग्भिस्तनूजेन न तुंबिकासीत् ॥१॥ ભાવાર્થ-“દુરન્ત પાપોથી લિપ્ત થયેલા જીવો પ્રશસ્ત તીર્થો કરવાથી પણ નિર્મળ થતા નથી. માતાનાં વચનથી પુત્રે સુતીર્થમાં સ્નાન કરાવ્યું તોપણ તુંબડી (કડવી તુંબડી) મીઠી થઈ નહીં.” વિષ્ણુસ્થળ નગરમાં ગોમતી નામે એક સાર્થવાહની સ્ત્રી પરમ શ્રાવિકા હતી. તેને ગોવિંદ નામનો પુત્ર હતો. તે ગાઢ મિથ્યાત્વી હતો. માતાએ તેને જૈનઘર્મ પમાડવા માટે ઘણો ઘણો પ્રતિબોઘ કર્યો, પણ તેણે મિથ્યાત્વનો ત્યાગ કર્યો નહીં. એકદા ગોવિંદ તીર્થયાત્રા કરવાને જવા તૈયાર થયો. ત્યારે તેને તેની માતાએ કહ્યું કે, “હે વત્સ! ગંગા, ગોદાવરી, ત્રિવેણીસંગમ, પ્રયાગ વગેરે લૌકિક તીર્થમાં જળ, દર્ભ અને માટી વગેરે વડે સ્નાન કરવાથી હિંસા, અસત્ય, ચોરી વગેરેથી બંઘાયેલાં પાપોનો નાશ થતો નથી.” આ પ્રમાણે અનેક રીતે ઉપદેશ આપ્યા છતાં તે પુત્રે પોતાનો આગ્રહ મૂક્યો નહીં, ત્યારે તેને બોઘ કરવા માટે એક કડવી તુંબડી આપીને કહ્યું કે, “હે પુત્ર! સર્વ તીર્થોમાં તારી સાથે જ વિધિપૂર્વક આ તુંબડીને પણ સ્નાન કરાવજે. આટલું મારું વચન તારે અવશ્ય કરવું.” તે સાંભળીને માતાનું વચન અંગીકાર કરી માતાની ઇચ્છા પ્રમાણે તુંબડીને પણ પોતાની જેમ જ સ્નાનાદિક કરાવ્યું અને પોતે કેટલેક ઠેકાણે મુંડન કરાવી હાથ ઉપર ઘણી છાપો મરાવી પોતાના નગરમાં પાછો આવ્યો. પછી પોતાને ઘેર આવી માતાને વિનયપૂર્વક વંદન કરી તુંબડીનું વૃત્તાંત કહીને તે માતાને આપી. ભોજન વખતે ગોવિંદ જમવા બેઠો, ત્યારે માતાએ પેલી કડવી તુંબડીનું શાક કરીને તેને પીરસ્યું. ગોવિંદે તે શાક લેશમાત્ર ચાખ્યું કે તરત જ તે બોલ્યો કે, “અરે! આ શાક તો કડવું ઝેર જેવું છે, તે ખાઈ શકાય તેવું નથી.” ત્યારે માતા બોલી કે, “હે પુત્ર! જે તુંબડીને તે સર્વ તીર્થોમાં સ્નાનાદિક કરાવ્યું છે, તે તુંબડીના શાકમાં કડવાશ ક્યાંથી?” ગોવિંદ બોલ્યો-“હે માતા! જળમાં નવરાવવાથી તેની અંતરની કડવાશ શી રીતે જાય?" માતાએ કહ્યું, “હે વત્સ! જ્યારે આનો કટુ દોષ પણ ગયો નહીં, ત્યારે હિંસા, મૃષાવાદ, ચોરી, મૈથુન વગેરેથી આત્માને લાગેલા પાપસમૂહ માત્ર સ્નાન કરવાથી શી રીતે જાય?” આ પ્રમાણેનું માતાનું વચન સત્ય માનીને ગોવિંદે માતા સાથે ગુરુ પાસે જઈ શ્રાવક ઘર્મ અંગીકાર કર્યો. પ્રાંતે તે ગોવિંદ શત્રુંજય તીર્થપર સિદ્ધિ સુખને પામ્યો. આ પ્રસંગ ઉપર બીજો પણ એક પ્રબંધ છે તે નીચે પ્રમાણે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [તંભ ૩ સુતીર્થની યાત્રા પર ત્રિવિક્રમની કથા શ્રાવસ્તી નગરીમાં ત્રિવિક્રમ નામે રાજા હતો. તે એકદા અરણ્યમાં ગયો હતો. ત્યાં એક પક્ષીને તેના માળામાં રહીને વિરસ શબ્દ કરતું સાંભળી અપશુકન થયું જાણી રાજાએ તેને બાણ વડે પ્રહાર કર્યો. એટલે તરત જ તે પક્ષી પૃથ્વી પર પડી તરફડિયા મારવા લાગ્યું. તે જોઈને રાજાને તેના પર બહુ અનુકંપા આવી; તેથી તે પશ્ચાત્તાપ કરતો ત્યાંથી આગળ ચાલ્યો. થોડે દૂર જતાં એક મહામુનિને જોઈ તેમને નમન કરીને રાજા તેમની પાસે બેઠો. તે વખતે મુનિએ તેને અહિંસા ઘર્મનો ઉપદેશ કર્યો. તે સાંભળીને રાજાએ વિચાર્યું કે, “અહો! મેં જે હિંસાનું કર્મ કર્યું તે કોઈના જાણવામાં નહોતું, તોપણ આ મુનિએ જાણી લીધું, તો તે પાપનો નાશ કરવા માટે આવા જ્ઞાની મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરું.” એમ વિચારીને તૃણની જેમ રાજ્યનો ત્યાગ કરી રાજાએ તે મુનિ પાસે દીક્ષા લીધી. અનુક્રમે ઉગ્ર તપસ્યા કરવાથી તે રાજર્ષિને તેજલેશ્યા ઉત્પન્ન થઈ. પછી તે પૃથ્વી પર યથેચ્છ વિહાર કરવા લાગ્યા. પેલું પક્ષી મરણ પામીને ભિલ્લ થયો. એકદા તે રાજર્ષિને વિહાર કરતા દેખીને તે ભિલ્લે પૂર્વના વૈરને લીધે તેના પર ક્રોઘયુક્ત થઈ યષ્ટિ (લાકડી) વડે પ્રહાર કર્યો, તેથી રાજર્ષિએ પોતાના મુનિપણાને ભૂલી જઈને તેજોલેશ્યાવડે તે ભિલ્લને બાળી દીઘો. તે મૃત્યુ પામીને કોઈ વનમાં સિંહ થયો. ત્યાં પણ એકદા તે રાજર્ષિને જોઈ તે સિંહ પૂછડું ઉલાળતો તેની સામે ઘસ્યો. તે વખતે પણ મુનિએ તેજોલેશ્યાથી તેને બાળી નાંખ્યો. ત્યાંથી તે સિંહ મરીને હાથી થયો. તે હાથી એકદા તે મુનિને જોઈ તેની સામે દોડ્યો. તેને પણ મુનિએ બાળી નાંખ્યો. પછી તે હાથી મરીને જંગલી સાંઢ થયો તેને પણ મુનિએ બાળી દીધો. ત્યાંથી તે સાંઢ મરીને સર્પ થઈ મુનિને કરડવા દોડ્યો. તે વખતે પણ મુનિએ તેને હણ્યો. ત્યાર પછી તે સર્પ મરીને બ્રાહ્મણ થયો. તે મુનિની ઘણી નિંદા કરવા લાગ્યો. અનુક્રમે તેને પણ મુનિએ બાળી ભસ્મ કર્યો. “અહો! નિર્વિવેકીને સંવર ક્યાંથી હોય?” આ પ્રમાણે તે મુનિએ મમતા રહિત છતાં સાત હત્યાઓ કરી. યોગીશ્વર થઈને પણ આવાં પાપકર્મો કર્યા. “અહો! કર્મની ગતિ કેવી વિચિત્ર છે?” પછી તે બ્રાહ્મણ યથાપ્રવૃત્તિકરણને લીધે શુભકર્મના ઉદયથી વારાણસી પુરીમાં મહાબાહુ નામે રાજા થયો. તે રાજા એકદા પોતાના મહેલની બારીમાં ઊભો હતો તે વખતે કોઈ મુનિને જતા જોઈને ઉહાપોહ કરવાથી તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થતાં તેણે પોતાના સાતે ભવો જોયા. એટલે “અહો! તે મુનિને હું પાપનું કારણ થયો.” એમ વિચારી તે મુનિની શોઘને માટે તેણે અર્થો શ્લોક કરી તે શ્લોક પૂરો કરનારને લાખ સોનામહોર આપવાની ઉદ્ઘોષણા કરાવી. તે અર્થો શ્લોક આ પ્રમાણે વિહંગઃ શવર: સિંહો, ટીપી સંઢ 0 કિનઃ II” આ અર્ધા શ્લોકને પૂર્ણ કરવા માટે બધા લોકો નિરંતર હાલતા ચાલતા પણ એ જ બોલ્યા કરતા હતા, પરંતુ કોઈએ તે શ્લોક પૂર્ણ કર્યો નહીં. અન્યદા તે જ રાજર્ષિ ફરતા ફરતા વારાણસી નગરી પાસે આવ્યા. ત્યાં ગામ બહાર કોઈ એક ગોવાળના મુખથી તેણે તે અર્થો શ્લોક સાંભળ્યો. એટલે ક્ષણવાર વિચાર કરીને મુનિએ આ પ્રમાણે ઉત્તરાર્ધ પૂર્ણ કર્યું કે- ૧. અર્થ-પક્ષી, ભિલ, સિંહ, હાથી, સાંઢ, સર્પ અને બ્રાહ્મણ–આ પૂર્વાર્ધથી રાજાએ પોતાના ભવો દર્શાવ્યા. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪3 વ્યાખ્યાન ૪૧] સમકિતનું પહેલું લક્ષણ-શમ નાની નિદતા પતિ, સ શું પવિતા દુહા ” એ ઉત્તરાર્થ સાંભળીને કોઈ ગોવાળે રાજા પાસે જઈ તે શ્લોક પૂર્ણ કરી આપ્યો; અને “આ સમસ્યા મેં પૂર્ણ કરી” એમ ધૃષ્ટતાથી તેણે રાજાને કહ્યું, તે સાંભળીને રાજાએ વિસ્મિત થઈ તેને દબાવીને પૂછ્યું ત્યારે તેણે તે મુનિનું નામ લઈ સત્ય વાત કહી પછી રાજા તે મુનિ પાસે ગયો અને તેમને ખમાવ્યા. સાતે ભવની વાત રાજાએ તેમને નિવેદન કરી. એટલે મુનિએ પણ રાજાને ખમાવ્યા. એ રીતે તે બન્નેએ પરસ્પર પોતપોતાના અપરાઘની નિંદા ગર્તા કરતાં પ્રીતિથી ચિરકાળ સુઘી વાતો કરી. આ એ સમયમાં તે નગરીમાં કોઈ કેવળજ્ઞાની મુનિ પધાર્યા. તેમને વંદના કરીને તે બન્નેએ પોતપોતાના પાપની આલોયણા માગી. ત્યારે કેવળી બોલ્યા કે, “તમારું પાપ શત્રુંજય તીર્થે ગયા વિના ઉગ્ર તપોથી પણ નાશ પામે તેમ નથી.” તે સાંભળીને રાજાએ દીક્ષા લીધી. પછી તે બન્ને જણા શત્રુંજયાદિક તીર્થોના યાત્રા કરી ભાવથી સંયમનું પ્રતિપાલન કરી હત્યાદિક પાપનો નાશ કરીને શત્રુંજયતીર્થે સિદ્ધિપદને પામ્યા. - “આ પ્રમાણે સમકિતના છેલ્લા ભૂષણ-તીર્થસેવાની પ્રશંસા સાંભળીને હે ભવ્ય જીવો! કુવિકલ્પના સમૂહનો ત્યાગ કરીને સુતીર્થની સેવા કરો.” વ્યાખ્યાન ૪૧ * સમકિતનું પહેલું લક્ષણ-શમ હવે સમકિતના પાંચ લક્ષણમાંના પહેલા શમ નામના લક્ષણ વિષે કહે છે: शमैः शाम्यति क्रोधादीनपकारे महत्यपि । लक्ष्यते तेन सम्यक्त्वं, तदाचं लक्षणं भवेत् ॥१॥ ભાવાર્થ-“જે મોટા અપકાર કરનાર ઉપર પણ સમભાવ રાખીને ક્રોઘાદિકને શાંત કરે, તેનામાં શમ નામનું પહેલું લક્ષણ કહીએ, તેનાથી સમકિત ઓળખાય છે, અર્થાત્ એવો શમ જેનામાં હોય તે સમકિતવંત છે એમ જાણી શકાય છે.” આ પ્રસંગ ઉપર કૂરગડુ મુનિનો પ્રબંધ છે તે નીચે પ્રમાણે શ્રી કુરગવું મનિની કથા વિશાલાનગરીમાં કોઈક આચાર્યના શિષ્ય માસક્ષપણને પારણે એક ક્ષુલ્લક સાધુની સાથે અંડિલ જતા હતા. માર્ગમાં પ્રમાદને લીધે તે તપસ્વીના પગતળે એક નાની દેડકી આવવાથી મરી ગઈ. તે જોઈને ક્ષુલ્લક સાધુ તે વખતે કાંઈ પણ ન બોલતાં મૌન રહ્યા. પ્રતિક્રમણ વખતે તે તપસ્વીએ તે પાપની આલોયણા લીધી નહીં; ત્યારે તેને ક્ષુલ્લક સાધુએ યાદ આપ્યું કે, “તપસ્વી! તમે પેલું પાપ ત્રિકરણ શુદ્ધિપૂર્વક કેમ આલોચતા નથી?” તે સાંભળીને તે તપસ્વીએ વિચાર્યું કે, “આ દુષ્ટ બુદ્ધિવાળો ક્ષુલ્લક સાધુ સર્વ સાધુ સમક્ષ મારું વગોણું કરે છે માટે તેને હું હણું.” એમ વિચારીને તે તપસ્વી મુનિ તેને મારવા દોડ્યા. ક્રોધથી અંઘ થયેલા તે તપસ્વીને વચમાં ૧. અર્થ-ક્રોઘથી જેમણે આ હણ્યા, તેમનું અરે રે! શું થશે?—આ પાદપૂર્તિથી મુનિએ પોતાના પાપની કબૂલાત કરી. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૩ થાંભલો આવવાથી તેની સાથે તે જોરથી અથડાયા, એટલે તરત જ મૂછ ખાઈને મૃત્યુ પામ્યા. ક્રોધને લીઘે વ્રતની વિરાધના કરવાથી તે મરીને જ્યોતિષી દેવતા થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે ચ્યવને દ્રષ્ટિવિષ સર્પના કુળમાં દેવતાથિષ્ઠિત સર્ષ થયા. તે સર્પના કુળમાં બીજા સર્વે સર્પો પૂર્વભવમાં પાપની આલોચના નહીં કરવાથી જ ઉત્પન્ન થયેલા હતા, અને તે સર્વે જાતિસ્મરણ ઉત્પન્ન થવાથી આહારશુદ્ધિ કરતા હતા. તેમને જોઈને નવા સર્પને પણ પૂર્વે મુનિના ભવમાં કરેલી આહારગવેષણાને સંભારતાં જાતિસ્મરણ ઉત્પન્ન થયું. તેથી “મારી દ્રષ્ટિથી કોઈ પણ જીવોનો નાશ ન થાઓ” એમ વિચારીને તે સર્પ આખો દિવસ બિલમાં જ મુખ રાખીને રહેતો હતો, અને રાત્રે પ્રાસુક વાયુનું જ ભક્ષણ કરતો હતો. એકદા કુંભ નામના રાજાનો યુવાન પુત્ર સર્પદંશથી મૃત્યુ પામ્યો. તેથી તે રાજા સર્વ સર્પજાતિપર ક્રોધ ઉત્પન્ન થવાથી સર્પ માત્રને મરાવવા લાગ્યો. જે કોઈ માણસ જેટલા સર્પને મારીને લાવે, તેને રાજા તેટલા દીનાર (મહોર) આપશે એમ તેણે જાહેર કર્યું. તેથી કેટલાક લોકો સર્પને આકર્ષણ કરવાની વિદ્યા (મંત્રોનો અભ્યાસ કરવા લાગ્યા. એકદા કોઈ મનુષ્ય તે દ્રષ્ટિવિષ સર્પના બિલ પાસે આવી સર્પ વિદ્યાનો મંત્ર ભણવા લાગ્યો; તેથી તે સર્પ બિલમાં રહી શક્યો નહીં. તેણે વિચાર કર્યો કે, “મને જોઈને અન્ય જીવોનો નાશ ન થાઓ' એમ વિચારી તેણે પોતાનું મુખ બિલમાં જ રાખી પૂંછડું બહાર કાઢ્યું. તે પૂછડું હિંસકોએ છેવું. ફરીથી સર્ષે પાછળનો ભાગ જરા જરા બહાર કાઢવા માંડ્યો, એટલે તે પણ હિંસકે કાપ્યો. એમ કરતાં તે સર્પના આખા શરીરના કકડા કરી નાંખ્યા. તે વખતે તે સર્પ વિચારવા લાગ્યો કે, “હે ચેતન! આ દેહના કકડા થવાને મિષે તારા દુષ્કર્મના જ કકડા થાય છે; માટે હે જીવ! પરિણામે હિતકારક એવી આ વ્યથાને તું સમતાપૂર્વક સહન કર.” એમ શુભ ધ્યાન ધ્યાતાં તે સર્પ મરણ પામીને તે જ કુંભરાજાની રાણીની કુક્ષિમાં અવતર્યો. નાગદેવતાએ રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું કે, “હવેથી તું સર્પનો ઘાત કરીશ નહીં, તને પુત્ર થશે.” ત્યારપછી રાજાએ સર્પની હિંસાનો ત્યાગ કર્યો. અનુક્રમે સમય પૂર્ણ થતાં રાણીએ પુત્ર પ્રસવ્યો. રાજાએ સ્વપ્નને અનુસારે તેનું નાગદત્ત એવું નામ પાડ્યું. તે કુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યો. ત્યારે એક વખત તે મહેલની બારીમાં ઊભો હતો, તે વખતે ત્યાંથી એક મુનિને જતા જોઈને તેને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. તેથી વૈરાગ્ય પામીને તે કુમારે મહા પ્રયત્નથી માતા પિતાની આજ્ઞા લઈ સુગુરુની સમીપે દીક્ષા ગ્રહણ કરી. તે સાથે તિર્યંચ યોનિમાંથી આવેલા હતા તેથી તેમજ સુઘાવેદનીયનો ઉદય થવાથી પોરિસીનું પણ પ્રત્યાખ્યાન કરી શકતા નહીં. તેથી તેને ગુરુએ કહ્યું કે, “હે વત્સ! તું માત્ર એક ક્ષમાનું જ પરિપૂર્ણપણે પાલન કર, તેમ કરવાથી તે સર્વ તપનું ફળ પામીશ.” તે સાંભળીને તે ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવા લાગ્યા. તે સાઘુ હમેશાં પ્રાતઃકાળ થતાં જ એક ગડુક (નાનું વાસણ) પ્રમાણ ફૂર (ચોખા) લાવીને વાપરતા હતા. ત્યારે જ તેને કાંઈક શાંતિ થતી હતી; તેથી લોકમાં તેનું કૂરગડુક એવું નામ પડ્યું. તે ગચ્છમાં ચાર તપસ્વી સાધુઓ હતા. તેમાં પહેલા સાથે માસોપવાસી હતા, બીજા બે Page #156 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૪૨] સમકિતનું બીજું લક્ષણ-સંવેગ ૧૪૫ માસના ઉપવાસી હતા, ત્રીજા ત્રણ માસના ઉપવાસી હતા, અને ચોથા ચાર માસના ઉપવાસી હતા. ચારે તપસ્વીઓ કૂરગડુ મુનિને નિત્યભોજી કહીને તેની નિંદા કરતા હતા. એકદા શાસનદેવીએ ત્યાં આવી કૂરગડુક મુનિને વંદના કરી તથા અનેક પ્રકારે તેની પ્રશંસા કરી. પછી સર્વ સાધુઓ સમક્ષ કહ્યું કે,‘આ ગચ્છમાં આજથી સાતમે દિવસે પ્રથમ એક મુનિને કેવળજ્ઞાન થશે.’’ તે સાંભળીને પેલા ચારે તપસ્વીઓ બોલ્યા કે, “હે દેવી! અમારો અનાદર કરીને તેં આ કૂરગડુક સાધુને કેમ વંદના કરી?’’ ત્યારે દેવી બોલી કે, ‘હું ભાવતપસ્વીને વાંદું છું.’’ એમ કહીને તે દેવી પોતાને સ્થાને ગઈ. સાતમે દિવસે કૂરગડુમુનિએ શુદ્ધ આહાર લાવીને ગુરુને તથા પેલા તપસ્વીઓને દેખાડ્યો. તે વખતે પેલા તપસ્વીઓના મુખમાં શ્લેષ્મ (બળખો) આવ્યો હતો, તે તેમણે ક્રોથથી તે આહારમાં નાંખ્યો. તે જોઈ કૂરગડુએ વિચાર કર્યો કે धिङ् मां प्रमादिनं स्वल्पतपः कर्मोज्झितः सदा । वैयावृत्यमपि ह्येषां मया कर्त्तुं न शक्यते ॥ १ ॥ “મને પ્રમાદીને ધિક્કાર છે. હું નિરંતર અલ્પ પણ તપસ્યાથી રહિત છું. તેમજ આ તપસ્વીઓની વૈયાવચ્ચ પણ હું કરી શકતો નથી.’ ઇત્યાદિ આત્મનિંદા કરતાં અને નિઃશંકપણે દુગંચ્છારહિતપણે તે આહાર વાપરતાં શુક્લધ્યાનમાં આરૂઢ થયેલા તે મુનિને કેવળજ્ઞાન પ્રગટ થયું. તે વખતે દેવોએ તેનો મહિમા કર્યો. તે જોઈને પેલા ચારે તપસ્વીઓએ વિચાર કર્યો,‘“અહો! આ મુનિ જ ખરેખરા ભાવતપસ્વી છે અને આપણે તો દ્રવ્યતપસ્વી છીએ.’’ એમ વિચારીને તે ચારે તપસ્વીઓએ તે કેવળીને ખમાવ્યા. તે વખતે મન, વચન અને કાયાની શુદ્ધિથી ખમાવતાં તે ચારેને પણ સમકાળે ચરમજ્ઞાન (કેવળજ્ઞાન) પ્રગટ થયું. અનુક્રમે તે પાંચે કેવળી મોક્ષપદને પામ્યા. “શાંતિ, ક્ષમા, ક્ષાંતિ, શમ વગેરે નામથી આ ગુણને સૂત્રને વિષે સમકિતના પ્રથમ લક્ષણ તરીકે વર્ણવેલું છે. તે શમગુણ ધર્મને વિષે પ્રથમ છે, અને છેલ્લા જ્ઞાનને આપનાર છે, માટે હે ભવ્ય જીવો! તમે શમતા ગુણને ધારણ કરો.’’ વ્યાખ્યાન ૪૨ સમકિતનું બીજું લક્ષણ-સંવેગ दुःखत्वेनानुमन्वानः, सुरादिविषयं सुखम् । मोक्षाभिलाषसंवेगाञ्चितो हि दर्शनी भवेत् ॥ १॥ ભાવાર્થ-જે પુરુષ દેવાદિકના સુખને પણ દુઃખરૂપે માને, અને મોક્ષના અભિલાષરૂપ સંવેગ સહિત હોય, તે સમકિતવાન કહેવાય છે.’’ સંવેગ એટલે મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહીં. એવો જીવ સાંસારિક સુખાભાસને દુઃખરૂપ માને છે અને એકમાત્ર મોક્ષ મેળવવાની જ ઇચ્છા રાખે છે. આ સંબંધમાં નિગ્રંથ મુનિનો પ્રબંધ છે તે નીચે પ્રમાણે– ભાગ ૧-૧૦ Jain Education Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ નિર્પ્રન્થ (અનાથી) મુનિની કથા રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તે નગરની બહાર ઉપવનમાં ક્રીડા કરતાં રાજાએ એક મુનિને સમાધિમાં તત્પર જોયા. તે મુનિનું શરીર અતિ કોમળ હતું, અને તેનું રૂપ જગતને વિસ્મય કરે તેવું સુંદર હતું. તેમને જોઈને રાજાએ વિચાર્યું કે– अहो अस्य मुने रूपमहो लावण्यवर्णिका । अहो सौम्यमहो क्षान्तिरहो भोर्गेष्वसंगता ॥ १ ॥ ૧૪૬ ભાવાર્થ—“અહો! આ મુનિનું રૂપ! અહો! આના લાવણ્યની વર્ણિકા! અહો! આની સૌમ્યતા! અહો! એની ક્ષમા! અને અહો! આની ભોગમાં પણ અસંગતા.’’ અર્થાત્ એ સર્વ અપરિમિત છે. આ પ્રમાણે વિચારી તેમને ધ્યાનમાં તત્પર જોઈ રાજા તેમના ચરણકમળમાં પ્રણામ કરીને બેઠો અને ઘ્યાન પૂર્ણ થયે પૂછ્યું,‘‘હે પૂજ્ય! આવી યુવાવસ્થામાં તમે આવું દુષ્કર વ્રત કેમ ગ્રહણ કર્યું? તેનું કારણ કહો.’’ ત્યારે મુનિ બોલ્યા કે मुनिराह महाराज, अनाथोऽस्मि पतिर्न मे । अनुकंपाकराभावात्तारुण्येऽप्यादृतं વ્રતમ્ શા ભાવાર્થ-મુનિએ કહ્યું કે, હે મહારાજા! હું અનાથ છું. મારો કોઈ સ્વામી નથી. મારાપર અનુકંપા કરનારનો અભાવ હોવાથી મેં યુવાવસ્થામાં જ વ્રત ગ્રહણ કર્યું છે.’’ તે સાંભળીને હાસ્ય કરતાં શ્રેણિકરાજાએ કહ્યું કે– वर्णादिनामुना साधो न युक्ता ते ह्यनाथता । तथाऽपि ते त्वनाथस्य, नूनं नाथो भवाम्यहम् ॥ १ ॥ भोगान् भुंक्ष्व यथास्वैरं, साम्राज्यं परिपालय । यतः पुनरिदं मर्त्यजन्मातीव દિ દુર્તમમ્ ॥૨॥ ભાવાર્થ—“હે સાધુ! આ તમારું રૂપ વગેરે જોતાં તમે અનાથ છો એ વાત યુક્ત જણાતી નથી. તોપણ જો તમે અનાથ હો, તો હું તમારો નાથ થવા તૈયાર છું. તમે યથેચ્છ ભોગ ભોગવો, અને મારા સામ્રાજ્યનું પ્રતિપાલન કરો. આ મનુષ્યજન્મ ફરીને મળવો અત્યંત દુર્લભ છે; અર્થાત્ આવી યુવાવસ્થા ભોગ ભોગવ્યા વિના નિષ્ફળ જવા દેવી યોગ્ય નથી.'' [સ્તંભ ૩ તે સાંભળીને મુનિ બોલ્યા કે,‘હે રાજા! તમે પોતે જ અનાથ છો તો મારા નાથ શી રીતે થઈ શકશો?'' આ પ્રમાણેનું કોઈ પણ વખત નહીં સાંભળેલું વાક્ય સાંભળીને રાજાએ આશ્ચર્ય પામીને પૂછ્યું કે,‘‘હે મુનિ! તમારે તેમ કહેવું યોગ્ય નથી. કેમકે હું અનેક હસ્તીઓ, અશ્વો, રથો અને સ્ત્રીઓ વગેરેનું પ્રતિપાલન કરું છું, તેથી હું તેઓનો નાથ છું; મને તમે અનાથ કેમ કહો છો?’ ત્યારે મુનિ પણ કાંઈક હાસ્ય કરતાં બોલ્યા કે,“હે રાજન્! તમે અનાથ અને સનાથનો મર્મ જાણતા નથી માટે તે વિષે હું તમને મારા જ દૃષ્ટાંતથી સમજાવું છું તે સાંભળો– કૌશાંબી નગરીમાં મહીપાલ નામે રાજા મારા પિતા છે, તેનો હું પુત્ર છું. મને બાલ્યાવસ્થામાં જ નેત્રની પીડા થઈ; અને તેની પીડાથી મારા આખા શરીરમાં દાહજ્વર પેદા થયો. મારી વ્યથા દૂર કરવા માટે અનેક મંત્રવાદીઓએ તથા વૈદ્યોએ અનેક ઉપાયો કર્યાં, પરંતુ તેઓ મારી વ્યથા દૂર Page #158 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૪૨] સમકિતનું બીજું લક્ષણ-સંવેગ ૧૪૭ કરી શક્યા નહીં. મારા પિતાએ મારે માટે પોતાનું સર્વસ્વ આપી દેવાનું કબૂલ કર્યું, પરંતુ તે પણ મને દુઃખથી મુક્ત કરી શક્યા નહીં, માટે હું અનાથ છું. મારા પિતા, માતા, ભ્રાતા, બહેન અને સ્ત્રી વગેરે સ્વજને મારી પાસે બેસીને રુદન કરતા હતા અને ભોજનનો પણ ત્યાગ કરીને મારી પાસે જ નિરંતર બેસી રહેતા હતા, પરંતુ તેઓ મારા દુઃખનો નાશ કરી શક્યા નહીં. તે જ મારી અનાથતા છે. ત્યારપછી મેં એવો વિચાર કર્યો કે, “આ અનાદિ સંસારમાં મેં આના કરતાં પણ અધિક વેદનાઓ અનેક વખત સહન કરી હશે, પણ આજે આટલી વેદના પણ હું સહન કરી શક્તો નથી; તો હવે આગામી કાળે અનાદિ સંસારમાં હું આવી વેદના કેમ સહન કરી શકીશ? માટે જો હું ક્ષણવાર પણ આ વેદનાથી મુક્ત થાઉં તો તરત જ પ્રવ્રજ્યા ગ્રહણ કરું, કે જેથી આગામી કાળે આવી વેદના સહન કરવી પડે નહીં.”હે રાજા! આ પ્રમાણે વિચાર કરતાં હું સૂઈ ગયો અને તરત જ મારી વેદના શાંત થઈ ગઈ. તેથી યોગ ને ક્ષેમનો કરનાર હોવાથી આ આત્મા જ નાથ છે એવો નિશ્ચય કરીને મેં પ્રાતઃકાળે સ્વજનોને સમજાવી તેમની રજા લઈને ચારિત્ર અંગીકાર કર્યું, તેથી હવે હું મારો તથા બીજા ત્રસાદિક જીવોનો પણ નાથ થયો છું, કેમકે યોગ ક્ષેમ કરનાર માત્ર આત્મા જ છે. વળી હે રાજનું! બીજી રીતે પણ અનાથતા કહેલી છે, તે સાંભળો प्रव्रज्य ये पञ्च महाव्रतानि, न पालयन्ति प्रचुरप्रमादात् । रसेषु गृद्धा अजितेन्द्रियाश्च, जिनैरनाथाः कथितास्त एव ॥१॥ ભાવાર્થ-“જેઓ પ્રવ્રજ્યા ગ્રહણ કરીને અતિપ્રમાદને લીધે પાંચ મહાવ્રતોનું પાલન કરતા નથી, રસોને વિષે વૃદ્ધ રહે છે, અને ઇન્દ્રિયોને નિયમમાં રાખતા નથી તેઓને જ શ્રી જિનેશ્વરે અનાથ કહેલા છે.” निरर्थका तस्य सुसाधुता हि, प्रान्ते विपर्यासमुपैति योऽलम् ।। न केवलं नश्यति चेहलोकस्तस्यापरः किंतु भवो विनष्टः ।।२।। ભાવાર્થ-“જે સાઘુ અત્તે વિપરીત આચરણ કરે છે, તેનું સાધુપણું નિરર્થક છે; અને તેથી માત્ર આ લોક જ તેનો નાશ પામે છે એમ નહીં, પણ તેનો પરભવ પણ નાશ પામે છે.” निरास्रवं संयममात्मबुद्ध्या, प्रपाल्य चारित्रगुणान्वितः सन् । क्षिप्त्वाष्टकर्माण्यखिलानि साधुरुपैति निर्वाणमनन्तसौख्यम् ॥३॥ ભાવાર્થ-“ચારિત્રના ગુણોથી યુક્ત એવો સાધુ આત્મબુદ્ધિથી આમ્રવરહિત સંયમનું પ્રતિપાલન કરીને સમગ્ર આઠે કર્મનો ક્ષય કરી, અનંત સુખવાળા નિર્વાણ (મોક્ષ) પદને પામે છે.” આ પ્રમાણે મુનિનાં વાક્ય સાંભળીને શ્રેણિકરાજા અત્યંત ખુશ થયો અને હાથ જોડીને તેણે કહ્યું કે, “હે મુનિરાજ! તમે મને જે સનાથ અને અનાથપણાનું રહસ્ય કહ્યું તે ખરેખર સત્ય છે. તેમાં જરા પણ અસત્ય નથી. હે મુનિ! તમે મનુષ્યજન્મ પામ્યા તે સફળ છે. જગતને વિષે તમે જ ઉત્તમ લાભ પામ્યા છો. વળી તમે શ્રી જિનેશ્વરના ઘર્મને વિષે રહ્યા છો, તેથી તમે જ સનાથ છો અને તમે જ બંઘુયુક્ત છો. વળી તમે જ ચારિત્ર લીધું ત્યારથી સ્થાવર અને જંગમ એવા અનાથ પ્રાણીઓના ખરેખરા નાથ થયા છો; તેથી હું મારા અપરાધનો નાશ કરવા સારુ તમને ખમાવું છું. - ૧ યોગક્ષેમ અપ્રાક્ષની પ્રાપ્તિ તે યોગ અને પ્રાણનું રક્ષણ તે ક્ષેમ. એટલે કે જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ અને તેની સુરક્ષા કરનાર આત્મા જ છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૩ વળી તમારા ધ્યાનમાં વિઘ્નકારી પ્રશ્ન પૂછીને મેં જે દૂષણ કર્યું છે તથા સાંસારિક ભોગ ભોગવવા માટે તમને જે અઘટિત નિયંત્રણ કર્યું છે તે સર્વ મારો અપરાઘ ક્ષમા કરો.’ આ પ્રમાણે કહી ભક્તિપૂર્વક તે મુનિની સ્તુતિ કરીને સર્વ રાજાઓમાં ચંદ્ર સમાન શ્રેણિક રાજા ધર્મમાં અનુરક્ત થઈ પોતાના અંતઃપુર અને પરિવાર સહિત પોતાની નગરીમાં આવ્યો. અમિત ગુણસમૂહથી સમૃદ્ધ એવા તે નિર્પ્રન્થ મુનિ પક્ષીની જેમ પ્રતિબંધ રહિતપણે પૃથ્વી ઉપ૨ વિહાર કરી ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈ, ઉગ્ર એવા ત્રણ દંડથી વિરામ પામી, મોહાર્દિકનો નાશ કરી, સંવેગના પ્રભાવથી અનુક્રમે અક્ષય સુખવાળા મોક્ષપદને પામ્યા. વ્યાખ્યાન ૪૩ સમકિતનું ત્રીજું લક્ષણ-નિવેદ संसारकारकागार विवर्जनपरायणा । प्रज्ञा चित्ते भवेद्यस्य, तन्निर्वेदकवान्नरः॥१॥ ભાવાર્થ-સંસારરૂપી કારાગૃહનું વર્જન ક૨વામાં તત્પર એવી દૃઢ બુદ્ધિ જેના ચિત્તને વિષે હોય છે, તે પુરુષ નિવૈદવાન કહેવાય છે. સિદ્ધાન્તમાં કહ્યું છે કે,“નિન્દ્રેએળ અંતે નીવે હ્રિ નળ'' હે ભગવાન! નિર્વેદથી જીવ શું ઉપાર્જન કરે?” ભગવંત કહે છે કે, “નિદ્વેગેનું તે વિન્વમાણુરિચ્છન્નેસુ ામમોનેસુ विरजमाणे निव्वेयं हव्वमागच्छइ । सव्वविसअसु विरज्जइ । सव्वविसअसु विरज्जमाणे आरंभपरिग्गहपरिच्चायं करोति । आरंभपरिग्गह परिच्चायं करेमाणे संसारमग्गं बोच्छिदंति સિદ્ધિમનહિવત્રેય મવતિ ।’’ ‘નિર્વેદ થકી જીવ દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી કામભોગને વિષે વૈરાગ્ય પામી ખરા નિર્વેદને પ્રાપ્ત થાય છે, અને સર્વ વિષયોમાં વિરક્તિ પામે છે. સર્વ વિષયોમાં વિરક્તિ થવાથી આરંભપરિગ્રહનો પરિત્યાગ કરે છે. આરંભપરિગ્રહનો પરિત્યાગ કરવાથી સંસારમાર્ગનો ઉચ્છેદ થાય છે, અને સિદ્ધિ (મોક્ષ) માર્ગની પ્રાપ્તિ થાય છે.’’ આ પ્રસંગ ઉપર હરિવાહન રાજાનો પ્રબંધ છે તે નીચે પ્રમાણે– હરિવાહન રાજાની કથા ભોગાવતી નામની પુરીમાં ઇન્દ્રદત્ત નામે રાજા હતો. તેને હરિવાહન નામનો પુત્ર હતો. તે હરિવાહનને એક સુથારનો પુત્ર તથા એક શ્રેષ્ઠીનો પુત્ર એમ બે મિત્રો હતા. તે બન્ને મિત્રોની સાથે હરિવાહન સ્વેચ્છાએ ક્રીડા કરતો હતો. તે જોઈ રાજાએ એકદા દુર્વચનથી તેનો તિરસ્કાર કર્યો; એટલે તિરસ્કારનું દુઃખ સહન ન થવાથી હિરવાહન પોતાના બન્ને મિત્રો સહિત મા-બાપના સ્નેહનો ત્યાગ કરીને ત્યાંથી ચાલી નીકળ્યો. ચાલતાં ચાલતાં તે ત્રણે મિત્રો એક મોટા અરણ્યમાં જઈ પહોંચ્યા. ત્યાં તેમણે સૂંઢને ઉલાળતો એક મર્દોન્મત્ત હાથી તેમના તરફ આવતો દીઠો. તેથી સુથારનો અને વણિકનો પુત્ર તો તેના ભયથી કાગડાની જેમ નાસી ગયા; પણ રાજપુત્ર તો શૂરવીર હતો, તેથી તેણે તે મત્ત હાથીને સિંહનાદવડે ચેષ્ટા રહિત કરી દીધો. પછી પોતાના બન્ને મિત્રની શોધ કરતો તે રાજપુત્ર આગળ ચાલ્યો. પરંતુ તેમની શુ ધ તેને મળી નહીં. અનુક્રમે ભમતાં ભમતાં Page #160 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૪૩] સમકિતનું ત્રીજું લક્ષણ-નિર્વેદ ૧૪૯ તેણે એક મનોહર સરોવર જોયું. તે સરોવરમાં સ્નાન કરી રાજપુત્ર તેની ઉત્તર દિશામાં રહેલા એક ઉદ્યાનમાં પેઠો. તે ઉદ્યાનમાં સુંદર કમળથી સુશોભિત એક વાવ દીઠી; એટલે તેમાં તે કૌતુકથી ઊતર્યો. તે વાવના મધ્ય ભાગમાં એક દ્વાર હતું. તેમાં તે પેઠો તો ત્યાં એક યક્ષનું મંદિર જોયું. તેવામાં રાત્રી સમય થઈ જવાથી રાજપુત્ર તે યક્ષના મંદિરમાં જ મૂર્તિની પાછળ સૂતો. થોડી વારે નૂપુરના રણ રણ શબ્દ કરતી કેટલીક અપ્સરાઓ ત્યાં આવીને તે યક્ષની પાસે નૃત્ય કરવા લાગી. નૃત્ય કરી રહ્યા પછી શ્રમનો નાશ કરવા માટે તે અપ્સરાઓ પોતાના ઘણા કિંમતી વસ્ત્રો ત્યાં જ ઉતારી વાવમાં નાહવા પડી. તે વખતે રાજપુત્રે યક્ષમંદિરનું દ્વાર ઉઘાડી તે સર્વ વસ્ત્રો ઉપાડી લીધાં અને મંદિરમાં પેસી દ્વાર બંધ કરી દીધાં. પેલી અપ્સરાઓ સ્નાન કરી બહાર નીકળીને જુએ છે તો ત્યાં પોતાનાં વસ્ત્રો દીઠાં નહીં. તેથી તેઓ પરસ્પર બોલી કે, “ખરેખર આપણાં વસ્ત્ર કોઈ ધૂર્ત હરી લીઘાં જણાય છે, પરંતુ તે આપણાથી પણ ભય પામ્યો નથી તેથી તે દંડથી સાધી શકાશે નહીં.” એમ વિચારી સામ (મિષ્ટ) વાક્યોથી તેને લોભ પમાડીને તે અપ્સરાઓ બોલવા લાગી કે, “હે ઉત્તમ પુરુષ! અમારાં વસ્ત્રો આપ.” રાજકુમારે અંદરથી જ જવાબ આપ્યો કે, “પ્રચંડ વાયુ તમારા વસ્ત્રો હરણ કરી ગયો હશે, માટે તેની પાસે તમે જાઓ.” તે સાંભળીને તેના સાહસથી સંતુષ્ટ થયેલી અપ્સરાઓ બોલી કે, “હે વત્સ! અમે તારા સાહસથી પ્રસન્ન થયા છીએ માટે આ ખત્રરત્ન તથા આ દિવ્ય કંચુક તને આપીએ છીએ તે લે ને અમારા વસ્ત્રો આપ.” તે સાંભળીને રાજપુત્ર દ્વારા ઉઘાડી તેમનાં વસ્ત્રો આપી ક્ષમા માગી. દેવીઓ તે બન્ને ચીજો તેને આપીને સ્વસ્થાને ગઈ. પછી કુમાર ત્યાંથી આગળ ચાલ્યો. માર્ગમાં એક નિર્જનનગર જોયું. તે નગરમાં કૌતુકથી ફરતો ફરતો તે રાજગૃહની સમીપે પહોંચ્યો, અને તેની સાતમી ભૂમિકા પર ચડી ગયો. ત્યાં તેણે કમળના સરખા લોચનવાળી એક સુંદર કન્યાને દીઠી. તેનું દિવ્ય સ્વરૂપ જોઈને કુમારે વિચાર્યું કે किमेषा प्रथमो सृष्टिर्विधात्रा रक्षिता ध्रुवम् । एतां दृष्ट्वा यथा नारीमन्या नारीः सृजाम्यहम् ॥१॥ ભાવાર્થ-“શું આ નારીને જોઈને હું બીજી નારીઓ સર્જીશ એમ ઘારીને વિઘાતાએ આ કન્યારૂપ પ્રથમ સૃષ્ટિ રચીને અહીં રાખી મૂકી હશે!” અર્થાત્ આ કન્યાનું રૂપ એવું સુંદર છે કે આને જોઈને જ બીજી સ્ત્રીઓ સર્જી હોય એમ જણાય છે. એટલે બીજી સ્ત્રીઓ આના કરતાં ઓછી રૂપવંત દેખાય છે. આ પ્રમાણે વિચારતો રાજપુત્ર તે કન્યા પાસે ગયો. એટલે તેણે તેને આસન નાંખી આપ્યું. તે પર રાજપુત્ર બેઠો. પછી તે કન્યાને શોકાતુર જોઈને તેણે પૂછ્યું કે, “હે ભદ્ર! તું શોકાતુર કેમ છે?” ત્યારે તે કન્યા બોલી કે–“હે ભાગ્યશાળી! હું વિજય રાજાની પુત્રી અનંગલેખા નામે છું. એકદા હું મારા મહેલના ગોખમાં બેઠી હતી, તે વખતે મને જોઈને વિદ્યારે મારું હરણ કરી અહીં આ પુર વસાવીને મને રાખી છે. અને તે મારી સાથે લગ્ન કરવા માટે વિવાહની સામગ્રી લેવા ગયો છે. તે આજે જ અહીં આવીને મને બળાત્કારે પરણવાનો છે. પરંતુ પહેલાં મને એક જ્ઞાની મુનિએ કહ્યું હતું કે, “હે રાજપુત્રી! તારો પતિ હરિવાહના નામે રાજપુત્ર થશે તે મુનિની વાણી અન્યથા થાય છે, તેથી મારા મનમાં અતિ ખેદ થાય છે.” તે સાંભળી કુમાર બોલ્યો કે, “હે સુંદર ભૃકુટિવાળી સ્ત્રી! તું ખેદ કરીશ નહીં.” આ પ્રમાણે કુમાર તેની સાથે વાતચીત કરે છે, તેવામાં તે વિદ્યાઘર ત્યાં આવી Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ 3 પહોંચ્યો. કુમારને જોઈને ક્રોધયુક્ત થયેલો વિદ્યાધર તેની સાથે યુદ્ધ કરવા લાગ્યો; પરંતુ કુમારે અપ્સરાઓએ આપેલા જગતજંતુ ખડ્ગરત્નવડે તેને જીતી લીધો. એટલે તે બોલ્યો કે,“હે સાહસિક શિરોમણિ! હું તારા પરાક્રમથી ખુશ થયો છું. માટે આ સ્ત્રી અને પુર તને સોંપું છું, તેને તું સુખેથી ભોગવ. હું મારે સ્થાને જાઉં છું.” એમ કહી તે વિદ્યાધર સ્વસ્થાને ગયો. પછી તે વિદ્યાધરની લાવેલી વિવાહની સામગ્રી વડે રિવાહન તે રાજકન્યાને પરણી તેને પેલો દિવ્ય કંચુક આપી, તે નગરમાં ઘણા લોકોને વસાવી, ત્યાં રાજ્યનું પાલન કરવા લાગ્યો. એકદા હરિવાહન રાજા પ્રિયાની સાથે નર્મદા નદીને કિનારે જઈ ઉત્તમ વસ્ત્રોને કિનારા પર મૂકી જળક્રીડા કરવા લાગ્યો. એવામાં પેલો દિવ્ય કંચુક કે જે અન્ય વસ્ત્રોની સાથે કિનારા પર જ મૂકેલો હતો તે પદ્મરાગ મણિની કાંતિયુક્ત હોવાથી માંસની ભ્રાંતિએ કોઈ મત્સ્ય આવીને તેને ગળી ગયો. તે જોઈ રાજા વગેરે ખેદયુક્ત થયા. ઘણી શોધ કરતાં પણ તે મત્સ્ય હાથ લાગ્યો નહીં; એટલે રાજા વગેરે નિરાશ થઈ સ્વસ્થાનકે ગયા. પેલો મત્સ્ય ફરતો ફરતો બેનાતટનગરે ગયો. ત્યાં કોઈ મચ્છીમારની જાળમાં તે પકડાઈ ગયો. તેને વિદારતા તેના ઉદરમાંથી પેલો કંચુક નીકળ્યો. તે કંચુકને મચ્છીમારે પોતાના રાજાને ભેટ કર્યો. તે જોઈ રાજાએ વિચાર્યું કે,‘વિશ્વને મોહ પમાડનારી આ કંચુકને પહેરનારી કોણ હશે કે જેનો કંચુક પણ મને મોહ પમાડે છે? તે સ્ત્રી કયા ઉપાયથી મને મળી શકે?'' ઇત્યાદિ ચિંતામાં મગ્ન થઈ ગયેલા રાજાએ પોતાના પ્રધાનને કહ્યું કે,‘‘જો મારા જીવિતનું તમારે પ્રયોજન હોય તો સાત દિવસમાં આ કંચુકની પહેરનારી સ્ત્રીને શોધીને લાવી આપો.’’ તે સાંભળીને મંત્રીએ દીર્ઘ વિચાર કરી રાજેશ્વરી દેવીની આરાધના કરી. એટલે દેવીએ પ્રગટ થઈને વરદાન માગવાનું કહ્યું. મંત્રીએ કહ્યું કે,‘‘કંચુકની પહેરનારી સ્ત્રીને લાવી મારા રાજાને આપો.’’ તે સાંભળીને દેવીએ કહ્યું કે, હે સચિવ! उदेति यदि वारुण्यां, भानुश्चांगारमुक् शशी । तथापि सा सती शीलं प्राणान्तेऽपि न लुम्पति ॥ १ ॥ " ભાવાર્થ-જો કદાચ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે અને કદાચ ચંદ્ર અંગારાનો વરસાદ કરે તોપણ તે સતી સ્ત્રી પ્રાણાંતે પણ પોતાનું શીલ મૂકે તેમ નથી.’’ તોપણ હે સચિવ! તારો સ્વામી કદાગ્રહ મૂકતો ન હોય તો હું તેને લાવી આપું છું, પણ ફરીથી આ કાર્ય માટે તારે મારું સ્મરણ કરવું નહીં.’’ એમ કહીને તરત જ તે સ્ત્રી પાસે જઈ તેનું હરણ કરી રાજા પાસે મૂકીને તે અદૃશ્ય થઈ ગઈ. રાજાએ તે અનંગલેખાનું સ્વરૂપ જોઈ મોહ પામી તેની અનેક પ્રકારે પ્રાર્થના કરી. ત્યારે તે બોલી કે,‘“હે રાજા! હું પ્રાણનો નાશ થશે તોપણ શીલનું ખંડન કરીશ નહીં.’’ તે સાંભળી રાજાએ વિચાર કર્યો કે,‘‘સ્ત્રીઓ સ્વભાવથી જ મુખવડે ના ના કહે છે, પરંતુ આ મારે આધીન છે તેથી ધીરે ધીરે તેના દૃઢ ચિત્તને પણ હું પ્રસન્ન કરીશ. નીતિશાસ્ત્રમાં પણ ‘સહસા કોઈ પણ કાર્ય કરવું નહીં' એમ કહેલું છે.’’ એમ વિચારીને તેને એકાંત સ્થળે રાખી રાજા પોતાને સ્થાને ગયો. અનંગલેખા હૃદયમાં પોતાના ભર્તારનું સ્મરણ કરતી ત્યાં રહી. અહીં અરણ્યમાં હાથીથી ત્રાસ પામીને નાસી ગયેલા પેલા બે મિત્રો જે રાજકુમારથી જુદા પડી ગયા હતા તેઓએ ફરતાં ફરતાં વનમાં વંશની જાળમાં બેસીને મંત્ર સાધન કરતા એક સાધકને જોયો. સાધકે પણ તે બન્ને સાહસિક પુરુષોને જોઈને કહ્યું કે,‘“હે કુમારો! તમે જો મારા ઉત્તરસાઘક Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ વ્યાખ્યાન ૪૩] સમકિતનું ત્રીજું લક્ષણ-નિર્વેદ થાઓ તો મારું કાર્ય સિદ્ધ થાય.” તે સાંભળીને તે બન્નેએ હા કહી; એટલે તે સાઘકે પોતાની વિદ્યા તેમની સહાયથી સિદ્ધ કરી. વિદ્યા સિદ્ધ થવાથી સંતુષ્ટ થયેલા તે સાધકે તે બન્નેને અદ્રશ્યઅંજની, શત્રુસૈન્યમોહિની અને વિમાનકારિણી એ ત્રણ વિદ્યા આપી. ત્યાંથી ફરતાં ફરતાં તે બન્ને બેનાતટનગરે આવ્યા. ત્યાં લોકોના મુખથી “પોતાના મિત્ર હરિ વાહનની પ્રિયાને ત્યાંના રાજાએ હરણ કરાવી હરિ વાહનને શોકાતુર કરી મૂક્યો છે.” ઇત્યાદિ વાત સાંભળીને મિત્રનો વિરહ દૂર કરવા માટે તે બન્ને મિત્રો અંજનના પ્રયોગથી અદ્રશ્ય થઈ અનંગલેખાની પાસે ગયા. અનંગલેખા તે વખતે પટમાં ચીતરેલા પોતાના પતિ હરિવાહનના ચિત્રપર દ્રષ્ટિ રાખીને બેઠી હતી. તે જોઈને તે બન્નેએ તે ચિત્રપટ અદ્ગશ્યપણે જ લઈ લીધું. તે આશ્ચર્ય જોઈ અનંગલેખાના નેત્રોમાં અશ્રુ ભરાઈ આવ્યાં અને તે બોલી કે अपराद्धं मया किं ते, यच्चित्रितमपि प्रियम् । जहर्ष मम हत्याया, अपि त्वं न बिभेषि किम् ॥१॥ ભાવાર્થ-“હે વિઘાતા! મેં તારો શો અપરાઘ કર્યો છે કે જેથી ચીતરેલા પતિને પણ તેં હરણ કર્યો? આથી મારા આત્માની હત્યા થશે; તેનો પણ તને કાંઈ ભય લાગતો નથી?” તે સાંભળી તેને દુઃખી જોઈ તે મિત્રોએ પ્રગટ થઈ તેને ચિત્રપટ આપી પોતાનું વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી પોતાના પતિના મિત્રો જાણીને તે બોલી “હે ભાઈઓ! તમે મારા દિયર છો તો મને શોકથી મુક્ત કરો.” તે સાંભળીને તેને ઘીરજ આપી તે બન્ને ત્યાંથી કાંઈક સંકેત કરીને નીકળી ગયા. પછી પોતે મંત્રવાદી છે એવી તેઓએ લોકમાં પોતાની પ્રસિદ્ધિ કરી; અને રાજા પાસે જઈને બોલ્યા કે, “હે રાજા! અમે મંત્રવાદી છીએ. અમારા લાયક કાર્ય બતાવી અમારી ખાતરી કરો.” રાજાએ તેમને કહ્યું કે, “આ કંચુકની પહેરનારી રૂપવતી સ્ત્રી જન્મ સુઘી મારે વશ થઈને રહે એવું તમે કરો.” તે સાંભળી તેમણે રાજાને એક તિલક કરી તેની પાસે મોકલ્યો. એટલે પ્રથમના સંકેત પ્રમાણે રાજાને આવતો જોઈ તેણે ઊભા થઈ આસન વગેરે આપી સન્માન કર્યું. તે જોઈ તેને પોતાને આધીન થયેલી જાણી રાજાએ વારંવાર તેના શરીરનો સંગ કરવાની યાચના કરી. ત્યારે તે બોલી કે, “હે રાજા! હું હવે તમારે આધીન છું; પરંતુ મેં અષ્ટાપદ ગિરિની યાત્રા કરવાનો નિયમ કરેલો છે, માટે તે યાત્રા કર્યા પછી હું ઇચ્છિત સુખ ભોગવીશ.” તે સાંભળીને તે કામાંઘ રાજાએ મધુર વચનથી પેલા મંત્રવાદીઓ પાસે અષ્ટાપદની યાત્રા કરાવવાની પ્રાર્થના કરી. ત્યારે તેઓએ મંત્રશક્તિથી વિમાન બનાવ્યું. તે જોઈ રાજાએ અનંગલેખાને કહ્યું કે, “હે પ્રિયા! આ વિમાનમાં બેસી તારો અભિગ્રહ પૂર્ણ કરી જલદીથી આવ, અને મારો મનોરથ પૂર્ણ કર."ત્યારે તે બોલી કે, “હે રાજા! હું તે અજાણ્યા પુરુષો સાથે જાઉં છું, માટે તમારી બે કન્યાઓને મારી સાથે મોકલો, તો તેની સાથે સુખે વાર્તાવિનોદ થઈ શકે.” તે સાંભળીને રાજાએ પોતાની બે કન્યાઓને તેની સાથે મોકલી. પછી જે વિમાનમાં તે બન્ને મિત્રો બેઠા હતા તેમાં કન્યાઓ સાથે અનંગલેખા પણ બેઠી. એટલે તરત જ વિમાન આકાશમાં ઊંચે ચડ્યું. થોડે દૂર જઈને તે મિત્રોએ રાજાને કહ્યું કે, “હે દુષ્ટ રાજા! આ ત્રણે સ્ત્રીઓની આશા હવે તારે મૂકી જ દેવી.” તે સાંભળી રાજા વિલખો થઈ ગયો, તેનો કાંઈ પણ ઉપાય રહ્યો નહીં. હવે મિત્રના દુઃખનો નાશ કરવા માટે તે બન્ને મિત્રોએ હરિવહન રાજાની પાસે જઈ તે Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [તંભ ૩ વિમાન ઉતાર્યું. તેમાં બન્ને મિત્રોને તથા પ્રિયાને જોઈને હરિવહન અત્યંત આનંદ પામ્યો. પછી રાજાએ તથા મિત્રોએ પરસ્પર પોતપોતાનું વૃત્તાંત કહી સંભળાવ્યું. બે કન્યાઓને હરિવાહને બન્ને મિત્રો સાથે પરણાવી. અન્યદા ઇન્દ્રદત્ત રાજાને પોતાના કુમારની તથા તેના મિત્રોની શોઘ મળતાં તેમને પોતાના રાજ્યમાં બોલાવ્યા અને હરિવાહનકુમારને રાજ્ય પર સ્થાપન કરી પોતે વૈરાગ્યરંગથી પ્રવ્રજ્યા ગ્રહણ કરી. કેટલેક દિવસે ઇન્દ્રદત્તમુનિને કર્મક્ષય થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે તે ભોગાવતી નગરીએ સમવસર્યા. તે વખતે હરિવહન રાજાએ પરિવાર સહિત ઉદ્યાનમાં જઈ કેવળીને વંદના કરી. કેવળીએ આ પ્રમાણે ઘર્મદેશના આપી– विषयामिषसंलुब्धा, मन्यन्ते शाश्वतं जगत् । आयुर्जलधिकल्लोललोलमालोकयन्ति न॥१॥ ભાવાર્થ-“વિષયરૂપી માંસમાં લુબ્ધ થયેલા પ્રાણીઓ આ જગતને શાશ્વત-વિનાશ ન પામે તેવું–માને છે, પરંતુ સમુદ્રના કિલ્લોલ જેવા ચપળ આયુષ્યને તેઓ જોતા કે જાણતા નથી.” ઇત્યાદિ ઘર્મદેશના સાંભળીને રાજાએ કેવળીને પૂછ્યું કે, “હે સ્વામી! મારું આયુષ્ય કેટલું બાકી છે?” કેવળીએ જવાબ આપ્યો કે, “હે રાજા! તારું આયુષ્ય માત્ર નવ પ્રહરનું જ બાકી છે.” તે સાંભળીને મરણથી ભય પામેલા તે રાજાનું અંગ કંપવા લાગ્યું. ત્યારે મુનીશ્વર બોલ્યા કે, “હે રાજા! જો તું મૃત્યુની ચિંતાથી ભય પામતા હો તો તું પ્રવ્રજ્યા અંગીકાર કર. કેમ કે अंतोमुहूत्तमित्तं विहिणा विहिया करेइ पव्वज्जा । दुक्खाणं पज्जंतं, चिरकालकयाइ किं भणिमो ॥१॥ ભાવાર્થ-“એક અન્તર્મુહર્ત માત્ર પણ જો વિધિપૂર્વક ગ્રહણ કરેલી પ્રવ્રજ્યા સારી રીતે પાળી હોય તો તે સર્વ દુઃખોનો અંત (નાશ) કરે છે, તો પછી ચિરકાળ દીક્ષાનું પાલન કર્યું હોય તો તેને માટે તો શું કહેવું?” અર્થાત્ તેનું ફળ તો સર્વ દુઃખનો નાશ કરનાર થાય જ એમાં આશ્ચર્ય નથી. આ પ્રમાણે જ્ઞાનીનું વચન સાંભળીને રાજાએ સ્ત્રી તથા મિત્રો સહિત તરત જ દીક્ષા ગ્રહણ કરી. પછી તે રાજર્ષિ ‘મેહં નત્યિ ને વો’ ‘હું એકલો જ છું, મારું કોઈ નથી.' ઇત્યાદિક શુભ ધ્યાન ધ્યાતાં મૃત્યુ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકાવતારી દેવપણે ઉત્પન્ન થયા, ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મોક્ષપદ પામશે. તેના મિત્રો તથા અનંગલેખા વગેરે પણ દેવગતિ પામીને અનુક્રમે મોક્ષસુખ પામશે. “શ્રી જિનેન્દ્રના માર્ગને વિષે “નિર્વેદ શબ્દનો અર્થ “સંસાર પર વિરાગતા' એવો કરેલો છે, તે નિર્વેદરૂપ ભાવસિંહનો આશ્રય કરનાર હરિવહન રાજા શીધ્ર સર્વાર્થસિદ્ધ વિમાનને પામ્યા. તેવી રીતે અન્ય ભવ્ય પ્રાણીઓએ નિર્વેદને વિષે દૃઢતા રાખવી.” વ્યાખ્યાન ૪૪ સમકિતનું ચોથું લક્ષણ-અનુકંપા दीनदुःस्थितदारिद्र्य-प्राप्तानां प्राणिनां सदा । दुःखनिवारणे वांछा, सानुकंपाभिधीयते ॥४॥ Page #164 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૪૪] સમકિતનું ચોથું લક્ષણ-અનુકંપા ૧૫૩ ભાવાર્થ દીન, દુઃખી અને દારિદ્રચને પામેલા પ્રાણીઓનાં દુઃખોનું નિવારણ કરવાની નિરંતર જે વાંછા (ઇચ્છા) કરવી તે અનુકંપા કહેવાય છે.’’ कार्या मोक्षफले दाने, पात्रापात्रविचारणा । दयादानं तु सर्वज्ञैर्न क्वापि प्रतिषिध्यते ॥२॥ ભાવાર્થ—જેનું ફળ મોક્ષ છે, એવા સુપાત્રદાનમાં પાત્ર અપાત્રનો વિચાર કરવો, પણ દયાદાન (અનુકંપાદાન)નો તો તીર્થંકરોએ કોઈ પણ સ્થાને નિષેધ કર્યો નથી.’’ निर्गुणेष्वपि सत्त्वेषु, दयां कुर्वन्ति साधवः ન હિ સંહરતિ ક્યોનાં, પન્દ્રચંડાલવેનિ ||શા ભાવાર્થ-સાધુજનો (સજ્જનો) નિર્ગુણ પ્રાણીઓની ઉપર પણ દયા કરે છે, કેમકે ચંદ્ર પોતાનો પ્રકાશ ચંડાળના ઘ૨૫૨થી કાંઈ લઈ લેતો નથી.’’ તે તો સર્વત્ર એક સરખો પ્રકાશ આપે છે; તેમ સજ્જનો પણ ગુણી અને નિર્ગુણી સર્વ પર દયા કરે છે. આ વિષય ઉપર એક પ્રબંધ છે તે સંબંધમાં કહ્યું છે કે अपकारेऽपि कारुण्यं सुधीः कुर्याद्विशेषतः । दन्दशूकं दशन्तं श्रीवीरः प्रबोधयद्यथा ॥ १ ॥ ભાવાર્થ-‘બુદ્ધિમાન પુરુષો અપકાર કરનાર પર પણ વિશેષે કરીને અનુકંપા (દયા) કરે છે. જુઓ શ્રી મહાવીર ભગવાને દંશ દેતા સર્પને પણ બોધ કર્યો હતો.’’ આ પ્રબંધ નીચે પ્રમાણે— ચંડકૌશિકની કથા શ્રી મહાવીર સ્વામી છદ્મસ્થપણામાં કનકખલ નામે તાપસોના આશ્રમમાં ચંડકૌશિક નામના સર્પને પ્રતિબોધ કરવા માટે ગયા હતા. તે સર્પના પૂર્વ ભવનું સ્વરૂપ આ પ્રમાણે છે. એક તપસ્વી મુનિ ક્ષુલ્લક સાધુને સાથે લઈ પારણાને માટે ગોચરી કરવા ગયા હતા. ત્યાં માર્ગમાં તપસ્વી મુનિના પગ તળે એક નાની દેડકી દબાઈને મરણ પામી. તેની આલોચના પ્રતિક્રમણ વખતે તેણે કરી નહીં, એટલે પેલા ક્ષુલ્લક સાધુએ તેને ‘દેડકી ચંપાઈ ગયાની આલોયણા કેમ લેતા નથી?’’ એમ કહી સ્મરણ કરાવ્યું. તે વખતે તે ક્ષુલ્લકપર ક્રોધ આવવાથી તે તપસ્વી સાધુ તેને મારવા દોડ્યા. રસ્તામાં સ્તંભ આડો આવવાથી તે સાથે અફળાઈને તે તપસ્વી મુનિ મૃત્યુ પામ્યા, અને જ્યોતિષીદેવમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને કનકખલ નામના તાપસના આશ્રમમાં પાંચસો તાપસોના અધિપતિ ચંડકૌશિક નામે તાપસ થયા. એકદા કેટલાક રાજપુત્રોને તે આશ્રમનાં ફળો તોડતા જોઈને ક્રોધથી તેમને મારવા માટે હાથમાં પરશુ (કુહાડી) લઈને તે ચંડકૌશિક તાપસ દોડ્યો. માર્ગમાં મોટા અન્ધકૂપમાં પડી તે જ પરશુ વડે મૃત્યુ પામી તે જ નામથી દૃષ્ટિવિષ સર્પ થયો. તે સર્પને પ્રતિબોધ કરવાની ઇચ્છાથી બીજા લોકોએ નિષેધ કર્યા છતાં પણ પ્રભુ તે જ રસ્તે જઈ તે ચંડકૌશિકના રાફડા પાસે કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહ્યા. તેમને જોઈને ક્રોધથી જ્વલિત થયેલો ચંડકૌશિક સર્પ સૂર્યની સન્મુખ જોઈ જોઈને મુખમાંથી જ્વાળા મૂકવા લાગ્યો; પરંતુ તે જ્વાળાઓથી પ્રભુને કાંઈ પણ થયું નહીં. ત્યારે તેણે પ્રભુના પગના અંગૂઠે દંશ દીધો, તેથી પ્રભુના Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [તંભ 3 પગમાંથી ગાયના દૂઘ જેવું શ્વેત શોણિત (લોહી) નીકળવા લાગ્યું. તે જોઈને તેને આશ્ચર્ય થયું. એટલામાં પ્રભુ બોલ્યા કે, “યુન્સ લુક્સ વં શs” “હે ચંડકૌશિક! બોઘ પામ, બોધ પામ.” એ વચન સાંભળીને ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી પશ્ચાત્તાપ કરતાં તે સર્વે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદના કરીને અનશન ગ્રહણ કર્યું. પછી “બીજા જંતુઓ મારા વિષની જ્વાળાથી મૃત્યુ ન પામો.” એમ વિચારીને તેણે પોતાનું મુખ રાફડાની અંદર બિલમાં રાખ્યું. લોકોને તે વાતની ખબર થતાં સર્વે લોકો તે રસ્તે નીકળવા લાગ્યા. ઘી દૂધ વગેરે વેચવા જનારી મહિયારીઓએ તે સર્પની પૂજા નિમિત્તે તેના પર ધૃતનું સિંચન કર્યું. તેથી અસંખ્ય કીડીઓ ત્યાં ઉત્પન્ન થઈ અને ચટકા ભરી ભરીને સર્પનું શરીર ચાલણીની જેમ અસંખ્ય છિદ્રવાળું કરી દીધું. તે દુઃખથી અત્યંત પીડા પામતાં છતાં પણ પ્રભુની દ્રષ્ટિરૂપ અમૃતથી સીંચાતો તે સર્પ શુભ ધ્યાનપૂર્વક પંદર દિવસનું અનશન પાળી મૃત્યુ પામીને આઠમા સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયો. ત્યાંથી ચ્યવીને તે થોડા ભવમાં જ મોક્ષસુખને પામશે. તાત્પર્ય એ છે કે પોતાને કરડનાર સર્પને પ્રભુએ માત્ર ક્ષમા જ ન આપી પણ કરુણા કરી તેનો ઉદ્ધાર કર્યો, તેમ ગમે તેવા અપકારી પર પણ સંતપુરુષોએ અનુકંપા જ રાખવી જોઈએ. આ વિષયમાં એક બીજું પણ દ્રષ્ટાંત છે, તે સંબંઘમાં કહ્યું છે કે तथा चौरोऽन्यराज्ञीभिर्लेभे वस्त्राद्यलंकृतः । न रतिं लघुराश्या तु, प्रदत्ताभयतो यथा ॥१॥ ભાવાર્થ-“કોઈ એક ચોર નાની રાણીએ અપાવેલા અભય દાનથી જેવું સુખ પામ્યો, તેવું સુખ બીજી રાણીઓએ (સેંકડો રૂપિયાના ખર્ચ વડે) વસ્ત્રાદિકથી શોભાવ્યા છતાં પણ તે પામ્યો નહોતો.” તે દ્રષ્ટાંત નીચે પ્રમાણે– ચાર રાણીઓનું દ્રષ્ટાંત વસંતપુરમાં અરિદમન નામે રાજા હતો. તે એકદા પોતાની ચારે રાણીઓ સહિત મહેલના ગવાક્ષમાં બેસી ક્રીડા કરતો હતો. તેવામાં એક ચોરને વઘસ્થાન તરફ લઈ જવાતો તેમણે જોયો. તે જોઈ રાણીઓએ પૂછ્યું કે, “એણે શો અપરાધ કર્યો છે?” તે સાંભળીને એક રાજસેવક બોલ્યો કે, “તેણે ચોરી કરી છે, તેથી તેને વધસ્થાન તરફ લઈ જાય છે.” તે સાંભળીને મોટી રાણીએ રાજાને કહ્યું કે-“હે સ્વામી! મેં તમારી પાસે પૂર્વે એક વરદાન થાપણરૂપે રાખેલું છે, તે વરદાન આજે માગું છું, કે એક દિવસ માટે આ ચોરને મુક્ત કરી મને સોંપો.” રાજાએ તે વાત કબૂલ કરીને તે ચોરને રાણીને સોંપ્યો. તે રાણીએ હજાર મહોરનો ખર્ચ કરી તે ચોરનો સ્નાન, ભોજન, અલંકાર અને વસ્ત્રો વગેરેથી સત્કાર કર્યો, અને સંગીત વગેરે શબ્દાદિક વિષયોથી તેને આખો દિવસ આનંદમાં રાખ્યો. બીજે દિવસે તે જ પ્રમાણે લક્ષ સુવર્ણનો ખર્ચ કરી બીજી રાણીએ તે ચોરનું પાલન કર્યું. ત્રીજે દિવસે ત્રીજી રાણીએ કોટી દ્રવ્યનો વ્યય કરી તે જ રીતે તેનો સત્કાર કર્યો, ચોથે દિવસે છેલ્લી નાની રાણીએ રાજા પાસે વરદાન માગી તેની અનુમતિથી અનુકંપાવડે તે ચોરને મરણના ભયથી મુક્ત કરાવ્યો એટલે અભયદાન અપાવ્યું; બીજો કાંઈ પણ સત્કાર કર્યો નહીં. મોટી ત્રણ રાણીઓએ તેની મશ્કરી કરી કે, “આ નાની રાણીએ આને કાંઈ પણ આપ્યું નહીં, તેમ તેને માટે તેણે કાંઈ ખર્ચ પણ કર્યો નહીં. ત્યારે તેણે ચોરનો શો ઉપકાર કર્યો?' Page #166 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૪૫] સમકિતનું પાંચમું લક્ષણ-આસ્તિક્યતા ૧૫૫ નાની રાણી બોલી કે–“તમારા ત્રણે કરતાં મેં વઘારે ઉપકાર કર્યો છે, તમે કાંઈ પણ ઉપકાર કર્યો નથી.” આ પ્રમાણે તે રાણીઓ વચ્ચે ઉપકારના વિષયમાં મોટો વિવાદ થયો. ત્યારે તેને ન્યાય કરવા માટે રાજાએ તે ચોરને જ બોલાવીને પૂછ્યું કે-“તારા પર આ ચારમાંથી કોણે વધારે ઉપકાર કર્યો?” તે સાંભળી ચોર બોલ્યો કે–“હે મહારાજા! મરણના ભયથી ત્રણ દિવસમાં પીડા પામેલા મેં સ્નાન ભોજનાદિક સુખનો કાંઈ પણ અનુભવ કર્યો નથી. વાઘની સામે બાંધેલા લીલા જવને ખાનારા બકરાની જેમ મેં તો ત્રણ દિવસ કેવળ દુ:ખનો જ અનુભવ કર્યો છે. અને આજે તો શુષ્ક, નીરસ અને તૃણ જેવો સામાન્ય આહાર કરવાથી પણ વણિકને ઘેર બાંધેલા ગાયના વાછરડાની જેમ જિંદગી પ્રાપ્ત થવાથી કેવળ સુખનો જ અનુભવ કરું છું અને તેથી જ આજે હું હર્ષથી નૃત્ય કરું છું.” તે સાંભળીને રાજાએ અભયદાનની પ્રશંસા કરી. આ દ્રષ્ટાન્તનું તાત્પર્ય એ છે કે, “જેમ રાજાની નાની રાણીએ ચોરને મૃત્યુના દુઃખમાંથી બચાવીને મહાન ઉપકાર કર્યો, તેવી રીતે આસ્તિક મનુષ્યોએ નિરંતર પ્રાણીઓ પર અનુકંપા કરવી, તેમ કરવાથી સમકિતનું ચોથું લક્ષણ જે અનુકંપા તે શુદ્ધ રીતે પ્રગટ થાય છે.” વ્યાખ્યાન ૪૫ સમકિતનું પાંચમું લક્ષણ-આસ્તિક્યતા प्रभुभिर्भाषितं यत्तत्तत्त्वान्तरश्रुतेऽपि हि । निःशंकं मन्यते सत्यं, तदास्तिक्यं सुलक्षणम् ॥१॥ ભાવાર્થ-બીજા તત્ત્વ (મત)નું શ્રવણ કર્યા છતાં પણ “પ્રભુએ જે કહ્યું છે તે જ સત્ય છે,' એમ જે નિઃશંકપણે માને છે તે આસ્તિક્ય નામનું ચોથું લક્ષણ જાણવું.” આ વિષય પર પધશેખર રાજાની કથા છે તે નીચે પ્રમાણે પશેખર રાજાની કથા પૃથ્વીપુર નગરનો પદ્મશખર નામે રાજા વિનયંઘર સૂરિથી પ્રતિબોઘ પામીને જૈનઘર્મ થયો હતો. અને જૈનઘર્મના આરાઘનમાં તત્પર હતો. તે રાજા સભા સમક્ષ નિરંતર ગુરુનું આ પ્રમાણે વર્ણન કરતો હતો निवर्तयत्यन्यजनं प्रमादतः, स्वयं च निष्पापपथे प्रवर्तते । गृणाति तत्त्वं हितमिच्छुरङ्गिना, शिवार्थिनां यः स गुरुर्निगद्यते ॥४॥ ભાવાર્થ-જે ગુરુ અન્ય જનોને પ્રમાદથી નિવૃત્તિ પમાડે છે, અને પોતે નિષ્પાપ માર્ગમાં પ્રવર્તે છે, તથા હિતની ઇચ્છાવાળા જે ગુરુ મોક્ષના અભિલાષી પ્રાણીઓને હિતકારી તત્ત્વનો ઉપદેશ કરે છે, તે સુગુરુ કહેવાય છે.” वंदिजमाणा न समुक्कसंति, हिलिजमाणा न समुज्जलंति । दमंति चित्तेण चरंति धीरा, मुणी समुग्धाइय रागदोसा ॥१॥ ભાવાર્થ-જેઓ વંદના કરાયા સતા ઉત્સુક (ખુશી) થતા નથી અને હાલના કરાયા સતા ખેદ પામતા નથી તથા જેઓ ચિત્તવડે ઇન્દ્રિયોનું દમન કરે છે, ઘીરતા ગુણને ઘારણ કરે છે, અને જેઓ રાગદ્વેષનો નાશ કરે છે, તેઓ જ મુનિ કહેવાય છે.” Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ 3 ગુરુ બે પ્રકારના હોય છે—તપસ્યાયુક્ત અને જ્ઞાનયુક્ત. તેમાં જે તપસ્યાયુક્ત હોય છે, તે વડના પાંદડાની જેમ કેવળ પોતાના આત્માને જ ભવસાગરથી તારે છે અને જે જ્ઞાનયુક્ત હોય છે તે વહાણની જેમ પોતાને તથા બીજા અનેક જીવોને તારે છે. ઇત્યાદિક ગુરુના ગુણોનું વર્ણન કરીને તે રાજાએ ઘણા લોકોને ઘર્મમાં સ્થાપન કર્યા. પરંતુ તે નગરમાં એક જય નામનો વણિક નાસ્તિક મતવાળો રહેતો હતો. તે એમ કહેતો કે, “ઇન્દ્રિયો પોતપોતાના વિષયમાં સ્વાભાવિક રીતે જ પ્રવૃત્ત થાય છે, તે કોઈથી રોકી શકાતી જ નથી. તપસ્યા કરવી તે તો કેવળ આત્માનું શોષણ કરવાનું છે. તેથી કાંઈ પણ ફળ મળતું નથી. સ્વર્ગ તથા મોક્ષ કોણે જોયાં છે? તે સર્વ અસત્ય છે. કહ્યું છે કે हत्थागया इमे कामा, कालिया ते अणागया । को जाणई परे लोऐ, अत्थि वा णत्थि वा पुणो ॥१॥ ભાવાર્થ-“આ કામભોગ તો હાથમાં આવેલા છે અને તપસ્યાદિથી મળવા ઘારેલા સુખ તો . અનાગત કાળમાં પ્રાપ્ત થવાના છે; પણ કોણ જાણે છે કે પરલોક છે કે નહીં?” એટલે પ્રાપ્ત થયેલાને છોડી દઈને આગળ મળશે કે નહીં તેવી શંકામાં કોણ પડે? માટે જે છે તે અહીં જ છે. સ્વર્ગ, મોક્ષ, પુષ્ય, પાપ વગેરે સર્વ માનવા યોગ્ય નથી.” આ પ્રમાણે લોકો પાસે ઉપદેશ કરીને તે જય વણિકે ઘણા લોકોને ભરમાવ્યા હતા. એ રીતે તે નગરમાં પુણ્ય અને પાપનો ઉપદેશ આપવામાં કુશળ એવા તે રાજા અને વણિક બન્ને પ્રત્યક્ષ સુગતિ અને દુગતિના માર્ગરૂપ દેખાતા હતા. એકદા રાજાએ જય વણિકનું સ્વરૂપ જાણ્યું, તેથી તેને બરાબર શિક્ષા આપવા માટે ગુપ્ત રીતે પોતાના સેવક પાસે પોતાનો લક્ષ મૂલ્યનો હાર તે વણિકને ઘરમાં તેના ઘરેણાના દાબડામાં નખાવ્યો. પછી આખા નગરમાં પડહ વગડાવી સર્વ લોકોને જણાવ્યું કે-“રાજાનો હાર કોઈ ચોરી ગયું છે, તે જો કોઈ તરત જ લાવીને રાજાને આપશે, તો તેને કાંઈ પણ શિક્ષા કરવામાં આવશે નહીં, અને જો પછી કોઈના ઘરમાંથી નીકળશે, તો તેને સખત દંડ થશે.” આ પ્રમાણે આઘોષણા કરાવી. પણ કોઈએ હાર લાવીને આપ્યો નહીં. પછી રાજાના હુકમથી રાજસેવકોએ ગામના ઘરોની જડતી લેવા માંડી. અનુક્રમે શોધ કરતાં કરતાં જય વણિકના ઘરમાંથી તે હાર નીકળ્યો. એટલે રાજપુરુષો તેને બાંધીને રાજા પાસે લાવ્યા. રાજાએ તેનો વઘ કરવાનો હુકમ કર્યો, તે વખતે તેને કોઈએ છોડાવ્યો નહીં, પરંતુ તેના સ્વજનો રાજાની ઘણી પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે રાજાએ કહ્યું કે, “જો મારે ઘેરથી તેલનું સંપૂર્ણ ભરેલું પાત્ર લઈને તે ચાલે, માર્ગમાં જરા પણ તેલનું બિંદુ પડવા ન દે, અને આખા નગરમાં ફરીને અહીં મારી પાસે આવે, તો હું તેને મરણની શિક્ષાથી મુક્ત કરું, તે વિના તેને મુક્ત કરીશ નહીં.” તે સાંભળીને જયશ્રેષ્ઠીએ મરણના ભયને લીધે તેમ કરવાનું અંગીકાર કર્યું. પછી પધશેખર રાજાએ આખા નગરમાં સર્વ લોકોને હુકમ કર્યો કે, “માર્ગમાં ઠેકાણે ઠેકાણે વીણા, વાંસળી અને મૃદંગ વગેરે વાજિંત્રો વગડાવો, અતિ મોહ ઉત્પન્ન કરનાર અને સુંદર વેષ ઘારણ કરનાર વેશ્યાઓના હાવ, ભાવ અને કટાક્ષપૂર્વક નૃત્ય ગાન વગેરે કરાવો, તથા સર્વ ઇંદ્રિયોને સુખ ઊપજે તેવા પ્રેક્ષકો (નાટકો) સ્થાને સ્થાને રચાવો.” રાજાની આજ્ઞા પ્રમાણે આખા Page #168 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૪૫] સમકિતનું પાંચમું લક્ષણ-આસ્તિક્યતા ૧૫૭ નગરમાં અનેક જાતની ધ્વજા વગેરેથી શોભા કરીને લોકોએ અનેક પ્રકારના નાટકો વગેરેથી આખું શહેર મનોહર કરી દીધું. પછી જયશ્રેષ્ઠીના હાથમાં તેલથી પરિપૂર્ણ ભરેલું પાત્ર આપ્યું. તે પાત્રમાં જ બરાબર દૃષ્ટિ રાખીને તે ચાલ્યો. જો કે તે સંગીતાદિક ઇંદ્રિયોના વિષયનો ઘણો રસિક હતો, પરંતુ મૃત્યુના ભયથી તેણે મનની એકાગ્રતા તેલના પાત્રપર જ રાખી હતી. તેના બન્ને પડખે રાજાના સુભટો ઉઘાડી તરવારે ચાલતા હતા અને ‘‘જો પાત્રમાંથી એક બિંદુ પણ પડશે તો તરત જ આ ખડ્ગથી શિરચ્છેદ થશે'' એમ ઘમકી આપતા હતા. એવી રીતે આખા શહેરમાં ફેરવીને તે સુભટો તેને રાજા પાસે લાવ્યા. તે વખતે રાજાએ કાંઈક હાસ્ય કરીને પૂછ્યું-‘હે શ્રેષ્ઠી! આજે નગરમાં આનંદ-પ્રમોદના અનેક સાધનો ઠેકાણે-ઠેકાણે રચાયેલા છે, એમાં આપે શું શું જોયું? અને સૌથી સરસ શું લાગ્યું?’’ શેઠ બોલ્યા—‘હે રાજન્! મેં તેમાંથી કશું જોયું નથી. મારી નજર તો આ તેલથી ભરેલા પાત્ર પર હતી.’’ ત્યારે રાજાએ કહ્યું,“હે શ્રેષ્ઠી! મન અને ઇંદ્રિયો અતિ ચપળ છે, તેને તેં શી રીતે રોક્યાં?’’ ત્યારે શ્રેષ્ઠી બોલ્યો કે,‘હે સ્વામી! મરણના ભયથી રોક્યાં.' રાજાએ કહ્યું, “જ્યારે એક જ ભવના મરણના ભયથી તેં પ્રમાદનો ત્યાગ કર્યો, ત્યારે અનંતા મરણથી ભય પામેલા સાધુ વગેરે ઉત્તમ જનો શી રીતે પ્રમાદ કરે? માટે હે શ્રેષ્ઠી! મારું હિત વચન સાંભળ— अनिर्जितेन्द्रियग्रामो, यतो दुःखैः प्रबाध्यते । तस्माज्जयेदिन्द्रियाणि, સર્વદુઃવવિમુખ્યે શા ,, ભાવાર્થ—જેણે ઇંદ્રિયોનો સમૂહ જીત્યો નથી, તે પુરુષ દુ:ખોથી પીડાય છે; માટે સર્વ દુઃખની મુક્તિ થવા સારુ ઇંદ્રિયોનો જય કરવો.'' न चेन्द्रियाणां विजयः, सर्वथैवाप्रवर्तनम् । रागद्वेषविमुक्त्या तु, प्रवृत्तिरपि तज्ञ्जयः ॥ १॥ ભાવાર્થ-‘ઇન્દ્રિયોની પ્રવૃત્તિનો સર્વથા રોઘ કરવો તે જ કાંઈ ઇંદ્રિયોનો જય નથી. પરંતુ રાગદ્વેષનો ત્યાગ કરીને ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કરવી તે પણ ઇન્દ્રિયજય કહેવાય છે.’’ हताहतानीन्द्रियाणि, सदा संयमयोगिनाम् । अहतानि हितार्थेषु, हतान्यहितवस्तुषु ॥३॥ ભાવાર્થ-સંયમઘારી યોગીઓની ઇન્દ્રિયો હત (રૂંધેલી) અને અહત (પ્રવર્તાવેલી) બન્ને પ્રકારની હોય છે. તેમાં હિતકારી કાર્યને વિષે અહત હોય છે અને અહિતકારી વસ્તુને વિષે હતરૂંધેલી હોય છે.’’ આ પ્રમાણે સાંભળીને જયશ્રેષ્ઠી પ્રતિબોધ પામ્યો, અને જિનેશ્વરના ધર્મનું તત્ત્વ સમજીને શ્રાવકધર્મ પામ્યો. એમ અનેક જનોને ધર્મમાં સ્થાપન કરીને પદ્મશેખર રાજા સ્વર્ગે ગયો. “ગુણવાન એવા આસ્તિક પુરુષોએ નિર્મળ અંતઃકરણથી આ પદ્મશેખર રાજાનું ચરિત્ર જાણીને જિનેશ્વરના મતને વિષે શુભ આસ્થા (શ્રદ્ધા) ધારણ કરવી.’’ | તૃતીય સ્તંભ સમાપ્ત Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સ્તંભો વ્યાખ્યાન ૪૬ સમકિતની છ યતનામાંથી પહેલી બે યતના હવે સમકિતની છ યતનામાંથી પહેલી બે યતના વિષે કહે છે :-- अन्यतीर्थिकदेवानां तथान्यैर्गृहीतार्हताम् । पूजनं वन्दनं चैव, विधेयं न कदापि हि ॥ १ ॥ " અર્થ “અન્યતીર્થીઓના દેવોનું તથા અન્યતીર્થીએ ગ્રહણ કરેલ અરિહંતની મૂર્તિઓનું પૂજન વંદન કદાપિ કરવું નહીં.’’ ભાવાર્થ-અન્યતીર્થીઓના શંકરાદિક દેવનું પૂજન વંદન વગેરે કદાપિ કરવું નહીં, તે પહેલી યતના, તથા સાંખ્ય, બૌદ્ધાદિક અન્ય દર્શનીઓએ ગ્રહણ કરેલી જિનપ્રતિમાનું પૂજન વંદન વગેરે કદાપિ ન કરવું, તે બીજી યતના. અન્યમતીઓએ ગ્રહણ કરેલી જિનપ્રતિમાનું પૂજનાદિક કરવાથી અન્યમતીઓના પ્રસંગવડે અનેક દોષની વૃદ્ધિ થાય, માટે તેનું વંદનાદિક વર્જવું.’’ આ યતના ઉપર સંગ્રામશૂર રાજાની કથા છે તે નીચે પ્રમાણે— સંગ્રામશૂર રાજાની કથા પદ્મિનીખંડ નામના નગરમાં સંગ્રામ‰ઢ નામે રાજા હતો. તેને સંગ્રામશૂર નામે પુત્ર હતો. તે હમેશાં શિકાર કરી અનેક પ્રાણીઓનો વધ કરતો હતો. તેને તેના પિતાએ ઘણી રીતે સમજાવ્યો તોપણ તેણે પોતાનો કદાગ્રહ છોડ્યો નહીં, ત્યારે તેનો તિરસ્કાર કરીને તેને નગર બહાર કાઢી મૂક્યો. એટલે તે કુમાર ગામ બહાર એક પરું વસાવીને ત્યાં રહ્યો. પછી હમેશાં પ્રાતઃકાળે કૂતરાઓ લઈને તે વનમાં જઈ પ્રાણીઓનો વધ કરી પ્રાણવૃત્તિ ક૨વા લાગ્યો. એકદા કૂતરાઓને ત્યાં રાખીને સંગ્રામશૂર કોઈ ગામ તરફ ગયો. તે વખતે તે ઉદ્યાનમાં કોઈ સૂરિ મહારાજ સમવસર્યાં હતા. અવસર જોઈને તે સૂરિએ તે કૂતરાઓને પ્રતિબોધ કરવા માટે મઘુર વચનથી કહ્યું કે खणमित्तसुखकज्जे, जीवं निहणंति जे महापावा । हरिचंदणवनखंड, दहंति ते छारकज्जम्मि ॥ १ ॥ ભાવાર્થ—જે મહા પાપી પ્રાણીઓ ક્ષણમાત્રના સુખને માટે બીજા જીવોને હણે છે, તેઓ રક્ષા (રાખ)ને માટે હરિચંદન વૃક્ષોના વનને બાળે છે, એમ જાણવું.’’ આ પ્રમાણે સાંભળીને તે કૂતરાઓએ પ્રતિબોધ પામીને જીવનપર્યંત પ્રાણીવધ નહીં કરવાનો નિયમ ગ્રહણ કર્યો. સંગ્રામશૂર પરગામથી પોતાને ઘેર આવ્યો, ત્યારે તેણે પ્રાણીઓના વધને માટે કૂતરાઓને મૂક્યા, પણ તે કૂતરાઓ તો જરા પણ આગળ ચાલ્યા નહીં, ચિત્રમાં આલેખેલા હોય તેમ સ્તબ્ધ થઈને ઊભા રહ્યા. તે જોઈને તેણે તેના રક્ષકોને આમ થવાનું કારણ પૂછ્યું. ત્યારે તેઓ બોલ્યા કે,“હે સ્વામી! અમે વિશેષ કારણ કાંઈ પણ જાણતા નથી, પરંતુ તેમની ચેષ્ટાથી એમ જણાય છે કે—અત્રે એક સાધુ આવ્યા હતા, તેના વચનથી તેઓ પ્રતિબોધ પામ્યા છે.” તે સાંભળીને સંગ્રામશૂરે વિચાર કર્યો કે,અહો! મને ધિક્કાર છે કે, હું પશુ જેવો પણ નહીં!'' એમ વિચારીને તે ગુરુ પાસે ગયો. ત્યાં તેણે નીચે પ્રમાણે ધર્મ શ્રવણ કર્યો. Page #170 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૪૬] સમકિતની છ યતનામાંથી પહેલી બે યતના ૧૫૯ देवो जिणोठारसदोसवजिओ, गुरू सुसाहु समलोट्ठकंचणो । धम्मो पुणो जीवदयाइ सुंदरो, सेवेह एवं रयणत्तयं सया ॥१॥ ભાવાર્થ-“અઢાર દોષથી રહિત જે જિનેશ્વર તે જ દેવ, પથ્થર અને કંચનમાં સમાન બુદ્ધિવાળા જે સુસાધુ તે જ ગુરુ, અને જીવદયા વગેરેથી સુંદર ઘર્મ તે જ ઘર્મ–એ પ્રમાણેના રત્નત્રયનું તું સદા સેવન કર.” આ પ્રમાણે સાંભળી સંગ્રામશૂરે શ્રાવક ઘર્મ અંગીકાર કર્યો. તે જાણી રાજાએ તેને યુવરાજ પદે સ્થાપન કર્યો. - હવે કુમારનો એક મિત્ર મહિસાગર ચિરકાળથી દ્રવ્ય ઉપાર્જન કરવા સમુદ્ર રસ્તે ગયેલો હતો, તે ઘણું ઘન ઉપાર્જન કરીને ઘરે આવ્યો, ત્યારે પ્રથમ મિત્રને મળવા માટે ગયો. તેને કુમારે કુશળ વાર્તા પૂછીને પછી દ્વીપ સમુદ્ર વગેરેમાં કાંઈ આશ્ચર્ય જોયું હોય તો તે કહેવા કહ્યું, ત્યારે મહિસાગર બોલ્યો કે, “હે મિત્ર! હું વહાણમાં બેસીને સમુદ્રમાં જતો હતો, ત્યારે મેં ભરતખંડની મર્યાદામાં એક ઊંચા કલ્પવૃક્ષની શાખા પર હીંચકો બાંધીને તે હીંચકારૂપ પત્યેકપર રહેલી એક સુંદર સ્ત્રીને જોઈ. તે સ્ત્રી સમગ્ર સ્ત્રીઓના તિલકરૂપ હતી, અને પોતાના સંગીત શબ્દથી તેણે કિન્નરી અને દેવાંગનાઓને પણ કિંકરી (દાસી) રૂપ બનાવી દીધી હતી. તેવી રૂપ અને લાવણ્યવતી સ્ત્રીને જોઈને કૌતુકથી મેં મારું વહાણ તેની તરફ હંકાર્યું, પરંતુ હું તેની પાસે પહોંચું એટલામાં તો તે મારા મનોરથની સાથે જ કલ્પવૃક્ષ સહિત સમુદ્રમાં નિમગ્ન થઈ ગઈ. તે આશ્ચર્યકારક બનાવ જોઈને હું ઘણું વિસ્મય પામ્યો. હે મિત્ર! આજ મેં તે આશ્ચર્ય તમારી પાસે નિવેદન કર્યું છે.” તે સાંભળીને કામદેવના બાણથી જેનું અંગ જર્જરિત થયું છે, એવો કુમાર મિત્રને સાથે લઈને વહાણમાં બેસી સમુદ્રના તે ભાગમાં આવ્યો. એટલે તેણે પણ દૂરથી તેને તે જ રીતે ક્રીડા કરતી જોઈ. કુમાર તેની પાસે ગયો, તેટલામાં તે સ્ત્રી પ્રથમની જેમ સમુદ્રમાં પડીને અદ્રશ્ય થઈ ગઈ. તે જોઈ સાહસિક કુમારે હાથમાં ઉઘાડું લઈને તેની પાછળ ઝંપાપાત કર્યો. એટલે તે કુમાર જળકાંત મણિથી બનાવેલા સાત માળના પ્રાસાદ ઉપર પડ્યો. પછી ઘીમે ઘીમે નીચે ઊતરીને કુમાર નીચેના માળામાં આવ્યો. ત્યાં કલ્પવૃક્ષની શાખા સાથે બાંધેલાં પત્યેકમાં અત્યંત સુંદર અને સૂક્ષ્મ વસ્ત્રથી આખું શરીર ઢાંકીને સૂતેલી તે સ્ત્રીને કુમારે જોઈ. તેણે વસ્ત્ર જરા ઊંચું કર્યું, એટલે તરત જ તે સ્ત્રીએ ઊભી થઈને કુમારને તે જ પત્યેકપર બેસાડ્યો. પછી તેણે કુમારને તેનું કુળ, નામ વગેરે પૂછ્યું, તેના યથાસ્થિત જવાબ આપીને કુમારે તેને તેનું વૃત્તાંત પૂછ્યું, ત્યારે તે પણ પોતાનું યથાસ્થિત સ્વરૂપ કહેવા લાગી. વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણીમાં વિદ્યુપ્રભ નામે રાજા છે. તેની હું મણિમંજરી નામની પુત્રી છું. એકદા મારા પિતાએ મને યૌવન વયમાં આવેલી જોઈને કોઈ નૈમિત્તિકને પૂછ્યું કે, “મારી પુત્રીને યોગ્ય પતિ ક્યારે મળશે?” ત્યારે નૈમિત્તિકે કહ્યું કે, “હે રાજા! સમુદ્રમાં જળકાંત મણિનો મહેલ કરાવીને કલ્પવૃક્ષની શાખા સાથે પત્યેક બાંધી ત્યાં તમારી પુત્રીને રાખો, ત્યાં સંગ્રામદ્ગઢ રાજાનો પુત્ર સંગ્રામશૂર આવશે, તે તેનો પતિ થશે.” આ પ્રમાણે તે નૈમિત્તિકે કહ્યાથી મારા પિતાએ તે પ્રમાણે સર્વ કરાવી મને અહીં રાખી. અહીં રહેતાં મને ઘણે દિવસે તમારું દર્શન થયું. Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ આ પ્રમાણે તે બન્ને પરસ્પર પ્રેમવાર્તા કરતા હતા. તેવામાં હાથમાં ઉઘાડી તરવાર ઘારણ કરીને તાલ તમાલ વૃક્ષના પાંદડા જેવો શ્યામ અને ભયંકર કપાળવાળો એક રાક્ષસ એકદમ પ્રગટ થઈ કુમાર પ્રત્યે બોલ્યો કે,“હે કુમાર! હું સાત દિવસથી ભૂખ્યો છું, તું મારા ભક્ષ્યને પરણવાને કેમ ઇચ્છે છે?'' એમ કહીને તે રાક્ષસે મણિમંજરીને ઝાંઝર સહિત પગેથી ગળવા માંડી. તે જોઈ કુમારે તેના પર જોરથી ખડ્ગનો પ્રહાર કર્યો. પરંતુ તે ખડ્ગ રાક્ષસને કાંઈ પણ ઇજા કર્યા વિના બે કકડા થઈ ગયું. ત્યારે કુમારે તેની સાથે બાહુયુદ્ધ કરવા માંડ્યું. તેમાં રાક્ષસે તે કુમારને ભૂમિપર પાડીને બાંઘી લીધો. પછી રાક્ષસે તેને કહ્યું કે “હે રાજપુત્ર! જો તારે તારી પ્રિયાને છોડાવવી હોય, તો મને બીજી કોઈ સ્ત્રી અથવા તારી સ્થૂળ કાયા નામની દાસી ખાવા માટે આપ. કદી તે પણ તું ન કરી શકે તો મારા ગુરુ ચરક પરિવ્રાજકને તું પ્રણામ કર અથવા મારા પ્રાસાદમાં વિષ્ણુની મૂર્તિ સાથે જિનપ્રતિમા પણ છે તેને પ્રણામ કરીને તું પૂજા કર, અથવા મારી જ પ્રતિમા કરાવી તેનું હમેશાં પૂજન કર, નહીં તો આને હું આખી ખાઈ જઈશ.’’ ૧૬૦ તે સાંભળી કુમાર બોલ્યો, “હે રાક્ષસ! મારા જીવિતનો અંત થાય, તોપણ જિનેશ્વરને અને સુસાધુને મૂકીને હું બીજાને નમસ્કાર કરીશ નહીં, તેમજ કારણ વિના સ્થાવર જીવની પણ હિંસા હું કરતો નથી તો બીજા જીવોની હિંસા કરવાની તો વાત જ શા માટે કરવી? હે દેવ! તારે પણ તે પ્રમાણે બોલવું યોગ્ય નથી.’’ તે સાંભળીને રાક્ષસ બોલ્યો કે,“હે રાજપુત્ર! ત્યારે તું આ જિનાલયને વિષે ચાલ, ત્યાં વીતરાગનું બિંબ છે, તેની તું પૂજા કર.” તે વાત કબૂલ કરી કુમાર હર્ષથી જિનાલયમાં ગયો, તો તે બિંબ બૌદ્ધ લોકોએ પૂજેલું હતું, તેથી તરત જ કુમાર ત્યાંથી પાછો વળીને બોલ્યો કે,“હે દેવ! શિરચ્છેદ થાય તોપણ હું તારું વચન કબૂલ કરીશ નહીં.'’ તેવો તેનો દૃઢ નિશ્ચય સાંભળીને રાક્ષસ મણિમંજરીને પગથી ગળવા લાગ્યો. તે વખતે તે બાળા અત્યંત કરુણ સ્વરે વિલાપ કરવા લાગી કે “હે પ્રાણપ્રિય! હે નાથ! મારું મરણથી રક્ષણ કરો, રક્ષણ કરો.’’ એ પ્રમાણે વિલાપ કરતી તે બાળાને કંઠ પર્યંત ગળીને રાક્ષસે કુમારને કહ્યું કે,‘હે મૂર્ખ શિરોમણિ! જો તું દાસીને પણ આપવા ના કહેતો હોય તો છેવટ એક બકરો જ આપ, નહીં તો આ સ્ત્રીનું ભક્ષણ કરીને પછી તારું પણ ભક્ષણ કરીશ.’’ તે સાંભળી કુમાર બોલ્યો,‘‘કલ્પાંત કાળે પણ તારા કહેવા પ્રમાણે હું કરનાર નથી, તો શા માટે વારંવાર પૂછ્યા કરે છે?’' આ પ્રમાણે તેના દૃઢ નિશ્ચયથી સંતુષ્ટ થયેલો તે રાક્ષસ તરત જ પોતાનું દિવ્ય રૂપ પ્રગટ કરીને બોલ્યો કે,“હે સાહસિક શિરોમણિ! દેવેંદ્રે કરેલી તારી પ્રશંસાને નહીં માનતો હું તારી પરીક્ષા કરવા આવ્યો હતો, તારા પ્રસાદથી મને પણ સમકિત પ્રાપ્ત થયું છે.’’ એમ કહી તે દેવ તેમના ગાંધર્વ લગ્ન કરી સ્વર્ગે ગયો. પછી કુમાર પણ મણિમંજરીને મહોત્સવપૂર્વક પરણી પોતાના નગરે આવ્યો. કુમારને રાજ્યપર બેસાડીને તેના પિતાએ દીક્ષા ગ્રહણ કરી. સંગ્રામશૂર રાજા પણ શ્રાવક ધર્મનું પ્રતિપાલન કરી પાંચમા બ્રહ્મ દેવલોકમાં દેવતા થયો. ત્યાંથી ચ્યવી એક અવતાર ધારણ કરી મોક્ષપદને પામશે. ‘‘રાજાઓને વિષે શ્રેષ્ઠ એવો સંગ્રામશૂર રાજા બે યતનાને વિષે સાવધાન ચિત્તવાળો થઈને કષ્ટમાં પણ અહિંસાદિક નિયમો પાળી પાંચમા બ્રહ્મ દેવલોકે ગયો.’ Page #172 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૪૭] સમકિતની છ યતનામાંથી બાકીની ચાર યતના વ્યાખ્યાન ૪૭ સમકિતની છ યતનામાંથી બાકીની ચાર યતના मिथ्यात्वलिप्तचित्तानां, संलापालापवर्जनम् । સવૃદ્ધા વહુવારું વા, ન યચ્છેદ્દશનાવિન્ શા ભાવાર્થ‘મિથ્યાત્વે કરીને લિક્ષ છે ચિત્ત જેનાં એવા ચરકાદિક તાપસોને ‘તમે કુશળ છો?’’ એમ સ્નેહપૂર્વક વારંવાર પૂછવું તે સંલાપ અને એક વાર પૂછવું તે આલાપ તે બન્નેનું વર્જવું તે ત્રીજી તથા ચોથી યતના જાણવી, તેમજ તે મિથ્યાત્વીઓને એક વાર અથવા વારંવાર અશનાદિક આપવું નહીં, તે પાંચમી તથા છઠ્ઠી યતના જાણવી.’’ ૧૬૧ वा ઉપાસકદશાંગ સૂત્રમાં શ્રી ભગવાને સમકિત ગ્રહણ કરનારને આ પ્રમાણે વર્તવા કહ્યું છે કે,નો મે कप्पइ अज्ज प्पभिई अन्नउत्थिअ वा अन्नउत्थियदेवयाणि अन्नउत्थियपरिग्गहियाणि अरिहंतदेवयाणि वा वंदित्तओ वा नमंसित्तओ वा पुव्वि अणालित्तेणं आलवित्त वा संलवित्त वा तेसिं वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा दाउं वा અનુયારું વા ત્યર્થ:” અર્થ-આજથી આરંભીને મારે અન્યતીર્થિકને, અન્યતીર્થિકોના હરિહરાદિક દેવોને તથા અન્યતીર્થિકોએ ગ્રહણ કરેલાં અરિહંતના બિંબોને વાંદવા ન કલ્પ, નમન કરવું ન કહ્યું, પૂર્વે નહીં બોલાવેલા એવા તે મિથ્યાત્વીઓની સાથે મારે આલાપ કે સંલાપ કરવો ન કલ્પ, તથા તેઓને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વગેરે એકવાર આપવું કે વારંવાર આપવું ન કલ્પે. આ પ્રસંગ ઉપર સદ્દાલપુત્ર શ્રાવકનું દૃષ્ટાંત છે, તે ઉપાસકદશાંગ સૂત્રમાંથી અહીં લખ્યું છે. સદ્દાલપુત્રની કથા પોલ્લાસપુર નામના નગરમાં મંખલીપુત્ર (ગોશાળા)ના મતને માનનારો સદ્દાલપુત્ર નામનો શ્રાવક રહેતો હતો. તે પાંચસો કુંભારની દુકાનોનો સ્વામી હતો. તેની પાસે ત્રણ કરોડ સોનામહોરો હતી અને દશહજાર ગાયોનો પોષક હતો. તેને અગ્નિમિત્રા નામની પત્ની હતી. એકદા તે શ્રેષ્ઠીની પાસે આવી આકાશમાં અદૃશ્ય રહીને એક દેવે કહ્યું કે,“હે શ્રેષ્ઠી! કાલે આ નગરમાં મહામાહન અરિહંત સર્વજ્ઞ પથારશે, તેની તારે કલ્યાણકારક અને મંગળકારક દેવસ્વરૂપ જ છે એમ ધારી સેવા કરવી.’’ એમ કહીને તે દેવ ગયો ત્યારે તેણે વિચાર કર્યો કે,“ખરેખર મારો ધર્મગુરુ ગોશાળો જ મહામાહન અને સર્વજ્ઞ છે, તેથી તે જ કાલે પઘારશે. હું તેની અશનાદિકવડે સેવા કરીશ.’’ ભાગ ૧-૧૧ પછી બીજે દિવસે પ્રાતઃકાળે ગોશાળાને બદલે શ્રી મહાવીર સ્વામીનું આગમન સાંભળીને તે ઘણો હર્ષિત થયો અને મહોત્સવપૂર્વક તેમને વાંદવા ગયો. દૂરથી જ અષ્ટ પ્રાતિહાર્યાદિકની શોભા જોઈને,‘અહો! આ પ્રભુની શક્તિ અચિંત્ય જણાય છે’’ એમ વિચારીને પ્રભુ પાસે જઈ તેમને વંદના કરીને બેઠો. પ્રભુએ દેશના દીધી તે સાંભળી. પછી પ્રભુએ પૂછ્યું કે,‘હે સદ્દાલપુત્ર! કાલે તને દેવતાએ જે કહ્યું હતું તે સાંભરે છે?” ત્યારે “હા” કહીને તેણે વિનંતિ કરી કે—“હે પ્રભુ! મારી કુંભારની દુકાને આપ પધારો, જેથી હું આપની સેવા કરું.’’ પ્રભુ પણ ત્યાં પધાર્યા. એકદા માટીનાં વાસણોને તડકામાં મૂકેલાં જોઈને જિનેશ્વરે તેને પૂછ્યું કે,“હે શ્રેષ્ઠી! કયા Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ ઉપાયથી આ વાસણો બનાવ્યા?” તે બોલ્યો, “હે સ્વામી! માટીનો પિંડ કરી ચક્રપર મૂકીને આ વાસણો તૈયાર કરેલાં છે.” પ્રભુએ પૂછ્યું, “હે ભદ્ર! આ વાસણો તું ઉદ્યમથી તૈયાર કરે છે કે ઉદ્યમ વિના?” આ પ્રમાણે ભગવાને પ્રશ્ન કર્યો. ત્યારે ગોશાળાના મતમાં રહેલો તે નિયતિવાદી હોવાથી “ઉદ્યોગ વડે બને છે' એવો ઉત્તર આપે તો પોતાના મતની ક્ષતિ થાય અને બીજા મતનું પ્રતિપાદન થાય તેથી તેણે “ઉદ્યમ વિના થાય છે” એવો જવાબ આપ્યો. પ્રભુએ ફરી પ્રશ્ન કર્યો કે, “હે સદાલપુત્ર! કદાચ કોઈ માણસ આ તારાં વાસણો ચોરીને લઈ જાય, અથવા ભાંગી નાંખે, અથવા તારી સ્ત્રી સાથે ભોગવિલાસ કરે, તો તેને તું શું દંડ કરે?” તેણે જવાબ આપ્યો કે “હે ભગવાન! તે માણસના પ્રાણ હું અકાળે જ નાશ પમાડું, તેને અત્યંત તર્જના કરું.” ત્યારે સ્વામી બોલ્યા કે, “આ પ્રમાણે તું ઉદ્યમની પરતંત્રતાથી જ સર્વ કાર્ય કરતાં છતાં “ઉદ્યમ વિના જ થાય છે' એમ જે બોલે છે તે મિથ્યા છે. એકાંતપણે માનેલું સર્વ અસત્ય છે અને સ્યાદ્વાદપણે જે માનવામાં આવે તે જ સત્ય છે.” ઇત્યાદિ ભગવાનની યુક્તિથી પ્રતિબોઘ પામેલા તે શ્રેષ્ઠીએ પોતાની સ્ત્રી સહિત જિનેશ્વરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ શ્રાદ્ધઘર્મ અંગીકાર કર્યો. પછી શ્રી જિનેશ્વરે અન્યત્ર વિહાર કર્યો. અન્યદા સાલપુત્રે ભગવંતન ઘર્મ સ્વીકાર્યાની વાત સાંભળી ગોશાળો તેને ઘેર આવ્યો. તેને જોઈ સદ્દાલપુત્ર મૌન ઘારીને બેસી જ રહ્યો, ઊભા થઈને આવકાર પણ આપ્યો નહીં. તે વખતે લm વડે મેખલીપુત્રે ભગવાનના ગુણનું આ પ્રમાણે વર્ણન કર્યું, કે-“હે દેવાનુપ્રિય! અહીં મહાસાહન પધાર્યા હતા?” તે સાંભળી સદાલપુત્રે પૂછ્યું-“તમે કોને મહામાહન કહો છો?” ગોશાળાએ જવાબ આપ્યો કે-“હે સદાલપુત્ર! સૂક્ષ્મ અને બાદર બન્ને પ્રકારના જીવોની હિંસાથી વિરમેલા હોવાથી શ્રી મહાવીર જ મહાસાહન છે. હે શ્રમણોપાસક! અહીં તે મહાગોપ, મહા સાર્થવાહ, મહા ઘર્મકથક અને મહા નિર્ધામક આવ્યા હતા?” તે સાંભળીને શ્રેષ્ઠીએ પૂછ્યું-“તમે આ કોનું વર્ણન કર્યું?” ગોશાળાએ જવાબ આપ્યો કે, “મેં આ સર્વ વર્ણન ત્રિશલાના પુત્ર શ્રી મહાવીરસ્વામીનું કર્યું છે.” તે સાંભળીને હર્ષિત થયેલા શ્રેષ્ઠીએ બહુમાનપૂર્વક ગોશાળાને કહ્યું કે-“તે મારા ગુરુ સાથે તમે વાદ કરી શકશો?” ગોશાળે જવાબ દીધો-“હે ભદ્ર! હું તેમની સાથે વાદ કરવા સમર્થ નથી. કેમકે તારા તે ઘર્મગુરુ તો મને એક જ વચનમાં જીતી લે તેવા છે.” તે સાંભળી સદ્દાલપુત્રે કહ્યું કે-“તમે તે સર્વજ્ઞનું યથાર્થ વર્ણન કર્યું છે તેથી હું તમને સત્કારપૂર્વક અશન, વસ્ત્ર વગેરે આપું છું, પરંતુ ઘર્મબુદ્ધિથી આપતો નથી.” આ પ્રમાણે અનેક યુક્તિયુક્ત વાક્યોથી તેને પ્રભુના ઘર્મમાં દ્રઢ જાણીને ગોશાળે વિલક્ષ થઈ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. એકદા એકનિષ્ઠાવાળો સદ્દાલપુત્ર શ્રાદ્ધઘર્મ પામ્યા પછી પંદર વર્ષે પૌષધ લઈને પૌષધશાલામાં રહ્યો હતો, તે વખતે રાત્રીએ હાથમાં તીક્ષ્ણ ખ ઘારણ કરીને કોઈ દેવ પિશાચનું રૂપ લઈ ત્યાં આવી ઉપસર્ગ કરવા લાગ્યો. તેના ઘરમાંથી એક એક પુત્રને લાવીને શસ્ત્રવડે તેને કાપી તેના રુધિરવડે પૌષઘમાં બેઠેલા તે શ્રેષ્ઠીના શરીરપર સિંચન કરવા લાગ્યો. તોપણ શ્રેષ્ઠીને તેના પર જરા પણ ક્રોઘ આવ્યો નહીં તેમ તે ભય પણ પામ્યો નહીં. તે જોઈ પિશાચે તેને કહ્યું કે,–“હે મૃત્યુની પ્રાર્થના કરનાર! હજુ પણ જો તું ઘર્મનો ત્યાગ નહીં કરીશ તો હું તારી સમક્ષ તારી Page #174 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૪૮] સમકિતનો પહેલો આગાર-રાજાભિયોગ ૧૬૩ સ્ત્રીનો પણ ઘાત કરીશ.” આ પ્રમાણે વારંવાર કહેલા તેના વાક્યો સાંભળીને શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે–“ખરેખર આ કોઈ અનાર્ય (પાપી) જણાય છે, માટે તેને હું પકડી લઉં.” એમ વિચારી મોટો પોકાર કરી તિરસ્કારપૂર્વક તેને પકડવા જાય છે તેવામાં તે દેવ અદ્રશ્ય થઈ ગયો. તે વખતે પોતાના પતિના મુખથી પોકાર સાંભળીને તેની સ્ત્રી તરત જ પૌષધશાળામાં આવી, અને પતિને પોકાર કરવાનું કારણ પૂછ્યું. એટલે તેણે યથાર્થ વૃત્તાંત કહ્યું. તે જાણીને તે બોલી કે- “હે સ્વામી! તમારા પુત્ર વગેરે સર્વ કુટુંબને કોઈએ હણ્યા નથી, તે સર્વે આપણા ઘરમાં સૂતેલા છે. માટે કોઈ દેવતાનો કરેલો આ ઉપસર્ગ છે એમ જણાય છે, પરંતુ તમે વ્રતનો ભંગ કર્યો તે યોગ્ય ન કર્યું માટે તે પાપની આલોયણા કરો.” તે સાંભળીને શ્રેષ્ઠીએ લાગેલા દોષની આલોયણા પ્રતિક્રમણા કરી. અનુક્રમે શ્રાવકની અગિયાર પ્રતિમા વહન કરી તે સૌઘર્મ દેવલોકમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે. (આ કથા ઉપાસક દશાંગમાંથી લખી છે.) શ્રી જિનેન્દ્રના વાક્યથી જેનું ચિત્ત બોઘ પામ્યું છે, જેણે ગોશાળાના પક્ષનો ત્યાગ કર્યો છે અને જે સમ્યકત્વની યાતનાઓ ઘારણ કરવામાં પ્રવીણ છે, તેવો સદાલપુત્ર શ્રાવક સ્વર્ગે ગયો.” વ્યાખ્યાન ૪૮ સમકિતનો પહેલો આગાર-રાજાભિયોગ હવે સમકિતના છ આગાર વિષે કહે છે – आगाराः षड्विधाः प्रोक्ता, अपवादे जिनादिभिः । राजगुरुवृत्तिकान्तार - गणदेवबलैर्युताः॥१॥ ભાવાર્થ-“શ્રી જિનેશ્વરોએ અપવાદ માર્ગ છ પ્રકારના આગાર કહેલા છે. રાજાની આજ્ઞાથી, ગુરુજનની આજ્ઞાથી, આજીવિકાને માટે, સમુદાયના કહેવાથી, દેવના બળાત્કારથી અને કોઈ બળવાનના બળાત્કારથી એ પ્રમાણે છ આગાર છે.” સમકિતને વિષે આ આગારો અપવાદ માર્ગે જ આપેલા છે, પણ ઉત્સર્ગ માર્ગે આપેલા નથી. કહ્યું છે કે उस्सग्गसुअं किंचि, किंचि अ अववायं भवे सुत्तं । तदुभयसुत्तं किंचि, सुत्तस्स भंगा मुणेयव्वा ॥१॥ ભાવાર્થ-“કોઈક સૂત્ર ઉત્સર્ગનું હોય છે, કોઈક સૂત્ર અપવાદનું હોય છે, અને કોઈક સૂત્ર ઉત્સર્ગ તથા અપવાદ એ બન્નેને લાગુ પડે છે. એ પ્રમાણે સૂત્રના ત્રણ ભંગ સમજવા. માટે ગુણનો વિભાગ જોઈને બન્ને પક્ષની સેવા કરવી. (બન્ને પક્ષો ગ્રહણ કરવા.) કહ્યું છે કે तम्हा सव्वाणुन्ना, सव्वनिसेहो य पवयणे नत्थि । आयं वयं तुलिजा, लाहाकंखिव्व वाणियओ ॥१॥ ભાવાર્થ-“તેથી કરીને જિન પ્રવચનને વિષે કોઈ પણ કાર્યની સર્વથા આજ્ઞા કે સર્વથા નિષેઘ કહેલ નથી. પરંતુ લાભની આકાંક્ષા (ઇચ્છા) રાખનારા વણિકની જેમ આય ને વ્યયની Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ (લાભ ને હાનિની) તુલના (સરખામણી) કરીને વિશેષ લાભવાળા કાર્યનો સ્વીકાર કરવો.’’ અર્થાત્ જેમાં વ્યય કરતાં લાભ વધારે મળે તેમ હોય તે કાર્ય કરવું. ઉત્સર્ગ માર્ગમાં સર્વથા તો યથાખ્યાત ચારિત્રવાળાનો જે નિરતિચાર (અતિચાર રહિત) માર્ગ છે તે જ છે. પરંતુ હાલના સમયમાં તેવા પ્રકારના સંઘયણાદિકના અભાવને લીધે તેવા પ્રકારનો ઉત્સર્ગ માર્ગ પાળી શકાય નહીં, તેથી અપવાદ માર્ગનું પણ સેવન કરીને પછી આલોયણાદિવડે આત્માની શુદ્ધિ કરવી. પ્રથમ રાજાભિયોગ નામનો આગાર કહે છે– दाक्षिण्येन क्षितीशस्य, बलाद्वा वाक्यतोऽथवा । कुदृष्टीनां नमस्कारो, राजाभियोग उच्यते ॥१॥ ભાવાર્થ-રાજાની દાક્ષિણ્યતા વડે, તેના બળાત્કારથી અથવા તેના વચનથી કુદૃષ્ટિઓ (મિથ્યાત્વીઓ) ને નમસ્કાર કરવો પડે તે રાજાભિયોગ કહેવાય છે.’’ આ પ્રસંગ ઉપર કાર્તિક શ્રેષ્ઠીનું દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે– કાર્તિક શ્રેષ્ઠીનું દૃષ્ટાંત પૃથ્વીભૂષણ નગરમાં શ્રી મુનિસુવ્રત સ્વામીથી ધર્મનો પ્રતિબોધ પામેલો કાર્તિક નામે શ્રેષ્ઠી રહેતો હતો. એકદા તે નગરમાં ગૈરિક નામનો તાપસ આવ્યો. તે કાયમ માસોપવાસ કરીને પારણું કરતો હતો. એક કાર્તિક શેઠ વિના બીજા સર્વ લોકો ભક્ત તેના થઈ ગયા, એટલે તે તાપસ કાર્તિક શેઠ ઉપર ગુસ્સે થયો. એકદા રાજાએ તે ઐરિકને પોતાને ત્યાં પારણું કરવા માટે નિમંત્રણ કર્યું. ત્યારે તેણે કહ્યું કે,“હે રાજા! જો કાર્તિક શ્રેષ્ઠી મને પીરસે તો હું તારે ઘેર પારણું કરવા આવું.’’ રાજાએ તે વાત કબૂલ કરી. પછી શ્રેષ્ઠીને બોલાવીને રાજાએ કહ્યું કે,‘મારે ઘેર તું ગૈરિકને પીરસીને જમાડ.'' શ્રેષ્ઠીએ કહ્યું કે,“હે રાજા! આપની આજ્ઞાથી હું જમાડીશ.'' રાયમિયોનેાં આગાર હોવાથી રાજાના આગ્રહવડે નિષિદ્ધ કાર્ય કરવામાં વ્રતનો ભંગ થતો નથી, એમ માનીને શ્રેષ્ઠીએ હા પાડી. પછી વૈરિકને ભોજન કરાવવા તે રાજાને ત્યાં ગયો. તેને પીરસવા માટે નમતા જોઈને તાપસે પોતાના નાક પર આંગળી ઘસીને ઇસારો કર્યો કે,‘‘તારું નાક કપાયું.’’ તે જોઈ શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે,‘“જો પ્રથમથી જ દીક્ષા ગ્રહણ કરી હોત તો આ તાપસ મારો પરાભવ કરી શકત નહીં.’’ એમ વિચારીને તેણે એક હજાર ને આઠ વણિકપુત્ર સહિત દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે દ્વાદશાંગીનો અભ્યાસ કરી બાર વર્ષ સંયમ પાળી સૌધર્મેન્દ્ર થયા. નૈરિક તાપસ મરણ પામી પોતાના અજ્ઞાન ધર્મને પ્રભાવે તે જ સૌધર્મેન્દ્રનો ઐરાવણ હાથી થયો. તેણે વિભંગજ્ઞાન વડે કાર્તિક શેઠને ઓળખીને નાસવા માંડ્યું. એટલે તેને પકડીને ઇન્દ્ર તેના પર ચડ્યા. ઇન્દ્રને ભય પમાડવા માટે તે ઐરાવણે પોતાનાં બે રૂપ કર્યાં ત્યારે ઇંદ્રે પણ બે રૂપ કર્યાં. હાથીએ ચાર રૂપ કર્યા ત્યારે ઇંદ્રે પણ ચાર રૂપ કર્યાં. છેવટે ઇંદ્રે અવધિજ્ઞાનથી જોયું તો તે હાથીને નૈરિક તાપસનો જીવ જાણ્યો. તેથી ઇંદ્રે તેની તર્જના કરી, એટલે તેણે પોતાનું સ્વાભાવિક રૂપ ૧ દેવલોકમાં તિર્યંચ હોતા નથી પણ તેવી ફરજવાળા આભિયોગિક દેવને ઇંદ્રની આજ્ઞા થતાં ઐરાવણ હાથીનું રૂપ વિક્ર્વીને ફરજ બજાવવી પડે છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૪૮] સમકિતનો પહેલો આગાર-રાજાભિયોગ ૧૬૫ પ્રગટ કર્યું. ત્યાંથી ચ્યવીને તે ઇંદ્ર મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ સિદ્ધિપદને પામશે. આ કથા ભગવતી સૂત્રમાં વિસ્તારથી આપેલી છે. ઇતિ કાર્તિક શ્રેષ્ઠી કથા. આ કથામાં રાજાજ્ઞા હોવાથી નિયમવિરુદ્ધ વર્તન કર્યું, છતાં રાજાભિયોગનો આગાર હોવાથી વ્રતભંગ ગણાય નહીં. હવે કેટલાક દૃઢઘર્મી આત્માઓ એટલા પ્રબળ અને આંતરિક શક્તિવાળા હોય છે કે રાજાની આજ્ઞા છતાં પણ પોતાના વ્રતનો ભંગ કરતા નથી, પણ પોતાના નિયમને સાચવે છે. તે પર કોશા ગણિકાની કથા છે તે નીચે પ્રમાણે કોશા ગણિકાની કથા પાટલીપુત્રમાં અનુપમ રૂપ, લાવણ્ય અને કલાકુશળતાદિક ગુણરત્નોના કોશ (ભંડાર) સમાન કોશા નામની વેશ્યા રહેતી હતી. તેને પ્રતિબોઘ કરવા માટે ગુરુની આજ્ઞા લઈને સ્થૂળભદ્ર મુનિ તેને ઘેર આવી ચાતુર્માસ રહ્યા હતા. વેશ્યાએ તેમને વશ કરવા માટે અનેક પ્રકારના હાવભાવ, વિભ્રમ, વિલાસ વગેરે કર્યા, પણ તેથી તેમનું ચિત્ત કિંચિત્ પણ ચલિત થયું નહીં. છેવટ મુનિએ તેને પ્રતિબોઘ પમાડ્યો; તેથી તેણે બાર વ્રત લેતાં ચોથા વ્રતમાં રાજાની આજ્ઞાથી આવેલ પુરુષ વિના બીજા પુરુષનો સંગ નહીં કરવાનો નિયમ લીધો. એકદા કોશાએ લીધેલ વ્રતનો ભંગ કરવા માટે નંદરાજાએ રૂપમાં કામદેવ સમાન અને અતિ કામાતુર એવા એક રથકાર (સુથાર)ને તેની પાસે મોકલ્યો. તે રથકારે કોશાના મનનું રંજન કરવા માટે ત્યાં જ ઊભા રહીને ઘનુર્વિદ્યાની નિપુણતાથી એક પછી એક બાણ મૂકી લાંબી લાકડીની જેમ બનેલા બાણના અગ્રભાગથી આંબાની ટોચની લંબ તોડીને તે લુંબ પોતાના હાથમાં લઈ કોશાને આપી. તેમજ પોતાની વાણીની સર્વ પ્રકારની ચતુરાઈ અને સર્વ પ્રકારનું બળ બતાવ્યું. તે સર્વ જોઈને વિષયમાં વિરક્ત થયેલી કોશા બોલી કે वरं ज्वलदयःस्तंभपरिरंभो विधीयते । न पुनर्नरकद्वाररामाजघनसेवनम् ॥१॥ ભાવાર્થ-“તપાવેલા લોઢાના સ્તંભનું આલિંગન કરવું સારું, પણ નરકના દ્વાર સમાન સ્ત્રીના જઘનનું સેવન કરવું સારું નહીં.” ઇત્યાદિક વૈરાગ્યના વચનો કહીને પછી તેના ગર્વનો નાશ કરવા માટે સરસવનો ઢગલો કરી, તેની ઉપર એક સોય મૂકી, તે સોયના અગ્રભાગ પર એક પુખ્ત મૂકી, તે પુષ્પ પર નૃત્ય કરતી બોલી કે– न दुक्करं अंबयतुंबतोडनं, न दुक्करं सरिसवनच्चियाणं । ___ तं दुक्करं तं च महाणुभावं, जं सो मुणी पमयवणम्मी वुच्छो ॥१॥ ભાવાર્થ-“આંબાની લેબ તોડવી દુષ્કર નથી, તેમજ સરસવના ઢગલાપર નાચ કરવો તે પણ દુષ્કર નથી, પરંતુ મહાનુભાવ શ્રી સ્થૂલભદ્ર મુનિ પ્રમાદના અથવા પ્રમદાના વનમાં પ્રમાદી ન થયા, તે જ એક દુષ્કર છે. गिरौ गुहायां विजने वनान्तरे, वासं श्रयन्तो वशिनः सहस्रशः । हर्येऽतिरम्ये युवतीजनान्तिके, वशी स एकः शकटालनंदनः॥२॥ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ ભાવાર્થ–પર્વતની ગુફામાં અને નિર્જન વનમાં નિવાસ કરનારા હજારો મનુષ્યો જિતેન્દ્રિય હોઈ શકે છે, પરંતુ અતિ મનોહર હવેલીમાં સુંદર યુવતીજનની સાથે વસીને તો માત્ર એક શકપાલમંત્રીના પુત્ર શ્રી સ્થૂલભદ્ર જ જિતેન્દ્રિય રહ્યા છે.” ઇત્યાદિક શ્રી સ્થૂલભદ્ર મુનિની પ્રશંસા કરીને તેણે તે રથકારને પ્રતિબોઘ પમાડ્યો; તેથી તે રથકારે વિષયથી પરાક્ષુખ થઈને દીક્ષા ગ્રહણ કરી અને અનુક્રમે સ્વર્ગસુખ પ્રાપ્ત કર્યું. કોશા પણ ચિરકાળ જૈનધર્મની પ્રભાવના કરીને સ્વર્ગસુખ પામી. “કોશા વેશ્યાની જેમ સ્વધર્મમાં રાગી એવા જે મનુષ્યો રાજાની આજ્ઞા છતાં પણ સ્વઘર્મનો ત્યાગ કરતા નથી તથા જેઓ અન્ય જનોને પોતાની બુદ્ધિથી પ્રતિબોઘ પમાડે છે તેઓ ખરેખરા મુક્તિમાર્ગના મુસાફર જાણવા.” વ્યાખ્યાન ૪૯ સમકિતનો બીજો આગાર-ગણાભિયોગ समुदायो जनानां हि, स एवोक्तो जिनैर्गणः । क्रियते तस्य वाक्येन, निषिद्धमपि सेवनम् ॥१॥ गणाभियोग आगारो, द्वितीयोऽयं निगद्यते । केचिदुत्सर्गपक्षस्था, नैवं मुञ्चत्यभिग्रहम् ॥२॥ ભાવાર્થ-“મનુષ્યના સમુદાયને જિનેશ્વરોએ ગણ કહેલો છે. તે ગણના વાક્યથી નિષિદ્ધ કાર્યનું પણ સેવન કરવું પડે તે બીજો ગણાભિયોગ નામનો આગાર કહેવાય છે. ઉત્સર્ગ પક્ષમાં દ્રઢ એવા કેટલાક ગણાભિયોગે પણ પોતાના અભિગ્રહને (નિયમન) છોડતા નથી.” આ પ્રસંગ ઉપર સુઘર્મ રાજાની કથા છે તે નીચે પ્રમાણે સુધર્મ રાજાની કથા પંચાલ દેશમાં સુઘર્મ નામે રાજા હતો. તે જૈનઘર્મમાં દૃઢ હતો. એકદા રાજા પાસે આવીને દૂતે કહ્યું કે-“હે દેવ! મહાબલ નામનો ચોર લોકોને બહુ પીડા કરે છે.” રાજાએ જવાબ આપ્યો કે-“હું જાતે ત્યાં જઈને તેનો નિગ્રહ કરીશ. કેમકે तावद् गर्जन्ति मातंगा, वने मदभरालसाः । शिरोविलग्नलाङ्गलो, यावन्नायाति केसरी ॥१॥ ભાવાર્થ-જ્યાં સુધી પૂંછડાને મસ્તક પર રાખીને કેસરીસિંહ આવ્યો ન હોય (દ્રષ્ટિએ પડ્યો ન હોય) ત્યાં સુધી જ વનને વિષે મદના સમૂહથી આળસુ થયેલા હાથીઓ ગર્જના કરે છે.” એમ કહીને સૈન્યના ભારથી પૃથ્વીતળને પણ નમાવતો સુઘર્મ રાજા તે ચોરનો નિગ્રહ કરવા ગયો. ત્યાં ક્રીડામાત્રથી જ તે ચોરનો પરાભવ કરીને રાજા પોતાના નગર તરફ પાછો ફર્યો. નગરમાં પ્રવેશ કરતી વેળાએ નગરનો મુખ્ય દરવાજો એકાએક તૂટી પડ્યો. તે જોઈને અપશુકન થયા જાણી રાજા પાછો વળી ગામની બહાર જ રહ્યો. મંત્રીઓએ જલદીથી નવો દરવાજો કરાવ્યો. તે પણ પ્રવેશ વખતે પડી ગયો. એટલે ત્રીજો દરવાજો કરાવ્યો. તે પણ તે જ રીતે પડી ગયો. તે Page #178 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૪૯] સમકિતનો બીજો આગાર-ગણાભિયોગ ૧૬૭ જોઈ રાજાએ મંત્રીને પૂછ્યું કે, “આ દરવાજો વારંવાર કેમ પડી જાય છે?” મંત્રીએ કહ્યું, “હે દેવ! જો આપ પોતાના હાથથી એક પુરુષને હણીને તેનું બલિદાન આપો તો આ દરવાજાની અધ્યક્ષ યક્ષદેવ પ્રસન્ન થાય; બીજી રીતે પૂજા, નૈવેદ્ય કે બલિદાનથી તે સંતુષ્ટ થાય તેમ નથી.” આ પ્રમાણે ચાર્વાક મતવાળા મંત્રીનું વચન સાંભળીને રાજા બોલ્યો-“જે નગરમાં જવા માટે જીવવઘ કરવો પડે તે નગરમાં જવાનું મારે શું પ્રયોજન છે? કેમકે જે અલંકાર પહેરવાથી કાન તૂટી જાય, તે અલંકાર શા માટે પહેરવા? રાજનીતિમાં પણ આ પ્રમાણે કહ્યું છે न कर्तव्या स्वयं हिंसा, प्रवृत्तां च निवारयेत् । जीवितं बलमारोग्यं, शश्वद्वाञ्छन्महीपतिः॥१॥ ભાવાર્થ-જીવિતને, બળ અને આરોગ્યતાને નિરંતર ઇચ્છતા રાજાએ પોતે હિંસા કરવી નહીં અને થતી હિંસાનું પણ નિવારણ કરવું.” રાજાનો આવો નિશ્ચય જાણીને મંત્રીએ સમગ્ર પરિજનોને બોલાવીને કહ્યું કે, “હે લોકો! સાંભળો. જો રાજા એક મનુષ્યનો વઘ કરી બલિદાન આપે, તો આ દરવાજો સ્થિર થાય તેમ છે. તે વાત મેં રાજાને જાહેર કરી, ત્યારે તેણે મને જવાબ આપ્યો કે, હું જીવહિંસા કરીશ નહીં, કરાવીશ નહીં, અને તેમ કરવા અનુમોદન પણ આપીશ નહીં.' તો હવે તમારા સૌના વિચારમાં જેમ આવે તેમ કરો.” તે સાંભળીને મહાજને રાજા પાસે આવી કહ્યું કે, “હે સ્વામિન્! અમે બધું કરીશું, પણ આપે મૌન રહેવું.” રાજાએ કહ્યું, “જો પ્રજા કોઈ પણ પાપ કરે, તો તેનો છઠ્ઠો ભાગ રાજાને આવે છે. કહ્યું છે કે यथैव पुण्यादिसुकर्मभाजां, षष्ठांशभागी नृपतिः सुवृत्तः । तथैव पापादिकुकर्मभाजां, षष्ठांशभागी नृपतिः कुवृत्तः॥४॥ ભાવાર્થ-જેમ પુણ્યાદિક સુકર્મ કરનારા મનુષ્યના પુણ્યનો છઠ્ઠો ભાગ રાજાને મળે છે, તેમજ પાપાદિક કુકર્મ કરનાર મનુષ્યોના પાપનો પણ છઠ્ઠો ભાગ રાજાને મળે છે.” ફરીથી મહાજને કહ્યું કે, “હે સ્વામી! તે પાપનો ભાગ સઘળો અમારે માથે, તેમાં આપનો ભાગ નહીં.” ઇત્યાદિ કહીને મહા પ્રયત્ન રાજાની પાસે મૌન રહેવા હા પડાવી. પછી મહાજને પોતપોતાના ઘરમાંથી દ્રવ્ય કાઢીને એકઠું કરી તેનો એક સુવર્ણમય પુરુષ બનાવ્યો. તે સુવર્ણના પુરુષને એક ગાડામાં નાંખી ગામમાં ફેરવી આઘોષણા કરાવી કે, “જો કોઈ માતા પોતાના પુત્રને પોતાના હાથે વિષ ખવરાવે અને તેનો પિતા પોતાને હાથે તેનું ગળું મરડી નાંખે, તો તેને આ સુવર્ણમય પુરુષ તથા એક કરોડ સોનામહોર મળશે.” હવે તે નગરમાં એક મહા દરિદ્રી વરદત્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને રુદ્રદત્તા નામની સ્ત્રી હતી. તે બન્ને અતિ નિર્દય હતા. તેમને સાત પુત્રો હતા. ઉપર જણાવેલી આઘોષણા સાંભળીને વરદત્તે પોતાની સ્ત્રીને કહ્યું કે, “હે પ્રિયા! નાના પુત્રને આપીને બધું દ્રવ્ય આપણે ગ્રહણ કરીએ, કેમકે ઘનનું માહામ્ય લોકોત્તર છે. કહ્યું છે કે पूज्यते यदपूज्योऽपि, यदगम्योऽपि गम्यते । वंद्यते यदवंद्योऽपि, तत्प्रभावो धनस्य च ॥१॥ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ ભાવાર્થ-“અપૂજ્ય છતાં પણ પૂજાય છે, અગમ્ય છતાં પણ ગમન કરાય છે અને અવંદ્ય છતાં પણ વંદન કરાય છે, તે સર્વે ઘનનો જ પ્રભાવ છે.” તે સાંભળીને નિર્દયપણાને લીધે તેણે પણ પતિનું વાક્ય અંગીકાર કર્યું. પછી તે બ્રાહ્મણે પડહ છબીને કહ્યું કે, “મને આ દ્રવ્ય આપીને આ પુત્રને લઈ જાઓ.” ત્યારે લોકોએ કહ્યું કે, “જ્યારે તારી સ્ત્રી વિષ આપશે અને તું તેનું ગળું મરડી નાંખશે ત્યારે તને આ ઘન મળશે; તે વિના મળશે નહીં.” તે વાત પેલા બ્રાહ્મણે અંગીકાર કરી. તે વખતે પોતાના મા-બાપનું વાક્ય સાંભળીને તે નાના પુત્ર ઇન્દ્રદત્તે વિચાર કર્યો કે, “અહો! સંસાર કેવો સ્વાર્થી છે કે દ્રવ્યને માટે પોતાના પુત્રને પણ મારી નાંખવા તૈયાર થાય છે!” પછી તે પુત્રને તેણે મહાજનને સોંપ્યો. મહાજન તેને પુષ્પાદિકથી શણગારી રાજા પાસે લઈ ગયા. રાજાએ હસતે મુખે આવતા તે બાળકને જોઈને પૂછ્યું કે, “હે બાળક! તું કેમ હસે છે? શું તું મરણથી પણ બીતો નથી?” તે સાંભળી બાળક બોલ્યો કે, “હે રાજા! સાંભળો, तावद्भयाद्विभेतव्यं, यावद्भयमनागतम् । आगतं तु भयं दृष्ट्वा, सोढव्यं तमशंकितैः॥१॥ ભાવાર્થ-જ્યાં સુધી ભય પ્રાપ્ત થયો ન હોય, ત્યાં સુધી જ ભયથી બીવું, પરંતુ ભયને આવેલો જોઈને તો તેને નિઃશંકપણે સહન જ કરવું. પછી ભય રાખવો નિષ્ફળ છે. વળી હે રાજન! લતાના અંકુરથી હંસોની જેમ જ્યારે શરણ કરવા લાયકથી જ ભય પ્રાપ્ત થાય, ત્યારે પછી ક્યાં જવું?” તે સાંભળી રાજાએ હંસનું વૃત્તાંત પૂછ્યું, ત્યારે તે બાળકે હંસની કથા આ પ્રમાણે કહી કોઈ એક અરણ્યમાં માનસરોવરની પાળ પર એક સીધું અને ઊંચું વૃક્ષ હતું. તે વૃક્ષ પર ઘણા હંસો રહેતા હતા. એકદા તે વૃક્ષના મૂળમાં એક લતાનો અંકુર જોઈ વૃદ્ધ હંસે બીજા હંસોને કહ્યું કે, “હે પુત્ર પૌત્રો! આ લતાના અંકુરને તમે સર્વે ચાંચવડે કાપી નાંખો, જેથી સર્વેનું મરણ ન થાય.” તે સાંભળીને જુવાનીઆ હંસો હસીને બોલ્યા કે, “અહો! આ વૃદ્ધ મરણથી કેવા બીએ છે? સર્વ કાળ જીવવાની ઇચ્છા કરે છે. આ અંકુરથી આપણને શો ભય થવાનો છે?” તે જાણી વૃદ્ધ હંસે વિચાર્યું કે, “અહો! આ જુવાનીઆ મૂર્ખ જણાય છે. પોતાના હિતને કે અહિતને પણ જાણતા નથી. કહ્યું છે કે प्रायः संप्रति कोपाय, सन्मार्गस्योपदर्शनम् । निलूननासिकस्येव, विशुद्धादर्शदर्शनात् ॥१॥ ભાવાર્થ-હાલના વખતમાં સત્યમાર્ગનો ઉપદેશ કરવો, તે ઘણું કરીને કોપને માટે જ થાય છે. જેની નાસિકા કપાઈ ગઈ હોય, તેવા મનુષ્યને જો નિર્મળ અરીસો દેખાડીએ તો તે કોપને માટે જ થાય છે. વળી– उपदेशो न दातव्यो, यादृशे तादृशे नरे । पश्य वानरमूर्खण, सुगृही निर्गृही कृता ॥१॥ Page #180 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૪૯] સમકિતનો બીજો આગાર-ગણાભિયોગ ૧૬૯ ભાવાર્થ-જેવા તેવા (મૂર્ખ માણસને ઉપદેશ આપવો નહીં. કેમકે જુઓ! તેવો વિચાર કર્યા વિના ઉપદેશ આપવાથી મૂર્ખ વાનરે સુઘરીને ઘર વિનાની કરી નાંખી. તે દ્રષ્ટાંત આ પ્રમાણે છે. એક વૃક્ષ પર એક સુઘરી સુંદર માળો બનાવીને તેમાં સુખે રહેતી હતી. એકદા વર્ષાઋતુમાં ઘણી જ વૃષ્ટિ થતી હતી તેવામાં આમ તેમ ભમતો, શીતળ વાયુથી કંપતો અને દાંતને કકડાવતો એક વાનર ત્યાં આવી પહોંચ્યો. તેને તેવો દુઃખી થતો જોઈ સુઘરીએ કહ્યું કે, “હે વાનર! આવી વર્ષાઋતુમાં આમ-તેમ કેમ ભમે છે? અમારી જેમ ઘર કરીને કેમ રહેતો નથી?” તે સાંભળીને વાનર બોલ્યો, सूचीमुखि दुराचारि, रे रे पंडितमानिनी । असमर्थो गृहारंभे, समर्थो गृहभंजने ॥१॥ ભાવાર્થ-સોયના સરખી તીક્ષ્ણ મુખવાળી, દુરાચારી અને પંડિતમાની (પોતાને પંડિત માનનારી) એવી હે સુઘરી! હું ઘર બનાવવાને તો અસમર્થ છું પણ ઘર ભાંગવાને તો સમર્થ છું. એમ કહી એક ફલાંગ મારીને વાનરે તેનો માળો વીંખી નાંખી એકે એક તૃણને જુદી જુદી દિશાઓમાં ફેંકી દીઘાં. પછી તે સુઘરી બીજે સ્થાને જઈને સુખેથી રહી.” આ પ્રમાણે વિચારી તે વૃદ્ધ હંસ મૌન ઘારીને રહ્યો. કેટલેક કાળે તે લતા વધીને ઝાડની આસપાસ વીંટાઈ ચોતરફ ફેલાઈ ગઈ, અને અનુક્રમે વૃક્ષની ટોચ સુધી પહોંચી ગઈ. એક દિવસ કોઈ પારધીએ આવી તે લતાને પકડી વૃક્ષ પર ચડી બધે પાશ (જાળ) પાથરી દીધી. રાત્રી થતાં સર્વે હંસો સૂવા માટે તે વૃક્ષ પર આવ્યા, એટલે તે સર્વે પાશમાં સપડાઈ ગયા. તેથી તેઓ પોકાર કરવા લાગ્યા. ત્યારે વૃદ્ધ હંસે કહ્યું કે, “પહેલાં મારું વચન તમે માન્યું નહીં તેથી આ મૃત્યુ પ્રાપ્ત થયું.” તેઓ બોલ્યા, “હે પિતા! લતાનો અંકુર શરણને માટે રાખ્યો હતો, કે જેથી વધીને ઘટાટોપ થતાં આપણને છાંયડો મળશે, પણ તે જ અંકુર મરણને માટે થઈ પડ્યો. હવે તમે આમાંથી જીવવાનો ઉપાય બતાવો. કહ્યું છે કે चित्तायत्तं धातुबद्धं शरीरं, नष्टे चित्ते धातवो यान्ति नाशम् । तस्माच्चित्तं यत्नतो रक्षणीयं, स्वस्थे चित्ते बुद्धयः संभवन्ति ॥१॥ ભાવાર્થ-આ સપ્તધાતુથી બંઘાયેલું શરીર ચિત્તને આધીન છે, ચિત્ત નાશ પામવાથી ઘાતુઓ નાશ પામે છે; તેથી કરીને ચિત્તનું યત્નથી રક્ષણ કરવું, કેમકે ચિત્ત સ્વસ્થ હોવાથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે.' વૃદ્ધ હંસે કહ્યું કે, “હે પુત્રો! તમે બધા પ્રાતઃકાળે મરેલાની જેવા તદ્દન સ્તબ્ધ થઈ જજો, કિંચિત્ પણ હાલશો ચાલશો નહીં, એટલે તમને મરેલા ઘારી એમ ને એમ પારઘી નીચે નાંખી દેશે. નહીં તો તમારાં ગળાં મરડીને મારી નાંખી પછી નીચે નાંખશે.” સર્વે હંસોએ વૃદ્ધના કહ્યા પ્રમાણે કબૂલ કર્યું. પ્રાત:કાળે પારથી આવીને જુએ છે તો સર્વેને મરેલાં જાણ્યા એટલે વિશ્વાસથી સર્વેને જાળમાંથી કાઢીને નીચે નાંખ્યા. બઘા હંસો નીચે નખાઈ રહ્યા ત્યારે પેલા વૃદ્ધ હંસે ઈશારો કર્યો એટલે સર્વે ઊઠી ઊઠીને પલાયન કરી ગયા અને ચિરકાળ જીવતા રહ્યા. તે વખતે વૃદ્ધ હંસે કહ્યું કે Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ दीग्घकालं वयं तत्थ, पायवे निरुवद्दवे । मूलाओ उट्ठिया वल्ली, जायं सरणतो भयम् ॥१॥ અમે દીર્ઘકાળ સુધી તે ઉપદ્રવ રહિત એવા વૃક્ષ ઉપર રહ્યા, પણ પછી તે વૃક્ષના મૂળમાંથી જ વેલ ઊઠી (જેથી અમે મરણના ભયમાં આવી પડ્યા) માટે શરણથકી જ ભય ઉત્પન્ન થયો.” આ પ્રમાણેની વાર્તા કહીને ઇંદ્રદત્તે કહ્યું કે, “હે રાજા! આ જગતનો એવો નિયમ છે કે–પિતાથી તાપ પામેલો પુત્ર માને શરણે જાય, માતાથી ઉદ્વેગ પામેલો પુત્ર પિતાને શરણે જાય, બન્નેથી પરિતાપ પામેલો રાજાને શરણે જાય, અને રાજાથી પણ ઉદ્વેગ પામેલો હોય તો તે મહાજનને શરણે જાય છે. હવે જ્યાં માતા પોતે જ વિષ આપે છે, પિતા ગળું મરડે છે, રાજા તે કાર્યમાં પ્રેરણા કરે છે અને મહાજનો દ્રવ્ય આપીને તે કાર્ય કરાવે છે, તો પછી કોનું શરણું લેવું? કેમ કે–માતાપિતાએ પુત્રને આપી દીધો, રાજા શત્રુ થઈને ઘાત કરવા બેઠો, દેવતા બલિદાનની ઇચ્છા રાખે છે, તો હવે લોકો શું કરે? માટે હે રાજન્! હવે મારે ભય રાખીને શું કરવું? હવે તો રાજીખુશીથી યમરાજાના અતિથિ થવું તે જ યોગ્ય છે.” આ પ્રમાણે તે બાળકનાં વચનો સાંભળીને રાજાએ કહ્યું કે, “હે બાળક! હું તને છોડી મૂકું છું, તને જે મારે તે મારો શત્રુ છે. તું સુખેથી જીવતો રહે. મારે આ નગર વગેરેનું કાંઈ પણ પ્રયોજન નથી.” એમ કહીને રાજાએ આખા નગરમાં પોતાના સેવક પાસે અમારી પડહ વગડાવ્યો. આ પ્રમાણે રાજાનું ધૈર્ય જોઈને તરત જ એક દેવ પ્રગટ થઈ બોલ્યો કે, “હે રાજન્! તારા ઘેર્યની શકે કરેલી પ્રશંસા સાંભળી તેની પરીક્ષા કરવા માટે મેં આ દરવાજો ત્રણ વાર પાડી નાંખ્યો હતો. પરંતુ તારા પૈર્યથી હું સંતુષ્ટ થયો છું.” એમ કહી રાજાને પ્રણામ કરી દરવાજો હતો તેવો કરી દઈ રાજાની પ્રશંસા કરતો તે દેવ સ્વસ્થાને ગયો. સુઘર્મ રાજાએ સર્વ જનોના આગ્રહથી પણ હિંસાવાળું વાક્ય કબૂલ કર્યું નહીં. પ્રાંતે વૈરાગ્યથી ચારિત્ર ગ્રહણ કરીને તે રાજા મોક્ષસુખને પામ્યો.” વ્યાખ્યાન ૫૦ સમકિતનો ત્રીજો આગાર-વૃત્તિકાંતાર दुर्भिक्षारण्यसंपर्के, जीवनार्थं विधीयते । मिथ्यात्वं स च कान्तारवृत्तिनाम निगद्यते ॥१॥ ભાવાર્થ-દુષ્કાળને વિષે અન્નાદિકને અભાવે તથા અરણ્યમાં ભૂલા પડતાં જળ ફળ વગેરેના અભાવે જીવવાને માટે જે કાંઈ મિથ્યાત્વનું સેવન કરવું પડે તે “કાંતારવૃત્તિ” નામનો આગાર કહેવાય છે. ઉત્સર્ગ અપવાદને જાણનાર કોઈ સંવિજ્ઞ પુરુષ પણ જીવિતને રાખવા માટે મિથ્યાત્વ સેવે કે નિયમભંગાદિ કરે તે વૃત્તિકાંતાર નામનો ત્રીજો આગાર કહેવાય છે. કેટલાક ઉત્સર્ગમાર્ગમાં દ્રઢ રહેનારા તો અચંકારી ભટ્ટાની જેમ કષ્ટમાં પણ સ્વધર્મને છોડતા નથી. તે દ્રષ્ટાંત આ પ્રમાણે– Page #182 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૫૦] સમકિતનો ત્રીજો આગાર-વૃત્તિકાંતાર ૧૭૧ અઍકારી ભટ્ટની કથા ક્ષિતિપ્રતિષ્ઠિત પુરમાં ઘન્ના નામનો શ્રેષ્ઠી હતો. તેને ભદ્રા નામની સ્ત્રીથી આઠ પુત્રો ઉપર એક ભટ્ટા નામની પુત્રી થઈ હતી. એકદા શ્રેષ્ઠીએ તેના ઉપરના અતિશય પ્રેમથી સ્વજનોને એકઠાં કરીને કહ્યું કે-“આ અમારી પુત્રીને કોઈએ ચુંકારો પણ કરવો નહીં.” તેમ કહેવાથી તે પુત્રીને સૌ “અચંકારી ભટ્ટા” કહેવા લાગ્યા. એકદા તેને મનોહર યુવાવસ્થા પામેલી જોઈને રાજાના મંત્રીએ તેના પિતા પાસે તેની માંગણી કરી. ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું કે-“જે પુરુષ મારી પુત્રીનું વચન ઉલ્લંઘન કરે નહીં તેને મારે પુત્રી આપવાની છે.” તે સાંભળી મંત્રીએ તેનું વચન કબૂલ કર્યું. એટલે શુભ દિવસે શ્રેષ્ઠીએ તેમનાં લગ્ન કર્યા. તેની સાથે વિષયસુખનો અનુભવ કરતાં કેટલાક દિવસો વ્યતીત થયા. એકદા તેણે મંત્રીને કહ્યું કે-“હે પ્રાણનાથ! તમે રાજ્યના મોટા અધિકારી છો, પરંતુ જો મારી સાથે પ્રીતિ રાખવાની ઇચ્છા હોય તો તમારે સૂર્ય અસ્ત થયા પછી ક્યાંય પણ જવું નહીં. એમ કરશો તો જ મારી પ્રીતિ રહેશે.” તે સાંભળીને મંત્રીએ તેનું વાક્ય અંગીકાર કર્યું. એક દિવસ રાજાએ મંત્રીને પૂછ્યું કે, “હે મંત્રી! તમે હમેશાં વહેલા ઘેર કેમ જાઓ છો?” ત્યારે મંત્રીએ સત્ય વાત જાહેર કરી. તે સાંભળીને રાજાએ વિનોદને માટે કાંઈ મિષ કરીને મંત્રીને રાત્રીના બે પ્રહર રોકી રાખ્યો, પછી રજા આપી. મંત્રી ઘેર આવ્યો તો બારણું બંઘ હતું. તેથી તે બોલ્યો કે, “હે પ્રિયા! દ્વાર ઉઘાડ. આજે રાજાની આજ્ઞાથી આટલો વિલંબ થયો છે, મારી મરજીથી રોકાયો નથી; માટે પરાધીન એવા મારાપર કોપ કરીશ નહીં.” આ પ્રમાણે વારંવાર કહેવાથી ભટ્ટાએ કોપ કરીને એકદમ દ્વાર ઉઘાડ્યું, અને પછી મંત્રીની દ્રષ્ટિને છેતરીને તે તરત જ ઘર બહાર નીકળી પિતાના ઘર તરફ ચાલી. માર્ગમાં ચોરોએ તેને પકડી અને તેના વસ્ત્રો તથા આભૂષણો લઈને તેને પલ્લી પતિને સોંપી. પલ્લીપતિએ તેનું મનોહર રૂપ જોઈ ભોગને માટે ઘણી પ્રાર્થના કરી, પરંતુ તેણે હા પાડી નહીં. તેથી પલ્લીપતિએ તેને ઘણું દુઃખ દેવા માંડ્યું. ત્યારે તે બોલી કે–“કદાપિ મારા પ્રાણનો નાશ થશે, તોપણ હું મારું શીલ ખંડન કરીશ નહીં. તું ફોગટ ફાંફાં શા માટે મારે છે?” એમ કહ્યાં છતાં પણ પલ્લીપતિ સમજ્યો નહીં. ત્યારે તેને બોઘ કરવા માટે તેણે એક કથા કહી. કોઈ એક તેજોલેશ્યાની સિદ્ધિવાળો તાપસ કોઈ વૃક્ષ નીચે બેઠો હતો. તેના મસ્તકપર એક બગલીએ ચરક કરી. તેથી કોપ કરીને તે તાપસે તે પક્ષીપર તેજોલેશ્યા મૂકી તેને બાળી નાંખ્યું. પછી તેણે વિચાર્યું કે, “જે કોઈ મારી અવજ્ઞા કરશે તેને હું તેજલેશ્યાથી બાળી નાંખીશ.” એમ વિચારીને તે તાપસ ભિક્ષાને માટે કોઈ શ્રાવકને ઘેર ગયો. તે શ્રાવકની પતિવ્રતા સ્ત્રી પોતાના પતિની સેવામાં વ્યગ્ર હતી; તેથી તે તાપસને ભિક્ષા દેવા જરા વિલંબ કરીને આવી. એટલે કોપ કરીને તેણે તેના પર તેજલેશ્યા મૂકી, પરંતુ શીલના પ્રભાવથી તે બળી નહીં. તે વખતે તેણે કહ્યું કે, હે તાપસ! હું તે બગલી નથી.” તે સાંભળી વિસ્મય પામીને તાપસે પૂછ્યું કે, “અરણ્યમાં થયેલી એ વાત તેં શી રીતે જાણી?” તેણે કહ્યું કે, “આ પ્રશ્નનો જવાબ તને વારાણશીપુરનો કુંભાર આપશે.” તે સાંભળીને તાપસે ત્યાં જઈ તે કુંભારને પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે, “તે સ્ત્રીને તથા મને શીલના પ્રભાવથી જ્ઞાન ઉત્પન્ન થયું છે તેથી અમે બન્નેએ તે વાત જાણી છે. માટે હે તાપસ! તું પણ શીલ પાળવામાં યત્ન કર.” તે સાંભળીને તાપસ આશ્ચર્ય પામી શીલની પ્રશંસા કરી Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ ત્યાંથી સ્વસ્થાને ગયો.” આ પ્રમાણેની વાર્તા સાંભળીને પલ્લીપતિ ભટ્ટાના શાપથી ભય પામી તેનાથી વિરક્ત થયો. પછી તેણે તેને કોઈ માણસને વેચાતી આપી દીધી. તે માણસે તેને બબ્બરકુળમાં જઈને નીચ જાતિમાં વેચી. તેણે પણ ભોગને માટે પ્રાર્થના કરી. તે તેણે માની નહીં; ત્યારે તે કારુક બોલ્યો કે, “જો તું અન્ન વસ્ત્રાદિ સુખને ઇચ્છતી હોય તો મારું કહેવું કબૂલ કર.” તે સાંભળીને તે ભટ્ટા વ્રત સંબંધી ત્રીજા આગારને જાણતી હતી, તોપણ તેણે પોતાનો નિશ્ચય છોડ્યો નહીં, તેથી ક્રોઘ પામીને તેણે કરમજી રંગ માટે તેની નસોમાંથી લોહી કાઢવું શરૂ કર્યું, અને તે લોહીથી વસ્ત્ર રંગવા લાગ્યો. તે જમાનામાં બહુમૂલ્ય ઝીણા વસ્ત્રો લોહીના રંગે રંગાતા અને તેના ઘણાં મૂલ્ય નીપજતાં. એ પ્રમાણે વારંવાર રુધિર કાઢવાથી તેને પાંડુરોગ થયો; તોપણ તેણે શીલનું ખંડન કર્યું નહીં. અન્યદા તે ભટ્ટાનો ભાઈ ઘનપાળ વેપારને માટે બબ્બરકુળમાં આવ્યો. તેણે ફરતાં ફરતાં પોતાની બહેનને જોઈને ઓળખી. તેણે તે કારુકને ઘણું ઘન આપીને તેની પાસેથી પોતાની બહેનને છોડાવી. પછી પોતાની બહેનને લઈને ઘનપાળ પોતાના નગરમાં આવ્યો. ભટ્ટાના પતિએ તેની બધી હકીકત સાંભળી, એટલે તે તેને પોતાને ઘેર લઈ ગયો અને સર્વ ગૃહકાર્યની સ્વામિની કરી. ભટ્ટાએ કોપનું અત્યંત માઠું ફળ અનુભવેલું હોવાથી ‘હવે પ્રાણાંતે પણ કોપ ન કરવો' એવી પ્રતિજ્ઞા કરી. એકદા તે નગરના ઉપવનમાં મુનિપતિ નામના મુનિ કાયોત્સર્ગ ધ્યાને રહ્યા હતા. તેવામાં કોઈ પ્રકારની અગ્નિથી તે મુનિનું શરીર દાઝી ગયું. દાઝેલા મુનિના શરીરની ચિકિત્સા (ઔષધ) કરવા માટે કુંચિક શ્રેષ્ઠીએ બીજા બે મુનિને લક્ષપાક તેલ લેવા માટે અચંકારીને ઘેર મોકલ્યા. તે મુનિઓએ તેને ઘેર જઈને તેલ માગ્યું. ત્યારે હર્ષિત થઈને અચંકારીએ દાસીને કહ્યું કે, “હે દાસી! તેલનો ઘડો લાવ.” આ સમયે સ્વર્ગમાં ઇદ્ર સભા સમક્ષ અઍકારીની પ્રશંસા કરી કે, “હાલમાં પૃથ્વી પર અચંકારી ભટ્ટા જેવું કોઈ પણ ક્ષમાવાન નથી.” ઇંદ્રના આ વાક્યપર શ્રદ્ધા નહીં રાખનાર કોઈ નાસ્તિક દેવ તેને ઘેર આવ્યો; અને દાસી તેલનો ઘડો લાવતી હતી તે ઘડાને દૈવી શક્તિથી પાડીને ફોડી નાંખ્યો. ત્યારે અચંકારીએ ક્રોઘ કર્યા વગર બીજો ઘડો લાવવાનું કહ્યું, તે પણ દેવે ફોડી નાંખ્યો. એ પ્રમાણે ત્રીજો ઘડો પણ ફોડી નાંખ્યો; એટલે અચંકારી પોતે જ ચોથો ઘડો લેવા ઊઠી. તે ઘડો તેના શીલના પ્રભાવથી તે દેવતા ફોડી શક્યો નહીં. તે ઘડામાંથી અઍકારીએ મુનિને તેલ વહોરાવ્યું. મુનિ બોલ્યા કે, “હે ભદ્ર! અમારે માટે તારા ત્રણ ઘડા ફૂટી ગયા, તેથી તને ઘણું નુકસાન થયું છે, તો પણ તે દાસીપર કોપ ન કર્યો.” તે સાંભળીને અઍકારી કાંઈક હાસ્ય કરતી બોલી, “હે પૂજ્ય! મેં ક્રોધનું અને માનનું ફળ આ ભવમાં જ અનુભવ્યું છે.” એમ કહીને મુનિના પૂછવાથી તેણે પોતાનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળીને અદ્રશ્ય રહેલો દેવ પ્રત્યક્ષ થયો અને ઇન્ટે કરેલી પ્રશંસા કહી બતાવી. પછી ભાંગી નાંખેલા ત્રણે ઘડા સારા કરી તેની પ્રશંસા કરી તથા સુવર્ણની વૃષ્ટિ કરીને દેવ સ્વસ્થાને ગયો. આ સર્વ જોઈને પેલા મુનિઓ પણ તેની પ્રશંસા કરતા સ્વસ્થાને ગયા અને તે તેલથી દગ્ધ થયેલા મુનિને સાજા કર્યા. Page #184 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૫૧] સમકિતનો ચોથો આગાર–ગુરુનિગ્રહ ૧૭૩ અચ્ચકારી ભટ્ટા ગર્વનો ત્યાગ કરી, શ્રાદ્ધધર્મનું પ્રતિપાલન કરી, સમાધિથી મરણ પામીને દેવતાનાં સુખો અનુભવી છેવટે મોક્ષપદને પામશે. “આ અચંકારીની કથા સાંભળીને જે સુબુદ્ધિમાન પુરુષ દુઃખમાં પણ ધર્મનો ત્યાગ કરતા નથી તે પુરુષ થોડા કાળમાં મોક્ષલક્ષ્મીને પામે છે.’’ તે વ્યાખ્યાન ૫૧ સમકિતનો ચોથો આગાર–ગુરુનિગ્રહ पितृमातृकलाचार्या, मिथ्यात्वभक्तिचेतसः कारयन्ति यथेच्छं ते, तद्गुरुनिग्रहो भवेत् ॥ १॥ ભાવાર્થ—પિતા, માતા અને કલાચાર્ય જો મિથ્યાત્વથી વાસિત ચિત્તવાળા હોય (મિથ્યાત્વી હોય), અને તેથી તેઓ પોતાની ઇચ્છાથી કાંઈ પણ નિષિદ્ધ કાર્ય કરાવે, તો તે ગુરુનિગ્રહ કહેવાય છે, અર્થાત્ ગુરુનિગ્રહથી નિયમનો ભંગ કરવો પડે તો તેને દોષ લાગતો નથી; કારણ કે તે આગાર રાખવામાં આવે છે. ગુરુનિગ્રહ એટલે ગુરુના આદેશથી નિયમ ભંગાદિ કરવું પડે તે. ગુરુ કોને કહીએ? माता पिता कलाचार्य, एतेषां ज्ञातयस्तथा । વૃદ્ધા ધર્મોપવેજારો, ગુરુવર્ગ: સતાં મતઃ શીશી ભાવાર્થ-માતા, પિતા, કલાચાર્ય, પોતાનો જ્ઞાતિવર્ગ, વૃદ્ધજનો તથા ધર્મનો ઉપદેશ કરનાર–આટલા ગુરુ કહેવાય છે, એમ સત્પુરુષો માને છે. આ ગુરુવર્ગમાંથી જેઓ મિથ્યાવૃષ્ટિના ભક્ત હોય, અને તેમના વાક્યથી નિષિદ્ધનું સેવન કરવું પડે તો તેથી વ્રત ભંગ થતો નથી. તોપણ કેટલાક આવા અપવાદ માર્ગનો ત્યાગ કરીને ઉત્સર્ગ પક્ષનો જ સ્વીકાર કરે છે; અર્થાત્ તેવા ગુરુવર્ગના કથનથી પણ ગ્રહિત નિયમાદિનો ભંગ કરતા નથી. આ સંબંધમાં સુલસનું દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે– સુલસની કથા રાજગૃહી નગરીમાં અત્યંત નિર્દય, અભવ્ય અને હમેશાં પાંચસો પાડાનો વધ કરનાર કાલસૌરિક નામનો કસાઈ રહેતો હતો. એકદા શ્રેણિકરાજાએ પોતાની નરક ગતિનું નિવારણ કરવા માટે તેને એક કૂવામાં નાંખ્યો. તો ત્યાં પણ તેણે માટીના પાંચસો પાડા બનાવીને તેનો વધ કર્યો, ત્યારે રાજાએ તેના હાથ પગ બાંધીને કૂવામાં નાંખ્યો. તે વખતે તેણે મનથી કલ્પનાવડે સેંકડો પાડાઓ બનાવીને તેનો વધ કર્યો. એ પ્રમાણે હમેશાં જીવહિંસા કરતાં તેણે અત્યંત પાપ કર્મ ઉપાર્જન કરી સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું. મૃત્યુ સમય નજીક આવતાં તે કાલસૌકરિક રોગથી અત્યંત પીડા પામવા લાગ્યો. ત્યારે તેના પુત્ર સુલસે પિતાને શાંતિ થવા માટે મનોવાંછિત ખાનપાન, સુંદર ગીત ગાન, સુકુમાર પુષ્પશય્યા અને સુગંધી ચંદનનો લેપ વગેરે ઘણા ઉત્તમ ઉપચારો કર્યા. તોપણ તેનાથી તેને જરા પણ સુખ થયું નહીં; પરંતુ ઊલટો વધારે દાહ થવા Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ લાગ્યો. તેથી સુલસે અભયકુમાર પાસે જઈ તે વૃત્તાંત જણાવ્યું. તે સાંભળી અભયકુમારે કહ્યું–‘‘તારો પિતા નરકમાં જવાનો છે, તેથી નરકની અનુપૂર્વી તેની સન્મુખ આવેલી છે; માટે સુખના ઉપચારો માત્ર દુઃખના જ કારણભૂત થાય છે. તો હવે તારે તેને નીરસ ભોજન આપવું, ખારું જળ પીવા આપવું, ગધેડા અને કૂતરાના શબ્દો સંભળાવવા, તીક્ષ્ણ કાંટાની શય્યા પર સુવાડવો અને અશુચિનું વિલેપન કરવું. ઇત્યાદિ વિરુદ્ધ ઉપચાર કરવાથી તેને સુખ થશે.” આ પ્રમાણે અભયકુમારના કહેવાથી સુલસે તેવા ઉપચાર કર્યા, તેથી કાલસૌકરિકને કાંઈક સુખ ઉત્પન્ન થયું. છેવટે તે મૃત્યુ પામીને સાતમી નરકે ગયો. તેના પુત્ર સુલસે પાપનું ફળ પ્રત્યક્ષ જોયું તેથી અને અભયકુમારના ઉપદેશથી તે શ્રી મહાવીરસ્વામીનો બાર વ્રતધારી શ્રાવક થયો. એકદા સુલસને તેની માતા, બહેન વગેરે સ્વજનોએ મળીને કહ્યું કે,‘‘તું પણ તારા પિતાની જેમ પાપકર્મ કર.’’ ત્યારે તે બોલ્યો કે,‘‘હું તેવું પાપકર્મ કદી પણ કરીશ નહીં; કેમકે તે પાપના ફળનો ભોક્તા હુ જ થાઉં.’’ તે સાંભળીને તેઓ બોલ્યા કે ઘનની જેમ તે પાપસમૂહને પણ અમે વહેંચી લઈશું.’’ ત્યારે સુલસે એક કુહાડાથી પોતાના પગ પર ઘા કર્યો અને તેની પીડાથી પૃથ્વીપર પડી ગયો. પછી તે બોલ્યો કે,“તમે પાપ વહેંચી લેવા કહો છો તો હમણાં આ મારી પીડા વહેંચી લો, કેમકે મને ઘણું દુઃખ થાય છે.’’ ત્યારે તેઓ બોલ્યા કે,તે કાંઈ વહેંચી લેવાય નહીં, તે તો જે કરે તે જ ભોગવે.'' ત્યારે સુલસ બોલ્યો કે–‘જ્યારે તમે આ પ્રત્યક્ષ પીડાને પણ વહેંચી લઈ શકતા નથી ત્યારે પાપ શી રીતે વહેંચી લેશો?'’ એમ કહી તેઓને નિરુત્તર કરી દીધા અને જિંદગી પર્યંત જીવવધ કર્યો નહીં. કહ્યું છે કે— अवि इच्छइ मरणं, न परपीडं करंति मणसा वि । जे सुविइयसुगइपहा, सुरियसुओ जहा सुलसो ॥१॥ ભાવાર્થ-કાલસૌકરિકના પુત્ર સુલસની જેમ જેઓને સુગતિનો માર્ગ સુવિદિત છે, તેઓ મરણને ઇચ્છે પરંતુ મનથી પણ પરને પીડા કરે નહીં.’’ અનુક્રમે સુલસ શ્રાદ્ધધર્મનું પ્રતિપાલન કરીને સ્વર્ગે ગયો. આ સંબંધમાં એક બીજું પણ દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે– આરોગ્યદ્વિજનું દૃષ્ટાંત ઉજ્જયિની નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો, તે બાલ્યાવસ્થાથી જ અત્યંત રોગી હોવાથી સૌ કોઈ તેને રોગદ્વિજ કહીને બોલાવતા હતા. લોકોના મુખથી પોતાનું તેવું નામ સાંભળીને તે બ્રાહ્મણ હમેશાં ખેદ પામતો હતો. એકદા ધર્મદેશના કરતા મુનિના મુખથી તેણે સાંભળ્યું કે– आयुर्गलत्याशु न पापबुद्धि-र्गतं वयो नो विषयाभिलाषः । यत्नश्च भैषज्यविधौ न धर्मे, स्वामिन्महामोहविडम्बना मे || १॥ ભાવાર્થ-આયુષ્ય ગળી જાય છે પણ પાપબુદ્ધિ ગળતી નથી, યુવાવસ્થા જાય છે પણ વિષયનો અભિલાષ જતો નથી અને ઔષધ કરવામાં યત્ન થાય છે પણ ધર્મને વિષે યત્ન થતો નથી. માટે હે સ્વામી! હે જિનેશ્વર ! મને મહામોહની વિડંબના છે.’’ Page #186 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૫૧] સમકિતનો ચોથો આગાર–ગુરુનિગ્રહ अनित्यानि शरीराणि, विभवो नैव शाश्वतः । नित्यं सन्निहितो मृत्युः कर्तव्यो धर्मसंग्रहः ॥ १ ॥ ભાવાર્થ—“શરીર અનિત્ય (ક્ષણભંગુર) છે, વૈભવ નિરંતર રહેવાનો નથી, અને મૃત્યુ નિરંતર પાસે જ રહેલું છે, માટે પ્રાણીએ ધર્મનો સંગ્રહ કરવો જોઈએ.’’ આ પ્રમાણે મુનિની વાણી સાંભળી પ્રતિબોઘ પામેલા તે બ્રાહ્મણે તે જ વખતે તેમની પાસે શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કર્યા. તે વ્રતોનું શુદ્ધ પાલન કરવાથી તથા શુદ્ધ શ્રાવક થવાથી મોટા મોટા લોકો તેના વ્યાધિને માટે અનેક પ્રકારની ચિકિત્સા કરવાનું કહેવા લાગ્યા, તોપણ ઔષધ નહીં કરતાં તે વ્યાધિની પીડાને સહન કરવા લાગ્યો. તે પોતાના આત્માને કહેતો હતો કે– ૧૭૫ पुनरपि सहनीयो, दुःखपाकस्त्वयायं । न खलु भवति नाशः, कर्मणां सञ्चितानाम् इति सह गणयित्वा यद्यदायाति सम्यक् । सदसदिति विवेको, - ऽन्यत्र भूयः कुतस्ते ॥ १॥ ભાવાર્થ-“હે જીવ! ફરીથી પણ તારે આ દુઃખવિપાક સહન કરવો જ પડશે, કેમકે સંચય કરેલાં કર્મોનો નાશ થતો નથી, એમ ધારીને સુખ કે દુઃખ જે જે પ્રાપ્ત થાય તેને તું સમ્યક્ પ્રકારે સહન કર; કેમકે આ પ્રમાણેનો સત્ અસત્નો વિવેક ફરીથી તને બીજા જન્મે ક્યાંથી પ્રાપ્ત થશે?’’ આ પ્રમાણે દૃઢ ચિત્તવાળા તે બ્રાહ્મણની એક વખત ઇંદ્રે પ્રશંસા કરી કે,‘“અહો! આ રોગદ્વિજ મહા સત્ત્વવાળો છે; કેમકે તેના ગુરુજનોએ અનેક પ્રકારની ચિકિત્સા કરવા માંડી, તોપણ તેની અપેક્ષા રાખ્યા વિના તે રોગની વ્યથાને સહન કરે છે.’’ તે સાંભળીને ઇંદ્રનાં તે વચનપર શ્રદ્ધા નહીં આવવાથી કોઈ બે દેવો વૈદ્યનું સ્વરૂપ ઘારણ કરીને તેની પાસે આવી બોલ્યા કે,‘હે રોગી બ્રાહ્મણ! અમે તને રોગથી મુક્ત કરીએ, પરંતુ તારે રાત્રે મદ્ય માંસ માખણ વગેરેનું ભોજન કરવું પડશે.’’ આ પ્રમાણે વૈદ્યનું વાક્ય સાંભળીને તેણે વિચાર કર્યો કે,‘‘બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થયેલા અને વળી વિશેષે કરીને હાલ જિનધર્મને પામેલા એવા મારે આ નિંદિત કર્મનો ત્યાગ કરવો તે જ શ્રેષ્ઠ છે; કેમકે તેવું કર્મ લૌકિકમાં અને લોકોત્તરમાં બન્નેમાં નિંદ્ય છે.’’ એમ વિચારીને તે રોગી બ્રાહ્મણે વૈદ્યોને કહ્યું કે,‘‘હે વૈદ્યો ! હું બીજાં ઔષધથી પણ ચિકિત્સાને ઇચ્છતો નથી, તો પછી સર્વ ધર્મમાં અસેવ્ય એવા પદાર્થોનું સેવન કરીને તો હું કેવી રીતે ચિકિત્સા કરાવું? કહ્યું છે કે मद्ये मांसे मधुनि च, नवनीते तक्रतो बहिः । उत्पद्यन्ते विलीयन्ते सूक्ष्माश्च जन्तुराशयः ॥१॥ ભાવાર્થ–મદ્યમાં, માંસમાં, મઘમાં અને છાશથી છૂટા પડેલા માખણમાં ક્ષણે ક્ષણે સૂક્ષ્મ જન્તુનો સમૂહ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. सप्तग्रामे च यत्पापमग्निना भस्मसात्कृते । तदेवं जायते पापं, मधुबिन्दु प्रभक्षणात् ॥२॥ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ ભાવાર્થ-અગ્નિવડે સાત ગામ બાળીને ભસ્મ કરવાથી જેટલું પાપ લાગે તેટલું પાપ મઘનું એક બિંદુ માત્ર ભક્ષણ કરવાથી લાગે છે. यो ददाति मधु श्राद्धे, मोहितो धर्मलिप्सया । સ યાતિ નરવં ઘોર, વાઘ સદ સંપર્વે રૂાા ભાવાર્થ-જે પુરુષ ઘર્મ થવાની ઇચ્છાથી મોહ પામીને શ્રાદ્ધમાં મઘ આપે છે, તે પુરુષ તેના લંપટ ખાનારાઓની સાથે ઘોર નરકમાં જાય છે.” આ પ્રમાણે તેનાં વચનો સાંભળીને તે વૈદ્યોએ તેના સ્વજનો પાસે વાત કરી. ત્યારે તેઓ એકઠા થઈને શાસ્ત્રની યુક્તિથી તેને ચિકિત્સા કરાવવાની પ્રેરણા કરવા લાગ્યા. તેઓએ કહ્યું કે शरीरं धर्मसंयुक्तं, रक्षणीयं प्रयत्नतः । शरीराच्छ्रवते धर्मः, पर्वतात् सलिलं यथा ॥१॥ ભાવાર્થ-“ઘર્મના સાઘનભૂત શરીરનું પ્રયત્નથી રક્ષણ કરવું, કેમકે પર્વતથી જેમ પાણી અને છે તેમ શરીરથી ઘર્મ સ્ત્રવે છે (થાય છે).” આ પ્રમાણે પિતા વગેરે સ્વજનોએ તેને ઘણી રીતે સમજાવ્યો, તોપણ તે ઘર્મમાં દ્રઢ હોવાથી દેહાદિકની આશા રાખ્યા વિના માત્ર મોક્ષસુખની જ અભિલાષામાં ચુસ્ત રહ્યો. તેણે દેહની પીડાને અંગે કહ્યું કે आपदर्थे धनं रक्षेदारान् रक्षेद्धनैरपि । आत्मानं सततं रक्षेद्दारैरपि धनैरपि ॥१॥ ભાવાર્થ-“આપત્તિને માટે ઘનની રક્ષા કરવી, ઘનવડે સ્ત્રીનું રક્ષણ કરવું, અને સ્ત્રી તથા ઘન વડે કરીને પણ નિરંતર આત્માનું રક્ષણ કરવું. ઘર્મિષ્ઠ પુરુષોને દેહ ને ઘન સમાન છે, અને આત્મા દેહથી વિશેષ છે. માટે દેહની પીડાની ઉપેક્ષા કરીને પણ આત્માનું રક્ષણ કરવું.” આ પ્રમાણે તે બ્રાહ્મણની પોતાની પ્રતિજ્ઞામાં નિશ્ચલતા જોઈને તે બન્ને દેવો અત્યંત હર્ષિત થયા. પછી “અહો! સાત્ત્વિક શિરોમણિ! અહો! સત્ય પ્રતિજ્ઞાવાનું!” એમ કહેતા તે બન્ને દેવોએ પોતાનું રૂપ પ્રગટ કર્યું, અને ઇન્ટે કરેલી તેની પ્રશંસાનું વર્ણન કરી સર્વ રોગને હરણ કરનાર રત્નોથી તેનું ઘર ભરપૂર કરી તે દેવો સ્વસ્થાને ગયા. તે રત્નોના પ્રભાવથી ઔષઘ વિના જ તેનું શરીર આરોગ્યવાળું (નીરોગી) થઈ ગયું. તેથી તેનું સર્વત્ર “આરોગ્યદ્વિજ” એવું નામ પ્રસિદ્ધ થયું. આ પ્રમાણે તે બ્રાહ્મણે ગુરુનિગ્રહરૂપ આગારને જાણતાં છતાં પણ ઘર્મની દૃઢતા મૂકી નહીં અને ગ્રહણ કરેલા નિયમો નિરતિચાર પાળી સ્વર્ગસુખને પામ્યો. પ્રાંતે મોક્ષસુખને પામશે.” વ્યાખ્યાન પર સમકિતનો પાંચમો આગાર-દેવાભિયોગ कुलदेवादिवाक्येन, यन्मिथ्यात्वं विधीयते । स सम्यक्त्वरतानां च, भवेत्सुराभियोगकः॥१॥ Page #188 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૫૨] સમકિતનો પાંચમો આગાર–દેવાભિયોગ ૧૭૭ ભાવાર્થ-‘કુલદેવાદિકના વચને કરીને જે કાંઈ મિથ્યાત્વનું સેવન કરવું પડે તે સમ્યક્ત્વઘારીને દેવાભિયોગ નામનો આગાર કહેવાય છે.’’ ચૂલનીપિતા નામના શ્રાવકની જેમ કેટલાક જીવો વ્રત ગ્રહણ કર્યા પછી દેવાદિકના ઉપસર્ગથી ચપળતા પામે છે, પરંતુ તેથી તેમને મહા દોષ લાગતો નથી. મિથ્યાદુષ્કૃત વગેરે આપવાથી તે દોષ જલદી નિવૃત્તિ પામે છે. કેટલાક જીવો ઉત્સર્ગ માર્ગમાં સ્થિત રહ્યા થકા નમિરાજર્ષિની જેમ ચલિત થતા જ નથી. તેની કથા આ પ્રમાણે– નમિરાજર્ષિની કથા અવન્તિ દેશમાં સુદર્શન નામના નગરને વિષે મણિરથ નામે રાજા હતો. તેનો નાનો ભાઈ યુગબાહુ યુવરાજ પદ પર હતો. તે યુગબાહુને મદનરેખા નામની અતિ સ્વરૂપવાન સ્ત્રી હતી. એકદા મદનરેખાને જોઈને મણિરથ રાજા કામાતુર થયો. તેથી તે એકદમ મનમાં બોલી ઊઠ્યો કે– दृष्ट्वा यद्रूपसंपत्तिं, स्वात्मन्येव स्मरो ज्वलन् । वृथा पुनः प्रवादोऽयं लोके दग्धो हरेण यत् ॥ १ ॥ " ભાવાર્થ-જે સ્ત્રીની રૂપસંપત્તિ જોઈને મારા આત્માને વિષે જ કામદેવ બળવા લાગ્યો છે, તો ‘શંકરે કામદેવને બાળી નાંખ્યો છે' એમ જે લોકમાં કહેવાય છે તે વૃથા જ છે.’’ પછી મણિરથ મદનરેખાને વશ કરવા માટે નિરંતર દાસી દ્વારા પુષ્પ, તાંબૂલ, વસ્ત્ર તથા અલંકાર વગેરે મોકલવા લાગ્યો. તેને ‘આ જેઠની પ્રસાદી છે' એમ માની મદનરેખા ભોળા ભાવે ગ્રહણ કરવા લાગી. એકદા રાજાના કહેવાથી દાસીએ મદનરેખા પાસે રાજાની ઇચ્છા જાણવી. તે સાંભળીને મદનરેખા બોલી કે—હૈ દાસી! जगत्प्रसिद्धो नारीषु, शीलमेव महागुणः । તસ્મિન્ તુપ્તે વૃથા સર્વ, ગતે નીવ ડ્વાંગિનઃપ્રા ભાવાર્થ–સ્રીઓને વિષે શીલરૂપી મહાગુણ જ જગપ્રસિદ્ધ છે, તે શીલનો લોપ થાય, તો પછી જીવ વિનાના શરીરની જેમ તે સ્ત્રીઓનો જન્મ જ વૃથા છે. માટે તમારા પૃથ્વીપતિને આવું અયોગ્ય વચન મારા પ્રત્યે કહેવું યોગ્ય નથી.’’ એમ કહી દાસીને તેણે વિદાય કરી. દાસીએ તે જ પ્રમાણે રાજા પાસે જઈને કહ્યું. તે સાંભળી રાગથી લુબ્ધ થયેલા રાજાએ વિચાર કર્યો કે—‘મારા બંધુને મારી નાંખીશ ત્યાર પછી તે મારે કબજે આવશે, તે વિના મારું કાર્ય સિદ્ધ થશે નહીં.' એમ વિચારીને રાજા બંધુનો વધ કરવાનો ઉપાય શોધવા લાગ્યો. એકદા વસંતઋતુમાં ક્રીડા કરવા માટે યુગબાહુ પોતાની પ્રિયાને સાથે લઈને ઉદ્યાનમાં ગયો. ત્યાં ચિરકાળ સુધી ક્રીડા કરીને રાત્રિએ પણ ત્યાં જ (ઉદ્યાનમાં) કદલીગૃહની અંદર પ્રિયા સહિત સૂઈ ગયો. તે અવસર જોઈને રાજા ગુપ્ત રીતે ખગ લઈને તે કદલીગૃહમાં પેઠો. ત્યાં યુગબાહુને પ્રિયા સહિત નિદ્રાવશ થયેલો જોયો; એટલે તરત જ કુલમર્યાદાનું ઉલ્લંઘન કરી, યશ ધર્મ અને લાદિકનો પણ ત્યાગ કરી, રાજાએ ખગવડે બંઘુ પર પ્રહાર કર્યો. ‘કામદેવનો ઉદય એવો જ હોય છે.’’ પછી રાજા પોતાના ઘર તરફ ચાલ્યો. રાજાએ પોતાના બંધુ પર જે વખતે ખગનો ભાગ ૧-૧૨ Jain Educatio Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ પ્રહાર કર્યો, તે જ વખતે મદનરેખા જાગૃત થઈ ગઈ. તેણે જોયું તો રાજાએ જ તે કુકૃત્ય કર્યું છે તેમ દીઠું, એટલે તે મૌન રહી. રાજાના ગયા પછી પોતાના પતિના અવસાન સમય જાણી વિલાપ કરતી તે ગદ્ગદ્ કંઠે બોલી કે त्वं वृथा मा कृथाः खेदं, महाभाग मनागपि । सर्वत्र प्राक्कृतं कर्म, प्राणिनामपराध्यति ॥१॥ ભાવાર્થ-“હે પ્રિય! હે મહાભાગ્યવાનું! તમે જરા પણ વૃથા ખેદ કરશો નહીં, કેમકે પૂર્વે કરેલાં કર્મો જ સર્વત્ર પ્રાણીઓનો અપરાધ કરે છે. तस्मान्मनः समाधेहि, विधेहि शरणं जिनम् । મમત્વે મુચ મૈત્ર , ૩ સર્વેષ નજુપુરા ભાવાર્થ-તેથી કરીને હે પ્રાણેશ! તમે તમારા મનને સમાધિમાં રાખો, જિનેશ્વરનું શરણ ગ્રહણ કરો, મમતાનો ત્યાગ કરો અને સર્વ જંતુઓને વિષે મૈત્રીભાવ ઘારણ કરો. (એટલે કોઈ પર દ્વેષ કરો નહીં)” ઇત્યાદિ પ્રિયાનાં વચનોથી કોપને શાંત કરી પંચપરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરતો તે યુગબાહુ મરણ પામીને પાંચમા દેવલોકમાં દેવ થયો. પછી મદનરેખા જેઠની ખોટી દાનત જાણીને પોતાના શીલનું રક્ષણ કરવા માટે પોતાના યુવાન પુત્રનો તથા ઘન વગેરેનો ત્યાગ કરીને ગર્ભવતી છતાં પણ રાત્રિએ જ ત્યાંથી ચાલતી થઈ. ચાલતાં ચાલતાં તે એક મોટા ભયંકર અરણ્યમાં આવી પડી. તે વનમાં સિંહ અને શાર્દૂલ વગેરેનાં ભયંકર શબ્દોથી ત્રાસ પામેલી તે સતીએ ત્યાં જ પુત્રનો પ્રસવ કર્યો. પછી તે બાળકને રત્નકંબલમાં વીંટી, પોતાના પતિના નામની મુદ્રિકા તે બાળકની આંગળીમાં પહેરાવીને, પોતાના વસ્ત્રોની તથા દેહની શુદ્ધિ કરવા માટે નજીકના એક સરોવરમાં ગઈ. તે સરોવરમાં રહેલા જળહસ્તીએ તેને પોતાની સૂંઢ વડે પકડીને આકાશમાં ઉછાળી. તે વખતે આકાશમાર્ગે કોઈ મણિપ્રભ નામનો ખેચરેંદ્ર (વિદ્યાઘરોનો રાજા) નંદીશ્વર દ્વીપની યાત્રા કરવા વિમાનમાં બેસીને જતો હતો, તેણે તેને ઝીલી લીધી અને પોતાના વિમાનમાં બેસાડી. ત્યારે તે મદનરેખાએ રુદન કરતાં પુત્રપ્રસવની અને તે પુત્રને માર્ગમાં મૂકી આવ્યાની વાત તે વિદ્યાઘરના રાજાને કહી. તે સાંભળીને તેણે વિદ્યાના બળથી તે પુત્રનું સ્વરૂપ જાણીને કહ્યું કે-“હે ભદ્ર! તું ચિંતા ન કર. વિપરીત શિક્ષા પામેલા અશ્વથી હરણ કરાયેલા મિથિલા નગરીના રાજા પારથે તારા પુત્રને લઈને પોતાની પુત્રરહિત પ્રિયાને આપ્યો છે. માટે હવે તું તે સંબંધી વિષાદનો ત્યાગ કરી મને પતિ તરીકે અંગીકાર કર.” તે સાંભળીને મદનરેખા બોલી કે, “હે પૂજ્ય! પ્રથમ મને નંદીશ્વરીપની યાત્રા કરાવો, પછી હું તમારો મનોરથ પૂર્ણ કરવાનો યત્ન કરીશ.” તે સાંભળીને વિદ્યાધરેંદ્ર તેને નંદીશ્વર દ્વીપે લઈ ગયો. ત્યાં બાવન જિનેશ્વરના બિંબોને વંદના કરીને તે વિદ્યાધર તથા મદનરેખા ત્યાં રહેલા મણિચૂડ નામના ચક્રવર્તી રાજર્ષિ પાસે આવી તેને વંદના કરી તેની પાસે બેઠા. હવે પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયેલો યુગબાહુ દેવ અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જાણીને ત્યાં આવ્યો અને પ્રથમ મદન રેખાને વંદના કરીને પછી તેણે મુનિને વંદના કરી. તે જોઈને મણિપ્રભ Page #190 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પ૨] સમકિતનો પાંચમો આગાર-દેવાભિયોગ ૧૭૯ વિદ્યાઘરે તેને કહ્યું કે, “તમે વિવેકી થઈને પ્રથમ આ સ્ત્રીને વંદના કરીને પછી મુનિને વંદના કરી તેનું શું કારણ? એવું અયોગ્ય આચરણ તમે કેમ કર્યું?” એમ કહીને તેને ઉપાલંભ દીઘો ત્યારે ચારણશ્રમણ મુનિએ તે દેવના પૂર્વભવનું સ્વરૂપ મણિપ્રભને કહી સંભળાવ્યું અને કહ્યું કે, “હે વિદ્યાઘર રાજા! धर्माचार्यमनुस्मृत्य, तूर्णमत्रेयिवानयम् । युक्तं मुनिं विहायादौ, ननामैनां महासतीम् ॥१॥ ભાવાર્થ-આ દેવ પોતાના ઘર્માચાર્યનું સ્મરણ કરીને શીઘ્રતાથી અહીં આવ્યો છે; તેથી મુનિનો ત્યાગ કરીને તે પ્રથમ આ મહાસતીને નમ્યો, તે તેણે યુક્ત જ કર્યું છે. કેમકે यतिना श्रावकेणाथ, योऽर्हद्धर्मे स्थिरीकृतः । સ વ તી નાત, ધર્માચાર્યો ન સંશય ારા ભાવાર્થ-મુનિએ અથવા શ્રાવકે જેણે તેને જૈનધર્મમાં સ્થિર કર્યો હોય, તે જ તેનો ઘર્માચાર્ય કહેવાય છે. તેમાં કાંઈ પણ સંશય નથી.” આ પ્રમાણે હકીકત સાંભળીને તે વિદ્યાઘરે દેવને ખમાવ્યો. પછી તે દેવે મદનરેખાને ઉપાડીને મિથિલાનગરીમાં મૂકી. ત્યાં પોતાના પુત્રને સુખી જોઈને તે સ્વસ્થ ચિત્તવાળી થઈ. પછી તેણે વૈરાગ્ય પામીને કોઈ પ્રવર્તિની (સાધ્વી) પાસે દીક્ષા ગ્રહણ કરી. પધરથ રાજાએ મદનરેખાના પુત્રનું નામ નમિ પાડ્યું. તે નમિકુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યો, ત્યારે મિથિલાપતિએ તેને એક હજાર ને આઠ કન્યાઓ પરણાવી. પછી તેણે નમિને રાજ્યપર બેસાડીને દીક્ષા ગ્રહણ કરી. અહીં જે રાત્રીએ મણિરથ રાજાએ પોતાના નાના ભાઈને ખગથી માર્યો તે જ રાત્રીએ કૃષ્ણ સર્પના દંશથી રૌદ્રધ્યાનવડે તે મરણ પામીને ચોથી નરકે ગયો, અને રાજ્યનો અધિકારી યુગબાહુનો મોટો પુત્ર ચંદ્રયશા થયો. એકદા નમિરાજાનો પટ્ટહસ્તી બંઘનના સ્તંભને ઉખેડીને નાસી ગયો. તેને કોઈ પકડી શક્યું નહીં. તે નાસતો નાસતો ચંદ્રયશાના નગરના સીમાડામાં આવ્યો, એટલે તે હસ્તીને ચંદ્રયશાએ પકડી લીધો. તે વાતની નમિરાજાને ખબર થતાં તેણે દૂત મોકલી ચંદ્રયશા પાસે પોતાનો હાથી માગ્યો. ત્યારે તેણે હાથી આપવાની ના કહી. તે સાંભળીને નમિરાજા યુદ્ધ કરવા માટે ત્યાં આવ્યો અને ચંદ્રયશાના નગરને ઘેરો ઘાલીને પડ્યો. આ વૃત્તાંત મદનરેખા આર્યાએ સાંભળ્યો, તેથી તે ત્યાં આવીને નમિને કહેવા લાગી કે–“હે વત્સ નમિ! મોટા ભાઈ સાથે યુદ્ધ કરવું તને યુક્ત નથી.” તે સાંભળી વિસ્મય પામેલા નમિ રાજાએ પૂછ્યું કે, “શી રીતે ચંદ્રયશા મારો બન્ધ થાય?” ત્યારે આર્યાએ પોતાની સર્વ વાર્તા તેને કહી સંભળાવી. તે સાંભળીને નમિરાજાએ પિતાના નામની મુદ્રિકા જોઈ; તેથી તેને વઘારે નિશ્ચય થયો. એટલે તે યુદ્ધથી નિવૃત્ત થઈને ચંદ્રયશા પાસે ગયો અને તેને સર્વ વૃત્તાંત કહ્યો. પછી બન્ને ભાઈઓ પરસ્પર પ્રીતિવાળા થયા. અનુક્રમે ચન્દ્રયશાએ નમિકુમારને પોતાનું રાજ્ય સોંપીને વ્રતની ઇચ્છાથી દીક્ષા અંગીકાર કરી. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [તંભ ૪ બન્ને રાજ્યોનું અખંડ પાલન કરતાં અન્યદા નમિરાજાના દેહમાં છ માસની સ્થિતિવાળો મહા દાહવર ઉત્પન્ન થયો. અનેક વૈદ્યોએ અનેક પ્રકારે ચિકિત્સા કરી, તોપણ તે શાંત થયો નહીં. એકદા કોઈ વૈદ્યના કહેવાથી તેને વિલેપન કરવા માટે સર્વ રાણીઓ ચંદન ઘસવા લાગી. તે વખતે રાણીઓના હાથમાં રહેલાં કંકણો પરસ્પર અથડાવાથી બહુ શબ્દ કરવા લાગ્યા. તે શબ્દ રાજાથી સહન થયો નહી, એટલે તેણે ચંદન ઘસવાની ના કહી. પણ રાણીઓએ સૌભાગ્યચિહ્ન તરીકે એક એક કંકણ હાથમાં રાખીને બીજા સર્વ કંકણી કાઢી નાંખી ચંદન ઘસવાનું ચાલુ રાખ્યું. રાજાએ પૂછ્યું કે-“હવે કંકણોનો શબ્દ કેમ સંભળાતો નથી? શું ચંદન ઘસવું બંઘ કર્યું?” ત્યારે તે રાણીઓએ કહ્યું કે, “ના, ચંદન ઘસવાનું ચાલુ છે, પણ અકેકું કંકણ રાખી બાકીના અમે ઉતારી નાખ્યા છે એટલે અવાજ થતો નથી.” તે સાંભળી ચારિત્રમોહનીય કર્મનો બંઘ તૂટવાથી નમિરાજાને એવો અધ્યવસાય ઉત્પન્ન થયો કે वलयावलिदृष्टान्ताज्जीवो बहुपरिग्रही । दुःखं वेदयते नूनं, वरमेकाकिता ततः॥१॥ ભાવાર્થ-“કંકણસમૂહના દ્રષ્ટાંતથી એવું સિદ્ધ થાય છે કે ઘણા પરિગ્રહને ઘારણ કરનારો જીવ નિશ્ચયે દુઃખને જ અનુભવે છે; માટે એકલા રહેવું તે જ શ્રેષ્ઠ છે.” આ પ્રમાણે એકાકી વિચરવાનું ધ્યાન કરતાં રાજા નિદ્રાવશ થયો. સ્વપ્રમાં પોતાને મેરુપર્વત પર રહેલો ને શ્વેત હાથી પર ચડેલો જોયો. સ્વપ્રમાંથી જાગૃત થતાં “આવો સુવર્ણ પર્વત મેં પૂર્વે ક્યાંક જોયો છે.' એમ ઉહાપોહ કરતાં તે રાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને પૂર્વ ભવ દીઠો. પૂર્વ ભવે અગણિત પુણ્યવાળું ચારિત્ર પાળવાથી અનુપમ લક્ષ્મીવાળા પુષ્પોત્તર વિમાનમાં દેવતા થયો હતો. તે વખતે જિનેશ્વરના જન્મકલ્યાણક માટે ત્યાં આવેલો હોવાથી તેણે સુવર્ણમય મેરુ પર્વત જોયેલો હતો. આ પ્રમાણે જાતિસ્મરણ થતાં જ તેની ચારિત્ર લેવાની ઉત્કટ ઇચ્છા થઈ. તેથી તે જ વખતે દેવતાએ તેને સાધુવેષ આપ્યો; એટલે નમિરાજા પ્રવ્રજ્યા ગ્રહણ કરીને ઘેરથી નીકળ્યા. નમિરાજાના આશ્ચર્યકારક પ્રતિબોઘથી રંજિત થયેલા સૌઘર્મ ઇન્દ્ર અવધિજ્ઞાનથી તે સ્વરૂપ જાણીને તેના સત્ત્વની પરીક્ષા કરવા માટે બ્રાહ્મણનો વેષ ઘારણ કરી નમિરાજર્ષિ પાસે આવીને બોલ્યા કે, “હે મુનિ! આ તમારા નગરના લોકો ઘણો આઝંદ કરે છે, અને તમારા નગરમાં અગ્નિ લાગ્યો છે, પ્રવ્રજ્યા ગ્રહણ કરવી તે દયા પાળવાને માટે છે, તેથી પૂર્વાપર વિરોઘવાળું આ તમારું ચારિત્ર યોગ્ય નથી. માટે પ્રથમ સર્વને સુખી કરીને પછી વ્રત લેવું યોગ્ય છે. વળી તમે જરા પાછું વાળીને જુઓ કે एष वह्निश्च वातश्च, तवैव दहति गृहम् । अन्तःपुरं च तन्नाथ, त्वं किमेतदुपेक्षसे ॥१॥ ભાવાર્થ-આ અગ્નિ અને આ વાયુ તમારા જ મહેલને અને અન્તઃપુરને બાળે છે, માટે તેના નાથ થઈને તમે તેની કેમ ઉપેક્ષા કરો છો?” આ પ્રમાણે શક્રે પ્રેરેલા પ્રત્યેકબુદ્ધ મુનિ બોલ્યા કે Page #192 -------------------------------------------------------------------------- ________________ સમકિતનો છઠ્ઠો આગાર–બલાભિયોગ सुखं वसामि जीवामि, येन मे नास्ति किश्चन । મિથિલાનગરીવાઢે, ન મે હૃતિ વિજ્જન ।।શા ભાવાર્થ-‘હું સુખે વસું છું, અને સુખે જીવું છું, કેમકે મારું કાંઈ પણ નથી. મિથિલાનગરી બળે છે, તેમાં મારું કાંઈ બળતું નથી. स्वार्थाय यतते सर्वस्तं विना दुःखमश्रुते । મયાપિ સાધ્યતે સ્વાર્થસ્તસ્માવિર્ભમચેતસારા વ્યાખ્યાન ૫૩] ભાવાર્થ-સર્વ પ્રાણી પોતાના સ્વાર્થને માટે યત્ન કરે છે, કેમકે સ્વાર્થ સાધ્યા વિના દુઃખ પ્રાપ્ત થાય છે; તેથી હું પણ મમતા રહિત ચિત્તવડે મારો સ્વાર્થ (આત્માનો અર્થ) જ સાથું છું.’’ ફરીથી શક્રેન્દ્રે કહ્યું કે—“હે મુનિ! સોનું, રૂપું, મણિ વગેરેથી ભંડારની વૃદ્ધિ કરીને પછી વ્રત ગ્રહણ કરવું યુક્ત છે.’’ તે સાંભળીને નમિરાજર્ષિ બોલ્યા કે– सुवण्णरूप्पस्स उ पव्वय भवे, सिया हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहि किंचि, इच्छा हु आगाससमा अतिआ || १ || ભાવાર્થ—“સુવર્ણના અને રૂપાના કૈલાસ પર્વત જેવડા અસંખ્ય પર્વતો હોય, તો તેથી પણ લુબ્ધ પુરુષને સંતોષ થતો નથી; કેમકે ઇચ્છા આકાશની જેમ અનન્ત (અંતરહિત) છે.’’ ઇત્યાદિ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેલી અનેક યુક્તિઓથી મુનિએ તે વિપ્રને નિરુત્તર કર્યો. છેવટ તેમનું ચિત્ત ક્ષોભ પામે તેમ નથી, એમ જાણીને ઇંદ્રે બ્રાહ્મણના રૂપનો ત્યાગ કરી પોતાનું સ્વરૂપ પ્રગટ કરી તેમને પ્રણામ કરીને સ્તુતિ કરી કે– अहो ते निज्जिओ कोहो, अहो माणो पराजिओ । अहो निरक्कया माया, अहो लोहो वसं किओ ॥ १ ॥ ૧૮૧ ભાવાર્થ-અહો! તમે ક્રોધને જીતી લીઘો છે! અહો! તમે માનનો પરાજય કર્યો છે! અહો! તમે માયાનો તિરસ્કાર કર્યો છે! અને અહો! તમે લોભને વશ કરી લીઘો છે!’ ઇત્યાદિ બહુ પ્રકારે સ્તુતિ કરીને સ્વર્ગપતિ સ્વર્ગમાં ગયા; અને નમિરાજર્ષિ અનુક્રમે કેવળજ્ઞાન પામીને મોક્ષપદને પામ્યા. ‘‘પ્રત્યેકબુદ્ધ નમિરાજર્ષિએ શક્રની યુક્તિઓથી પણ ધર્મનો ત્યાગ કર્યો નહીં, તેથી તેમની જ્ઞાતાસૂત્રને વિષે શ્રી મહાવીરસ્વામીએ પણ પ્રશંસા કરેલી છે, તે રાજર્ષિ અમોને સુખને અર્થે થાઓ.'’ વ્યાખ્યાન ૫૩ સમકિતનો છઠ્ઠો આગાર–બલાભિયોગ बहूनां हठवादेन, बलाद्वा त्यक्तसेवनम् । एवं बलाभियोगः स्यात्, षडेते छिंडिका मताः ॥ १ ॥ ભાવાર્થ‘ઘણા લોકોના હઠવાદથી અથવા કોઈના બળાત્કારથી ત્યાગ કરેલાનું સેવન કરવું પડે એ બલાભિયોગ આગાર કહેવાય છે. આ છયે આગારોને છીંડીઓની સંજ્ઞા આપેલી છે.’’ Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧ [સ્તંભ ૪ કેટલાક ઉત્સર્ગ માર્ગમાં સ્થિત રહેલા મનુષ્યો બીજાના બળાત્કારથી પણ પોતાના ગ્રહણ કરેલા વ્રતને મૂકતા નથી. તે ઉપર સુદર્શન શ્રેષ્ઠીની કથા છે તે આ પ્રમાણે– સુદર્શન શ્રેષ્ઠીની કથા ૧૮૨ ચંપાપુરીમાં ઋષભદાસ નામે શ્રેષ્ઠી હતો. તેને અર્હદ્દાસી નામની શીલવતી સ્ત્રી હતી. એકદા માઘ માસમાં સુભગ નામનો શેઠની ભેંસો ચારનાર નોકર શેઠના ઢોર ચારીને સાયંકાળે ઘર તરફ આવતો હતો, તેવામાં માર્ગને વિષે કોઈ વસ્ત્ર રહિત અને ટાઢને સહન કરતા મુનિને કાઉસગ્ગ ધ્યાને ઊભેલા.જોયા. તેમને જોઈને તે મુનિની પ્રશંસા કરતો સુભગ શેઠને ઘેર આવ્યો. પછી બીજે દિવસે પ્રાતઃકાળે વહેલો ઊઠીને શેઠની ભેંસો લઈને તે વન તરફ ચાલ્યો. તે વખતે પણ તે જ સ્થાને તે જ રીતે કાયોત્સર્ગે રહેલા પેલા મુનિને જોઈને સુભગ તેની પાસે જઈ પગે લાગીને બેઠો. થોડી વારે સૂર્યોદય થતાં તે ચારણ મુનિ ‘નમો અરિહંતાણં' એમ બોલી આકાશમાં ઉત્પતી (ઊડી) ગયા. તે જોઈને સુભગે ‘નમો અરિહંતાણં’ એ આકાશગામી વિદ્યાનો મંત્ર છે એમ જાણીને તે પદ યાદ રાખી લીધું. પછી એક દિવસ તે સુભગ અરિહંતની પાસે તે પદનું ધ્યાન કરતો બેઠો હતો. તે જોઈને શ્રેષ્ઠીએ પૂછ્યું કે,‘‘તું આ મંત્ર ક્યાંથી શીખ્યો?’’ ત્યારે સુભગે ‘મુનિ પાસેથી શીખ્યો’ એમ કહી સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળી સંતુષ્ટ થઈને શ્રેષ્ઠીએ તેને આખો નવકાર મંત્ર શીખવ્યો, તેથી તે મંત્રનું તે હમેશાં ધ્યાન કરવા લાગ્યો. અનુક્રમે વર્ષાકાળ આવ્યો. તે વખતે પણ સુભગ ઢોર ચારવા જતો હતો. એક દિવસ અત્યંત વૃષ્ટિ થવાથી પૃથ્વી સમુદ્રની જેમ જળમય થઈ ગઈ. ભેંસોને લઈને પાછા વળતાં વચ્ચે મોટી નદી હતી. તેમાં ઘણું પૂર આવેલું હતું. તે જોઈ આકાશમાં ઊડવાની બુદ્ધિથી નવકાર મંત્રનું સ્મરણ કરીને તેણે નદીમાં પડતું મૂક્યું. તે વખતે એક ખીલો વાગવાથી તે મૃત્યુ પામીને તે જ શ્રેષ્ઠીને ઘેર સુદર્શન નામનો પુત્ર થયો. તે સુદર્શન યુવાવસ્થા પામ્યો, ત્યારે તેને શ્રેષ્ઠીએ કોઈ શ્રેષ્ઠીની મનોરમા નામની કન્યા પરણાવી. સુદર્શનને રાજાના પુરોહિત કપિલની સાથે ગાઢ મૈત્રી હતી. એકદા કપિલના મુખથી સુદર્શનના રૂપાદિક ગુણની પ્રશંસા સાંભળીને તેની સ્ત્રી કપિલા તેના પર અનુરક્ત થઈ. એક દિવસ એકાંતનો વખત જોઈને તે સુદર્શનને ઘેર ગઈ અને તેને કહ્યું કે “આજે તમારા મિત્રને શરીરે ઠીક નથી, માટે તેની ખબર લેવા માટે તમે જલદી મારે ઘેર ચાલો, તે બોલાવે છે.’’ એમ કહી તેને પોતાને ઘેર તેડી ગઈ. ત્યાં ગુપ્તગૃહમાં તેને લઈ જઈ બારણાં બંધ કરી લક્ત્રનો ત્યાગ કરીને તેણે ભોગની પ્રાર્થના કરી. ત્યારે પરસ્ત્રીને વિષે નપુંસક જેવા સુદર્શને પોતાના શીલનું રક્ષણ કરવા માટે કહ્યું કે‘હે મુગ્ધ! હું તો નપુંસક છું. તું મારી પાસે ફોગટ શા માટે પ્રાર્થના કરે છે?’’ એમ કહી તે ત્યાંથી નીકળી પોતાને ઘેર ગયો. એકદા રાજા, પુરોહિત અને સુદર્શનને સાથે લઈને ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયો. તે વખતે વાહનમાં બેસીને અભયા રાણી પણ કપિલાને સાથે લઈ ઉદ્યાનમાં ગઈ. તેવામાં કપિલાએ એક સ્ત્રીને છ પુત્રો સહિત માર્ગે ચાલી જતી જોઈને ‘‘આ સ્ત્રી કોણ છે?’’ એમ અભયા રાણીને પૂછ્યું, ત્યારે રાણી બોલી કે,‘‘આ તો સુદર્શન શેઠની સ્ત્રી છે. તેને તું ઓળખતી નથી? આ છયે તેના પુત્રો Page #194 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૫૩] સમકિતનો છઠ્ઠો આગાર-બલાભિયોગ ૧૮૩ છે.” તે સાંભળીને કપિલાએ કહ્યું કે–“શેઠ તો નપુંસક છે, તેને પુત્રો ક્યાંથી?” એમ કહી પોતાનો સર્વ વૃત્તાંત રાણીને કહ્યો. તે સાંભળી રાણી બોલી કે, “તું તો મૂર્ખ છે. તે શેઠે કપટ કરીને તને છેતરી.” કપિલા બોલી કે–“હે દેવી! તમારી ચતુરાઈ તો હું ત્યારે જ જાણું કે જ્યારે તેની સાથે તમે એક વખત પણ ક્રીડા કરો.” તે સાંભળીને રાણીએ તે વચન અંગીકાર કર્યું. પછી એકદા રાજા વગેરે સર્વે ક્રીડા કરવા ઉદ્યાનમાં ગયા હતા. અભયા રાણી મહેલમાં એકલી હતી. તે વખતે તેણે પંડિતા નામની પોતાની ઘાત્રીને સુદર્શનને તેડી લાવવાનું કહ્યું. તે ઘાત્રી સુદર્શનને ઘેર ગઈ તો એક શૂન્ય ઘરમાં સુદર્શનને કાયોત્સર્ગ રહેલ દીઠો. તેને ઘાત્રીએ ઉપાડીને રથમાં નાંખ્યો. પછી તેના પર ઉત્તમ વસ્ત્ર ઓઢાડીને કામદેવની મૂર્તિના મિષથી તેને રાણીના મહેલમાં લઈ ગઈ. ત્યાં એકાંતમાં રાણીએ હાવભાવપૂર્વક કામવિકાર દેખાડી તેની ઘણી પ્રાર્થના કરી; પરંતુ સુદર્શનનું મન જરા પણ ક્ષોભ પામ્યું નહીં. ત્યારે રાણીએ પોતાના સ્તનનો સ્પર્શ થાય તેવી રીતે તેના આખે અંગે ગાઢ આલિંગન કર્યું, તો પણ તેનું મન ક્ષોભ પામ્યું નહીં. છેવટ તે રાણી થાકી ગઈ, ત્યારે તેણે પોકાર કરી સિપાઈઓને બોલાવ્યા, અને “આ સુદર્શન મારા પર બળાત્કાર કરવા અહીં આવ્યો છે' એમ કહ્યું, સિપાઈઓ સુદર્શનને પકડીને રાજા પાસે લઈ ગયા. રાજાએ સુદર્શનને પૂછ્યું, પણ તેણે રાણી પરની દયાને લીધે કાંઈ પણ કહ્યું નહીં. ત્યારે તેને જ દોષિત ઘારી રાજાએ ક્રોઘથી “આને વિડંબનાપૂર્વક આખા નગરમાં ફેરવી શૂળીએ ચડાવીને મારી નાંખો એવી આજ્ઞા કરી. સિપાઈઓ તે પ્રમાણે કરી તેને ગામમાં ફેરવવા લાગ્યા. તે વખતે સુદર્શનની સ્ત્રીએ તેને તેવી અવસ્થામાં દીઠો; તેથી તરત જ ઘરદેરાસરમાં જઈ પતિનું કલંક ઊતરે ત્યાં સુઘીને માટે કાયોત્સર્ગ કરીને તે શ્રી જિનેશ્વર પાસે ઊભી રહી. અહીં રાજસેવકોએ સુદર્શનને ગામમાં ફેરવી ગામ બહાર લઈ જઈને શૂળીપર ચડાવ્યો; એટલે તે શૂળી તેના શિયળના પ્રભાવથી સુવર્ણનું સિંહાસન થઈ ગઈ. ત્યારે સિપાઈઓએ તેનો વધ કરવા માટે તેના કંઠ ઉપર ખગના પ્રહારો કર્યા ત્યારે તેના કંઠમાં તે હારરૂપ થઈ ગયા, મસ્તકપર કર્યા ત્યારે મુગટ થયો, કાનપર કર્યા ત્યારે કુંડલ થયાં, હાથ પગ પર પ્રહાર કર્યા ત્યારે કડાં થઈ ગયાં. તે જોઈ આશ્ચર્ય પામીને તે આશ્ચર્યકારક બનાવ સિપાઈઓએ રાજાને નિવેદન કર્યો. તે સાંભળી રાજા તરત જ ત્યાં આવ્યો અને સુદર્શનને સત્કારપૂર્વક હાથીપર બેસાડી મોટા ઉત્સવ સાથે પોતાને મહેલે લઈ ગયો. તે હકીકત જાણીને તેની સ્ત્રીએ કાયોત્સર્ગ પાર્યો. પછી રાજાએ આગ્રહપૂર્વક સુદર્શનને સત્ય વાત પૂછી; ત્યારે તેણે રાણીને અભય વચન અપાવી બધી વાત કહી. પછી રાજાએ સુદર્શનને હાથીપર બેસાડીને તેને ઘેર મોકલ્યો. આ વૃત્તાંત જાણીને અભયા રાણી ગળે ફાંસો બાંધીને મૃત્યુ પામી; અને પંડિતા પાટલીપુરે કોઈ વેશ્યાને ઘેર જઈને રહી. અનુક્રમે સુદર્શન શેઠે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. વિહાર કરતાં કરતાં તે પાટલીપુર આવ્યા. ત્યાં પંડિતાએ વહોરાવવાના મિષે પોતાને ઘેર લઈ જઈને બારણાં બંઘ કરી તેમની ઘણી કદર્થના કરી; પરંતુ તે મુનિ જરા પણ ચલિત થયા નહીં. છેવટ સાયંકાળે પંડિતાએ તેને છોડી મૂક્યા; એટલે તે મુનિ ગામ બહાર નીકળી વનમાં જઈ સ્મશાનભૂમિને વિષે પ્રતિમા ઘારણ કરીને ઊભા રહ્યા. ત્યાં વ્યંતરી થયેલી અભયારાણીએ પૂર્વ ભવના વૈરથી અનુકૂળ તથા પ્રતિકૂળ અનેક ઉપસર્ગો કર્યા, તોપણ તે મુનિનું ચિત્ત કિંચિત્ પણ ચલિત થયું નહીં; તેઓ તો શુભ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧ [સ્તંભ ૪ ધ્યાનમાં જ સ્થિર રહ્યા. અનુક્રમે શુક્લધ્યાનના યોગથી તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. તેમણે દેશના દીઘી. તેમની દેશના સાંભળીને અભયા તથા પંડિતા પ્રતિબોઘ પામી સમકિતઘારી થઈ. સુદર્શન કેવળી ચિરકાળ સુધી કેવળી પર્યાયનું પાલન કરી પ્રાંતે મોક્ષપદને પામ્યા. સુદર્શનની જેમ બળાભિયોગથી પણ જેઓ સ્વધર્મને વિષે દ્રઢ રહે છે તેઓ સદર્શન વડે જગતમાં પ્રધાન થઈને અલ્પકાળમાં ઉત્કૃષ્ટ સંપત્તિને પામે છે.” વ્યાખ્યાન પ૪ સમકિતની છ ભાવનાઓ मूलं द्वारं प्रतिष्ठान-माधारो भाजनं निधिः । द्विविधस्यापि धर्मस्य, षडेता बोधिभावनाः॥१॥ ભાવાર્થ-“ભૂલ, દ્વાર, પ્રતિષ્ઠાન, આઘાર, ભાજન અને નિથિ એ છ બન્ને પ્રકારના ઘર્મને વિષે બોધિની ભાવના કહેલી છે.” मूलं सर्वज्ञधर्मद्रो-रिं मुक्तिपुरस्य च । जिनोक्तधर्मयानस्य, प्रतिष्ठानं सुनिश्चलम् ॥१॥ आधारो विनयादीनां, धर्मामृतस्य भाजनम् । निधिर्ज्ञानादिरत्नानां, सम्यक्त्वमिति भावयेत् ॥२॥ ભાવાર્થ-“સમકિત એ જ સર્વજ્ઞભાષિત શ્રાવક અને સાધુ એ બન્ને પ્રકારના ઘર્મરૂપ વૃક્ષનું મૂળ છે, કેમકે તે મૂળ નિશ્ચળ હોય તો જ સ્વર્ગ મોક્ષાદિક ફળ પ્રાપ્ત થાય છે, એ પહેલી ભાવના. સમકિત એ મોક્ષરૂપ પુરનું દ્વાર છે, કેમકે સમકિતરૂપ દ્વારા વિના મોક્ષપુરની અંદર પ્રવેશ થઈ શકતો નથી; જેમ સામાન્ય નગરને વિષે પણ દરવાજા વિના પ્રવેશ થઈ શકતો નથી, એ બીજી ભાવના. જિનેશ્વરે કહેલા ઘર્મરૂપી વહાણનું સમકિત જ પ્રતિષ્ઠાન (નિશ્ચલ પીઠ) છે. તે પ્રતિષ્ઠાન નિશ્ચલ હોય તો ઘર્મરૂપી યાન ચિરકાળ ટકી શકે છે, એ ત્રીજી ભાવના. સમતિ વિનયાદિ ગુણોનો આઘાર (અવસ્થાન) છે. તે આધાર વિના વિનયાદિક ગુણો સ્થિર થતાં નથી, એ ચોથી ભાવના. સમતિ એ ઘર્મરૂપી અમૃતનું પાત્ર છે, કેમકે તે પાત્ર વિના ઘર્મરૂપી અમૃત રહી શકતું નથી, એ પાંચમી ભાવના. તથા સમકિત એ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી રત્નોનું નિદાન (ભંડાર) છે. નિદાન વિના બીજાં રત્નો જેમ જાળવી શકાતાં નથી તેમ સમકિત વિના જ્ઞાનાદિક ગુણરૂપી ત્રણ રત્નો રહી શકતાં નથી, એ છઠ્ઠી ભાવના. આ પ્રમાણે છ ભાવના ભાવવી.” આ સંબંઘમાં વિક્રમ રાજાની કથા છે તે નીચે પ્રમાણે વિક્રમરાજાની કથા કુસુમપુરને વિષે હરિતિલક નામે રાજા હતો. તેને ગૌરી નામની રાણી હતી અને વિક્રમ નામે પુત્ર હતો. તે કુમાર યુવાન થયો ત્યારે તેને રાજાએ બત્રીસ રાજકન્યાઓ પરણાવી. તે સ્ત્રીઓની સાથે વિક્રમકુમાર દોગંદક દેવની જેમ એકાંત સુખનો અનુભવ કરવા લાગ્યો. Page #196 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૫૪] સમકિતની છ ભાવનાઓ ૧૮૫ એકદા અશુભ કર્મના વશથી કુમારને અકસ્માત્ કાસ, શ્વાસ અને નવરાદિક વ્યાધિઓનો ઉપદ્રવ થયો. તેના નિવારણ માટે ઘણા મંત્ર, તંત્ર અને ઔષઘાદિવડે ઉપચારો કર્યા, પરંતુ કોઈ પણ રીતે રોગની શાંતિ થઈ નહીં. છેવટે વ્યાધિની અસહ્ય પીડાથી કંટાળી તેણે રોગશાંતિ માટે ઘનંજય નામના યક્ષની સો પાડાના બલિદાનની માનતા કરી. તે પણ નિષ્ફળ ગઈ. એકદા તે નગરના ઉદ્યાનમાં વિમલ નામના કેવળી સમવસર્યા. તે ખબર વનપાળના મુખથી સાંભળીને રાજા કેવળીને વંદના કરવા જવાને તૈયાર થયા, ત્યારે કુમાર બોલ્યો કે-“હે પિતા! મને પણ ત્યાં લઈ જાઓ, જેથી મુનિના દર્શન વડે મારા રોગની શાંતિ તથા પાપનો ક્ષય થાય.” તે સાંભળીને રાજા તેને સાથે લઈ ગયા. મુનિને વંદના કરી તેમના મુખથી ઘર્મદેશના સાંભળ્યા પછી રાજાએ પોતાના કુમારને મહા વ્યાધિ થવાનું કારણ પૂછ્યું, ત્યારે કેવળી બોલ્યા કે પૂર્વે આ કુમાર પવધ નામે રાજા હતો. તે અન્યાયનું મંદિર હતો. એકદા શિકાર કરવા માટે તે વનમાં ગયો હતો. ત્યાં પ્રતિમા ઘારણ કરીને ઊભેલા કોઈ સાઘુને જોઈને તેણે કારણ વિના વૈરને ચિંતવી તે મુનિને શરવડે હણ્યા. તે પાપકર્મ જોઈને તેના ઘાર્મિક પ્રઘાનોએ તેને પાંજરામાં નાખ્યો અને તેની ગાદીએ તેના પુત્રને સ્થાપન કર્યો. મુનિ તો કાળ કરી શુભ ધ્યાનને યોગે સર્વાર્થસિદ્ધિ નામના વિમાનમાં ઉત્પન્ન થયા. કેટલાક દિવસો પછી પદ્મરાજાને પાંજરામાંથી છોડી કાઢી મૂક્યા. તે ફરતા ફરતા કોઈ વનમાં ગયા. ત્યાં આમતેમ ભમતાં તેણે એક મુનિને દીઠા, એટલે દ્વેષથી તેને પણ તાડના કરી. મુનિએ તેને જ્ઞાનથી દુરાચરણી જાણીને તેજલેશ્યાવડે બાળી દીધો. તે મરીને સાતમી નરકે ગયો. ત્યાંથી આયુષ્યનો ક્ષય થયે સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્યપણે ઉત્પન્ન થયો. ત્યાંથી પાછો સાતમી નરકે જઈ ફરીથી મત્સ્ય થઈ છઠ્ઠી નરકે ગયો. એ પ્રમાણે દરેક નરકમાં બબ્બે ત્રણ-ત્રણ વાર ભ્રમણ કરીને કુદેવમાં ઉત્પન્ન થઈ, પૃથ્વી, અપુ, તેજસ વગેરેમાં, અનંતકાયાદિકમાં અને તિર્યંચમાં ઉત્પન્ન થઈ, મહાપીડાઓને સહન કરતાં તે પદ્મરાજાના જીવે અનંતી અવસર્પિણી ઉત્સર્પિણીઓ વ્યતીત કરી. પછી અકામનિર્જરાવડે તેના કર્મ હલકા થવાથી તે કોઈક શ્રેષ્ઠીનો પુત્ર થયો. તે ભવમાં તેણે તાપસી દીક્ષા લીધી. ત્યાંથી મરીને આ તારો પુત્ર થયો છે. હે રાજ! માત્ર થોડા અવશેષ રહેલા મુનિઘાતના પાપથી તેને આ રોગો ઉત્પન્ન થયા છે.” આ પ્રમાણે સાંભળતાં પણ કંપારી આવે તેવો પોતાનો પૂર્વ ભવ સાંભળીને બહાપોહ કરતાં તે કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી કુમારે પોતાના આત્માને કહ્યું કે मिच्छत्तमोहमूढो, जीव तुमं कत्थ कत्थ न हु भमिओ । छेयणभेयणपमुहं, किं किं दुख्खं न पत्तोसि ॥१॥ ભાવાર્થ-“મિથ્યાત્વમોહથી મૂઢ બનેલા હે જીવ! તું ક્યાં ક્યાં ભમ્યો નથી? (સર્વ યોનિમાં ભમ્યો છે.) અને જુદા જુદા ભાવોમાં છેદન ભેદન વગેરે કયા કયા દુઃખોને તું પામ્યો નથી? (સર્વ દુઃખોને પામ્યો છે.” પછી કુમારે મુનિને કહ્યું કે-“હે પૂજ્ય! મારા પર કૃપા કરી, સંસારરૂપી કૂવામાંથી ઘર્મરૂપી રઘુવડે મને બહાર ખેંચી કાઢો (મારો ઉદ્ધાર કરો.)” તે સાંભળીને મુનિએ દયાવડે છ ભાવનાથી Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ યુક્ત એવા સમકિતનું વર્ણન કર્યું, તેથી તે સમકિતસહિત શ્રાવકઘર્મને અંગીકાર કરી પોતાના નગરમાં ગયો અને ઘર્મનું આરાધન કરતાં કાળક્રમે નીરોગી થયો. એકદા પેલા યક્ષે પ્રગટ થઈને કુમારને કહ્યું કે-“હે કુમાર!મારી શક્તિથી તારો વ્યાધિ નાશ પામ્યો છે, માટે મને સો પાડા આપ.” કુમારે હસીને જવાબ આપ્યો કે-“મારો રોગ તો કેવળી ભગવંતની કૃપાથી ગયો છે, માટે તું પાડા માગતાં કેમ શરમાતો નથી? હું એક કુંથવાની પણ હિંસા કરતો નથી, તો તું આ શું માગે છે?” તે સાંભળીને યક્ષ ક્રોધથી બોલ્યો કે-“અરે! ઠીક છે, ત્યારે હવે મારું બળ તને બતાવીશ, જોજે.” એમ કહીને તે અદ્રશ્ય થયો. એકદા કુમાર વનને વિષે રહેલા જિનાલયમાં જઈ પ્રભુની પૂજા કરીને ઘર તરફ આવતો હતો. તે વખતે માર્ગમાં તે યક્ષ કુમારના બે પગ પકડી તેને ભૂમિ પર પછાડીને બોલ્યો કે-“અરે! કેમ હજુ સુધી તું તારો આગ્રહ મૂક્તો નથી?” કુમારે જવાબ આપ્યો-“હે યક્ષ! તું જીવહિંસા કરવી છોડી દે. કહ્યું છે કે – श्लोकार्धेन प्रवक्ष्यामि, यदुक्तं ग्रन्थकोटिभिः । परोपकारः पुण्याय, पापाय परपीडनम् ॥१॥ ભાવાર્થ-જે વાત કરોડ ગ્રંથે કરીને કહી છે તે વાત હું અર્ધા શ્લોકથી જ કહું છું કે–પરોપકાર કરવો તે પુણ્યને માટે છે, અને પરને પીડા કરવી તે પાપને માટે છે. દેવેનુધરાકીનાં, વાતારઃ સુરતમાં મુવિ ! કુર્તમઃ પુરુષો નોવે, યઃ પ્રાણપ્રારા ભાવાર્થ-સુવર્ણ, ગાયો અને પૃથ્વી વગેરેનું દાન કરનાર પૃથ્વી પર સુલભ છે. પણ જે સર્વ પ્રાણીઓને અભયદાન આપે છે તે પુરુષ આ લોકમાં દુર્લભ છે.” આ પ્રમાણે કુમારનું સાહસ જોઈને યક્ષ બોલ્યો કે-“જો તું જીવહિંસા ન કરે તો તે માત્ર મને પ્રણામ જ કર, તેથી જ હું સંતુષ્ટ થઈ જઈશ.” તે સાંભળી કુમારે કહ્યું કે-“પ્રણામ ઘણી જાતનાં થાય છે. તેમાંથી તું કઈ જાતના પ્રણામ ઇચ્છે છે? પ્રણામના ભેદ આ પ્રમાણે છે, તે તું સાંભળ. હાસ્ય પ્રણામ, વિનય પ્રણામ, પ્રેમ પ્રણામ, પ્રભુપ્રણામ અને ભાવ પ્રણામ-એ પાંચ પ્રકારના પ્રણામમાં મશ્કરીથી કે હીલનાથી જે પ્રણામ થાય તે હાસ્યપ્રણામ કહેવાય છે; પિતા વગેરે ગુરુજનને જે પ્રણામ થાય તે વિનયપ્રણામ છે; મિત્રાદિકને જે પ્રણામ થાય તે પ્રેમપ્રણામ છે; રાજા વગેરેને પ્રણામ કરીએ તે પ્રભુપ્રણામ છે અને દેવગુરુને જે પ્રણામ કરીએ તે ભાવપ્રણામ કહેવાય છે. તું આ પ્રણામોમાંથી કયા પ્રણામને યોગ્ય છે?” યક્ષ બોલ્યો કે–“હે કુમાર! તું મને છેલ્લા ભાવપ્રણામ કર, કેમકે આ જગતની ઉત્પત્તિ, સંહાર અને પાલન તથા સંસારથી વિસ્તારણ વગેરે સર્વ મારા હાથમાં છે.” તે સાંભળી કુમાર બોલ્યો કે–“હે યક્ષ! પ્રથમ તું જ ભવસાગરમાં ડૂબેલો છે તો તે બીજાને શી રીતે તારીશ? કેમકે जह लोहसिला अप्पं पि, बोलइ तह विलग्ग पुरिसस्स । इय सारंभो गुरू, परमप्पाणं च बोलेई ॥१॥ Page #198 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પપ] સમકિતનાં છ સ્થાનકમાંના પ્રથમના બે સ્થાનક ૧૮૭ ભાવાર્થ-“જેમ લોઢાની શિલા (જળમાં) પોતાને તથા પોતાને વળગેલા પુરુષને પણ બુડાડે છે, તેમ આરંભવાળા ગુરુ પણ પોતાને તથા પરને ભવસાગરમાં બોળે છે–બુડાડે છે.” આ પ્રમાણે યુક્તિથી રાજકુમારે યક્ષને પ્રતિબોઘ પમાડ્ય; એટલે તે સંતુષ્ટ થઈને કુમારપર પુષ્પવૃષ્ટિ કરી “સંકટ સમયે મને યાદ કરજો” એમ કહી અદ્રશ્ય થયો. એકદા કુમારે યક્ષની સહાયથી દુર્જય એવા કલિંગ દેશના રાજાને યુદ્ધમાં જીતી લીધો અને પછી નિષ્કટક રાજ્ય ચલાવવા લાગ્યો. કેટલોક કાળ વ્યતીત થયે વિક્રમ રાજા એક દિવસ રાજવાડીમાં ફરવા જતો હતો. તે વખતે માર્ગમાં એક શ્રેષ્ઠીને ઘેર મહોત્સવ થતો જોઈ તે પણ આનંદ પામ્યો. પછી ક્રીડા કરીને પાછો વળ્યો. ત્યારે તે જ શ્રેષ્ઠીને ઘેર માણસોને રુદન કરતા જોઈને રાજાએ કોઈને તેનું કારણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે “હે સ્વામી! આ શ્રેષ્ઠીને ઘેર પુત્રનો જન્મ થયો હતો, તેથી મહોત્સવ થતો હતો, પણ જમ્યા પછી તરત જ તે પુત્ર મરણ પામ્યો, તેથી તેના કુટુંબીઓ રુદન કરે છે.” તે સાંભળીને વિક્રમરાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેણે વિચાર્યું કે बाल्यादपि चरेद्धर्म-मनित्यं खलु जीवितम् । फलानामिव पक्वानां, शश्वत्पतनतो भयम् ॥१॥ ભાવાર્થ-“આ જિંદગી અનિત્ય છે, તેથી બાલ્યાવસ્થાથી જ ઘર્મનું આચરણ કરવું, કેમકે પાકેલાં ફળની માફક જીવને નિરંતર પડી જવાનો (મૃત્યુનો) ભય રહેલો છે.” આ પ્રમાણે વિચારીને રાજાએ પોતાના પુત્રને રાજ્યપર બેસાડી દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે કેવળજ્ઞાન પામી તે મોક્ષપદને પામ્યા. “વિક્રમ રાજાની જેમ શુભ ભાવનાવડે સમકિતનું સેવન કરવું; કેમકે તેમ કરવાથી તેવી ભાવનાવડે બન્ને લોકમાં શુભનો ઉદય થાય છે.” વ્યાખ્યાન પપ . સમકિતનાં છ સ્થાનકમાંના પ્રથમના બે સ્થાનક _ अनुभवसिद्धो जीवः, प्रत्यक्षो ज्ञानचक्षुषाम् । ज्ञायतेऽनेकवाञ्छाभि-रस्तिस्थानं तदेव हि ॥४॥ ભાવાર્થ-“જ્ઞાનરૂપી નેત્રવાળાઓને (કેવળજ્ઞાનીઓને પ્રત્યક્ષ એવો જીવ અનુભવસિદ્ધ છે. તેમજ તે જીવ અનેક વાંચ્છાથી જણાય છે (સિદ્ધ થાય છે) તે પહેલું “અસ્તિસ્થાન' કહેવાય છે.” કેટલાક મિથ્યાત્વીઓ “જીવ છે જ નહીં' એમ માને છે. તેઓ એવું અનુમાન કરે છે કે–આત્મા પાંચ ઇન્દ્રિયોથી પ્રત્યક્ષપણે ગ્રહણ કરી શકાતો નથી તેથી આકાશના પુષ્પની જેમ તે (આત્મા) છે જ નહીં. આવા નાસ્તિકવાદીને આચાર્ય જવાબ આપે છે કે-“પોતાના જ્ઞાનથી જ અનુભવાતો આત્મા સિદ્ધ છે; કેમકે કેવળજ્ઞાનીને તો તે પ્રત્યક્ષ છે અને છાસ્થોને અનુમાનથી સિદ્ધ થાય છે. અનેક પ્રકારની વાંછનાઓથી તથા સુખદુઃખાદિકની કલ્પનાજાળથી નિશ્ચય થઈ શકે છે કે તે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ વાંચ્છાઓનો તથા કલ્પનાઓનો કરનાર આત્મા છે. તે વિષે અનુમાન આ પ્રમાણે થઈ શકે છે. સુખ, દુઃખ અને ઇચ્છા વગેરેના કારણભૂત હોવાથી આત્મા છે. જે જે વસ્તુ કાર્ય અને કારણભૂત છે, તે તે વસ્તુ છતી જ હોય છે. જેમ ઘટ કાર્ય અને તેનું કારણ માટીનો પિંડ તે જેમ છતી વસ્તુ છે, તે જ પ્રમાણે આ આત્મા કારણ અને સુખદુઃખાદિક તેનાં કાર્યો છે, તેથી આત્માની સિદ્ધિ થાય છે. જેઓની આવી સમ્યગુ બુદ્ધિ છે તેઓમાં સમ્યકત્વનું પ્રથમ સ્થાનક (આત્માનું અસ્તિત્વ) છે એમ જાણવું. આ પ્રમાણે જીવનું હોવાપણું જે માનવું તે પહેલું “અસ્તિસ્થાન' કહેવાય છે. હવે બીજું જીવનું નિત્યવસ્થાન કહે છે– द्रव्यस्यापेक्षया नित्यो, हि व्ययोत्पादवर्जितः । पर्यायापेक्षयाऽनित्यः सद्भावेन च शाश्वतः॥१॥ ભાવાર્થ-બદ્રવ્યની અપેક્ષાએ નાશ અને ઉત્પત્તિ રહિત એવો નિત્ય આત્મા છે, પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે, અને સભાવવડે તે આત્મા શાશ્વત છે.” આ આત્મા દ્રવ્યનયની અપેક્ષાએ વિનાશ અને ઉત્પત્તિરહિત છે એટલે આત્મા કદાપિ ઉત્પન્ન થતો નથી તેમજ વિનાશ પણ પામતો નથી. અહીં કોઈ શંકા કરે કે-“આટલું જ કહેવાથી તો આચાર્યે આત્માનું નિત્યપણું એકાંતે અંગીકાર કર્યું.” તો તેના નિરાકરણ માટે ઉત્તરાર્ધમાં કહે છે કે પર્યાયનયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે અને સત્તાએ કરીને શાશ્વત છે; કેમકે પૂર્વે કરેલાનું તથા કરાવેલાનું તેને સ્મરણ થાય છે. તે એવી રીતે કે, “મેં પૂર્વ ભવે જે અરિહંતનું બિંબ ભરાવ્યું હતું તે જ આ બિંબ છે.” એ પ્રમાણે આ જન્મને વિષે તે બિંબ જોવાથી તેનું સ્મરણ થાય છે, અને જાતિસ્મરણ જ્ઞાન ઊપજે છે. જીવના પર્યાય બદલાતા હોવાથી બીજા ભવમાં ગમન કરવા પડે તે સાદિ સાંત ભાંગે અનિત્ય જણાય છે, અર્થાત્ આત્મા નિત્ય છે અને તેના પર્યાયો અનિત્ય છે એમ જાણવું. વળી દ્રવ્ય કદાપિ પર્યાય રહિત હોતું જ નથી. તે વિષે પૂર્વસૂરિએ કહ્યું છે કે पर्यायविच्युतं द्रव्यं, पर्याया द्रव्यवर्जिताः । कदापि केन किंरूपा, दृष्टा मानेन केन वा ॥१॥ ભાવાર્થ-“પર્યાય રહિત દ્રવ્યને તથા દ્રવ્ય રહિત પર્યાયને કોઈ પણ વખત કોઈ પણ રૂપે કોઈએ જોયા છે? અથવા કોઈ પણ પ્રમાણથી સિદ્ધ કર્યા છે? નથી જ કર્યા, કેમકે પર્યાય વિનાનું દ્રવ્ય અને દ્રવ્ય વિનાના પર્યાય હોતા જ નથી.” વળી સભાવ એટલે સત્તાને આશ્રયીને આત્મા શાશ્વત છે; એટલે આદંત રહિત કેવળ સ્થિર સ્વભાવપણાએ કરીને ધ્રુવ છે. આ પ્રમાણે નિશ્ચલ કરેલા મનવાળાને સમકિતનું બીજું સ્થાનક છે એમ જાણવું. આ પ્રસંગ ઉપર ઇંદ્રભૂતિનો પ્રબંધ છે તે નીચે પ્રમાણે ઇંદ્રભૂતિ(ગૌતમ)નો પ્રબંધ મગઘ દેશનાં ગોબર નામના ગામમાં વસુભૂતિ નામે બ્રાહ્મણ રહેતો હતો. તેને પૃથ્વી નામની પત્ની હતી અને ઇન્દ્રભૂતિ નામનો પુત્ર હતો. તે પોતાની બુદ્ધિથી વ્યાકરણ, ન્યાય, કાવ્ય, અલંકાર, Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ વ્યાખ્યાન પપ] સમકિતનાં છ સ્થાનકમાંના પ્રથમના બે સ્થાનક વેદ, પુરાણ અને ઉપનિષદ વગેરે સર્વશાસ્ત્રમાં વિદ્વાન થયો હતો, પરંતુ તેને વેદનો અર્થ વિચારતાં જીવના હોવાપણા વિષે સંશય થયેલો હતો, પણ તે પોતે સર્વજ્ઞ હોવાનો ડોળ ઘારણ કરતો હતો, તેથી કોઈને પૂછીને પોતાના સંશયનો ખુલાસો કરી શકતો નહોતો. એકદા તે ઇન્દ્રભૂતિ શ્રી મહાવીર સ્વામીના સમવસરણને વિષે આવ્યો. તે વખતે પ્રભુએ તેને નામથી બોલાવ્યો અને જ્ઞાનવડે તેના મનનો સંશય જાણીને કહ્યું કે-“હે ઇન્દ્રભૂતિ! તું જીવન અભાવ સ્થાપન (સિદ્ધ) કરે છે અને તેમાં એવી યુક્તિઓ કરે છે કે ઘટ, પટ, લકુટ વગેરે પદાર્થોની જેમ જીવ પ્રત્યક્ષ દેખાતો નથી, માટે તે સસલાનાં શીંગડાની જેમ છે જ નહીં. આ પ્રમાણે પ્રત્યક્ષ પ્રમાણથી આત્મા નથી એમ સિદ્ધ થાય છે. વળી અનુમાન પ્રમાણથી પણ આત્મા સિદ્ધ થઈ શકતો નથી; કેમકે અનુમાન પ્રમાણ પણ પ્રત્યક્ષપૂર્વક જ પ્રવર્તે છે. પ્રથમ મહાનસ (રસોડા) વગેરેમાં ઘુમાડો જોઈને અગ્નિની સિદ્ધિ પ્રત્યક્ષ પ્રમાણથી કરી હતી, તેથી ત્યારપછી જ્યાં ઘુમાડો હોય ત્યાં અગ્નિ હોય એવી વ્યાતિનું જ્ઞાન થાય છે, અને ત્યારપછી કોઈ પર્વતાદિકમાં ઘુમાડો જોવાથી તેમાં અગ્નિ સિદ્ધ કરવા માટે અનુમાન કરવામાં આવે છે. તે પ્રમાણે અહીં આત્માની સિદ્ધિ કરવા માટે આત્મારૂપ લિંગીની સાથે તેના કોઈ પણ લિંગ (ચિહ્ન)ની પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધિ થતી નથી, કે જે ચિત્ર જોઈને વ્યાતિનું જ્ઞાન થાય અને ત્યારપછી અનુમાન કરી શકાય. વળી આગમથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, કેમકે સર્વે મતના આગમો પરસ્પર વિરુદ્ધ છે. એક શાસ્ત્રમાં એમ પણ કહ્યું છે કે एतावानेव लोकोऽयं, यावानिन्द्रियगोचरः । भद्रे वृकपदं पश्य, यद्वदन्त्यबहुश्रुताः॥१॥ ભાવાર્થ-“કોઈ વિષયાભિલાષી નાસ્તિકે રેતીમાં પોતાના હાથવડે વરુનાં પગલાં જેવી રેખાઓ કરીને, પછી તેને બધા માણસો આ વરુનાં પગલાં જણાય છે એમ કહેતાં જોઈ પોતાની પત્નીના પારલૌકિક વિશ્વાસનો નાશ કરવા તેને કહ્યું કે-“હે પ્રિયા! આ દુનિયા જેટલી ઇન્દ્રિયોથી ગ્રાહ્ય છે તેટલી જ છે, તેથી વઘારે કાંઈ નથી. જો આ અબહુશ્રુતો મારી કરેલી રેખાને વરુનાં પગલાં કહે છે; તેમ તેઓએ શાસ્ત્રોમાં બધું કપોલકલ્પિત જ લખેલું છે, અર્થાત્ અનેક પ્રકારના ત્યાગ-નિયમાદિ બતાવનારા શાસ્ત્રો મુગ્ધ જનોને છેતરવા માટે જ રચેલાં છે.” વળી તે બ્રાહ્મણે બીજો શ્લોક કહ્યો કે पिब खाद च चारुलोचने, यदतीतं वरगात्रि तन्न ते । न हि भीरु गतं निवर्तते, समुदयमात्रमिदं कलेवरम् ॥२॥ ભાવાર્થ-“હે સુંદર નેત્રવાળી! તું મરજી પ્રમાણે ખાન પાન કર. હે સુંદર દેહવાળી! જે ગયું તે તારું નથી (અર્થાત્ તે ફરીથી મળવાનું નથી, કેમકે હે ભીરુ (બીકણ) સ્ત્રી! ગયેલું પાછું આવતું જ નથી; અને આ શરીર તો માત્ર પંચ મહાભૂતનો સમુદાય જ છે. અર્થાત્ શરીરનો નાશ થયે સર્વનો નાશ થાય છે. પરલોક વગેરે સર્વ અસત્ય છે; તેથી ખાધું પીધું ને ભોગવ્યું તે જ ખરું છે. (આ પ્રમાણે નાસ્તિકો માને છે.) Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ તેમજ વેદમાં પણ કહ્યું છે કે–“ હિ હૈ સશરીરસ્ય પ્રિયપ્રિયજ્યોરપતિતિ, ઉશરીરં વા સંત પ્રિયાધેિ ન છૂશતઃ ” “શરીરવાળા જીવને પ્રિય કે અપ્રિયનો નાશ (અભાવ) નથી. શરીર વિનાના જીવને પ્રિય કે અપ્રિય સ્પર્શ કરતા નથી.” (અહીં પ્રિય એટલે સુખ અથવા પુણ્ય અને અપ્રિય એટલે દુઃખ અથવા પાપ સમજવું). વળી કપિલના મતવાળા કહે છે કે–“તિ પુરુષ:. કર્તા નિર્ગુનો નો વિદ્રુપ: ત્યાતિ” પુરુષ–આત્મા છે. તે આત્મા અકર્તા છે (કર્તા નથી). નિર્ગુણ છે (સત્ત્વાદિક ગુણવાળો નથી.) પણ ભોક્તા અને ચૈતન્ય સ્વરૂપ છે. ઇત્યાદિ. આ પ્રમાણે શાસ્ત્રો પણ પરસ્પર વિરુદ્ધ કહેતા હોવાથી આત્મા સિદ્ધ થતો નથી. તેમજ આ ત્રણ ભુવનને વિષે એવો કોઈ પણ પદાર્થ નથી કે તે પદાર્થના જેવો જીવ કહીને ઉપમાન પ્રમાણથી પણ આત્મા સિદ્ધ કરી શકાય; તેથી સર્વ પ્રમાણોથી અતીત એવો આત્મા (જીવ) છે જ નહીં એમ સિદ્ધ થાય છે.” હે ઇન્દ્રભૂતિ! આવું તારું સમજવું છે તે અયુક્ત છે. હે આયુષ્મા! તે આત્મા ઇન્દ્રિયો વડે અગ્રાહ્ય હોવાથી તે (આત્મા) નથી એમ કહ્યું, પણ જેમ તારા મનનો સંશય મેં જાણ્યો તેમજ હું પ્રત્યક્ષ રીતે સર્વત્ર જીવને જોઉં છું. કેવળ હું જ જોઉં છું એમ નથી પરંતુ તું પણ “અહં” (હું) એવો શબ્દ બોલી તારા દેહમાં આત્મા રહેલો છે એમ બતાવી આપે છે. છતાં તેનો તું અભાવ કહે છે તેથી “મારી માતા વંધ્યા છે” અથવા “મારા મોઢામાં જીભ નથી” એ વાક્યની જેમ તારા પોતાના જ વાક્યમાં દોષ આવે છે. વળી સ્મરણ, કાંઈ પણ જાણવાની ઇચ્છા, કોઈ પણ કાર્ય કરવાની ઇચ્છા, ક્યાંક જવાની ઇચ્છા, સંશય વગેરે જ્ઞાન વિશેષ, એ જીવના જ ગુણો છે; અને તેથી તે સ્વસંવેદન પ્રત્યક્ષ છે. માટે તેનો તું સ્વીકાર કર. વળી અનુમાન પ્રમાણથી પણ આત્મા સિદ્ધ થાય છે. દેહાદિક ઇન્દ્રિયોનો જે અધિષ્ઠાતા તથા ભોક્તા છે તે જીવ જ છે. જેનો ભોક્તા ન હોય તે ભોગ્ય પણ ન હોય, ગઘેડાના શીંગડાની જેમ. આ શરીરાદિક ભોગ્ય છે તો તેનો ભોક્તા પણ કોઈ હોવો જ જોઈએ. વળી હે ગૌતમ! તને જીવ વિષે સંશય થવાથી જ તારા શરીરમાં જીવ છે તેમ નિર્ણય થાય છે. (કેમકે તને સંશય થયો તે કોને થયો?) જ્યાં જ્યાં સંશય હોય, ત્યાં ત્યાં તે (સંશયવાળો) પદાર્થ હોવો જ જોઈએ. જેમ કોઈ પુરુષ દૂરથી ઝાડનું ઠૂંઠું અને માણસ જોયેલ હોવાથી ફરીને જ્યારે એવું દ્રષ્ટિએ પડે છે ત્યારે તે તેમાં માણસના અને ઝાડનાં ઠૂંઠાનાં બન્નેનાં લક્ષણો વિચારે છે કે, શું આ તે ઝાડનું ઠૂંઠું છે કે પુરુષ છે?” પછી અન્વય વ્યતિરેક ઘર્મ વિચારી, પક્ષી તેની ઉપર બેસવાથી આ સ્થાણુ (ઝાડનું ટૂંઠું) છે એમ સિદ્ધ કરે છે; અથવા હસ્તપાદાદિક અવયવોથી અને હાલવા ચાલવાથી માણસ છે એમ સિદ્ધ કરે છે. તેવી જ રીતે આત્મા અને દેહ એ બન્ને પદાર્થો છતા હોય એટલે તેમનું અસ્તિત્વ હોય તો જ સંશય થાય છે, પણ બેમાંથી એક પદાર્થ ન જ હોય, તો તેવો સંશય પણ થતો નથી. આ પ્રમાણે અનુમાન પ્રમાણથી પણ તું જીવની હયાતી અંગીકાર કર. વળી હે ગૌતમ! સર્વે શાસ્ત્રો (આગમો) પરસ્પર વિરુદ્ધ હોવાથી કયું પ્રમાણ અને કયું Page #202 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પ૫] સમકિતનાં છ સ્થાનકમાંના પ્રથમના બે સ્થાનક ૧૯૧ અપ્રમાણ? એવો તને જે સંદેહ થાય છે તે પણ અયુક્ત છે. કેમકે સર્વે આગમો આત્માની હયાતીનું તો સ્થાપન કરે છે જ. શબ્દ પ્રમાણ (વ્યાકરણ) વાળા શાબ્દિકો કહે છે કેयद्व्युत्पत्तिमत्सार्थकं, शुद्धपदं तद्वस्तुभवत्येव यथा तपन । व्युत्पत्त्यादिरहितो यत् शब्दः तद्वस्तु नास्त्येव यथा डित्थडवित्थादयः॥ ભાવાર્થ-“જે વ્યુત્પત્તિવાળું, સાર્થક એક પદ હોય તે પદાર્થ હોય જ. જેમ તપતીતિ તપતાપ પમાડે તે તપન કહેવાય; એ વ્યુત્પત્તિથી તપન શબ્દ સૂર્ય એવો પદાર્થ એમ સિદ્ધ થયું. તથા જે વ્યુત્પત્તિ વગેરે વિનાનો શબ્દ હોય, તે પદાર્થ ન હોય; જેમ ડિત્ય, ડિવિથ વગેરે. તેવી જ રીતે સતતીતિ ત્મિ-ભવાંતરમાં જે નિરંતર ગતિ કરે તે આત્મા. એમ આત્મા શબ્દપ્રમાણથી પણ સિદ્ધ થાય છે.” વળી કહ્યું છે કે परमानन्दसंपन्नं, निर्विकारं निरामयम् । ध्यानहीना न पश्यन्ति, निजदेहे व्यवस्थितम् ॥॥ ભાવાર્થ-“પરમ આનંદથી યુક્ત, વિકાર રહિત અને નિરામય (સ્વસ્થ) એવો આત્મા પોતાના દેહમાં જ રહ્યો છે; તોપણ તેને ધ્યાન રહિત પુરુષો જોઈ શકતા નથી.” उत्तमा ह्यात्मचिन्ता च, मोहचिन्ता च मध्यमा । अधमा कामचिन्ता च परचिन्ताऽधमाधमा ॥२॥ ભાવાર્થ-“આત્માની ચિંતા એટલે આત્માના હિતાહિતનું ચિંતવન, વિચાર કરવો તે ઉત્તમ છે, મોહની ચિંતા એટલે સાંસારિક અનેક કાર્યોની ચિંતા કરવી તે મધ્યમ છે, કામની એટલે ઇન્દ્રિયોના વિષયાદિકની ચિંતા કરવી તે અઘમ છે, અને પારકી ચિંતા કરવી તે અઘમાઘમ છે.” नलिन्यां च यथा नीरं, भिन्नं तिष्ठति सर्वदा । अयमात्मा स्वभावेन, देहे तिष्ठति सर्वदा ॥३॥ ભાવાર્થ-“નલિનીકમલિની)ને વિષે જેમ જળ હમેશાં જુદું જ રહે છે તેમ આ આત્મા પોતાના સ્વભાવથી જ નિરંતર દેહને વિષે જુદો જ રહે છે.” આ પ્રમાણે હે ગૌતમ! સર્વ શાસ્ત્ર સંમત એવા જીવનો જેઓ અભાવ કહે છે તેઓ મિથ્યાવાદી જ છે; માટે અનંત જીવોથી ભરેલું આ વિશ્વ છે એમ તું અંગીકાર કર. વળી હે ગૌતમ! “આત્મા જેવો કોઈ પદાર્થ નથી, માટે ઉપમાન પ્રમાણથી પણ આત્મા સિદ્ધ થઈ શકતો નથી' એમ જે તું માને છે તે પણ અયોગ્ય છે; કેમકે ઘર્માસ્તિકાય, અઘર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે પદાર્થો એક જીવના પ્રદેશ જેટલા જ પ્રદેશ પ્રમાણવાળા છે; તેથી તેની ઉપમા આપી શકાય છે. (આ વિષે હરિભદ્રસૂરિત પદર્શનસમુચ્ચયની બ્રહવૃત્તિમાં વિસ્તારથી કહેલું છે ત્યાંથી જોઈ લેવું.) વળી હે મૈતમ! જેવો તારા દેહમાં આત્મા છે, તેવો જ બીજાના દેહમાં પણ છે; કેમકે હર્ષ, શોક, સંતાપ, સુખ, દુઃખ વગેરે વિજ્ઞાનનો ઉપયોગ સર્વ દેહોમાં જણાય છે. વળી આત્મા કુંથુ (કુંથુવો) જેવડો થઈને મોટો હાથી જેવડો પણ થાય છે. ઇંદ્ર થઈને તિર્યંચ પણ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ થાય છે, તેથી જેની શક્તિ ચિંતવી ન શકાય તેવો તે અચિંત્ય શક્તિમાન, વિભુ (સમર્થ), કર્તા, ભોક્તા, જ્ઞાતા અને કર્મથી ભિન્નભિન્ન સ્વરૂપવાળો છે. વળી તું વિજ્ઞાનઘન વગેરે વેદવાક્યના પદોનો અર્થ જે કરે છે તે અયોગ્ય છે. તે કહે છે કે-“વિજ્ઞાનધન મેગ્યો મૂખ્ય: સમુત્યાય (ઉત્પ) તતસ્તાન્ચેવ (મહામૂતાચેવ) अनुविनश्यति तदा विज्ञानघन आत्मा नश्यति । अत अव न प्रेत्यसंज्ञास्ति, प्रागेव सर्वनाशं નષ્ણાતું”“ઘણા વિજ્ઞાનવાળો આ આત્મા આ પંચમહાભૂતથકી ઉત્પન્ન થઈને પછી તે જ મહાભૂતોમાં જ નાશ પામે છે; એટલે ગાઢ વિજ્ઞાન સ્વરૂપ આત્મા નાશ પામે છે, માટે પરભવમાં જાય છે એવી તેની સંજ્ઞા રહેતી નથી; કેમકે પૂર્વ ભવે જ તેનો સર્વથા નાશ થયો છે.” આ પ્રમાણે તું અર્થ કરે છે તે યુક્ત નથી. એનો અર્થ અમે કહીએ છીએ તે પ્રમાણે ઘાર, એટલે વિરોઘ આવશે નહીં. વિજ્ઞાન એટલે જ્ઞાન અને દર્શનનો ઉપયોગ, તેથી કરીને ઘન (નિબિડગાઢ) એવો જીવ આ શેયભાવના પરિણામને પામેલા મહાભૂત (ઘટાદિક) થકી ઉત્પન્ન થઈને એટલે ઘટાદિકના જ્ઞાનરૂપ ઉપયોગ વડે ઉત્પન્ન થઈને, તે જ ઉપયોગમાં આવેલા ઘટાદિકનો નાશ થવાથી કાળના ક્રમે કરીને (એક કાળે એક વસ્તુનો ઉપયોગ, બીજે કાળે બીજી વસ્તુને, એ રીતે) બીજી વસ્તુનો ઉપયોગ થયે સતે પ્રથમ વસ્તુનો ઉપયોગ નાશ પામે છે, પણ આત્માનો સર્વથા નાશ થતો નથી; કેમકે આ એક જ આત્મા ત્રણ સ્વભાવવાળો છે, તે આ પ્રમાણે–પૂર્વવસ્તુના ઉપયોગનો નાશ થવાથી વિનાશી, બીજી વસ્તુના જ્ઞાનનો ઉપયોગ થવાથી ઉત્પન્ન સ્વભાવવાળો અને અનાદિકાલથી પ્રવૃત્ત થયેલા સામાન્ય વિજ્ઞાનની સંતતિથી અવિનષ્ટ ધ્રુવસ્વભાવી આત્મા છે. આ પ્રમાણે બીજી સર્વ વસ્તુઓ પણ ત્રણ સ્વભાવવાળી જાણવી. હવે ને પ્રત્યસંજ્ઞાતિ એટલે બીજી વસ્તુના ઉપયોગ વખતે પૂર્વ વસ્તુનું જ્ઞાન એટલે સંજ્ઞા હોતી નથી, કેમકે હાલ બીજી વસ્તુનો ઉપયોગ વર્તે છે તેની સંજ્ઞા છે. હે ગૌતમ! આ યુક્તિઓથી “જીવ છે એમ તું અંગીકાર કર.” આ પ્રમાણે ત્રણ જગતના સ્વરૂપને જાણનાર ભગવાને સર્વ જીવોને પ્રતિબોઘ કરવાના ઉપાયની નિપુણતાથી ગૌતમનો સંશય દૂર કર્યો, એટલે પચાસ વર્ષની વયે પહોંચેલા તે ગૌતમે ગૃહસ્થ ઘર્મનો ત્યાગ કરી, પાંચસો શિષ્યો સહિત ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી ભગવાને તેને પ્રથમ ગણધર પદે સ્થાપન કર્યા. સાત હાથ ઊંચા દેહવાળા, અનેક લબ્ધિઓથી યુક્ત, શુદ્ધ ચારિત્રનું પાલન કરવાથી મન:પર્યાયજ્ઞાન પામેલા, ક્ષયોપશમ સમકિતથી યુક્ત, માવજીવ છઠ્ઠ તપ કરનાર, વિષય અને કષાયનો જય કરવારૂપ ગુણને પામેલા ઇન્દ્રભૂતિ (ગૌતમ) ગણઘરે ત્રીશ વર્ષ સુધી શ્રી મહાવીર પ્રભુની સેવા કરી. એકદા શ્રી મહાવીરસ્વામીએ પોતાના નિર્વાણનો સમય નજીક જાણી ગૌતમનો પોતાના પ્રત્યેનો રાગ નાશ કરવા માટે તેમને (ગૌતમ ગણઘરને) દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોઘ કરવા માટે મોકલ્યા. તેમના ગયા પછી પ્રભુએ સોળ પ્રહર સુધી એકઘારાએ દેશના આપી. દેશનાને અંતે ભગવાન અવિનાશી મોક્ષપદ પામ્યા. ગૌતમ ગણઘર દેવશર્માને પ્રતિબોઘ કરી જિનેશ્વર પાસે પાછા આવતા હતા, તેવામાં માર્ગમાં પ્રભુના મોક્ષકલ્યાણકને માટે આવેલા દેવતાઓના મુખથી ભગવાનનું નિર્વાણ જાણી, જાણે વજના પ્રહારથી હણાયા હોય તેમ મહા દુઃખી Page #204 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૫૬] સમકિતનું ત્રીજું તથા ચોથું સ્થાનક ૧૯૩ થઈ ચિત્તથી વિચાર કરવા લાગ્યા કે—“અહો! કૃપાસાગર પ્રભુએ આ શું કર્યું? કે જેથી આવા સમયે મને દૂર મોકલ્યો ! શું મને પોતાની સાથે લઈ ગયા હોત તો મોક્ષનો માર્ગ સાંકડો થઈ જાત? હે ત્રણ જગતમાં સૂર્ય સમાન પ્રભુ! હવે મારા પ્રશ્નના જવાબ કોણ આપશે?’’ ઇત્યાદિ વિચાર કરીને તે વારંવાર ‘મહાવીર’ ‘મહાવીર' એ શબ્દનો મોટે સ્વરે જાપ કરવા લાગ્યા. એમ કરતાં તેમના કંઠ અને તાળુ સુકાઈ ગયાં; એટલે પછી ‘વીર’ ‘વીર’ અને છેવટે એકલા ‘વી' શબ્દનો જ ઉચ્ચાર થવા લાગ્યો. તે વખતે પોતે દ્વાદશાંગીના જાણ હોવાથી એક ‘વી’ શબ્દે કરીને જ સર્વ શાસ્ત્રોના અર્થને પ્રગટ કરવાની શક્તિને ઘારણ કરનાર શ્રી ગૌતમ ગણઘરને ‘વી’ શબ્દ શરૂ થતા અનેક સારા શબ્દો સ્મરણમાં આવ્યા. તે આ પ્રમાણે—à વીતરાગ! હે વિબુદ્ધ! હે વિષયત્યાગી! હે વિજ્ઞાની! હે વિકારજીત્! હે વિદ્વેષી (ગયો છે દ્વેષ જેમનો એવા)! હે વિશિષ્ટ શ્રેષ્ઠ! હે વિશ્વપતિ! હે વિમોહી (ગયો છે મોહ જેનો એવા)!’ ઇત્યાદિ શબ્દો યાદ આવતાં તેમાંના પ્રથમ ‘વીતરાગ’ શબ્દનો અર્થ વિચારતાં તેમનો સર્વ મોરાગ જતો રહ્યો, અને તત્કાળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ કેવળીપણાનો મહિમા કર્યો. સુવર્ણકમળ વગેરેની રચના કરી. પછી તેના પર બેસીને અનેક ભવ્ય જીવોને પ્રતિબોધ કરી બાર વર્ષ સુધી કેવળી અવસ્થાએ વિચરી પ્રાંતે સાદ્યનંત મોક્ષસુખને પામ્યા. “નિર્મળ કેવળજ્ઞાન વડે ઉત્તમ એવા પ્રથમ ગણધર ગૌતમ કે જે જિનેશ્વર પાસેથી જીવનો નિશ્ચય જાણીને પ્રતિબોધ પામ્યા, તે ગણનાથની હું મનોહર સ્તુતિ કરું છું. c વ્યાખ્યાન ૫૬ સમકિતનું ત્રીજું તથા ચોથું સ્થાનક शुभाशुभानि कर्माणि, जीवः करोति हेतुभिः । तेनात्मा कर्तृको ज्ञेयः कारणैः कुंभकृद्यथा ॥ १ ॥ " ભાવાર્થ—‘જેમ કુંભાર માટી, ચક્ર અને ચીવર (દોરો) વગેરે કારણોથી ઘડાનો કર્તા છે તેમ જીવ કષાયાદિક બંધના હેતુઓ વડે શુભ અને અશુભ કર્મો કરે છે; માટે આત્મા કર્તા કહેવાય છે.’’ આ જીવ કર્તા છે એવું સમકિતનું ત્રીજું સ્થાનક જાણવું. હવે ચોથું ભોક્તા સ્થાનક કહે છે– स्वयं कृतानि कर्माणि, स्वयमेवानुभूयते । कर्मणामकृतानां च नास्ति भोगः कदापि हि ॥२॥ ભાવાર્થ‘પોતે (આત્માએ) કરેલાં કર્મો (કર્મોનું ફળ) પોતે જ ભોગવે છે; કેમકે નહીં કરેલાં કર્મોનો ભોગ (અનુભવ) કદાપિ થતો જ નથી.’' આ જીવ ભોક્તા છે એવું સમકિતનું ચોથું સ્થાનક જાણવું. આ પ્રસંગ ઉપર અગ્નિભૂતિ ગણઘરનું દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે– અગ્નિભૂતિનું દ્રષ્ટાંત મગધ દેશના ગોબર ગામમાં વસુભૂતિ બ્રાહ્મણની પૃથ્વી નામની સ્ત્રીથી બીજો અગ્નિભૂતિ નામનો પુત્ર થયો હતો. તે પણ સોમભટ્ટને ઘેર યજ્ઞ કરાવવા પોતાના પાંચસો શિષ્યો સહિત ગયો હતો. તે વખતે પોતાની પહેલાં તેના મોટા ભાઈ ઇન્દ્રભૂતિ જિનેશ્વર પાસે ગયા હતા, તેમણે ભાગ ૧-૧૩ Jain Education Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ પરાજય પામી પ્રભુ પાસે દીક્ષા લીધી. તે હકીકત જાણીને અગ્નિભૂતિએ વિચાર કર્યો કે, “મારો ભાઈ ઇન્દ્રભૂતિ ત્રણ ભુવનને પણ દુર્જય છે, તેને કોઈ ઇન્દ્રજાળીએ છળથી (કપટથી) છેતર્યો જણાય છે અને જગતના ગુરુ એવા મારા ભાઈનું ચિત્ત ભ્રમિત કરી દીધું લાગે છે, તેથી હવે હું જઈને તેનો યુક્તિથી પરાજય કરું. અરે! મારા ભાઈની મોટી ભૂલ છે કે તે સર્વજ્ઞોમાં સૂર્ય જેવા મને અહીં મૂકીને એકલા ગયા અને ઇન્દ્રજાળિકે પણ આ કેવું અકાર્ય કર્યું કે પોતાની શક્તિ જાણ્યા વિના સિંહને આલિંગન દીધું! પણ હવે મારે તેની પાસે જલદી જવું જોઈએ.” આ પ્રમાણે વાણીનો આડંબર કરતો અગ્નિભૂતિ પોતાના પાંચસો શિષ્યોને સાથે લઈને જિનેશ્વર પાસે ગયો. તે વખતે જિનેશ્વરે તેને “હે અગ્નિભૂતિ ગૌતમ! આવ.” એમ તેના નામગોત્રકથન પૂર્વક બોલાવ્યો. તે સાંભળીને અગ્નિભૂતિએ વિચાર્યું કે-“હું જગતમાં પ્રસિદ્ધ છું, તેથી મને કોણ ન ઓળખે? પરંતુ જો મારા મનનો સંશય કહીને તેનો ખુલાસો કરે, તો મને વિસ્મય થાય.” એ પ્રમાણે તે વિચાર કરતો હતો, તેવામાં ભગવાન બોલ્યા કે-“હે અગ્નિભૂતિ ગૌતમ! તને “કર્મ છે કે નહીં?” એવો સંશય છે, પરંતુ તે તારો સંશય અયોગ્ય છે. તે વેદના પદોનો અર્થ બરાબર જાણતો નથી તેથી તને એવો સંશય થયો છે. તે વેદનાં પદો આ પ્રમાણે છે. “પુરુષ સેવેદ્ર નિ સર્વ ભૂતં યવ માવ્યા उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति । यदेजति यन्नेजति यद्रे यदन्तिके यदन्तरस्थ सर्वस्यास्य વર્ધિત ફત્યા”િ આનો અર્થ તું એવો કરે છે કે-“પુરુષ એટલે આત્મા. મેવનો અર્થ નિશ્ચય છે અને તે કર્મની વ્યાવૃત્તિ (નિષેઘ) ને માટે છે. આ સર્વ પ્રત્યક્ષ દેખાતું ચેતન તથા અચેતન, જે થઈ ગયું અને જે થવાનું (મુક્તિ તથા સંસાર). વતનો અર્થ સમુચ્ચય છે. અમૃતત્વસ્થ એટલે મૃત્યુઘર્મ રહિત એવા મોક્ષનો રૂશાન એટલે પ્રભુ છે. જે કાંઈ આહારાદિકથી વૃદ્ધિ પામે છે, પશુ વગેરે જે કાંઈ ચાલે છે, પર્વત વગેરે જે ચાલતા નથી, મેરુ વગેરે જે દૂર છે અને જે સમીપે છે તે સર્વ આત્મા જ છે. જે આ ચેતન તથા અચેતન સર્વની મધ્યે તથા તે સર્વની બહાર છે તે સર્વ પુરુષ (આત્મા) જ છે.” આ પ્રમાણે અર્થ કરીને તું કર્મનો અભાવ સિદ્ધ કરે છે તે અયુક્ત છે. કેમકે કેટલાક વેદના વાક્યો વિવિવાદ કરે છે, કેટલાક અર્થવાદ કરે છે, તથા કેટલાક અનુવાદ કરનારાં હોય છે. તેમાં “ગ્નિહોત્ર ગુહુયાત્િ વામ:'–સ્વર્ગની ઇચ્છાવાળાએ અગ્નિહોત્ર કરવો. ઇત્યાદિ વાક્યો વિવિવાદ કરનારાં છે. અર્થવાદનાં વાક્યો સ્તુત્યર્થક અને નિંદાર્થક એવા બે પ્રકારનાં હોય છે. તેમાં “પુરુષ એવ’ ઇત્યાદિ વાક્યો આત્માના સ્તુત્યર્થક છે, અને “જીવહિંસાનું કારણ હોવાથી યજ્ઞકર્મ ન કરવું' એ નિંદાર્થક વાક્ય છે. તથા “કાશ માસી સંવત્સરનિરુwnોગનિર્કિમી મૈષજ્ઞ –બાર માસનું વર્ષ છે, અગ્નિ ઉષ્ણ છે, અગ્નિ હિમનું ઔષધ છે; ઇત્યાદિક વાક્યો અનુવાદવાળાં છે, કેમકે તે વાક્યો લોકપ્રસિદ્ધ અર્થને જ કહેનારાં છે. હવે “પુરુષ કેવ’ ઇત્યાદિક સ્તુત્યર્થક વાક્યો જાતિ વગેરેના મદનો ત્યાગ કરવા માટે છે અને અદ્વૈતવાદના પ્રતિપાદક છે. એટલે જ્યાં જોઈએ ત્યાં આત્મા જ છે, માટે મદનો ત્યાગ કરવો એ એનું તાત્પર્ય છે. વળી હે અગ્નિભૂતિ! આત્મપણાએ કરીને સરખા એવા સર્વ આત્માનું આ જે દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી, રાજા અને રંકપણારૂપ વિચિત્રપણું પ્રત્યક્ષ છે તે નિર્દેતુક નથી; તેનું કારણ હોવું જ જોઈએ. કારણ વિના જો આવી વિચિત્રતા હોય તો તે સદા એક સરખી હોવી જોઈએ અથવા ન Page #206 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૫૬]. સમકિતનું ત્રીજું તથા ચોથું સ્થાનક ૧૯૫ હોવી જોઈએ. પણ તેમ તો નથી. આ તો બદલાયા જ કરે છે. માટે એ સર્વ વિચિત્રતા કર્મથી જ થયેલી છે એમ અવશ્ય માનવું પડશે. કહ્યું છે કે नित्यं सत्त्वमसत्त्वं वा, हेतोरन्यानपेक्षणात् । અન્ય હેતુની અપેક્ષા ન હોય તો નિત્ય સત્ત્વ અથવા અસત્ત્વપણું હોવું જોઈએ.” તેમ નથી તેથી જે કાંઈ તે વિચિત્રતાનો હેતુ છે તે જ કર્મ છે. પૌરાણિકો પણ કર્મનું પ્રતિપાદન કરે છે. તેઓ કહે છે કે यथा यथा पूर्वकृतस्य कर्मणः, फलं निधानस्य इवावतिष्ठते । तथा तथा तत्प्रतिपादनोद्यता, प्रदीपहस्तेव मतिः प्रवर्तते ॥१॥ ભાવાર્થ-જેમ જેમ નિઘાનની પેઠે પૂર્વે કરેલા કર્મનું ફળ પ્રાપ્ત થાય છે, તેમ તેમ તે કર્મનું પ્રતિપાદન કરવા તૈયાર થયેલી મતિ જાણે હાથમાં દીવો લઈને જ આવતી હોય તેમ પ્રવર્તે છે.” અર્થાત્ જેમ કર્મ ચલાવે છે તેમ જીવ ચાલવા લાગે છે. “વૃદ્ધિ કર્યાનુસાર ” વળી यत्तत्पुराकृतं कर्म, न स्मरन्तीह मानवाः । તત્વેિ પાંડવન્ચેઝ, વૈવામિત્યમિત્તે રાા ભાવાર્થ-“હે યુધિષ્ઠિર! પૂર્વે કરેલાં જે કર્મને મનુષ્યો આ ભવમાં સંભારી શક્તા નથી, (એટલે જે પૂર્વકર્મા મનુષ્યોના સ્મરણમાં આવતા નથી, તે કર્મ દૈવ' (ભાગ્ય, પ્રારબ્ધ) એ શબ્દથી કહેવાય છે.” વળી હે અગ્નિભૂતિ! તે કર્મ મૂર્તિમાન છે એમ માન. કેમકે કર્મને અમૂર્ત માનવાથી આકાશાદિકની જેમ તેનાથી આત્માને અનુગ્રહ ઉપઘાતનો (સુખ દુઃખનો) સંભવ ઘટે નહીં. વળી એ કર્મોની સાથે આત્માને અનાદિકાળથી સંબંઘ (સંયોગ) છે એમ પણ જાણ; જો તેનો સંબંધ સાદિ માનીએ તો મુક્ત જીવોને પણ કર્મનો સંબંઘ થવો જોઈએ, કેમકે સાદિ સંબંઘ માનવાથી સંસારી જીવ પહેલાં કર્મ રહિત હતો, અને પછી અમુક કાળે કર્મ સહિત થયો, તો મુક્ત જીવ પણ કર્મ રહિત થયા પછી તેને પણ અમુક વખતે કર્મનો સંબંધ થવો જોઈએ અને તેમ થવાથી મુક્ત જીવો અમુક્ત થશે, માટે તેમ માનવું ઇષ્ટ નથી; તેથી પ્રવાહે કરીને જીવ અને કર્મનો સંબંઘ અનાદિ છે એમ જાણ. અહીં કોઈ એવી શંકા કરે કે-“જ્યારે જીવ અને કર્મનો સંબંઘ અનાદિ છે, ત્યારે તેનો વિયોગ શી રીતે થઈ શકે? કેમકે જે અનાદિ હોય, તે અનંત પણ હોય. જેમ કાળ અનાદિ છે તેમ અનંત પણ છે.” આ શંકાનો જવાબ એ છે કે જેમ સુવર્ણ અને પાષાણનો સંબંઘ અનાદિ છે, તોપણ તેવા પ્રકારની સામગ્રીને યોગે અગ્નિમાં મૂકીને ઘસવાથી સુવર્ણ અને પાષાણ જુદા પડે છે, તેમ જીવ પણ ધ્યાનરૂપી અગ્નિના યોગે અનાદિ સંબંધવાળા કર્મથી જુદો પડે છે, એમ સિદ્ધ થાય છે. વળી હે આયુષ્માન્! જો કર્મ ન હોય, તો ઘર્મ, અધર્મ, દાન, અદાન, શીલ, અશીલ, તપ, અતપ, સુખ, દુઃખ, સ્વર્ગ, નરક વગેરે સર્વ વ્યર્થ થાય; માટે તું તારો પક્ષ છોડીને કર્મ છે” એમ અંગીકાર કર. અહીં કોઈ શંકા કરે કે-જગત વગેરે સર્વ વસ્તુઓનો કર્તા ઈશ્વર એક જ છે, તો શા માટે વંધ્યાના પુત્રની જેમ અદ્રષ્ટ કર્મની કલ્પના કરવી?” આવી શંકા તદ્દન અસત્ય છે; કેમકે જો Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ જગતનો કર્તા ઈશ્વર છે, તો તે મૂર્તિમાન છે કે અમૂર્ત છે? જો મૂર્તિમાન હોય, તો તે કુંભકાર વગેરેની જેમ દેખાતો કેમ નથી? અને જો અમૂર્ત છતો જ જગતને સર્જે છે તો તેને શરીરાદિકના અભાવને લીધે જગતને સર્જવાનું સામર્થ્ય ક્યાંથી હોય? માટે શુભાશુભ કર્મનો કર્તા જીવ જ છે, અને ભોક્તા પણ જીવ જ છે. તે વિષે આગમમાં પણ કહ્યું છે કે “નીવે જું મંતે િબત્તરે તુવે પરક્કે યુદ્ધે સમયક્કે વુદ્ધે? ગોયમા! ઊત્તš ના પરš તનુમવક્તે । હે ભગવાન! શું જીવ પોતે કરેલાં દુઃખો ભોગવે છે કે બીજાએ કરેલાં ભોગવે છે કે પોતે તથા બીજાએ-ઉભયે કરેલાં દુઃખો અનુભવે છે? હે ગૌતમ! જીવ પોતે કરેલાં દુ:ખો જ અનુભવે છે, પણ બીજાએ કરેલાં કે બન્નેએ કરેલાં દુ:ખો ભોગવતો નથી.'' માટે જીવ પોતે કરેલાં કર્મોને પોતે જ ભોગવે છે. વળી હે અગ્નિભૂતિ! તારા મનનો સંશય જેમ મેં જાણ્યો તેમ હું જ્ઞાનાવરણીયાદિક આઠે કર્મો પ્રત્યક્ષ જોઉં છું, માટે તું કર્મનો સ્વીકાર કર. જીવ કર્મ વગેરે કોઈ પણ વસ્તુ મારે અસ્પૃશ્ય નથી. તેમ જ વેદને વિષે પણ આ પ્રમાણે કહ્યું છે “પુછ્યું પુજ્યેન વર્મળા, પાપ પાપેન ર્મળા-શુભ કર્મથી પુણ્ય અને અશુભ કર્મથી પાપ બંધાય છે.’’ માટે આગમ (વેદ)થી પણ કર્મ સિદ્ધ થાય છે, તેથી તું તેનો સ્વીકાર કર.” આ પ્રમાણે ભગવાનના ઉપદેશથી પ્રતિબોધ પામેલો અગ્નિભૂતિ પોતાનો ગર્વ છોડીને વિચાર કરવા લાગ્યો કે—‘‘અહો! મારું મોટું ભાગ્ય છે, કે જેથી મને વિશ્વને વિષે પૂજ્ય, ગાઢ અજ્ઞાનનું હરણ કરવામાં સૂર્ય સમાન તથા અનંત ગુણોવડે યુક્ત એવા ગુરુ મળ્યા.’' એમ વિચારી આનંદથી પાંચસો શિષ્યો સહિત છેંતાળીશ વર્ષની ઉંમરે તેણે (અગ્નિભૂતિએ) પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી દશ વર્ષ સુધી છદ્મસ્થપણે વિહાર કરી કેવળજ્ઞાન પામ્યા અને સોળ વર્ષ સુધી કેવળી-પર્યાયને ભોગવી સિદ્ધિપદને પામ્યા. (અહીં કર્મની સિદ્ધિપર ઘણી યુક્તિઓ છે. તે વિસ્તારથી જાણવાની અપેક્ષાવાળાએ શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે કરેલી મહાભાષ્યની મોટી વૃત્તિમાંથી જાણી લેવી.) શ્રી જિનેશ્વરના વાક્યથી કર્મ વિષેનો સંદેહ છેદીને બીજા ગણઘર અગ્નિભૂતિ ચારિત્ર ગ્રહણ કરી ત્રસાદિક જીવોને વિષે દયામય આગમની પ્રરૂપણા કરી મુક્તિપદને પામ્યા.’’ 900 વ્યાખ્યાન ૫૭ સમતિનું પાંચમું તથા છઠ્ઠું સ્થાનક अभावे बन्धहेतूनां, घातिकर्मक्षयोद्भवे । વને સતિમોક્ષઃ સ્યા-દ્વેષાનાં ધર્મનાં ક્ષયે ।।।। सुरासुरनरेन्द्राणां यत्सुखं यत्सुखं भुवनत्रये । तत्स्यादनन्तभागोऽपि न मोक्षसुखसंपदाम् ॥२॥ अनन्तसुखसंपूर्ण, निर्वाणपदमक्षयम् । નાઘનાં પ્રવાહેખ, માષિત વિશ્વવેત્તુમિઃ || ભાવાર્થ—‘કર્મના બંધહેતુઓનો અભાવ થવાથી અને ઘાતિ કર્મોનો ક્ષય થવાથી કેવળજ્ઞાન થયા પછી બાકીના અઘાતિ કર્મોનો ક્ષય થયે મોક્ષ પ્રાપ્ત થાય છે. ત્રણ જગતમાં સુર, અસુર અને Page #208 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પ૭] સમકિતનું પાંચમું તથા છઠું સ્થાનક ૧૯૭ નરેંદ્રોને જે સુખ છે, તે સર્વ સુખને એકત્ર કરીએ તો તે મોક્ષસુખની સંપદાને અનંતમે ભાગે પણ થાય નહીં. વિશ્વના સર્વ ભાવને જાણનારા જિનેશ્વરોએ નિર્વાણ (મોક્ષ) પદને અનંત સુખથી સંપૂર્ણ, અક્ષય (અવિનાશી) અને પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત કહેલું છે.” આ “નિર્વાણ છે' એ નામનું સમક્તિનું પાંચમું સ્થાનક જાણવું. હવે છઠું “મોક્ષોપાય (મોક્ષનો ઉપાય) છે' એ નામનું સ્થાનક કહે છે – ज्ञानादयस्त्रयः शास्त्रे, मोक्षोपायाः प्रकाशिताः । इति सम्यक्त्वरत्नस्य, षट् स्थानानि विचिन्तयेत् ॥१॥ ભાવાર્થ-“શાસ્ત્રોને વિષે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ મોક્ષના ઉપાયો કહેલા છે. આ પ્રમાણે સમકિતરૂપી રત્નના છ સ્થાનોનું ચિંતવન કરવું.” આ સંબંધમાં પ્રભાસ ગણઘરનું દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે પ્રભાસ ગણધરનો પ્રબંધ રાજગૃહી નગરીમાં બલ નામે બ્રાહ્મણ રહેતો હતો. તેને અતિભદ્રા નામની સ્ત્રી હતી. તેમને પ્રભાસ નામનો પુત્ર હતો. તે વેદ, સાંખ્ય, મીમાંસા, ન્યાય, યોગાચાર વગેરે શાસ્ત્રોમાં નિપુણ થવાથી અહંકારના પૂરવડે આખા જગતમાં પોતાના સિવાય બીજા સર્વને મૂર્ખ માનવા લાગ્યો. અહીં ચંપાપુરીમાં સોમ વિપ્રને ત્યાં યજ્ઞ થતો હતો. તેમાં ઇંદ્રભૂતિ વગેરે વિદ્વાનો આવેલા હતા. તેમાં આ પ્રભાસ પણ આવેલો હતો. તે વખતે ઇંદ્રભૂતિ વગેરે જે જે વિપ્રો શ્રી મહાવીર સ્વામી પાસે ગયા, તે તે સિંહને જોઈને મૃગની જેમ પોતાના અહંકારનો ત્યાગ કરીને પ્રભુના ચરણરૂપ માનસ સરોવરમાં હંસપણાને પામ્યા. તે વાત લોકોના મુખેથી સાંભળીને પ્રભાસ વિચાર કરવા લાગ્યો કે, “ખરેખર આવું રૂપ ધારણ કરીને સાક્ષાત્ ઈશ્વર જ પોતાના ઘામથી અહીં અમને પવિત્ર કરવા આવેલા જણાય છે, નહીં તો તેની આટલી બધી શક્તિ ન હોય. માટે હું પણ તેની પાસે જઈને તેની વિદ્વત્તા, દેહકાંતિ અને ચતુરાઈ વગેરે જોઉં તો ખરો. ત્યાં જવાથી મને તો બન્ને પ્રકારે લાભ છે. એક તો મારી જ્ઞાતિના મોટા પંડિતો ત્યાં ગયા છે તેથી મારે પંક્તિભેદ રાખવો યોગ્ય ન હોવાથી જવું યોગ્ય છે; અને બીજું જો કદાચ કોઈ પણ પ્રકારની યુક્તિથી ઘુણાક્ષર ન્યાયે (લાકડા કરતો કીડો અજાણપણે જેમ કોઈ અક્ષર કોરે તેમ) હું તેને જીતી જાઉં તો સર્વ દ્વિજોમાં હું શ્રેષ્ઠ પદ પામું.” આ પ્રમાણે વિચારીને તે પ્રભાસ શ્રી જિનેશ્વર પાસે આવ્યો. તેને જોઈ પ્રભુ બોલ્યા કે, “હે આયુષ્માનું પ્રભાસ! તું એમ માને છે કે–મોક્ષ છે કે નહીં? તને આવો સંશય થવાનું કારણ પરસ્પર વિરુદ્ધ એવા વેદ વાક્યો છે. વેદમાં કહ્યું છે કે, जरामर्थं वा यदग्निहोत्रं, तथा सैष गुहा दुरवगाहा । तथा द्वे ब्रह्मणी परमपरं च, तत्र परं सत्यज्ञानमनन्तरं ब्रह्म ॥ આ પદનો અર્થ તું આવો કરે છે કે જે અગ્નિહોત્ર છે તે વાવજીવ કરવાનું છે. આ અગ્નિહોત્રની ક્રિયા પ્રાણીવઘના હેતુભૂત હોવાથી તે શબલ એટલે પાપવ્યાપારરૂપ છે, તેથી તે સ્વર્ગ ફળ જ આપી શકે, પણ મોક્ષરૂપ ફળ આપી શકે નહીં. અને એ પદમાં યાવજીવ તે કરવાનું કહ્યું Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [તંભ ૪ છે તેથી બીજો એવો કોઈ કાળ બાકી રહેતો નથી કે જે કાળે મોક્ષના હેતુભૂત બીજી ક્રિયા કરી શકાય. માટે સાધનના અભાવે સાધ્ય (મોક્ષ)નો પણ અભાવ છે એમ સિદ્ધ થાય છે. બીજા વાક્યમાં–તે આ ગુહા (મોક્ષરૂપી ગુહા) સંસારની આસક્તિવાળા જીવોને સુરવાહા (દુઃખે કરીને પ્રવેશ કરી શકાય તેવી) છે; તથા વ્ર બે છે–પર અને અપર. તેમાં પરબ્રહ્મ તે સત્ય જ્ઞાન અને અપર બ્રહ્મ, તે અનંતર બ્રહ્મ (મોક્ષ) છે. આ પ્રમાણે વેદ પદોનો અર્થ કરીને તું એમ વિચારે છે કે–પ્રથમના વેદવાક્યથી મોક્ષ નથી એમ સિદ્ધ થાય છે, અને બીજા પદોથી મોક્ષ છે એમ સિદ્ધ થાય છે. આ પ્રમાણે અર્થ કરવાથી તેને સંશય થયો છે કે આ વાક્યોમાં કયા વાક્યને પ્રમાણ ગણવું? પરંતુ તે પ્રભાસ! એ વેદ પદોનો અર્થ હું કહું છું એ પ્રમાણે કરવો. જે અગ્નિહોત્ર છે તે યાવજીવ કરવો. તેમાં જે વા શબ્દ કહેલો છે તેથી એમ સમજવું કે, સ્વર્ગના ઇચ્છકે જીવિત પર્યત કરવું, પરંતુ “મુમુક્ષુ પુરુષોએ મોક્ષના સાઘનભૂત ક્રિયાનુષ્ઠાન કરવું.” આ અર્થ યોગ્ય છે. તથા હે સૌમ્ય! તું એમ પણ માને છે કે દીવો બુઝાઈ જાય છે તેમ જીવનું નિર્વાણ થાય છે! તે બાબતમાં કેટલાક સૌગતો (બૌદ્ધમતિઓ) કહે છે કે दीपो यथा निर्वृतिमभ्युपैति, नैवावनीं गच्छति नान्तरिक्षम् । दिशं न कांचिद्विदिशं न कांचित्, स्नेहक्षयात्केवलमेति शान्तिम् ॥१॥ जीवस्तथा निर्वृतिमभ्युपैति, नैवावनीं गच्छति नान्तरिक्षम् । दिशं न कांचिद्विदिशं न कांचित् क्लेशक्षयात्केवलमेति शान्तिम् ॥२॥ ભાવાર્થ-“જેમ દીવો નિવૃતિ પામે છે (ઓલાઈ જાય છે, ત્યારે તે પૃથ્વી પર કોઈ જગ્યાએ જતો નથી, આકાશમાં જતો નથી, કોઈ દિશામાં જતો નથી, તેમજ કોઈ વિદિશામાં જતો નથી; પરંતુ સ્નેહ (તેલ)નો નાશ થવાથી (થઈ રહેવાથી) કેવળ શાંતિને જ પામે છે; તેવી રીતે જીવ નિવૃતિ પામે છે ત્યારે તે પૃથ્વી પર ક્યાંય જતો નથી, આકાશમાં જતો નથી; કોઈ દિશામાં જતો નથી, તેમજ કોઈ વિદિશામાં જતો નથી, પરંતુ ક્લેશનો (કર્મનો અથવા સંસારનો) ક્ષય થવાથી કેવળ શાંતિને જ પામે છે.” મોક્ષ એટલે અભાવ અર્થાત્ જીવનો જ નાશ થાય છે એમ શુન્યવાદી (બૌદ્ધ) માને છે. આમ માનવું તે અસત્ય છે. કેમકે જૈનશાસનમાં કહ્યું છે કે केवलसच्चिद्दर्शनरूपाः सर्वार्त्तिदुःखपरिमुक्ताः । मोदन्ते मुक्तिर्गता जीवाः क्षीणान्तरारिगणाः॥१॥ ભાવાર્થ-“ક્ષીણ થયા છે અત્યંતર શત્રુસમૂહ જેના એવા જીવો મુક્તિમાં જઈને સર્વ આર્તિ ને દુઃખથી મુક્ત થઈને કેવળ સત્ ચિત્ (જ્ઞાન) દર્શન રૂપે હર્ષ પામે છે. અર્થાત્ કેવળજ્ઞાન અને કેવળદર્શન યુક્ત અનંત આનંદમાં લીન થાય છે. અર્થાત્ જીવનો નાશ થતો નથી.” દીપનું ઉદાહરણ સર્વથા નાશ તરીકે આપ્યું છે તે યોગ્ય નથી, તેનું કારણ એ છે કે–દીપકના અગ્નિનો કાંઈ સર્વથા નાશ થતો નથી; પરંતુ તે અગ્નિ અન્ય પરિણામ પામે છે. જેમ દૂઘનું પરિણામ દહીં વગેરે થાય છે તેમ અથવા અન્ય પરિણામ પામીને ચૂર્ણરૂપ થયેલા ઘટનો જેમ સર્વથા નાશ નથી થતો તેમ દીપકના અગ્નિનો સર્વથા નાશ થતો નથી. અહીં કોઈ શંકા કરે કે-જો Page #210 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પ૭] સમકિતનું પાંચમું તથા છઠું સ્થાનક ૧૯ દીપકના અગ્નિનો સર્વથા નાશ ન થતો હોય, તો તે અગ્નિ ઓલવાયા પછી કેમ સાક્ષાત દેખાતો નથી?” એનો ઉત્તર એ છે કે–“દીપક ઓલવાયા પછી તરત જ તે અગ્નિ અંઘકારના પગલરૂપ પરિણામને પામે છે તેથી તે દેખાતો નથી; કેમકે તે અતિ સૂક્ષ્મતર પરિણામને પામે છે, જેમ ઘડાનું અતિ સૂક્ષ્મ પૂર્ણ થઈને પૃથ્વી સાથે મળી જવાથી તે બિલકુલ દેખાતું નથી તેમ. અથવા આકાશમાં થયેલા શ્યામ વાદળાં અન્ય પરિણામને પામીને અતિ સૂક્ષ્મતર થઈ જવાથી જોવામાં આવતાં નથી, તેમ દીપકનો અગ્નિ પણ અન્ય પરિણામ પામવાથી દેખી શકાતો નથી; કેમકે પુગલના પરિણામો અતિ વિચિત્ર છે. જેમ સુવર્ણનાં ઝીણાં પાનાં કર્યા હોય તો તે ચક્ષુથી જોઈ શકાય છે, પણ તેને શુદ્ધ કરવા માટે અગ્નિમાં નાખ્યાં અને તે સુવર્ણનો રસ થઈ ઢોળાઈને ભસ્મ સાથે મળી ગયો, ત્યારે તે ચક્ષુથી જોઈ શકાતો નથી; પરંતુ સ્પર્શથી સુવર્ણ છે એમ જાણી શકાય છે. તેને પણ અત્યંત ચૂર્ણ કરી સૂક્ષ્મ રજની સાથે મેળવીએ તો તે કિંમત વિનાનું અને નહીં જેવું જ થઈ જાય છે. પણ ખરી રીતે તો તે સુવર્ણ રહેલું જ છે, નાશ પામી ગયું નથી. કેમકે, ફરીથી જુદો પ્રયોગ કરીએ તો પાછું તેનું હતું તેવું સુવર્ણ કરી શકાય છે. ઇત્યાદિક અનેક પ્રકારની વિચિત્રતા પુદ્ગલોમાં રહેલી છે. તે પોતાની બુદ્ધિથી જાણી લેવી. દીવાના પુગલો પણ પ્રથમ ચક્ષુથી ગ્રાહ્ય હતા તે ઓલવાયા પછી તરત જ અંધકારમય થઈ ગયા છતાં ધ્રાણેન્દ્રિય (નાસિકા) વડે ગ્રહણ થઈ શકે છે. જેમ જુદા પરિણામને પામેલો દીપક નિર્વાણ શબ્દથી બોલાય છે, તેમ જીવ પણ કર્મ રહિત થઈને એકલો, મૂર્તિ રહિત, સંપૂર્ણ જીવસ્વરૂપની પ્રાપ્તિરૂપ, અવ્યાબાઘ પરિણામને પામવાથી નિર્વાણ-નિવૃતિ પામ્યો એમ કહેવાય છે. અહીં કોઈ શંકા કરે કે–સિદ્ધના જીવોને શબ્દાદિક વિષયનો ઉપભોગ ન હોવાથી તથા શરીર અને ઇન્દ્રિયો ન હોવાથી મોક્ષમાં સુખનો પણ અભાવ જ હોવો જોઈએ, તેનો ઉત્તર એ છે કે-“મુક્તિ પામેલા જીવોને વચનથી અગોચર એવું અતિ ઉત્કૃષ્ટ અકૃત્રિમ સ્વાભાવિક સુખ છે.” (આ અનુમાન પ્રમાણમાં પ્રતિજ્ઞા સાઘવા લાયક વાક્ય છે.) પ્રકર્ષ જ્ઞાન થવાથી. જન્મ, જરા, વ્યાધિ, મરણ, અરતિ, ચિંતા અને ઉત્સુકતા વગેરે નિઃશેષ (સમગ્ર) બાઘાથી રહિત છે માટે. (આ હેતુ છે.) તેવા પ્રકારના ઉત્કૃષ્ટ મુનિની જેમ. (આ ઉદાહરણ છે.) હવે સાંસારિક સુખની દુઃખપણે ઘટના કરે છે–આ સંસારમાં પુષ્પમાળા, ચંદન, સ્ત્રીસંભોગ વગેરેથી ઉત્પન્ન થતા સુખ તથા ચક્રવર્તી વગેરેની પદવીનું પુણ્યફળનું સુખ નિશ્ચયથી જોઈએ તો દુઃખ જ છે. (પ્રતિજ્ઞા) તે સુખ પરિણામે વિનાશી હોવાથી તેમજ તે સુખ કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલું હોવાથી. (હતી જેમ ખરજવાળા પ્રાણીને ખરજનું સુખ તથા રોગી માણસને અપથ્ય આહારનું સુખ પરિણામે દુઃખરૂપ છે તેમ. (ઉદાહરણ) સાંસારિક સુખો દુઃખરૂપ જ છે. કહ્યું છે કે नग्नः प्रेत इवाविष्टः, क्वणन्तीमुपगुह्य ताम् । गाढायासितसर्वांगः, कः सुधी रमते किल ॥४॥ ભાવાર્થ-“નગ્ન થઈને અને પ્રેત વળગેલ હોય તેની જેમ કામાવિષ્ટ થઈને સીત્કાર શબ્દ કરતી સ્ત્રીને આલિંગન આપી સર્વ અંગોને અત્યંત પ્રયાસ પમાડતો પુરુષ તેની સાથે જે ક્રીડા કરે છે Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ તેવી ક્રીડા કોણ બુદ્ધિમાન કરે? કેમકે તેમાં શું સુખ છે? અર્થાત્ કાંઈ પણ સુખ નથી.’’ માત્ર મોહાધીનપણાથી દુઃખને અનુભવતો સતો સુખ માને છે. વળી કહ્યું છે કે– भुक्ताः श्रियः सकलकामदुघास्ततः किं संप्रीणिताः प्रणयिनः स्वधनैस्ततः किम् । दत्तं पदं शिरसि विद्विषतां ततः किं कल्पं स्थितं तनुभृतां तनुभिस्ततः किम् ॥२॥ ભાવાર્થ—‘સકલ મનોરથને પૂર્ણ કરનારી લક્ષ્મીને કદી ભોગવી તો તેથી શું? પોતાના ઘનવડે પ્રેમી જનોને પ્રસન્ન કર્યા તો તેથી શું? શત્રુઓનાં મસ્તકપર પગ મૂક્યો તો તેથી શું? અને આ જ દેહ વડે કદી પ્રલયકાલ પર્યંત રહ્યો (જીવ્યો) તો તેથી પણ શું?’” કેમકે પરિણામે તો તે સર્વ નિષ્ફળ અને વિનાશી છે એ ચોક્કસ વાત છે. इत्थं न किंचिदपि स्वप्नेन्द्रजालसदृशं अत्यन्तनिर्वृत्तिकरं साधनसाध्यजातं परमार्थशून्यम् । यदपेतबाधं तद्ब्रह्म वाञ्छत जना यदि चेतनास्ति ||३|| ભાવાર્થ-આ પ્રમાણે પરમાર્થ રહિત સ્વપ અને ઇન્દ્રજાળના જેવું સુખ ભોગવીને જો કાંઈ પણ સાધનથી સધાતું સાધ્ય નીપજાવ્યું નહીં તો તે બધું નકામું છે; માટે હે ભવ્ય જીવો! જો તમારામાં ચેતના (બુદ્ધિ) હોય, તો સંસારદુઃખથી અત્યન્ત નિવૃત્તિ કરનાર અને બાઘા પીડારહિત એવા બ્રહ્મ (મોક્ષ)ની વાંછા કરો.'' આટલા માટે સંસારનાં સર્વ સુખો તત્ત્વતઃ દુઃખરૂપ જ છે. તે વિષે મહાભાષ્યમાં કહ્યું છે કે विसयसुहं दुख्खं चिय, दुख्खपडियारओ तिगिच्छंव । तं सुहमुवयाराओ, न य उवयारो विणा तत्थ ॥१॥ ભાવાર્થ—‘દુઃખના પ્રતિકારરૂપ જ માત્ર હોવાથી વિષયસુખ તે દુઃખરૂપ જ છે. કોઢ, અન્તર્ગલ વગેરે વ્યાધિઓ જેમ ક્વાથ, પાન, છેદન, ડંભન (ડામ) વગેરે ચિકિત્સા કરવાથી મટે છે, અર્થાત્ દુઃખરૂપ પ્રતિકારથી મટે છે; તેમ વિષયસુખ પણ માત્ર ક્ષુધા, તૃષા, કામવિકારાદિ દુઃખોના પ્રતિકારરૂપ હોવાથી તે દુઃખ જ છે. છતાં લોકમાં તે સુખના નામથી બોલાય (ઓળખાય) છે તે માત્ર ઉપચારથી જ બોલાય છે, પરંતુ તેવા ઉપચાર પારમાર્થિક સુખ વિના કોઈ પણ સ્થાને ઘટતા નથી.’’ જેમ કોઈ મનુષ્યને સિંહ વગેરે નામથી બોલાવીએ તો તેથી લોકરૂઢિએ તેઓ તેવા નામથી ઓળખાય છે ખરા, પણ તેથી તે સિંહનો શબ્દ સાંભળતાં લોકોને ભયાદિક ઉત્પન્ન થતા નથી; તેમ વિષયસુખ પણ વાસ્તવિક સુખ ઉપજાવનાર નથી, માત્ર તેનું નામ જ સુખ છે, સુખ શબ્દથી તે ઓળખાય છે. પારમાર્થિક સુખ તો એકમાત્ર મોક્ષમાં જ રહેલું છે, તે સુખને કોઈની ઉપમા આપી શકાય તેમ નથી (નિરુપમ છે) તથા તે સુખ પ્રતિકાર રહિત સત્ય જ છે. વળી હે પ્રભાસ ! વેદમાં પણ સંસાર અને મોક્ષનું સ્વરૂપ બતાવેલ છે. તે આ પ્રમાણે Page #212 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૫૭] સમકિતનું પાંચમું તથા છઠ્ઠું સ્થાનક न ह वै सशरीरस्य प्रियाप्रिययोरपहतिरस्ति । अशरीरं वा वसंत प्रियाप्रिये न स्पृश्यत इति ॥ ન એ અવ્યય નિષેધને માટે છે. હૈં અને વૈ એ બે પણ અવ્યય છે, તેનો અર્થ ‘જેથી કરીને’ એવો થાય છે. શરીરની સાથે જે રહે તે સશરીર=જીવ. તે (જીવ)ને પ્રિય અપ્રિય એટલે સુખ દુઃખની ગપતિ એટલે તેનો વિનાશ નથી. (અર્થાત્ શરીર સાથે રહેલો જીવ સુખ દુઃખ પામે છે.) અને શરી૨ રહિત એટલે મુક્તિની અવસ્થામાં રહેલાને (લોકાગ્રમાં રહેલાને) તે પ્રિય તથા અપ્રિય (સુખ દુઃખ) સ્પર્શ કરતા નથી. (મોક્ષમાં પ્રિયાપ્રિય નથી, અર્થાત્ ત્યાં આત્મા સ્વસ્વરૂપે જ રહે છે.) અહીં કોઈ પ્રશ્ન કરે કે–‘તે મોક્ષસુખ શી રીતે પમાય?’’ તેનો જવાબ એ છે કે–જ્ઞાન, દર્શન અને ચારિત્ર વિના બીજા કશાથી તે પ્રાપ્ત થતું નથી. તે વિષે દર્શનસસતિકામાં કહ્યું છે કેसम्मत्तनाणचरण- संपुन्नो मोख्खसाहणोवाओ । ता इह जुत्तो जत्तो, ससत्तिओ नायतत्ताणं ॥ १ ॥ ભાવાર્થ-‘સમ્યક્ત્વ, જ્ઞાન અને સંયમ (ચારિત્ર) સંપૂર્ણ પ્રાપ્ત કરવા તે જ મોક્ષ સાધવાનો ઉપાય છે. તે ઉપાય આ નરભવને વિષે જ સાધવા યોગ્ય છે; કારણ કે તત્ત્વના જાણ પુરુષો સ્વશક્તિ વડે અહીં જ તેને મેળવે છે.’’ ૨૦૧ ये धर्मशीला मुनयः प्रधाना-स्ते दुःखहीना नियमे भवन्ति । संप्राप्य शीघ्रं परमार्थतत्त्वं व्रजन्ति मोक्षं त्विदमेकमेव ॥ १ ॥ ભાવાર્થ-‘જેઓ ધર્મશીલ (ઘર્મનું પ્રતિપાલન કરનાર) પ્રધાન મુનિઓ હોય છે, તેઓ નિશ્ચયે દુઃખરહિત થાય છે. તેઓ શીઘ્રપણાથી પરમાર્થ તત્ત્વને પામીને એક ચિરૂપ એવા મોક્ષ પ્રત્યે જાય છે.’’ ઇત્યાદિ ભગવાનના મુખથી યુક્તિયુક્ત વચનો સાંભળીને પ્રસન્ન થયેલા પ્રભાસે પોતાનો સંશય દૂર થવાથી પોતાના ત્રણસો શિષ્યો સહિત ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. તેણે સોળ વર્ષના ગૃહસ્થપર્યાયનો ત્યાગ કરીને સર્વવિરતિ અંગીકાર કરી. પછી આઠ વર્ષ સુધી છદ્મસ્થ પર્યાય પાળીને આવરણ રહિત અવ્યાબાધ કેવળજ્ઞાન પામ્યા. કેવળી અવસ્થામાં સોળ વર્ષ વિચરી અનેક ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડી જે સુખને માટે ઉદ્યોગ કર્યો હતો તે મોક્ષસુખ પ્રાપ્ત કર્યું. અહીં પ્રસંગોપાત્ત સંક્ષેપમાં સર્વ ગણઘરોનું વર્ણન કરે છે. તે વિષે આવશ્યકનિર્યુક્તિમાં કહ્યું છે— परिनिब्बुआ गणहरा, जीवंते णायए नवजणाओ । इंदभूइ सुहम्मो य, रायगिहे निव्वुए वीरे ॥ १ ॥ ભાવાર્થ—“નવ ગણધરો મહાવીરસ્વામીની હયાતીમાં નિવૃતિપદ(મોક્ષ)ને પામ્યા અને ઇન્દ્રભૂતિ તથા સુધર્માસ્વામી રાજગૃહી નગરીમાં વીર ભગવાન નિર્વાણ પામ્યા પછી મોક્ષપદને પામ્યા. मासं पाउवगया, सव्वे वि य सव्वलद्धिसंपन्ना । वज्जरिसहसंघयणा, समचउरंसा य संठाणा ॥२॥ ભાવાર્થ-સર્વે ગણધરો સર્વ લબ્ધિથી યુક્ત, વજઋષભનારાચ સંઘયણવાળા, સમચતુસ્ર સંસ્થાનવાળા, અને અંતે એક માસનું પાદપોપગમ (વૃક્ષ જેવી સ્થિતિ કરીને) અનશન કરીને મોક્ષસુખના મેળવનારા થયા છે.’’ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ “બાલ્યાવસ્થા (સોળ વર્ષની વય)ને વિષે જ ચારિત્ર ગ્રહણ કરી પ્રભુની પહેલાં નિવૃતિ સુખ પામનાર મુનિશ્રેષ્ઠ પ્રભાસ ગણઘર અમારા પ્રભૂત (ઘણા) ઉદયને માટે થાઓ.” સમ્યક્ત્વના સડસઠ ભેદનું વિવરણ સંપૂર્ણ વ્યાખ્યાન ૫૮ રોચક સમકિત હવે સમકિતના કેટલાક અન્ય પ્રકારો કહે છે सम्यक्त्वं चैकधा जीवे, तत्त्वश्रद्धानतो भवेत् । निश्चयव्यवहाराभ्याम्, दर्शनं द्विविधं मतम् ॥४॥ ભાવાર્થ-“જીવને વિષે તત્ત્વશ્રદ્ધાનરૂપ એક પ્રકારનું સમકિત છે, અને નિશ્ચય તથા વ્યવહાર કરીને સમકિત બે પ્રકારનું માનેલું છે.” - “તત્ત્વાર્થશ્રદ્ધાનં સગર્શનમ્' એમ મોક્ષશાસ્ત્રમાં પણ કહ્યું છે અર્થાત્ સંક્ષેપમાં સમકિતનું સ્વરૂપ કહેવું હોય તો આત્માને તત્ત્વની શ્રદ્ધા થવી, તત્ત્વરુચિ થવી તે સમ્યક્દર્શન છે. તેના નિશ્ચય અને વ્યવહાર એમ બે ભેદ છે. પાછલા વ્યાખ્યાનોમાં બતાવેલા સમક્તિના ૬૭ ભેદો પૈકી એકસઠ ભેદો વ્યવહાર સમકિતમાં અન્તર્ગત થાય છે અને છેલ્લા છ ભેદો નિશ્ચય સમકિતમાં અંતર્ભાવ પામે છે. અન્ય અપેક્ષાએ સમકિતના પાંચ પ્રકાર છે તે આ પ્રમાણે– आदावौपशमिकं च, सास्वादनमथापरम् । क्षायोपशमिकं वेद्यं, क्षायिकं चेति पञ्चधा ॥१॥ ભાવાર્થ-“પહેલું ઔપથમિક, બીજું સાસ્વાદન, ત્રીજું લાયોપથમિક, ચોથું વેદ્ય (વેદક) અને પાંચમું ક્ષાયિક. એમ પાંચ પ્રકારે સમક્તિ છે.” તેનું વિશેષ સ્વરૂપ આ પ્રમાણે છે ૧. ઔપશમિક સમકિત–જેની કર્મગ્રંથિ ભેદાયેલી છે (જેણે ગ્રંથિભેદ કરેલો છે) એવા શરીરી (મનુષ્યાદિ)ને સભ્યત્ત્વનો પ્રથમ લાભ થતી વખતે પહેલા અંતર્મુહૂર્તમાં થાય છે; અથવા ઉપશમ શ્રેણિ પર ચડેલાં ઉપશાંતમોહીને મોહના ઉપશમથી ઉત્પન્ન થયેલું તે પણ ઔપશમિક સમકિત કહેવાય છે. તે પણ અંતર્મુહર્ત જ રહે છે. ૨. સમકિત પામ્યા પછી તત્કાળ અનંતાનુબંધી કષાયના ઉદયથી સમકિતનું વમન કરતાં તે સમકિતના રસનો લેશમાત્ર આસ્વાદ પામે છે, તે બીજું સાસ્વાદન નામનું સમકિત કહેવાય છે. આ સમકિત જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા સુધી રહે છે. ૩. મિથ્યાત્વ મોહનીયકર્મના ઉદયમાંથી કેટલીક કર્મપ્રકૃતિઓનો ક્ષય અને કેટલીક કર્મપ્રકૃતિઓનો ઉપશમ કરવાથી જે સમ્યકત્વ ગુણ પ્રાપ્ત થાય, તે ક્ષાયોપથમિક સમક્તિ કહેવાય છે. ૪. ક્ષપક શ્રેણિપર ચડેલા દેહઘારી આત્માને અનંતાનુબંધી ચાર કષાયનો ક્ષય થયા પછી Page #214 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પ૮] રોચક સમકિત ૨૦૩ મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયનો સારી રીતે પરિપૂર્ણ ક્ષય થયે છતે સમ્યક્વમોહનીયના છેલ્લા અંશને ભોગવતી વખતે ક્ષાયિક સમકિતની સન્મુખ થનારને વેદક સમતિ થાય છે. પ. સમકિતમોહનીય, મિશ્રમોહનીય ને મિથ્યાત્વમોહનીય તથા અનંતાનુબંઘી ચાર કષાય-એ સાત પ્રકૃતિનો મૂળથી ક્ષય થવાથી જીવને જે તત્ત્વશ્રદ્ધા થાય છે તે પાંચમું ક્ષાયિક સમકિત છે. આ સમકિત, ગુણથી ત્રણ પ્રકારનું પણ કહેવાય છે–રોચક, દીપક અને કારક. તેમાં સિદ્ધાંતને વિષે કહેલા તત્ત્વો ઉપર હેતુ તથા ઉદાહરણ વિના જે દ્રઢ આસ્થા થાય તે રોચક સમકિત કહેવાય છે. આ સમક્તિ ઉપર કૃષ્ણ અર્ધચક્રીનો પ્રબંધ છે તે નીચે પ્રમાણે કૃષ્ણ વાસુદેવનો પ્રબંધ દ્વારકા નગરીમાં એકદી વર્ષાઋતુમાં શ્રી નેમિનાથ ભગવંત સમવસર્યા. તેમને વંદના કરીને શ્રીકૃષ્ણ પૂછ્યું કે,–“હે સ્વામિ! વર્ષાઋતુમાં મુનિઓ કેમ વિહાર કરતા નથી?” પ્રભુએ જવાબ આપ્યો કે-“હે કૃષ્ણ! વર્ષાઋતુમાં પૃથ્વી ઘણા જંતુઓથી વ્યાપ્ત થાય છે, તેથી તે કાળે વિહાર કરતાં તે જીવોનું રક્ષણ થઈ શકે નહીં, માટે મુનિ વિહાર કરતા નથી.” તે સાંભળીને કૃષ્ણ પણ ચાર માસ અંતઃપુરમાં જ રહેવાનો નિશ્ચય કર્યો, કેમકે રાજસભામાં જવાથી ઘણા સભાસદોને આવવું પડે એટલે ઘોડા ગાડીઓ વગેરેના જવા આવવાથી ઘણા જીવોનું મર્દન થાય. તે નગરીમાં એક વીરક નામનો સાળવી રહેતો હતો. તે કૃષ્ણનો ભક્ત હતો. તેને કૃષ્ણના દર્શન કરીને જમવાનો નિયમ હતો. તેથી જ્યારે કૃષ્ણ ચાર માસ અંતઃપુરમાં રહ્યા ત્યારે તેમનું દર્શન નહીં થવાથી તે વીરક હમેશાં ત્યાં આવી રાજદ્વારની પુષ્પાદિકથી પૂજા કરીને ચાલ્યો જતો, પરંતુ ભોજન કરતો નહીં, વસ્ત્રો બદલતો નહીં, હજામત કરાવતો નહીં અને નખ પણ લેવરાવતો નહીં. આ પ્રમાણે તેણે ચાર માસ સુધી કર્યું. વર્ષાકાળ પૂર્ણ થયે જ્યારે કૃષ્ણ અંતઃપુરની બહાર નીકળ્યા ત્યારે વીરકે આવીને નમન કર્યું. તેને જોઈને રાજાએ પૂછ્યું કે-“હે વીરક! તું આવો કુશ કેમ દેખાય છે?” તે સાંભળી પ્રતિહારે કહ્યું કે–“હે સ્વામી! આપનું દર્શન આટલા દિવસ નહીં થવાથી તેણે ભોજન વગેરે કર્યું નથી, તેથી તે આવો દુર્બલ થઈ ગયો છે.” તે સાંભળીને કૃષ્ણ તેનાપર તુષ્ટમાન થયા અને તે વીરકને સર્વત્ર જ્યાં પોતે હોય, ત્યાં આવવાની છૂટ આપી. પછી તે નેમિનાથને વાંદવા ગયા, ત્યાં ભગવાનના મુખથી ઘર્મોપદેશ સાંભળીને કૃષ્ણ કહ્યું કે-“હે પ્રભુ! ભાગવતી દીક્ષા કે અન્ય વ્રતો ગ્રહણ કરવાને હું સમર્થ નથી, તોપણ હું એટલો નિયમ કરું છું કે જે કોઈ દીક્ષા લેવા તૈયાર થશે, તેનો હું મહોત્સવ કરીશ.” આ પ્રમાણે અભિગ્રહ લઈને કૃષ્ણ વાસુદેવ પોતાને ઘેર ગયા. એકદા વિવાહને યોગ્ય વયે પહોંચેલી પોતાની કન્યાઓ કૃષ્ણને પ્રણામ કરવા આવી. ત્યારે વાસુદેવે તે પુત્રીઓને પૂછ્યું કે–“હે પુત્રીઓ! તમે રાણીઓ થવા ઇચ્છો છો, કે દાસીઓ થવા ઇચ્છો છો? તમારા મનનો જે મનોરથ હોય તે કહો.” ત્યારે તે કન્યાઓ બોલી કે-“હે પિતા! આપના પ્રસાદથી અમે રાણીઓ થવા ઇચ્છીએ છીએ.” તે સાંભળી કૃષ્ણ બોલ્યા કે-“હે પુત્રીઓ! જો તમારી એવી જ ઇચ્છા હોય, તો શ્રી નેમિનાથ પાસે જઈ ચારિત્ર ગ્રહણ કરો.” તે સાંભળીને તે સર્વે કન્યાઓએ પ્રભુ પાસે જઈ ચારિત્ર ગ્રહણ કર્યું. એકદા એક રાણીએ પોતાની પુત્રીને શીખવ્યું Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [તંભ ૪ કે-“તું તારા પિતા પાસે પ્રણામ કરવા જાય, ત્યારે તને જો તે રાણી કે દાસી થવાનું પૂછે, તો તારે એવો જવાબ આપવો કેવું દાસી થવા ઇચ્છું છું.” અન્યદા પ્રણામ કરવા જતાં કૃષ્ણ તે પુત્રીને પૂછ્યું, ત્યારે તેણે માતાની શિખામણ પ્રમાણે જવાબ દીધો. તે સાંભળીને કૃષ્ણ વિચાર કર્યો કે-“આ પુત્રીને જો હું સુખી ઘરે પરણાવીશ તો બીજી પુત્રીઓ પણ એની જેમ સંસારમાં પડશે, માટે જો હું એને ખરેખરી દાસી જ બનાવું તો પછી બીજી પુત્રીઓ સંસારમાં નહીં પડે.” એમ વિચારીને તેણે એકાંતમાં વીરક સાળવીને પૂછ્યું કે-“હે વીરક! તે પહેલાં કોઈ પણ વખત કાંઈ અભુત કાર્ય કર્યું હોય તે કહે.” વીરક બોલ્યો કે–“હે સ્વામી! મેં કાંઈ તેવું અદ્ભુત કાર્ય તો કર્યું નથી, પરંતુ એક વખત હું શરીરચિંતા કરવા જંગલમાં ગયો હતો ત્યાં એક બોરડીના ઝાડની ટોચ પર રહેલા કાકીડાને મેં એક જ પથ્થર મારીને પૃથ્વી પર પાડી દીધો હતો; તથા વર્ષાઋતુમાં ગાડાના પૈડાના ચીલામાં ભરાઈ રહેલું પાણી મેં ડાબા પગથી રોકી દીધું હતું, અને પછી પગ લઈ લીઘો ત્યારે નદીની જેમ તેનો પ્રવાહ ચાલ્યો હતો. તથા એક વખત પાંજણીના વાસણમાં માખીઓ ગુંજારવ કરતી હતી, તેને મેં તે વાસણના મુખપર હાથ મૂકીને રોકી દીધી હતી. આ પ્રમાણે સાંભળીને કાંઈક હાસ્ય કરી કૃષ્ણ સભામાં ગયા. ત્યાં સર્વ સભાસદો સમક્ષ તે બોલ્યા કે-“હે સભાસદો! વીરક સાળવીનું પરાક્રમ અતિ અદ્ભુત છે, તેથી તેનું કુળ પણ ઊંચું છે. સાંભળો– येन रक्तस्फटो नागो, निवसन् बदरीवने । पातितः क्षितौ शस्त्रेण, क्षत्रियः सैष वै महान् ॥१॥ येन चक्रकृता गंगा, वहन्ती कलुषोदकम् । धारिता वामपादेन, क्षत्रियः सैष वै महान् ॥२॥ येन घोषवती सेना, वसन्ती कलशीपुरे । धारिता वामहस्तेन, क्षत्रियः सैष वै महान् ॥३॥ ભાવાર્થ-“બદરીના વનમાં રહેલા રક્તફણાવાળા નાગને (કાકીડાને) જેણે શસ્ત્રવડે મારી પૃથ્વી પર પાડી નાખ્યો, તે આ વીરક મહા ક્ષત્રિય છે. વળી જેણે ચક્રથી પડેલી ગંગાનદી કે જે ડોળું પાણી વહેતી હતી, તેને ડાબા પગવડે રોકી દીધી હતી તે આ વીરક મહા ક્ષત્રિય છે, તથા કલશીપુરમાં (કળશામાં) રહેલી અને ઘોષ (શબ્દ) કરતી સેનાને જેણે એક ડાબા હાથથી જ રૂંધી દીધી હતી તે આ વીરક ખરેખર મહા ક્ષત્રિય છે.” તેથી આ મારી કેતુમંજરી નામની પુત્રીને તે યોગ્ય વર છે.” એમ કહીને કૃષ્ણ તે વીરક સાથે વરકની ઇચ્છા નહીં છતા પણ કે,મંજરી પુત્રીને પરણાવી. વીરક પણ કૃષ્ણના ભયથી તેને પરણીને પોતાને ઘેર લઈ જઈ તેની દાસીની જેમ સેવા કરવા લાગ્યો. ઘણા દિવસો ગયા પછી એકદા કૃષ્ણ વરકને પૂછ્યું કે-“મારી પુત્રી તારી આજ્ઞા પ્રમાણે વર્તે છે કે નહીં?” વિરકે જવાબ આપ્યો કે-“હે રાજા! હું જ આપની પુત્રીની આજ્ઞા પ્રમાણે વર્તુ છું.” તે સાંભળીને કૃષ્ણ કૃત્રિમ ક્રોઘ કરી તેને બહુ ધિક્કાર્યો. તેથી તે વીરકે ઘેર જઈને તેને કહ્યું કે-“અરે સ્ત્રી! તું કેમ બેઠી છે? ખેળ તૈયાર કર, ઘરમાંથી વાસીદું કાઢ, પાણી ભરી લાવ અને જલદીથી રસોઈ તૈયાર કર.” આ પ્રમાણે કોઈ વખત નહીં સાંભળેલાં વાક્યો સાંભળીને તે બોલી કે–“હે સ્વામી! હું આમાંનું કોઈ પણ કામ જાણતી નથી.” તે સાંભળીને વીરકે દોરડીવડે તેને Page #216 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૫૮] રોચક સમકિત ૨૦૫ ખૂબ મારી; તેથી તે રોતી રોતી પિતા પાસે ગઈ અને પિતાને સર્વ વાત કહી. ત્યારે તે બોલ્યા કે—‘તેં દાસીપણું માગ્યું હતું તેથી મેં તને દાસીપણું આપ્યું છે.’ તે બોલી—‘‘હે પિતા! હવે હું તેને ઘેર નહીં જાઉં, પરંતુ આપના પ્રસાદથી હું રાણી થઈશ.’’ ત્યારે કૃષ્ણે વી૨ક સાળવીની રજા લઈને તેને પ્રવ્રજ્યા અપાવી. આ પ્રમાણે કૃષ્ણે ઘણા જીવોને દીક્ષા અપાવી, પરંતુ પોતે અપ્રત્યાખ્યાની કષાયના ઉદયથી વ્રતાદિકનું ગ્રહણ કરી શક્યા નહીં. એકદા શ્રી નેમિનાથ જિનેશ્વર રૈવતક ગિરિપર સમવસર્યાં, તે વખતે કૃષ્ણ પરિવાર સહિત પ્રભુને વાંદવા ગયા. ત્યાં અઢાર હજાર સાધુઓને તેમણે દ્વાદશાવર્ત્ત વંદનવડે વંદના કરી. બીજા રાજાઓ તો થાકી જઈને થોડા થોડા સાધુઓને વંદના કરી વિરામ પામ્યા, પણ વીરક સાળવીએ કૃષ્ણની સાથે છેવટ સુધી સર્વ મુનિઓને દ્રવ્ય વંદના કરી. પ્રાંતે વંદનાના પરિશ્રમને લીધે કૃષ્ણનાં ગાત્રો પરસેવાથી આર્દ્ર થઈ ગયા. સર્વ મુનિને વંદના કરીને કૃષ્ણે પ્રભુ પાસે જઈને કહ્યું કે—“હે ભગવંત! ત્રણસો ને સાઠ યુદ્ધો કરતાં પણ મને આટલો થાક લાગ્યો નહોતો જેટલો આજે લાગ્યો છે.’’ ત્યારે ભગવાન બોલ્યા કે‘હે કૃષ્ણ! આજે તમને થાક લાગ્યો નથી, પણ તમારો થાક ઊતર્યો છે. તમારી સાતમાંથી ચાર નરકો તૂટી ગઈ છે, અને હવે ત્રીજી નરકમાં જ જવાના છો. તમે આજે સાત કર્મ પ્રકૃતિનો ક્ષય કરીને ક્ષાયિક સમકિત ઉપાર્જન કર્યું છે, તથા આવતી ચોવીશીમાં બારમા અમમ નામના તીર્થંકર થવાના છો.’' તે સાંભળીને કૃષ્ણ બોલ્યા કે—“હે ભગવંત! ફરીથી સર્વ મુનિઓને વંદના કરીને ત્રણ નરકનું આયુષ્ય પણ તોડી નાખું.’’ જિનેશ્વર બોલ્યા કે—“હે કૃષ્ણ! તે સમયે જે તમારો તદ્દન નિઃસ્પૃહ ભાવ હતો તે હવે જતો રહ્યો છે, તેથી ફરીને વંદના કરતાં તે લાભ મળે તેમ નથી, પણ જગતના સર્વ ઉત્તમ પદાર્થો તમને પ્રાપ્ત થયા છે, તેથી હવે તેનાથી અધિક શેની ઇચ્છા છે? વળી ત્રીજી નરકનું આયુષ્ય તો નિદાન (નિયાણું) કરીને બાંઘેલા વાસુદેવપણાની સાથે જ રહેલું છે; તેથી તેનો અભાવ તો થવાનો જ નથી. કહ્યું છે કે ‘નિયાળડા મ્મા' ઇત્યાદિ-બળદેવ નિયાણું કર્યા વિના થવાય છે અને વાસુદેવ તો અવશ્ય નિયાણું કરવાથી જ થવાય છે, તે ઓછામાં ઓછી ત્રીજી નરકે તો અવશ્ય જાય જ છે, માટે તે ત્રીજી નરકનું આયુષ્ય છૂટે તેમ નથી.’’ આ પ્રમાણે પ્રભુના મુખથી સાંભળીને પ્રભુનું વાક્ય સત્ય માનતા કૃષ્ણ પોતાને ઘેર ગયા. અહીં કોઈને શંકા થાય કે—‘ત્રીજી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમનું કહેલું છે અને નેમિનાથથી આરંભીને આવતી ચોવીશીમાં બારમા અમમ જિનેશ્વર થાય, ત્યાં સુધીનું અંતર તો અડતાળીશ સાગરોપમનું થાય છે. તો પછી સાત સાગરોપમવાળા એક ભવમાં તેટલો કાળ કેમ વ્યતીત થાય કે જેથી કૃષ્ણ નરકથી નીકળીને તીર્થંકર થઈ શકે? અહીં એવો જવાબ છે કે—‘શ્રી હેમચંદ્રસૂરિએ રચેલા નેમિનાથ ચરિત્રમાં શ્રીકૃષ્ણના પાંચ ભવ કહેલા છે. તત્ત્વ તો કેવળી જાણે. તથા વસુદેવહિંડી નામના ગ્રંથમાં એમ કહ્યું છે કે—કૃષ્ણ ત્રીજી નરકમાંથી નીકળીને ભરતક્ષેત્રને વિષે શતદ્વાર નગરમાં માંડલિક રાજા થઈ દીક્ષા ગ્રહણ કરી, તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરીને વૈમાનિક દેવતા થઈ ત્યાંથી ચ્યવી, બારમા અમમ નામે તીર્થંકર થશે.’’ આ પ્રમાણે શ્રીકૃષ્ણ વાસુદેવ શુદ્ધ શ્રદ્ધા ગુણથી ભવનો પાર પામશે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ આ રોચક સમતિ શ્રેણિક રાજા વગેરેને પણ તીર્થંકરાદિ પદ આપનાર તરીકે પ્રસિદ્ધ છે. “પૃથ્વી પર દેવતાઓ તથા મનુષ્યો જેમના ગુણોનું વર્ણન કરે છે, એવા શ્રીકૃષ્ણ ત્રિકરણ શુદ્ધિથી શ્રી જૈનશાસનને વિષે ભક્તિવાળા થયા છે.” વ્યાખ્યાન પલ કારક સમકિત तथा कार्यं गुरोर्वाक्यं, यथा प्रवचनाच्छ्रतम् । तपोव्रतादिकं सर्वं, सेवनात् कारको मतः॥४॥ ભાવાર્થ-“જે પ્રમાણે પ્રવચન (સિદ્ધાંત)થી સાંભળ્યું હોય, તે પ્રમાણે ગુરુનું વાક્ય અંગીકાર કરવું અને તપ, વ્રત વગેરે સર્વ આચરણ કરવું, તેમ કરવાથી કારક સમકિત કહેવાય છે.” આ સંબંધમાં કાકજંઘ ને કોકાશની કથા છે તે નીચે પ્રમાણે કાકજંઘ અને કોકાશની કથા સોપારક નગરમાં “વિક્રમ” નામે રાજા હતો. તે નગરમાં “સોમિલ” નામે એક રથકાર (સુથાર) હતો. તે સર્વ રથકારોનો અગ્રેસરી (ઉપર) હતો. તે સોમિલને “દેવિલ' નામનો પુત્ર હતો; તથા તે જ સોમિલની દાસીને બ્રાહ્મણથી ઉત્પન્ન થયેલો “કોકાશ” નામનો પુત્ર હતો. તે સોમિલ પોતાના પુત્ર દેવિલને હમેશાં ઘણા પ્રયાસથી પોતાની વિદ્યા શીખવતો હતો. કહ્યું છે કે પિતૃમિસ્તાવિત પુત્ર, શિષ્ય ગુરુશિક્ષિતઃ | घनाहतं सुवर्णं च, जायते जनमण्डनम् ॥१॥ ભાવાર્થ-“માબાપથી તાડન કરાયેલો પુત્ર, ગુરુથી શિક્ષા અપાયેલો શિષ્ય અને ઘણથી ટિપાયેલું સુવર્ણ એ ત્રણે લોકમાં શોભાને પામે છે.” સોમિલ પોતાના પુત્રને ઘણી મહેનત લઈને શીખવતો હતો, પરંતુ તેને કાંઈ પણ આવડ્યું નહીં. અને દાસીપુત્ર કોકાશ તેનો ચાકર હોવાથી તેની પાસે બેસી રહેતો હતો તે મૌનતાથી જ સર્વ કળાઓને માત્ર સાંભળીને શીખી ગયો, તેમજ ગુરુ (સોમિલ) કરતાં પણ વઘારે કુશળ થયો. કેટલેક કાળે સોમિલ રથકાર મરણ પામ્યો; ત્યારે તેને સ્થાને તેના પુત્ર દેવિલ મૂર્ખ હોવાથી કોકાશને જ રાજાએ સ્થાપન કર્યો. કહ્યું છે કે दासेरोऽपि गृहस्वाम्यमुच्चैः काममवाप्तवान् । गृहस्वाम्यपि दासेरमहो प्राच्यशुभाशुभे ॥१॥ ભાવાર્થ-“કોકાશ દાસીપુત્ર છતાં પણ મોટા ગૃહના સ્વામીપણાને પામ્યો, અને દેવિલ ગૃહસ્વામી છતાં પણ દાસનું આઘીનપણું પામ્યો. અહો! પૂર્વના શુભાશુભ કર્મ કેવાં વિચિત્ર છે?” અન્યદા કોકાશે ગુરુના મુખથી ઘર્મદેશના સાંભળી; તેથી તે જૈન ઘર્મ પામ્યો અને તેનું દ્રઢ ચિત્તે આરાધન કરવા લાગ્યો. Page #218 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પ૯] કારક સમકિત ૨૦૭ માલવ દેશમાં ઉજયિની નગરીમાં વિચારઘવલ નામે રાજા હતો. તેની પાસે ચાર નરરત્નો હતા. તેમાં પહેલું રત્ન સૂપકાર (રસોઈયો) હતો. તે ખાનારની જેવી ઇચ્છા હોય, તેવી જ રસોઈ કરતો. તેમજ તે રસોઈ જમ્યા પછી તે જ ક્ષણે (તરત જ), ક્ષણ પછી અથવા એક પહોરે, અથવા એક દિવસે, અથવા એક પખવાડીએ, અથવા એક માસે, અથવા એક વરસે એમ જ્યારે ભૂખ લગાડવાની ઇચ્છા હોય તે જ વખતે ભૂખ લાગે; પણ તેથી પહેલાં અથવા પછી ભૂખ લાગે એવું બનતું નહીં; તેવી તે રસવતી બનાવતો હતો. બીજું નરરત્ન શય્યાપાળ હતો; તે શય્યાને એવી પાથરતો કે તેમાં સૂનારની ઇચ્છા ઘડીએ, પહોરે કે જ્યારે જાગવાની હોય ત્યારે તે જ ક્ષણે તે સૂનાર કોઈની પ્રેરણા વિના જ જાગૃત થાય. ત્રીજું નરરત્ન અંગમર્દક હતો. તે એક શેર તેલથી માંડીને પાંચ શેર, દશ શેર સુઘી તેલ અંગમાં મર્દન કરીને સમાવતો હતો અને પછી જેટલું તેલ સમાવ્યું હોય તેટલું બધું પાછું કાઢી આપતો; પરંતુ સમાવતાં કે પાછું કાઢતાં તેને શરીરે જરા પણ દુઃખ ઉત્પન્ન થતું નહીં. ચોથું નરરત્ન ભાંડાગારિક (ભંડારી) હતો. તે એવી રીતે ભંડાર બનાવતો કે તેમાં રાખેલું ઘન તેના વિના બીજો કોઈ જોઈ કે લઈ શકે નહીં. તેમજ તે ભંડારમાં કોઈ ખાતર પાડી શકે નહીં અને અગ્નિ લાગી શકે નહીં. આ ચાર નરરત્નોથી ચિંતિત કાર્ય કરતો વિચારઘવલ રાજા અત્યંત સુખમાં દિવસો નિર્ગમન કરતો હતો. એકદા તેનું ચિત્ત સંસારથી વૈરાગ્ય પામ્યું, તેથી તે દીક્ષા લેવા તૈયાર થયો; પરંતુ તેને પુત્ર ન હોવાથી કોઈક ગોત્રીને રાજ્ય સોંપીને દીક્ષા લેવાનો તે વિચાર કરતો હતો. તેવા સમયમાં પાટલીપુરના રાજા જિતશત્રુએ ચાર નરરત્નો લેવાની ઇચ્છાથી વિચારધવલની રાજઘાની ઉજ્જયિની નગરીને અકસ્માત્ ઘેરો ઘાલ્યો. તે વખતે કાકતાલીય ન્યાયે વિચારઘવલ રાજા શૂળના મહા રોગથી પીડા પામી સમાધિવડે મૃત્યુ પામ્યો. “મહાશૂલ વગેરે વ્યાથિઓ ઘણું કરીને મૃત્યુરૂપ નાટકની *નાંદી સમાન છે.” કહ્યું છે કે शूल विस अहि विसूइअ, पाणि असत्थग्गि संभमेहिं च । देहंतरसंकमणं, करेइ जीवो मुहूत्तेण ॥१॥ ભાવાર્થ-“શૂલરોગથી, વિષભક્ષણથી, સર્પદંશથી, વિસૂચિકાથી, જળમાં ડૂબવાથી, શસ્ત્રના વાગવાથી અને અગ્નિના ઉપદ્રવથી તેમજ સંભ્રમથી જીવ એક મુહૂર્ત માત્રમાં બીજા દેહની અંદર સંક્રમણ કરે છે; અર્થાત્ મૃત્યુ પામીને બીજા દેહને ઘારણ કરે છે.” વિચારઘવલ રાજાનું મૃત્યુ થવાથી તેના મંત્રીઓએ નાયક વિનાનું સૈન્ય નકામું જાણી જિતશત્રુ રાજાને જ ભેટની જેમ તે પુરી સોંપી દીઘી, એટલે જિતશત્રુ રાજા તે રાજ્ય પણ ભોગવવા લાગ્યો. પછી તે ચારે નરરત્નોની તેણે પરીક્ષા કરી, તો જેવા તેણે સાંભળ્યા હતા તેવા જ તે નરરત્નો જણાયા. એકદા રાજાએ અંગમર્દક રત્નની પાસે અંગમર્દન કરાવીને પછી તેમાંથી સમગ્ર તેલ પાછું કાઢતી વેળાએ અંગમર્દકને આજ્ઞા કરીને પોતાની એક જંઘામાં પાંચ કર્ષ જેટલું તેલ બાકી રખાવ્યું. પછી સભામાં જઈને કહ્યું કે-“જો કોઈ બીજો અંગમર્દક અભિમાન ઘરાવતો હોય તો તેણે * નાંદી નાટકના આરંભમાં મંગલાચરણરૂપે બોલાતા આશીર્વાદાત્મક શ્લોક. અહીં મૃત્યરૂપ નાટકની નાંદી એટલે મોતની ઘંટડી એવો અર્થ લઈ શકાય. ૧, કર્ષ-૧૬ માશા જેટલું વજન. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ સ્તિંભ ૪ મારી જંઘામાંથી બાકી રહેલું તેલ કાઢી આપવું.” તે સાંભળી બીજા અંગમર્દકોએ ઘણા ઉપાયો કર્યાં પણ તેઓ એક બિંદુ પણ કાઢી શક્યા નહીં, તેથી તેઓ ઝંખવાણા થઈ ચાલ્યા ગાય. બીજી દિવસે અંગમર્દકરત્નને રાજાએ તે જંઘાનું તેલ કાઢવા આજ્ઞા કરી; પણ અંગમર્દકરત્ન બીજે દિવસ તેલ કાઢી શક્યો નહીં. કેમકે તે જ દિવસે તેલ કાઢવાની તેની શક્તિ હતી. રાજાની જંઘામાં રહેલું તેલ કૂવાની છાયા કૂવામાં જ રહે તેમ ત્યાં જ સ્થિર થયું, તેથી તેની જંઘા કાગડાના વર્ણ જેવી શ્યામ વર્ણવાળી થઈ ગઈ. ત્યારથી લોકમાં તેનું કાકજંઘ એવું નામ પ્રસિદ્ધ થયું. રાજા જેવાના પણ તેવા ઉપનામો લોકો પાડે છે. કેમકે-“જગતને મુખે ગરણું બાંધી શકાતું નથી.” વળી સારાં ઉપનામો નઠારાં ઉપનામોની જેમ પ્રસિદ્ધ પણ થતાં નથી. જુઓ માપતુષ, કુરગડૂક, સાવદ્યાચાર્ય, રાવણ વગેરે નામો જેવાં પ્રસિદ્ધિ પામ્યાં છે તેવાં સારાં નામો પ્રસિદ્ધિ પામ્યાં નથી. એકદા કોંકણદેશમાં નિર્બન લોકોનો સંહાર (નાશ) કરવામાં મહારાક્ષસ જેવો મોટો દુષ્કાળ પડ્યો. તેથી ઘનિક લોકો પણ નિર્ણન જેવા થયા, અને રાજા પણ રંક જેવા થઈ ગયા. કહ્યું છે કે मानं मुञ्चति गौरवं परिहरत्यायाति दीनात्मताम् लज्जामुत्सृजति श्रयत्यदयतां नीचत्वमालंबते । भार्याबन्धुसुतासुतेष्वपकृतीर्नानाविधाश्चेष्टते किं किं यन्न करोति निन्दितमपि प्राणी क्षुधापीडितः॥१॥ ભાવાર્થ-“દુષ્કાળમાં સુઘાથી પીડા પામેલા લોકો માનનો ત્યાગ કરે છે, ગૌરવ (મોટાઈ) મૂકી દે છે, દીનતા ઘારણ કરે છે, લજ્જનો ત્યાગ કરે છે, નિર્દયતાનો આશ્રય કરે છે, નીચપણાનું અવલંબન કરે છે, ભાર્યા, બંધુ, પુત્ર અને પુત્રીને વિષે નાના પ્રકારના અપકાર કરવાની ચેષ્ટા કરે છે; અર્થાત્ તેઓના દુઃખની દરકાર કરતા નથી; તથા સુઘાપીડિત મનુષ્ય બીજ પણ કયા કયા નિંદિત કાર્યો નથી કરતા? અર્થાત્ સર્વ કરે છે.” આવા ભયંકર દુષ્કાળના સમયમાં કોકાશ કુટુંબનો નિર્વાહ નહીં થઈ શકવાથી સ્વદેશ છોડી ઉજ્જયિની નગરીમાં કુટુંબ સહિત આવ્યો. ત્યાં કોઈની સહાય વિના રાજાને મળી શકાય તેમ નહોતું; તેથી વિચાર કરીને છેવટે તે કોકાશે કાષ્ઠના ઘણા પારેવા બનાવ્યા. તેને કારીગરીથી એવી ખીલીઓ મારી હતી કે તે પારેવા ઊડીને રાજાના ઘાન્યના કોઠારમાં જઈ જીવતા પારેવાની જેમ ચાંચવડે ચોખા દાળ વગેરે તમામ જાતનું અનાજ પોતાના કાષ્ઠશરીરમાં જેટલું માય તેટલું ભરીને પાછા કોકાશ પાસે આવતા. પછી તે અનાજ તેમાંની કાઢીને તે વડે કોકાશ પોતાના કુટુંબનું ભરણપોષણ કરતો. એકદા ઘાન્યના રક્ષકોએ સાચા પારેવાની જેમ દાણાથી ભરેલા તે કાષ્ઠકોતરૂપ ચોરને ઘાન્યના કોઠારમાંથી નીકળતા જોયા; તેથી આશ્ચર્ય પામીને તે આરક્ષકો તે પારેવાની પાછળ તપાસ કરવા ગયા. તો તે પારેવાઓને કોકાશના ઘરમાં પેસતા જોયા. તેઓ તે કોકાશને પકડીને રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને પૂછ્યું, ત્યારે તેણે સત્ય હકીકત કહી આપી. કહ્યું છે કે सत्यं मित्रैः प्रियं स्त्रीभि-रलीकं मधुरं द्विषा । अनुकूलं च सत्यं च, वक्तव्यं स्वामिना सह ॥१॥ Page #220 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૫૯] કારક સમકિત ૨૦૯ ભાવાર્થ‘મિત્રો પાસે સત્ય બોલવું, સ્ત્રીની પાસે પ્રિય બોલવું, શત્રુ પાસે અસત્ય પણ મધુર બોલવું, અને રાજા પાસે અનુકૂલ તેમજ સત્ય વચન બોલવું.’' તેની કલાકુશળતા સાંભળીને રાજાએ હર્ષિત થઈ પૂછ્યું કે-‘તું બીજી પણ કાંઈ કળા જાણે છે?’’ કોકાશ બોલ્યો—“હે સ્વામિન્! રથકારની સર્વ કળાઓ હું જાણું છું. આપણી ઇચ્છા પ્રમાણે ગતિ કરે તેવા મોર, ગરુડ, પોપટ, હંસ વગેરે પક્ષીઓ લાકડાના બનાવું છું, કે જેની ઉપર રથની જેમ બેસીને પૃથ્વીની જેમ આકાશમાં પણ કીલિકાદિકના પ્રયોગથી જવાય અવાય.’’ તે સાંભળીને કૌતુકપ્રિય રાજાએ કહ્યું કે—‘મારા માટે એવો એક ગરુડ બનાવ કે જેનાપર બેસીને આકાશમાં રહી આખા ભૂમંડળની શોભા જોઉં.’’ આ પ્રમાણેની રાજાની આજ્ઞા થતાં કોકાશે તેવો ગરુડ બનાવ્યો. તે ગરુડને જોવાથી જ રાજાએ પ્રસન્ન થઈને તેના આખા કુટુંબનો સારી રીતે નિર્વાહ થાય તેવો બંદોબસ્ત કરી આપ્યો; તેથી તેઓ સુખેથી ત્યાં જ રહ્યા. કહ્યું છે કે लवणसमो नत्थि रसो, विण्णाणसमो अ बंधवो नत्थि । धम्मसमो नत्थि निहि, कोहसमो वेरिणो નત્ય શી ભાવાર્થ—‘લવણ (લૂણ) જેવો બીજો કોઈ (ઉત્તમ) રસ નથી, વિજ્ઞાન (કળાહુન્નર) જેવો બીજો કોઈ બાંધવ નથી, ધર્મ સમાન બીજો કોઈ નિઘિ (ભંડા૨) નથી, અને ક્રોધ સમાન બીજો કોઈ વૈરી નથી.’’ दृढ એક દિવસ કોકાશને સાથે લઈને રાજા વિષ્ણુની જેમ પોતાની રાણી સહિત ગરુડ પર આરૂઢ થઈ આકાશમાર્ગે ચાલ્યો. ઘણા દેશોને ઉલ્લંઘન કરી ભરુચપુરની ઉપર આવ્યા, ત્યારે રાજાએ કોકાશને તે નગરનું નામ વગેરે પૂછ્યું. ત્યારે તેણે ગુરુના મુખથી પૂર્વે વૃત્તાંત સાંભળ્યું હતું તેથી તે બોલ્યો કે “હે સ્વામી! આ નગરનું નામ ભરુચ છે. આ પુરમાં પહેલાં શ્રી મુનિસુવ્રત સ્વામીએ સાઠ યોજન દૂર રહેલા પ્રતિષ્ઠાનપુરથી એક રાત્રિમાં જ આવીને યજ્ઞમાં હોમવાને તૈયાર કરેલો અશ્વ, કે જે પોતાનો પૂર્વભવનો મિત્ર હતો, તેને પ્રતિબોધ પમાડ્યો હતો, અને તેને જૈનધર્મમાં કર્યો હતો. જેથી તે અશ્વ મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં સામાનિક દેવતા થયો હતો. તેણે તરત જ અવધિજ્ઞાનવડે પૂર્વની હકીકત જાણી એટલે તે અહીં (ભરુચમાં) આવ્યો અને જિનેશ્વરના સમવસરણને સ્થાને તેણે જિનપ્રાસાદ બનાવી તેમાં પ્રભુનું બિંબ પધરાવી તેની સન્મુખ પોતાની અશ્વમૂર્તિ ઊભી રાખી અને અશ્વાવબોધ નામનું તીર્થ સ્થાપન કર્યું.’' આ પ્રમાણે વાતો કરતાં અને વિવિધ દેશોનું અવલોકન કરતાં તેઓ લંકાનગરી ઉપર આવ્યા, ત્યારે રાજાએ તેનું નામ વગેરે કોકાશને પૂછ્યું. કોકાશ બોલ્યો કે—“હે સ્વામી! આ લંકાનગરી છે. અહીં પહેલાં રાવણ નામે રાજા થઈ ગયો. તેની સમૃદ્ધિનું વર્ણન લોકમાં (લૌકિક શાઓમાં) એવું સંભળાય છે કે—તે રાવણે નવ ગ્રહોને પોતાના પલંગે બાંધ્યા હતા, યમરાજને બાંધીને પાતાળમાં નાંખ્યો હતો, વાયુદેવ તેને ઘેર વાસીદું વાળતો હતો, ચારે મેઘો તેને ઘેર ગંધયુક્ત જળની વૃષ્ટિ કરતા હતા, અને પાણી ભરતા હતા, સાતે માતૃકા દેવીઓ તેની આરતી ઉતારતી હતી, શેષનાગ તેના મસ્તકપર છત્ર ધારણ કરતો હતો, સરસ્વતી તેની પાસે વીણા વગાડતી હતી, રંભા નામની અપ્સરા નૃત્ય કરતી હતી, તુંબરુ (દેવ) ગંધર્વ ગાયન કરતો હતો, નારદ તેનું દૂતપણું કરતો હતો તેમજ તાળ વગાડતો હતો, સૂર્ય તેની ભાગ ૧-૧૪ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ રસોઈ કરતો હતો, ચંદ્રમા અમૃત વૃષ્ટિ કરતો હતો, મંગળ (ગ્રહ) ભેંસો જોનારો હતો, બુઘ અરીસો દેખાડતો હતો, ગુરુ (બૃહસ્પતિ) ઘડિયાળ વગાડતો હતો, શુક્ર (શુક્રાચાર્ય) તેનો મંત્રી હતો, શનિ તેના પૃષ્ઠ ભાગનો રક્ષક હતો, અઠ્યાશી હજાર ઋષિઓ પાણીની પરબની રક્ષા કરતા હતા, વિષ્ણુ તેની પાસે મશાળ ઘારણ કરતા હતા અને બ્રહ્મા તેના પુરોહિત હતા. આવી સમૃદ્ધિવાળો છતાં પણ તે રાવણ પરસ્ત્રીનું હરણ કરવાથી દુઃખ પામ્યો.” આ રીતે વાતો કરતા તે પાછા વળી પોતાના નગરમાં આવ્યા. અન્યદા પશ્ચિમ દિશામાં ગયા. ત્યાં સિદ્ધાચળ અને ગિરનાર તીર્થ દેખી તેનું વર્ણન કર્યું. એ જ પ્રમાણે ઉત્તર દિશા તરફ ગયા. ત્યારે કોકાશે અષ્ટાપદ નામનો કૈલાશ પર્વત, શાશ્વત સિદ્ધાયતનો તથા જિનેશ્વરના કલ્યાણકના સ્થાનકો દેખાડ્યા. હસ્તિનાપુર આવતાં તેનું વર્ણન કર્યું કે-“હે સ્વામી! અહીં સનકુમાર વગેરે પાંચ ચક્રવર્તીઓ તથા પાંચ પાંડવો થયા છે. શ્રી ઋષભદેવ સ્વામીનું વરસીતપનું પારણું પણ અહીં થયું છે. શાંતિનાથ આદિ ત્રણ જિનેશ્વરના મોક્ષકલ્યાણક વિના બાકીના ચાર ચાર કલ્યાણકો અહીં થયા છે. વિષ્ણુકુમારે ઉત્તમ વૈક્રિય શરીર અહીં કર્યું હતું તથા કાર્તિક શ્રેષ્ઠીએ એક હજારને આઠ પુરુષો સહિત અહીં જ દીક્ષા લીધી હતી. વગેરે અનેક શુભ કાર્યો અહીં થયેલાં છે.” આ પ્રમાણે હમેશાં નવાં નવાં તીર્થોનું માહાભ્ય સંભળાવીને કોકાશે રાજાને જૈનઘર્મ પર રુચિવાળો કર્યો. પછી એકદા કોકાશ રાજાને જ્ઞાની ગુરુ પાસે લઈ ગયો. ગુરુએ ઘર્મોપદેશ કરતાં કહ્યું કે-“ગૃહસ્થોને માટે સમકિત સહિત પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત મળી બાર વ્રતો કહેલાં છે, બીજા ઘર્મના નિયમો ગ્રહણ કરવાથી તેના ફળમાં સામાન્ય વર્ષાની જેમ કદાચ સંદેહ રહે છે પણ આ જૈનઘર્મનું ફળ તો પુષ્કરાવર્ત મેઘની જેમ ફળે (મળ) જ છે–નિષ્ફળ જતું જ નથી.” ઇત્યાદિ ઘર્મોપદેશ સાંભળીને રાજાએ સમકિત સહિત બાર વ્રતો ગ્રહણ કર્યા, તેમાં છઠ્ઠા દિવિરતિ વ્રતમાં એક દિવસે દરેક દિશામાં એક સો યોજનથી વઘારે દૂર જવું નહીં એવો નિયમ લીઘો. એકદા રાજા યશોદેવી નામની પોતાની પટ્ટરાણી સહિત કાષ્ઠ ગરુડપર બેસી ફરવા જવા તૈયાર થતો હતો. તે હકીકત જાણીને વિજયા નામની બીજી રાણીએ સપત્ની (શોક્ય) પરના દ્વેષને લીધે પોતાના ખાનગી માણસ પાસે તે ગરુડની એક મૂળ ખીલી કાઢી નંખાવી, અને તેને સ્થાને બીજી તેવી જ નવી ખીલી ગોઠવી દીઘી. તે વાતની કોઈને ખબર પડી નહીં. કહ્યું છે કે उन्मत्तप्रेमसंरंभा-दारभन्ते यदंगनाः । तत्र प्रत्यूहमाधातुं ब्रह्माऽपि खलु कातरः॥४॥ ભાવાર્થ-“ઉન્મત્ત પ્રેમના વેગથી સ્ત્રીઓ જે કાર્યનો આરંભ કરે છે તે કાર્યમાં વિઘ્ન લાવવાને બ્રહ્મા પણ સમર્થ થતો નથી.” પછી રાજા રાણી સહિત ગરુડપર બેઠો, અને કોકાશે ગરુડને આકાશમાં ઉડાડ્યો. ઘણા દૂર ગયા પછી રાજાએ દિગ્વિરતિ વ્રત યાદ આવવાથી કોકાશને પૂછ્યું કે-“હે મિત્ર! આપણે કેટલે દૂર આવ્યા?” કોકાશ બોલ્યો-“સ્વામી! આપણે બસો યોજન દૂર આવ્યા છીએ.” તે સાંભળી ખેદયુક્ત થઈ રાજાએ કહ્યું કે-“હે મિત્ર! ગરુડને જલદી પાછો વાળ, પાછો વાળ; કેમકે જાણ્યા પછી Page #222 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૫૯] કારક સમકિત ૨૧૧ નિષિદ્ધ આચરણ કરવાથી તો મૂળ વ્રતનો ભંગ થાય છે અને અજાણતાં વ્રતનો ભંગ થવાથી અતિચાર લાગે છે, તે તો પ્રતિક્રમણાદિક કરવાવડે શુદ્ધ થઈ શકે છે. અહો! કૌતુક જોવાનું જેને પ્રિય છે એવા મને ધિક્કાર છે કે જેથી મેં આત્મહિત પણ જાણ્યું નહીં.” આ પ્રમાણે જાણે પોતાનું સર્વસ્વ ગયું હોય તેમ રાજા શોક કરવા લાગ્યો. તે વખતે કોકાશે ગરુડને પાછો વાળવા માટે બીજી ખીલી પકડી કે તરત જ તે ખીલી અન્ય છે એમ જાણીને તે ચિંતાતુર થઈ બોલ્યો-“હે દેવ! દુર્દેવના વશથી કોઈ દુષ્ટ આ ખીલી બદલી નાંખી છે, હવે તે ખીલી વિના ગરુડ પાછું વળી શકશે નહીં. માટે હવે તો થોડે દૂર જઈને નીચે ઊતરીએ તો ઠીક થાય, કેમકે જો અહીં જ ઊતરીશું તો આ શત્રનું રાજ્ય હોવાથી અનર્થનો સંભવ છે.” તે સાંભળી રાજાએ કહ્યું કે-“હે મિત્ર! અનંત ભવ સુધી દુઃખ આપનાર વ્રતભંગ કરવારૂપ વાક્ય તું કેમ બોલે છે? અનાભોગ આદિકથી (અજાણપણાથી) કદી નિષિદ્ધનું સેવન થયું હોય તો વ્રતનું માલિન્ય થવારૂપ અતિચાર લાગે છે, અને જાણી જોઈને જો વ્રતનું ઉલ્લંઘન કરીએ તો વ્રતનો ભંગ જ થાય છે. અતિચારથી ખંડિત થયેલું વ્રત તો કાચા ઘડાની જેમ પાછું સાંધી શકાય છે, પણ અનાચારથી થયેલ વ્રતભંગ તો પાકા ઘડાની જેમ સાંઘી શકાતું જ નથી. માટે અહીંથી એક પગલું પણ આગળ વઘવાનું કરીશ નહીં. કહ્યું છે કે जलधूलीधरित्र्यादि-रेखावदितरे नृणाम् । परं पाषाणरेखैव, प्रतिज्ञा हि महात्मनाम् ॥१॥ ભાવાર્થ–સામાન્ય જનોની પ્રતિજ્ઞા જળ, ધૂળ અને પૃથ્વી વગેરેમાં કરેલી રેખા જેવી હોય છે, (તરત ભંગ થાય તેવી હોય છે) પણ મહાત્માઓની પ્રતિજ્ઞા તો પથ્થરની રેખા જેવી, એટલે તેનો ભંગ જ ન થાય તેવી હોય છે. વળી હે કોકાશ! વ્રતના ઉલ્લંઘનનું ફળ તો કટુ દ્રવ્યના આસ્વાદની જેમ હમણા જ પ્રાપ્ત થયું છે, માટે તે જ ખીલીથી જો વળે તો વાળ, નહીં તો અહીં જ ઊતરી પડવું યોગ્ય છે.” તે સાંભળી રાજાની દ્રઢતાની વારંવાર પ્રશંસા કરતો કોકાશ ગરુડને પાછો વાળવા પ્રયાસ કરવા લાગ્યો. તેવામાં તો તે ગરુડની બન્ને પાંખો મળી ગઈ અને તે નીચે પડ્યો; પરંતુ સારા ભાગ્યને યોગે તે ગરુડ એક સરોવરમાં પડ્યો; તેથી કોઈના અંગને કાંઈ પણ ઇજા થઈ નહીં. પછી રાજા, રાણી અને કોકાશ ગરુડસહિત સરોવરને કાંઠે આવ્યા. તેની નજીકમાં જ કાંચનપુર નગર જોઈને કોકાશે રાજાને શિખામણ આપી કે–“હે સ્વામી! આપ સાવધાન થઈને અહીં જ કોઈ ન જાણે તેમ છુપાઈને રહો. હું ગામમાં કોઈ રથકારને ઘેર જઈ નવી ખીલી કરીને આવું છું.” એમ કહીને ભયરહિત કોકાશ રાજાના માનીતા રથકારને ઘેર ગયો અને તેની પાસે ખીલી કરવા માટે વિશેષ પ્રકારના ઓજાર માગ્યા; એટલે તે રથકાર એક રથનું પૈડું કરતો હતો તે પડતું મૂકીને તેના માગેલા ઓજાર લાવી આપવા ઘરની અંદર ગયો. તે ઓજાર લઈને આવ્યો તેટલામાં તો કોકાશે રથનું પૈડું તેના કરતાં ઘણું જ સુંદર દિવ્યચક્ર (પૈડું) બનાવ્યું કે જે પૈડું હાથમાંથી નીચે મૂકતાં જ ઘક્કો માર્યા વિના તેની મેળે ચાલે. તે રથકારે આવી અસાઘારણ કળા જોઈ મનમાં વિચાર્યું કે-“નક્કી આ કોકાશ જ છે, તેના વિના બીજો આ પૃથ્વી પર આવી દિવ્ય કળાવાળો કોણ છે? કોઈ જ નથી.” આ પ્રમાણે નિશ્ચય કરી તે રથકાર કાંઈક મિષ કરીને ત્યાંના રાજા પાસે ગયો, અને તેને કહ્યું કે-“હે રાજન! Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧ [સ્તંભ ૪ પુણ્યયોગે મારે ઘેર અકસ્માત્ કોકાશ આવેલો છે.’’ તે સાંભળીને રાજાએ પોતાના સેવકોને મોકલી કોકાશને બોલાવી પૂછ્યું કે—‘‘તારો રાજા ક્યાં છે?’’ ત્યારે બુદ્ધિમાન કોકાશે મરણના ભયથી તેમ જ કાંઈક મનમાં વિચાર કરીને પોતાના રાજાનું ઠેકાણું કહી દીધું. એટલે કનકપ્રભ રાજાએ સૈન્ય સહિત કાકજંઘ રાજા પાસે જઈ તેને બાંધી લઈને વિડંબનાપૂર્વક કાષ્ઠના પાંજરામાં નાંખ્યો. કલિંગ દેશનો રાજા તેના પરના વૈરને લીધે તેને ખાવાનું પણ આપતો નહીં. તેથી ઘણા માણસોને દયા આવવાથી રાજાના ભયને લીધે કાગડાને બલિદાન આપવાને મિષે પાંજરામાં ખાવાનું નાખવા લાગ્યા. રાજા તે વીણીને ખાઈ પોતાનો નિર્વાહ કરવા લાગ્યો. એ પ્રમાણે કાકપિંડથી પ્રાણવૃત્તિ કરતો અને કોઈ પણ વખત જેણે સ્વપ્નમાં પણ દુઃખ જોયું નહોતું, એવો કાકજંઘ રાજા આવા કષ્ટને સમયે પણ ઘીરજ રાખી પોતાના પૂર્વ કર્મને જ નિંદતો સતો દિવસો નિર્ગમન કરવા લાગ્યો. તે પોતાના આત્માને કહેતો કે को इत्थ सया सुहिओ, कस्स व लच्छी थिराइ पिम्माई | को मच्चुणा न गहिओ, को गिद्धो नेव विससु ॥ १ ॥ ભાવાર્થ‘આ વિશ્વમાં નિરંતર સુખી કોણ છે? કોની લક્ષ્મી અને પ્રેમ સ્થિર રહ્યાં છે? મૃત્યુએ કોને ગ્રહણ કર્યો નથી? અને વિષયોમાં કોણ આસક્ત થયો નથી?'' કેટલેક દિવસે રાજા કોકાશનો વધ કરવા તૈયાર થયો. ત્યારે પૌરજનોએ રાજાને કહ્યું કે—à રાજા! આ અકાર્ય કરવું આપને યોગ્ય નથી. એક ખીલીને માટે આખો પ્રાસાદ કોણ તોડી પાડે? ઉત્તમ પુરુષો તો ગુણોને વિષે પક્ષપાત રાખીને તેમાં સ્વપરનો ભેદ ચિંતવતા જ નથી. કહ્યું છે કેसर्वेषां बहुमानार्हः कलावान् स्वपरोऽपि वा । विशिष्य च महेशस्य, महीयो महिमाप्तिकृत् ॥१॥ ભાવાર્થ-કળાવાન પોતાનો હોય કે પારકો હોય, તોપણ તેનું સર્વેએ બહુમાન કરવું યોગ્ય છે. જુઓ, ચંદ્ર કળાવાન હોવાથી શંકરે તેને પર ન ગણતાં પોતાના ભાલસ્થળમાં (લલાટમાં) સ્થાન આપ્યું છે.’’ આ પ્રમાણે પૌરજનોનું કહેવું સાંભળીને રાજાએ કોકાશનો સત્કાર કરી તેને કહ્યું કે—“હે કળાકુશલ! મારે માટે એક કમળના આકારે ગરુડના જેવું આકાશગામી ઘર બનાવ. તેને સો પાંખડીઓ કર અને દરેક પાંખડી ઉપર મારા પુત્રોને રહેવા યોગ્ય મંદિરો બનાવ. તેના મધ્યમાં કર્ણિકાને સ્થાને મારે રહેવા યોગ્ય ભુવન કર અને તે ભુવનની સન્મુખ પ્રધાનો વગેરે પરિજનોની બેઠક બનાવ. આવી રીતનું દેવવિમાનના જેવું ભુવન બનાવ.’’ તે સાંભળીને જીવનની આશાવાળા થયેલા કોકાશે પોતાનો અભિપ્રાય ગુપ્ત રાખીને ‘આપની આજ્ઞા પ્રમાણ છે'' એમ કહી પોતાના મનોરથને સિદ્ધ કરવા માટે અને બહારથી રાજાનું ચિત્ત પ્રસન્ન કરવા માટે તેણે કહ્યું એવું કમળગૃહ બનાવ્યું. પછી તેણે કાકજંઘ રાજાને ગુપ્ત રીતે કહ્યું કે—“હે સ્વામી! તમે ચિંતાનો ત્યાગ કરીને શ્રી જિનેશ્વરના જ ધ્યાનમાં તત્પર રહો. હું થોડા દિવસમાં શત્રુને વિડંબનામાં નાખું છું.” એમ કહી કોકાશે ગુપ્ત રીતે કાકબંધના પુત્રને સૈન્ય સહિત બોલાવ્યો. તેના નજીક આવ્યાના ખબર મળતાં તે જ દિવસે શુભ મુહૂર્ત કહીને કનકપ્રભ રાજાને પરિવાર સહિત તે કમળગૃહમાં બેસવા કહ્યું. રાજા Page #224 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન પ૯] કારક સમકિત ૨૧૩ પણ તે જોઈને ગર્વથી સૌઘર્મ ઇન્દ્રના ભુવનનો પણ તિરસ્કાર કરતો આનંદ પામ્યો. પછી સર્વને તે પદ્મગૃહમાં દાખલ કરીને પ્રફુલ્લ મુખથી કોકાશ બોલ્યો કે-“હે રાજ! તમે સર્વ પોતપોતાના સ્થાનપર સાવઘાન થઈને બેસી જાઓ. હું ખીલીના પ્રયોગથી હમણાં આ વિમાન આકાશમાં ઉડાડી તમને કૌતુક દેખાડું છું.” તે સાંભળીને ભૂખ્યા માણસો જેમ ભોજન માટે બેસી જાય, તેમ તેઓ કૌતુક જોવા માટે પોતપોતાને સ્થાને બેસી ગયા. પછી કોકાશ કાંઈક મિષથી તે કમળગૃહની બહાર નીકળી બોલ્યો-“હે મૂઢ લોકો! જુઓ, મારા સ્વામીની વિડંબના કરવાનું ફળ!” એમ કહીને તેણે ખીલી ફેરવી કે તરત જ નિદ્રાથી ઘૂર્ણાયમાન થયેલા નેત્રની પેઠે તે આખું ભુવન કમળની જેમ બિડાઈ ગયું અને તેમાં રહેલા સર્વે લોકો ભમરાની જેમ હાહારવ કરવા લાગ્યા. અહીં કમળ અને ભમરા ઉપર અન્યોક્તિથી કહેલો શ્લોક ઘટી શકે છે. તે આ પ્રમાણે रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं भास्वानुदेष्यति हसिष्यति पंकजश्रीः । इत्थं विचिन्तयति कोशगते द्विरेफे हा हन्त हन्त नलिनी गज उजहार ॥१॥ ભાવાર્થ-“કોઈ એક ભમરો એક કમળમાં પેસી તેનો રસ ચૂસતો હતો, તેવામાં રાત પડી, અને કમળ બિડાઈ ગયું. ત્યારે અંદર રહેલો ભમરો વિચાર કરવા લાગ્યો કે-રાત્રી જતી રહેશે અને સારો પ્રાતઃકાળ થશે તથા સૂર્યનો ઉદય થશે. ત્યારે આ કમળની શોભા ખીલશે (કમળ ઊઘડશે એટલે હું નીકળી જઈશ).” એમ કમળમાં રહેલો ભમરો વિચાર કરતો હતો તેટલામાં તો ખેદકારક વાત બની કે કોઈ હાથી ત્યાં પાણી પીવા આવ્યો, તેણે તે કમળને તોડી નાંખ્યું અને ખાઈ ગયો, જેથી ભમરાના મનની ઘારણા મનમાં રહી.” તેમ અહીં પણ કૌતુક જોવાને મિષે દેવભુવન જેવા ભુવનમાં પેઠેલા રાજા વગેરેની કૌતુક જોવાની ઇચ્છા મનની મનમાં રહી અને ઊલટા કષ્ટમાં આવી પડ્યાં. એ વખતે કોકાશના કરી રાખેલા સંકેત પ્રમાણે કાકજંઘ રાજાનો પુત્ર સૈન્ય સહિત ત્યાં આવી પહોંચ્યો. તેણે કનકપ્રભ રાજાના સુભટોને જીતીને પોતાના માતાપિતાને પાંજરામાંથી બહાર કાઢ્યા. પછી કોકાશ સહિત સૌ પોતાને નગરે ગયા. કાકજંઘ રાજાએ પોતાની વ્રતમાં બાંધેલી અવધિ ઉપરાંતનો તે દેશ હોવાથી પોતાને તાબે કર્યો નહીં. કાકજંઘ રાજાએ રાજ્યનું પાલન કરતાં ગરુડની ખીલી બદલવાનો પ્રપંચ પોતાની જ બીજી રાણીનો હતો એમ જાણ્યા છતાં ગંભીરતાને લીધે પ્રગટ કર્યો નહીં. કહ્યું છે કે अर्थनाशं मनस्तापं, गृहे दुश्चरितानि च । वञ्चनं चापमानं च, मतिमान्न प्रकाशयेत् ॥१॥ ભાવાર્થ-“ઘનનો નાશ, મનનો સંતાપ, ઘરમાં ચાલતું દુરાચરણ, વંચન (કોઈનાથી ઠગાઈ ગયા હોઈએ તે), અને અપમાન (કોઈએ કર્યું હોય તે) એટલાં વાનાં બુદ્ધિમાન પુરુષે કોઈની પાસે પ્રકાશિત કરવાં નહીં.” અહીં પરિવાર સહિત કનકપ્રભ રાજાને કમળગૃહમાંથી બહાર કાઢવા માટે ઘણા ઉપાયો Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [તંભ ૪ કરવામાં આવ્યા. લોકો એકઠા થઈને તે કમળગૃહને ભાંગી નાંખવા માટે કુહાડા વગેરેના પ્રહાર તેના પર કરવા લાગ્યા; પરંતુ તે કમળગૃહ ન ઊઘડતાં તેની અંદર રહેલા રાજા વગેરે સર્વને તેના પ્રહારથી પીડા થવા લાગી. છેવટે તેમને કાંઈ પણ ઉપાય સૂઝયો નહીં, ત્યારે તે લોકોએ અવંતિમાં આવી કોકાશની પાસે પોતાના રાજાના જીવિતની ભિક્ષા માંગી. ત્યારે કોકાશે તેઓને કહ્યું કે–“તમારો રાજા અમારા રાજાની દાસની જેમ સેવા કરે, તો તેને મુક્ત કરું.” તે સાંભળી લોકોએ તેમ કરવું કબૂલ કર્યું. પછી કોકાશે ત્યાં જઈને તે કમળગૃહ ઉઘાડ્યું, એટલે સર્વે બહાર નીકળ્યા. કનકપ્રભ રાજાએ કોકાશનો પિતાની જેમ સત્કાર કર્યો. પછી કોકાશ પોતાના નગરમાં આવ્યો. એકદા કાકજંઘ રાજા અને કોકાશ ગુરુ પાસે ગયા. ત્યાં તેમણે ઘર્મદેશના સાંભળીને પોતાનો પૂર્વભવ પૂછ્યો. ત્યારે ગુરુ બોલ્યા કે-“હે રાજન્! પૂર્વે તું ગજપુરનો રાજા હતો, અને આ કોકાશ તે જ ગામમાં બ્રાહ્મણ જાતિનો જૈનઘર્મી સૂત્રઘાર હતો. તેના વચનથી તેણે તેની પાસે અનેક જૈન પ્રાસાદો કરાવ્યા. એકદા તે જ ગામમાં કોઈ બીજા ગામથી એક જૈન સૂત્રધાર આવ્યો. તે પણ પોતાની કળામાં કુશળતાવાળો હતો. તેની કળાપર ઈર્ષ્યા આવવાથી તારા પ્રથમના સૂત્રઘારે તારી પાસે તેની જાતિ નીચ છે ઇત્યાદિ કહીને તેની નિંદા કરી. કહ્યું છે કે कलावान् धनवान् विद्वान्, क्रियावान् धनमानवान् । नृपस्तपस्वी दाता च, स्वतुल्यं सहते न हि ॥१॥ ભાવાર્થ-અકળાવાન, ઘનવાન, વિદ્વાન, ક્રિયાવાન, ઘનના અભિમાનવાળો, રાજા, તપસ્વી અને દાતાર–એઓ પોતાના સરખાને સહન કરતા નથી, જોઈ શકતા નથી.” પોતાના સૂત્રધારના કહેવાથી તેં પણ તે નવા આવેલા સૂત્રઘારને છ ઘડી સુધી કારાગૃહમાં રાખ્યો. પણ પછી તે કાર્ય અઘટિત લાગતાં તેને મુક્ત કર્યો. તે પાપની આલોચના કર્યા વિના તમે બન્ને મરણ પામીને સૌઘર્મ દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને આ ભવે પણ તમે રાજા અને રથકાર થયા છો. કોકાશે જાતિમદ કર્યો હતો, તેથી આ ભવે તે દાસીપુત્ર થયો; અને પેલા પરદેશી સૂત્રઘારને છ ઘડી કેદખાનામાં રાખ્યો હતો તેથી આ ભવે તમે બન્ને છ માસ સુધી કેદખાનામાં તેમ જ પ્રતિબંઘમાં રહ્યા.” આ પ્રમાણે જ્ઞાનીના વચનો સાંભળીને કાકજંઘ રાજાએ પોતાના પુત્રને રાજ્યપર સ્થાપન કરી કોકાશ સહિત દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે કેવળજ્ઞાન પામી તે બન્ને મોક્ષપદને પામ્યા. જગતપ્રસિદ્ધ કાકજંઘ રાજા કોકાશની બુદ્ધિથી ઘર્મની દૃઢતા મેળવી કારક સમકિત ઘારણ કરી અતીન્દ્રિય જ્ઞાન પામીને મોક્ષે ગયા. વ્યાખ્યાન ૬૦ દીપક સમકિત मिथ्यादृष्टिरभव्यो वा, स्वयं धर्मकथादिभिः । परेषां बोधयत्येवं, दीपकं दर्शनं भवेत् ॥१॥ Page #226 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૬૦] દીપક સમકિત ૨૧૫ ભાવાર્થ-“જે મિથ્યાવૃષ્ટિ કે અભવ્ય પોતે ઘર્મકથાદિકે કરીને બીજાને બોઘ પમાડે, તે મિથ્યાદ્રષ્ટિને દીપક સમક્તિ કહેવાય છે.” અહીં આ પ્રમાણે ભાવના જાણી-અનાદિ સાંત ભાંગે પ્રથમ ગુણસ્થાનકે વર્તતો કોઈ મિથ્યાવૃષ્ટિ જીવ કોઈ પણ પુણ્યને યોગે શ્રાવકના કુળમાં ઉત્પન્ન થાય. ત્યાં કુળાચારને લીધે ગુરુ વગેરે સામગ્રી પામીને મોટાઈ પામવાની ઇચ્છાથી અથવા મત્સર, અહંકાર કે હઠ વગેરેથી જિનબિંબ, જિનચૈત્ય વગેરે શ્રાવકને ઉચિત એવાં સારા કાર્યો કરે; પરંતુ તે દેવાદિકના સત્ય સ્વરૂપને જાણતો નથી, તેમ જ તેણે ગ્રંથિભેદ પણ કર્યો નથી, તેથી સમ્યગુભાવ વિના જ તે સુકૃત્યો કરે છે. આ પ્રમાણે પ્રાણી અનંતીવાર તેવાં સુકૃત્યો કરે છે, પરંતુ તેથી વિશેષ પ્રકારનો લાભ થતો નથી. શ્રી દર્શનરત્નાકર ગ્રંથમાં કહ્યું છે કે __पाएणणंत देउल-पडिमाओ कराविआओ जीवेण । असमंजसवित्ताए, न हु सुद्धो दंसणलवो वि॥१॥ ભાવાર્થ-“પ્રાયે આ જીવે અનંતીવાર ચૈત્યો તથા પ્રતિમાઓ કરાવી છે, પણ તે અસમંજસ વૃત્તિથી (મિથ્યાવૃષ્ટિથી) કરાવેલી હોવાથી શુદ્ધ દર્શન (સમકિત)ની લેશ પણ પ્રાપ્તિ થઈ નથી.” વળી અનાદિ અનંત ભાંગે પ્રથમ ગુણસ્થાનકે વર્તતો કોઈ અભવ્ય જીવ ઘણીવાર ગુર્નાદિક સામગ્રી પામ્યા છતાં પણ કદાપિ કોઈ પણ ભવમાં સાસ્વાદન સ્વભાવને (બીજા ગુણસ્થાનકને) પણ પામતો નથી. તે વિષે ત્રણ ભુવનના શરણભૂત શ્રી તીર્થંકર મહારાજે કહ્યું છે કે काले सुपत्तदाणं, सम्मविसुद्धं बोहिलाभं च । अंते समाहिमरणं, अभब्वजीवा न पावंति ॥१॥ इंदत्तं चक्कीत्तं, पंचुत्तरसुरविमाणवासं च । लोगंतियदेवत्तं, अभवजीवा न पावंति ॥२॥ उत्तमनरपंचुत्तर', तायतीसा य पुव्वधर इंदा । केवलिदिख्खिय सासणि, जक्खणि जक्खा य नोऽभव्वा ॥३॥ ભાવાર્થ-“સમયે સુપાત્રદાન, સમ્યક્ પ્રકારે વિશુદ્ધ બોધિલાભ તથા અંતે (મૃત્યુ સમયે) સમાધિ મરણ એટલાં વાનાં અભવ્ય જીવો પામતા નથી. ઇન્દ્રપણું, ચક્રવર્તીપણું, પાંચ અનુત્તર વિમાનનો વાસ, લોકાંતિક દેવપણું એટલાં વાનાં પણ અભવ્ય જીવો પામતા નથી. શલાકાપુરુષપણું, નારદપણું, ત્રાયસ્ત્રિશત્ દેવપણું, ચૌદ પૂર્વઘારીપણું, ઇન્દ્રપણું, કેવળી પાસે દીક્ષા તથા શાસનના અધિષ્ઠાયક જક્ષ અથવા અક્ષિણીપણું એટલાં વાનાં પણ અભવ્ય જીવો પામતા નથી.” संगम य कालसुरि, कविला अंगार पालया दो वि । नोजीव गुठ्ठमाहिल उदायिनिवमारओ अभव्वा ॥१॥ ૧ ઉત્તમ નર એટલે લોકોત્તર પુરુષ અર્થાત્ શલાકા પુરુષ જણાય છે. તેની સંખ્યા ૭૫ની કઈ રીતે ગણી છે તે સમજાતું નથી. ૬૩ શલાકા પુરુષ ઉપરાંત ૧૧ રુદ્ધ ગણીએ તો ૭૪ થાય ને નવ નારદ ગણીએ તો ૮૩ થાય. કાળસિત્તરીમાં એમ ગણેલ છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ ભાવાર્થ-“એક રાત્રીમાં શ્રી મહાવીર સ્વામીને એકવીશ પ્રાણાંત ઉપસર્ગ કરનાર સંગમ દેવ, કાલસૌકરિક કસાઈ, કપિલા દાસી, અંગારમર્દક આચાર્ય, બે પાલક (પાંચસો મુનિને પીલનાર પાલક તથા કૃષ્ણનો પુત્ર પાલક), નોજીવનો સ્થાપક ગોષ્ઠામાહિલ તથા ઉદાયીરાજાનો મારનાર વિનયરત્ન સાથે એટલા આ ચોવીશીમાં અભવ્ય થયા છે.” ચાર સામાયિક (સમકિત, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ)માં અભવ્ય પ્રાણી કદાચ ઉત્કૃષ્ટ પામે તો શ્રુત સામાયિક પામી શકે છે; તેથી અઘિક બીજા ત્રણ સામાયિકનો લાભ તેને મળતો નથી. ઉપર કહેલા ભવ્ય તથા અભવ્ય બન્ને પ્રકારના જીવો મિથ્યાત્વ વડે યુક્ત છતાં પણ ઘર્માદિકની પ્રરૂપણા કરીને તથા ઊંચા પ્રકારની સમિતિ ગુમિ ઘારણ કરીને બીજાઓને પ્રતિબોધ પમાડે છે, તથા શાસનને દીપાવે છે. તેથી કારણને વિષે કાર્યનો ઉપચાર કરવાથી તેમને દીપક સમકિત કહેવાય છે. આ પ્રસંગ ઉપર અંગારમÉકાચાર્યનો પ્રબંઘ છે તે નીચે પ્રમાણે અંગારમઈક સૂરિનો પ્રબંધ ક્ષિતિપ્રતિષ્ઠિત પુરને વિષે શ્રી વિજયસેન સૂરિના શિષ્ય એકદા રાત્રી મધ્યે સ્વપ્નમાં પાંચસો હાથીઓથી યુક્ત એક સૂકર જોયો. તે વાત તેણે પ્રાતઃકાળે ગુરુને કહી. તે સાંભળી ગુરુ બોલ્યા કે-“આજે કોઈ અભવ્ય ગુરુ (આચાર્ય) પાંચસો શિષ્યો સહિત અહીં આવશે.” પછી તે જ દિવસે રુદ્ર નામના આચાર્ય પાંચસો શિષ્યો (સાઘુઓ) સહિત તે જ ગામમાં આવ્યા. તે દિવસે વિજયસેન સૂરિએ તેમની અશનાદિકથી ભક્તિ કરી. પછી બીજે દિવસે પોતાના શિષ્યોને તે રુદ્રાચાર્યની અભવ્યતાની ખાતરી કરાવવા માટે લઘુનીતિ કરવાની જગ્યાએ ગુપ્ત રીતે કોયલા પથરાવ્યા. રાત્રે તે રુદ્રાચાર્યના શિષ્યો માગું પરઠવવા ગયા, તે વખતે પગતળે કોયલા દબાવાથી ચમચમ શબ્દ થવા લાગ્યો. તે શબ્દ સાંભળીને તે સાધુઓ કોયલાને નહીં જાણવાથી “જીવોનું મર્દન થાય છે” એમ જાણીને વારંવાર પશ્ચાત્તાપ કરી પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા અને તે પાપનું પ્રતિક્રમણ કરવા લાગ્યા. પછી રુદ્રાચાર્ય પોતે લઘુનીતિ કરવા ઊઠ્યા. તેણે પણ ચમચમ શબ્દ સાંભળ્યો; તેથી તેના પર વારંવાર જોરથી પગ મૂકી શબ્દ કરાવતા બોલ્યા કે-“અહો! આ અરિહંતના જીવો પોકાર કરે છે.” આ વાક્ય વિજયસેન સૂરિએ પોતાના શિષ્યોને પ્રત્યક્ષ સંભળાવ્યું. પછી પ્રાતઃકાળે સૂરિએ રુદ્રાચાર્યના શિષ્યોને કહ્યું કે, “આ તમારા ગુરુ અભવ્ય હોવાથી સેવવા યોગ્ય નથી. કેમકે सप्पो इक्कं मरणं, कुगुरु दिति अनंताई मरणाई ।। तो वर सप्पं गहियं, मा कुगुरुसेवणा भद्दा ॥१॥ ભાવાર્થ-“સર્પ (કરડ્યો હોય તો) એક જ વખત મરણ આપે છે પણ કરુ તો અનંતભવ સુધી અનંતા મરણ આપે છે, તેથી હે ભદ્ર! સર્પને ગ્રહણ કરવો શ્રેષ્ઠ છે; પણ કુગુરુની સેવા કરવી યોગ્ય નથી.” असंजयं न वंदेजा, मायरं पियरं गुरुं । सेवणाविय सिठ्ठाणं, रायाणं देवया पि वा ॥२॥ ભાવાર્થ-“સંયમ વિનાના (અસંયતિવિરતિ રહિત) માતા, પિતા, ગુરુને વંદના કરવી નહીં અને તેવા અસંયતિ શેઠ, રાજા, અથવા દેવતાની સેવા પણ કરવી નહીં.” Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ વ્યાખ્યાન ૬૦] દીપક સમકિત भठ्ठायारो सूरि, भठ्ठायाराणुविख्खओ सूरि । उम्मग्गट्ठिओ सूरि, तिन्नि वि मग्गा पणासंति ॥३॥ ભાવાર્થ-“ભ્રષ્ટ આચારવાળો સૂરિ, ભ્રષ્ટ આચારવાળાને નહીં અટકાવનાર સૂરિ અને ઉન્માર્ગની પ્રરૂપણા કરનાર સૂરિ–એ ત્રણે ઘર્મમાર્ગનો નાશ કરનારા છે.” બહારથી આચાર પાળનારાને માટે શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે, “જે સાધુઓ સાધુના ગુણોથી રહિત છે તેઓ છજીવનિકાય પર દયાવાળા હોતા નથી, અશ્વની જેમ ચપળ હોય છે, હાથીઓની જેમ નિરંકુશ (મદોન્મત્ત) હોય છે, શરીરને ઠઠારી મઠારી મસળી સમારી રાખે છે અને ઘોયેલાં પૂરેલાં ઉજ્વળ વસ્ત્રો પહેરે છે અને જિનેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરી સ્વચ્છંદપણે વિચરે છે, તેઓ બન્ને વખત જે આવશ્યક ક્રિયા કરે છે તે લોકોત્તર દ્રવ્ય આવશ્યક કહેવાય છે. ઇત્યાદિ.” વળી શ્રી પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં પણ કહ્યું છે કે परमत्थ संथवो वा, सुदिठ्ठ परमत्थसेवणा वा वि । वावन्न कुदंसण-वजणाय सम्मत्तसद्दहणा ॥१॥ ભાવાર્થ–પરમાર્થ સંસ્તવ, સુદ્રષ્ટિ પરમાર્થ સેવના, વ્યાપન્ન દર્શનીનું વર્જન તથા કુદર્શનીનું વર્જન-આ ચાર સમકિતની સહણા છે. (આ ચારે સદુહણાનું વર્ણન દ્રષ્ટાંત સાથે પહેલાં ખંભમાં આવી ગયેલ છે.) તેથી કરીને મિથ્યાવૃષ્ટિની સેવન કરવાથી આત્મગુણની હાનિ થાય છે, પતન થાય છે. કહ્યું जं तवसंयमहीणं, नियमविहुणं च बंभपरिहीणं । तं सेलसमं अयतं, बुडुंतं बोलए अन्नं ॥४॥ ભાવાર્થ-જે તપ સંયમથી રહિત છે, નિયમ વિનાના છે, અને બ્રહ્મચર્યથી રહિત છે તેવા અયત-અવિરતિ જીવો પથ્થરના વહાણ સમાન હોવાથી પોતે બૂડે છે અને બીજાને પણ બુડાડે છે. અહીં આવશ્યક નિર્યુક્તિની બૃહવૃત્તિમાં કહેલું એક દ્રષ્ટાંત બહુ ઉપયોગી છે. તે એ છે કે–કોઈ એક સાધુઓના સમુદાયમાં એક સાધુ શ્રમણગુણ રહિત હતો. તે હમેશાં ગોચરી વગેરેની આલોચનાને વખતે વારંવાર પોતાના આત્માની નિંદા કરતો સતો પ્રતિક્રમણ કરતો હતો. તેને જોઈને ઘણા મુનિઓ તેની પ્રશંસા કરતા હતા. એકદા કોઈ સભ્ય જ્ઞાનવાળા સંવેગી સાથે ત્યાં આવ્યા. તેમણે તેનો પ્રપંચ જાણીને બીજા સાઘુઓને કહ્યું કે–“એક સમૃદ્ધિવાળો ગૃહસ્થ દર વર્ષે પોતાના ઘરમાં સર્વ રત્નાદિક ભરી પુણ્યને માટે તે ઘર બાળી દેતો હતો. તે જોઈને સર્વ લોકો તેની પ્રશંસા કરતા હતા કે-“અહો! આ ગૃહસ્થનું રત્નાદિક પર કેવું નિર્લોભીપણું છે?” અન્યદા તેણે રત્નાદિકથી ભરીને પોતાનું ઘર અગ્નિથી સળગાવ્યું. તે વખતે પ્રચંડ વાયુ વાવાથી અગ્નિથી જ્વાળા એટલી બધી વૃદ્ધિ પામી કે આખું નગર બળીને ભસ્મ થઈ ગયું. તેથી રાજાએ તે ગૃહસ્થને દરિદ્રી કરી (સર્વસ્વ ઝૂંટવી લઈને) નગર બહાર કાઢી મૂક્યો. બીજા કોઈ નગરમાં કોઈ વણિક તે પ્રમાણે જ પોતાનું ઘર બાળવા તૈયાર થયો. તેની ખબર થતાં તેનું પરિણામ અશુભ જાણીને રાજાએ પ્રથમથી જ તેને ગામ બહાર કાઢી મૂક્યો. તેથી આખા નગરના લોકો સુખી થયા. હે મુનિઓ! તે જ પ્રમાણે આ સાઘુ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ પણ બહારથી બઘો આડંબર કરે છે, તે તમોને પણ અનર્થકારક છે, માટે તેની શ્લાઘા કે સેવા કરવી બિલકુલ યોગ્ય નથી. તેનો પરિચય પણ હાનિકારક છે.” તે સાંભળીને બઘા સાધુઓ તે બાહ્યાચારીનો ત્યાગ કરીને પોતપોતાના ઘર્મધ્યાનમાં તત્પર થયા. માટે હે સાઘુઓ! તમે પણ આ અભવ્ય ગુરુનો ત્યાગ કરી શુદ્ધ ચારિત્રનું પાલન કરો.” તે સાંભળીને રુદ્રાચાર્યના શિષ્યો વિસ્મય પામી વિચાર કરવા લાગ્યા કે “અહો! આ રુદ્રાચાર્યનો કોઈ અલૌકિક ક્રિયાદંભ છે કે જેથી આટલા વખત સુધી આપણા જાણવામાં પણ તે આવ્યો નહીં; તેથી તેની આપણે આટલી મુદત સુઘી સેવા કરી.” આ પ્રમાણે વિચારીને તેઓએ તે અભવ્ય ગુરુનો ત્યાગ કર્યો, અને સંયમનું પ્રતિપાલન કરીને સ્વર્ગે ગયા. ત્યાંથી ચ્યવીને તે પાંચસો દિલીપરાજાના પુત્રો થયા. તે પુત્રો યુવાવસ્થા પામ્યા. ત્યારે હસ્તિનાપુરમાં કોઈ રાજપુત્રીનો સ્વયંવર થતો હતો ત્યાં ગયા. તે વખતે દ્રાચાર્ય (અંગારમર્દક)નો જીવ ઘણા ભવોને વિષે ભ્રમણ કરીને ઊંટ થયો હતો. તે ઊંટ પર ઘણો ભાર ભરીને તેનો સ્વામી તે જ ગામ પાસેથી નીકળ્યો. તે ઊંટને ભારને લીધે બરાડા મારતો જોઈને તે પાંચસો કુમારો વિચાર કરવા લાગ્યા કે–“અહો! આ ઊંટ પૂર્વ કર્મને યોગે આ ભવમાં અનાથ અને અશરણ થઈને મહા દુઃખ પામે છે. શ્રી દેવેન્દ્ર આચાર્યો કર્મગ્રંથમાં કહ્યું છે કે-“તિરિયાક ગૂઢહિયમો સટ્ટો સો . ઇત્યાદિ અર્થાત્ ગૂઢ હૃદયવાળો, શલ્યવાળો અને શઠતાવાળો પ્રાણી તિર્યંચનું આયુષ્ય બાંધે છે વગેરે.” એ રીતે ચિંતવતા તે પાંચસો કુમારોને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું; તેથી તેઓએ પોતાના પૂર્વ ભવ દીઠો. એટલે તેને પૂર્વ ભવનો ઉપકારી ગુરુ જાણીને તેના સ્વામી પાસેથી ઘન આપી છોડાવ્યો અને દુઃખ રહિત કર્યો. પછી તે સર્વે કુમારો આવું ભવનાટક જોઈ ચારિત્ર ગ્રહણ કરી કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. - “અંગારમર્દક આચાર્ય બહારથી વિરાગતા ઘરાવતો હતો, તેના પાંચસો શિષ્યોએ મોક્ષનું સાઘન કર્યું પણ તે તો ભવમાં ભટક્યો; માટે દીપક સમકિતવાળાની સેવા કરવી નહીં, અને શુભમતિવાળા જીવોએ શુદ્ધ શ્રદ્ધા ઘારણ કરવી.” વ્યાખ્યાન ૬૧ સમકિતનું વસ્તુસ્વરૂપ मिथ्यात्वपुद्गलाभावात्, प्रदेशाः सन्ति चात्मनः । ते सर्वे स्वस्थतां नीते, सम्यक्त्वं वस्तु तद्भवेत् ॥१॥ ભાવાર્થ–“આત્મપ્રદેશ સાથે રહેલા મિથ્યાત્વમોહનીયના પુદ્ગલોનો અભાવ (ક્ષય) થવાથી આત્માના સર્વે પ્રદેશો જે સ્વસ્થતાને (શુદ્ધતાને) પામે છે તે વસ્તુતાએ સમકિત કહેવાય છે.” અહીં શ્લોકમાં મિથ્યાત્વના પુદ્ગલો કહ્યા તેના ઉપલક્ષણથી અનંતાનુબંધી કષાયના જે પુદ્ગલો છે તે પણ ગ્રહણ કરવા. તેનો ક્ષયોપશમાદિકે કરીને અભાવ થવાથી મલિનતાને અભાવે ઉજ્જવળ થયેલા વસ્ત્રની જેમ જીવના પ્રદેશોને વિષે નિર્મળતારૂપ જે શ્રદ્ધા ગુણ પ્રગટ થાય છે તે જ વસ્તુતાએ સમક્તિ કહેવાય છે. એ આ શ્લોકનો ભાવાર્થ છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ વ્યાખ્યાન ૬૧] સમકિતનું વસ્તુસ્વરૂપ અહીં શિષ્ય શંકા કરે છે કે–જીવ મિથ્યાત્વના પગલોના જ ત્રણ પુંજ કરે છે–શુદ્ધ, અર્ધ શુદ્ધ તથા અશુદ્ધ. તે આ રીતે-કોદ્રવા (ઘા વિશેષ) ફોતરાં સહિત હોય છે, તેને છાણ વગેરે લગાડી ફોતરા કાઢી શુદ્ધ કોદ્રવા કરવામાં આવે છે, તેમાં જેના તદ્દન ફોતરાં નીકળી જાય તે શુદ્ધ, જેના અર્ધા ફોતરાં નીકળી જાય અને અર્ધા રહે તે અર્થ શુદ્ધ, અને જેના એમના એમ ફોતરાં રહે તે અશુદ્ધ. એ રીતે ત્રણ પુંજ કરે છે. તે વિષે કહ્યું છે કે दंसणमोहं तिविहं सम्मं मीसं तहेव मिच्छत्तं । सुद्धमद्धविसुद्धमविसुद्धं तं हवइ कमसो॥१॥ ભાવાર્થ-“દર્શન મોહનયના ત્રણ પ્રકાર છે–સમ્યકત્વ, મિશ્ર અને મિથ્યાત્વ. તેમાં પહેલો શુદ્ધ, બીજો અર્થવિશુદ્ધ અને ત્રીજો અવિશુદ્ધ-એમ અનુક્રમે ત્રણ પુંજ હોય છે.” અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-“મિથ્યાત્વના પુદ્ગલોના જ ત્રણ પુંજો થતા હોય તો એક સરખા જ મિથ્યાત્વના પુદ્ગલો સાઘક બાઘક બન્ને પ્રકારના ગુણને વિષે શી રીતે પ્રવર્તી શકે? જો બે વસ્તુ ભિન્ન ભિન્ન હોય, તો તેમ ઘટી શકે. જો એમ કહો કે તે મિથ્યાત્વના પગલોમાંથી મદનપણું (મેલાપણું) જતું રહ્યું તેથી તે શુદ્ધ સમ્યકત્વ મોહનીય થાય છે તો પછી તેમાં મદન (મેલા) પણું શું? અર્થાત્ મેલાપણું ક્યાં રહ્યું કે જેથી તે મિથ્યાત્વના પગલો કહેવાય?” આ શંકાનો ગુરુ જવાબ આપે છે કે-“ચાર પ્રકારના (ચોઠાણીઆ) મહારસને સ્થાને રહેલા (ચોઠાણીઆ રસવાળા) મિથ્યાત્વના પુદ્ગલો મિથ્યાત્વરૂપ બાઘકપણાને તથા વિભાવપણાને પામી શકે છે; પરંતુ કોદરાનાં ફોતરાંને ત્યાગની જેમ તે પુદ્ગલોમાંથી મહારસના અભાવે કરીને અનિવૃત્તિકરણ કરવાથી એકઠાણીઓ રસ કર્યો, તેથી યથાર્થ વસ્તુ પરિણામનો વ્યાઘાત ન કરે એવું સમકિત મોહનીય થાય છે. તેમાં કાંઈક શંકાદિક ઉત્પન્ન થાય છે તેથી તેને મોહનીય કહ્યું છે. તે સમતિ મોહનીયન સર્વથા ક્ષય થવાથી ચરમદર્શન (સાયિક સમકિત) થાય છે. તેમાં કદાપિ શંકાદિક અતિચાર લાગતા જ નથી. આ રીતે પુલો ભિન્ન ભિન્ન નહીં છતાં પણ તેના ત્રણ પ્રકાર થાય છે તેમાં કાંઈ શંકા કરવા જેવું નથી.” હવે સમકિતવૃષ્ટિનું જ્ઞાન જ સાચું જ્ઞાન કહેવાય છે. સમ્યકત્વહીન જ્ઞાન તે અજ્ઞાન છે. તે વિષે કહ્યું છે કે सदाधनन्तधर्माढ्यमेकैकं वस्तु वर्तते । तत्तथ्यं मन्यते सर्वं श्रद्धावान् ज्ञानचक्षुभिः॥४॥ ભાવાર્થ-“દરેક વસ્તુ સત્, અસત્ વગેરે અનંત ઘર્મ યુક્ત છે, તે સર્વ જ્ઞાનચક્ષુએ કરીને શ્રદ્ધાવાન્ સત્ય માને છે.” एकान्तेनैव भाषन्ते वस्तुधर्मान् यथा तथा । તસ્મશાનતા રેયા મિથ્યાત્રિનાં નિસના રા. ભાવાર્થ-“મિથ્યાત્વીઓ સર્વ વસ્તુના પૃથક પૃથકુ ઘર્મોને જેમ-તેમ (કોઈક યુક્તિથી) એકાંતપણે જ કહે છે, માટે તે મિથ્યાત્વીઓની સ્વાભાવિક જ અજ્ઞાનતા છે એમ જાણવું.” દરેક વસ્તુ સત્ અસત્ વગેરે અનંત ઘર્મયુક્ત છે. જેમ એક ઘટરૂપી વસ્તુ છે તે પોતાના Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૪ રક્તપણાદિક ગુણે કરીને સત્ છે અને બીજા પટાદિકના ઘર્મે કરીને અસત્ છે, આદિ શબ્દથી અહીં પુદ્ગલોની સાથે એકપણું (અભિન્નપણું) છે, વ્યવહારથી માનેલું છે કે ઘટ છે. નિશ્ચયથી તો પટ, લકુટ (લાકડી), શકટ, સુવર્ણ વગેરે ઘર્મ યુક્ત છે; તેથી આ ઘટ ચૂર્ણરૂપ થયો છતો કદાચિતુ તે તે ભાવને પણ પામે છે. તેવી રીતે જીવ પણ ગાયપણું, હાથીપણું, સ્ત્રીપણું, પુરુષપણું વગેરે પામે છે તે વ્યવહારથી જાણવું; નિશ્ચયથી તો પૂર્વે કહેલા સર્વ ઘર્મથી યુક્ત અને અદ્ય અભેદ્ય વગેરે ગુણયુક્ત છે. આ પ્રમાણે સર્વત્ર સમકિતીને જ્ઞાન હોય છે પણ બીજાને તેનું જ્ઞાન હોતું નથી, અજ્ઞાન હોય છે. ભાષ્યમાં કહ્યું છે કે सदसदविसेसणाओ भवहेउ जहट्ठिओवलंभाओ । नाणफलाभावाओ मिच्छदिठ्ठिस्स अन्नाणं ॥१॥ ભાવાર્થ-“મિથ્યાત્વીનું જ્ઞાન સત્ અસત્ વગેરે વિશેષ ઘર્મથી યુક્ત એવા વસ્તુના પરિજ્ઞાન રહિત હોય છે તેથી, ભવના હેતુભૂત છે એટલે કે તે સત્તાવન બંઘના હેતુને યથાર્થપણે જાણતો નથી તેથી, યદ્રુચ્છાપણું (સ્વેચ્છાચારીપણું) છે તેથી, અને જ્ઞાનનું ફળ જે વિરતિ તેનો અભાવ છે તેથી, મિથ્યાવૃષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન જ જાણવું.” હવે સમકિત હોય તો જ બુદ્ધિના આઠ ગુણ હોય છે તે વિષે કહે છે अष्टौ बुद्धिगुणाः सन्ति शुश्रूषाश्रवणादयः । सम्यक्त्ववान् तदाढ्यः स्यादित्याहितं चिदात्मभिः॥१॥ ભાવાર્થ-“શુશ્રુષા શ્રવણ વગેરે બુદ્ધિના આઠ ગુણો છે, તે ગુણો સમતિવાનને હોય છે એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે.” તે આ પ્રમાણે– (૧) શુશ્રુષા એટલે સાંભળવાની ઇચ્છા. તે વિના શ્રવણાદિક ગુણો પ્રાપ્ત થતા નથી. (૨) બીજો ગુણ શ્રવણ એટલે શાસ્ત્રાદિક સાંભળવું તે. શ્રવણ કરવાથી જ મોટા ગુણ પ્રાપ્ત થાય છે. તે વિષે ષોડશકમાં કહ્યું છે કે क्षारांभस्त्यागतो यद्वन्मधुरोदकयोगतः । बीजं प्ररोहमादत्ते तद्वत्तत्त्वश्रुतेर्नरः॥१॥ ભાવાર્થ-“જેમ ખારા જળનો ત્યાગ થવાથી અને મિષ્ટ જળનો યોગ થવાથી બીજ અંકુરિત થાય છે, તેમ તત્ત્વનું શ્રવણ કરવાથી માણસ બોધિબીજના અંકુરને પામે છે.” क्षारांभस्तुल्य इह च, भवयोगोऽखिलो मतः । मधुरोदकयोगेन, समा तत्त्वश्रुति स्मृता ॥१॥ ભાવાર્થ-“અહીં ખારા જળ જેવો સમગ્ર વિયોગ જાણવો અને મિષ્ટ જળના યોગ સમાન તત્ત્વજ્ઞાનનું શ્રવણ સમજવું.” (૩) ત્રીજો ગુણ ગ્રહણ એટલે શ્રવણ કરેલા શાસ્ત્રનું ગ્રહણ કરવું. (૪) ચોથો ગુણ ઘારણ એટલે ગ્રહણ કરેલાને ભૂલવું નહીં. (૫) પાંચમો ગુણ ઉહા એટલે તે સંબંધી વિચાર કરવો તે સામાન્ય જ્ઞાન. (૬) છઠ્ઠો ગુણ અપોહ એટલે અન્વયવ્યતિરેકાદિકથી વિશેષ વિચાર કરવો તે Page #232 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૬૧] સમકિતનું વસ્તુસ્વરૂપ ૨૨૧ વિશેષ જ્ઞાન. (૭) સાતમો ગુણ અર્થવિજ્ઞાન એટલે ઉહા અને અપોહના યોગથી મોહ, સંદેહ, વિપર્યાસ (ઊલટી મતિ) વગેરેનો નાશ થવાવડે જે જ્ઞાન પ્રગટ થાય છે. અને (૮) આઠમો ગુણ તત્ત્વજ્ઞાન એટલે “આ આમ જ છે” એવો નિશ્ચય થવો તે. આ આઠ બુદ્ધિના ગુણો છે, તે આઠે ગુણોથી યુક્ત દર્શન (સમકિત) હોય છે, કેમકે તેથી (સમકિતથી) સર્વ પદાર્થના પરમાર્થની પર્યાલોચના થઈ શકે છે. તે વિષે સુબુદ્ધિ મંત્રીનું દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે સુબુદ્ધિ મંત્રીનું દ્રષ્ટાંત ચંપાનગરીમાં જિતશત્રુ નામે રાજા હતો. તેને સુબુદ્ધિ નામે મંત્રી હતો. તે જૈનઘર્મી હતો. એકદા રાજા મનોહર પરસમય સ્વાદિષ્ટ રસવતી કરાવીને ઘણા સામંત વગેરે સહિત ભોજન કરવા બેઠો. જમતાં જમતાં સ્વાદલુબ્ધ રાજા “અહો! આ રસવતી કેવી સ્વાદિષ્ટ છે? અહો! એની સુગંઘ કેવી સરસ છે?'' ઇત્યાદિ વાક્યોથી વારંવાર તેની પ્રશંસા કરવા લાગ્યો. તે વખતે સુબુદ્ધિ મંત્રી વિના બીજા સર્વે સામંતો વગેરે પણ રસોઈના સ્વાદ વગેરેની પ્રશંસા કરવા લાગ્યા. સુબુદ્ધિ મંત્રી તો સારી કે નબળી કાંઈ પણ બોલ્યો નહીં; તેથી રાજાએ તેને પૂછ્યું કે, “હે મંત્રી! તમે કેમ આ રસોઈની કાંઈ પણ પ્રશંસા કરતા નથી? શું તમને આ રસોઈ સારી નથી લાગતી?” મંત્રીએ કહ્યું કે, “હે સ્વામી! મને શુભ કે અશુભ વસ્તુ જોઈને કાંઈ પણ વિસ્મય થતો નથી; કેમકે પુગલો સ્વભાવથી જ ઘડીમાં સુગંધી, ઘડીમાં દુર્ગથી, ઘડીમાં સરસ, ઘડીમાં નીરસ થઈ જાય છે, તેથી તેની પ્રશંસા કરવી કે નિંદા કરવી યુક્ત નથી.” રાજાને તેનાં વચન પર વિશ્વાસ આવ્યો નહીં. એક દિવસ રાજા સર્વ પરિવાર સહિત ઉદ્યાનમાં જતો હતો, ત્યાં માર્ગમાં એક નગર ફરતી ખાઈ હતી તે જોવામાં આવી. તેમાં જળ થોડું હતું. તે જળમાં કીડા પડ્યા હતા, તેથી તે દુર્ગધ મારતું હતું અને સૂર્યના તાપથી ઊકળી ગયેલું હતું. તેની દુર્ગધથી રાજાએ તથા બીજાઓએ નાસિકાને વસ્ત્રથી ઢાંકી દઈને તે પાણીની દુર્ગઘતાની નિંદા કરી કે, “અહો! આ જળ મહા દુર્ગધી છે.' તે સાંભળી મંત્રીએ કહ્યું, “હે રાજા! આ જળની નિંદા કરવી યુક્ત નથી, કેમકે આ જ જળ કાળે કરીને પ્રયોગ વડે દુર્ગઘી છતાં પણ સુગંઘી થઈ જાય છે.” તે સાંભળી રાજાએ તેના વાક્યને સ્વીકાર્યું નહીં. પછી મંત્રીએ ગુપ્ત રીતે પોતાના ખાનગી માણસ પાસે તે ખાઈનું જળ મંગાવી વસ્ત્રથી સારી રીતે ગળીને એક કોરા માટીના ઘડામાં નાંખ્યું. પછી તેમાં નિર્મળી કતક ફળનું ચૂર્ણ નાખી તે જળને નિર્મળ કર્યું. પાછું ફરીથી ગળીને બીજા કોરા ઘડામાં નાંખ્યું. એ પ્રમાણે એકવીશ દિવસ સુધી તે જળને ગળી ગળીને જુદા જુદા ઘડામાં નાંખ્યું, એટલે તે જળ તદ્દન સ્વચ્છ, સ્વાદિષ્ટ અને શીતળ તથા સર્વ જળ કરતાં અધિક સુંદર થઈ ગયું. પછી તેમાં સુગંધી પદાર્થ નાંખી તેને સુવાસિત કર્યું. પછી તે જળ મંત્રીએ રાજાના જળરક્ષકને આપીને કહ્યું કે, “આ જળ વખત આવ્યે રાજાને પીવા આપવું.” પછી રાજાએ જ્યારે પીવા માટે જળ માંગ્યું ત્યારે તેણે તે જળ આપ્યું. તે જળનું પાન કરી તેમાં અલૌકિક ગુણો જોઈ રાજાએ પૂછ્યું, “આવું અદ્ભુત જળ ક્યાંથી?” જળરક્ષકે જવાબ આપ્યો કે, “હે સ્વામી! આ જળ મંત્રીએ મને આપ્યું છે.” રાજાએ મંત્રીને પૂછ્યું, ત્યારે મંત્રીએ કહ્યું કે, “હે Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧ [સ્તંભ ૪ સ્વામી! જો મને અભય આપો તો આ જળની હકીકત કહું.’’ તે સાંભળી રાજાએ તેને અભય આપ્યું. ત્યારે મંત્રીએ કહ્યું કે,“હે રાજન્! પેલી ખાઈનું આ પાણી છે.” તે સાંભળી રાજાએ તે વાત માની નહીં. ત્યારે રાજાની સમક્ષ તે ખાઈનું જળ મંગાવી પૂર્વે કહેલી વિધિ પ્રમાણે જળને સ્વાદિષ્ટ બનાવ્યું. તે જોઈ રાજા વિસ્મય પામી બોલ્યો કે,‘હે મંત્રી! આવી રીતિ તેં ક્યાંથી જાણી?'’ મંત્રીએ કહ્યું,“હે દેવ! જિનાગમ સાંભળવાથી અને સદ્દહવાથી આ સર્વ પુદ્ગલના પરિણામની ખબર પડે છે. હે રાજન્! પુદ્ગલોની અચિંત્ય શક્તિ છે. અનેક પ્રકારે પરિણામ પામવાનો તેનો સ્વભાવ છે. પણ તે બધા સ્વભાવ તિરોભાવે વર્તે છે. તે સર્વ સ્વભાવોને જ્ઞાનીઓ જ્ઞાનથી જાણી શકે છે. છદ્મસ્થ જીવો જ્ઞાનાવરણીયાદિક કર્મોવડે આવરણ પામેલા હોવાથી સમ્યક્ પ્રકારે જાણી શકતા નથી; તો પણ તેઓ શાસનના તે વચનો અવશ્ય સદ્દહે છે. વળી હે રાજા! આ જગતમાં વસ્તુની અનુપલબ્ધિ (અપ્રાપ્તિ) બે પ્રકારે હોય છે એક તો સત્ (છતી) વસ્તુની અપ્રાપ્તિ અને બીજી અસત્ (અછતી) વસ્તુની અપ્રાપ્તિ. તેમાં સસલાનાં શીંગડાં, આકાશનું પુષ્પ વગેરે અસત્ વસ્તુની અપ્રાપ્તિ કહેવાય છે; એટલે તે વસ્તુઓ દુનિયામાં જ નથી. બીજી સત્ (છતી) વસ્તુની અપ્રાપ્તિ તે આઠ પ્રકારની છે. તેમાં અતિ દૂર રહેલી વસ્તુની પ્રાપ્તિ ન થાય તે પહેલો પ્રકાર છે. તેના પણ દેશ, કાળ અને સ્વભાવ એ ત્રણ ભેદ છે. જેમ કોઈ માણસ બીજે ગામ ગયો, તેથી તે દેખાતો નથી. તેથી તે માણસ શું નથી? છે, પણ દેશથકી અતિ દૂર રહેલો હોવાથી તેની પ્રાપ્તિ થતી નથી. એ પ્રમાણે સમુદ્રને પેલે પાર મેરુ વગેરે છે તે સત્ છતાં પણ દૂર હોવાથી દેખાતા નથી. તથા કાળથી દૂર હોય તે પણ દેખાતા નથી. જેમ મૃત્યુ પામેલા પોતાના પૂર્વજો તથા હવે પછી થવાના પદ્મનાભ જિનેશ્વર વગેરે કાળથી દૂર હોવાને લીધે દેખાતા નથી. ત્રીજો પ્રકાર સ્વભાવથી દૂર હોય તે પણ દેખાતા નથી. જેમ આકાશ, જીવ, ભૂત, પિશાચ વગેરે દેખાતા નથી. તે પદાર્થો છે પણ ચર્મચક્ષુ ગોચર થઈ શકતા નથી. આ ત્રણ ભેદ પહેલા વિપ્રકર્ષ (દૂર) નામના પ્રકારના છે. બીજો પ્રકાર અતિ સમીપ જે વસ્તુ હોય, તે પણ દેખાતી નથી. જેમ નેત્રમાં રહેલું કાજળ દેખાતું નથી; તે શું નથી? છે જ. ઇન્દ્રિયનો ઘાત થવાથી વસ્તુ દેખાય નહીં તે ત્રીજો પ્રકાર છે. જેમ અંધ, બધિર વગેરે માણસ રૂપ, શબ્દ વગેરેને જોઈ સાંભળી શકતા નથી; તો તેથી શું રૂપ, શબ્દ વગેરે નથી? છે જ. તથા મનના અસાવઘાનપણાથી વસ્તુ દેખાય નહીં, તે ચોથો પ્રકાર છે. જેમ અસ્થિર ચિત્તવાળો મનુષ્ય પોતાની પાસે થઈને જતા હાથીને પણ જોઈ શકતો નથી. તો શું હાથી ત્યાંથી ગયો નથી? ગયો છે. તથા અતિસૂક્ષ્મપણાથી વસ્તુ દેખાય નહીં તે પાંચમો પ્રકાર છે. જેમ કે જાળીઆની અંદર પડતા સૂર્યના કિરણોમાં રહેલી ત્રસરેણુ (રજકણો) તથા પરમાણુ હ્રચણુક વગેરે તેમજ સૂક્ષ્મ નિગોદના જીવો વગેરે દેખાતા નથી; તેથી શું તે નથી? છે જ. તથા કોઈ વસ્તુના આવરણથી કોઈ વસ્તુ દેખાય નહીં તે છઠ્ઠો પ્રકાર છે. જેમ ભીંતને અંતરે રહેલી વસ્તુ દેખાતી નથી. તો તે વસ્તુ શું નથી? છે જ. ચંદ્ર મંડળનો પાછળનો ભાગ દેખાતો નથી; કેમકે તે આગળના ભાગથી વ્યવહિત થયેલો છે; તેમજ શાસ્ત્રના સૂક્ષ્મ અર્થ પણ મતિની મંદતાને લીધે જાણી શકાતા નથી; તથા એક વસ્તુ વડે બીજી વસ્તુનો પરાભવ થવાથી તે (બીજી) વસ્તુ દેખી શકાતી નથી તે સાતમો પ્રકાર છે. જેમ સૂર્યાદિકના તેજથી પરાભવ પામેલા ગ્રહ, નક્ષત્રો આકાશમાં Page #234 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ૬૧] સમકિતનું વસ્તુસ્વરૂપ ૨૨૩ પ્રકટ છતાં પણ દેખાતા નથી, તેમજ અંઘકારથી પરાભવ પામેલો ઘડો દેખાતો નથી. તો શું તે વસ્તુ નથી? છે જ. તથા સમાન વસ્તુ સાથે મળી જવાથી તે દેખાય નહીં તે આઠમો પ્રકાર છે. જેમ કોઈના મગના ઢગલામાં એક મૂઠી આપણા મગ નાંખ્યા અથવા કોઈના તલના ઢગલામાં આપણે તલ નાંખ્યા તે આપણે જાણીએ તો પણ આપણે નાંખેલા મગ અથવા તલ દેખાતા નથી. (જુદા પડી શકતા નથી) તેમજ જળમાં નાખેલું લવણ, સાકર વગેરે જુદાં દેખી શકાતાં નથી; તો તેથી શું જળમાં લવણ કે સાકર નથી? છે જ. આ પ્રમાણે આઠ પ્રકારે છતી વસ્તુની પણ અપ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે પુદ્ગલ તથા જીવ વગેરેમાં અનેક સ્વભાવો રહેલા છે, તે અનુક્રમે પ્રગટ થાય છે, પરંતુ તે સર્વ સ્વભાવોની વિપ્રકર્ષાદિક કારણોને લીધે પ્રાપ્તિ થઈ શકતી નથી એમ સર્વત્ર જાણવું. અહીં કોઈ શંકા કરે કે “ઉપર બતાવેલા પ્રકારોમાં દેવદત્ત વગેરે દેશાંતર ગયેલા દેખાતા નથી એમ કહ્યું, તેઓ જો કે આપણને અદ્ગશ્ય છે, તોપણ તેઓ જે દેશમાં ગયા છે તે દેશના લોકોને તો તેઓ પ્રત્યક્ષ છે, તેથી તેઓની સત્તા (હોવાપણું) માનવામાં અમને વાંધો નથી. પણ જીવાદિક તો કોઈ પણ કદાપિ દેખી શકતા નથી તો તે જીવાદિક છે એમ શી રીતે માની શકાય? આનો જવાબ એ છે કે, “જેમ પરદેશ ગયેલા દેવદત્તાદિક કેટલાકને પ્રત્યક્ષ હોવાથી તેમનું હોવાપણું માની શકાય છે; તેમ જીવાદિક પદાર્થો પણ કેવળીને પ્રત્યક્ષ હોવાથી તેમનું હોવાપણું માની શકાય છે; અથવા પુદ્ગલ પરમાણુઓ નિરંતર અપ્રત્યક્ષ છે તો પણ તેના (પરમાણુના) કાર્યથી તેમની સત્તા (હોવાપણું) અનુમાનથી સિદ્ધ થાય છે તેમ જીવાદિક પણ તેના કાર્યથી અનુમાન વડે સિદ્ધ થાય છે.” આ પ્રમાણે સિદ્ધાંતના વાક્યની યુક્તિઓથી સુબુદ્ધિ પ્રઘાને રાજાને પ્રતિબોઘ પમાડ્યો. તેથી રાજા દેશવિરતિ (બાર વ્રત) અંગીકાર કરી શ્રાવક થયો. પછી કેટલેક કાળે રાજા તથા પ્રઘાને પ્રવ્રજ્યા ગ્રહણ કરી અને અનુક્રમે મોક્ષપદને પામ્યા. કહ્યું છે કે जियसत्तु पडिबुद्धो, सुबुद्धिवयणेण उदयनायंमि । तद्दोवि समणसिंहा, सिद्धा इक्कारसंगधरा ॥१॥ ભાવાર્થ-“સુબુદ્ધિમંત્રીનાં વચનવડે જળના દ્રષ્ટાંતથી જિતશત્રુ રાજા પ્રતિબોઘ પામ્યો; અને તે બન્ને શ્રમણસિંહો અગિયાર અંગને ઘારણ કરી સિદ્ધિપદને પામ્યા.” આ ચાર સ્તંભમાં (પ્રથમ ખંડમાં) સમગ્ર બુદ્ધિના નિદાનરૂપ સમકિતને ઘણા પ્રકારે દ્રષ્ટાંતો સહિત દેખાડ્યું છે. તે સમકિત મોક્ષના સર્વ શુભ હેતુઓમાં મુખ્ય (પ્રથમ) છે; માટે પાઠકોએ (ભણનારે, ભણાવનારે, સાંભળનારે) તે સમકિતની પ્રાપ્તિ માટે સતત ઉદ્યોગ કરવો.” || ચતુર્થ સંભ સમાપ્ત છે ઇતિ પ્રથમ ખંડ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પૃષ્ઠ ૨૦ ૨.૬ ૧૩૪ ૧૩૮ ૪૬ ૨૦૬ ૯૪ ૧૦૯ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ (પરિશિષ્ટ) કથા તથા દૃષ્ટાંતોની વર્ણાનુક્રમણિકા કથાનું નામ પૃષ્ઠ | કથાનું નામ અચંકારી ભટ્ટાની કથા ૧૭૧ | નંદિષણનું દ્રષ્ટાંત (સમકિત) ૪૨ અગ્નિભૂતિનું દ્રષ્ટાંત ૧૯૩ નિર્ઝન્થ (અનાથી) મુનિની કથા ૧૪૬ અભયકુમારનું દ્રષ્ટાંત પદ્રશેખર રાજાની કથા ૧૫૫ આનંદ શ્રાવકનું દ્રષ્ટાંત ૫૮ પાદલિપ્તસૂરિનું દ્રષ્ટાંત ૧૧૫ આરોગ્ય દ્વિજનું દ્રષ્ટાંત ૧૭૪ પુષ્પચૂલા સાધ્વીનું દ્રષ્ટાંત ઇંદ્રભૂતિ (ગૌતમસ્વામીનું દ્રષ્ટાંત ૩૩,૧૮૮ પ્રભાસ ગણઘરનો પ્રબંધ ૧૯૭ ઉદાયીરાજાની કથા બપ્પભટ્ટસૂરિનો પ્રબંઘ ૧૨૩ એક સ્ત્રીનું દ્રષ્ટાંત (સમકિત) ભદ્રબાહુસ્વામીનું દ્રષ્ટાંત ૧૦૭ અંગારદાહકનું દૃષ્ટાંત ૨૪ ભુવનતિલક મુનિનો પ્રબંઘ અંગારમર્દક સૂરિનો પ્રબંધ ૨૧૬ મહાબળ રાજકુમારનું દ્રષ્ટાંત ૧૦ કાકજંઘ અને કોકાશની કથા મલ્લવાદીસૂરિ પ્રબંધ કાર્તિક શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત ૧૬૪ માનતુંગસૂરિનો પ્રબંઘ કાલિકાચાર્યનું દ્રષ્ટાંત વજકર્ણનું દ્રષ્ટાંત કાષ્ઠમુનિનું દ્રષ્ટાંત વજસ્વામીનું દ્રષ્ટાંત ૮૪ કૃષીવળ (ખેડૂતોનું દૃષ્ટાંત વાદી દેવસૂરિની કથા ૯૬ કૃષ્ણ વાસુદેવનો પ્રબંધ ૨૦૩ વિક્રમરાજાની કથા ૧૮૪ કૂરગડુ મુનિની કથા વૃદ્ધવાદી સૂરિ અને સિદ્ધસેન દિવાકર ૧૦૦ કુલવાલક મુનિનું દૃષ્ટાંત કોશા ગણિકાની કથા શંકાપર બે બાળકનું દ્રષ્ટાંત ચાર રાણીઓનું દ્રષ્ટાંત શ્રીઘનશ્રાવકનું દૃષ્ટાંત ૧૫૪ ચિલાતીપુત્રનું દ્રષ્ટાંત શ્રેણિકરાજાનું દ્રષ્ટાંત (દ્રઢ સમકિત) ૧૬ ચંડકૌશિકની કથા શ્રેણિક રાજાનું દ્રષ્ટાંત (વિનય પ્રશંસા) ૧૫૩ જમાલિનું દ્રષ્ટાંત સદ્દાલપુત્રની કથા ૧૬૧ જયસેનાનું દ્રષ્ટાંત સર્વજ્ઞસૂરિનું દ્રષ્ટાંત જિતશત્રુ રાજા ને તેના મંત્રીની કથા સંગ્રામશૂર રાજાની કથા ૧૫૮ જીર્ણ શ્રેષ્ઠીની કથા ૧૩૯ સુબુદ્ધિ મંત્રીનું દ્રષ્ટાંત ૨૨૧ તિષ્યગુપ્ત નિહ્નવનું દ્રષ્ટાંત સુદર્શન શ્રેષ્ઠીની કથા ૧૮૨ તુંબડીનું દ્રષ્ટાંત ૧૪૧ સુદર્શન શ્રેષ્ઠી તથા અર્જુન માળીનું દ્રષ્ટાંત ૩૮ ત્રિવિક્રમની કથા ૧૪૨ સુલસની કથા ૧૭૩ દુર્ગધા રાણીનું દ્રષ્ટાંત ૭૨ સુલસાચરિત્ર ૧૨૯ દેવપાળ રાજાની કથા ૧૩૩ | સુઘર્મરાજાની કથા ૧૬૬ ઘનપાળ કવિનું દ્રષ્ટાંત ૭૭] હરિવહન રાજાની કથા ૧૪૮ નમિરાજર્ષિની કથા ૧૭૭ હેમચંદ્રસૂરિની કથા ૧૧૧ નંદિષેણ મુનિનું દ્રષ્ટાંત (ઉપદેશ) ૯૦ | હરિભદ્રસૂરિની કથા ૧૧૮ ૪૩ ૧૬૫ YO ક : ૨૯ ૫૫ ૮૭ ૬૯ Page #236 -------------------------------------------------------------------------- ________________ 'જિન વચનામૃતની પરબ જિનેશ્વર ભગવંતની વાણીનું અમૃત સંસારના ઝેરને ઉતારનારું છે આ ગ્રંથમાં 360 દિવસ પાન કરી શકાય તેવું અમૃત ભર્યું છે ? આ પરબ છે જિનવચનામૃતની " દરરોજ એક પ્રવચન શાંતચિત્તે વિચાર પૂર્વક વાંચવામાં આવે તો આત્મા સમ્યકની નજીક પહોંચી જાય તો મોક્ષ પણ નજીક આવે તેથી પ્રત્યેક મુમુક્ષે આ વાણીનું નિત્યપાન કરવું જોઈએ મણિશંકરરિઝમરાણામના ગspian सानिमोदिदिवामलिंगमगााममियाणंचानिमारंयोगण दिवामामामयातिवास्मयागणपगिदिन्यमबा-माम प्रागिदिन्यमबदाम्म वाश्मयागणपवायाऽवाश्मयागणपवावदियावाश्मानंदियार्णबारमायचारदियानमालपाराश्यावाबारमामामामारयम રજજરે જ, जम्ममयापक मन्दाजमामयात्राएकनागरकदिवासींतरिमितिारामानमामयंगदिचमेरिमिद्यनियिमय मिया एकरामामिनिमि विपकरणामिन्यनिमिरासया लियादव मनपादनामदादावि विदामंमियाणिचा सुयादवधारणामामान यादवयापूणमिमाना रायरमसिरकणार पमागणमिस्कियणायाणपवयणादविमतिकरितंगामसामिा बाधनंनवाबश्वकाधिकदि। પબિમામામજિ:ત્રિપ્રિનાનિંઢાઢit fittત્રીચા - 'જૈન પ્રકાશન મંદિર છે અમદાવાદ-૧