________________
વ્યાખ્યાન ૪૬] સમકિતની છ યતનામાંથી પહેલી બે યતના
૧૫૯ देवो जिणोठारसदोसवजिओ, गुरू सुसाहु समलोट्ठकंचणो ।
धम्मो पुणो जीवदयाइ सुंदरो, सेवेह एवं रयणत्तयं सया ॥१॥ ભાવાર્થ-“અઢાર દોષથી રહિત જે જિનેશ્વર તે જ દેવ, પથ્થર અને કંચનમાં સમાન બુદ્ધિવાળા જે સુસાધુ તે જ ગુરુ, અને જીવદયા વગેરેથી સુંદર ઘર્મ તે જ ઘર્મ–એ પ્રમાણેના રત્નત્રયનું તું સદા સેવન કર.”
આ પ્રમાણે સાંભળી સંગ્રામશૂરે શ્રાવક ઘર્મ અંગીકાર કર્યો. તે જાણી રાજાએ તેને યુવરાજ પદે સ્થાપન કર્યો. - હવે કુમારનો એક મિત્ર મહિસાગર ચિરકાળથી દ્રવ્ય ઉપાર્જન કરવા સમુદ્ર રસ્તે ગયેલો હતો, તે ઘણું ઘન ઉપાર્જન કરીને ઘરે આવ્યો, ત્યારે પ્રથમ મિત્રને મળવા માટે ગયો. તેને કુમારે કુશળ વાર્તા પૂછીને પછી દ્વીપ સમુદ્ર વગેરેમાં કાંઈ આશ્ચર્ય જોયું હોય તો તે કહેવા કહ્યું, ત્યારે મહિસાગર બોલ્યો કે, “હે મિત્ર! હું વહાણમાં બેસીને સમુદ્રમાં જતો હતો, ત્યારે મેં ભરતખંડની મર્યાદામાં એક ઊંચા કલ્પવૃક્ષની શાખા પર હીંચકો બાંધીને તે હીંચકારૂપ પત્યેકપર રહેલી એક સુંદર સ્ત્રીને જોઈ. તે સ્ત્રી સમગ્ર સ્ત્રીઓના તિલકરૂપ હતી, અને પોતાના સંગીત શબ્દથી તેણે કિન્નરી અને દેવાંગનાઓને પણ કિંકરી (દાસી) રૂપ બનાવી દીધી હતી. તેવી રૂપ અને લાવણ્યવતી સ્ત્રીને જોઈને કૌતુકથી મેં મારું વહાણ તેની તરફ હંકાર્યું, પરંતુ હું તેની પાસે પહોંચું એટલામાં તો તે મારા મનોરથની સાથે જ કલ્પવૃક્ષ સહિત સમુદ્રમાં નિમગ્ન થઈ ગઈ. તે આશ્ચર્યકારક બનાવ જોઈને હું ઘણું વિસ્મય પામ્યો. હે મિત્ર! આજ મેં તે આશ્ચર્ય તમારી પાસે નિવેદન કર્યું છે.”
તે સાંભળીને કામદેવના બાણથી જેનું અંગ જર્જરિત થયું છે, એવો કુમાર મિત્રને સાથે લઈને વહાણમાં બેસી સમુદ્રના તે ભાગમાં આવ્યો. એટલે તેણે પણ દૂરથી તેને તે જ રીતે ક્રીડા કરતી જોઈ. કુમાર તેની પાસે ગયો, તેટલામાં તે સ્ત્રી પ્રથમની જેમ સમુદ્રમાં પડીને અદ્રશ્ય થઈ ગઈ. તે જોઈ સાહસિક કુમારે હાથમાં ઉઘાડું લઈને તેની પાછળ ઝંપાપાત કર્યો. એટલે તે કુમાર જળકાંત મણિથી બનાવેલા સાત માળના પ્રાસાદ ઉપર પડ્યો. પછી ઘીમે ઘીમે નીચે ઊતરીને કુમાર નીચેના માળામાં આવ્યો. ત્યાં કલ્પવૃક્ષની શાખા સાથે બાંધેલાં પત્યેકમાં અત્યંત સુંદર અને સૂક્ષ્મ વસ્ત્રથી આખું શરીર ઢાંકીને સૂતેલી તે સ્ત્રીને કુમારે જોઈ. તેણે વસ્ત્ર જરા ઊંચું કર્યું, એટલે તરત જ તે સ્ત્રીએ ઊભી થઈને કુમારને તે જ પત્યેકપર બેસાડ્યો. પછી તેણે કુમારને તેનું કુળ, નામ વગેરે પૂછ્યું, તેના યથાસ્થિત જવાબ આપીને કુમારે તેને તેનું વૃત્તાંત પૂછ્યું, ત્યારે તે પણ પોતાનું યથાસ્થિત સ્વરૂપ કહેવા લાગી.
વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણીમાં વિદ્યુપ્રભ નામે રાજા છે. તેની હું મણિમંજરી નામની પુત્રી છું. એકદા મારા પિતાએ મને યૌવન વયમાં આવેલી જોઈને કોઈ નૈમિત્તિકને પૂછ્યું કે, “મારી પુત્રીને યોગ્ય પતિ ક્યારે મળશે?” ત્યારે નૈમિત્તિકે કહ્યું કે, “હે રાજા! સમુદ્રમાં જળકાંત મણિનો મહેલ કરાવીને કલ્પવૃક્ષની શાખા સાથે પત્યેક બાંધી ત્યાં તમારી પુત્રીને રાખો, ત્યાં સંગ્રામદ્ગઢ રાજાનો પુત્ર સંગ્રામશૂર આવશે, તે તેનો પતિ થશે.” આ પ્રમાણે તે નૈમિત્તિકે કહ્યાથી મારા પિતાએ તે પ્રમાણે સર્વ કરાવી મને અહીં રાખી. અહીં રહેતાં મને ઘણે દિવસે તમારું દર્શન થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org