________________
૧૩
વ્યાખ્યાન 3]
સમકિતના બે હેતુ કરણ કરે છે. અધ્યવસાયવિશેષરૂપ તે યથાપ્રવૃત્તિકરણ વડે એક આયુકર્મ વિના બીજાં જ્ઞાનાવરણીયાદિક સાત કર્મોને પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એવા એક કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળાં કરે છે. અહીં તે જીવને કર્મથી ઉત્પન્ન થયેલા અત્યંત નિબિડ રાગદ્વેષના પરિણામરૂપ કર્કશ અને દુર્ભેદ્ય એવી ગ્રંથિ પ્રાપ્ત થાય છે. આ ગ્રંથિ સુધી અભવ્ય જીવો પણ અનંતી વાર આવે છે અને તેને યથાપ્રવૃત્તિકરણ વડે ગ્રંથિપ્રદેશ પામીને અરિહંતની વિભૂતિ જોવાથી શુભ ભાવમાં વર્તતા સતા મૃતસામાયિકનો લાભ થાય છે, પરંતુ બીજો કાંઈ પણ આત્મિક લાભ થતો નથી; અને તે ગ્રંથિને પામીને કોઈ ભવ્ય પ્રાણી પરમ વિશુદ્ધિ વડે ગ્રંથિનો ભેદ કરવા રૂપ અપૂર્વકરણ કરીને મિથ્યાત્વની સ્થિતિ જે અંતઃકોટાકોટીની છે, તેમાંથી અંતર્મુહર્તકાળ સુધી તેનાં દળિયાં પ્રદેશથી પણ ન વેચવા પડે તેવું અંતરકરણ કરે છે. ત્રણ કરણનો અનુક્રમ આ પ્રમાણે છે
जा गंठी ता पढम, गंठीसमच्छेयओ भवे बीअं ।
अनियट्टीकरणं पुण, सम्मत्तपुरक्खडे जीवे ॥१॥ ભાવાર્થ-“ગ્રંથિ સુઘી આવે ત્યારે પહેલું કરણ (યથાપ્રવૃત્તિ) હોય છે, ગ્રંથિનો છેદ કરે ત્યારે બીજું કરણ (અપૂર્વ) હોય છે, અને તે જીવ જ્યારે સમકિતની પાસે આવે અર્થાત્ સભ્યત્વ પામવાને વખતે ત્રીજું અનિવૃત્તિકરણ પ્રાપ્ત થાય છે.”
અહીં મિથ્યાત્વની સ્થિતિના બે વિભાગ થાય છે. તેમાંની પહેલી અંતર્મુહર્ત પ્રમાણ સ્થિતિને ભોગવીને બીજી ઉપશમન કરેલી સ્થિતિમાં અંતરકરણના પ્રથમ સમયે જીવ સમ્યકત્વ પામે છે. કહ્યું છે કે–
आन्तर्मोहूर्तिकं सम्यग्दर्शनं प्राप्नुवन्ति यत् ।
निसर्गहेतुकमिदं, सम्यक्श्रद्धानमुच्यते ॥४॥ ભાવાર્થ-“મધ્યના અન્તર્મુહૂર્તમાં જે સમકિત પ્રાપ્ત થાય છે તે સમ્યક્ શ્રદ્ધાવાળું નિસર્ગ સમકિત કહેવાય છે.”
गुरूपदेशमालंब्य, प्रादुर्भवति देहिनाम् ।
यत्तु सम्यग्श्रद्धानं तत्स्यादधिगमजं परम् ॥२॥ ભાવાર્થ-“ગુરુના ઉપદેશને અવલંબન કરીને (સાંભળીને) પ્રાણીઓને સમ્યક્ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, તે અધિગમજ નામનું બીજું સમકિત કહેલું છે.”
बलादपि श्राद्धजनस्य दीयते, सद्दर्शनं सर्वसुखैकजन्मभूः ।
व्यदीधपद्वीरजिनस्तदुधमं, श्रीगौतमेनापि न किं कृषीवले ॥१॥ ભાવાર્થ-“શ્રાવકને બળાત્કારે પણ સર્વ સુખના અદ્વિતીય કારણરૂપ સમક્તિ આપવામાં આવે છે. તેવો ઉદ્યમ શ્રી મહાવીરસ્વામીએ શ્રીગૌતમ ગણધર પાસે કૃષીવલ ઉપર કરાવ્યો હતો.”
1 અધિગમ સમકિત ઉપર કૃષીવલ (ખેડૂતોનું દ્રષ્ટાંત
એકદા જંગમ (ચાલતા) કલ્પવૃક્ષ જેવા ભગવાન મહાવીરસ્વામીએ માર્ગે વિહાર કરતાં ગૌતમ ગણધર પ્રત્યે કહ્યું કે-“હે વત્સ! જે આ સમીપે (થોડે દૂર) કૃષીવલ દેખાય છે તેને પ્રતિબોઘ કરવા
૧ આ કરણ પૂર્વે કોઈ પણ વાર કરેલું નહીં હોવાથી તેનું નામ અપૂર્વકરણ સાર્થક છે. ૨ આ દૃષ્ટાન્ત સંપ્રદાયથી ચાલ્યું આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org