________________
૧૪
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧
[સ્તંભ ૧
માટે તું જલદી જા; કેમકે તેને તારાથી જ મોટો લાભ પ્રાપ્ત થશે.’' તે સાંભળીને ભગવાનની આજ્ઞા અંગીકાર કરી ગૌતમસ્વામી તે ખેડૂત પાસે ગયા અને કહ્યું કે—“હે ભદ્ર! તું કુશળ તો છે ને? અરે ભાઈ! આ ખેતી કરવા વડે અનેક દ્વીન્દ્રિય વગેરે જીવોનો વધ કરી શા માટે ફોગટ પાપ બાંધે છે? પાપકુટુંબના પોષણ માટે આવાં કર્મો કરીને તું તારા આત્માને અનર્થમાં શા માટે નાંખે છે? સાંભળ– संसारमावन्न परस्स अठ्ठा, साहारणं जं च करेइ कम्मं । कम्मस्स ते तस्स उवेयकाले, न बंधवा बंधवयं उविंति ॥ १ ॥
ભાવાર્થ—જે માણસ સંસારમાં આવીને પર એટલે કુટુંબાદિક માટે ખેતી વગેરે સાધારણ કર્મ કરે છે તે માણસને જ તે કર્મનો વિપાક ઉદયમાં આવે ત્યારે તેનાં ફળ ભોગવવાં પડે છે, તે વખતે તેના બાંધવો તે ફળ ભોગવવા આવતા નથી.
માટે હે ભાઈ! તપસ્યા (ચારિત્ર) રૂપી વહાણનો આશ્રય કરીને આ ભવસમુદ્રને તરી જા.'' આ પ્રમાણેના ગૌતમસ્વામીના વચનામૃતથી આર્દ્ર થયેલો તે ખેડૂત બોલ્યો કે—“હે સ્વામી! હું જાતે બ્રાહ્મણ છું. મારે સાત પુત્રીઓ છે. તે સર્વનાં દુષ્પ્ર૨ ઉદરની પૂર્તિ કરવા માટે હું અનેક પાપકર્મો કરું છું. હવે અત્યારથી આપ જ મારા બંધુ સમાન અને માતા સમાન છો. આપ જે આજ્ઞા કરશો તે પ્રમાણે હું કરીશ. આપનું વચન ઉલ્લંઘીશ નહીં.’’ તે સાંભળીને શ્રી ગૌતમસ્વામીએ તેને સાધુવેષ આપ્યો, તેણે તત્કાળ ીકાર કર્યો. પછી તે કૃષીવળ સાધુને સાથે લઈને શ્રી ગૌતમસ્વામી પ્રભુ પાસે જવા ચાલ્યા. ત્યારે તે બોલ્યો કે—“હે પૂજ્ય! આપણે ક્યાં જવું છે?’’ ગૌતમસ્વામી બોલ્યા કે‘જ્યાં અમારા પૂજ્ય ગુરુ બિરાજે છે ત્યાં આપણે જવું છે.’’ તે સાંભળીને તે ખેડૂત બોલ્યો કે“આપ તો સુર-અસુરના પણ પૂજ્ય છો, છતાં આપને પણ પૂજ્ય એવા ગુરુ છે, તો તે વળી કેવા હશે?’’ ત્યારે ગૌતમસ્વામીએ તે ખેડૂતની પાસે ભગવાનના ગુણોનું વર્ણન કર્યું, જે ગુણો સાંભળવાથી તેણે તરત જ સમકિત પ્રાપ્ત કર્યું. આગળ ચાલતાં તીર્થંકરના અદ્ભુત અતિશયોની સમૃદ્ધિ જોઈને તેણે વિશેષે કરીને સમકિતને દૃઢ કર્યું. છેવટે જ્યારે પરિવાર સહિત શ્રીવીરસ્વામીને તેણે સાક્ષાત્ જોયા, ત્યારે તેના મનમાં પ્રભુ ઉપર દ્વેષ ઉત્પન્ન થયો. શ્રી ગૌતમ ગણઘરે તે ખેડૂતને કહ્યું કે, ‘હે મુનિ! શ્રી જિનેશ્વરને વંદના કરો.'' ત્યારે તે ગૌતમ ગણધર પ્રત્યે બોલ્યો-‘હે મહારાજ! જો આ તમારા ગુરુ હોય તો મારે આ પ્રવ્રજ્યાનું કાંઈ પણ પ્રયોજન નથી. તમારો શિષ્ય થવાથી સર્યું! આ તમારો વેષ લઈ લો, હું તો મારે ઘેર જઈશ.'' એમ કહીને તે સાધુવેષનો ત્યાગ કરી મૂઠી વાળીને નાઠો. તે વખતે તે ખેડૂતની તેવી ચેષ્ટા જોઈને ઇન્દ્ર વગેરે સર્વે હસતા હસતા બોલ્યા કે ‘‘અહો! શ્રી ગૌતમ ગણધરે શિષ્ય તો બહુ સારો કર્યો!'' તેવી અદ્ભુત સ્થિતિ જોઈને ગૌતમ ગણધરે કિંચિત્ લા પામી ભગવાનને તેના વૈરનું કારણ પૂછ્યું, ત્યારે ભગવાન બોલ્યા કે ‘‘હે વત્સ ગૌતમ! આ ખેડૂતને તમે કહેલા અરિહંતના ગુણોનું ચિંતવન કરતાં ગ્રંથિભેદ થયો છે તેથી તમને તથા તેને મોટો લાભ થયો છે. હવે મને જોઈને તેને જે દ્વેષ ઉત્પન્ન થયો તેનું કારણ કહું છું તે સાંભળો–
પૂર્વે હું પોતનપુર નગરમાં પ્રજાપતિ રાજાનો પુત્ર ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ હતો, તે વખતે ત્રણ ખંડનો સ્વામી અશ્વગ્રીવ નામે પ્રતિવાસુદેવ હતો. એકદા સભામાં બેઠેલા અશ્વગ્રીવ રાજાએ કોઈ નિમિત્તિયાને પોતાના મરણ વિષે પ્રશ્ન કર્યો, એટલે તે નિમિત્તિયાએ કહ્યું કે ‘તમારું મૃત્યુ ત્રિપૃષ્ઠના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org