________________
વ્યાખ્યાન ૪]
સમકિતના ત્રણ ભેદ
૧૫
હાથથી થશે.' તે સાંભળીને અશ્વગ્રીવ રાજા ત્રિપૃષ્ઠ ઉપર દ્વેષ રાખીને નિરંતર તેને મારવાના ઉપાયો કરવા લાગ્યો; પરંતુ તેના સર્વ ઉપાયો નિષ્ફળ ગયા. તે અશ્વગ્રીવના પુરોદ્યાનમાં તેનું એક શાલિક્ષેત્ર હતું. તેમાં આવીને એક સિંહ નિરંતર અનેક મનુષ્યોને ઉપદ્રવ કરતો હતો. તે સિંહને મારવાને કોઈ પણ સમર્થ થયું નહીં. તેથી તે શાલિક્ષેત્રના રક્ષણને માટે અશ્વગ્રીવે પોતાના ખંડિયા સર્વ રાજાઓને આજ્ઞા કરીને વારા પ્રમાણે એક એક રાજાને તે ક્ષેત્રના રક્ષણ માટે આવવાનું ઠરાવ્યું. એ પ્રમાણે આવતાં અન્યદા પ્રજાપતિ રાજાનો વારો આવ્યો. તે વખતે ત્રિપૃષ્ઠ કુમાર પિતાને જતાં અટકાવીને પોતે તે ઉપદ્રવનું રક્ષણ કરવા માટે માત્ર એક સારથિને જ સાથે રાખી રથમાં બેસીને ત્યાં ગયો. પછી તે શાલિક્ષેત્ર પાસે જઈને સિંહને બોલાવ્યો, કે તરત જ તે સિંહ ત્રિપૃષ્ઠની સામે ઘસ્યો. તેને ત્રિપૃષ્ઠે બે ઓષ્ઠ પકડીને શુક્તિસંપુટની જેમ ચીરી નાંખ્યો. તે વખતે મરવા પડેલો તે સિંહ પોતાની નિંદા કરવા લાગ્યો કે-‘અહો! હું સિંહ છતાં પણ એક મનુષ્યમાત્રથી જ મરાયો.’ તેને ખેદ પામતો જોઈને ત્રિપૃષ્ઠના સારથિએ તેને શાંત કરવા માટે મધુર વાણી વડે કહ્યું કે-‘હે સિંહ! આ કુમાર વાસુદેવ થવાના છે, તેને તું એક ચેંક મનુષ્ય જેવા ન જાણીશ. તું નરેન્દ્રના હાથથી મરાયો છે, તેથી શા માટે શોક કરે છે? મનુષ્ય લોકમાં આ ત્રિપૃષ્ઠ કુમાર એક સિંહ જ છે, અને તું તિર્યક્ યોનિમાં ઉત્પન્ન થયેલો સિંહ છે.' આ પ્રમાણેનાં શાંતિનાં વાક્યો સાંભળીને હર્ષ પામેલો સિંહ સમાધિપૂર્વક મરણ પામ્યો.
પછી તે ત્રિપૃષ્ઠ, સારથિ અને સિંહ એ ત્રણેના જીવો ભવસાગરમાં ભ્રમણ કરતાં કરતાં સાંપ્રતકાળે તે ત્રિપૃષ્ઠનો જીવ તે હું થયો છું, સિંહનો જીવ તે કૃષીવલ થયેલો છે, અને સારથિનો જીવ તે તું ઇન્દ્રભૂતિ (ગૌતમ) થયો છું. પૂર્વભવે તમે મધુર વાણી વડે તેને પ્રસન્ન કર્યો હતો અને મેં તેને માર્યો હતો, તે કારણથી આ ભવમાં તેને તમારા પર સ્નેહ છે અને મારા પર દ્વેષ છે. આ પ્રમાણે આ ભવનાટકમાં સ્નેહ ને વૈરનું કારણ જાણી લેવું. પરંતુ હવે તે ખેડૂત શુક્લપક્ષી થયો છે. એને સમકિતની સ્પર્શના થઈ ગઈ છે એટલે એનું કલ્યાણ થવાનું છે. હે ગૌતમ! તારાથી બે ઘડીમાત્ર સમકિત પામેલો તે ખેડૂત અર્થપુદ્ગલપરાવર્તનની અંદર મોક્ષપદને પામશે; તેથી તેને પ્રતિબોધ કરવા માટે મેં તને મોકલ્યો હતો.’’
આ પ્રમાણે તે ખેડૂતનું વૃત્તાંત સાંભળીને ઇન્દ્ર વગેરે ઘણા જીવો સકિતમાં સુદૃઢ થયા. તેવી રીતે હે ભવ્ય પ્રાણીઓ ! તમારે પણ ચિત્તમાં ચિરકાળ પર્યંત સમકિતને સ્થિર કરવું.
---
વ્યાખ્યાન ૪
સમકિતના ત્રણ ભેદ
સમકિતને જ્ઞાનચારિત્ર કરતાં પણ અધિક કહ્યું છે તે આ પ્રમાણે—
श्लाघ्यं हि चरणज्ञानवियुक्तमपि दर्शनम् । न पुनर्ज्ञानचारित्रे, मिथ्यात्वविषदूषिते ॥ १ ॥
૧. જે જીવને અર્થપુદ્ગલપરાવર્તન સંસાર બાકી રહ્યો હોય તે શુક્લપક્ષી કહેવાય છે. અને તેથી વધારે સંસાર જેને બાકી હોય તે કૃષ્ણપક્ષી કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org