________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
ઈસ્તંભ ૧ ज्ञानचारित्रहीनोऽपि, श्रूयते श्रेणिकः किल ।
सम्यग्दर्शन माहात्म्यात्तीर्थंकृत्त्वं प्रपत्स्यते ॥२॥ ભાવાર્થ-“જ્ઞાન અને ચારિત્ર વિનાનું એકલું સમકિત પણ પ્રશંસાને પાત્ર છે, પરંતુ મિથ્યાત્વરૂપી વિષથી દૂષિત થયેલા જ્ઞાન ને ચારિત્ર ગ્લાધ્ય નથી. જુઓ! શ્રેણિક રાજા જ્ઞાન અને ચારિત્ર રહિત જ હતા એમ સંભળાય છે; પરંતુ સમ્યક્દર્શન (સમકિત)ના પ્રભાવથી તે તીર્થકર થવાના છે, અર્થાત્ તેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું છે.”
અહીં કોઈ શંકા કરે કે, “શ્રેણિકરાજાએ ત્રણ પ્રકારના સમતિમાંથી કયા સમક્તિવડે તીર્થકરનામકર્મ ઉપાર્જન કર્યું?” તેનો જવાબ એ છે કે, “સમ્યકત્વના ત્રણ પ્રકાર છેઔપશમિક, લાયોપથમિક અને ક્ષાયિક. તેમાં ભસ્મથી આચ્છાદન કરેલા અગ્નિની જેમ મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંઘીની ચોકડી (ક્રોઘ, માન, માયા અને લોભ)નો ઉપશમ કરવાથી પ્રાપ્ત થાય તે ઔપશમિક સમ્યક્ત્વ કહેવાય છે. આ સમકિત અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવને પૂર્વે કહેલા ત્રણ કરણ કરવા પૂર્વક અંતર્મુહૂર્તની સ્થિતિવાળું થાય છે, અને તે ચારે ગતિના જીવો પામી શકે છે; અથવા આ સમક્તિ ઉપશમશ્રેણિપર આરૂઢ થયેલા મુનિને ઉપશાંતમોહ નામના અગિયારમા ગુણઠાણે પ્રાપ્ત થાય છે. તે વિષે શ્રી જિનભદ્રગણિ મહારાજ મહાભાષ્યમાં કહે છે કે
उवसामगम्मि सेढिगयस्स होइ उवसामिअं तु सम्मत्तं ।
जो वा अकयतिपुंजो अखवियमिच्छो लहइ सम्मं ॥१॥ ભાવાર્થ-ઉપશમશ્રેણિપર આરૂઢ થયેલાને ઔપથમિક સમકિત પ્રાપ્ત થાય છે (હોય છે), અથવા જેણે ત્રણ પુંજ કર્યા નથી અને મિથ્યાત્વ અપાવ્યું નથી એવો જીવ એ સમકિત પામે છે.
મિથ્યાત્વમોહનીય તથા અનંતાનુબંધી કષાયની ચોકડી–તેમાં જે ઉદય આવી હોય તેનો નિર્મળ નાશ કરે, અને ઉદયમાં નહીં આવેલીનો ઉપશમ કરે, એમ નાશ એટલે ક્ષય અને ઉપશમ એ બન્નવડે યુક્ત એવું જે સમતિ તે ક્ષાયોપથમિક કહેવાય છે. આ સમકિતની સ્થિતિ છાસઠ સાગરોપમ ઝાઝેરી છે. - ત્રીજું ક્ષાયિક સમતિ એટલે જેમાં સમક્તિ મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય તથા અનંતાનુબંઘી ચાર કષાય એ સાત પ્રકૃતિનો નિર્મૂળ નાશ થાય છે. આ ક્ષાયિક સમકિત સાદિ અનંત સ્થિતિવાળું હોય છે, કેમકે તે આવ્યા પછી જતું નથી. આ ક્ષાયિક સમકિતના પ્રભાવથી જ શ્રેણિક રાજાએ તીર્થકર નામકર્મ બાંધ્યું હતું.” તે વિષે આગમમાં કહ્યું છે કે
न सेणिओ आसि तया बहुस्सुओ, न वा य पन्नत्तिधरो न वायुओ ।
सो आगमिस्साइ जिणो भविस्सइ, सम्मिख्ख पन्नाइ वरं खु दंसणं ॥१॥ ભાવાર્થ-“શ્રેણિક રાજા બહુશ્રુત નહોતા, તેમજ પ્રજ્ઞતિને ઘારણ કરનારા નહોતા; તોપણ તે આગામી ચોવીશીમાં તીર્થંકર થનાર છે, તેથી તત્ત્વપ્રજ્ઞાવાળું સમતિ જ શ્રેષ્ઠ છે એમ જણાય છે.” આ શ્લોકનો ભાવાર્થ તેના દ્રષ્ટાંતથી જાણવા યોગ્ય છે તે આ પ્રમાણે
દ્રઢ સમકિત ઉપર શ્રેણિક રાજાનું દ્રષ્ટાંત રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તે નગરીની બહાર ગુણશીલ નામના ચૈત્યમાં એકદા જગતસ્વામી શ્રી મહાવીર પ્રભુ સમવસર્યા. તે વખતે ચેલણા રાણીને લઈને શ્રેણિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org