________________
વ્યાખ્યાન ૪]
સમકિતના ત્રણ ભેદ
૧૭
મોટા સૈન્ય સહિત પ્રભુને વાંદવા ગયો. જિનેશ્વરને વંદના કરીને તે યોગ્ય સ્થાને બેઠો. તે વખતે તેણે કોઈ કુષ્ઠીને પોતાના કોઢનો રસ (પરુ વગેરે) લઈ લઈને પ્રભુને પગે ચોપડતો જોયો. તે અયુક્ત કાર્ય જોઈને રાજા તે કુષ્ટી ઉપર અતિ ક્રોઘાયમાન થયો. તેવામાં પ્રભુને છીંક આવી ત્યારે તે કુષ્ઠી બોલ્યો કે ‘‘મરો.’’ થોડી વારે રાજાને છીંક આવી, ત્યારે તે બોલ્યો કે, ‘ચિરકાળ જીવો.’’ તેવામાં અભયકુમારને છીંક આવી, ત્યારે તે બોલ્યો કે ‘મરો અથવા જીવો.’’ તેટલામાં કાલસૌરિક નામના કસાઈને છીંક આવી, ત્યારે તે બોલ્યો કે, “ન મરો, ન જીવો.’” આ પ્રમાણે તે કુષ્ઠી બોલ્યો, તેમાં ભગવાનને મરવાનું કહેલું સાંભળીને અધિક ક્રોધ પામેલા શ્રેણિકે વિચાર્યું કે, ‘“અહો! આ કુખી કેવો દુષ્ટ છે? એને જરૂર સજા કરવી જોઈએ.’’ એમ વિચારીને રાજાએ પોતાના સેવકોને આજ્ઞા કરી કે, “આ કુષ્ઠી સમવસરણની બહાર નીકળે એટલે તેને પકડી લેજો.” પછી તે કુષ્ઠી બહાર નીકળ્યો ત્યારે રાજસેવકો તેને પકડવા ગયા, તેટલામાં તો તે આકાશમાર્ગે ઊડી ગયો. એટલે સેવકોએ આવીને રાજાને કહ્યું કે, “તે તો કોઈ દેવ હતો, તેથી આકાશમાર્ગે જતો રહ્યો.’' તે સાંભળીને રાજાએ પ્રભુને પૂછ્યું કે, “હે ભગવન્! તે કુદી કોણ હતો અને તેણે આવી ચેષ્ટા કેમ કરી?’’ પ્રભુએ કહ્યું કે, “હે રાજા! તે કુષ્ટી મનુષ્ય નહોતો, પણ તે તો દર્દુરાંક નામનો દેવ હતો. તેણે તો બાવનાચંદન વડે અમારા ચરણોની પૂજા કરી છે, પણ દૈવી માયાથી તમને કુષ્ઠની ભ્રાંતિ થઈ હતી.’’ રાજાએ ફરીથી પૂછ્યું કે, “હે સ્વામી! તે દેવતા શી રીતે થયો?’ ત્યારે તીર્થપતિ બોલ્યા કે–
કૌશાંબીપુરીમાં સેડુક નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે ત્યાંના શતાનિક રાજાની સેવા કરતો હતો. એકદા રાજાએ પ્રસન્ન થઈને તેને વરદાન માગવાનું કહ્યું, ત્યારે તે બ્રાહ્મણે પોતાની સ્ત્રીનો અભિપ્રાય લઈને રાજા પાસે માગ્યું કે, “હે રાજા! મને આ નગરમાં હમેશાં મિષ્ટાન્ન ભોજન તથા ઉપર એક મહોર દક્ષિણા મળે, તેવું ઠરાવી આપો.’’ તે સાંભળીને રાજાએ કાંઈક હસીને તે પ્રમાણે ઠરાવી આપ્યું. પછી તે બ્રાહ્મણ હમેશાં જુદે જુદે ઘેર ભોજન કરવા લાગ્યો. પરંતુ દક્ષિણાના લોભથી કરેલા ભોજનનું વમન કરીને તે એકથી વધારે ઘેર જમવા જવા લાગ્યો; તેથી તે થોડા કાળમાં કુષ્ઠી થયો. તે જોઈને રાજાએ તથા તેના કુટુંબે તેનું અપમાન કર્યું, તેથી તે કુષ્ટી ક્રોધાયમાન થયો. પછી તેણે એક બોકડો અણાવ્યો અને તેને પોતાના કુષ્ઠનો રસ ચોપડી ચોપડીને ઘાસ વગેરે ખવરાવવા લાગ્યો. તેથી તે બોકડાનું લોહી વગેરે સર્વ કુખમય થઈ ગયું. પછી તે બ્રાહ્મણે એક દિવસ પોતાના પુત્ર વગેરે કુટુંબને કહ્યું કે, ‘‘આપણા કુળની એવી રીત છે કે જ્યારે કોઈ વૃદ્ધ થાય, ત્યારે તે પોતાના પુત્રાદિકને એક બોકડાના માંસનું ભોજન કરાવીને પછી તે તીર્થગમન કરે છે, માટે તમે સૌ આ બોકડાનું માંસ ખાઓ અને મને રજા આપો.” તે સાંભળીને પુત્રાદિકે તે કબૂલ કર્યું. એટલે તે સર્વને પેલા બોકડાનું માંસ ખવરાવવા વડે કુદી બનાવીને તે બ્રાહ્મણ રાત્રિને સમયે ઘરમાંથી નીકળી ગયો. વનમાં ભ્રમણ કરતાં વિવિધ પ્રકારની ઔષધિઓનાં મૂળ ઘોવાઈને આવેલું કોઈ ખાબોચિયાનું પાણી પીવાથી તે વ્યાધિરહિત થઈ ગયો. એટલે તે પાછો પોતાને ઘેર આવ્યો, અને પોતાના પુત્રોને કહ્યું કે “તમે મારું અપમાન કર્યું, તેનું આ ફળ તમને પ્રાપ્ત થયું અને હું તો વ્યાધિરહિત થઈ ગયો.’’ આ સર્વ વૃત્તાંત જાણીને પૌ૨લોકોએ તે બ્રાહ્મણને ઘણી નિર્ભર્ત્યના (નિંદા) કરીને કાઢી મૂક્યો. એટલે તે રાજગૃહ નગરે આવી દરવાજા પાસે બેઠો, તેવામાં અહીં અમારું સમવસરણ થયું. તે વખતે અમને વાંદવાને ઉત્સુક થયેલો દ્વારપાળ તે સેડુક બ્રાહ્મણને
ભાગ ૧-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org