________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૧ મૃત્યકાળ અને અદ્ધાકાળ.” હે સ્વામી! પ્રમાણકાળ કોને કહેવો? “પ્રમાણકાળ બે પ્રકારનો છે. ચાર પહોરનો દિવસ અને ચાર પહોરની રાત્રિ વગેરે.”હે સ્વામી! યથાયુનિવૃત્તિકાળ એટલે શું? “ સુદર્શન! નારકી જીવે તથા દેવતાએ જે પ્રમાણે આયુષ્ય બાંધ્યું હોય તે પ્રમાણે પૂરેપૂરું તે ભોગવે, તેને યથાયુનિવૃત્તિકાળ કહે છે.” હે સ્વામી! મૃત્યકાળ એટલે શું? “હે શ્રેષ્ઠી! જીવ શરીરથી જુદો પડે, અથવા શરીર જીવથી જુદું પડે, તે મૃત્યકાળ કહેવાય છે.” હે ભગવાન! અદ્ધાકાળ એટલે શું? “હે શ્રેષ્ઠી! અદ્ધાકાળ ઘણા પ્રકારનો છે. સમયકાળ અને આવળિકો કાળથી આરંભીને ઉત્સર્પિણી અવસર્પિણી સુધીનો સર્વ કાળ અદ્ધાકાળ કહેવાય છે.” આ પ્રમાણે સાંભળીને તેણે પૂછ્યું કે
હે ભગવાન! પલ્યોપમ અને સાગરોપમ જેવો મોટો કાળ શી રીતે પૂર્ણ થાય?” પ્રભુ બોલ્યા કે– “હે સુદર્શન! પૂર્વે તે પણ તેવો કાળ અનુભવ્યો છે. પૂર્વ ભવમાં તું બ્રહ્મ દેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળો દેવ હતો.” ઇત્યાદિ તેના પૂર્વભવનું વૃત્તાન્ત પ્રભુએ કહ્યું. તે સાંભળીને સુદર્શનને વૈરાગ્ય ઉત્પન્ન થયો; તેથી તરત જ તેણે સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી.
આ પ્રમાણે તે મહાબળના જીવ સુદર્શને બીજા ભવમાં પણ દીક્ષા ગ્રહણ કરીને ફરી ચૌદ પૂર્વનો અભ્યાસ કર્યો. અનુક્રમે સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તેઓ મોક્ષપદ પામ્યા.
“દેવ, ગુરુ અને ઘર્મરૂપ તત્ત્વને વિષે જેની કામઘેનુ સમાન યથાર્થ બુદ્ધિ થાય છે તેમને સર્વ સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેવા સમ્યગ્દર્શનથી મહાબળ રાજા મોક્ષ પર્યન્તની સમૃદ્ધિ પામ્યા.”
વ્યાખ્યાન ૩
સમકિતની બે હેતુ तीर्थकृत्प्रोक्ततत्त्वेषु, रुचिः सम्यक्त्वमुच्यते ।
लभ्यते तत्स्वभावेन, गुरूपदेशतोऽथवा ॥१॥ ભાવાર્થ-“તીર્થકરે કહેલાં તત્ત્વોને વિષે જે રુચિ-શ્રદ્ધા હોવી તે સમ્યત્વ-સમકિત કહેવાય છે. તે સમકિત સ્વભાવથી અથવા ગુરુના ઉપદેશથી એમ બે પ્રકારે પ્રાપ્ત થાય છે.”
તીર્થકરોએ નવ તત્ત્વો કહેલાં છે. તેમને વિષે જે રુચિ-શ્રદ્ધા થવી, તે સમકિત એટલે સમ્યક શ્રદ્ધા કહેવાય છે. શ્રદ્ધા વિનાના માત્ર જ્ઞાનથી જ ફળસિદ્ધિ થતી નથી. તત્ત્વજ્ઞો પણ જો શ્રદ્ધારહિત હોય તો તેઓ આત્મહિતલક્ષણ ફળને પામતા નથી. શ્રુતજ્ઞાનના ઘારક છતાં પણ અંગારમર્દક આચાર્ય જેવા અભવ્ય અને બીજા દૂરભવ્ય પ્રાણીઓ જગતના નિષ્કારણ વત્સલ એવા જિનેશ્વરનાં કહેલાં તત્ત્વો ઉપર શ્રદ્ધારહિત હોવાથી શાસ્ત્રોક્ત, તથા પ્રકારના આત્મહિતરૂપ ફળને પામ્યા નથી, એમ શાસ્ત્રમાં સંભળાય છે.
સમકિત બે રીતે પ્રાપ્ત થાય છે–સ્વભાવથી અથવા ગુરુના ઉપદેશથી. સ્વભાવથી એટલે ગુરુ વગેરેના ઉપદેશની અપેક્ષારહિત સ્વાભાવિક ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે, અને ઉપદેશથી એટલે ગુરુએ કહેલા ઘમૌપદેશનું શ્રવણ કરવાથી પ્રાપ્ત થાય તે.
આ અનાદિકાળથી ચાલ્યા આવતા સંસારરૂપી સાગરને વિષે પડેલો પ્રાણી ભવ્યત્વના પરિપાકને લીધે પર્વત પરથી નદીમાં પડેલાં પથ્થરના ન્યાયે કરીને અનાભોગપણાથી યથાપ્રવૃત્તિ
૧. તે પથ્થર અથડાતા કુટાતા ગોળ થાય છે તેમ. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org