________________
૧૧
વ્યાખ્યાન ૨]
સમ્યક્દર્શનનું સ્વરૂપ દીક્ષા ગ્રહણ કરીશ.” તે સાંભળીને તેમણે મહાબળ પ્રત્યે કહ્યું કે-“હે વત્સ! તું અમને પ્રાણથી પણ પ્રિય છે તેથી તારો વિયોગ અમે એક ક્ષણમાત્ર પણ સહી શકીએ તેમ નથી, તેથી એ વાત જ તું બોલીશ નહીં. હે પુત્ર! જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી તો તું ઘરમાં જ રહે.” તે સાંભળીને કુમારે માતાને કહ્યું કે “હે માતા! પહેલું કોણ મૃત્યુ પામશે અને પછી કોણ મૃત્યુ પામશે? તે કાંઈ જાણી શકાતું નથી, તેથી મને ચારિત્ર લેવાની આજ્ઞા આપો કે જેથી તમારી કુક્ષિથી પામેલા મનુષ્યજન્મને હું સફળ કરું. જેમ પૂર્વના અનંત ભવોમાં થયેલી અનંત માતાઓ અંક વિનાનાં મીંડાની જેમ નિષ્ફળ થઈ તેમ તમે ન થાઓ; તમે તો શુભ અંક (એક બે વગેરે)ની જેમ સાર્થક થાઓ.” આ પ્રમાણેના તે કુમારના આગ્રહનો ત્યાગ કરાવવાને અસમર્થ થયેલા તેના માતાપિતા તેના દાસ જેવા થઈ ગયા.
એકદા રાજાએ મહાબળકુમારને સ્નેહપૂર્વક પોતાના રાજ્યાસન પર બેસાડી સુવર્ણના, રૂપાના, રત્નના અને માટીના એકસો ને આઠ કળશોવડે રાજ્યાભિષેક કર્યો. પછી તે બોલ્યા કે “હે વત્સ! કહે, હવે અમે શું કરીએ?” ત્યારે કુમારે કહ્યું કે-“હે પિતા! આપણા કોશમાંથી ત્રણ લાખ સોનૈયા લઈને તેમાંથી મારે માટે એક લાખ સોનૈયા આપી કુત્રિકાપણમાંથી પાત્રો લાવો, એક લાખ સોનૈયા આપીને રજોહરણ (ઓઘો) લાવો, અને માત્ર ચાર આંગળ રાખી બાકીના સર્વ કેશ કાતરી નાંખવા માટે એક લાખ સોનૈયા આપીને એક હજામને બોલાવો.” તે સાંભળીને રાજાએ પણ તરત જ તેના કહ્યા પ્રમાણે કર્યું. પછી સ્નાન કરી દિવ્ય ચંદનનો શરીરે લેપ કરી, સર્વ ઉત્તમ અલંકારો ઘારણ કરી, હજાર મનુષ્યોથી વહન કરાય તેવી શિબિકામાં આરૂઢ થઈને કુમાર ગુરુ પાસે આવ્યો. તે વખતે તેના માતાપિતાએ કુમારને કહ્યું કે, “હે પુત્ર! આ દુર્લભ ચારિત્રને ગ્રહણ કરીને તારે તેનું પાલન કરવામાં અત્યંત યત્ન કરવો.” એમ કહીને આચાર્યને પ્રણામ કરી તેઓ પોતાના નગરમાં પાછા ગયા.પછી મહાબળકુમારે પોતાના હાથે પંચમુષ્ટિ લોન્ચ કરી તે ગુરુના હાથે દીક્ષા ગ્રહણ કરી.
ત્રણ ગુતિ અને પાંચ સમિતિથી યુક્ત એવા મહાબળમુનિએ વિનયપૂર્વક ચૌદ પૂર્વનો અભ્યાસ કર્યો, વિવિઘ પ્રકારની તપસ્યા કરી અને બાર વર્ષ સુઘી અસ્મલિત ચારિત્રનું પાલન કરી સર્વ પાપની આલોચના કરીને તથા પ્રતિક્રમીને એક માસના અનશન વડે કાળધર્મ પામી બ્રહ્મ નામના પાંચમા દેવલોકમાં દશ સાગરોપમની સ્થિતિ (આયુષ્ય) વાળા દેવ થયા.
ચૌદ પૂર્વ જઘન્યથી પણ લાંતક નામના છઠ્ઠા દેવલોકે જાય છે, છતાં અહીં મહાબળ મુનિને પાંચમા દેવલોકે જવાનું કહ્યું, તેનું કારણ કાંઈક પણ વિસ્મરણ વગેરે હેતુથી ચૌદ પૂર્વથી ન્યૂન જ્ઞાન હશે એમ સંભવે છે.
ત્યાંથી આયુષ્ય ક્ષયે ચવીને તે મહાબળ મુનિનો જીવ વાણિજ્ય નામના ગામમાં કોઈ મોટા શ્રેષ્ઠીને ઘેર સુદર્શન નામે પુત્ર થયો. અનુક્રમે યુવાવસ્થા પામ્યો. એકદા તે પુરના ઉદ્યાનમાં સમવસરેલા શ્રી મહાવીરસ્વામીના ચરણકમળને વંદના કરવા માટે તે ગયો. ત્યાં સ્વામી સર્વ
જીવના હિતને માટે સમયથી આરંભીને સર્વ કાળના સ્વરૂપનું નિરૂપણ કરતા હતા. તે સાંભળીને વિસ્મય પામેલા સુદર્શન શ્રેષ્ઠીએ પ્રભુને પૂછ્યું કે–“હે ભગવન્! કાળ કેટલા પ્રકારનો છે?” સ્વામીએ જવાબ આપ્યો કે-“હે સુદર્શન! કાળ ચાર પ્રકારનો છે–પ્રમાણકાળ, યથાયુનિવૃત્તિકાળ,
૧ દૈવી દુકાન-કે જેમાં ત્રણ ભુવનમાંની દરેક ચીજ મળતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org