________________
૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૧ થકી પોતાના આત્માને મુક્ત કરવા ઇચ્છનાર જે મુમુક્ષુ પુરુષો, તેમને વિષે જ ગુરુપણાની બુદ્ધિ રાખવી, તેમજ દુર્ગતિમાં પડતા જીવોને ઘારણ કરનાર જિનેશ્વરપ્રણીત ઘર્મ, તેને વિષે જ ઘર્મપણાની શ્રદ્ધા રાખવી, તે સમ્યગ્દર્શન કહેવાય છે.”
જો કે “દર્શન’ શબ્દ વડે ચક્ષુથી જે જોવામાં આવે તે દર્શન એમ પણ કહેવાય છે, પરંતુ આ જૈનશાસનમાં તો સત્ય દેવ, સત્ય ગુરુ અને સત્ય ઘર્મના તત્ત્વનું જે સંશયાદિક રહિત સમ્યજ્ઞાન, તેને સમ્યગ્દર્શન કહેલું છે. તેનું જ્ઞાન દર્શનમોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. તેથી જિનેન્દ્રના દરેક વચન ઉપર દ્રઢ વિશ્વાસરૂપ વિશિષ્ટ પ્રકારના સદ્ભાવને “દર્શન જાણવું. આ “સમકિત” શબ્દના કહેલા અર્થને દૃઢ કરવા માટે મહાબળ નામના રાજકુમારનું દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે
સમકિત ઉપર મહાબળ રાજકુમારનું દ્રષ્ટાન્ત હસ્તિનાપુરમાં બળ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને પ્રભાવતી નામે રાણી હતી. તે રાણીએ સિંહના સ્વપ્નથી સૂચવન થયેલા એક શૂરવીર પુત્રને જન્મ આપ્યો. તેનું નામ મહાબળ રાખ્યું. તે કુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યો ત્યારે તેને ભોગ ભોગવવામાં સમર્થ થયેલો જાણીને તેના પિતાએ એક દિવસે આઠ રાજકન્યાઓ સાથે પરણાવ્યો, અને આઠે સ્ત્રીઓને માટે રાજાએ સુવર્ણના આઠ મહેલ બંઘાવી આપ્યા. તે સ્ત્રીઓને તેમના પિતાઓએ પ્રેમપૂર્વક આઠ કરોડ સોનૈયા, આઠ કરોડ રૂપિયા, આઠ મુગટ, આઠ જોડી કુંડલ, આઠ નંદાવર્ત તથા સર્વ પ્રકારના રત્નમય આઠ ભદ્રાસન વગેરે ઘણી વસ્તુઓ આપી. (આ હકીકત શ્રી ભગવતી સૂત્રમાં છે.) તે આઠે સ્ત્રીઓની સાથે ભોગવિલાસ કરતાં મહાબળકુમારે કેટલોક કાળ નિર્ગમન કર્યો.
એકદા વિમલનાથ સ્વામીના શાસનમાં ઘર્મઘોષ નામે સૂરિ પાંચસો મુનિના પરિવાર સહિત હસ્તિનાપુરના ઉદ્યાનમાં સમવસર્યા. તેમનું આગમન સાંભળીને પરલોકોની જેમ તે રાજકુમાર પણ પોતાની સર્વ સમૃદ્ધિ સહિત તેમને વંદના કરવા માટે ગયો. સૂરીશ્વરને વંદના કરીને કુમાર યોગ્ય સ્થાને બેઠો. તે સમયે મુનીશ્વરે દેશના આપી કે
असारमेव संसार-स्वरूपमिति चेतसि ।
विभाव्य शिवदे धर्मे, यत्नं कुरुत हे जनाः॥ ભાવાર્થ-“હે ભવ્યજનો! આ સંસાર નિસ્સાર જ છે' એમ જાણીને મોક્ષ આપનાર એવા ઘર્મને વિષે યત્ન કરો.
સર્વ ઘર્મકૃત્યોનું મૂળ સમકિત છે, અને તે સમકિત દેવ ગુરુ તત્ત્વને વિષે સમ્યક શ્રદ્ધાનથી પ્રાપ્ત થાય છે. અણુવ્રતો કે મહાવ્રતો, દાન, જિનપૂજા, ક્રિયા, જપ, ધ્યાન, તપ, સર્વ શાસ્ત્રાભ્યાસ, તીર્થયાત્રા અને ગુણની ઉપાર્જના–એ સઘળાં, સમક્તિ સહિત હોય તો જ મોક્ષને અર્થે થાય છે, તેથી પ્રથમ તેનો આશ્રય કરો.”
ઇત્યાદિ ગુરુમુખથી દેશના સાંભળીને વૈરાગ્ય પામેલા મહાબળકુમારે કહ્યું કે-“હે ભગવંત! હું અરિહંતના કહેલા માર્ગને હર્ષપૂર્વક સદ્દઉં ; તેથી માતા-પિતાને પૂછીને હું આપની પાસે દીક્ષા અંગીકાર કરીશ.” આચાર્યે કહ્યું કે, “હે વત્સ! ઘર્મકાર્યમાં પ્રતિબંઘ કરીશ નહીં.” પછી મહાબળકુમારે ઘરે જઈ માતા-પિતાને પ્રણામ કરીને કહ્યું કે-“તમારી આજ્ઞાથી હું ઘર્મઘોષ આચાર્ય પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org