________________
વ્યાખ્યાન ૨]
સમ્યક્દર્શનનું સ્વરૂપ ૧૮. તીર્થકરોની સમીપે સર્વદા ઓછામાં ઓછા એક કરોડ ભવનપતિ વગેરે ચાર નિકાયના દેવો
રહે છે. ૧૯. જિનેશ્વર જે સ્થાને વિચરતા હોય ત્યાં નિરંતર વસંત વગેરે સર્વ ઋતુનાં મનોહર પુષ્પ,
ફળાદિક સામગ્રી પ્રગટ થાય છે, એટલે ઋતુઓ પણ બધી અનુકૂળ વર્તે છે.
આ પ્રમાણે તીર્થકરોના સર્વે મળીને ચોત્રીશ અતિશયોનું વર્ણન જાણવું. આ અતિશયોમાં કોઈ ઠેકાણે સમવાયાંગની સાથે કાંઈ કાંઈ ફેરફાર જોવામાં આવે છે તે મતાન્તર જાણવું. તે મતાન્તરનું કારણ તો સર્વજ્ઞ જ જાણી શકે છે.
મૂળ શ્લોકમાં “તિશયાન્વિતમ્' અતિશયોએ કરીને યુક્ત એવું જે પદ કહેલું છે તેની આ વ્યાખ્યા કરવામાં આવી. એવા અતિશયોવાળા વિશ્વસેન રાજાના કુળમાં તિલક સમાન અને અચિરા માતાની કુક્ષિરૂપી શક્તિ(છીપ)ને વિષે મુક્તા (મોતી) સમાન સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ સ્વામીને નમસ્કાર કરીને એટલે ઉપહાસનો ત્યાગ કરવા પૂર્વક મન, વચન, કાયાની શુદ્ધિથી પ્રણામ કરીને અનેક શાસ્ત્રના અનુસાર આ ઉપદેશપ્રાસાદ ગ્રંથ હું રચું છું.
આ શાસ્ત્રમાં સંબંઘ વાચ્ય વાચક લક્ષણ છે. આ ગ્રંથમાં જે અર્થ છે તે વાચ્ય છે, અને તે અર્થને કહેનારો આ ગ્રંથ તે વાચક છે. આ ગ્રંથમાં વ્યાખ્યાન કરવા યોગ્ય અર્હદ્ઘર્મના ઉપદેશનું નિરૂપણ કર્યું છે, તે આ શાસ્ત્રનું અભિધેય છે તથા આ ગ્રંથનું પ્રયોજન બે પ્રકારે છે; એક ગ્રંથર્તાનું અને બીજું શ્રોતાનું. તે બન્નેને પણ પર પ્રઘાન) અને અપર (ગૌણ) એવા બબ્બે પ્રયોજન રહેલા છે, તેમાં ગ્રંથકર્તાને પર પ્રયોજન મોક્ષપદની પ્રાપ્તિ થવા રૂપ છે અને અપર પ્રયોજન ભવ્ય જીવોને બોઘ પમાડવા રૂપ છે. તેવી જ રીતે શ્રોતાને પણ સ્વર્ગ તથા મોક્ષની પ્રાપ્તિ રૂપ પર પ્રયોજન છે અને શાસ્ત્રતત્ત્વના બોઘરૂપ અપર પ્રયોજન છે. આવા પ્રકારનું એટલે સંબંઘ, અંભિધેય અને પ્રયોજનવાળું શાસ્ત્ર બુદ્ધિમાનોને તેમાં પ્રવૃત્તિ કરાવનાર થાય છે.
અહીં પ્રથમ શ્લોકમાં “તિશયાન્વિતમ્ (અતિશયોવડે યુક્ત)' એવું જિનેશ્વરનું જે વિશેષણ આપ્યું છે તે(અતિશયો)નું વર્ણન ટીકાકારે ઘણું વિસ્તારથી કર્યું છે તે ભાવમંગળરૂપ હોવાથી, સર્વ વિઘનું વિનાશક હોવાથી તથા સર્વ કલ્યાણના કારણરૂપ હોવાથી કર્યું છે.
“જે મનુષ્યો જિનેશ્વરના અતિશયોનું આ વર્ણન નિરંતર પ્રાતઃકાળે સંભારે છે, તેઓ સમગ્ર સમૃદ્ધિયુક્ત થાય છે.”
વ્યાખ્યાન ૨
સમ્યક્દર્શનનું સ્વરૂપ અહીં પ્રથમ સર્વ સમૃદ્ધિનાં નિશાનરૂપ, સર્વ ગુણોમાં મુખ્ય અને સમગ્ર ઘર્મકાર્યોનાં મૂળ કારણરૂપ સમ્યગ્દર્શનનું સ્વરૂપ કહું છું–
देवत्वधीर्जिनेष्वेव, मुमुक्षुषु गुरुत्वधीः ।
धर्मधीराहतां धर्मे, तत्स्यात्सम्यक्त्वदर्शनम् ॥१॥ ભાવાર્થ–“રાગદ્વેષને જીતનારા જિન કહેવાય છે. તે નામ જિન, સ્થાપના જિન, દ્રવ્ય જિન અને ભાવ જિન, એમ ચાર પ્રકારે છે. તે જિનેશ્વરોને વિષે જ દેવબુદ્ધિ રાખવી તથા ભવ (સંસાર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org