________________
૮
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૧
(કચરો વગેરે દૂર કરીને) સુગંધી, શીતળ અને મંદ મંદ તેમજ અનુકૂળ વાય છે, તેથી સર્વ પ્રાણીને તે સુખકારી થાય છે. તે વિષે શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે-“સીયત્નેળ સુહાસેનું સુમિના મારુમેળું ખોયળ પરીમંડળં સવ્વો સમંતા પત્તિ” એટલે શીતલ, સુખસ્પર્શવાળો અને સુગંધયુક્ત એવો પવન સર્વ દિશાઓમાં ચોતરફ એક એક યોજન ભૂમિ પ્રમાર્જન કરે છે.
૧૪. જગદ્ગુરુ જિનેશ્વર જ્યાં જ્યાં સંચાર કરે છે ત્યાં ત્યાં ચાસ, મોર અને પોપટ વગેરે પક્ષીઓ પ્રભુને પ્રદક્ષિણા દે છે.
૧૫. જે સ્થળે પ્રભુ બિરાજે છે ત્યાં ઘૂળી શમાવવા માટે ઘનસારાદિ યુક્ત ગંઘોદકની વૃષ્ટિ થાય છે. (મેઘકુમાર દેવો આ વૃષ્ટિ કરે છે.)
૧૬. સમવસરણની ભૂમિમાં ચંપક વગેરે પાંચ રંગનાં પુષ્પોની જાનુ પ્રમાણ (ઢીંચણ સુધી) વૃષ્ટિ થાય છે. અહીં કોઈ શંકા કરે કે “વિકસ્વર અને મનોહર પુષ્પોના સમૂહથી વ્યાસ એવી યોજન પ્રમાણ સમવસરણની પૃથ્વી ઉપર જીવદયામાં રસિક ચિત્તવાળા મુનિઓનું રહેવું તથા જવુંઆવવું શી રીતે યોગ્ય કહેવાય? કેમકે તેથી તો જીવનો વિઘાત થાય.’’ આ શંકા ઉપર કેટલાક એવું સમાધાન આપે છે કે “તે પુષ્પો દેવોએ વિકુર્વેલા હોવાથી સચિત્ત જ હોતાં નથી.'' પરંતુ આ જવાબ યુક્ત નથી. કેમકે તે પુષ્પો માત્ર વિકુર્વેલાં જ હોય છે એમ નથી, પરંતુ જળ તથા સ્થળના ઊપજેલાં પુષ્પોની પણ દેવો વૃષ્ટિ કરે છે. તે વિષે આગમમાં પણ કહ્યું છે કે
बिटठ्ठाई वि सुरभि जलथलयं दिव्वकुसुमनीहारिं । पकिरंति समंतेणं दसद्भवणं कुसुमवासंति ॥
ભાવાર્થ-‘નીચાં બીંટવાળાં, સુગંધવાળાં, અને જળ સ્થળમાં ઉત્પન્ન થયેલાં એવાં પંચરંગી દિવ્ય પુષ્પોની વૃષ્ટિ દેવતાઓ ચોતરફ વિસ્તારે છે.’’
આ પ્રમાણેનો સિદ્ધાંતનો પાઠ જોઈ (સાંભળીને) કેટલાક પંડિતમન્યો સ્વમતિકલ્પનાથી એવો ઉત્તર આપે છે કે ‘‘જે સ્થળે મુનિઓ બેસે છે તે સ્થળે દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરતા નથી.'' આ ઉત્તર પણ સત્ય નથી. કેમ કે મુનિઓ જે સ્થળે બેઠા હોય ત્યાં જ કાષ્ઠની દશાનો આશ્રય કરીને એટલે કાષ્ઠની જેમ સ્થિર જ તેઓએ બેસી રહેવું જોઈએ એવો કાંઈ નિયમ નથી, પરંતુ કારણવશે તેઓનું ગમન આગમન પણ સંભવે છે. માટે અહીં સર્વ ગીતાર્થને માન્ય એવો ઉત્તર એ છે કે જેમ એક યોજન જેટલી સમવસરણની ભૂમિમાં અપરિમિત સુર, અસુર, નર અને તિર્યંચોનું પરસ્પર મર્દન થતાં પણ તેઓને કાંઈ પણ બાઘા થતી નથી, તેમ જાનુ પ્રમાણ પુષ્પોના સમૂહ ઉપર મુનિગણ તથા વિવિધ જનસમૂહના ચાલવાથી પણ તે પુષ્પોને કાંઈ પણ બાઘા થતી નથી. પરંતુ જાણે અમૃત રસથી સિંચન કરાતાં હોય, તેમ તે પુષ્પો ઊલટાં વિશેષ ઉલ્લાસ પામતાં જાય છે. કેમ કે અનુપમ એવા તીર્થંકરોનો પ્રભાવ અચિંત્ય છે.’’
૧૭. તીર્થંકરોના મસ્તકના કેશ, દાઢી, મૂછ તથા હાથપગના નખ વૃદ્ધિ પામતા નથી. (નિરંતર એક જ સ્થિતિમાં રહે છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org