________________
વ્યાખ્યાન ૧]
મંગળાચરણ
૭
૭. તીર્થંકરના સમવસરણ ફરતા મણિનો, સુવર્ણનો અને રૂપાનો એમ ત્રણ ગઢ દેવતાઓ રચે છે. તેમાંનો ભગવાનની પાસેનો પહેલો ગઢ (પ્રાકાર) વિચિત્ર પ્રકારના રત્નમય વૈમાનિક દેવતાઓ બનાવે છે, બીજો એટલે મધ્ય પ્રાકાર સુવર્ણમય જ્યોતિષી દેવો બનાવે છે, તથા ત્રીજો એટલે બહારનો પ્રાકાર રૂપાનો ભુવનપતિ દેવતાઓ રચે છે.
૮. તીર્થંકર જ્યારે સમવસરણમાં સિંહાસન પર બેસે છે, ત્યારે તેમનું મુખ ચારે દિશામાં દેખાય છે. તેમાં પૂર્વ દિશા તરફ મુખ રાખીને પ્રભુ પોતે જ બિરાજે છે, બાકીની ત્રણ દિશામાં જિનેન્દ્રના જ પ્રભાવથી તેમના જેવા જ રૂપવાળી સિંહાસન વગેરે સહિત ત્રણ મૂર્તિઓ દેવતાઓ વિકુર્વે છે. તે રચવાનો હેતુ એ છે કે સર્વ દિશાઓમાં બેઠેલા દેવો વગેરેને પ્રભુ પોતે જ અમારી સામે બેસીને અમને ઉપદેશ કરે છે એવો વિશ્વાસ આવે.
૯. જ્યાં જ્યાં પ્રભુ સ્થિતિ કરે છે તે તે સ્થળે જિનેશ્વરની ઉપર દેવતાઓ અશોક વૃક્ષ રચે છે. તે અશોક વૃક્ષ ઋષભસ્વામીથી આરંભીને શ્રી પાર્શ્વનાથસ્વામી સુધી ત્રેવીશ તીર્થંકરો ઉપર તેમના પોતાના શરીરના માનથી બાર ગુણો ઊંચો રચવામાં આવે છે; અને મહાવીરસ્વામી ઉપર બત્રીશ ધનુષ ઊંચો રચવામાં આવે છે. કહ્યું છે કે–
उसभस्स तिनि गाउय, बत्तीसधणुणि वद्धमाणस्स । सेसजिणाणमसोओ, शरीरओ વારસમુળ શા
ભાવાર્થ-‘“ઋષભસ્વામી ઉપર ત્રણ ગાઉ ઊંચો અશોક વૃક્ષ હોય છે. વર્ધમાન (મહાવી૨) સ્વામી ઉપર બત્રીશ ધનુષ ઊંચો હોય છે, અને બાકીના જિનેશ્વરો ઉપર તેમના શરીરથી બાર ગુણો ઊંચો હોય છે.’'
અહીં કોઈ શંકા કરે કે-‘આવશ્યક ચૂર્ણમાં શ્રી મહાવીરસ્વામીના સમવસરણના પ્રસ્તાવમાં કહ્યું છે કે બસોનવરપાવવું બિળ—તાણો વારસમુળ સો વિઙવ્વરૂત્તિ-ઇન્દ્રે જિનેશ્વરની ઊંચાઈથી બાર ગુણો ઊંચો અશોક નામનો શ્રેષ્ઠ તરુ વિધુર્યો; ને અહીં તો બત્રીશ ધનુષ ઊંચો કહ્યો, તે કેમ સંભવે?’’ આ પ્રશ્નનો ઉત્તર એ છે કે—આવશ્યક ચૂર્ણામાં જે બારગણું ઊંચાઈનું પ્રમાણ કહ્યું છે તે કેવળ અશોકવૃક્ષનું કહ્યું છે, અને અહીં જે બત્રીશ ઘનુષનું માન કહ્યું છે, તે સાલ વૃક્ષ સહિત અશોકવૃક્ષનું પ્રમાણ કહેલું છે. અહીં પણ અશોકવૃક્ષ તો બારગણો જ સમજવો. એટલે મહાવીરસ્વામીનું શરીર ઊંચાઈમાં સાત હાથ છે, તેને બારગણું કરવાથી ચોરાશી હાથ એટલે એકવીશ ધનુષ ઊંચો અશોકવૃક્ષ, અને તેના પર અગિયાર ધનુષ ઊંચો સાલ વૃક્ષ હોવાથી બન્ને મળીને બત્રીશ ધનુષનું માન સમજવું. આ પ્રમાણે પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહેલું છે.’’
૧૦. જ્યાં જ્યાં તીર્થંકર વિચરે ત્યાં ત્યાં કાંટાઓ અઘોમુખ થઈ જાય છે એટલે માર્ગમાં રહેલા કાંટાઓની અણીઓ નીચી થઈ જાય છે.
૧૧. જ્યાં જ્યાં ભગવંત ચાલે છે ત્યાં ત્યાં વૃક્ષો ભગવાનને પ્રણામ કરતા હોય તેમ નીચા નમે છે. ૧૨. ભગવાન લીલા સહિત જે સ્થળે વિચરે છે, ત્યાં આકાશમાં દેવદુંદુભિ વાગ્યા કરે છે. ૧૩. ભગવંત જ્યાં વિચરે છે ત્યાં સંવર્તક જાતિનો વાયુ એક યોજન પ્રમાણ પૃથ્વીને શુદ્ધ કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org