________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૧
પાંચસો† ગાઉ સુધીમાં પ્રથમ થયેલા જ્વરાદિક રોગો નાશ પામે છે, અને નવા રોગો ઉત્પન્ન થતા નથી.
૫. ઉપર કહ્યા પ્રમાણે ભગવાનની સ્થિતિથી પાંચસો ગાઉ સુધીમાં પ્રાણીઓને પૂર્વ ભવમાં બાંધેલાં અને જાતિથી ઉત્પન્ન થયેલાં (સ્વાભાવિક) વૈર પરસ્પર બાધાકારી હોતાં નથી. ૬. ઉપર કહ્યા પ્રમાણેના પાંચસો ગાઉ સુધીમાં ઈતિઓ (સાત પ્રકારના ઉપદ્રવ), તથા ઘાન્યાદિકને નાશ કરનારા તીડ, સૂડા અને ઉંદર વગેરે ઉત્પન્ન થતા નથી.
૭. ઉપર કહી તેટલી ભૂમિમાં મારી (મરકી), દુષ્ટ દેવતાદિકે કરેલો ઉત્પાત (ઉપદ્રવ) અને અકાલ મૃત્યુ થતાં નથી.
૮. તેટલી ભૂમિમાં અતિવૃષ્ટિ એટલે ઉપરાઉપરી નિરંતર વરસાદ થતો નથી કે જેથી ધાન્યમાત્ર કોહી જાય.
૯. તેટલા સ્થળમાં અનાવૃષ્ટિ એટલે સર્વથા જળનો અભાવ થતો નથી કે જેથી ધાન્યાદિકની નિષ્પત્તિ જ ન થાય.
૧૦. તે સ્થળે દુર્ભિક્ષ—દુકાળ પડતો નથી.
૧૧. પોતાના રાજ્યના લશ્કરનો ભય (હુલ્લડ વગેરે) તથા બીજા રાજ્ય સાથે સંગ્રામાદિક થવાનો ભય ઉત્પન્ન થતો નથી.
આ પ્રમાણે કર્મક્ષયજન્ય ૧૧ અતિશયો જાણવા.
હવે દેવતાઓએ કરેલા ઓગણીશ અતિશયો આ પ્રમાણે–
૧. પ્રભુ જે સ્થળે વિચરે ત્યાં આકાશમાં દેદીપ્યમાન કાંતિવાળું ધર્મને પ્રકાશ કરનાર ધર્મચક્ર ફરે (આગળ ચાલે.)
૨. આકાશમાં શ્વેત ચામરો બન્ને બાજુ ચાલે.
૩. આકાશમાં નિર્મળ સ્ફટિક મણિનું રચેલું પાદપીઠ સહિત સિંહાસન ચાલે.
૪. આકાશમાં ભગવાનના મસ્તક પર ત્રણ છત્ર રહે.
૫. આકાશમાં રત્નમય ધર્મધ્વજ પ્રભુની આગળ ચાલે. સર્વ ધ્વજની અપેક્ષાએ આ ધ્વજ અત્યંત મોટો હોવાથી તે ઇન્દ્રધ્વજ પણ કહેવાય છે.
આ પાંચે અતિશયો જ્યાં જ્યાં જગદ્ગુરુ ભગવાન વિહાર કરે ત્યાં ત્યાં આકાશમાં ચાલ્યા કરે છે, અને જ્યાં જ્યાં ભગવાન બેસે ત્યાં ત્યાં યથાયોગ્ય ઉપયોગમાં આવે છે, એટલે કે ધર્મચક્ર તથા ધર્મધ્વજ આગળના ભાગમાં રહે છે, પાદપીઠ પગ તળે રહે છે, સિંહાસન ઉપર પ્રભુ બેસે છે, ચામરો વીંજાય છે, અને છત્રો મસ્તક પર રહે છે.
૬. માખણના જેવા કોમળ, સુવર્ણનાં નવ કમળો દેવો રચે છે, તેમાં બે કમળ ઉપર તીર્થંકર ભગવંત પોતાના બે પગ રાખીને ચાલે છે. બાકીના સાત કમળ ભગવાનની પાછળ રહે છે, તેમાંથી બે બે કમળ ક્રમસર ભગવાનની આગળ આગળ આવ્યા કરે છે.
૧. દરેક દિશામાં પચીશ પચીશ યોજન એટલે સો સો ગાઉ મળીને ચાર દિશાના ચારસો ગાઉ તથા ઉપર અને નીચે સાડા બાર સાડા બાર યોજન એટલે પચાસ પચાસ ગાઉ મળીને સો ગાઉ; સર્વ મળીને પાંચસો ગાઉ. આ પ્રમાણે અગિયારમા અતિશય સુધી સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org