________________
વ્યાખ્યાન ૧]
-
૫
મંગળાચરણ આવા પ્રકારના ભુવનાભુત અતિશય વિના સમકાળે અનેક પ્રાણીઓનો ઉપકાર થઈ શકતો નથી. આ સંબંઘમાં એક ભીલનું દ્રષ્ટાંત છે–
सरःशरस्वरार्थेन, भिल्लेन युगपद्यथा ।
सरो नत्थीति वाक्येन, प्रियास्तिस्त्रोऽपि बोधिताः॥१॥ ભાવાર્થ-સરોવર, બાણ અને સારો કંઠ એ ત્રણે અર્થ કહેવાની ઇચ્છાવાળા કોઈ ભીલે “સરો નત્યિકસર નથી.” એ વાક્ય કરીને પોતાની ત્રણે સ્ત્રીઓને સમજાવી દીધી. તે દ્રષ્ટાંત આ પ્રમાણે છે–
કોઈ એક ભીલ જ્યેષ્ઠ માસમાં પોતાની ત્રણ સ્ત્રીઓને સાથે લઈને કોઈ ગામ તરફ જતો હતો. માર્ગમાં એક સ્ત્રીએ તેને કહ્યું કે, “હે સ્વામી! તમે સુકંઠથી ગાયન કરો, કે જે સાંભળવાથી મને આ માર્ગનો શ્રમ તથા સૂર્યનો તાપ બહુ દુઃસહ ન થાય.” બીજી સ્ત્રીએ કહ્યું કે, “હે સ્વામી! તમે જળાશયમાંથી કમળની સુગંધવાળું શીતળ જળ લાવી આપીને મારી તૃષાનું નિવારણ કરો.” ત્રીજી સ્ત્રી બોલી કે, “હે પતિ! મને મૃગનું માંસ લાવી આપીને મારી સુઘાનું નિવારણ કરો.” આ પ્રમાણે તે ત્રણે સ્ત્રીઓનાં વાક્યો સાંભળીને તે ભલે “સર નલ્થિ” એ એક જ વાક્યથી તે ત્રણેને જવાબ આપ્યો. તેમાં પહેલી સ્ત્રી એમ સમજી કે “મારો સ્વામી કહે છે કે મારો “સરો’ એટલે સ્વર-સારો કંઠ નથી; તેથી શી રીતે ગાન કરું?” બીજીએ ઘાર્યું કે ““સરો’ એટલે સરોવર કોઈ આટલામાં નથી; એટલે ક્યાંથી પાણી લાવું?” ત્રીજી સમજી કે ““સરો' એટલે શર-બાણ નથી, તો શી રીતે મૃગને મારીને તેનું માંસ લાવી શકાય?
આ પ્રમાણે ભીલના એક જ વાક્યથી તે ત્રણે સ્ત્રીઓ પોતાના કહેવાનો ઉત્તર સાંભળીને સ્વસ્થ થઈ; તો ભગવાનની વાણી તો ઉપમારહિત તથા વચનને અગોચર છે, એટલે તે વાણીથી અનેક પ્રાણીઓ સમજે, તેમાં શું આશ્ચર્ય છે! કહ્યું છે કે
नयसप्तशतीसप्त - भंगीसंगतिसंगतम् ।
शृण्वन्तो यगिरं भव्या, जायन्ते श्रुतपारगाः॥१॥ ભાવાર્થ-“સાત નયના સાતસો ભાંગાથી અને સમભંગીની રચનાથી મિશ્રિતયુક્ત ભગવાનની વાણી સાંભળીને અનેક ભવ્ય પ્રાણીઓ શ્રતના પારગામી થાય છે.” ૩. ભગવાનના મસ્તકની પાછળ બાર સૂર્યબિંબની કાન્તિથી પણ અધિક તેજસ્વી અને મનુષ્યોને
મનોહર લાગે તેવું ભામંડળ એટલે કાંતિના સમૂહનો ઉદ્યોત પ્રસરેલો હોય છે. શ્રી વર્ધમાન દેશનામાં કહ્યું છે કે
__रूवं पिच्छंताणं, अइदुल्लहं जस्स होउ मा विग्छ ।
___ तो पिंडिऊण तेअं, कुणंति भामंडलं पिटे॥१॥ ભાવાર્થ-“ભગવંતનું રૂપ જોનારાને તેનું અતિશય તેજસ્વીપણું હોવાથી સામું જોવું અત્યંત દુર્લભ થઈ પડે છે; તેમ ન થવા માટે તે સર્વ તેજનો એકત્ર પિંડ થઈને ભગવંતના મસ્તકની પાછળ રહે છે, જેથી ભગવંતનું રૂપ જોનારાઓ સુખે સુખે ભગવંતની સામું જોઈ શકે છે. ૪. દયાના અદ્વિતીય નિધિ સમાન ભગવાન જે જે સ્થળે વિહાર કરે છે તે તે સ્થળે સર્વ
દિશાઓમાં પચીશ પચીશ યોજન અને ઉપર નીચે સાડા બાર સાડા બાર યોજન એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org