________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[તંભ ૧ આ પ્રથમ શ્લોકમાં “અતિશયોથી યુક્ત એવું શાંતિનાથનું વિશેષણ આપ્યું છે. તેમાં તેમના ચોત્રીશ અતિશયો સૂચવ્યા છે. તે અતિશયો પૂર્વાચાર્યની ગાથાવડે બતાવે છે–
चउरो जम्मप्पभिई, इक्कारस कम्मसंखए जाए ।
नवदस य देवजणिए, चउत्तीसं अइसए वन्दे ॥४॥ ભાવાર્થ-“તીર્થકરોને જન્મથી આરંભીને ચાર અતિશયો, કર્મના સંક્ષયથી ઉત્પન્ન થયેલા અગિયાર અતિશયો અને દેવતાઓએ કરેલા ઓગણીશ અતિશયો હોય છે. તે ચોત્રીશ અતિશયવાળા ભગવાનને હું વંદના કરું છું.”
તે અતિશયો આ પ્રમાણે છે૧. તીર્થંકરનો દેહ સર્વ લોકો કરતાં શ્રેષ્ઠ (લોકોત્તર) અને અદ્ભુત સ્વરૂપવાન હોય છે, તથા
વ્યાધિ રહિત અને પરસેવા તથા મેલ રહિત હોય છે. ૨. તીર્થંકરોનો શ્વાસોશ્વાસ કમલના પરિમલની જેવો સુગન્ધી હોય છે. ૩. જિનેશ્વરોનું માંસ અને રુધિર ગાયના દૂઘ જેવું ઉજ્જવલ (શ્વેત) હોય છે; તથા ૪. ભગવાનનો આહાર અને નિહાર ચર્મચક્ષુવાળા પ્રાણીઓને (મનુષ્યાદિકને) અદ્ગશ્ય હોય છે,
પરંતુ અવધિ વગેરે જ્ઞાનવાળા પુરુષો તે જોઈ શકે છે. આ ચારે અતિશયો ભગવાનને જન્મસમયથી જ ઉત્પન્ન થાય છે.
હવે જ્ઞાનાવરણીયાદિક ચાર ઘાતિકર્મોના ક્ષયથી ૧૧ અતિશયો ઉત્પન્ન થાય છે તે બતાવે છે૧. ભગવાનના સમવસરણની ભૂમિ માત્ર એક યોજન વિસ્તારવાળી હોય છે, તો પણ તેટલી
ભૂમિમાં કરોડો દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચોનો સમાવેશ થાય છે, અને પરસ્પર સંકોચની બાઘારહિત સુખે બેસે છે. ભગવંતે દેશનામાં કહેલી પાંત્રીશ ગુણોથી યુક્ત અર્ધમાગધી ભાષા દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચોને પોતપોતાની ભાષામાં સમજાવાથી ઘર્મનો અવબોઘ કરનારી થાય છે; તથા તે વાણી એક યોજનના સમવસરણમાં રહેલા સર્વ પ્રાણીઓને એક સરખી રીતે જ સાંભળવામાં આવે છે. જો કે ભગવંત તો એક જ ભાષામાં ઉપદેશ આપે છે; પરંતુ વરસાદના જળની જેમ તે ભાષા ભિન્ન ભિન્ન જીવોરૂપ આશ્રયને પામીને તે તે જીવોની ભાષાપણે પરિણામ પામે છે. તે વિષે કહ્યું છે કે
देवा दैवीं नरा नारी, शबराश्चापि शाबरीम् ।
तिर्यधोपि हि तैरश्चीं, मेनिरे भगवगिरम् ॥१॥ ભાવાર્થ-ભગવાનની વાણીને દેવતાઓ દૈવી ભાષા માને છે, મનુષ્યો માનુષી ભાષા માને છે, ભીલ લોકો પોતાની ભાષા માને છે અને તિર્યંચો પણ પોતાની (પશુ-પક્ષીની) ભાષા બોલાય છે એમ માને છે.
૧. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અત્તરાય-આ ચાર ઘાતિકર્મ છે. તેના ક્ષયથી પ્રાણીને કેવળજ્ઞાનાદિ પ્રગટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org