________________
વ્યાખ્યાન ૧]
મંગળાચરણ નહીં કરવામાં બતાવેલું કારણ અસિદ્ધ છે. તે વિષે પ્રશંસનીય ભાષ્યરૂપી ઘાન્ય ઉત્પન્ન કરવામાં પૃથ્વી સમાન શ્રી જિનભદ્રગણિ મહારાજે કહ્યું છે કે
तं मंगलमाईए, मज्झे पज्जंतए य सत्थस्स ।
पढमं सत्थत्थाविग्घ-पारं गमनाय निद्दिठं ॥१॥ इत्यादि ભાવાર્થ-“શાસ્ત્રના પ્રારંભમાં, મધ્યમ અને અંતમાં મંગળ કરવું જોઈએ. તેમાં પ્રથમ મંગળ શાસ્ત્ર અને તેના અર્થનો નિર્વિધ્ર પાર પામવા માટે કહેલું છે.” ઇત્યાદિ.
તેમજ હે શિષ્ય! શિષ્ટજનોનો આ મંગળ કરવા રૂપ આચાર પણ અવશ્ય જોવામાં આવે છે. શિષ્ટ કોણ કહેવાય છે? શાસ્ત્રરૂપ સાગરના પારને પામવા માટે જેઓ શુભ વ્યાપારમાં પ્રવર્તે તે શિષ્ટજન કહેવાય છે. કહ્યું છે કે
शिष्टानामयमाचारो, यत्ते संत्यज्य दूषणम् ।
निरन्तरं प्रवर्तन्ते, शुभ एव प्रयोजने ॥१॥ ભાવાર્થ-શિષ્ટજનોનો આ આચાર જ હોય છે, કે તેઓ દૂષણનો ત્યાગ કરીને નિરન્તર શુભ કાર્યમાં જ પ્રવર્તે છે.”
વળી બુદ્ધિમાન પુરુષો ફળની ઇચ્છાવાળા જ હોય છે, કેમ કે પ્રયોજન વિના તો માર્ગમાં પડેલી કાંટાવાળી ડાંખળીનું ઉપમર્દન કરવાની જેમ નિષ્ફળ પ્રયત્ન થાય છે, તેથી તેવી શંકા ટાળવા માટે, બુદ્ધિમાન પુરુષોને આ ગ્રંથના પઠન પાઠનમાં પ્રવૃત્ત કરવા માટે તથા ઉપદ્રવોનો નાશ કરવા માટે ગ્રંથકાર ઇષ્ટ દેવતાને નમસ્કાર કરવા પૂર્વક સંબંધ, અભિધેય અને પ્રયોજનને સૂચવનાર પ્રથમ શ્લોક કહે છે–
_ऐन्द्र श्रेणिनतं शांति-नाथमतिशयान्वितम् ।।
नत्वोपदेशसद्माख्यं, ग्रंथ वक्ष्ये प्रबोधदम् ॥१॥ શબ્દાર્થ-ઇન્દ્રોના સમૂહવડે વંદના કરાયેલા અને અતિશયોથી યુક્ત એવા શાંતિનાથ સ્વામીને નમસ્કાર કરીને હું પ્રબોધને આપનારા આ ઉપદેશપ્રાસાદ નામના ગ્રંથને કહું છું.
વિશેષાર્થ-હું ઉપદેશપ્રાસાદ નામના ગ્રંથને કહું છું. એ રીતે ક્રિયાપદનો સંબંધ છે. તેમાં “ઉપદેશ” એટલે હમેશાં વ્યાખ્યાન આપવાને યોગ્ય એવા ત્રણસો ને એકસઠ દ્રાંતોનું “સઘ” એટલે સ્થાન (મહેલ-પ્રાસાદ), તે નામનો ગ્રંથ હું કહું છું. તે ગ્રંથ કેવો છે? તેનું વિશેષણ કહે છે કે પ્રબોઘદમ્' એટલે સમ્યગૂ જ્ઞાનને આપનાર-ઉત્પન્ન કરનાર છે. તે ગ્રંથ શું કરીને કહું છું? નમસ્કાર કરીને કહું છું. અર્થાત્ મન વચન કાયાવડે નમસ્કાર કરીને કહું છું. કોને નમસ્કાર કરીને? શાંતિનાથને-અચિરા માતાના પુત્ર ને વિશ્વસેન રાજાના પુત્ર સોળમા તીર્થકરને. તે શાંતિનાથ કેવા છે? ચોસઠ ઇન્દ્ર, બાર ચક્રવર્તી, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ, નવ બળદેવ તથા ગણઘરો, વિદ્યાઘરો અને મૃગેન્દ્રો (સિંહ) વગેરેના સમૂહ વડે નમસ્કાર કરાયેલા છે. વળી કેવા છે? અપાય અપગમ વગેરે ચાર અથવા પ્રકારાંતરે ચોત્રીશ અતિશયોથી યુક્ત છે, એવા શાંતિનાથ સ્વામીને પ્રણામ કરીને હું ઉપદેશપ્રાસાદ નામના ગ્રંથને કહું છું. આ પ્રમાણે પ્રથમ શ્લોકનો વિશેષાર્થ છે.
૧. જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય ને અપાયાપગમાતિશય એ ચાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org