________________
વ્યાખ્યાન ૧૨] દશ પ્રકારે વિનય
૫ કેટલેક કાળે હાથી, સિંહ, ચંદ્ર અને સમુદ્ર એ ચાર સ્વપ્નો વડે સૂચન કરેલા બળરામને રોહિણીએ જન્મ આપ્યો. ત્યાર પછી દેવકીએ સાત સ્વપ્નથી સૂચન કરેલા વાસુદેવ (કૃષ્ણ)ને જન્મ આપ્યો. (આ ચરિત્રનો વિસ્તાર ઘર્મદાસ ગણિના કરેલા ગ્રંથથી જાણી લેવો). આયુ પૂર્ણ થયે વસુદેવ મૃત્યુ પામીને સ્વર્ગે ગયા.
ત્રીજા વૈયાવૃત્ય નામના લિંગને વિષે દૃઢ નિશ્ચયવાળા નંદિષેણ મુનિવર રાજાઓને પણ પ્રશંસા કરવા લાયક પદવીને પામીને છેવટે મોક્ષસુખને પામ્યા. માટે હે ભવ્ય પ્રાણીઓ! તમે પણ વૈયાવૃત્યને વિષે યત્નવાળા થાઓ.”
વ્યાખ્યાન ૧૨
દશ પ્રકારે વિનય अर्हत्सिद्धमुनीन्द्रेषु, धर्मचैत्यश्रुतेष्वपि । तथा प्रवचनाचार्योपाध्यायदर्शनेष्वापि ॥१॥ पूजा प्रशंसनं भक्तिरवर्णवादनाशनम् ।
आशातनापरित्यागः, सम्यक्त्वे विनया दश ॥२॥ ભાવાર્થ-“અહંતુ, સિદ્ધ, મુનિ, ઘર્મ, ચૈત્ય, કૃત, પ્રવચન, આચાર્ય, ઉપાધ્યાય અને દર્શનને વિષે પૂજા, પ્રશંસા, ભક્તિ, અવર્ણવાદનો નાશ અને આશાતનાનો પરિત્યાગ કરવો, એ સમકિતસૂચક દશ પ્રકારનો વિનય છે.” વિશેષાર્થ-સુર અને અસુર વગેરેની કરેલી પૂજાને જે અર્ધ એટલે લાયક હોય તે અહંતુ કહેવાય છે.
उक्कोसं सत्तरिसयं, जहन्न वीसा य दस विहरंति ।
जम्मं पइ उक्कोसं, वीसं दस हुंति जहन्ना ॥१॥ ભાવાર્થ-“એક કાળે ઉત્કૃષ્ટથી એક સો ને સિત્તેર અને જઘન્યથી વીશ કે દશ તીર્થકરો વિચરે છે. જન્મ આશ્રયીને ઉત્કૃષ્ટથી વીશ એક કાળે જન્મે છે, અને જઘન્યથી એક કાળે દશ તીર્થકર જન્મ પામે છે.”
સિદ્ધ એટલે જેઓ કૃતકૃત્ય થયા છે તે. મુનિ એટલે મનન કરવાના સ્વભાવવાળા, સત્ય વચનના પ્રકાશક. ઘર્મ એટલે એકથી માંડીને સાંત્યાદિ દશ પ્રકારનો. ચૈત્યો એટલે ત્રણ ભુવનમાં રહેલા શાશ્વતા અને અશાશ્વતા જિનભુવનો. તેમાં શાશ્વત જિનબિંબોની સંખ્યા આ પ્રમાણે છે–
देवेसु कोडिसयं, कोडि बावन्न लख्ख चउणवइ ।
सहसा चउआलीसं, सत्तसया सठ्ठी अप्भहिआ ॥१॥ ભાવાર્થ-“દેવલોકને વિષે (વૈમાનિકમાં) એકસો બાવન કરોડ, ચોરાણું લાખ, ચુંમાળીશ હજાર, સાતસો ને સાઠ શાશ્વત જિનબિંબો છે.”
लख्खतिगं इगनवई, सहस्स विसा य तिन्निसया य ।
जोइस वज्जिऊणं, तिरियं जिणबिंबसंख इमा॥२॥ ભાવાર્થ-“ત્રણ લાખ એકાણું હજાર ત્રણ સો ને વીશ શાશ્વત જિનબિંબો જ્યોતિષી સિવાય તિછલોકમાં છે.”
Jain Education International
•
For Private & Personal Use Only
www.jainelibrary.org