________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[તંભ ૧ નંદિષેણ મુનિએ બાર હજાર વર્ષ સુધી તપસ્યા કરી એમ નેમિચરિત્રમાં કહ્યું છે, અને વસુદેવ હિંડિમાં પંચાવન હજાર વર્ષ સુધી તપસ્યા કર્યાનું કહેલું છે.'
છેવટ નંદિષેણ મુનિએ અનશન ગ્રહણ કર્યું, તે વખતે કોઈ ચક્રવર્તી રાજા પોતાના સર્વ અન્તઃપુર સહિત તેને વાંદવા આવ્યા. તે ચક્રીની અત્યંત સ્વરૂપવાન સ્ત્રીઓને જોઈને પોતાની પૂર્વ સ્થિતિનું સ્મરણ થતાં તે મુનિએ “આ તપસ્યાના પ્રભાવથી હું સ્ત્રીવલ્લભ થાઉં એવું નિયાણું કર્યું. પછી તે મુનિ કાળધર્મ પામીને સાતમા મહાશુક્ર દેવલોકમાં દેવતા થયા.
દેવલોકથી ચ્યવીને નંદિષેણનો જીવ સૂર્યપુરમાં અંધકવૃષ્ણી રાજાની સુભદ્રા નામની રાણીથી દશમો વસુદેવ નામે પુત્ર થયો. તે કુમાર પૂર્વ જન્મમાં કરેલા નિદાનને લીધે સ્ત્રીવલ્લભ થયો. વસુદેવ કુમાર નગરમાં જ્યાં જ્યાં ફરતો, ત્યાં ત્યાં નગરની સ્ત્રીઓ પોતાનાં ગૃહકાર્યો મૂકીને તેની પાછળ જ ભમતી હતી. તેથી ઉદ્વેગ પામેલા પરિજનોએ સમુદ્રવિજય રાજાને વિજ્ઞતિપૂર્વક તે વૃત્તાંત જાહેર કર્યું. તે સાંભળીને રાજાએ પૌરજનોને સારા ઉત્તરથી સંતોષ પમાડી વિદાય કર્યા. પછી વસુદેવને બોલાવીને તેમણે કહ્યું કે, “આજથી તારે આપણા રાજગઢમાં જ ક્રીડા કરવી, બહાર નીકળવું નહીં.” વસુદેવે તે વાક્ય સ્વીકાર્યું.
એકદા ગ્રીષ્મઋતુમાં શિવાદેવીએ સમુદ્રવિજયને વિલેપન કરવા માટે મોકલેલું ચંદનનું કચોળું લઈને જતી દાસીને જોઈને વસુદેવકુમારે પૂછ્યું કે, “હે દાસી! તું શું લઈ જાય છે? લાવ, મને આપ.” દાસીએ ન આપ્યું એટલે વસુદેવે બળાત્કારે તેની પાસેથી લઈને પોતાને શરીરે વિલેપન કર્યું, તેથી અષ્ટમાન થયેલી દાસીએ કહ્યું કે, “આવા અટકચાળા છો, તેથી જ ઘરરૂપી કેદખાનામાં તમને રાખ્યા જણાય છે. તે સાંભળીને વસુદેવે પૂછ્યું કે, “એ શી રીતે?” ત્યારે તેણે પૌરજનો સંબંઘી સર્વ વૃત્તાન્ત કહી બતાવ્યું. તે સાંભળીને પોતાનું અપમાન થયેલું જાણી રોષથી તે જ રાત્રિએ છાની રીતે નગરીની બહાર નીકળી ગયા, અને પોતાની જંઘા ચીરીને તેના લોહી વડે દરવાજાનાં બારણાં ઉપર તેણે લખ્યું કે “ભાઈના અપમાનથી વસુદેવે અહીં ચિતામાં પ્રવેશ કર્યો છે.” પછી તેની નજીકમાં જ એક ચિતા રચી તેમાં કોઈ મડદું સળગાવીને વસુદેવ દેશાંતર ચાલ્યા ગયા.
ગામે ગામ ફરતાં અનુક્રમે બોંતેર હજાર વિદ્યાધર વગેરેની કન્યાઓને તે પરણ્યા. એકદા શૌરીપુરમાં રોહિણી રાજપુત્રીનો સ્વયંવર થતો હતો. તે સમયે ઘણા રાજાઓ અને રાજપુત્રો ત્યાં આવ્યાં હતા. વસુદેવ પણ વામન અને કુન્જનું રૂપ કરીને ત્યાં આવ્યા. સર્વ લોકો તેને વામનરૂપે દેખતા હતા, અને રોહિણી તેને મૂળરૂપે જ દેખતી હતી; તેથી મોહિત થયેલી રોહિણીએ બીજા સર્વનો ત્યાગ કરીને તેના કંઠમાં વરમાળા આરોપણ કરી. તે જોઈને સમુદ્રવિજય વગેરે રાજાઓ ક્રોઘ પામીને તે વામન સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. વસુદેવે વિચાર્યું કે “મોટા ભાઈની સાથે યુદ્ધ કરવું યોગ્ય નથી.” તેથી તેણે પોતાના નામથી અંકિત એવું બાણ સમુદ્રવિજય તરફ નાંખ્યું. તે બાણ લઈને જોતાં “વસુદેવ તમને પ્રણામ કરે છે એવા અક્ષરો વાંચી સમુદ્રવિજયે જાણ્યું કે, “આ તો મારો નાનો ભાઈ છે. કોઈ પણ કારણને લીધે તેણે આવું રૂપ ઘારણ કર્યું જણાય છે.” પછી યુદ્ધ બંઘ કરી સર્વે મળ્યા, પરસ્પર આનંદ થયો, અને વસુદેવની સાથે રોહિણીને પરણાવી, અને તેમને લઈને સમુદ્રવિજય પોતાને નગરે ગયા.
૧. તપસ્યા કરી એટલે ચારિત્ર પાળ્યું એમ સમજવું. મુનિનું ચારિત્ર તપોમય જ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org