________________
વ્યાખ્યાન ૧૧] સમકિતનું ત્રીજું લિંગ-વૈયાવૃત્ય
૪૩ સર્વ બોલી કે “અમે ઝેર ખાઈશું અથવા ગલાફાંસો ખાઈશું, પણ નંદિષણને અંગીકાર નહીં કરીએ.” તે સાંભળીને તેનો મામો નિરુપાય થયો, તેથી વિશેષ ખેદ પામેલો નંદિષેણ તેના મામાના ઘરનો ત્યાગ કરી વનમાં જઈ ભૃગુપત કરીને મરવા તૈયાર થયો; તેવામાં તેને નજીકમાં કાયોત્સર્ગ રહેલા એક મુનિએ દીઠો. તેથી તેને પ્રેમ કરતો અટકાવીને ભૃગુપાત કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે મુનિને પ્રણામ કરીને પોતાનું વૃત્તાંત કહી સંભળાવ્યું.
તે સાંભળીને મુનિ બોલ્યા કે “અરે મુગ્ધ! નિરંતર મલિન દેહવાળી, જેના શરીરનાં બાર દ્વારોમાંથી મળ વહ્યા જ કરે છે એવી સ્ત્રીઓમાં તું આસક્તિ ન રાખ; વળી આવું મરણ કરવાથી કાંઈ કર્મનો ક્ષય થવાનો નથી, ઊલટાં કર્મ વૃદ્ધિ પામે છે. પરંતુ જો તું સુખની આશા રાખતો હોય તો જીવનપર્યત ચારિત્ર ઘર્મની પ્રતિપાલન કર કે જેથી આગામી ભવે તું સુખી થઈશ.” તે સાંભળીને તેણે તરત જ તે મુનિની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. ગુરુ પાસે વિનયપૂર્વક ઘર્મશાસ્ત્રોનું પઠન કરતાં તે ગીતાર્થ થયા. અન્યદા તે નંદિષેણમુનિએ અભિગ્રહ કર્યો કે “મારે નિરંતર છઠ્ઠ તપ કરીને પારણાને દિવસે વૃદ્ધ, ગ્લાન અને નાના સાધુઓની વૈયાવચ્ચ કરીને પછી આયંબિલ કરવું.”
આ પ્રમાણેનો અવિચ્છિન્ન અભિગ્રહ પાળતાં એકદા ઇન્દ્ર પોતાની સભામાં નંદિષણનાં ઉગ્ર તપસ્યા સાથે નિશ્ચળ અભિગ્રહ વિષે પ્રશંસા કરી. તે પર અવિશ્વાસ આવવાથી કોઈ બે દેવતાઓ તેની પરીક્ષા કરવા માટે તેની પાસે આવ્યા. એક દેવતા ગ્લાન સાધુનું રૂપ ધારણ કરીને ગામ બહાર રહ્યો, અને બીજો દેવ સાધુને રૂપે નંદિષેણ પાસે આવ્યો. તે વખતે નંદિષેણ મુનિ છઠ્ઠનું પારણું હોવાથી પચ્ચખાણ પારીને ભોજન કરવા બેસતા હતા, તેવામાં પેલા દ્રવ્યસાધુએ ભાવસાઘને કહ્યું કે, “અરે નંદિષેણ! તારો અભિગ્રહ ક્યાં ગયો? આ નગરની બહાર એક ગ્લાન સાથે અત્યંત તૃષાક્રાંત પડેલા છે, તેનું વૈયાવૃજ્ય કર્યા વિના ખાવા કેમ બેસે છે?” તે સાંભળીને નંદિષેણમુનિ પોતાનું ભિક્ષાપાત્ર બીજા મુનિ પાસે મૂકીને તે ગ્લાન સાઘુ માટે પ્રાસુક જળ લેવા નીકળ્યા. પેલા દેવતાએ દેવશક્તિ વડે સર્વ ઘેર પાણી અનેષણીય કરી મૂકેલું હોવાથી નંદિષેણ મુનિને ઘણા ઘેર ફરવું પડ્યું. છેવટ એક ઘેરથી તેને શુદ્ધ જળ મળ્યું, તે લઈને પેલા સાધુ સાથે નંદિષેણ ગામ બહાર ગ્લાન સાધુ પાસે ગયા. તે ગ્લાન સાધુને અતિસારનો વ્યાધિ થયેલો હતો, તેથી તેનું શરીર નંદિષેણ ઘોવા લાગ્યા. તે વખતે તે દેવે અત્યંત દુર્ગઘ વિકુર્તી, પરંતુ નંદિષેણ તેથી ખેદ ન પામતાં વિચાર કરવા લાગ્યા કે “અહો! કર્મની ગતિ વિચિત્ર છે, તે કોઈને છોડતું નથી.” એમ શુદ્ધ ભાવના ભાવતાં તે ગ્લાન સાધુને પોતાની ખાંઘ પર ઉપાડીને તે ઉપાશ્રય તરફ ચાલ્યા. માર્ગમાં તે ગ્લાન સાઘુએ વારંવાર નિહાર કરીને નંદિષણનું આખું શરીર વિષ્ટાથી લીંપી દીધું. તથાપિ નંદિષેણે જરા પણ દુગંછા ન કરી; અને તેને તેવી સ્થિતિમાં ઉપાશ્રયે લાવીને વિચારવા લાગ્યા કે “અરે! આ સાધુને હું કેવી રીતે રોગરહિત કરીશ?” એમ વિચારીને તે પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા. આવી રીતે તેને વૈયાવૃજ્યને વિષે નિશ્ચળ જાણીને તે બન્ને દેવો પ્રત્યક્ષ થયા અને તેમને વંદના કરી, ક્ષમા માગી, સુગંધી જળ, પુષ્પ આદિની વૃષ્ટિ કરીને તેમની પ્રશંસા કરતા કરતા સ્વર્ગે ગયા.
૧.પર્વતના ઊંચા શિખર પરથી પડતું મૂકી મરી જવું તે, આને ભેરવજપ પણ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org