________________
૪૨
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૧ તે સંવર. તે સંવર મને સ્વેચ્છાચારીને સર્વ પ્રકારે મોકળાને ક્યાંથી હોય? ન હોય. ત્યારે તેને માટે પ્રયત્ન કરવો જોઈએ.” એમ વિચારીને પેલા મુનિ જ્યાં ઊભા હતા તે જ સ્થાને પોતે મુનિની જ જેમ કાયોત્સર્ગ કરીને ઊભો રહ્યો; અને પ્રતિજ્ઞા કરી કે “જ્યાં સુધી મને સ્ત્રીહત્યાનું પાપ સ્મરણમાં આવે ત્યાં સુધી મારો દેહ હું વોસરાવું છું, અર્થાત્ ત્યાં સુધી મારે કાયોત્સર્ગ હો.”
હવે ભાવમુનિ થયેલા ચિલાતીપુત્રનું શરીર રુધિરથી વ્યાપ્ત હતું; તેથી તેના ગંઘથી અસંખ્ય કીડીઓ એકઠી થઈ, અને તેનું શરીર ચાલણી જેવું કરી નાંખ્યું. તે કીડીઓ પગમાં પેસીને ખાતી ખાતી મસ્તકે નીકળી. આ રીતે અઢી દિવસ સુધી મહા તીવ્ર વેદનાને સહન કરતાં છતાં તે કિંચિત્ પણ ધ્યાનથી ચલિત થયા નહીં. પ્રાંતે આયુષ્ય પૂર્ણ થવાથી તે મહાત્મા મૃત્યુ પામીને આઠમા સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયા.
હે ભવ્ય પ્રાણીઓ! સદ્વાક્યના અર્થને બુદ્ધિપૂર્વક વિચારીને ચિલાતીપુત્રે મોટાં પાપોનો નાશ કર્યો, તેવી રીતે તમે પણ જો આસ્ત્રવોનો ત્યાગ કરશો તો તમારા હાથમાં જ મોક્ષલક્ષ્મી ક્રીડા કરશે.”
વ્યાખ્યાન ૧૧
સમકિતનું ત્રીજું લિંગ-વૈયાવૃત્ય નવમાં વ્યાખ્યાનના પ્રારંભના શ્લોકમાં “વૈયાવૃત્ત્વ નિને સાથી, વેતિ ઉર્જા ત્રિધા ભવેત્' એ છેલ્લા બે પદમાં “જિન” એટલે રાગાદિક અઢાર દોષનો જય કરનારા તે દેવ, અને તત્ત્વને પ્રકાશ કરનારા તેમજ પાંચ પ્રકારના આચાર પાળવામાં તત્પર “સાધુ' તે ગુરુ. તેમાં જિનેશ્વરની દ્રવ્ય પૂજા તથા ભાવ પૂજા વડે વૈયાવૃત્ય કરવી, અને ગુરુની અશનપાનાદિક વડે “વૈયાવૃત્ય” એટલે સેવા અવશ્ય કરવી; તે પ્રાણીઓને મોટો લાભ કરનાર થાય છે. એ સમકિતનું ત્રીજું લિંગ જાણવું. તે ઉપર સંપ્રદાયાગત નંદિષણનો પ્રબંધ છે તે આ પ્રમાણે
નદિષણનું દ્રષ્ટાંત वैयावृत्यं वितन्वानः, साधूनां वरभावतः ।
बध्नाति तनुमान्नन्दिषेणवत् कर्म सुन्दरम् ॥१॥ ભાવાર્થ-“શ્રેષ્ઠ ભાવથી સાઘુઓની વૈયાવચ્ચ કરનાર પ્રાણી નંદિષેણ મુનિની જેમ શુભ કર્મને બાંધે છે.”
નિંદીગ્રામમાં સોમિલ નામના બ્રાહ્મણને સોમિલા નામની સ્ત્રીથી નંદિષેણ નામે પુત્ર ઉત્પન્ન થયો હતો. તે પુત્રની બાલ્યાવસ્થામાં જ તેનાં મા-બાપ મરણ પામ્યા હતા. નંદિષેણ મસ્તકના કેશથી તે પગના નખ સુધી કદ્રુપો હતો. બિલાડાની જેમ તેના નેત્રો પીંજરાં હતાં, ગણેશની જેમ તેનું ઉદર મોટું હતું, ઊંટની જેમ તેનાં ઓષ્ઠ લાંબા હતાં, અને હાથીની જેમ તેના દાંત બહાર નીકળેલા હતા. તેને દુર્ભાગી જાણીને તેના સ્વજનોએ પણ તજી દીઘો હતો; તેથી તે પોતાના મામાને ઘેર જઈ દાસકર્મ કરવા લાગ્યો. અત્યંત કદ્રુપો હોવાથી તેને કોઈએ કન્યા આપી નહીં, તેથી બહુ ખેદ પામેલા તેને તેના મામાએ કહ્યું કે, “તું ખેદ કરીશ નહીં, મારે સાત કન્યાઓ છે, તેમાંથી એક કન્યા હું તને આપીશ.” એમ કહીને તેણે પોતાની પુત્રીઓને અનુક્રમે નંદિષેણ સાથે પરણવાનું કહ્યું, ત્યારે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org