________________
વ્યાખ્યાન ૧૦] સમકિતનું બીજું લિંગ-ઘર્મરાગ
૪૧ કરતો જોઈને ઘના શેઠે તેને કાઢી મૂક્યો. તે સિંહગુહા નામની ચોરની પલ્લીમાં જઈને રહ્યો. પલ્લીપતિએ પોતાના અવસાન વખતે તેને પોતાના પુત્રપણે સ્થાપીને પલ્લીપતિ બનાવ્યો. ત્યાં કામદેવના શસ્ત્રથી પીડા પામતો ચિલાતીપુત્ર સુસુમાનું વારંવાર સ્મરણ કરવા લાગ્યો. એકદા તે પાપીએ સર્વ ચોરોને કહ્યું કે-“હે ચોરો! આપણે આજે રાજગૃહ નગરમાં ઘનાશેઠને ઘેર ચોરી કરવા જઈએ. ત્યાંથી જે ઘન પ્રાપ્ત થાય તે સર્વ તમારે લેવું અને તેની પુત્રી સુસુમાને મારે લેવી.” એ રીતે વ્યવસ્થા કરીને રાત્રિને સમયે તે સર્વ ચોરો ઘનાશેઠના ઘરમાં પેઠાં. પછી ઘનાશેઠ વગેરેને અવસ્થાપિની આપીને સર્વ ચોરો ઘન લઈને નીકળી ગયા અને ચિલાતીપુત્ર સુસુમાને લઈને નીકળ્યો. થોડી વારે શ્રેષ્ઠી જાગી ઊઠ્યો. એટલે તેણે કકળાટ કરીને સર્વને જગાડ્યા. પછી પોતાના પાંચ પુત્રો સહિત નગરના કોટવાળ વગેરેને સાથે લઈને શ્રેષ્ઠી ચોરોની પાછળ ચાલ્યો. સર્વ ચોરો તેમને પાછળ આવતાં જોઈને ભય પામી સર્વ ઘન છોડી દઈને જુદી જુદી દિશામાં નાસી ગયા. તે ઘન લઈને કોટવાળ વગેરે પાછા વળ્યા, પણ ઘના શેઠ તો પાંચ પુત્રો સહિત સુસુમાની શોઘ માટે આગળ ચાલ્યો. તેને તરવાર સહિત આવતો જોઈને ચિલાતીપુત્ર ખગવડે સુસુમાનું મસ્તક કાપી ઘડ નીચે નાંખી દઈ મસ્તક હાથમાં રાખીને ઉતાવળો નાસી ગયો. ઘનશ્રેષ્ઠી તે સ્થાને આવ્યો. ત્યાં સુસુમાને મરેલી જોઈને ક્ષણવાર વિલાપ કરી પાછો વળી પોતાના નગરમાં આવ્યો.
ઘના શ્રેષ્ઠી બીજે દિવસે પુત્રો સહિત શ્રી વીરપ્રભુ પાસે ઘર્મ સાંભળવા ગયા. પ્રભુએ ઉપદેશ આપ્યો કે–“આ જગતમાં મનુષ્યો “આ મારો પિતા છે, આ મારી માતા છે, આ મારા બાંઘવો છે, આ પરિજન છે, આ સ્વજનો છે, અને આ દ્રવ્ય મેં ઉપાર્જન કર્યું છે, એમ માને છે; પણ તે સર્વ યમરાજને વશ છે એમ તે જાણતા નથી.” ઇત્યાદિ જિનેશ્વરની વાણી સાંભળીને પ્રતિબોઘ પામેલા ઘના શ્રેષ્ઠીએ દીક્ષા ગ્રહણ કરી અને તીવ્ર તપસ્યા કરીને સ્વર્ગે ગયા. તેના પાંચ પુત્રોએ શ્રાદ્ધ ધર્મ અંગીકાર કર્યો.
અહીં ચિલાતીપુત્ર હાથમાં સુસુમાનું મસ્તક લઈને દોડ્યો જતો હતો અને તે મસ્તકમાંથી નીકળતા લોહી વડે તેનું આખું શરીર લીંપાયું હતું. તે થોડે દૂર ગયો, તેટલામાં તેણે એક મુનિને કાયોત્સર્ગે રહેલા જોયા. તેને જોઈને ચિલાતીપુત્રે કહ્યું “હે મુનિ!મને જલદી ઘર્મોપદેશ આપો, નહીં તો ખગ્નવડે આ સ્ત્રીના મસ્તકની જેમ તમારું મસ્તક પણ હું છેદી નાંખીશ.” તે સાંભળીને મુનિએ તેને યોગ્ય પાત્ર જાણીને સંક્ષેપથી જ “ઉપશમ, વિવેક અને સંવર’ ત્રણ પદ કહ્યા, પછી તરત જ નવકાર મંત્ર બોલતા તે મુનિ આકાશમાર્ગે ઉત્પતી ગયા (ઊડી ગયા).
મુનિએ કહેલા પદોને સાંભળીને તે ચોરપતિ વિચાર કરવા લાગ્યો, ઉપશમનો અર્થ શું? પોતે જ વિચાર કરીને મનમાં બોલ્યો કે “ઉપશમ એટલે ક્રોઘની શાન્તિ, તે ઉપશમ તે મારામાં ક્યાં છે? બિલકુલ નથી.” એમ વિચારીને તેણે હાથમાંથી ક્રોઘના ચિહ્નભૂત ખગ નાંખી દીધું. ફરી વિચાર કરતાં તેણે વિવેક પદનો અર્થ જામ્યો કે “ત્ય (કરવા લાયક) ને વિષે પ્રવૃત્તિ કરવી અને અકૃત્યને વિષે નિવૃત્તિ કરવી તે વિવેક. તે વિવેક વડે ઘર્મ થાય છે. તેવો વિવેક મારામાં ક્યાં છે? કેમ કે દુષ્ટતાને સૂચન કરનારું સ્ત્રીનું મસ્તક તો મારા હાથમાં છે.” એમ વિચારીને તેણે સ્ત્રીના મસ્તકનો ત્યાગ કર્યો. પછી સંવરનો અર્થ વિચારતાં તેણે જાણ્યું કે “પાંચ ઇન્દ્રિયો અને મનનો નિરોઘ કરવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org