________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૧ “હે ભવ્ય જીવો! આગમનું શ્રવણ કરવામાં જેનું ચિત્ત આદરવાળું છે એવા સુદર્શન શ્રેષ્ઠીનું આ ચરિત્ર સાંભળીને ભવસાગર તરવામાં નૌકા સમાન ઘર્મનું શ્રવણ કરવામાં નિરંતર યત્ન કરવો.” આ સંબંધ અંતગડદશાંગ સૂત્રમાં પણ કહેલો છે.
વ્યાખ્યાન ૧૦
સમકિતનું બીજું લિંગ-ધર્મરાગ પાછલા વ્યાખ્યાનના પ્રારંભના શ્લોકમાં “રાનો થર્ષે નિનોવિતે’ એ બીજું પદ કહ્યું છે, તેમાં “જિન” એટલે રાગદ્વેષરહિત તીર્થંકર, તેમણે કહેલો “ઘર્મ એટલે યતિઘર્મ અને શ્રાવક ઘર્મ, તેને વિષે “રાગ” એટલે મનની અત્યંત પ્રીતિ રાખવી. શુશ્રુષા નામના પહેલા લિંગમાં કૃતઘર્મનો રાગ ઇચ્છેલો છે, અને અહીં ચારિત્રઘર્મ ઉપરનો રાગ ઠક્યો છે, એટલો એ બન્નેમાં તફાવત છે. આ પ્રસંગ ઉપર ચિલાતીપુત્રનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે
ચિલાતીપુત્રનું દ્રષ્ટાંત तीव्रण धर्मरागेण, अघं दुष्टमपि स्फुटम् ।
चिलातिपुत्रवत्सद्यः, क्षयीकुर्वन्ति देहिनः॥१॥ ભાવાર્થ-“પ્રાણીઓ ચિલાતીપુત્રની જેમ દુષ્ટ પાપનો પણ ઘર્મ ઉપરના તીવ્ર રાગ વડે તત્કાળ ક્ષય કરે છે.”
ક્ષિતિપ્રતિક્તિ નગરમાં યજ્ઞદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે અનિંદ્ય એવા જૈનઘર્મની નિંદા કરતો હતો. તે માની પંડિત બ્રાહ્મણને એકદા વાદ કરવા માટે કોઈ ક્ષુલ્લક જૈન મુનિએ બોલાવ્યો. તે વખતે તેણે શરત કરી કે “મને જે જીતે, તેનો હું શિષ્ય થાઉં.” વાદ કરતાં તે સાધુએ તેને જીતી લીઘો, એટલે તે પરાજય પામીને ભાવ વગર દીક્ષા લઈ તેનો શિષ્ય થયો. એકદા શાસનદેવતાએ યજ્ઞદેવ સાધુને કહ્યું કે-“જેમ માણસ નેત્રવાળો છતાં પણ સૂર્યના પ્રકાશ વિના જોઈ શકતો નથી, તેમ જીવ જ્ઞાનવાળો છતાં પણ શુદ્ધ ચારિત્ર વિના મોક્ષના સુખને જોઈ શકતો નથી, માટે તમે ચારિત્રમાં સ્થિર થાઓ.” ઇત્યાદિ સાંભળીને તે ધીરે ધીરે ચારિત્રમાં ઉપયોગવાળો થયો, છતાં તે બ્રાહ્મણ હોવાથી દુર્ગચ્છા છોડતો નહીં; એટલે કે સ્નાન, દંતધાવન વગેરે ન કરવાથી તેને દુગંછા ઉત્પન્ન થતી. તેની સ્ત્રી તેના પરની પ્રીતિને છોડી શકી નહીં, તેથી તેને વશ કરવા માટે તેણે કામણ કર્યું, તેથી શરીરે પીડા પામતા તે બ્રાહ્મણ મુનિ શુદ્ધ ચારિત્રનું પાલન કરીને દેવતા થયા.
તે બ્રાહ્મણની સ્ત્રી પોતાના કામણથી જ પતિનું મરણ થયેલું જાણીને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી ચારિત્ર ગ્રહણ કરી મુનિહત્યાનું પાપ આલોચ્યા વિના મરણ પામીને સ્વર્ગે ગઈ.
તે બ્રાહ્મણદેવ આયુષ્ય પૂર્ણ થયે ચવીને રાજગૃહ નગરમાં ઘના શ્રેષ્ઠીની ચિલાતી નામની દાસીની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયો. લોકોમાં તે ચિલાતીપુત્રના નામથી પ્રસિદ્ધ થયો. તેની સ્ત્રી સ્વર્ગમાંથી આવીને ઘના શ્રેષ્ઠીના પાંચ પુત્રો ઉપર સુસુમા નામની પુત્રી થઈ. ઘના શ્રેષ્ઠીએ તે પુત્રીને રમાડવા માટે ચિલાતીપુત્રની યોજના કરી. એકદા ચિલાતીપુત્રને સુસુમા સાથે અસભ્ય ક્રીડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org