________________
૩૯
વ્યાખ્યાન ૯]
સમકિતનું પહેલું લિંગ-શુશ્રષા વાંદવા ચાલ્યો. માર્ગે ચાલતાં તેણે ક્રોઘથી મુગર ઊંચો કરીને જાણે કોપ પામેલો યમરાજ જ હોય નહીં તેમ અર્જુન માળીને દૂરથી આવતો જોયો. એટલે તરત જ ભયરહિત સુદર્શન શેઠ પોતાના વસ્ત્રના છેડાવડે પૃથ્વીનું પ્રમાર્જન કરીને ત્યાં બેઠો. પછી જિનેશ્વરને નમસ્કાર કરી ચાર શરણ અંગીકાર કરી, સર્વ પ્રાણીઓને ખમાવી, સાગારી અનશન કરી, ઉપસર્ગનો નાશ થયા પછી જ પારીશ, એવો નિશ્ચય કરીને તેણે કાયોત્સર્ગ કર્યો અને પંચ પરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરવા લાગ્યો. અર્જુન માળીના શરીરમાં રહેલો યક્ષ તેની પાસે આવ્યો; પણ મંત્રથી વિષરહિત કરેલા અને ખીલી લીઘેલા સર્પની જેમ તે તેનો પરાભવ કરવા શક્તિમાન થયો નહીં, તેનો રોષ નષ્ટ થઈ ગયો. પછી ભય પામીને પોતાનો મુગર લઈ તે યક્ષ અર્જુનના શરીરમાંથી નીકળી ગયો. યક્ષના પ્રવેશથી મુક્ત થયેલો અર્જુન પણ કાપેલા વૃક્ષની જેમ તરત પૃથ્વી પર પડી ગયો. પછી થોડી વારે શુદ્ધિમાં આવેલા અર્જુને સુદર્શન શ્રેષ્ઠીને જોઈ તેને પૂછ્યું કે “તમે કોણ છો અને ક્યાં જાઓ છો? શ્રેષ્ઠીએ કહ્યું કે “હું સુદર્શન નામે શ્રેષ્ઠી છું અને શ્રી વીરપ્રભુને વાંદવા જાઉ ; તું પણ તે સર્વજ્ઞને વાંદવા ચાલ.” તે સાંભળીને અર્જુન પણ તેમની સાથે ભગવાનના સમવસરણમાં ગયો. પ્રભુને વાંદીને તે બન્નેએ આ પ્રમાણે દેશના સાંભળી
હે ભવ્ય પ્રાણીઓ!મોહથી અન્ધ થયેલા આ જગતમાં મનુષ્ય જન્મ, આર્ય દેશ, ઉત્તમ કુળ, શ્રદ્ધાળુપણું, ગુરુવચનનું શ્રવણ અને કૃત્યાકૃત્યનો વિવેક એ મોક્ષરૂપી મહેલપર ચઢવાનાં પગથિયાંની પંક્તિ છે. પૂર્વે કરેલા સુકૃતના યોગથી જ તે પમાય છે.” ઇત્યાદિ દેશના સાંભળીને કેટલાક નિયમ ગ્રહણ કરી સુદર્શન શેઠ પોતાને ઘેર ગયા.
અર્જુન માળીએ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી પૂર્વે કરેલા વઘ સંબંઘી પાપને હણવા માટે ભગવાનની પાસે દીક્ષા લીધી; અને તે સાથે જ તેણે અભિગ્રહ લીઘો કે “હે વિભુ! આજથી આરંભીને મારે આપની આજ્ઞાથી નિરંતર ષષ્ઠ (છઠ્ઠ) તપ કરવા વડે આત્માને ભાવતા સતા વિચરવું.” સ્વામીએ તેને યોગ્ય જાણીને તેમ કરવાની આજ્ઞા આપી. પછી અર્જુન મુનિ છઠ્ઠ છઠ્ઠનું તપ કરતાં વિચરવા લાગ્યા. પારણાને દિવસે ગોચરી માટે તે ગામમાં જતા ત્યારે તેને જોઈને લોકો કહેતા કે “આણે મારા પિતાને મારી નાંખ્યો છે.” કોઈ કહેતું કે “આણે મારી માતાને મારી નાંખી છે.” એમ કોઈ ભાઈને, કોઈ બહેનને અને કોઈ સ્ત્રીને મારી નાંખવાનું કહી કહીને તે મુનિને ગાળો દેવા લાગ્યા, આક્રોશ કરવા લાગ્યા, મારવા લાગ્યા, હીલના કરવા લાગ્યા અને નિંદવા લાગ્યા; પણ તે મુનિ તેમના પર મનથી જરા પણ ખેદ પામ્યા વિના સર્વ ઉપસર્ગ સમ્યગૂ પ્રકારે સહન કરવા લાગ્યા. એમ કરતાં કોઈ વખત પારણાના દિવસે કાંઈ આહાર મળતો તો તે ભગવાનને નિવેદન કરીને મૂછરહિતપણે વાપરતા. એ પ્રમાણે ઉદાર તપકર્મવડે આત્માને ભાવતાં તે અર્જુન માળી મુનિએ કાંઈક ઊણા છ માસ વ્યતીત કર્યા. પ્રાંતે અર્થા માસની સંખના કરીને અંતકૃત કેવળી થઈને અનંતચતુષ્ટયવાળા મોક્ષપદને પામ્યા.
હમેશાં સાત મનુષ્યોનો વઘ કરનાર અર્જુન માળી, વીર ભગવાનને પામીને અનુપમ અભિગ્રહનું પાલન કરી છેવટે અત્તકૃત કેવળી થઈ સિદ્ધપદને પામ્યા, અને સુદર્શન શ્રેષ્ઠી પણ સ્વર્ગના સુખ પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org