________________
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૧
સુદર્શન શ્રેષ્ઠી તથા અર્જુન માળીનું દૃષ્ટાંત
રાજગૃહ નગ૨માં અર્જુન નામનો એક માળી રહેતો હતો. તેને અત્યંત સુંદર અને યુવાવસ્થાથી મનોહર બન્ધુમતી નામે સ્ત્રી હતી. તે માળીને નગરની બહાર પચરંગી પુષ્પોવાળો એક સુંદર બાગ હતો. તે બાગની નજીકમાં એક યક્ષનું દેવળ હતું. તેમાં હજાર પલનું લોઢાનું મુગર ધારણ કરીને ઊભેલી મુદ્ગરપાણિ નામના યક્ષની મૂર્તિ હતી. તે યક્ષની પોતાના કુળદેવતાની જેમ તે માળી પોતાની સ્ત્રી સહિત નિત્ય અર્ચા કરતો હતો. એકદા મહોત્સવનો દિવસ હોવાથી કોઈ છ પુરુષો ફરતા ફરતા મુદ્ગરપાણિ યક્ષના દેરામાં આવી આનંદ કરતા બેઠા હતા; તેવામાં અર્જુન માળી પોતાની સ્ત્રી સહિત સુંદર પુષ્પો લઈને યક્ષની પૂજા કરવા આવ્યો. તેને આવતો જોઈને પેલા છયે મિત્રોએ પરસ્પર વિચાર કર્યો કે “આ માળીની સ્ત્રી અતિ સ્વરૂપવાન છે, માટે આ માળીને બાંધી લઈને તેની સમક્ષ જ તેની સ્ત્રી સાથે આપણે ક્રીડા કરીએ.'’ એમ નિશ્ચય કરીને તેઓ બારણાની પાછળ છૂપી રીતે ઊભા રહ્યા. પેલો માળી દેરામાં આવી પુષ્પ વગેરેથી યક્ષની પૂજા કરીને પંચાંગ પ્રણામ કરવા લાગ્યો. તે વખતે પેલા છયે મિત્રોએ એકદમ બહાર આવીને તેને બાંઘી લીધો. પછી તેની સમક્ષ તેની સ્ત્રી સાથે વિલાસ કરવા લાગ્યા. તે જોઈને અર્જુન માળીને વિચાર થયો કે મારા જીવતરને ધિક્કાર છે! કેમ કે–
सह्यन्ते
૩૮
प्राणिभिर्बाद, पितृमातृपराभवाः । भार्यापराभवं सोढुं तिर्यञ्चोऽपि न हि क्षमाः ॥ १ ॥
“પ્રાણીઓ પિતાના કે માતાના પરાભવને સહન કરી શકે છે, પણ સ્ત્રીના પરાભવને સહન કરવામાં તિર્યંચો પણ સમર્થ નથી.’’
[સ્તંભ ૧
અહો! મારા દેખતાં જ આ પશુ જેવા પુરુષો પશુધર્મનું આચરણ કરે છે. એમ વિચારતો તે અર્જુન માળી મનમાં ને મનમાં યક્ષને ઉપાલંભ દેવા લાગ્યો કે—“હે યક્ષ! ખરેખર તું પથ્થરમય જ દેવ છે. આટલા કાળ સુધી મેં તારી પૂજા કરી, તેનું મને આ ફળ મળ્યું.’' તે સમયે યક્ષે જ્ઞાનવડે તે સર્વ જાણ્યું, એટલે માળીના વચનથી અત્યંત ક્રોધાયમાન થઈને તેણે તેના દેહમાં પ્રવેશ કર્યો. પછી બાંઘેલાં સર્વ બંધન તોડીને લોઢાનો મુદ્ગર ઉપાડી તેના વડે બંઘુમતી સહિત છયે મિત્રોને ચૂર્ણ કરી નાંખ્યા. ત્યારથી આરંભીને અર્જુનના શરીરમાં રહેલો તે યક્ષ હંમેશાં એક સ્ત્રી સહિત છ પુરુષોને જ્યાં સુધી મારતો નહીં ત્યાં સુધી તેનો ક્રોધ શાંત થતો નહીં. આ સર્વ વૃત્તાંત જાણીને તે નગરના રાજા શ્રેણિકે પટહ વગડાવીને સર્વ પૌરજનોને ખબર આપી કે “જ્યાં સુધી તે અર્જુને સાત માણસો માર્યા ન હોય ત્યાં સુધી કોઈએ નગર બહાર નીકળવું નહીં.''
Jain Education International
આ અવસરે શ્રી વીરપ્રભુ તે નગરના ઉદ્યાનમાં સમવસર્યા. તેમનું આગમન સુદર્શન નામના મહાશ્રાવકે સાંભળ્યું; તેથી આનંદ પામીને જિનેશ્વરના વચનામૃતને પીવાની ઇચ્છાવાળા તેણે “હું જિનેશ્વરને વાંદવા જાઉં છું,'' એમ કહી મા-બાપની રજા માગી. તે સાંભળીને તેઓ બોલ્યા કે ‘હે વત્સ! ત્યાં જતાં તને ઉપસર્ગ થશે, માટે અહીં જ રહીને ભાવથી પ્રભુને વંદના કર.'' સુદર્શન બોલ્યો,‘‘હે માતાપિતા! ત્રણ જગતના ગુરુ શ્રી જિનેન્દ્રના મુખથી ઉપદેશનું શ્રવણ કર્યા વિના મારે ભોજન કરવું પણ કલ્પે નહીં.'' એ પ્રમાણે કહી માતાપિતાની રજા લઈ સુદર્શન શ્રી વીરપ્રભુને
For Private & Personal Use Only
www.jainelibrary.org