________________
વ્યાખ્યાન ૯] સમકિતનું પહેલું લિંગ-શુશ્રષા
૩૭ નાશમાં પણ ચાર ભાંગા સમજવા. જીવથી જીવ નાશ પામે છે, જીવથી અજીવ નાશ પામે છે, અજીવથી જીવ નાશ પામે છે અને અજીવથી અજીવ નાશ પામે છે. તેવી રીતે ધ્રુવપણામાં પણ નિત્ય, અછેદ્ય, અભેદ્યાદિક જીવનું સ્વરૂપ જાણવું.
ગૌતમે દીક્ષા લીઘાની વાત સાંભળી અગ્નિભૂતિ વગેરે બીજા દશ પંડિતો પણ અનુક્રમે ભગવાનની પાસે આવ્યા અને તેમના સંશયો દૂર થવાથી તે સર્વેએ પણ પોતપોતાના શિષ્યો સહિત દીક્ષા લીધી.
હે ભવ્ય પ્રાણીઓ! આ ગૌતમ ગણઘરનું ગુણોના મંદિર જેવું અને સર્વ સુખને આપનારું ચરિત્ર સાંભળો કે જેથી મિથ્યાદર્શનનો નાશ થાય અને મોક્ષસુખને પ્રાપ્ત કરાવનારું સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય.”
વ્યાખ્યાન ૯
સમકિતનું પહેલું લિંગ-શુશ્રુષા લિંગ એટલે ચિહ્ન. જેમ ઘુમાડાથી અગ્નિ સમજી શકાય છે તેમ શુશ્રુષા આદિ લિંગથી સમકિતનું અનુમાન થાય છે. સમકિતના ત્રણ લિંગમાંના પહેલા શુશ્રુષા નામના લિંગ વિષે કહે છે :
शुश्रूषा भगवद्वाक्ये, रागो धर्मे जिनोदिते ।
वैयावृत्त्यं जिने साधौ, चेति लिंगं त्रिधा भवेत् ॥१॥ ભાવાર્થ-“શ્રી જિનેશ્વરના વાક્યને વિષે શુશ્રષા એટલે સાંભળવાની ઇચ્છા, જિનેશ્વરે કહેલા ઘર્મને વિષે રાગ-પ્રીતિ અને જિનેશ્વર તથા સાઘુઓનું વૈયાવૃત્ય-એ ત્રણ સમકિતનાં લિંગ છે.”
શ્રી અરિહંતે કહેલા વચનને સાંભળવાની ઇચ્છા નિરંતર રાખવી; કેમકે જિનવચન શ્રવણ કર્યા વિના કોઈ પણ જ્ઞાનાદિક ગુણ પ્રાપ્ત થતો નથી. આગમમાં કહ્યું છે કે
सवणे नाणे य विन्नाणे, पच्चक्खाणे य संजमे ।
अनिलए तवे चेव, वोदाणे अकिरिय निव्वाणे ॥१॥ ભાવાર્થ-“શાસ્ત્ર શ્રવણ કરવાથી જ્ઞાન થાય, જ્ઞાનથી વિજ્ઞાન (વૈરાગ્ય) થાય, વિજ્ઞાનથી પચખાણ ત્યાગ) થાય, પચખાણથી સંયમ થાય, સંયમવડે દોષરહિત તપ થાય, તપથી ક્રિયારહિતપણું પ્રાપ્ત થાય, પૂર્વ કર્મ નિજીરે, નવા ન બાંધે અને ક્રિયારહિત થવાથી નિર્વાણ મોક્ષ પ્રાપ્ત થાય.” શ્રી હરિભદ્ર સૂરિએ પણ તેમજ કહ્યું છે કે
क्षारांभस्त्यागतो यद्वन्मधुरोदकयोगतः ।
बीजं प्ररोहमादत्ते तद्वत्तत्त्वश्रुतेर्नरः॥॥ ભાવાર્થ-“જેમ ખારા જળના ત્યાગથી અને મીઠા જળના યોગથી બીજ અંકુરિત થાય છે, તેમ તત્ત્વજ્ઞાનના શ્રવણથી મનુષ્ય જ્ઞાનને પામે છે–જ્ઞાનરૂપ અંકુર પ્રગટે છે.”
તેથી કરીને આ શુશ્રુષા સમકિતનું પ્રથમ લિંગ છે. તેની ઉપર સુદર્શન શ્રેષ્ઠીનું દ્રશ્ચંત છે તે આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org