________________
૩૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સંભ ૧ શકે? તે તો અત્યારે ક્યાંય નાસી ગયા જણાય છે; પરંતુ કોઈ પણ પ્રકારે ભાગ્યના વશથી જો અહીં મારો જય થાય, તો તો હું ત્રણ ભુવનમાં પંડિતશિરોમણિ થાઉં.”
આ પ્રમાણે તે વિચાર કરતો હતો, તેટલામાં ભગવંતે તેને બોલાવ્યો કે “હે ઇન્દ્રભૂતિ ગૌતમ! તમને સુખસાતા વર્તે છે?” તે સાંભળીને ગૌતમે વિચાર્યું કે “અહો! શું આ મારું નામ પણ જાણે છે? અથવા તો ત્રણ જગતમાં પ્રસિદ્ધ એવા મારા નામને કોણ ન જાણે? બાળ-ગોપાળથી આરંભીને સર્વ કોઈ સૂર્યને જાણે જ છે, તે કોઈનાથી છાનો રહેતો નથી; પરંતુ આણે મને મઘુર વાક્યથી બોલાવ્યો તેથી હું ઘારું છું કે તે મારી સાથે વાદવિવાદ કરવામાં બીએ છે, પણ હું એવાં મિષ્ટ વચનથી સંતોષ પામું તેમ નથી. જો એ મારા મનના સંશયને દૂર કરે, તો હું તેને ખરો સર્વજ્ઞ સમજું અને ત્યારે જ મને આશ્ચર્ય ઉત્પન્ન થાય.” ગૌતમ આ પ્રમાણે વિચારે છે તેવામાં ભગવાન બોલ્યા કે “હે ગૌતમ! જીવ છે કે નહીં? તે વિષે તમારા મનમાં સંશય છે. ચારે પ્રમાણથી (પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ પ્રમાણથી) જીવ ગ્રાહ્ય થઈ શકતો નથી, માટે જીવ છે જ નહીં એવું તમારું માનવું છે, પણ તે અસત્ય છે. કારણ કે તમે વેદપદનો ખરો અર્થ જાણતા નથી, તેથી જ તમને આ સંશય ઉત્પન્ન થયો છે. વેદમાં કહ્યું છે કે
"विज्ञानघन एतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुविनश्यति न प्रेत्यसंज्ञास्ति' વિજ્ઞાનધન એટલે જીવ આ પંચ મહાભૂત થકી ઉત્પન્ન થઈને પાછો તે પંચ મહાભૂતમાં જ વિનાશ પામે છે, તેથી તેની પ્રેત્ય એટલે પરલોક સંજ્ઞા નથી.” આવો અર્થ કરીને તમે જીવનો અભાવ સિદ્ધ કરો છો, પણ તે અર્થ અયુક્ત છે; કેમ કે વિજ્ઞાનઘનનો અર્થ જીવ નથી, પણ પાંચ ઇન્દ્રિયો છે, તેથી થતું ઘટાદિ પદાર્થોનું જે જ્ઞાન તે ઘટાદિ પદાર્થ નાશ પામ્ય સતે નાશ પામે છે; તેથી તેની પ્રત્ય સંજ્ઞા નથી. (આ પદનું સર્વ યુક્તિઓ સહિત વ્યાખ્યાન શ્રી વિશેષાવશ્યકથી જાણી લેવું). તેમજ હે ગૌતમ! જેમ દૂધમાં ઘી છે, તલમાં તેલ છે, કાષ્ઠમાં અગ્નિ છે, પુષ્પમાં સુગંઘ છે તથા ચંદ્રજ્યોસ્નામાં અમૃત છે, તેમ જીવ પણ દેહમાં રહેલો છે માટે જીવ છે, એમ સિદ્ધ થાય છે.” | ઇત્યાદિ યુક્તિયુક્ત જન્મ મરણ રહિત એવા ભગવાનનું વચન સાંભળીને ગૌતમનો સંશય દૂર થયો; તેથી તેણે પાંચસો શિષ્યો સહિત ભગવાનની પાસે પ્રવજ્યા અંગીકાર કરી. પછી પ્રભુના મુખથી “ઉપન્ન વા, વિષમ વા યુવણે વા’’–ઉત્પન્ન થાય છે, મરે છે અને નિશ્ચલ ભાવ છે. એ ત્રિપદીને પામીને તેમણે દ્વાદશાંગીની રચના કરી. તેમાં “ઉપક્રએ” એટલે જીવથી જીવ ઉત્પન્ન થાય છે, તે નરનારીથી ગર્ભ ઉત્પન્ન થાય છે તે, જીવથી અજીવ ઉત્પન્ન થાય છે તે દેહથી નખ વગેરે ઉત્પન્ન થાય છે તે, અજીવથી અજીવ ઉત્પન્ન થાય છે તે ઇંટાદિકના ચૂર્ણની જેમ, અને અજીવથી જીવ ઉત્પન્ન થાય છે તે પરસેવાથી જૂ વગેરેની ઉત્પત્તિની જેમ. એવી રીતે વિગમ
૧ (૧) જીવથી જીવ નાશ પામે છે તેનું દ્રષ્ટાંત-જીવ છકાય જીવોની ઉપમર્થના કરે છે તે. (૨) જીવથી અજીવ નાશ પામે છે તેનું દ્રષ્ટાંત-જીવ ઘટાદિ પદાર્થોનો નાશ કરે છે તે. (૩) અજીવથી જીવ નાશ પામે છે તેનું દ્રષ્ટાંતખડગાદિકથી અથવા સોમલાદિકથી જીવ મરણ પામે છે તે. (૪) અજીવથી અજીવ નાશ પામે છે તેનું દ્રષ્ટાંત–ઘડા સાથે પથ્થર અફળાવાથી ઘડો નાશ પામે છે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org