________________
વ્યાખ્યાન ૮] સમકિતની ચોથી શ્રદ્ધા-પાખંડીસંગવર્જન
૩૫ પછી ગર્વિષ્ઠપણાનાં વચનો બોલતા એવા તે ઇંદ્રભૂતિએ દેહની કાંતિ વધારવાને માટે પોતાના શરીરપર બાર તિલક કર્યા, સુવર્ણનું યજ્ઞોપવીત ધારણ કર્યું અને ઉત્તમ વસ્ત્રો પહેર્યા. એ પ્રમાણે મહા આડંબર કરીને પોતાના પાંચસો શિષ્યો સહિત ચાલ્યો. તે વખતે તેના શિષ્યો તેની બિરુદાવની બોલવા લાગ્યા કે “જેના કંઠમાં સરસ્વતી દેવી આભૂષણરૂપે રહી છે, જેણે સર્વ પુરાણો જાણેલાં છે, જે વાદીરૂપી કેળને કાપવા માટે કૃપાણ (ખજ્ઞ) સમાન છે, વળી વાદીરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન, વાદીરૂપી ઘટને તોડવામાં મુન્નર સમાન, સર્વ શાસ્ત્રોના આધારભૂત, સાક્ષાત્ પરમેશ્વરસ્વરૂપ, વાદીરૂપી ઘુવડને નષ્ટ કરવામાં સૂર્ય સમાન, વાદીરૂપી સમુદ્રનું શોષણ કરવામાં અગમ્ય ઋષિ સમાન, વાદીરૂપી પતંગીઆને ભસ્મ કરવામાં દીપક સમાન, વાદીરૂપી
વરનો નાશ કરવામાં ઘવંતરી વૈદ્ય સમાન, સરસ્વતીની કૃપાનાં પાત્ર અને બૃહસ્પતિ (દેવગુરુ) પણ જેના શિષ્યરૂપ છે, એવા હે ભગવાન! તમે જય પામો.” આવી રીતે શિષ્યોના મુખથી બોલાતી બિરુદાવળીનું શ્રવણ કરતો તે ગૌતમ આગળ ચાલ્યો.
સમવસરણની નજીક આવતાં અશોકાદિક અતિશયોને જોઈને તથા જાતિવૈરવાળા પ્રાણીઓને વૈરનો ત્યાગ કરીને એકત્ર રહેલા જોઈને તે બોલ્યો કે “અહો! આ તો કોઈ મહાધૂર્ત જણાય છે.” ત્યારે તેના છાત્રો (શિષ્યો) બોલ્યા કે “હે પૂજ્ય ગુરુ! અમે આપની કૃપાવડે હમેશાં કરોડો વાદીઓનો જય કરવામાં સમર્થ છીએ, તો આ એકનો પરાજય કરવો તેમાં તો શું! અમારામાંનો એક જ છાત્ર તેનો નિગ્રહ કરવા સમર્થ છે.” તે સાંભળી ગૌતમ સમવસરણની નજીક ગયો. સમવસરણના પહેલા પગથિયા ઉપર ચડી શ્રી વીરપ્રભુને જોતાં જ તેને શંકા ને ભય ઉત્પન્ન થયા. તે આશ્ચર્ય પામીને વિચારવા લાગ્યો કે “અહો! આ તે કોણ છે? શું સૂર્ય છે? ના, સૂર્ય તો ઉષ્ણ કિરણવાળો છે. ત્યારે શું આ ચંદ્ર છે? ના, તેને તો કલંક છે. ત્યારે શું મેરુપર્વત છે? ના, તે તો અત્યંત કઠિન છે. ત્યારે શું આ વિષ્ણુ છે? ના, તે તો કાળો છે. ત્યારે શું બ્રહ્મા છે? ના, તે તો જરાવડે આતુર છે અને વળી જરા (વૃદ્ધાવસ્થા)થી વ્યાપ્ત છે. ત્યારે શું કામદેવ છે? ના, તે તો શરીર વિનાનો છે. ત્યારે શું મહાદેવ છે? ના, તે તો કંઠમાં રહેલા શેષનાગથી ભયંકર છે; પરંતુ આ તો સર્વ દોષથી રહિત અને સમગ્ર ગુણસમૂહથી વ્યાપ્ત છે. માટે જરૂર આ તો છેલ્લા તીર્થકર જ હોવા જોઈએ. સૂર્યની જેમ આના સામું પણ જોઈ શકાય તેમ નથી અને દુસ્તર સમુદ્રની જેમ ઉલ્લંઘન કરી શકાય તેમ નથી. હવે એની પાસે મારે મારું મહત્ત્વ શી રીતે સાચવવું? અરે! મેં મૂર્ખાએ સિંહના મુખમાં હાથ નાંખ્યો અને બોરડીના ઝાડને આલિંગન કર્યું, મારે તો એક તરફ પૂરથી ભરેલી નદી અને બીજી તરફ વાઘ એ ન્યાયના જેવું થયું. વળી એક ખીલીને માટે આખો પ્રાસાદ ભાંગવા કોણ ઇચ્છે? સૂતરના તાંતણા માટે આખો હાર કોણ તોડે? રાખ માટે ચંદનનાં લાકડાં કોણ બાળે? લોઢા માટે સમુદ્રમાં રહેલા વહાણને કોણ ભાંગે? પણ મેં તો એ સઘળું મૂર્ખાઈ કરનારની જેમ અવિચારી કૃત્ય કર્યું છે. મેં દુર્બુદ્ધિએ જગદીશ્વરને જીતવાની ઇચ્છા કરી અને તે માટે અહીં આવ્યો; પરંતુ આ જગન્નાથે કોઈ પણ દિવ્યપ્રયોગથી મારું મન વશ કરી લીધું કે જેથી મારી આવી બુદ્ધિ થઈ. હવે આની પાસે હું એક અક્ષર પણ શી રીતે બોલી શકું? અને તેની પાસે પણ શી રીતે જઈ શકું? આ સમયે તો જન્મથી જ આરંભીને સેવન કરેલા શંકર જો મારા યશનું રક્ષણ કરે તો બહુ સારું. અથવા તો ત્રણ જગતને જીતનાર આ પ્રભુની પાસે શંકર પણ શું કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org