________________
૪૬
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
સ્તિંભ ૧ तेरस कोडिसयाई, गुणनवइ कोडि सट्ठि लख्खाई।
भुवणवइणं मज्झे, जोइसियभुवणेसु य असंखा ॥३॥ ભાવાર્થ-“તેરસો નેવ્યાશી કરોડ અને સાઠ લાખ શાશ્વત જિનબિંબો ભુવનપતિમાં છે, અને જ્યોતિષીના ભુવન (વિમાન)માં તો અસંખ્યાતા છે.”
कोडि सयाइं पन्नरस, कोडि बायाल लख्ख अडवन्ना ।
छत्तीसं पुण सहसाइं, असिहियाओ सव्वग्गं ॥४॥ ભાવાર્થ-“પંદરસો બેંતાળીસ કરોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર અને એસી એટલી કુલ સંખ્યા શાશ્વતા જિનબિંબોની છે. (આ સંખ્યા વ્યંતર ને જ્યોતિષી સિવાય સમજવી.)''
અશાશ્વતા એટલે ભરતચક્રી વગેરેએ કરાવેલા જિનબિંબો સમજવા.
શ્રત એટલે દ્વાદશાંગી વગેરે સૂત્રો. પ્રવચન=ચતુર્વિધ સંઘ. આચાર્યો ગચ્છાધિપતિઓ. ઉપાધ્યાયો-વાચના આપનારા (મુનિઓને ભણાવનારા), તથા દર્શનઃજિનશાસન અથવા સમ્યકત્વ. એ અહંતુ આદિ દશ પદોની પૂજા, પ્રશંસા, ભક્તિ, અવર્ણવાદવર્જન તથા આશાતના પરિત્યાગવડે વિનય કરવો. બીજા ગ્રંથોમાં વિનયના ઘણા પ્રકારો બતાવ્યા છે, પરંતુ અહીં તો દશ પ્રકારનો જ સ્વીકાર કર્યો છે. વિનય ઉપર ભુવનતિલક મુનિનો પ્રબંઘ છે તે આ પ્રમાણે
ભવનતિલક મનિનો પ્રબંધ. કુસુમપુરમાં ઘનદ નામે રાજા હતો. તેને પદ્માવતી નામે રાણી હતી અને ભુવનતિલક નામે કુમાર હતો. એકદા ઘનદ રાજા મંત્રીઓ સહિત સભામાં બેઠો હતો. તે સમયે રત્નસ્થળ નગરના રાજા અમરચંદ્રનો પ્રઘાન રાજાની આજ્ઞાથી રાજસભામાં દાખલ થયો. તેણે રાજાને નમન કરી યોગ્ય સ્થાને બેસી વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી! અમારા રાજા અમરચંદ્રને યશોમતી નામની પુત્રી છે. તે એકદા પુષ્પોદ્યાનમાં ક્રીડા કરતી હતી, તે વખતે તેણે વિદ્યાઘરીઓના મુખથી ગવાતા તમારા પુત્ર ભુવનતિલક કુમારના ગુણસમૂહનું શ્રવણ કર્યું, ત્યારથી તે યશોમતી તમારા કુમારનું જ ધ્યાન કરતી મહાક દિવસો નિર્ગમન કરવા લાગી. એકદા વિયોગની વિધુરતાથી કૃશ થયેલી કુમારીને જોઈને રાજાએ તેને કૃશ થવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે પોતાનો મનોગત અભિપ્રાય તેમને નિવેદન કર્યો. તે સાંભળીને અમારા રાજાએ મને આપની પાસે તમારા પુત્ર સાથે તેનો લગ્નસંબંઘ કરવા માટે મોકલ્યો છે, માટે આપ તે હકીકતનો સ્વીકાર કરી અમને આભારી કરો.” આવાં તે પ્રઘાનનાં વચનો સાંભળીને ઘનદ રાજાએ કુમારનો વિવાહ સ્વીકાર્યો અને તે પ્રઘાનનું સારું સન્માન કર્યું.
પછી શુભ દિવસે ઘનદ રાજાની આજ્ઞાથી મંત્રી અને સામંત રાજાઓ સહિત રાજકુમાર ભુવનતિલકે લગ્નને માટે પ્રયાણ કર્યું. માર્ગમાં સિદ્ધપુર નામના નગર પાસે આવતાં કુમાર એકદમ આંખો બંઘ કરી મૂર્ષિત થઈ રથમાં પડી ગયો. તેને સર્વે બોલાવવા લાગ્યા, પરંતુ તે કુમાર મૂંગાની જેમ એક અક્ષર પણ બોલ્યો નહીં. તેથી હિમવડે કરમાઈ ગયેલા કમળની જેવા મુખવાળા સચિવોએ પુરમાંથી ઘણા માંત્રિકોને બોલાવ્યા, પરંતુ તેમના સર્વ પ્રયોગો ઉખર ભૂમિમાં વૃષ્ટિની જેમ નિષ્ફળ થયા. તે સમયે “થોડે દૂર કોઈ કેવળી સુવર્ણના કમળપત્ર પર બેસીને દેશના આપે છે એમ સાંભળીને તે મંત્રીઓ કેવળી પાસે જઈ તેમને વંદના કરી દેશના સાંભળવા લાગ્યા. કેવળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org