________________
વ્યાખ્યાન ૧૨] દશ પ્રકારે વિનય
૪૭ ભગવાન બોલ્યા કે “હે ભવ્ય પ્રાણીઓ! આ સંસારરૂપી અગાઘ સમુદ્રમાં મસ્યાદિકના સમૂહની જેમ સંભ્રમથી ભટકતા જીવો ઘણા કષ્ટથી, પૂર્ણ સત્કૃત્યો વડે અદ્ભુત મનુષ્યજન્મ પામે છે. તે મનુષ્યજન્મને સફળ કરવા માટે મોક્ષસુખરૂપી વૃક્ષને વૃદ્ધિ કરવામાં મેઘ સમાન વિનયવડે સિદ્ધાદિ પરમેષ્ઠીનું આરાઘન કરો.” | ઇત્યાદિ દેશના સાંભળ્યા પછી કંઠીરવ નામના મુખ્ય મંત્રીએ પ્રણામ પૂર્વક કેવળીને પૂછ્યું કે, “હે ભગવાન! ભુવનતિલક કુમારને અણચિંતી દુઃખપ્રાપ્તિ થવાનું શું કારણ છે?” ત્યારે કેવળી બોલ્યા કે “ઘાતકીખંડના ભરતક્ષેત્રને વિષે ભુવનાગાર નામના પુરમાં જેમણે પાપસમૂહને દૂર કર્યો છે એવા કોઈ સૂરિ પોતાના ગચ્છ સહિત પધાર્યા. તે સૂરિનો એક વાસવ નામનો શિષ્ય મહાત્માઓના શત્રુરૂપ હતો. તે નિરંતર દુર્વિનયરૂપ સમુદ્રમાં નિમગ્ન રહેતો હતો. એકદા તેને આચાર્યો ઉપદેશ દીઘો કે “હે વત્સ! વિનય ગુણ ઘારણ કર. કહ્યું છે કે
विनयफलं शुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरतिर्विरतिफलं चास्रवनिरोधः॥१॥ संवरफलं तपोबलमथ तपसो निर्जरा फलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः क्रियानिवृत्तेरयोगित्वम् ॥२॥ योगनिरोधात् भवसन्ततिक्षयः सन्ततिक्षयान्मोक्षः ।
तस्मात् कल्याणानां, सर्वेषां भाजनं विनयः॥३॥ ભાવાર્થ-વિનયનું ફળ ગુરુની સેવા કરવી તે છે, ગુરુસેવાનું ફળ શ્રુતજ્ઞાન પ્રાપ્ત થયું તે છે, જ્ઞાનનું ફળ વિરતિ પ્રાપ્ત થવી તે છે, વિરતિનું ફળ આસવનો નિરોઘ થવો તે છે, આસવ નિરોધ (સંવર)નું ફળ તપ કરવાને વિષે બળવાન થવા રૂપ છે, તપનું ફળ કર્મની નિર્જરા થવી તે છે, કર્મનિર્જરાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે, ક્રિયારહિત થવાથી અયોગીપણું પ્રાપ્ત થાય છે, યોગના નિરોઘથી ભવની પરંપરાનો નાશ થાય છે, અને ભવપરંપરાના ક્ષયથી મોક્ષની પ્રાપ્તિ થાય છે; માટે વિનય એ સર્વ પ્રકારના કલ્યાણોનું ભાજન છે.
આ પ્રમાણે વિનય ગુણને માટે ગુરુએ ઘણો ઉપદેશ આપ્યો; પરંતુ તે ઉદ્ધત શિષ્યને તો તે ઉપદેશ ઊલટો દ્વેષરૂપ થયો. તેથી ગુરુએ તથા બીજા સર્વે મુનિઓએ તેની ઉપેક્ષા કરી, એટલે ક્રોશયુક્ત થઈને તેણે પ્રાસુક જળમાં ગુરુને તથા બીજા મુનિઓને મારી નાંખવા માટે તાલપુટ વિષ નાંખ્યું, અને પોતે ભયને લીઘે ત્યાંથી નાસી જઈ કોઈ અરણ્યમાં જઈને સૂતો; તેવામાં દાવાનળ સળગવાથી તે દુષ્ટ સાધુ રૌદ્ર ધ્યાનથી મૃત્યુ પામીને છેલ્લી નરકે ગયો. અહીં સૂરિ વગેરેને પેલું જળ પીતાં શાસનદેવતાએ અટકાવ્યા.
પેલો વાસવ નરકથી નીકળીને મત્સાદિક યોનિમાં અવતરીને ઘણા ભવોમાં ભટક્યો, તે વાસવ હાલમાં કાંઈક કર્મની લઘુતા થવાથી આ રાજકુમાર થયો છે. હમણા પૂર્વે કરેલા માનસિક ઋષિઘાત સંબંધી શેષ રહેલા પાપના ઉદયથી આવી દુર્દશાને પામ્યો છે. હે મંત્રી! આ પ્રમાણે મેં કહેલું તેના પૂર્વ ભવનું વૃત્તાંત તમે તે કુમારને કહેશો એટલે તે સજ્જ થઈ જશે.”
કેવળીના વચનને અંગીકાર કરીને મંત્રી વગેરે સર્વ કુમારની પાસે આવ્યા. પછી મંત્રીએ તેને કેવળીએ કહેલું વૃત્તાંત સંભળાવ્યું કે તરત જ તે સજ્જ થયો. પછી જાતિસ્મરણ પામેલો કુમાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org