________________
૪૮
શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧
[સ્તંભ ૧
કેવળીને વાંદવા આવ્યો. મુનિને વંદના કરીને પૂર્વ કર્મનો ક્ષય કરવાને માટે તેણે તરત જ દીક્ષા ગ્રહણ કરી, તેની સાથે તે મંત્રી વગેરેએ પણ વૈરાગ્ય પામી ચારિત્ર અંગીકાર કર્યું. રાજકુમારી યશોમતી આ વૃત્તાંત સાંભળીને ક્ષણ વાર મૂર્છા પામી; પણ પછી તરત જ સજ્જ થઈને તેણે પણ સંસારના ક્ષણિક સુખથી વૈરાગ્ય પામીને મા-બાપની આજ્ઞાથી ચારિત્ર ગ્રહણ કર્યું. આ સર્વ વૃત્તાંત રાજસેવકોએ જઈને ધનદ રાજાને નિવેદન કર્યું.
ભુવનતિલક મુનિ તીર્થંકરાદિક દશે પદનો વિનય કરવા લાગ્યા. તે જોઈને તેના ગુરુ પણ તેના વિનય ગુણની પ્રશંસા કરવા લાગ્યા. તેમણે બોંતેર લાખ પૂર્વ સુધી ચારિત્રનું પ્રતિપાલન કર્યું, અને કુલ એંસી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને અંતે પાદપોપગમ અનશન ગ્રહણ કરી કેવળજ્ઞાન પામી અનંત આનંદના સામ્રાજ્યરૂપ મોક્ષપદને પામ્યા.
“હે ભવ્યજીવો! આ ભુવનતિલક મુનિના દૃષ્ટાંતને શ્રોત્રહ્મયના કુંડલ રૂપ કરીને (સાંભળીને) અર્હદાદિક દશ પદની નિરંતર વિનયસેવા કરો કે જેથી શીઘ્રપણે મોક્ષલક્ષ્મી તમારા ઉત્સંગમાં આવીને બેસે.’’
વ્યાખ્યાન ૧૩ વિનય પ્રશંસા
प्राप्नोति विनयात् ज्ञानं ज्ञानदर्शनसंभवः । ततश्चरणसंपत्तिश्चान्ते मोक्षसुखं
તમેત્ ।શા
ભાવાર્થ—“વિનયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, જ્ઞાનથી દર્શન-સમકિત પ્રાપ્ત થાય છે, દર્શનથી ચારિત્ર પ્રાપ્ત થાય છે, અને તેથી અંતે મોક્ષસુખ પ્રાપ્ત થાય છે.’’
શ્રુતજ્ઞાનની ઇચ્છાવાળા પુરુષે તો વિશેષે કરીને ગુરુજનનો વિનય કરવો. વિનયપૂર્વક ગ્રહણ કરેલું શ્રુત તત્કાળ સમ્યગ્ ફળને આપે છે, તે સિવાય ફળ આપતું નથી. કહ્યું છે કે—– मातंगसूनोर्वरविष्ठरस्थाद्विद्या गृहीता फलति स्म शीघ्रम् । श्रीश्रेणिकस्येह यथा तथा स्यात्सप्रश्रयं शास्त्रमधीतमृद्ध्यै ॥१॥ ભાવાર્થ—‘ચાંડાળના પુત્રને શ્રેષ્ઠ સિંહાસનપર બેસાડીને શ્રેણિક રાજાએ વિદ્યા ગ્રહણ કરી, ત્યારે તેને શીવ્રતાથી વિદ્યાનું ફળ પ્રાપ્ત થયું. તેવી જ રીતે શાસ્ત્ર પણ જો વિનયપૂર્વક ગ્રહણ કર્યું હોય તો જ તે સર્વ પ્રકા૨ની સમૃદ્ધિને માટે થાય છે.’’ તે દૃષ્ટાંત આ પ્રમાણે છે–
વિનય પ્રસંગ ઉપર શ્રેણિક રાજાનો પ્રબંધ
રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. એકદા શ્રી વીર પ્રભુના મુખથી સતીપણાની ખાતરી થવાને લીધે તેમણે પ્રસન્ન થઈને ચેલણા રાણીને કહ્યું કે “હે પ્રિયા! બીજી રાણીઓ કરતાં વધારે સારો મહેલ હું તારા માટે કરાવવા ઇચ્છું છું, તો તે કેવો કરાવું?”’ ચેલણાએ કહ્યું કે ‘‘હે સ્વામી! મારે માટે એક સ્તંભવાળો પ્રાસાદ કરાવો.’’ તે સાંભળીને રાજાએ એક સ્તંભવાળો મહેલ કરાવવા અભયકુમારને આજ્ઞા આપી. અભયકુમારે સુતારોની બોલાવીને હુકમ કર્યો, એટલે તે સુતા૨ો તેવા મહેલને યોગ્ય કાષ્ઠને માટે અરણ્યમાં ચોતરફ શોધ કરવા લાગ્યા; તેવામાં તેમણે એક મોટા થડવાળું વૃક્ષ જોઈને આનંદ પામી વિચાર્યું કે “જરૂર આ વૃક્ષ કોઈ દેવતાએ અધિષ્ઠિત હોવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org